ઘર છૂટ્યાની વેળા - 9 Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

ઘર છૂટ્યાની વેળા - 9

ભાગ - ૯

ઘરે આવી અવંતિકાના મમ્મી પપ્પાએ કોલેજ ના પહેલા દિવસ વિષે પૂછ્યું, અવંતિકાએ પોતાના વીતેલા દિવસ વિષે વાત કરી, રાત્રે જમી અને પોતાના રૂમમાં સુવા માટે ચાલી ગઈ, પોતાના બેડ ઉપર આળોટતા, નોવેલ વાંચી રહેલા એ છોકરા વિષે વિચારવા લાગી, અવંતિકા વિચારી રહી હતી "કોણ હતો એ છોકરો, દિવસમાં કોલેજમાં સતત વાંચ્યા કરતો હતો, અને સાંજે કોઈ સાડીની દુકાનમાં હતો, શું એ દુકાન એની હશે ? લાગતું નહોતું, આવડી મોટી દુકાનના માલિકનો દીકરાને વાંચનમાં આટલો રસ ના હોઈ શકે ?" આ બધા વિચારો અવંતિકાને સુવા દેતા નહોતા, અંતે એને એમ વિચાર્યું કે કોઈપણ હોય !! મારે શું ? અને સુવાનો પ્રયત્ન કરવા ગઈ પણ છતાં કોણ જાણે કેમ ઊંઘ એની આંખોથી દુર ભાગી રહી હતી અને એ અજાણ્યા છોકરાના વિચારો પાસે આવી રહ્યા હતા, મનમાં ચાલેલી ઘણી ગડમથલ બાદ છેલ્લે આંખ મીંચાઈ.

કોલેજ માટે તૈયાર થઇ અવંતિકા પોતાનું એકટીવા લઇ જવા માટે નીકળી, આજે તેને બ્લેક જીન્સ અને રેડ ટોપ પહેર્યા હતાં. કોલેજના મેદાનમાં રોજની જેમ આજે પણ બાપના પૈસા બગાડવા માટે આવતા છોકરાઓ પોતાની બાઈક ઉપર બેઠા બેઠા આવતી જતી છોકરીઓ સામે તાકી રહ્યા હતા, અવંતિકા પોતાનું એકટીવા પાર્ક કરી અને થોડે આગળ જતાં જ પેલા છોકરાઓ અંદરો અંદર મશ્કરીઓ કરવા લાગી ગયા, અવંતિકાને જોઇને બોલ્યો : "અરે યાર આજે તો જાણે ચાંદ જમીન પર ઉતરી ગયો હોય એમ લાગે છે, ભાઈ આનું કંઇક કરવું જ પડશે, આટલી મસ્ત છોકરી આપણી કોલેજમાં હોય અને આપણી બાઈક પાછળ ના બેસે તો યાર કેમ ચાલે ?" બીજો બોલ્યો "કરીએ યાર હવે આનું પણ કંઇક હજુ કાલે તો કોલેજ શરુ થઇ છે, અને ધીમે ધીમે એ આપણને પણ ઓળખી જશે, આજ કાલની છોકરીઓને હરવા ફરવાનું જોઈએ, થોડા દિવસ બધાને બતાવે કે અમે ભણવા માટે આવીએ છીએ પછી કંટાળી અને આપણી પાસે જ તો આવે છે ગયા વર્ષે પેલી પૂર્વી તને યાદ નથી ? કેવી ભણવા માટે આવતી હતી અને પછી મેં એને પટાવી લીધી હતી." "હા, ભાઈ તમે તો ખરેખર જીનીયસ છો.. છોકરીને પટાવવાનું તો કોઈ તમારાથી શીખે." દરેક કોલેજની બહાર આવા છોકરાઓ જોવા મળે જે પોતે તો ભણે જ નહિ પણ બીજાને પણ ભણવા ના દે. કેટલીય છોકરીઓનું જીવન પણ બગાડી દેતા હોય છે.

અવંતિકાને કોલેજના ગેટ પાસે જ સરસ્વતી મળી ગઈ, બંને સાથે ક્લાસમાં ગયા, આજે પણ રોહન પહેલી બેંચ ઉપર બેસી વાંચી જ રહ્યો હતો, પણ આજે તેના હાથમાં કોઈ બીજું પુસ્તક હતું. આજે તે દોસ્તોએવસ્કીની "ક્રાઈમ એન્ડ પનીશમેન્ટ" નોવેલ વાંચી રહ્યો હતો. અવંતિકાની નજર એને જોઈ રહી હતી પણ રોહને પોતાના પુસ્તકમાંથી માથું ઊંચું કર્યું પણ નહિ, પોતાની બેંચ ઉપર જઈ અને અવંતિકા અને સરસ્વતી બેઠા. આજે આજુ બાજુની બેન્ચની છોકરીઓએ પણ સાથે વાતો કરી અને નવી ફ્રેન્ડ બનાવી લીધી.

રોહને હજુ કોઈ મિત્ર બનાવ્યો નહોતો, ભણવામાં હોશિયાર. ભણવાની સાથે સાથે વાંચનમાં પણ એને ઘણો રસ, બાળપણમાં જ પોતાના માતા પિતાને એક અકસ્માતમાં ખોઈ બેઠો હતો, પોતાના સગા કાકાએ કપટ કરી બધી મિલકત હજમ કરી લીધી. રોહનને તો એ બધાનું ભાન પણ નહિ. ગામડે રહેતા મામાના ઘરે રહી ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પણ મામીના અણગમતા વર્તનના કારણે તેને ગામમાં મામાનું ઘર છોડી અમદાવાદ જેવા શેહરમાં આવવું પડ્યું, મામાનો જીવ તો નહોતો ચાલતો પણ રોહન હવે મોટો થતો હોવાના કારણે એ પણ એના મામીના મહેણા ટોણા ક્યાં સુધી સહન કરે એમ વિચારી શહેરમાં રહેતા પોતાના એક મિત્રની મદદથી રોહનને નોકરીની અને રહેવાની વ્યવસ્થા મામાએ કરી આપી હતી. સવારે કોલેજ જઈ બપોરે એક સાડીની દુકાનમાં નીકરી કરતો, જમવાનું પણ જાતે જ બનાવી લેતો. રાતનું બનાવેલું સવારે જમી કોલેજ જતો અને ત્યાંથી સીધો જ દુકાન ઉપર, દુકાનેથી રાત્રે ઘરે જઈ જમવાનું બનાવી જમી ને મોડા સુધી વાંચ્યા કરતો. બસ આજ એનું રોજિંદુ જીવન બની ગયું હતું, આ સિવાય ના કોઈ મિત્ર ના કોઈ સગા સંબંધી, પોતાની આસપાસ રહેતા લોકોને પણ એની સાથે ઝાઝી ઓળખાણ થઇ નહોતી, રજાના દિવસે પણ તે આખો દિવસ ઘરમાં બેસી વાંચ્યા કરતો.

કોલેજના એક પછી એક દિવસો વીતવા લાગ્યા, અવંતિકાને રોહન વિષે જાણવાની તીવ્ર ઈચ્છા થતી હતી, પણ ક્યારેય એવો સમય ના મળ્યો કે રોહન સાથે વાત થઇ શકે, કોલેજ ના ઘણાં બધા છોકરાઓની નજર અવંતિકા તરફ ઢળેલી હતી પણ અવંતિકાનું દિલ જીતી શકે એવી નજર કોઈની નહોતી, બધાની નજરમાં વાસના જ ભરેલી દેખાતી હતી. રોહને આજ સુધી અવંતિકા સામું નજર ઉંચી કરી ને જોયું નહોતું, વળી એને તો એ પણ ખબર નહોતી કે અવંતિકા નામની કોઈ છોકરી એના ક્લાસમાં છે, તેના માટે બસ વાંચવું અને લેક્ચરમાં ધ્યાન દઈ ભણવું હતું, તેની બેંચ ઉપર જ એક છોકરો બેસતો તેનું નામ વરુણ હતું, વરુણ પણ પૈસા વાળા ઘરનો છોકરો હતો, પણ તેને પૈસાનું અભિમાન નહોતું તેને પણ ભણવામાં રસ હતો, બંને એક બેંચ ઉપર બેસતા હોવા છતાં એકબીજા સાથે ભણવા સિવાય કોઈ વાત થતી નહોતી.

એક દિવસ કોલેજ છૂટી ઘરે જઈ અવંતિકા અને તેની મમ્મી બજાર જવા માટે નીકળ્યા, અવંતિકાની મમ્મીને સાડી લેવી હતી, માર્કેટમાં અવંતિકાને અચાનક યાદ આવ્યું કે રોહન જે દુકાનમાં બેસે છે એ દુકાન સાડીની જ છે તેની મમ્મીને તેને એજ દુકાનમાં જવા માટે કહ્યું, બંને ત્યાં સાડી જોવા માટે ગયા, રોહન ત્યાં જ હતો, રોહનને જોઈ ને અવંતિકા થોડી શરમ લાગવા લાગી, રોહન સામે તો અવંતિકા અપરિચિત ગ્રાહક જ હતી, જેમ દરેક ગ્રાહકને સાડી બતાવે તેમ જ તે અવંતિકાને પણ સાડી બતાવવા લાગી ગયો. ગ્રાહકને લુભાવવાની વાક્છટા જોઈ અને અવંતિકા રોહનથી પાછી પ્રભાવિત થઇ, બોલવામાં ચપળ અને ચહેરા ઉપર રમતું હાસ્ય આવેલા કોઈપણ ગ્રાહકને રોહન પાસે સાડી ખરીધ્યા વગર જવા જ ના દે એ પ્રકારનું હતું. ઘણીવાર સુધી અવંતિકા અને સુમિત્રાએ સાડી પસંદ કરી, ૩ સાડી લેવાનું નક્કી કરી ને આવ્યા હતાં પણ રોહનના વેચવાના અંદાઝ સામે ૫ સાડી ખરીદીને ઘરે ગયા.

રોહનના ગ્રાહકને લુભાવવાની આજ આવડતના કારણે તેના સેઠ તેને સારી રીતે રાખતા હતાં, કોલેજની ફીસ પણ તેઓ ભરતાં, અને સારો એવો પગાર પણ આપતા, રોહન તેમના માટે એટલો વિશ્વાસુ માણસ બની ગયો હતો કે ક્યારેક દુકાન પણ તેના હવાલે સોપી અને પોતાના કામ માટે બહાર જતાં હતા, રોહને પણ ક્યારેય એમના વિશ્વાસનો દુરપયોગ કર્યો નહોતો. પૂરી ઈમાનદારીથી તે કામ કરતો. એટલે જ શેઠનો વિશ્વાસપાત્ર માણસ હતો.

બીજા દિવસે અવંતિકા કોલેજમાં થોડી મોડી પહોચી, લેકચર શરુ થઇ ગયા હતા, ચાલુ લેક્ચરમાં આવેલી અવંતિકાને જોઈ આખો ક્લાસ થોડી ક્ષણો માટે ડીસ્ટર્બ થયો, આજે રોહનની નજર પણ અવંતિકા ઉપર પડી, રોહન આજે અવંતિકાને ઓળખી ગયો કે ગઈકાલે આવેલ ગ્રાહક જેને પાંચ સાડી વેચી હતી એજ આ છે, પણ તે એના જ ક્લાસમાં હશે તેની કલ્પના નહોતી, અવંતિકાએ પાસે આવતા રોહનને મીઠું સ્મિત આપ્યું જવાબમાં રોહને પણ સામે સ્મિત આપ્યું. ઘણાં બધા ની નજર આજે એ બંનેના સ્મિતને ઘેરી રહી હતી.

આજે લાઈબ્રેરિયન પણ રજા ઉપર હતા, રોહન આજે લાઈબ્રેરીમાં વાંચવા માટે જઈ ના શક્યો, વરુણે તેને આજે કેન્ટીનમાં સાથે આવવાની ઓફર કરી, પહેલા પણ ઘણીવાર તેને ઓફર કરી હતી પણ રોહન લાઈબ્રેરીમાં જવાનું કહી ના કહી દેતો, પણ આજે તેની પાસે કોઈ રસ્તો નહોતો, માટે બંને કેન્ટીનમાં ગયા, અવંતિકા પણ પોતાની મિત્રો સાથે કેન્ટીનમાં ગઈ. વરુણ રોહન અને પોતાના માટે બે ગ્રીલ સેન્ડવીચ અને પાઈનેપલ જ્યુસ લઈને આવ્યો, બંને વચ્ચે પહેલા તો થોડી ભણવાની જ વાત થઇ પણ વરુણે બીજી પર્સનલ વાત પણ શરુ કરી.

વરુણ : "તો રોહન તું રહે છે ક્યાં વિસ્તારમાં ?"

રોહન : "મજુરગામ. અને તું ?"

વરુણ : "હું સી.જી. રોડ ઉપર રહું છું., પરિવારમાં કોણ કોણ છે ?"

રોહન : "હું એકલો જ રહું છું, મમ્મી પપ્પા બાળપણમાં જ ગુજરી ગયા હતા, મામા મામી સાથે ગામડે રહી મોટો થયો અને હવે વધુ મોટો બનવા માટે અમદાવાદમાં આવ્યો છું."

વરુણ : "ઓહ, સોરી... જાણીને દુઃખ થયું, તો તું કોલેજ આવે તો જમવાનો અને ઘરખર્ચ કેવી રીતે કાઢી શકે છે ?"

રોહન : "હું કોલેજ છૂટ્યા બાદ એક દુકાનમાં નોકરી કરું છું, મારા શેઠ મારો ભણવાનો ખર્ચો આપે છે, અને જે કામ કરું છું એના પગારમાંથી મારું ભરણ પોષણ થઇ રહે છે, અને વળી એકલા માણસને જીવવા જોઈએ કેટલું ? એકવાર ગ્રેજ્યુએટ થઇ જઈશ પછી આગળનું વિચારીશ હમણાં તો આ પુરતું છે."

વરુણ : "દોસ્ત, તારી લાઈફ જોઇને તો મને આજે ખરેખર એમ થાય છે કે મારી લાઈફ અને તારી લાઈફ કેટલી જુદી છે, મારા પપ્પા ને પોતાનો બિઝનેસ છે, મારે કઈ કામ કરવું પડતું નથી, ઘરેથી કોલેજ અને કોલેજથી છૂટી ઘર."

રોહન : "પણ મેં તો સાંભળ્યું છે કે પૈસાવાળા ઘરના છોકરા ભણવામાં ધ્યાન નથી આપતા, તું તો રોજ ક્લાસમાં હાજર હોય છે ?" (રોહને થોડો મઝાક કર્યો.)

વરુણ : "સાચી વાત છે દોસ્ત, આપણી કોલેજની અંદર જ કેટલાય એવા છોકરાઓ છે, સાંજે એ સૌ મારી સાથે ક્લબમાં હોય છે, હું એ બધાને ઓળખું છું અને મને એ લોકો નથી ગમતા, મારા પપ્પા પાસે પણ પહેલા કઈ જ નહોતું એમને પણ ઘણી મહેનત કરી અને પોતાનો બીઝનેસ સેટ કર્યો છે, જો હું આ બધાની જેમ જ જલસા કરવા લાગુ તો મારા પપ્પાએ જે ભેગું કર્યું છે એ બધું જ પૂરું થઇ જાય. એટલે હું ભણી અને મારા પપ્પાના બિઝનેસને વધુ ઉંચાઈએ પહોચાડવા માંગું છું."

રોહન : "વાહ દોસ્ત મને પણ આજે તારા વિષે જાણી આનંદ થયો., પૈસાવાળા બાપના છોકરા પણ આવું વિચારી શકે એ મને નહોતી ખબર. ચાલ હવે બ્રેક પૂરો થવા આવ્યો છે, આપણે ક્લાસમાં જઈએ, બીજી વાતો પછી કોઈવાર કરીશું."

વરુણ : "હા, ચોક્કસ દોસ્ત, વાતો કરવા માટે તો ૩ વર્ષ છે, પણ પટેલ સાહેબનું લેકચર મિસ થશે તો પછી પાછુ નહિ આવે. ચાલ."

બંને ક્લાસ તરફ ચાલવા લાગ્યા, અવંતિકા વિચારી રહી હતી કે આ ક્ષણે રોહન સાથે વાત કરું પણ વરુણ સાથે વાત કરતો જોઈ અવંતિકાને કઈ બોલવાની ઈચ્છા ના થઇ.

(વધુ આવતા અંકે....)

નીરવ પટેલ “શ્યામ”