Ghar Chhutyani Veda - 6 books and stories free download online pdf in Gujarati

ઘર છૂટ્યાની વેળા - 6

ભાગ - ૬

નક્કી કરેલા સમયે અવંતિકા રીવરફ્રન્ટ પહોચી ગઈ. રોહન પણ અવંતિકાની રાહ જોઇને બેસી રહ્યો હતો.

અવંતિકાને આવતા જોઈ રોહને ઉભા થઇ અને તરત પૂછ્યું :

"કેમ છે તું ? તારા પપ્પાની તબિયત કેવી છે ?"

અવંતિકા : "હું મઝામાં છું, અને પપ્પાની તબિયત પણ પહેલા કરતાં ઘણી સારી છે."

રોહન : "તો તું આટલી મૂંઝાયેલી કેમ લાગે છે ? કઈ થયું છે ? આપણે જયારે પહેલા મળતા અને આજે તું મને મળી એ બંને પરિસ્થિતિ ખુબ જ જુદી હોય એમ લાગે છે, આજે જાણે હું કોઈ અપરિચિત વ્યક્તિને મળી રહ્યો હોય એવો અનુભવ થાય છે."

અવંતિકા : "પહેલા આપણે શાંતિથી બેસીએ, મારે તારી સાથે ઘણી બધી વાતો કરવી છે."

બંને રીવર ફ્રન્ટ ઉપર બનાવેલી પાળી ઉપર બેઠા, રોહનની આંખો અવંતિકા શું કહેવાની છે એ જાણવા માટે ઉતાવળી હતી, એના મનમાં ઘણા પ્રશ્નો એ ઘર કરી લીધું હતું, અવંતિકા પણ શરૂઆત ક્યાંથી કરવી એજ મૂંઝવણમાં હતી. રોહનથી વધુ પ્રતિક્ષા ના થઇ શકી અને પૂછી જ લીધું :

"બોલને અવંતિકા શું વાત છે ? મને ચિંતા થાય છે."

અવંતિકા :"રોહન, આજે મને વાત કેવી રીતે કરવી એજ ખબર નથી પડતી, પણ આજે આપણે જે કઈ નિર્ણય કરીશું એ બંને એ માન્ય રાખવો પડશે, વાત કરતાં પહેલા તારે મને વચન આપવું પડશે !"

રોહન : "પહેલા મને એ કહે કે વાત શું છે ?વાતની ખબર પડ્યા પહેલા હું તને કેવી રીતે વચન આપી શકું ?"

અવંતિકા : "વાત આપણા જીવન સાથે જોડાયેલી છે, કદાચ આ આપણી છેલ્લી મુલાકાત પણ હોઈ શકે છે !!"

રોહન : " કેમ આજે આવી વાતો કરે છે ? તું મને ખુલી ને બધી વાત કર. મને ખુબ જ ચિંતા થાય છે ?

અવંતિકા કઈ બોલી શકતી નહોતી, રોહન વાત સાંભળી કઈ આડું અવળું કરી ના લે તનો ડર તેને સતાવતો હતો, પણ આ વાત તેને યોગ્ય રીતે સમજાવવી પડે તેમ હતું, માટે તે પોતાના દરેક શબ્દ ને ખુબ જ કાળજી પૂર્વક મુકવા માંગતી હતી.

અવંતિકા : "રોહન મને પહેલા વચન આપ કે મારી વાત તું યોગ્ય રીતે સમજીશ, અને કોઈ ખોટો નિર્ણય ક્યારેય નહિ લઉં."

રોહન : "અવંતિકા મને પહેલા વાત તો કર પછી હું તને વચન આપું."

અવંતિકા : "ના પહેલા તું મને વચન આપ"

રોહન સમજી ગયો કે અવંતિકાએ કોઈ મોટો નિર્ણય લઇ લીધો છે, પણ હું એને વચન નહિ આપું ત્યાં સુધી એ મને ચોખ્ખી વાત નહિ કરે. બે ક્ષણ માટે તો અવંતિકાના ચહેરાને જોઈ રહ્યો, અવંતિકા નીચું જોઈ અને ઉદાસ ચહેરે બેસી રહી હતી, અવંતિકાની જીદ સામે ઝુકી જઈ અને રોહને કહ્યું :

"ઓકે ચાલ બસ પ્રોમિસ કરું છું કે હું તારા નિર્ણયમાં તારો સાથ આપીશ અને કોઈ ખોટો નિર્ણય નહિ કરું."

અવંતિકા : "થેન્ક્સ...."

"બોલ હવે" રોહન ઉતાવળો થતાં પૂછવા લાગ્યો.

અવંતિકા : "મારા પપ્પાએ થોડા સમય પહેલા મારા લગ્ન એમના એક મિત્રના દીકરા સાથે નક્કી કરી દીધા છે."

"શું ? તે મને જણાવ્યું પણ નહિ." થોડો ગુસ્સો બતાવતા અને આશ્ચર્ય પામતા રોહન બોલી ઉઠ્યો.

"મને પણ આ વાતની આજે જ ખબર પડી છે, મમ્મી પપ્પા મારું ભણવાનું ના બગડે એટલા માટે હમણાં મને કઈ જ જણાવવાના નહોતા, પણ મેં જે કર્યું તેના કારણે મમ્મી એ આજે મને એ વાત કહી દીધી, પપ્પાને એટેક પણ એજ વિચારમાં આવ્યો હતો." રોહનને શાંત કરતાં અવંતિકા એ કહ્યું.

રોહન : " ઓકે, તો તે શું નિર્ણય કર્યો છે ?"

અવંતિકા : "હું મારા મમ્મી પપ્પાના નિર્ણયમાં સાથ આપીશ, કારણ કે હું મારા પપ્પાને ખોવા નથી માંગતી, ડોકટરે પણ કહ્યું છે કે હવે એમને વધુ ટેન્શન ના આપતા. બીજીવાર જો આવું થયું તો કઈ નક્કી નહિ, અને હું મારા પપ્પાને ખુબ જ પ્રેમ કરું છું, એમની ખુશીમાં જ મારી ખુશી છુપાયેલી છે, મારા જન્મથી લઇ અત્યાર સુધી એમને મારા ઉછેરમાં કોઈ કસર છોડી નથી તો હવે હું એમને કેવી રીતે નિરાશ કરી શકું ? એમને પણ મારા માટે કેટ કેટલા સપના જોયા હતા, પણ હું એમના પ્રેમને ઓળખી ના શકી ! (અવંતિકા આંખોમાં આવેલા આંસુઓને લૂછતાં લૂછતાં પોતાની વાત ચાલુ જ રાખી) રોહન, મને અત્યાર સુધી તારા તરફથી કોઈ ફરિયાદ નથી આવી, તને અને તારા પ્રેમને હું ક્યારેય નહિ ભૂલી શકું પણ મારા માતા પિતા આગળ હું તારા પ્રેમની સરખામણી નથી કરી શકતી, ઘણી છોકરીઓ પોતાના માતા પિતાને છોડીને ચાલી જતી હોય છે અને સમય જતાં ખુબ દુઃખી પણ થતી હોય છે, મને ખબર છે કે તું ક્યારેય મારા માથે દુખ ના આવવા દેતો, પણ મારા મા બાપ તો દુઃખી જ થવાના હતા, માટે હું એમ નહિ કરી શકું, થઇ શકે તો મને માફ કરી દેજે, મને તારા જેવું ના કોઈ મળ્યું છે ના કોઈ મળશે. પણ આ ક્ષણે આપણું અલગ થઇ જવું જ મને યોગ્ય લાગે છે. હજુ આપણે આપણા સંબંધમાં એટલા આગળ નથી વધ્યા કે આપણને પછતાવો થાય સંબંધ તોડવાનો. મમ્મી પપ્પાએ જો આપણો સંબંધ સ્વીકાર્યો હોત તો મને ખુશી થતી, પણ એમને મારા માટે જે વિચાર્યું છે એ હું નકારી ના શકું.

રોહન : "તું એકવાર આપણી વાત તો કરી શકતી હતી ને ઘરે ?"

અવંતિકા : "રોહન, મેં એમ વિચાર્યું હતું કે પપ્પાને સારું થઇ જશે તો હું વાત કરવાની હતી, પણ એના માટે મેં થોડા મહિના રાહ જોવાનું વિચાર્યું હતું, કારણ કે આપણે હમણાં જ આ ખોટું પગલું ભરી ચુક્યા હતાં અને એનું પરિણામ શું આવ્યું એ આપણે બંને સારી રીતે જાણીએ છીએ. અને આજે સવારે જ પપ્પા મમ્મીએ મારા વિષે લીધેલા નિર્ણયની મને કરી, અને એમને પણ મારી પાસે વચન માંગ્યું પપ્પાને ક્યારેય દુઃખી નહિ કરવાનું. અને મને પણ એમનો સાથ આપવાનું યોગ્ય લાગ્યું. તું સમજી શકે છે ને મારી વાત ?

રોહન : "અવંતિકા તે નિર્ણય લઈ જ લીધો છે તો હું શું કહી શકું ? એમ પણ તે મને પહેલા જ મારી પાસે વચન લઇ બાંધી લીધો છે. હવે કઈ કહેવા માટે મારી પાસે બચતું જ નથી, હા પણ એક વાત હું તને આજે ચોક્કસ કહીશ, જો તે આ નિર્ણય લીધો છે તો હું પણ આજે એક નિર્ણય લેવા માંગુ છું, અને તારે પણ મને કઈ જ નહિ કહેવાનું મારા આ નિર્ણય વિષે. છે મંજુર ?"

અવંતિકા : (આશ્ચર્ય સાથે ) "કેવો નિર્ણય ? કોઈ ખોટું પગલું ભરવાનો નિર્ણય તો તું નથી કરી રહ્યો ને ?"

રોહન : "ના, હું એવો કોઈ નિર્ણય કરું. અને આત્મહત્યા જેવા નિર્ણયો તો કાયરો કરે, હું તો જીવીશ કોઈ ખોટું પગલું નહિ ભરું."

અવંતિકા : "તો તું કરવા શું માંગે છે એ કહે ને !"

રોહન : "અવંતિકા હું તને ખુબ જ પ્રેમ કરું છું, મેં તારી સાથે જ જીવન વિતાવવાના સપના જોયા હતા, આ દુનિયામાં તારા સિવાય મારું કોઈ નથી, મેં તને જ મારું સર્વસ્વ માની હતી, પણ હવે હું નિર્ણય કરું છું કે હું મારા જીવનમાં બીજા કોઈને નહિ આવવા દઉં, હું ક્યારેય લગ્ન નહિ કરું, તને પ્રેમ કર્યો છે અને બસ તને જ પ્રેમ કરતો રહીશ."

અવંતિકા : "આવી ગાંડા જેવી વાતો નાં કર, એકલા જિંદગી ના જીવાય, હમણાં તો તારા હાથ પગ ચાલે છે એટલે તને કોઈ તકલીફ નહિ પડે પણ જયારે તું ઉંમરના એક એવા પડાવ પાસે પહોચીશ ત્યારે તને પાસે રહેલા કોઈ વ્યક્તિની જરૂરિયાત સમજાશે, ત્યારે તું કોઈની હુંફ ઝંખતો હોઈશ પણ ત્યારે તારી સાથે કોઈ નહિ હોય, તારા આ વિચારમાં હું તારી સાથે નથી."

રોહન : "ચંડીગઢથી પાછા આવીને મેં આજ વાત વિચારી હતી, મને અંદાઝો હતો કે જે બન્યું છે તેનાથી તારા પરિવારમાં મારો ક્યારેય સ્વીકાર નહિ થાય, એક આશા જરૂર હતી પણ આજે એ આશા પણ પૂર્ણ થઇ ગઈ, ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હું આ શહેર છોડી દઈશ, ક્યાંક દૂર ચાલ્યો જઈશ જ્યાં કોઈ જ ઓળખીતું ના હોય, આ શેહરમાં રહીશ તો મને તારી યાદ સતાવશે, ઓળખીતા લોકો તારા વિષે પૂછ્યા કરશે, જેના જવાબ હું એમને નહિ આપી શકું. અને મારા માટે સૌથી મોટી વાત એ છે કે મારા માથે કોઈ બીજી વ્યક્તિની જવાબદારી નથી. માટે મને એકલું રહેવામાં પણ કોઈ તકલીફ નહિ પડે. તું ભલે મારા આ નિર્ણયમાં સાથ નહિ આપે પણ મારો આ નિર્ણય હવે બદલાઈ નહિ શકે, જેમ તારો નિણર્ય નહિ બદલાઈ શકે એમ હું પણ હવે આ વાત મક્કમ પણે નક્કી કરી લીધી છે. અને આજે બીજો એક નિર્ણય, તારા લગ્નના દિવસે જ હું આ શહેરથી ક્યાંક દૂર ચાલ્યો જઈશ."

અંધારું થવા જઈ રહ્યું હતું, અવંતિકા અને રોહન બંને મૌન બનીને બેસી રહ્યા હતા, અવંતિકા શું જવાબ આપે રોહનને તેની કઈ ખબર જ નહોતી પડી રહી.

અવંતિકા : "રોહન, તને કહેવા મારી પાસે કઈ શબ્દો નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે હજુ બરાબર વિચાર કરજે તારા નિર્ણય માટે, અને જીવનમાં કોણ ક્યારે આવી જાય એ નક્કી ના હોય, પણ જો કોઈ વ્યક્તિ તને ચાહતી આવી જાય તો એનો સ્વીકાર કરી લેજે."

રોહન : "આ દિલના દરવાજા હવે કાયમ માટે અંદરથી જ બંધ થઇ ગયા છે જે ક્યારેય ખુલવાના નથી, એમાં બસ એક જ ચહેરો સદાય માટે રહેશે અને એ તારો હશે. ચલ હવે બહુ મોડું થઇ ગયું છે, ઘરે તારા મમ્મી ચિંતા કરતાં હશે, જો વહેલી નહિ જાય તો એમને એમ થશે કે રોહન પાછો ભગાવીને લઇ ગયો એમની દીકરીને (વાતાવરણ ને હળવું બનાવવા રોહને મઝાક કર્યો.)

અવંતિકા મર્માળુ હસી, અને કહ્યું : "હા, સામાન પણ તારી પાસે જ છે ને મારો, તો એવું જ થશે, સારું ચાલ હું નીકળું હવે. થોડા દિવસ પછી હું તને મળવા માટે કહીશ."

રોહન : "ઓકે, હું રાહ જોઇશ તને મળવાની."

પોતાની બેગ રોહન પાસેથી લઈ અને અવંતિકા પોતાના ઘર તરફ જવા નીકળી, રોહન મોડા સુધી સાબરમતીના કિનારા પાસે ઉભો રહી અને વહેતા પાણી ને જોઈ રહ્યો....

નીરવ પટેલ "શ્યામ"

( વધુ આવતા અંકે...… )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED