Diversion 2.2 books and stories free download online pdf in Gujarati

Diversion 2.2

ડાયવર્ઝન ૨.૨
(સ્ટોરી-૨/પાર્ટ-૨)

...આ એજ રસ્તો હતો જેના પર પેલા રહસ્યમય ડાયવર્ઝન આવે છે. હજુ બહુ આછા લોકોને ખબર છે કે આ રસ્તે એ રહસ્યમય, અલૌકિક, અદ્રશ્ય ડાયવર્ઝન છે. જે ક્યાં છે અને ક્યારે આવે છે આ રસ્તામાં એ કોઈને ખબર નથી. પણ રાત્રીના ઘણાખરા પ્રવાસીઓ ને હવે એ ડાયવર્ઝન વિશે જાણ છે. સુરજ અને રોશની ને પણ થોડા દિવસ પહેલા એના મિત્ર એ કોઈ ડાયવર્ઝન વિશે વાત કરી હતી પણ કદાચ હમણાં એ લોકો એ વાત કે એ ડાયવર્ઝન વિશે ભૂલી ગયા છે. અને આ ભૂલ એમને કદાચ મોંઘી પડી શકે છે.
(હવે આગળ…)
===== ===== =====

ખીલખીલાટ કરતુ હાસ્ય કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરીલે છે તો પછી આ કપલનું નિર્દોષ હાસ્ય કેમ આકર્ષિત ના કરે કોઈ અલૌકિક શક્તિઓને પોતાના તરફ? અને એવુજ થયું. જાણે એ રોડ પર સડસડાટ જતી ગાડી અને એમાંથી આવતા એ હાસ્યને આ રોડ ની સાઈડમાં આવેલી ઝાડીઓ ધ્યાનથી સાંભળતી હોય અને કંઇક ઈશારો કરતી હોય તેમ એકબીજાના પાંદડાઓ ધ્રુન્જાવા લાગી. આ ધ્રુન્જારો ધીરે ધીરે ગાડી કરતા પણ આગળ વધી ગયો અને અચરજ લાગે એવી રીતે સરરર થઈને ખુબ આગળ નીકળી ગયો.
ગાડી ચલાવી રહેલા સુરજને પહેલા પોતાની ગાડીના મિરરમાં પાછળ રોડ ની સાઈડમાં કંઇક સળવળતું હોય એવું દેખાયું. પણ ખુબ ઝડપ થી એ સળવળાટ પોતાની ગાડી ને ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ. રોશની તરફ રાખેલ સુરજ નો ચહેરો જરા ગંભીર થયો અને સાઈડ માંથી પસાર થતી એ ઝાડીઓ તરફ પડ્યો. ગાડી એટલી બધી એ ઝાડીઓને નજીક નહતી તોય કેમ એ પાંદડાઓ આટલા બધા હલી રહ્યા છે એ જરા અજુગતું લાગ્યું. સુરજ ની આ અચરજ જલ્દીજ કોઈ વિસ્મયતામાં ફેરવાઈ ગઈ. એ પાંદડાઓ જાણે સુરજને જોઇને એકદમ દોટ મૂકી હોય તેમ સડસડાટ ભાગ્યા. સુરજ થી ગાડીની સ્પીડ એકદમ જ ધીમી થઇ ગઈ.
‘શું થયું સુરજ તમે ગાડી ધીમી કેમ કરી..?’ પોતાનો મોબાઈલ ચેક કરતી રોશની બોલી.
‘અરે, કંઇક હતું બાજુ ની ઝાડીઓમાં તેં જોયું..!?’
‘શું હતું?’
‘એજ તો હું તને પૂછું છું. શું હતું?’
‘કેમ કોઈ હતું?’
‘આ ઝાડીઓ માંથી કંઇક ભાગતું હોય એમ લાગ્યું. કંઇજ ખબર ના પડી પણ સડસડાટ નીકળી ગયું.’
‘ખરેખર? રોશની જરા ઉંચી થઇ.
રેડિયો પણ હવે જાણે સુઈ ગયો હોય તેમ ચુપ છે. રોશનીએ પોતાના મોબાઈલ માં જોયું ૨:૩૦ વાગી રહ્યા હતા.
‘તારો મોબાઈલ મુક. અને જો મારો મોબાઈલ ચાર્જીંગ માં મુક્યો છે એ ચાલુ છે કે નહિ.?’ સુરજ થોડા ગભરાયેલો લાગ્યો.
‘હા. આ ચાલુ જ છે ચાર્જીંગ જુવોને’ રોશની સુરજ ના મોબાઈલ નું ડિસ્પ્લે બતાવતા બોલી.
સુરજે મોબાઈલ તરફ જોયું અને કંઇજ બોલ્યા વગર ગાડી ચલાવવાની ચાલુ રાખી. મિરર સેટ કરી પાછળ જોયું. એકદમ થી સ્પીડ વધારી.
‘કેમ સુરજ શું થયું તમે કેમ આમ એકદમ ગભરાઈ ગયા?’
‘કોણ ગભરાઈ ગયુ. કોણ હું?’
‘હા, હવે બહુ એક્ટિંગ ના કરો તમારો ચહેરો બધું કહી દે છે મને. અને આ ઘડી-ઘડી પાછળ શું જુવો છો. કોઈ છે પાછળ?’
‘ના હવે કોઈ નથી. એટલેજ તો...!’ સુરજ થી મનની વાત નીકળી ગઈ.
‘એટલેજ તો..!? શું?’
‘અરે, એટલેજ બીક લાગે છે? સુરજ ધીરે થી બોલ્યો.
‘બીક કેમ?’
‘તેં હમણાં જોયું નહિ તારી બાજુ થી કંઇક સડસડાટ કરતુ નીકળ્યું’
‘શું...કહ્યું...કોણ હતું એ..?’
‘કોણ અને શું હતું એજ ખબર નથી મને, પણ કંઇક તો જરૂર હતું. મને લાગે છે. કોઈ આપણો પીછો કરે છે.’
‘આપણો પીછો કરે છે..? પણ, કોણ? અને શું કામ? ઉતાવળે ઉતાવળે રોશની એ પ્રશ્નોની લાઈન લગાવી દીધી.
‘અરે, મને થોડી ખબર છે.’ સુરજ સ્વસ્થ થતાં આજુબાજુ જોઈ રહ્યો છે.
રોશની પણ પોતાને સરખી કરીને થોડી અંદર ની બાજુ ખસી ને પાછળ જુવે છે. પણ ખાસ કંઈ જણાયું નહિ.
‘શું તમે પણ સુરજ. કોઈ નથી. લાગે છે તમે મજાક કરો છો.’ રોશની હળવી થઇ.
‘મજાક.’
‘હા, મજાક મેં તમને આ રેડિયો સંભળાવીને બોર કર્યા એનો બદલો લો છો ને તમે..?’
‘અરે, ના હવે. સાચેજ એ બાજુ ની ઝાડીઓ માંથી કઇંક સડસડાટ કરતુ નીકળ્યું જે ગણી વાર થી આપણી ગાડીની પાછળ પાછળ હતું મને એવું લાગ્યું.’
‘શું..શું? સુરજ તમે ખરેખર મજાક કરો છો ને!’
એકબીજા ને સમજાવતા સમજાવતા બંને થોડીવાર પછી એકદમ ચુપ થઇ ગયા અને કંઇજ બોલ્યા ચાલ્યા વગર બસ ફૂલ સ્પીડમાં ગાડી હંકારી રહ્યા. રસ્તો તો બસ હવે પુરોજ થવા આવવાનો હતો એવું લાગતું હતું સુરજ ને. કેમકે થોડે દુર થી એક મોટું ટર્નીંગ આવશે અને પછી આ શોર્ટકટ વાળો રસ્તો મેઈન રોડ ને મળી જતો હતો જેની જાણ સુરજ ને હતી કેમકે એ દિવસમાં તો ગણીવાર આવે છે આ રસ્તે પણ, રાત્રે અને એ પણ કદાચ આટલું મોડું તો પહલી વખત આવવાનું બન્યું છે. અને એમાં પણ વળી એને મનમાં એના મિત્ર ની પેલી ડાયવર્ઝન વળી વાત જબકી.
‘સુરજ, સુરજ..!!’ રોશની ધીમા અવાજે કંઇક કેહવા માંગતી હતી પણ સુરજ પોતાના વિચારોમાં ખોવાયેલો છે.
‘સુરજ.’ પોતાનો હાથ સુરજના હાથ પર મુકતા રોશની બોલી.
‘હં..હં.’ બોલ તું કંઈ બોલી.?’ સુરજ જબકયો.
‘હા, હું એમ કહું છું કે તમને યાદ છે તમારા મિત્ર એક ડાયવર્ઝન ની વાત કરતા હતા..!’
‘શું? શું કહ્યું તે ડાયવર્ઝન..?’ સુરજ જબકી ને સીધો થઇ ગયો.
‘હા, ડાયવર્ઝન.’
‘ના હવે એવા કોઈ ડાયવર્ઝન મેં નથી જોયા અને આ રસ્તે તો એવું કોઈ ડાયવર્ઝન નથી મને ખબર છે. બસ હવે તો આપણે મેઈન રોડ ને ટચ કરવા આવ્યા છીએ.’ સુરજ જાણે પોતાના મનની વાત ને રોશની ના મુખે સાંભળી ગભરાઈ ગયો.
ગાડી સડસડાટ જઈ રહી છે. સ્પીડ માપ ની છે. પણ કોઈ બારી થોડી ખુલી ગઈ છે એટલે પવન નો ડરાવણો સુસવાટા ભરેલો અવાજ આવી રહ્યો છે. સુરજ રેડિયોને ટયુન કરી રહ્યો છે કદાચ કોઈ સ્ટેશન પર ગીતો વાગતા હોય તો રસ્તો કાપવામાં મદદ મળે અને પોતાના ડર ને થોડો દબાવી શકાય પણ, એકેય સ્ટેશન પર ગીતો વાગ્યા નહિ. ઉલટાનું પેલો અવાજ જે ખુલ્લી બારી માંથી આવી રહ્યો હતો એનો અવાજ જાણે વધી રહ્યો હતો અને એ સુસવાટા ભર્યા અવાજની સાથે જાણે કોઈ કંઇક કહી રહ્યું હોય તેવો સંદેશો ધીમા ધીમા અવાજે સંભળાઈ રહ્યો હતો.
‘આ....વો....! આ...વો....! બસ હવે બહુ દુર નથી. આ...વો....!’

(વધુ આવતા અંકે...)
===== ===== ===== =====

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED