ઘર છૂટ્યાની વેળા - 5 Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

ઘર છૂટ્યાની વેળા - 5

ભાગ – ૫

રોહન સાથે ફોન કરી અવંતિકા મોડા સુધી વિચારતી રહી, ૩ દિવસનો થાક પણ તેના શરીરમાં હતો, આંખોમાં ઊંઘ પણ ભરપુર ભરાયેલી હતી, પણ પોતાના જીવન સાથેના સંઘર્ષો અવંતિકાને જગાડી રહ્યા હતા, એક તરફ તેના પપ્પાની તકલીફ હતી તો બીજી તરફ રોહન સાથેના પ્રેમ સંબંધ. બંનેમાંથી હવે કોઈ એક સંબંધ ઉપર મહોર મારવી હવે જરૂરી થઇ પડ્યું હતું, ઘણા જ મનોમંથન કર્યા બાદ પોતાના પિતાનો પ્રેમ જીતી ગયો, દરેક દીકરી માટે તેના પિતા જ સર્વસ્વ હોય છે, સાચી સમજણ મેળવ્યા બાદ કોઈ છોકરીના જીવનમાં જો કોઈ પુરુષને પહેલો પ્રેમ કર્યો હોય તો એ છે એના પિતા, દુનિયાની તમામ ખુશીઓ એક તરફ અને પિતાનું વાત્સલ્ય બીજી તરફ. એટલે જ કન્યા વિદાયમાં જો છાના ખૂણે કોઈ સૌથી વધુ રડતું હોય તો એક પિતા છે. દરેક પિતા માટે પણ એની દીકરી પ્રેમની મૂર્તિ છે, બાળપણથી લઇ લગ્નના દિવસ સુધી જો કોઈ સ્ત્રી એક પુરુષને નિઃસ્વાર્થ ભાવે ચાહતી હોય તો એ છે દીકરી. બાપ અને દીકરીના સંબંધો વિષે પણ ઘણાં કવિઓ ઘણા લેખકોએ પુસ્તકો ભરી ભરીને પોતાનો પ્રેમ ઠાલવ્યો છે. અને અવંતિકા પોતાના પિતાને ખુબ જ પ્રેમ કરતી હતી. માટે રોહનને તે ભુલાવી શકે પણ પોતાના પિતાના પ્રેમને ભૂલવો તેના માટે અશક્ય હતો.કાલે સાંજે રોહન સાથે મળી અને બંનેના પ્રેમ સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકવાનું નક્કી કરી લીધું. મનમાં મક્કમતા અનુભવતા આંખ પણ મીચાઈ ગઈ.

સુમિત્રા સવારે ૯ વાગ્યાની આસપાસ અવંતિકાના રૂમમાં ગઈ, જોયું તો અવંતિકા સુઈ રહી હતી, માં પણ દીકરીની હાલત સમજી શકતી હતી, ૩ દિવસનો થાક, ઉજાગરો, માનસિક તાણ એ બધાથી ઘેરાયેલી અવંતિકાના નજીક જઈ એના માથે હાથ ફેરવવા લાગી, અવંતિકા સ્પર્શ પામતા ઉઠી ગઈ, સુમિત્રા એ કહ્યું :

“બેટા, સુઈ જા, કઈ કામ નથી, બધું જ કામ પતાવી દીધું છે, તારા પપ્પા પણ બહાર ગેલેરીમાં બેસી છાપું વાંચે છે, મારે કઈ કામ નહોતું એટલે તારા રૂમમાં આવી.”

“ના મમ્મી, હવે મને પણ ઊંઘ નહિ આવે,” એટલું બોલતા અવંતિકા સુમિત્રાના ખોળામાં માથું મૂકી અને વાતો કરવા લાગી. અવંતિકાનું ખોળામાં માથું મુકતાં જ સુમિત્રાની મમતા જાણે ઉભરાઈ ગઈ. અવંતિકાના માથા ઉપર હાથ ફેરવવા લાગી.

અવંતિકા કહેવા લાગી :

“મમ્મી મેં નક્કી કરી લીધું છે, પપ્પા જેમ કહેશે એમ જ હું કરીશ, હું રોહનને ભૂલી જઈશ, આજે સાંજે હું રીવર ફ્રન્ટ ઉપર રોહનને મળવા જવાની છું. મારો સમાન પણ હજુ એની પાસે જ છે તો એ પણ લઇ આવીશ, અને સાથે સાથે એને મારો નિર્ણય પણ જણાવી દઈશ. એ ખુબ જ સમજુ છું અને મારી વાત એ ચોક્કસ માનશે.”

સુમિત્રા : “બેટા, જે પણ કરું એ જોઈ વિચારીને કરજે, તારા પપ્પાને દુઃખના થાય એનું ખાસ ધ્યાન હવે તારે રાખવાનું છે, એકવાર તે આ પગલું ભરી લીધું એનું પરિણામ તું જોઈ શકે છે, તારા પપ્પાને તું ખુબ જ વહાલી છે, એ તને ખુબ જ પ્રેમ કરે છે, અને તારા ઉપર એમને ખુબ જ વિશ્વાસ હતો, પણ તે આવું કરી એમના એ વિશ્વાસમાં તિરાડ નાખી દીધી છે, હવે એ તિરાડને ભરવાનું કામ પણ તારે જ કરવાનું છે. તારા પપ્પાનો વિશ્વાસ તારે પાછો જીતવાનો છે.”

અવંતિકા : “હા મમ્મી, હું પપ્પાનો વિશ્વાસ જીતી લઈશ, એમને ક્યારેય નિરાશ નહિ કરું.”

સુમિત્રા : “બેટા, તને એકવાતની હજુ ખબર નથી, પણ આજે સમય એવો છે એટલે મારે તને કહેવું જ જોઈએ, તારા પપ્પાએ તારી કોલેજ પૂરી થાય પછી આ વાત તને કહેવાનું નક્કી કર્યું હતું, પણ હવે રાહ જોવાય એમ નથી, તારે એ વાત જાણવી જ પડશે.

અવંતિકા ખોળામાંથી માંથું લઇ અને બેડમાં બેથી થઇ ગઈ, અને એની મમ્મી સામે બેસી પૂછવા લાગી :

“મમ્મી, એવી તો કઈ વાત છે, જે મને પણ ખબર નથી, તમે દરેક વાત તો મારી સાથે શેર કરો છો તો આ એવી તે કઈ વાત છે ?”

સુમિત્રા : “હું તને જે વાત કહેવા જઈ રહી છું એ વાતના કારણે પણ તારા પપ્પાને ચિંતા હતી, સમાજને ખબર પડશે એ વાત તો પછીની હતી પણ આ વાતથી તારા પપ્પાની ચિંતામાં વધારો થયો હતો.”

અવંતિકા : “મમ્મી જલ્દી કહેને કઈ વાત હતી એ, હવે મને પણ ચિંતા થાય છે કે એવી કઈ વાત જે હું નથી જાણતી અને એના કારણે પપ્પાને એટેક આવ્યો હતો ?”

સુમિત્રા : “તું પપ્પાના મિત્ર સુરેશભાઈ ને ઓળખે છે ને ?”

અવંતિકા : “હા, જે લંડનમાં રહે છે, અને પપ્પાના ખાસ ફ્રેન્ડ છે, જયારે એ ઇન્ડિયા આવે છે ત્યારે સીધા આપણા ઘરે આવે છે, અને મને બેટા બેટા કહીને ખુબ લાડ લડાવે છે એ જ ને ?”

સુમિત્રા : “હા, એજ એમનો દીકરો રોહિત જે તારા બાળપણનો મિત્ર હતો, તમે સાથે મોટા થયા, પણ સુરેશભાઈ પોતાના બીઝનેસ માટે કાયમી લંડન શિફ્ટ થઇ ગયા. રોહિત પણ તને યાદ જ હશે.”

અવંતિકા : “હા, અમે બાળપણમાં સાથે જ રમતા હતા, અને એ ખુબ જ શરમાળ છોકરો હતો, સ્કુલમાં પણ એ મારી સાથે વાત નહોતો કરતો, એને મારી પણ બહુ જ શરમ આવતી હતી, પણ ધીમે ધીમે અમે સારા મિત્રો બની ગયા હતા, મેં એની શરમ છોડાવી દીધી હતી, પણ એમની એ વાત સાથે પપ્પાના એટેકને અને મારાથી છુપાવવા સાથે શું મતલબ છે ?”

સુમિત્રા : “સુરેશભાઈ અવારનવાર ઇન્ડિયા આવે છે, અને એમને તને નાનેથી મોટી થતા જોઈ છે, અમને તારા સંસ્કાર અને અમારી પરવરીશ ખુબ જ ગમી અને જયારે સુરેશભાઈ ગયા વર્ષે ઇન્ડિયા આવ્યા હતા, ત્યારે એમને રોહિત સાથે તારા લગ્નની વાત કરી હતી, તારા પપ્પા એ વાતથી ખુબ જ ખુશ હતા, પણ સાથે સાથે તારી કોલેજ ચાલુ હોવાના કારણે એમને ના પાડી દીધી, સુરેશભાઈ એ ખુબ જ વિનંતી કરી પણ તારા પપ્પાએ એમને જણાવી દીધું કે ‘જો તમે એની કોલેજ પૂરી થાય ત્યાં સુધી રાહ જોઈ શકો તો મને મંજુર છે, હું એનું ભણવાનું ના બગડી શકું.’ સુરેશભાઈએ પણ કહ્યું કે ‘મારા દીકરા માટે જો અવંતિકા જેવી છોકરી મળતી હોય તો ૩ નહિ ૫ વર્ષ રાહ જોવા માટે તૈયાર છું.’ અને ત્યારે જ અમે સાકરના કરી અને સવા રૂપિયો આપી દીધો હતો, પણ તારું ભણવાનું ના બગડે એટલે અમે તને આ વાત જણાવી નહોતી, સુરેશભાઈ જેવો પરિવાર દીવો લઈને શોધવા જતા પણ ના મળી શકે, પૈસાની રીતે તો ઠીક પણ સંસ્કારોમાં પણ સુરેશભાઈ આપણા કરતા ઘણા આગળ છે. મને પણ એ વાતની ખુશી હતી પણ તારું ભરેલું પગલું અને તારા પપ્પાએ સુરેશભાઈને આપેલું વચન એના કારણે તારા પપ્પાની ચિંતા વધી હતી.”

અવંતિકાની મૂંઝવણ જાણે વધવા લાગી, પોતે હવે શું કરવું તેની કાંઈ જ ખબર ના રહી, થોડીવાર સુધી તો એ મૌન બેસી રહી, સુમિત્રા સામે નજર પણ ના મેળવી શકી. સુમિત્રાએ જ વાત નો દોર આગળ વધાર્યો...

સુમિત્રા : "હું જાણું છું બેટા, કક સમયે તું કોઈ નિર્ણય લેવા માટે સક્ષમ નથી, અને એટલે જ તને અમે આ વાત નહોતી જણાવી, પણ આ જે કાંઈ થઈ રહ્યું છે એટલે આ વાતથી તું જેટલી માહિતગાર થાય એટલું સારું છે. અને સુરેશભાઈનો પરિવાર પણ ખૂબ જ સારો છે, આપણાં ઓળખીતા અને વિશ્વાસુ માણસ છે, રોહિતસુરેશભાઈને પોતાના બિઝનેસમાં સાથ આપે છે, સારું ભણ્યો પણ છે, તને એમનાં ઘરે કોઈ તકલીફ નહિ આવી શકે."

થોડુંવિચારી અને અવંતિકા બોલી ઉઠી ...

"મમ્મી, તમે લોકોએ મારા માટે જે વિચાર્યું છે તે યોગ્ય જ હશે, અને હવે તમે કહો એમ જ હું કરીશ, પપ્પાની અને તારી ખુશીમાંજ મારી ખુશી છુપાયેલી છે, જો હું તમારી વાત ના માનું અને મારું ધાર્યું કરું તો મારા સંસ્કાર લાજે, અને એવું હું કોઈ કાળે બનવા નહિ દઉં. મારા કરતાં વધારે તમે જીવન જોયું છે, માટે તમે મારા કરતાં પણ વધારે સારી રીતે સમજી શકો છો, હું તો હજુ નાદાન બુદ્ધિની છોકરી છું, કદાચ ઉતાવળમાં મારુ લીધેલું પગલું મને જ ભવિષ્યમાં મુશ્કેલીમાં મૂકી શકે છે, માટે હવે તમે કહેશો એમ જ હું કરીશ."

"મારી ડાહી દીકરી"બોલતાં જ સુમિત્રાએઅવંતિકાને ગળે લગાવી લીધી, બંને એકબીજાને થોડીવાર ભેટી રહ્યાં, સુમિત્રાની આંખોમાં માતૃત્વ છલકાઈ ઉઠ્યું, આંખોમાં પાણી આવી ગયું, એ લૂછતાં અવંતિકાને કહેવા લાગી ...

"ચાલ હવે, તૈયાર થઈ જા, હું તારા પપ્પા પાસે જઈ આવું અને એમને આ વાત જણાવું, એ પણ ખુશ થઈ જશે."

અવંતિકા : "હા, ઈચ્છા તો મારી હતી કે હું પપ્પા સાથે આ વાત કરું પણ, અત્યારે તું એમને કહીશ તો સારું રહેશે, હું તૈયાર થઈ અને પછી આવું બહાર, ભૂખ પણ લાગી છે સખત તું જમવાનું તૈયાર રાખજે, બપોર થવા આવ્યું હવે ચા નાસ્તો કરવાનું નહિ ગમે."

સુમિત્રા : "સારું, તું આવ પછી"

સુમિત્રા આટલું કહી રૂમની બહાર નીકળી ગઈ....

અવંતિકા બાથરૂમમાં પહોંચી, સામે લગાવેલા મોટા અરીસામાં થોડીવાર તો પોતાની જાતને જોતી રહી અનેસાથે જ વિચારોમાં ખોવાઈ ગઈ, અને વિચારવા લાગી કે મમ્મી પપ્પાએ મારા સારા માટે જ નિર્ણય લીધો હશે, રોહન સાથે જો હું લગ્ન કરી લેતી તો એ મને પ્રેમમાં ક્યારેય કમી ના આવવા દેતો પણ પ્રેમ એકલાથી કાઈ પેટ ઓછું ભરાય છે, કાલે કદાચ અમારે જવાબદારી વધી, કોઈ બાળક હોય એને પણ સારું જીવન આપવું, સારી સ્કૂલમાં ભણાવવું એ બધા ખર્ચ રોહનના ઉઠાવી શકતો, મને તો મમ્મી પપ્પાએ જે ખુશી અને જે સુખ આપ્યું છે તે અમે અમારા બાળકને ના આપી શકતા, અને ક્યાં સુધી અમે ઘરેથી ભાગીને ભટકતા, અને શરમના માર્યા પાછા પણ ના આવી શકતા, પપ્પા મમ્મીએ મારા ભવિષ્યનો વિચાર કર્યો છે, મારું સુખ અને સન્માન જોયું છે, તો હું એમના વિચારને કેવી રીતે અવગણી શકું હું એમની વાત માનીશ, રોહન હોય કે રોહિત શું ફર્ક પડે છે ? હું જેની સાથે વફાદાર રહું, મારૂ આગળનું જીવન અને મારા બાળકોનું જીવન સુખમય બને એજ મારી દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે. હું આજે સાંજે રોહનને બધી જ વાત જણાવી મારો નિર્ણય સ્પષ્ટ કરી દઈશ.

તૈયાર થઈ અવંતિકા બેઠક રૂમમાં આવી, અનિલ અને સુમિત્રા સોફામાં બેઠા હતા, બંને ના ચહેરા ઉપર ખુશીનો ભાવ દેખાતો હતો, અનિલ અવંતિકાને આવતા જોઈ તરત પોતાની પાસે બોલાવી અને બાજુમાં જ બેસાડી, માથે હાથ ફેરવવા લાગ્યા, અને કહેવા લાગ્યા :

"મારી દીકરી હવે મોટી થઈ ગઈ છે, મને ગર્વ છે બેટા તારા ઉપર, ભલે તે નાદાનીમાં આ પગલું ભરી લીધું, પણ અમે તને એના માટે દોશી નથી માનતા, એક સપનું સમજી ભૂલી જવું જોઈએ, ભવિષ્યના વિચાર સાથે આગળ વધવું જોઈએ. અને તું એ કરી શકીશ."

જવાબમાં માત્ર અવંતિકા થોડું હસી અને અનિલની છાતી ઉપર માથું મૂકી નાના બાળકની જેમ વળગી પડી.

સુમિત્રએ જમવાનું કાઢ્યું, જમતા જમતા પણ વાતો ચાલુ જ રહી, બે દિવસ કરતા હવે ઘરનું વાતાવરણ આજે જુદું લાગતું હતું, શાંત પડેલું એ ડાઇનિંગ ટેબલ આજે કલવલાટ કરી રહ્યું હતું, સૌના ચહેરા પર ખુશી હતી, અવંતિકાના મનમાં મૂંઝવણો અને ઘણાં પ્રશ્નો હતા પણ એ સૌને દબાવી રાખી એ પોતાના ચહેરા ઉપર ખુશીના ભાવ જ આવવા દેતી હતી.

સાંજે રોહનને મળવા માટે જવાનું હતું, અવંતિકાએ તેની મમ્મીની રજા લઈ પોતાનું એક્ટિવા લઈ ઘરેથી રિવર ફ્રન્ટ જવા નીકળી......

નીરવ પટેલ "શ્યામ"

વધુ આવતા અંકે.....