પ્રેમરોગ - 16 Meghna mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમરોગ - 16

કોલેજ પછી મીતા ઓફીસ પહોંચી. આજે એ ડ્રેસ કોડ માં હતી. ખૂબ સુંદર લાગી રહી હતી. એને ઓફીસ માં પ્રવેશતા સુદેશે જોઈ અને જોતો રહી ગયો.

મીતા કેબિનમાં ગઈ. કામ વિશે પૂછ્યું? મીતા આજે એટલું કામ તો નથી પણ આપણે વીકએન્ડ પર બહાર ગામ જવાનું છે. સર, મારે ઘરે વાત કરવી પડશે. જરૂર નથી મેં મનુ ભાઈ સાથે વાત કરી લીધી છે અને તેમણે હા પાડી છે. પણ સર! જુઓ, તમે ઇચ્છો તો ના પાડી શકો છો. આ મીટીંગ ખૂબ જ જરૂરી છે અને સેક્રેટરી તરીકે તમારું હોવું પણ. તમે મારા પર વિશ્વાસ કરી શકો છો.

ઠીક છે સર, જેવી તમારી મરજી.મીતા don’t mind but ત્યાં થોડા અલગ કપડાં ની જરૂર પડશે. આપણે ગોવા જઈ રહ્યા છીએ અને ત્યાં ક્યા કપડાં ચાલશે એ તમે જાણતાં હશો! હા, સર જાણું છું. ઠીક છે, તો તમે જઈ ને કાલ માટે તૈયારી કરો.જુઓ, ફોર્મલ અને કેઝ્યુઅલ બન્ને કપડાં ની જરૂર પડશે. તમે ચાહો તો એડવાન્સ માં પૈસા લઈ શકો છો. ઓકે, સર કહી મીતા ત્યાં થી નીકળી ગઈ.

બહાર નીકળી એને રીટા ને ફોન કર્યો. અને બધી વાત જણાવી. રીટા એ એને ઘરે આવવા માટે કહ્યું. તે રીટા ના ઘરે ગઈ અને બે સારા વનપીસ, ટોપ અને જીન્સ પહેરવા માટે લીધા. વાહ, મીતા જલસા છે તારે હજી તો જોબ ચાલુ થઈ છે અને ગોવા ફરવા જઈ રહી છે. મીતા એ સ્માઈલ કર્યું અને બાય કહી નીકળી ગઈ.

રીટા આવો મોકો કેવી રીતે છોડી શકે? એને તરત જ મોહિત ને ફોન કર્યો અને જણાવ્યું કે મીતા સુદેશ સાથે ગોવા જઈ રહી છે. આ વાત થી મોહિત ગુસ્સા થી અકળાઈ ઉઠ્યો. હું એને આટલો પ્રેમ કરું છું છતાં એ મારી સાથે સમય નથી ગાળતી અને સુદેશ જોડે ફરવા જઈ રહી છે.ઠીક છે, હવે હું એને બતાવીશ કે હું શું કરી શકું છું એના માટે!! એને પણ ગોવા જવાનો નિશ્ચય કર્યો.

મોહિતે ફટાફટ ગોવા ની ટિકિટ બુક કરાવી. પણ મીતા કઈ હોટેલ માં રોકાવાની છે એ જાણવું જરૂરી હતું એના માટે એને ફરી રીટા ને કોલ કર્યો. આડી અવળી વાત કરતા રીટા પાસે થી જાણી લીધું કે મીતા W રિસોર્ટ માં રોકાવા ની છે. વાત પૂરી થઈ અને રિસોર્ટ નું બુકીંગ પણ થઈ ગયું.

સવાર ના સુદેશ નો કોલ મીતા પર આવ્યો. મીતા તમે એરપોર્ટ પહોંચો હું પણ બસ પહોંચવા જ આવ્યો છું. હા, સર હું રસ્તા માં જ છું. એરપોર્ટ પર બન્ને મળ્યા અને ત્યાં તેમને લેવા માટે ચાર્ટર્ડ પ્લેન હતું. મીતા પહેલી વાર પ્લેન માં બેસી અને એ પણ પ્રાઇવેટ. આધુનિક સુવિધાઓ થી સજ્જ. પ્લેન માં ટેકઓફ વખતે ડર લાગ્યો અને એના ચહેરા પર સ્પષ્ટ પણે દેખાયો.

સુદેશે એ જોયું. મીતા રિલેક્સ તમને કશું નહીં થાય. હા, સર પણ હું પહેલી વખત પ્લેન માં બેઠી છું અને એટલે થોડી નર્વસ છું. દોઢ કલાક માં એ લોકો ગોવા પહોંચી ગયા. ત્યાં એમને ગાડી લેવા માટે હાજર હતી. ગાડી માં બેસી એ લોકો નોર્થ ગોવા માં આવેલા W રિસોર્ટ માં પહોંચ્યા. આટલો સુંદર રિસોર્ટ અને સ્ટાફ નું વેલકમ જોઈ ને મીતા આભી બની ગઈ. સુદેશે તેને રૂમ ની કી આપી અને કહ્યું કે સાંજે ડિનર મીટિંગ છેઅને ડ્રેસકોડ કેઝ્યુઅલ છે i hope તમે એ ફોલો કરશો. યસ સર,અને અત્યારે તમે લંચ તમારા રૂમ માં મંગાવી શકો છો. હું સાંજે 7 વાગે લેવા માટે આવીશ.

સુદેશન ગયા પછી મીતા દરવાજો બંધ કરી બેડ પર આડી પડી. લંચ કરવાની કોઈ ઈચ્છા નહોતી એટલે એ સુઈ ગઈ. સાંજે પાંચ વાગે એની આંખો ખુલી. કોફી નો ઓર્ડર કર્યો. કોફી પી ને એને શાવર લીધો અને એક સરસ ઘૂંટણ સુધી નો વનપીસ ડ્રેસ કાઢ્યો. એની મેચિંગ ઈયરિંગસ પહેરી. હળવો મેકઅપ કર્યો. અને વાળ ખુલ્લા રાખ્યા. મીતા ને સાદગી પસંદ હતી પણ એ નહોતી ઇચ્છતી કે સુદેશ ને કોઈ મોકો મળે એને જતાવાનો કે એનું ડ્રેસિંગ બરાબર નથી.

પોણા સાત થતા એના રૂમ માં દરવાજા પર સુદેશે નોક કર્યું. મીતા એ દરવાજો ખોલ્યો. સુદેશ એને જોતો જ રહી ગયો. ઓફિસ માં આવતી મીતા અને આ મીતા એકદમ અલગ હતા. મીતા, you are looking different. Thank you. ચાલો, જઈએ. બન્ને મિટિંગ માટે ગયા.

મિટીંગ પતાવતા લગભગ 9.30 થયા. અને પછી બધા ડિનર માટે ગયા. ડિનર પતાવી ને કલાઇન્ટ્સ છુટા પડ્યા. મીતા અને સુદેશ એકલા પડ્યા. મીતા તમને ઊંઘ આવે છે? ના, સર કેમ? તમને રાતે દરિયા કિનારે બેસવું ગમે છે? સર, હજી મેં રાતે દરિયો જોયો નથી પણ મને દરિયા કિનારે શાંતિ થી બેસીને લહેરો ને જોવી ખૂબ જ ગમે છે. ઓકે, તો ચાલો, મારા રૂમ ની સામે દરિયો છે ત્યાં આપણે શાંતિ થી બેસીએ.

બન્ને સુદેશ ના રૂમ પર આવ્યા. એના રૂમ ના પાછળ નો ભાગ દરિયા કિનારે ખૂલતો હતો. ત્યાં ખુરશીઓ મુકેલી હતી બન્ને ત્યાં જઈને બેઠા.બન્ને સમુદ્ર ને જોઈ રહ્યા હતા.સુદેશ મીતા ના ચહેરા પર આવતા વાળ ની લટો ને નિહારી રહ્યો હતો જેના લીધે મીતા ને મુશ્કેલી થઈ રહી હતી. મીતા તમે ચાહો તો તમારા વાળ ને બાંધી શકો છો. હવે કોઈ મીટીંગ નથી અને તમારા વાળ બાંધવા થી મને કોઈ તકલીફ નથી. હા, સર પણ મને પવન થી ઉડતા વાળ ખૂબ ગમે છે. હા, એના થી થોડી હેરાનગતિ થાય છે પણ એ સહી શકાય તેમ છે.

મીતા તમે મને હંમેશા આશ્ચર્ય માં નાખો છો. જ્યારે હું એમ વિચારું કે તમને આ વાત ગમશે ત્યારે તમને એ વાત પર ગુસ્સો આવે છે. અને જ્યારે એમ વિચારું છું કે તમને આ નહિ ગમે ત્યારે એ વાત ને હસી ને ટાળી નાખો છો. You know you are different from other girls. મને એવું નથી લાગતું. હા, મને બીજી છોકરીઓ ની જેમ શોપીંગ કરવી, મુવી જોવી, કલબ માં જવું પસંદ નથી. પણ અંતે હું એક છોકરી જ છું. સુંદર દેખાવું મને પસંદ છે પણ બીજા ની અપેક્ષાઓ પર નહિ. મારી મરજી મુજબ.સર, રાત બહુ થઈ ગઈ છે મારે હવે જવું જોઈએ. ઓહ! યસ તમે જઈ શકો છો. કાલે આપણે પાછા જવાનું છે.સવાર ના બ્રેકફાસ્ટ માટે આપણે સ્વીમીંગ પુલ પાસે મળીશું. Sharp at 9. ઓકે સર. અને બીજી વાત કાલે તમે તમારી મરજી મુજબ સુંદર દેખાઈ શકો છો.મીતા હસી ને ગુડનાઈટ કહી ત્યાં થી નીકળી જાય છે.

***