કેદી નં ૪૨૦ - 13 jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

કેદી નં ૪૨૦ - 13

“મે એને કહેતા તો કહી દીધું કે હું જ મારા પતિ ની હત્યા કરીશ. પણ કેવી રીતે એ કામ ને અંજામ આપવો જેથી કરીને હત્યા થયા ની લેશ માત્ર શંકા ય કોઇ ને ના આવે પણ એ કહેવા જેટલું સહેલુ નહોતુ. હું રાત દિવસ એ જ વિચાર કરતી પણ કંઇ જ મગજ માં નહોતુ આવતુ. અશોક ને હવે હું ઓછું મળતી જેથી પકડાઈ ના જવાય.. એવામાં અશોકે એક નાના છોકરાના હાથે સંદેશ મોકલાવ્યો કે એ મને મળવા માગે છે. મે પણ ગુપ્ત રીતે સંદેશ મોકલાવ્યો કે કમલેશ વહેલા સવારે નીકળી જવાનો છે. તેથી બપોરે એક વાગે અમારી પ્રિય હોટલ માં મળશું.

બીજા દિવસે અમે મળ્યા. ઘણાં દિવસ થી અમે વિરહ ની આગ માં તડપતા હતા એટલે પહેલા તો હોટલ ના રુમ માં જઇને ભરપુર પ્રેમ કર્યો. પછી અશોકે કહ્યું, ”તે કંઈ વિચાર કર્યો આપણા રસ્તા ના કાંટા ના દુર કરવાનો?. ”

“રાત દિવસ એ જ વિચારુ છું પણ કોઇ યોજના મગજ માં આવતી નથી. ”

“મારી પાસે એક સરસ યોજના છે. જો હું કહું એમ આપણે આગળ વધશું તો એના મરતા પહેલા એ આપણ ને એવો ફાયદો કરતો જશે કે પછી આપણી આગળ રુપિયા નો વરસાદ થઇ જશે. અને રસ્તો પણ સાફ થઈ જશે. અને આ વિચાર જ્યારે હું અમિતાભ બચ્ચન ની ‘જાદુગર’ ફિલ્મ જોતો તો ત્યારે આવ્યો. ’

“ફિલ્મ જોઇને વળી કેવી રીતે યોજના બનાવી?”

“તું સાંભળ તો ખરી. તું સાંભળીને જ એટલી રાજી થઈ જશે કે મને ચુમી ચુમીને લાલ કરી દઇશ. ”એમ કહી ને મારી સામે આંખ મારી. હું હસીને પછી કહ્યું, ”બસ હવે જલ્દીથી કામ ની વાત કરીશ. ”

એણે મને બધું વિગતવાર સમજાવ્યું. અને એની વાત સાંભળતા મારી આંખો વધારે ને વધારે પહોળી થતી ગઇ. હું આશ્ચર્ય માં પડી ગઇ. કે અશોક ની યોજના ખરેખર બેધારી તલવાર જેવી હતી.

આ યોજનાથી અમે એટલું કરોડો ની મિલકત કમાઇ શકતા હતા જેટલું કમલેશ ક્યારેય કમાઇને આપી શકત નહિ. વધુ વધુ માં તો એ મને હજારો ના લાખ કમાઇ ને આપી શકે. પણ અશોક ની યોજના થી તો થોડા જ સમયમાં અમે કરોડો ની સંપત્તિના માલિક બની શકે તેમ હતા. પણ એનો સાવચેતીથી અમલ કરવાનો હતો નહિ તો લેશ માત્ર ભુલ ય અમને જેલભેગા કે ફાંસી ના માંચડે પહોંચાડી શકે તેમ હતી.

એની વાત સાંભળીને હું ખુશી ના મારે એને ભેટી પડી.. એણે કહ્યું, ”જો મે કહ્યું હતુને તુ મને ભેટી પડીશ. ”હું કાતિલ જેવું ખતરનાક હસીને કહ્યું, ”તારી યોજના ખરેખર ધારદાર છે. પણ આપણે ખુબ સાવચેતી પુર્વક કામ કરવું પડશે. ”

અમે ફરીથી એકબીજાને પ્રેમ કરીને છુટા પડ્યા.

બીજા દિવસે કમલેશ ઘરે આવ્યો. હું અચાનક એના પગે પડી ગઇ. ને રોવા લાગી.

“મારાથી બહુ મોટી ભુલ થઈ ગઇ. તમે મને જીવનમાં સ્થાન આપ્યું. ધન દોલત, પ્રેમ બધું આપ્યું. પણ હું અભાગણ તમારા પ્રેમને સમજી ના શકી. ને મ્રુગજળ પાછળ દોડતી રહી. તમારા ના પાડ્યા પછી ય હું તમારી ગેરહાજરી માં અશોક ને મળી હતી. એ તમને મારી નાખવા નું ષડયંત્ર કરતો હતો. ને મને એમાં સાથ આપવાનું કહેતો હતો. મે ના પાડી તો મને ઢોર ની જેમ માર માર્યો. ”એમ કહીને મે મારા શરીર પર ના ઘા બતાવ્યા.

“મને મારી ભુલ નો અહેસાસ થઈ ગયો છે. તેમ છતાંય જો તમે મને માફ નહિ કરો તો મારી પાસે આમ કર્યા સિવાય કોઇ રસ્તો નથી. મને મારા જ પાપ ની સજા મળી છે અને હું આજ લાયક છું એમ સમજી ને હું મારા પ્રાણ ત્યાગી દઇશ. ”એમ કહીને મે ઝેર ની નાનકડી શીશી કાઢીને મોઢે માંડવા ગઇ. પણ એ પહેલા તો કમલેશ હાથ મારી ને શીશી લઇ લીધી. ને કહ્યું, “જે કંઈ થયું એ ભુલી જા. આમેય તારી ભુલમાં મારો વાંક નહતો એવું નથી. મારી પણ ભુલ હતી. તારી સાથે લગ્ન કર્યા પછી મારા નસીબ ખુલી ગયા અને હું લોકપ્રિય થયો તો ય મે તારી કદર ના કરી. હું મારી મરજી મુજબ જ તારી સાથે વર્તન કરતો રહ્યો. એ ય જાણવાનો પ્રયત્ન ના કર્યોખે તારા પણ અરમાન હશે. તારી પણ ઇચ્છા હશે. અને મારી એ જ ભુલે તને એ રસ્તા પર જવા મજબુર કરી. તું પણ મને માફ કરી દે. હવે થી એ જ થશે જેમ તારી મરજી હશે એમ જ થશે. ”

એમ કહીને એણે મને બાંહો મા જકડી લીધી. હું પણ બધું જ ભુલી ને એની બાંહોમાં સમાઇ ગઇ.

***

હવે એ પોતા ના સ્ટેજ શો પુરા કરીને આવતો ત્યારે મારા માટે કંઇક ને કંઇક મોંઘી ભેટ લઇ આવતો. હું પણ એના પ્રેમ માં તરબોળ થઇ જતી. જીવન જાણે રસભર્યું બની ગયું. અને અમે બંન્ને એકબીજા ના પ્રેમ માં ગળાડુબ બની ગયા.

થોડા દિવસો પછી એકવાર એ ઘરે આવ્યો ત્યારે એની ભેટ જોઇને ય મે ખુશી ના બતાવી એટલે એણે પુછ્યું, ”કેમ શું થયું મારી રાણીને. કે હજુ ય મિજાજ બગડેલો છે. શું જોઇએ છે તારે ?શું કરું કે તું ખુશ થઈ જાય?”

“મને જે જોઇએ છે એ તમે મને આપશો ખરા?”

“કેમ તને એવું લાગે છે કે હું નહિ આપું?એવું તે શું જોઇએ છે કે જે હું નહિ આપી શકુ?

“એમ ગોળ ગોળ ના ફેરવો. પહેલા વચન આપો કે હું જે માગું એ તમે મને આપશો જ”

એણે થોડો વિચાર કર્યો ને પછી કહ્યું, ”સારી વાત છે. તુ જેમ કહીશ એમ જ થશે. બોલ શું જોઇએ છે તારે. ?”

“મારે તમારી વિદ્યા જોઇએ છે. તમે જે જાદુગરી કરો છો એ શીખવી છે. ”

મારી વાત સાંભળીને એમનો મોઢા નો રંગ બદલાઇ ગયો. એણે કહ્યું, ” કેવી વાત કરે છે આ કંઇ વસ્તુ થોડી છે કે હું તને કાઢીને કે ખરીદી ને આપી દઉ. આ એક વિદ્યા છે જે મને મારા ગુરુજી એ શીખવાડી છે. એ શીખવી કંઇ સહેલી વાત નથી. એના માટે તો શરીર થી અને મનથી પુરી તૈયારી હોવી જોઇએ. જો સ્હેજ પણ ભુલચુક થાય તો મન પર અને સાથે શરિર ને પણ નુકસાન થાય છે. માનસિક આઘાત લાગી શકે છે કે માણસનો જીવ પણ જઇ શકે છે. તારે આ શીખવાની જિદ ના કરવી જોઇએ. હું તને ખોવા નથી માગતો. તું બીજું ગમે તે માગ પણ વિદ્યા ના માગ. ”

“મારે કંઇ જ સાંભળવું નથી. એ શીખવામાં જે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે હું કરી લઇશ. તમે જે કરવાનું કહેશો એ હું કરી લઇશ. પણ મારે તમારી વિદ્યા શીખવી છે”

“સારુ. તો કાલ સવારે ચાર વાગે સ્નાન કરીને કાલભૈરવ ના મંદિરે ખુલ્લા પગે પહોંચી જજે. યાદ રાખજે મંદિરે ચાર વાગે તારું હોવું જરુરી છે. અને એમા જો સ્હેજ પણ મોડુ થયુ કે એક પણ નિયમ નો ભંગ કર્યો તો મે આપેલા વચન નો ય હું ભંગ કરી દઇશ. ”એમ કહીને એ બહાર જતો રહ્યો.

કાલભૈરવ નું મંદિર બે કિમી દુર હતુ. પણ તો ય હું સ્નાન કરીને ખુલ્લા પગે પહોંચી ગયી. મંદિર માં જઇને જોયું તો કમલેશ ત્યાં જ યજ્ઞ માં આહુતિ આપતો બેઠો હતો. હું એની સામે જઇને બેઠી. એણે એક કલાક મંત્રો ના જાપ કર્યા. પછી યજ્ઞ માં મારી પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે જ્યાં સુધી વિદ્યા આત્મસાત ના થઇ જાય ત્યાં સુધી હું મીઠું, ખાંડ, તીખું, તળેલું, લસણ, ડુંગળી એ બધી જ વસ્તુ ઓ નો ત્યાગ કરવો પડશે. અઠવાડિયામાં બે દિવસ નકોરડા ઉપવાસ કરવા પડશે. બ્રહ્મચર્ય નું પાલન કરવું પડશે. આકરા માં આકરી તપસ્યા કર્યા પછી ય જ્યારે ઇન્દ્રિય ના આવેગો જેવા કે લોભ, લાલચ, ક્રોધ, ઇર્ષા પર કાબુ મેળવી શકું તો જ વિદ્યા ગ્રહણ કરી શકીશ. અને આ તપસ્યા માત્ર પરિક્ષા હતી કે હું વિદ્યા ગ્રહણ કરવાને લાયક છું કે નહિ. જો એ પરિક્ષામાં પાસ થઇશ તો જ હું વિદ્યા ગ્રહણ કરી શકીશ.

અને એ પછી શરુ થઇ મારી આકરા માં આકરી પરિક્ષા. મારે બધા સ્વાદ નો તો ત્યાગ કરવો જ પડ્યો. સાથે સાથે જ્યારે મારે નકોરડા ઉપવાસ હોય ત્યારે ઘર ના નોકરો ને રજા આપી દેવાતી. બધું જ કામ મારે કરવું પડતું હું થાકીને લોથપોથ થઇ જતી. ક્યારેક એમ વિચાર આવતો કે કમલેશ વિદ્યા શીખવાડવા ને બહાને મારી સાથે બદલોતો નથી લેતો ને. પણ આખરે છ મહિના ના અંતે મારી એ કસોટી પુરી થઇ. એક દિવસ એણે મને ફરીથી મંદિરે ખુલ્લા પગે ચાલતા બોલાવી. હું ત્યાં પહોંચતા પહોંચતા એટલી થાકી ગઇ હતી કે મને એમ થયું મારા પ્રાણ અત્યારે જ નીકળી જશે. મંદિરે પહોંચીતો કમલેશ એ જ રીતે એકવસ્ત્રમાં બેઠો હતો. એણે પાછા મંત્રોચ્ચાર શરુ કર્યા. એ પછી એણે મનેપાણી પીવા આપ્યું. અને પાણી પીને હું બેભાન થઈ ને ઢળી પડી. જ્યારે આંખ ખુલી તો હું મારા ઘરે પલંગમાં હતી. કમલેશ બાજુમાં બેઠો હતોમને બાટલો ચડાવવામાં આવ્યો હતો ને. મારી સારવાર થઈ રહી હતી. જ્યારે થોડી સ્વસ્થ થઇ ત્યારે કમલેશે કહ્યું, ”તારી તપસ્યા નું આ છેલ્લુ ચરણ હતું. જો તું વિદ્યા ગ્રહણ કરવા લાયક ના બની હોત તો એ પાણી પીને તારું મ્રૃત્યુ થઈ જાત. કે તું પાગલ થઈ જાત. પણ જીવિત છે અને બીજી કોઇ ખરાબ માનસિક અસર પણ નથી થઈ. હું સાચે જ આ કરતાં ડરતો હતો કે ક્યાંક તને ખોઇ ના બેસું પણ હવે ચિંતા નાી કોઇ વાત નથી. એટલે એમ કહી શકાય કે આ વિદ્યા તને આત્મસાત થઇ ગઇ છે. બસ હવે તારે ધ્યાન લગાવીને વસ્તુઓને હવામાંથી કેમ પ્રગટ કરવી એ જ શીખવાની જરુર છે. હવે તું સ્વસ્થ થાય એટલે હું તને એકાંતમાં શીખવીશ કે કેવી રીતે આંખો બંદ કરીને ધ્યાન લગાવતા તું તારી ઇચ્છિત વસ્તુ પ્રગટ કરી શકીશ. એટલે કે મેળવી શકીશ. મારી જાદુગરીમાં આ વિદ્યા મહત્વની છે. બાકી તો બધી અલગ અલગ રીતો છે જેનાથી લોકો ને જાદુ જ લાગે છે. એ હું તને પછી સમજાવીશ. હા પણ યાદ રાખજે આ વિદ્યા નો દુરુપયોગ ના કરતી. નહિ તો આ વિદ્યા તને છોડશે નહિ. ”

અમાસ ની રાતે એણે મને ધ્યાન લગાવતા શીખવાડ્યું. મારું મન ધીરે ધીરે સ્થિર થવા લાગ્યુ. અનેપુનમ ની રાતે એણે મને એક મંત્ર આપ્યો. અને મને કહ્યું કે આ મંત્ર ના જાપ સાથે હું કોઇક વસ્તુ ની ઇચ્છા કરું. મે મંત્ર નો ત્રણ કલાક જાપ કર્યો સાથે સાથે મારા હાથમાં કુમકુમ ની ઇચ્છા કરી. ત્રણ કલાક પછી ધીમે ધીમેધીમે મને હાથમાં કંઇક મહેસુસ થવા લાગ્યુ. જોયું તો મારા હાથમાંથી કુમકુમ ખરતું હતુ. એ જોઇને હું રાજીરાજી થઇ ગઇ. પણ હું વધુ પડતી ખુશ થઉં એ પહેલા કમલેશે કહ્યું, ” બહુ વધારે ખુશ ના થઈશ. હજુ તો માત્ર શરુઆત છે.. જો તારા મન ના આવેગો પર કાબુ ના રાખ્યો તો વિદ્યા આવતા પહેલાં જ જતીરહેશે. તને વિદ્યા આત્મસાત થઈ ગઇ ગઇ ક્ષે. બસ હવે આ મંત્ર સાથે ધ્યાન લગાવીને સતત અભ્યાસ ની જરુર છે. જેમ જેમ અભ્યાસ કરતી રહીશ. તેમ તેમ તારી ઇચ્છિત વસ્તુ ને પ્રગટ થવામાં લાગતો સમય ઘટતો જશે. એક સમય એવો આવશે કે મંત્રો્ચ્ચાર કરીને વસ્તુની ઇચ્છા કરતા એ આવી જશે. બીજી એક વાત કે આ વિદ્યાથી તું તારા પોતાના માટે કોઈ વસ્તુ પ્રગટ નહિ કરી શકે કે વેચી નહિ શકે.. તારે એ વસ્તુ બીજાને આપી દેવી પડશે. અને આ નિયમ નો ભંગ કર્યો તો વિદ્યા તારો ત્યાગ કરી દેશે. અને તું મંત્ર ય ભુલી જઈશ. એટલે જ આ વિદ્યા થી જાદુગરી ના સ્ટેજ શો કરીને કમાઉં છું. મારા માટે ક્યારેય એનો ઉપયોગ નથી કર્યો. ”

આ રીતે બીજા ત્રણ મહિના સતત અભ્યાસ પછી હું હું એ મંત્ર નો ઉપયોગ સારી રીતે કરતા શીખી. અને આ સાથે જ નવ મહિના પછી પુરું થયું હતું અશોક કરેલા ષડયંત્ર નું પ્રથમ ચરણ.

ક્રમશઃ