Premrog - 15 books and stories free download online pdf in Gujarati

પ્રેમરોગ - 15

મીતા એના રૂમ માં ભણી રહી હતી ત્યારે મોહિત નો મેસેજ આવ્યો. કેવી ચાલે છે જોબ? મજા આવે છે? ના, ફાવતું હોય તો મને ભણાવા આવાની જોબ સ્વીકારી લે. હું પણ તને તારી જોબ જેટલા જ પૈસા આપીશ. જવાબ આપતા મીતા એ કહ્યું કે તને ભણાવા માં મેં પૈસા નો સ્વાર્થ ક્યારેય નથી જોયો. થેન્ક યુ તે મને ભાન કરાવ્યું કે તને ભણાવવા નહિ આવી ને મેં કોઈ ભૂલ નથી કરી. મારા દિલ નો બોજ તે હળવો કરી નાખ્યો. તું મારા માટે આવું પણ વિચારી શકે છે એની તો મને ખબર જ નહોતી.

જવાબ આપી ને મીતા મન મક્કમ કરી ને જોબ પર નહિ જવાનો નિર્ણય લે છે. મારે જોબ પણ નથી કરવી અને મોહિત ને પણ નથી ભણાવવો. હું ખુશ છું મારી દુનિયા માં. મારે કોઈ બહાર વાળા ની જરૂર નથી. મીતા પોતાનો નિર્ણય તેના પપ્પાને જણાવી દે છે. ભલે બેટા, જેવી તારી મરજી એમ કહી ને વાત પૂરી થાય છે.

કોલેજ જવાના સમયે મીતા રીટા ની રાહ જોઈ ને ઉભી હોય છે. અને મોહિત એને લેવા માટે આવે છે. એને જોઈ ને મીતા મોઢું ફેરવી લે છે. મીતા, ગાડી માં બેસ. રીટા નથી આવાની આજે એટલે જ તને લેવા માટે આવ્યો છું. મારે નથી આવું તારી સાથે. હું બસ માં જઈશ. તું બેસે છે જે કે હું હોર્ન વગાડી ને સોસાયટી ભેગી કરું? તારે જે કરવું હોય એ તું કરી શકે છે મને પૂછવાની જરૂર નથી.

મીતા ના જવાબ થી મોહિત ઉશ્કેરાઈ જાય છે. ડ્રાઈવર ને હોર્ન વગાડવા કહે છે. હોર્ન ના સતત અવાજ થી લોકો ભેગા થવા લાગે છે. કંટાળી ને મીતા ગાડી માં બેસી જાય છે.

ગાડી માં બેઠા પછી એ મોહિત ની સામે પણ જોતી નથી. મીતા શુ થયું છે તને? કેમ આવું વર્તન કરે છે? કોઈ જવાબ મળતો નથી. મીતા પ્લીઝ, મોહિત ડ્રાઈવર ને ગાડી સાઈડ માં રોકી બહાર વેઇટ કરવા કહે છે.

મીતા ની આંખ માં થી દડ દડ આંસુ નીકળી પડે છે. એને જોઈ ને મોહિત દુઃખી થઈ જાય છે. મીતા સોરી, મારો ઈરાદો નહોતો તને દુઃખી કરવાનો. પણ હું શું કરું? જ્યારે પણ તું મને મારા થી દુર જતી દેખાય છે ત્યારે મને ભાન જ નથી રહેતું કે હું શું કરી રહ્યો છું?

મોહિત મીતા ને રડતી જોઈ ને એને હગ કરી લે છે. સોરી, હવે આવું નહિ કરું. પ્લીઝ, મને માફ કર. ઠીક છે, મોહિત પણ હવે આવું કરીશ તો તારી અને મારી દોસ્તી ખતમ થઈ જશે.

સોરી, બાબા માફ કરી દે મને. આટલા સોરી તો મેં મારી જિંદગી માં નથી બોલ્યા જેટલા તને અત્યારે કહ્યા છે. ડ્રાઈવર ને અંદર બોલાવે છે અને બન્ને કોલેજ પહોંચે છે.

સુદેશ મીતા ના જવાબ ની રાહ જોઈ ને બેઠો હોય છે. મનુ ભાઈ એની પાસે જઈ ને મીતા ની ના છે એમ જણાવે છે. કેમ? મનુભાઈ મેં સોરી કીધું તો પણ એ ના પાડે છે. હા, સર એનું મન નહિ લાગે અહીંયાં એટલે એને આ નોકરી નથી કરવી. એમ કહી મનુભાઈ બહાર આવી ગયા.

સુદેશ એના ખાસ પટાવાળા ને બોલાવ્યો અને 4 વાગે મીતા ક્યાં આગળ હોય છે ? એ જાણી લાવા માટે કહે છે. થોડી જ વાર માં એ જાણી લાવ્યો કે મીતા ની કોલેજ 4 વાગે છૂટે છે. એટલે એ ત્યાં જ હશે.

સુદેશ 3 વાગે મીતા ની કોલેજ ની બહાર એની રાહ જોવા લાગ્યો. 3. 45 એ મીતા કોલેજ ની બહાર આવી. સુદેશે એને જોઈ અને ગાડી માં થી બહાર નીકળી મળવા માટે ગયો. મીસ મીતા, સુદેશ ની બુમ થી મીતા નું ધ્યાન એના પર પડ્યું અને મોહિત નું પણ.

સર, તમે અહીં શું કરો છો? તમે જોબ માટે ના પાડી એટલે મારે તમને મળવા માટે અહીં આવવું પડ્યું. આપણે કશે બેસી ને વાત કરીએ. અહીં બધા આપણને જોઈ રહ્યા છે. હા, ઓકે સર અહીં નજીક માં કેફે છે ત્યાં જઈ ને બેસીએ. ચાલો, ગાડી માં બેસી જાવ. બન્ને ગાડી માં બેસી કેફે પર ગયા અને મોહિત તેમની પાછળ.

બન્ને જણા કોફી હાઉસ માં જઈ ને બેઠા. કોફી ઓર્ડર કરી. મોહિત પણ ત્યાં ગયો અને મીતા ને ના દેખાય એ રીતે ટેબલ પર બેઠો. મીતા તમે જોબ માટે કેમ ના પાડી? સર, મને ડ્રેસકોડ નહિ ફાવે અને ડ્રેસકોડ વગર તમને નહિ ફાવે એટલે હું જોબ ન કરું એ જ સારું છે. તમને બીજા ઘણા લોકો મળી રહેશે.

જુઓ, મીતા હું સમજુ છું કે તમને ખરાબ લાગ્યું છે પણ એ માટે મેં સોરી કીધું છે. અને મને તો એમાં કઈ ખોટું લાગ્યું નહોતું. એમાં મારો કોઈ personal interest નહોતો. પણ તમે એને વધારે સીરીયસ લઈ લીધું. કંઈ વાંધો નહિ નવેસર થી શરૂઆત કરીએ. મારી લાઈફ માં પહેલી વાર હું કોઈ ને સામે થી મનાવા માટે આવ્યો છું.

મોહિત ઉભો થયો અને એ ટેબલ પર આવ્યો. સુદેશ પાસે આવી ને બોલ્યો કે અગર એ ના પાડે છે તો તમે એને ફોર્સ કેમ કરી રહ્યા છો? એક વખત ના નો મતલબ ના જ હોય છે. કોણ છો તમે? અને આમ વચ્ચે કેમ ઘુસી રહ્યા છો? હું મીતા નો ફ્રેન્ડ છું. અને વચ્ચે હું નહીં તમે આવી ગયા છો. શાંતિ થી જીવવા દો મારી મીતા ને!

ઓહ! મીસ મીતા સોરી મને ખબર નહોતી હું તમારી વચ્ચે આવી ગયો છું. હું તમારા બન્ને ની રજા લઉ છું. ના, સર એવું કંઈ નથી. હું કાલ થી જોબ પર આવીશ. અને ડ્રેસ કોડ પણ ફોલો કરીશ. મીતા તારે જોબ ની શું જરૂર છે? મેં તને જે ઓફર આપેલી એ હજી પણ ઓપન છે. મોહિત પ્લીઝ તું જા અહીં થી. સર, તમે પણ જાવ. આપણે કાલે ઓફીસ માં મળીશું.

મીતા ત્યાં થી નીકળી ગઈ. સુદેશ પણ જઈ રહ્યો હતો ત્યાં એને મોહિતે રોક્યો. જુઓ, હું નથી જાણતો કે તમારા અને મીતા વચ્ચે શું ચાલી રહ્યું છે? પણ હું એક વાત ચોખ્ખી કહી દેવા માંગુ છું કે મીતા મારી છે અને હું એને પ્રેમ કરું છું. Don’t worry, મને એમાં કોઈ રસ નથી. સુદેશ ત્યાં થી નીકળી ગયો.

મીતા કેફે માં થી નીકળી ને સીધી ખરીદી કરવા ગઈ. તેની ઘર પાસે ની જ એક દુકાન માંટે ગઈ. ત્યાં થી એને બે પેન્ટ શર્ટ અને કોટ લીધા. તે દુકાન વાળા ભાઈ એને ઓળખતા હોવા થી એને તેમને બધી વસ્તુ ને ઘરે મોકલવા અને પૈસા પણ ઘરે થી જ લેવા માટે કહ્યું.

ઘરે આવી ત્યારે એના પપ્પા આવી ગયેલા. એને એના પપ્પા ને જણાવ્યું કે સુદેશ સર મળવા જ આવેલા અને તે કાલ થી પાછી જોબ ચાલુ કરવાની છે.

મોહિત મીતા ને પામી શકશે? સુદેશ ની મનશા શું છે? મીતા ને જોબ ફાવશે? આગળ શું થશે ? જાણવા માટે વાંચતા રહો પ્રેમરોગ ના આગળ ના ભાગ.....

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED