ડાયવર્ઝન ૧.3 Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયવર્ઝન ૧.3

Diversion

ડાયવર્ઝન ૧.3

(સ્ટોરી-૧/પાર્ટ-3)

પણ કદાચ મેં એ વખતે પાછા વળવા બાઈક ઉભું રાખ્યું અને એટલે એ કાદવમાં વધારે ગુસી ગયું હોય એવું અનુમાન કરી હું આગળ વધતોજ રહ્યો. પણ જલ્દીજ મારો એ વહેમ મારી સામે હકીકત બનીને આવી ગયો કે હું જાણે સાચેજ કોઈ કાદવ ના તળાવ માં હોઉં એવું લાગ્યું.

(હવે આગળ..)

***

વીજળી નો એક મોટો ચમકારો થયો અને મને સામે ખરેખર કોઈ રસ્તા જેવું નહિ પણ એક મોટું તળાવ હોય એવું દેખાયું. થોડીજ વાર માં જોરદાર કડાકો થયો અને મારા પગ ધ્રુજવા લાગ્યા. હું ગમે એટલી સ્પીડ વધારું તોય મારું બાઈક હવે એકજ ગતિ થી ચાલી રહ્યું હતું ઉલટાનું ગતિ ધીરેધીરે ધીમી પડી રહી હતી એવું લાગી રહ્યું હતું. હા, સાચેજ મારું બાઈક હવે એ કાદવ ના તળાવ માં ડૂબી રહ્યું હતું. હું ગમે તેમ કરું તોય ત્યાંથી દુર ભાગવા મારી પાસે કોઈ રસ્તો ન હતો. હું જેમ જેમ બાઈક ની સ્પીડ વધારતો હતો તેમ તેમ એ ધીમું પડી રહ્યું હતું. અને જેટલું હું હલન ચલન વધારી રહ્યો હતો એટલો વધુ હું જાણે અંદર ધસી રહ્યો હતો. એટલે મેં વધુ હલવાનું ટાળ્યું. મેં આજુબાજુ નજર કરી તો ચારે તરફ નો નજરો લગભગ બદલાઈ ગયો હતો ઝાડીઓ દુર થઇ ગઈ હતી અને ડાયવર્ઝનવાળા એ રસ્તા નું તો નામો નિશાન ન હતું. હું એક કાદવ ના તળાવ માં કે કોઈ દલદલ માં વચોવચ ફસાયો હતો. દુર દુર સુધી કોઈ મને સાંભળી શકે એવું હતુ જ નહિ તોય મેં મદદ માટે પુરા જોશ થી બુમો પાડી. ‘હેલ્પ… હેલ્પ.... મદદ. કોઈ મારી મદદ કરો પ્લીઝ..!!’ મારો અવાજ ફક્ત હુ જ સાંભળી રહ્યો હતો.ગભરાહટ અને બીક ના લીધે હું હનુમાન ચાલીસા બોલવાનું પણ ભૂલી ગયો. મને મારા ઘર ની યાદ આવી. મમ્મીએ આપેલ પેલું કામ યાદ આવ્યું. મજાક મજાક થી લીધેલું એ ડાયવર્ઝન યાદ આવ્યું. મનમાં થયું ‘કે શું કામ મેં આ ડાયવર્ઝન લીધું?’ સીધે સીધો એ મેઈન રોડ થી ગયો હોત તો કદાચ થોડું મોડું થયું હોત પણ આ રીતે ફસાવાનો વારો ન આવ્યો હોત. આ ડાયવર્ઝન કદાચ મારા જીવન ની બહુ મોટી ભૂલ બનવા જઈ રહ્યું છે. હું હજુ તો પસ્તાવો કરી રહ્યો હતો એટલામાં મને જાણ થઇ કે મારા પગ છેક ઘુટણ સુધી એ કાદવમાં ખૂંચી ગયા છે. અને ધીરે ધીરે મારા બાઈકનો અવાજ પણ ગૂંગળાઈ રહ્યો છે. મેં જોયું કે બીક ના માર્યા મેં બાઈક નું એક્સીલેટર છેક ફૂલ લેવલ સુધી વાટેલું હતું એ હવે મેં ઢીલું મુક્યું, કારણકે મારું બાઈક પૂરેપૂરું બંધ થઇ ગયું હતું. જેવું બાઈક બંધ થયું લાઈટ પણ બંધ થઇ ગઈ અને હું બસ ગોર અંધકાર માં આમતેમ ફાંફાં મારવા લાગ્યો. મેં બાઈક પર થી ઉતારવા નો પ્રયત્ન કર્યો પણ મારા બંને પગ પર ઘારો કે કાદવ ઘુટણ સુધી ચોટેલા હતા એટલે હું પગ ને હલાવી પણ ન શક્યો. મેં ‘જય બજરંગબલી’ ‘જય માતાજી’ કરીને જોર જોર થી બુમો પાડી ને પુરા જોશ થી પગ ઉપર ખેંચ્યો તો માંડ અડધા ફૂટ જેટલો ઉચકાયો. મેં આવી રીતે વારંવાર પ્રયત્નો કર્યા પણ છેવટે હું નિષ્ફળ જ રહ્યો. વરસાદ ના ટીપાં મોટા અને જોર થી પડી રહ્યા હતા એ હવે ભાન થયું. હેલ્મેટ ને મેં બાઈક ની ટાંકી પર રાખ્યું હતું એ થોડું ઊંચું નીચું થઇ રહ્યું હતું એટલે મને ખબર પડીકે હવે તો હું આ દલદલમાં છેક કમર સુધી એટલે કે મારું આખું બાઈક એમાં ડૂબી ગયું છે. મારા હાથ જે મારા હેલ્મેટ પર હતા ત્યાં સુધી મને કાદવ નો એહસાસ થયો. મારી અત્યાર સુધી ની જીંદગી નું એક પૂરેપૂરું ફ્લેસ બેક મારા મન માં ચાલવા લાગ્યું. ચારેબાજુ અંધકાર જ હતો હું ભગવાનનું નામ લઇ રહ્યો હતો અને મારી જાત ને હવે હું મોત ને સમર્પિત કરવા જઈ રહ્યો હતો. મેં કોઈ વ્યર્થ કોશિશ પણ ના કરી કેમકે મને પુરેપુરી ખાતરી હતી કે હું આ દાવાનળ માંથી નીકળી શકું તેમ નથી જ અને મને બચાવવા કોઈ આવે એ શક્ય પણ નથી. હા, કદાચ કોઈ ચમત્કાર થાય અને એવું કંઈ બને! પણ હવે મૃત્યુ આટલું નજીક હોય ત્યારે કોઈ ચમત્કાર ની આશા નકામી છે એમ વિચારી મેં મારા બંને હાથ છાતી સરસા ભીડી લીધા અને ભગવાનનું નામ રટવાનું ચાલુ રાખ્યું. મારી બાઈક જાણે ગુંગળાઈને મરી ગઈ હતી એવી રીતે એકદમ શાંત થઇ ગઈ હતી ટાયરો ની ગતિ બંધ હતી અને ઈન્જીન તો ક્યારનું બંધ થઇ ગયું હતું. હું મારી બાઈક સાથેજ હવે જાણે કોઈ ગટ્ટ પાણી માં તરતો હોવ એવું લાગી રહ્યું હતું કેમકે હું 80-૯૦% કાદવમાં ડુબી ગયો હતો. મને ખુદને પણ ખબર નહતી કે હું કઈ દિશામાં જઈ રહ્યો છું કેમકે ભલે ચારે બાજુ અંધારું હતું તોય થોડુઘણું તો હું જોઈ શક્યો હોત પણ મેં તો ક્યાર ની આંખો બંધ કરી નાખી હતી. પણ હું અનુભવી રહ્યો હતો કે મારું બાઈક ગોળ ગોળ ફરી રહ્યું છે અને ધીરેધીરે કાદવમાં ઊંડું ઉતરી રહ્યું છે. મેં વિચાર્યું કે કદાચ હું આવું કોઈ સપનું જોતો હોવ તો સારું પણ જયારે મારા ખભા ભારે થવા લાગ્યા અને છાતી પર પણ દબાણ આવ્યું ત્યારે ખબર પડી કે હું સપનું નહિ પણ હકીકત માં છું અને મોત મને ભેટી રહ્યું છે. મારું બાઈક જે અત્યાર સુધી મારો સાથ આપતું રહ્યું એ હવે મારા થી અળગું થઇ રહ્યું હતું એટલે કે એ હવે ધીરેધીરે મારાથી અલગ થઇ રહ્યું હતું કદાચ એનું વજન મારા થી વધારે હતું એટલે એ ઊંડું ધસી રહ્યું હતું. થોડીજ વારમાં બાઈક પૂરેપૂરું મારાથી અલગ થઇ ગયું અને હવે હું બસ એકલોજ આ મૃત્યુના સાગર માં જાણે તરી રહ્યો હતો. મેં કોઈ બુમાબુમ કે ચીસાચીસ કરી નહિ કેમકે મને એનો કોઈ ફાયદો થવાનો નહતો એ બહુ વહેલા જાણ થઇ ગઈ હતી. નિ:સહાય, લાચાર થઈને બસ પ્રાણ છોડવા નો સમય આવી ગયો છે એવું મેં ધારી લીધું. અને મારી વાંચેલી ધાર્મિક પુસ્તકોના અને ટીવી પર સાંભળેલા મૃત્યુ વિશે ના પાઠ યાદ આવ્યા.

‘જીવન અને મૃત્યુ અટલ છે, મૃત્યુ નિશ્ચિત છે.’ એવા સંવાદો હું મન માં બોલતો રહ્યો અને મૃત્યુ ના મારા ડર ને ડામવા કોશિશ કરી. પણ કોઈ વિચાર ને બસ મન માં લાવવો અને એને હકીકત માં અનુસરવો કેટલો કઠીન હોય છે એ આજે મને ખબર પડી. ભલેને હું મૃત્યુને જાણતો હોવ પણ તોય મૃત્યુને પામવાનો અનુભવ તો હકીકત માં રૂવાંડા ઉભા કરી નાખે એવો હોય છે. પણ તોય મને ન જાણે કેમ કરીને મૃત્યુ નો એવો કોઈ ડરામણો ચેહરો દેખાયો નહિ બસ હું આ દાવાનળ માં ધસી રહ્યો છું અને નિસહાય છું એટલે મોત સિવાય કોઈ રસ્તો નથી એનો અફસોસ હતો. કદાચ આ ડાયવર્ઝન મારા માટે કોઈ નવા દ્વાર ખોલવા નું હોય એવું પણ બને અને કદાચ આ મૃત્યુ મને કોઈ બીજા વિશ્વમાં લઇ જવાની તૈયારી કરતુ હોય તો પણ ખબર નહિ એવા અનેક વિચારો સાથે હું બસ મૃત્યુ ની રાહ જોઈ રહ્યો. (વધુ આવતા અંકે....)

***

(તમારા અભિપ્રાય લેખક ને વોટ્સઅપ થી પણ જણાવી શકો છો.)

Ar. Suresh Patel (98792 56446)