ઘર છૂટ્યાની વેળા - 2 Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ઘર છૂટ્યાની વેળા - 2

ભાગ ૨

૨૩ કલાકની સફર બાદ રોહન અને અવંતિકા ચંડીગઢ સ્ટેશન ઉપર ઉતર્યા. રોહનની આંખોમાં એક અજબ ચમક હતી, સવારના ૪ વાગ્યા હતા, છતાં સ્ટેશન ઉપર ઘણીખરી માનવ મહેરામણ જામેલી હતી, પણ હવે પોતાના વતન સગાવહાલા ચિતપરિચિત લોકોથી ઘણે દૂર આવી ગયેલા અવંતિકા અને રાહુલને એ ભીડમાં પણ કોઈનો ડર નહોતો. વરુણનો મિત્ર જગ્ગી પોતાની કાર લઈને સ્ટેશનની બહાર પ્રતિક્ષામાં ઉભો જ હતો, વરુણે બંનેને ઓળખની નિશાની આપી હતી, એ દ્વારા રોહન અને જગ્ગી એકબીજાનો પરિચય કેળવી શક્યા, જગ્ગી પોતાની કારમાં બેસાડી સેક્ટર ૨૩ માં આવેલ રેન બસેરા (જેમ ગુજરાતમાં રાત્રી રોકાણ માટે ધર્મશાળા હોય છે તેમ પંજાબમાં રેન બસેરા) માં લઇ ગયો. જગ્ગીએ ત્યાં સુવાની વ્યવસ્થા કરી આપી અને કહ્યું કે “ હું બપોરે પાછો આવીશ અને તમને બીજા એક ઠેકાણે મૂકી જઈશ. અત્યારે તમે થાકેલા હશો તો અહિયાં જ આરામ કરવો અનુકુળ પડશે, હું તમને કોઈ હોટેલમાં પણ લઇ જઈ શકતો હતો, પણ અત્યારે ચેકિંગ ખુબ ચાલી રહ્યું છે અને તમારા આઈડીમાં પણ તમારું નામ મેચ ના થઇ શકે એટલા માટે હું તમને અહી લઇ આવ્યો છું. અહિયાં તમે સાથે તો નહિ રહી શકો પણ કાલની નાઈટ તમારા જીવનની ખાસ બનાવવાની જવાબદારી મારી.” રોહને મર્માળુ સ્મિત આપી જ્ગ્ગીનો આભાર વ્યક્ત કર્યો, જગ્ગી પોતાની કાર લઇ રવાના થયો. ૫.૩૦ જેવો સમય થયો હતો, સવારમાં ઊંઘ પણ મીઠી આવે, અવંતિકા સ્ત્રીઓ માટે બનાવેલા ઉતારામાં ગઈ અને રોહન પુરુષોના ઉતારા તરફ.

અવંતિકા સુતા સુતા પોતાના નિર્ણય વિષે સતત વિચારી રહી હતી, “પોતાના મમ્મી પપ્પા એ મને કેવી સમજી હશે, આજ સુધી મારી કોઈ વાત મારા મમ્મી પપ્પા એ માની ના હોય એમ બન્યું નથી, મારી દરેક ખુશીનું એમને ધ્યાન રાખ્યું છે, મારી આંખમાંથી એક આંસુ પણ ક્યારેય આવવા નથી દીધું. મારા વગર એ લોકોની હાલત કેવી થઇ હશે ? શું પપ્પા મારા ઘર છોડ્યાનો આઘાત સહન કરી શક્યા હશે ? મમ્મીની પણ રડી રડીને પાગલ થઇ ગઈ હશે.” અવંતિકાની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પણ પછી એને રોહનના શબ્દો પણ યાદ આવ્યા “ એક ના એક દિવસ તો મમ્મી પપ્પા મને પાછા બોલાવી જ લેશે. અને હું રોહન વગર કેમની રહી શકીશ, એ પણ મને ખુબ જ પ્રેમ કરે છે, મારા વગર એ પણ નહિ જીવી શકે, થોડા સમય પછી હું જ મમ્મીને સામેથી ફોન કરી અને માફી માંગી લઈશ, એ જરૂર મને માફ કરી દેશે.” વિચારોમાં અને આંખોમાંથી વહેતા આંસુઓમાં ક્યારે સવાર થઇ ગઈ એની ખબર જ ના રહી. સવારે ગુરુદ્વારામાં પંજાબી ભાષામાં કીર્તન શરુ થયા. શાંત પહોર અને નિરવ શાંતિમાં કીર્તનના શબ્દો સ્પષ્ટ કાન ઉપર આવી રહ્યાં હતાં..

१ऊ सित नामु करता पुरखु निरभउ निरवैरु अकाल मूरित अजूनी सैभं गुर प्रसादि ॥

॥ जपु ॥

आदि सचु जुगादि सचु ॥

है भी सचु नानक होसी भी सचु ॥

सोचै सोचि न होवई जे सोची लख वार ॥

चुपै चुप न होवई जे लाइ रहा लिव तार ॥

भुखिआ भुख न उतरी जे बंना पुरीआ भार ॥

सहस सिआणपा लख होहि त इक न चलै नालि ॥

किव सिचआरा होईऐ किव कूड़ तुटै पालि ॥

हुकिम रजाई चलणा नानक लिखिआ नालि ॥

અવંતિકા અર્થ સમજી શકતી નહોતી પણ મગજમાં એક ઠંડક એ શબ્દો પ્રસરાવી રહ્યા હતાં, થોડા શબ્દો સમજમાં આવવા લાગ્યા, सोचै सोचि न होवई जे सोची लख वार ॥ આ શબ્દો એ અવંતિકાને વિચારવા ઉપર મજબુર કરી નાખી, “મારા માતા પિતાએ મારી માટે કેવા કેવા સપના જોયા હશે ?? અને હું શું કરી રહી છું ? દરેક માં બાપની ઈચ્છા હોય છે કે પોતાના સંતાનો મોટા થઇ અને પોતાના માતા પિતાનું નામ રોશન કરે, પણ મેં તો એમનું નામ સમાજમાં બોળ્યું છે, એ કેવી રીતે બધાનો સામનો કરી શકશે ? હું તો એમની એકની એક દીકરી છું, મારી ખુશી માટે એમને બીજું સંતાન પણ એમના જીવનમાં આવવા ના દીધું, મને દીકરાની જેમ ઉછેરી અને મેં બદલામાં એમને શું આપ્યું ? મારે આમ કરવું જોઈતું નહોતું, પણ હવે હું શું કરીશ ? હું તો એમને એક અંધકારમાં મૂકી અને હજારો કિલોમીટર દૂર ચાલી આવી છું, હું ક્યા છું એની પણ એમને ખબર નથી, મારા ઘરે આવવામાં જો સહેજ મોડું થઇ જતું હતું ત્યારે મમ્મી પપ્પા કેવા ચિંતા કરતા હતા, મારા ગયા પછી એમની હાલત કેવી હશે ?? શું મારે પાછા ચાલ્યા જવું જોઈએ ?? મારે એમની માફી માંગી લેવી જોઈએ ?? એ મને માફ તો કરી દેશે ને ??” અવંતિકા પોતાની જાત સાથે જ મનોમંથન કરી રહી હતી. કેટલાક પ્રશ્નોના જવાબ આપણી અંદર જ પડેલા હોય છે, પણ મનુષ્ય બીજાની સલાહમાં વધુ માનતો હોય છે, પોતાની જાત કરતાં મોટો સલાહકાર દુનિયામાં બીજું કોઈ નથી. પણ આપણે સમજી શકતા નથી. અવંતિકા આજે પોતાની જાતના જ સલાહકાર પાસે સલાહ માંગી રહી હતી અને એક નિર્ણય પર આવી, અવંતિકાએ નક્કી કરી લીધું કે પોતે ઘરે પાછી ચાલી જશે, માતા પિતાની માફી માંગી લેશે, ‘છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય’ એ વિચાર અવંતિકાના મનમાં તાજો થયો. અને એને રોહનને મળીને પોતાનો નિર્ણય જણાવી દેવાનું વિચારી લીધું.

નાહી ધોઈ તૈયાર થઇ અવંતિકા અને રોહન એકબીજાને મળ્યા, રોહન મળતાની સાથે જ બોલવા લાગ્યો : “અવંતિકા આજે હું ખુબ જ ખુશ છું, લાગે છે મારા જીવનની મોટામાં મોટી ખુશી મને મળી ગઈ છે, ઘણાં લોકો પ્રેમ કરતા હોય છે પણ એમનો પ્રેમ ત્યારે જ પૂર્ણ થાય જ્યારે એ બંને વ્યક્તિ એક થઇ જતાં હોય છે, આજથી આપણા જીવનની નવી શરૂઆત થવા જઈ રહી છે, હું આજે તારી સાથે કોઈ મંદિરમાં જઈ અને લગ્ન કરીશ, તારા સેથામાં સિંદુર ભરીશ, તારા ગળામાં મંગળસૂત્ર બાંધીશ, આજની રાત પણ આપણા જીવનની બેહદ ખાસ રાત્રી હશે, આજ પહેલા ક્યારેય આપણે એકબીજાની એટલા નજીક નથી આવ્યા જેટલા આજે રાત્રે આવીશું. હું ખુબ જ ખુશ છું અવંતિકા.”

અવંતિકા ચુપચાપ રોહનને સાંભળી રહી હતી, પણ તેના ચહેરા ઉપર સહેજપણ ખુશીનો ભાર દેખાતો નહોતો. રોહનને ખુશ જોઈ એને બોલવા દીધો, વચ્ચે અવરોધ બનવાનું કામ એને ના કર્યું. મન મક્કમ કરી અને અવંતિકા બોલવા લાગી :

“રોહન, હું ઈચ્છું છું કે આપણે પાછા ઘરે ચાલ્યા જઈએ.”

“કેમ ?” રોહનથી આશ્ચર્ય સાથે બોલી દેવાયું.

“મને લાગે છે કે આપણે ઘર છોડી ખુબ જ મોટી ભૂલ કરી છે, તારે તો એક ભાઈ છે જે તારા મમ્મી પપ્પાને તારા ના હોવા છતાં પણ સાચવી શકશે, મારા માતા પિતાનું તો હું એકનું એક સંતાન છું, મારા પપ્પાનું સમાજમાં ખુબ જ મોટું નામ છે, અને હું આ રીતે એમને જણાવ્યા વગર આવી ગઈ છું તો એ લોકોની ઈજ્જત શું રહેશે સમાજમાં ? એ કોઈને મોઢું બતાવવાને લાયક નહિ રહે.” અવંતિકા આંસુ વહાવતા બોલી ઉઠી.

“અવંતિકા આપણે થોડા જ સમયમાં પાછા ચાલ્યા જઈશું, આપણે એમના પગમાં પડી માફી માંગી લઈશું અને એ આપણને જરૂર માફ કરી દેશે.” રોહન ગળગળો થઈને બોલવા લાગ્યો.

“રોહન, ત્યારે ખુબ જ મોડું થઇ ગયું હશે, ત્યારે કદાચ એ મને માફ ના કરી શકે, અને એ માફ કરવા ઈચ્છે તો પણ સમાજના ડરથી મને માફ નહિ કરે, કદાચ હું તારી સાથે ભાગીને આવી છું એ વાત સમાજમાં ફેલાતા એમના વ્યવસાય ઉપર પણ મોટી અસર પડશે, અને એ આઘાત મારા પપ્પા સહન પણ નહિ કરી શકે, એ ખુબ જ નરમ દિલના માણસ છે, અને અત્યારે એટલું મોડું નથી થયું, સમાજમાં અને શહેરમાં વાત પણ નહિ ફેલાઈ હોય માટે જો અત્યારે પાછા ચાલ્યા જઈશું તો એ મને માફ કરી શકે છે.” અવંતિકા એક આત્મવિશ્વાસ સાથે બોલવા લાગી.

“ઓકે, તે આ વિચાર્યું છે તો બરાબર, પણ સાથે તે એ વિચાર્યું છે કે મારું શું થશે ? તારા મમ્મી પપ્પા મને કોઈ કાળે સ્વીકારવા તૈયાર નહી થાય, હું કેમ કરી રહી શકીશ તારા વગર ?” રડમસ અવાજે રોહને પોતાની ચિંતા વ્યક્ત કરી.

“રોહન, હું સમજી શકું છું, પણ આપણા સંબંધ વિશે મેં ક્યારેય મારા ઘરે કહ્યું નથી, એમની હા કે ના જાણ્યા વગર જ હું તારી સાથે ચાલી નીકળી હતી, હવે એમને પણ આપણા સંબંધો વિશે ખબર પડી ગઈ હશે. અને હું પાછી જઈશ તો મારી સાથે તારું પણ સન્માન રહેશે, અને કદાચ એ લોકો આપણા સંબંધ સ્વીકારવા માટે તૈયાર પણ થઇ જાય.” અવંતિકાએ આશાભર્યા શબ્દો ઉચ્ચાર્યા.

થોડીવારની ચર્ચા બાદ રોહન અવંતિકાની વાત સાથે સહમત થયો. અને ઘરે પાછા ફરવા માટે રાજી થઇ ગયો. પોતાનો સામાન લઇ અને રેન બસેરાની બહાર મુકેલા બેંચ ઉપર બેસી જ્ગ્ગીના આવવાની રાહ જોવા લાગ્યા, થોડીવાર બાદ જગ્ગી પણ પોતાની કાર સાથે આવી પહોચ્યો, રાહુલ અને અવંતિકા સામે આવી બંને સાથે હાથ મિલાવ્યા, આરામ તો બરાબર મળ્યો ને ? કોઈ તકલીફ તો નથી થઇ ને અમારા ચંડીગઢમાં ?” ફોર્માલીટી વાળા શબ્દો સાથે જગ્ગી એ રોહન અને અવંતિકાની સામે જોતા જોતા કહ્યું. રોહને જવાબમાં માત્ર “સરસ” નો ઉત્તર આપ્યો. જગ્ગી એ કહ્યું :

“મેં તમારા લોકો માટે એક ફ્લેટ જોઈ લીધો છે, આજથી તમે ત્યાં રહી શકશો.”

“ના, હવે એની જરૂર નથી, અમે લોકો પાછા અહેમદાબાદ જઈ રહ્યા છીએ.” રોહને જવાબમાં કહ્યું.

“ઓય, કેમ અચાનક ? વરુણેતો કહ્યું હતું કે તમે હવે અહિયાં જ રહેવાના છો ? એકદમ શું થઇ ગયું ?” આશ્ચર્ય પામતા જ્ગ્ગીથી પૂછી લેવાયું.

“અમને અમારી ભૂલો સમજાઈ ગઈ છે જગ્ગીભાઈ.” અવંતિકા એ જવાબ આપતા કહી દીધું.

“ચંડીગઢથી અહેમદાબાદ માટે પ્લેન મળી રહેશે આજે જ ?” અવંતિકાએ જ્ગ્ગીને પૂછ્યું.

“હું મારા ફ્રેન્ડને ફોન કરી પૂછી લઉં, જો હોય તો હું ટિકિટ પણ કરાવી લઈશ.” જગ્ગી એ જવાબ આપ્યો.

જગ્ગીએ ફોન ઉપર પોતાના મિત્રને પૂછ્યા બાદ બંને ને કહેવા લાગ્યો..

“૩ વાગ્યાની એક ફ્લાઈટ છે, તમને એ દિલ્હી ઉતારશે અને ત્યાંથી અડધા કલાક બાદ બીજી ફ્લાઈટ તમને અહેમદાબાદ ઉતારી દેશે.”

“થેન્ક્સ જગ્ગી ભાઈ.” કહી અવંતિકાએ પોતાના પર્સમાંથી ટીકીટના પૈસા કાઢી જ્ગ્ગીને આપ્યા. જે તે પોતાની પોકેટમની માંથી બચાવી રાખ્યા હતા અને રોહન પાસે એટલા પૈસા નહિ હોય તે જાણતી હતી, માટે એ સાથે જ લઈને આવી હતી, બીજું ઘરમાંથી એ પોતાના કપડા અને ડોક્યુમેન્ટ સિવાય કઈ લાવી નહોતી.”

રોહન અને અવંતિકા પોતાનો ફોન સાથે લાવ્યા નહોતા, પકડાઈ જવાના ડરથી માટે અવંતિકાએ જ્ગ્ગીનો મોબાઈલ માગ્યો, પોતાના ઘરે પછી ફરી રહી છે એના સમાચાર આપવા માટે. જગ્ગીએ ફોન આપ્યો. અવંતિકા મમ્મી કે પપ્પાને કોણે ફોન કરું એ જ અવઢવમાં હતી, અને છેલ્લે તેને પોતાની મમ્મી સુમિત્રાને ફોન કરવાનું નક્કી કર્યું......

(વધુ આવતા અંકે...)

લે. નીરવ પટેલ “શ્યામ”