Diversion 2.3 books and stories free download online pdf in Gujarati

Diversion 2.3

ડાયવર્ઝન ૨.૩
(સ્ટોરી-૨ / પાર્ટ-૩)


...ગાડી સડસડાટ જઈ રહી છે. સ્પીડ માપ ની છે. પણ કોઈ બારી થોડી ખુલી ગઈ છે એટલે પવન નો ડરાવણો સુસવાટા ભરેલો અવાજ આવી રહ્યો છે. સુરજ રેડિયોને ટયુન કરી રહ્યો છે કદાચ કોઈ સ્ટેશન પર ગીતો વાગતા હોય તો રસ્તો કાપવામાં મદદ મળે અને પોતાના ડર ને થોડો દબાવી શકાય પણ, એકેય સ્ટેશન પર ગીતો વાગ્યા નહિ. ઉલટાનું પેલો અવાજ જે ખુલ્લી બારી માંથી આવી રહ્યો હતો એનો અવાજ જાણે વધી રહ્યો હતો અને એ સુસવાટા ભર્યા અવાજની સાથે જાણે કોઈ કંઇક કહી રહ્યું હોય તેવો સંદેશો ધીમા ધીમા અવાજે સંભળાઈ રહ્યો હતો.
‘આ....વો....! આ...વો....! બસ હવે બહુ દુર નથી. આ...વો....!’
(હવે આગળ..)
======== ======

‘સુરજ... સુરજ... તમે સાંભળ્યું?’ રોશની ગભરાઈ ને સુરજ તરફ એકદમ વળી ગઈ.
‘શું થયું..? શું સાંભળ્યું?’ સુરજે રોશની ને પોતાના હાથે જાણે ધક્કો મારી ને સરખી કરી.
‘અરે, આજો ને કોઈ કંઇક કહી રહ્યું છે. તને કંઈ સંભળાતું નથી.’
સુરજે વિન્ડો સ્વીચ બરાબર ખેંચીને બધી બારીઓ ફરી થી બંધ કરી. હવે રાશની ની બારી જે થોડી ખુલી ગઈ હતી એ બાજુ થી જે સુસવાટાભર્યો અવાજ આવી રહ્યો હતો એ એકદમ બંધ થઇ ગયો અને ગાડીની અંદર જાણે સન્નાટો છવાઈ ગયો. સુરજ કંઇજ બોલ્યા વગર બસ ગાડીને રીતસરની ભગાડી રહ્યો છે અને રોશની પણ હવે જાણે કંઇક અજુગતું થઇ રહ્યું હોય એવું અનુભવવા લાગી. ગાડી એજ સ્પીડમાં જઈ રહી હતી પણ હજુ કોઈ ટર્નિંગ કે કોઈ વળાંક આવ્યો નહિ જ્યાંથી પેલો મેઈન રોડ આવવાનો હતો. એટલે એ વિચારમાં સુરજ જરા વધુ આકુળવ્યાકુળ થઇ ગયો.
‘સાલો આ રસ્તો પણ કેમ જાણે આજે ખૂટતો જ નથી.’ સુરજ ગુસ્સા અને ડર સાથે બોલ્યો.
રોશની કોઈ જવાબ આપવા તૈયાર નહતી અને બસ સુમસાન રસ્તા ને એકી ટસે નિહાળી રહી હતી.
રોશનીના કાન ના જુમખા ગાડીમાં કોઈ હવા નોહતી આવતી તોય જરા હલવા લાગ્યા એટલે એને એક હાથ થી એને પકડી લીધા. અને થોડે દુર જઈ વળી પાછા એના જુમખા હલવા લાગ્યા અને આ વખતે વળી પાછો પેલો અવાજ સંભળાયો.
‘આ....વો...! આ...વો....!’
‘સુરજ. સુરજ... પ્લીઝ કંઇક કર ને મને આ અવાજ ફરી સંભળાયો. કોઈ છે આપણી ગાડી ની આસપાસ.’ રોશની ઝબકીને બોલી.
‘અવાજ? કેવો અવાજ મને તો કોઈ અવાજ નથી સંભળાતો.’
એટલી જ વાર માં હવે થોડો જોર થી અને એકદમ ક્લીયર અવાજ સંભળાયો.
‘આ..વો..! આવો, તમે બિલકુલ ઠીક આવી રહ્યા છો. આવો..આવો..!’
જાણે કોઈ પોતાની પાસે બોલાવી રહ્યું હોય તેમ સુરજ અને રોશની ને પ્રેમ થી કોઈ બોલાવી રહ્યું છે.
હવે સુરજ ને પણ આ અવાજ ક્લીયર સંભળાયો અને એ પણ ખુબ ગભરાઈ ગયો. એનું થોડું ધ્યાન ડગમગાયુ અને ફરી થી ગાડી થોડી સાઈડ માં ઉતરી ગઈ. અને આ વખતે તો રોશની પોતાની આંખે જોઈ રહી છે કે ગાડી ખરેખર રોડ ની સાઈડ ની ઝાડીયો માં જાણે ગુસી જ ગઈ.
‘સુરજ...સુરજ..સંભાળ સંભાળ ગાડી ગઈ. જો..જો.. સામે જો.’ સુરજ ને જાણે ઉંઘમાંથી જગાડતી હોય તેમ હલાવ્યો.
જબકીને સુરજે નજર સામે કરી તો ખબર પડી કે ગાડી રસ્તા પર નહિ પણ સાઈડ ની ઝાડિયો માં ગુસી ગઈ છે અને આગળ ના કાંચ પર અને ગાડીની બંને સાઈડ કોઈ જોર જોર થી કંઇક પછાડી રહ્યું હોય તેમ ધબાક-ધબાક અવાજ આવી રહ્યો છે અને ચારે બાજુ જાણે અંધકાર છવાઈ ગયો.
ગાડી થોડી વધુ સ્પીડ માં હતી એટલે પોતાનું બેલેન્સ બનાવવામાં સુરજને વાર લાગી અને ગાડી થોડી ધીમી પડી પછી પોતાની બંધ આંખો ખોલવાની હિંમ્મત થઇ. આંખો ખોલી ને પોતાને સ્વસ્થ કરી ગાડી ને ચલાવતાં ચલાવતાં જ પોતાની નજર સૌથી પહેલા રોશની પર ગઈ. એ પોતાના બંને હાથ મો પર ઢાંકીને જાણે સીટ પર ચોંટી ગઈ હતી. એને જગાડી. બંને એકબીજા તરફ નજર કરી સ્વસ્થ થયા. ગાડી કોઈ પણ અડચણ વગર જઈ રહી હતી એટલે બંને ને લાગ્યું કે ગાડી રસ્તા પર આવી ગઈ છે અને બધું બરાબર છે. પણ, જેવી બંનેની નજર સામેના કાંચ પર પડી તો ખબર પડી કે આગળનો કાંચ અને સાથે સાથે ગાડીના બધાજ કાંચ પર ધૂળ જેવું કંઇક ચોંટી ગયું છે અને બહાર કંઇજ દેખાતું નહતું. સુરજે તરત વાઈપર ચાલુ કર્યા. ધીરે ધીરે કાંચ સાફ થવા લાગ્યો પણ હજુ કંઇજ ક્લીયર દેખાતું નહતું તોય ધીમી ધીમી ગતિએ ગાડી તો આગળ જવાની ચાલુજ હતી. અને સુરજ ને પણ લાગતું હતું કે ગાડી પોતાની રીતેજ કંટ્રોલ થઇ રહી છે એને વધારે કોઈ મહેનત કરવી પડતી નહતી. સ્ટીયરીંગ પોતેજ કંટ્રોલ થઇ રહ્યું હતું, એવીજ રીતે ક્લચ અને બ્રેક પેન્ડલ પણ. સુરજ વધુ સ્વસ્થ થઈને આજુબાજુ જોવા લાગ્યો પણ બહાર કંઇજ દેખાતું નહતું. એટલે હવે એને ગાડી ની અંદર અને પોતાની આસપાસ નજર ફેરવી. પહેલા તો બધું નોર્મલ લાગ્યું પણ ધીરે ધીરે એને ખબર પડી કે ગાડી ની સ્પીડ તો એ લોકો ધારે છે એના કરતા પણ ખુબ વધારે છે અને જેવું મીટર સામે જોયું તો ખબર પડી કે ગાડી તો ૧૦૦ ઉપર જઈ રહી છે. અને આ શું ગાડી તો કોઈ પણ ગીયરમાં નથી તોય આટલી સ્પીડમાં જઈ રહી છે. હા, ગાડી ન્યુટલ હતી અને તોય ૧૦૦-૧૦૦ ની સ્પીડ માં જઈ રહી હતી. રોશની આ વાતો થી અંજાન હતી પણ હવે સુરજ ને ખાતરી થવા લાગી કે હોય ન હોય કંઇક તો અલૌકિક કે અજુગતું થઇ રહ્યું છે! એ ગભરાયો અને રોશનીને કંઈ પણ સમજાવે એ પહેલાંજ એની નજર પાછળ ની સીટ પર પડી. અને પાછળ વળી ને જોયું તો એ અવાચક બની ગયો. સૂરજનું ખુલ્લું મોં જોઈને રોશનીએ પણ પાછળ વળી ને જોયું. બંને જણા જાણે સ્ટેચ્યુ થઇ ગયા હોય તેમ આશ્ચર્ય અને અચરજ થી અવાક થઇ ગયા.
હજુ હમણાં હજી તો મસ્તી મસ્તી માં બંને જણા વાતો કરતા હતા કે આપણે આપણી ગાડીમાં સોફા અને ટીવી એવું બધું ફીટ કરાવીશું...! અને આ શું સાચેજ જાણે કુદરત એમની સેવા માં હાજર હોય અને બધા સપનાઓ પુરા કરવા તૈયાર હોય તેમ લાગ્યું. રોશની થોડી ગભરાઈ. આમતેમ જોવા લાગી અને સાઈડ ની બારી માંથી કોઈ એમને જોઈ રહ્યું હોય એવું લાગ્યું એટલે જરા પોતાના હાથ થી કાંચ સાફ કર્યો અને જોયું તો કોઈ ડરાવણા ચહેરા જેવું દેખાયુ. અને તરત બુમ પડી ગઈ. એની આ બુમ આજુબાજુ ના વાતાવરણમાં ગુંજવા લાગી અને પછી પરિસ્થિતિ ધીરે ધીરે બદલાવા માંડી. પાછળ ની સીટ પર જે વસ્તુઓ દેખાતી હતી એ બધી ગાયબ થઇ ગઈ આગળ નો કાંચ થોડો ક્લીયર થવા લાગ્યો. અને આજુબાજુ ના કાંચ પણ ધીરેધીરે સાફ થવા લાગ્યા. બહાર નું દ્રશ્ય દેખાવા લાગ્યું.

(વધુ અતવા અંકે...)
===== ====== ======

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED