ડાયવર્ઝન ૧.૨ Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયવર્ઝન ૧.૨

Diversion

ડાયવર્ઝન ૧.૨

(સ્ટોરી-૧/પાર્ટ-૨)

ડાયવર્ઝન ના બોર્ડ પાસે જઈને મેં બાઈક ઉભું રાખ્યું હેલ્મેટ ઉતારી આગળ સ્ટેયરીંગ સીધું કરી લાઈટ નાખીને જોયું તો હું જે રસ્તે આવતો હતો એ રસ્તો આગળ થી પાણીમાં ધોવાઇ ગયો હોય એવું લાગ્યું. રસ્તો ખરેખર ધોવાઇ ગયો છે કે નહિ એ ખબર ન પડી પણ ડાયવર્ઝન ના બોર્ડ ના લીધે મેં અનુમાન કરી લીધું કે આગળ રસ્તો બંધ હશે.

(હવે આગળ...)

***

રસ્તાની બંને બાજુ ઝાડીઓ હતી. એકબાજુ તો હવા પણ ન આવે એવી ગીચ ઝાડી હતી અને બીજી બાજુ ની ઝાડીઓ માંથી ડાયવર્ઝન માટે થોડી જગ્યા કરેલી જણાતી હતી. મારી પાસે એ ડાયવર્ઝનવાળી ઝાડી માંથી જવા સિવાય કોઈ રસ્તો નહતો. હવે મારી પાછળ આવતા એ વાદળો એક અંધકારમય આકાશ બનીને મારી ઉપર ચારેબાજુ ફેલાઈ ગયા હતા હવે મને દુર દુર સુધી કાળે કાળું ડીબાંગ આકાશ જ દેખાતું હતું. પવને પણ એની ગતિ વધારી હતી. બહુ વિચારવા નો સમય નહોતો મારું મન ગભરાયું. એ ડાયવર્ઝન લેવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ હતો જ નહિ. મેં ભગવાનનું નામ લઈને એ કાચો રસ્તો પકડ્યો. અત્યાર સુધી હું જે રસ્તે આવ્યો એ શોર્ટકટ રસ્તો આમતો બિસ્માર હાલત માં જ હતો પણ તોય હતો તો ડામર રોડ એટલે બીજી કોઈ બીક ન હતી, પણ હવે મેં જે ડાયવર્ઝન વાળો રસ્તો પકડ્યો છે એતો એકદમ કાચો અને નવો બનાવેલ હતો અને આજુબાજુની ઝાડીઓ માંથી અમુક ઝાડીઓ કાંટાળી હતી એટલે એની કોઈ ડાળખીઓ જો આ કાદવવાળા કાચા રસ્તામાં હશે તો બાઈક ને પંચર થવાની બીક પણ હતી એટલે હું ધ્યાનથી આરામથી બાઈક ચલાવી રહ્યો હતો. અને મન માં વિચાર્યું કે આ ડાયવર્ઝન તો આગળ જઈને ખતમ થઇ જશે અને પાછો એ ડામર રોડ પકડી લઈશ. મારું હેલ્મેટ જે મેં ઉતારી રાખ્યું છે એને, બેકપેક, અને બાઈક આ બધું કંટ્રોલ કરતા કરતા અને આજુબાજુ ની કાંટાળી ડાળીઓ થી બચતા બચતા હું આ ડાયવર્ઝન માં આગળ વધી રહ્યો હતો. જેમ જેમ આગળ વધી રહ્યો હતો તેમ મને તમ્મરાઓ નો અવાજ ઘેરી રહ્યો હતો. અને હજુ થોડાક કપાયેલા રસ્તામાં પણ મોટા મોટા ઉંદરો અને એક બેવાર તો ભૂરા સસલાઓ પસાર થઇ ગયા. ગભરાહટ ખુબ હતી પણ આ ડાયવર્ઝન જલ્દી જ પૂરું થઈ જશે એવી આશા સાથે મક્કમતા થી હું બાઈક બરાબર બેલેન્સ કરીને ચલાવી રહ્યો હતો. સમય નું ભાન હતું નહિ કેમકે આમેય આવી હાલત માં તમને સમય થોડોક થયો હોય તો પણ બહુ વધારે સમય થઇ ગયો હોય એવો આભાસ થાય એટલે મેં મન માં વિચાર્યું કે હજુ તો હમણાં ૬.૩૦ થતા હતા એટલે હવે કદાચ ૭.3૦ કે ૮ વાગતા હશે. હું મારી ડોક ઉંચી કરી કરીને આગળ જોઈ રહ્યો હતો કે હવે પાક્કો રસ્તો આવી જાય તો સારું કારણકે આ રસ્તો વરસાદ માં થોડો વધારે ચીકણો અને કાદવવાળો થઇ ગયો છે. આ ડાયવર્ઝન માટે બનાવેલો રસ્તો પેલા પાક્કા રસ્તા કરતા ખાસ્સો નીચો છે. ધીમેધીમે વરસાદ પણ જામી રહ્યો છે એટલે પાણી નીચાણ વાળા ભાગ તરફ આવી રહ્યું છે. ધીરેધીરે હું આ કાદવ કીચડ ને પાર કરતા કરતા આ ઝાડીઓમાં ખુબ અંદર આવી ગયો હતો કેમકે નહીતર હવે તો એ પાક્કો રસ્તો આવી જવો જોઈએ. હવે મને મારી ભૂલ સમજાઈ કે જો એ ડાયવર્ઝન લેતી વખતે જરા ડીપ્પર મારીને જોઈ લીધું હોત ને કે એ રસ્તા માં ગાબડું કેટલું મોટું છે તો સારું થયું હોત. તો આ ડાયવર્ઝન ની લંબાઈ આશરે ખબર પડી ગઈ હોત. પણ આટલું લાંબુ અંદર આવ્યો તોય એ રસ્તા પર ચડવા માટે નું વળાંક જેવું કંઇ આવ્યું નહિ અને ઉલટાનું આ જંગલ જેવી ઝાડીઓ માંજ હજુ તો આ ડાયવર્ઝન ચાલ્યું જ જાય છે. મને થયું તો ખરું કે આ એ જ કાચો રસ્તો નથી જે શરુઆત થી મેં પકડેલો જે પેલા બુલડોઝર થી બનાવેલો હોય એવો નથી લાગતો. પણ કદાચ વરસાદ માં એ બગડી ગયો હોય એમ વિચારીને હું આટલે સુધી ચાલ્યો આવ્યો, પણ હવે ખરેખર મારું મન ગભરાઈ રહ્યું હતું અને મને પાછા વળી જવું જોઈએ એવા ઇશારા કરી રહ્યું હતું. પણ પછી મેં વિચાર્યું કે હું ગણોજ આગળ આવી ગયો છું અને હવે પાછા વળવાનું મને મોંઘુ પડશે અને હું ઘરે હજુ વધારે મોડો પહોચીશ. પણ તોય મારા વિચારોને શાંત કરવા મેં બાઈક ઉભું રાખ્યું. પાછળ વળવા માટે તૈયારી કરી પણ વીજળીના કડાકા અને વરસાદ ની સ્પીડે મારું મન પાછું વાળી દીધું અને હું સીધો જે રસ્તે જે ડાયવર્ઝન પર હતો એના પર જ આગળ વધવા મજબુર કર્યો. હું ફરી સ્વસ્થ થઇ આગળ વધ્યો. મારું બાઈક જે મેં હમણાજ ઉભું રાખ્યું હતું હવે એ આગળ જવા જાણે તૈયાર નહતું એવી રીતે એકદમ કાદવ માં ચોંટી ગયું. મેં બહુજ જોર થી હેન્ડલ આગળ તરફ ધકેલ્યું ને સાથે સાથે એક્સીલેટર પણ આપ્યું તોય ખસ્યું નહિ ઉલટાનું ત્યાને ત્યાં ટાયર ગોળ ગોળ ફરવા લાગ્યું. આગળના ટાયર ને થોડું વજન આપી સ્ટેયરીંગ ને જોર થી આમતેમ વાળ્યું અને આગળ જવા કોશિશ કરી થોડું ખાડા માંથી નીકળ્યું એટલે ફટાફટ હું સીટ પર પૂરેપૂરું વજન આપીને બેસી ગયો અને આગળ વધ્યો. જીવ માં જીવ આવ્યો એવું લાગ્યું. પણ મને અત્યાર સુધી હું જે રસ્તે આવતો હતો એના કરતા આ રસ્તો ખરેખર થોડો અલગ લાગી રહ્યો હતો. કેમકે હું જે ડાયવર્ઝન લઈને આવ્યો હતો એ રસ્તો કાચો ભલે હતો પણ હતો થોડો કડક અને ઉબડ ખાબડ એટલે બાઈક એકદમ અંદર ગુસી નહોતું જતું પણ અચાનક આ કાદવ હવે વધારે ચીકણો અને નરમ થઇ રહ્યો છે અને હું જાણે કોઈ કાદવના તળાવમાં બાઈક ચલાવતો હોવ એવું લાગી રહ્યું છે. એક વખત તો ફરી મને લાગ્યું કે હું ખરેખર પાછો વળી જ જાઉં. પણ કદાચ મેં એ વખતે પાછા વળવા બાઈક ઉભું રાખ્યું અને એટલે એ કાદવમાં વધારે ગુસી ગયું હોય એવું અનુમાન કરી હું આગળ વધતોજ રહ્યો. પણ જલ્દીજ મારો એ વહેમ મારી સામે હકીકત બનીને આવી ગયો કે હું જાણે સાચેજ કોઈ કાદવ ના તળાવ માં હોઉં એવું લાગ્યું.

(વધુ આવતા અંકે....)

***

(તમારા અભિપ્રાય લેખક ને વોટ્સઅપ થી પણ જણાવી શકો છો.)

Ar. Suresh Patel (98792 56446)