Trutya - paachhala janm no badlo - 19 books and stories free download online pdf in Gujarati

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૯

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૯

( ગયા ભાગ માં આપણે જોયું કે આદિત્ય અને વીર કબ્રસ્તાનમાંથી તૃત્યાસ્ત્ર નો પહેલો ભાગ મેળવે છે. ક્રિષ્ના નું એક અલગ જ રૂપ જોવા મળે છે. આદિત્ય, ક્રિષ્ના અને વીર ત્રણેય તૃત્યાસ્ત્ર ના બીજા ભાગ માટે જંગલો માં જાય છે જ્યાં એમનો સામનો વૃદ્ધકાલ સાથે થાય છે. જ્યાં આદિત્ય વૃદ્ધકાલ ને મારે છે અને બીજો ભાગ પ્રાપ્ત કરે છે. ત્રણેય જણા ત્રીજા ભાગ ની શોધ માં તમસ્વીની પાસે જવા નીકળે છે. જંગલ માં જતા જ એમને ખંડેર દેખાય છે જેમાં તમસ્વીની નો વાસ હોય છે. ત્રણેય અંદર જાય છે જ્યાં આદિત્ય અને વીર નો સામનો માર્કેશ સામે થાય છે )

હવે આગળ.......

માર્કેશ :- આદિત્ય, હવે તને મારા થી કોઈ નહિ બચાવી શકે.

વીર :- રોક આને, આ જ માર્કેશ છે.

માર્કેશ :- વીર, મને નહિ તું આને રોક. પહેલા તું એક તૃત્યા છે.

આદિત્ય :- વીર, પહેલા તું મારો મિત્ર છે.

માર્કેશ :- મિત્ર પછી, પહેલા તું એક તૃત્યા નો અંશ છે.

આદિત્ય :- ના, વીર તું આનું ના સાંભળીસ.

માર્કેશ :- આદિત્ય નું માથું તમસ્વીની તરફ ફેરવ એટલે એ પથ્થર બની જાય.

આદિત્ય :- આનું કીધું ના માનીશ.

અંતે વીર કંટાળી જાય છે. તે કોનું મને અને કોનું ના મને એ નથી સમજાતું. પણ વીર ની પણ એક કમજોરી હતી. તે જેવો તૃતીયા ની નજીક હોય ત્યારે હમેશા તૃત્યા તરફ આકર્ષાતો. એનું વર્તન સામાન્ય માણસ માંથી એક તૃત્યા માં ફેરવાઈ જતું. આને આ જ કારણે વીર માર્કેશ તરફ આકર્ષાય છે અને એની વાત માં આવી જાય છે. વીર આદિત્ય નું માથું પકડે છે અને તમસ્વીની સામે ફેરવવા માટે જોર કરે છે પણ આદિત્ય પણ એટલી જ હિંમત કરે છે અને માથું ઝકડી રાખે છે જેના કારણે વીર માથું ના ફેરવી શકે. ક્રિષ્ના આ બધું જોઈ રહી હોય છે. એને લાગે છે કે હવે મારે જ કાંઈક કરવું પડશે. મારે આદિત્ય ને બચાવવો જ પડશે. હવે હું તેને મુશ્કેલી માં ફસતો નહિ જોઈ શકું. તે દોડી ને બહાર આવે છે અને જમીન પર પડેલો અરીસો ઉઠાવે છે. ક્રિષ્ના જોર થી આદિત્ય ને બૂમ પડે છે અને પોતાની તરફ નજર કરવા મજબૂર કરે છે. ક્રિષ્ના અરીસો પકડીને આદિત્ય તરફ ફેંકે છે અને એ સાથે જ આદિત્ય વીર ને ધક્કો દઈ ને નીચે ફેંકી દે છે અને ક્રિષ્ના એ ફેંકેલો અરીસો ઝીલી લે છે. અરીસો પકડીને આદિત્ય પોતાનું માથું નીચે નમાવી દે છે અને પાછળ ફરી ને અરીસો તમસ્વીની ની નજર સામે ધરી દે છે. જેવી તમસ્વીની ની નજર અરીસા સામે પડે છે તેવુ જ એનું આંખો માનું તેજ અરીસા પર પ્રકાશિત થઈ ને એની જ સામે પરાવર્તીત થાય છે જેના કારણે તમસ્વીની ની પોતાની જ શક્તિઓ ની અસર એની ઉપર થાય છે અને એ એક પથ્થર બનવા લાગે છે. આ જોઈ ને માર્કેશ બૂમ પાડે છે. આદિત્ય વીર ને ઈશારો કરે છે કે વીર જલ્દી થી તમસ્વીની નું ગળું કાપ એની પહેલા કે સંપૂર્ણ પણે પથ્થર બની જાય. વીર તરત જ જમીન પર પડેલી તલવાર ઉઠાવે છે અને તમસ્વીની નું ગળું કાપે છે. અને એનું માથું જમીન પર પડે એની પહેલા જ આદિત્ય એની ડોક પકડીને ઝીલી લે છે અને એને માર્કેશ ની નજર સામે રાખે છે. માર્કેશ ની નજર તમસ્વીની આંખો પર પડે છે જેમાં હજુ પણ થોડો જીવ બાકી હોય છે. બંને ની આંખો એક થઈ જાય છે જેના પરિણામે તમસ્વીની ની શક્તિઓ ના કારણે માર્કેશ પણ પથ્થર બનવા લાગે છે. માર્કેશ સંપૂર્ણપણે પથ્થર બની જાય છે. આ બધું ફક્ત એટલી સેકેંડો માં થઇ ગયું હતું કે કોઈ ને કશુ જ સમજાયું નહોતું. માર્કેશ ના પથ્થર બનતા જ તે ગાયબ થઈ જાય છે. તમસ્વીની નું આખું શરીર ભુક્કો થઈ જાય છે અને રાખ માં રૂપાંતર થઈ જાય છે. એના પડેલા રાખ પર તૃત્યાસ્ત્ર નો ત્રીજો ભાગ દેખાય છે. આદિત્ય અને વીર બંને એકબીજા ને ગળે મળે છે. આદિત્ય ની નજર ત્રીજા ભાગ પર પડે છે. આદિત્ય તેને ઉઠાવે છે અને બીજા બંને ભાગો સાથે જોડે છે. ત્રણેય ભાગો થતા તૃત્યાસ્ત્ર ચમકે છે અને એક સંપુર્ણ તૃતીયાસ્ત્ર નું નિર્માણ થાય છે. આદિત્ય કહે છે હવે પૂર્ણ થયું, સંપૂર્ણ તૃતીયાસ્ત્ર. હવે હું આવી રહ્યો છું વિક્રાલ. ક્રિષ્ના પણ તેમની પાસે આવી જાય છે. આદિત્ય કહે છે કે વીર તું અને ક્રિષ્ના ખંડેર ની બહાર જાવ. હું પણ આવું છું તમારી પાછળ. વીર અને ક્રિષ્ના ખંડેર ની બહાર જાય છે બહાર જતા જ એમની નજર પડે છે એક સુંદર અને રમણીય વાતાવરણ પર કારણ કે સવાર થઈ ગઈ હોય છે અને જંગલ નું વાતાવરણ ખૂબ સુંદર લાગી રહ્યું હોય છે. થોડીવાર માં આદિત્ય પણ બહાર આવે છે. આદિત્ય ના હાથ માં કોઈ વસ્તુ હોય છે જે મોટા કપડાં ના ટુકડા માં વીંટાળેલી હોય છે. આ જોતા જ ક્રિષ્ના પૂછે છે કે આ શું છે ?

આદિત્ય :- મરેલી ડાયન નો કપાયેલો હાથ ?

ક્રિષ્ના :- કપાયેલો હાથ ?

આદિત્ય :- ગભરાશો નહિ. ખાલી હાથ જ છે.

વીર :- રિલેક્સ, સિસ્ટર. મને તો આદત પડી ગઈ છે આ બધી. ( હસવા લાગે છે )

આદિત્ય :- કહેવાય છે કે મરેલી ડાયન ના કપાયેલા હાથ ને એક પ્રશ્ન પૂછો તો એ સાચો જવાબ આપે છે. આદિત્ય હાથ ને કાઢી ને જમીન પર મૂકે છે. આદિત્ય, વીર અને ક્રિષ્ના ત્રણેય એની ફરતે બેસી જાય છે. આદિત્ય પ્રશ્ન પૂછે છે કે વિક્રાલ સુધી પહોંચવાનો રસ્તો કઈ બાજુ જાય છે ? આ સાથે જ હાથ ની આંગળી ધીરે ધીરે ઉઠે છે અને ક્રિષ્ના તરફ ઈશારો થાય છે. આદિત્ય અને વીર બંને ક્રિષ્ના સામું તાકી રહે છે. ક્રિષ્ના ડરી જાય છે કે કદાચ મારુ સાચું રૂપ આ લોકો ને જાણ ન થઈ જાય. પણ એ સાથે જ વીર બોલે છે કે આ તો પૂર્વ દિશા તરફ ઈશારો કરે છે અને ક્રિષ્ના એક હાશકારો અનુભવે છે. આદિત્ય વીર ને જણાવે છે કે વીર, તારે તારા ગુસ્સા પર થોડો કાબૂ રાખવો પડશે, કારણ કે જ્યારે પણ તું કોઈ તૃત્યા ની નજીક હોય છે ત્યારે તારી અંદર રહેલો તૃતીયા જાગી ઉઠે છે અને તને પોતાની તરફ ખેંચે છે જેના લીધે તું એની તરફ આકર્ષાય છે. ક્રિષ્ના પૂછે છે કે એનો અર્થ એમ કે આપણે જેટલા વિક્રાલ ની નજીક જતા જઈશું એમ વીર ના બદલાવવાની સંભાવના વધી જશે. આદિત્ય ફરી વાર ક્રિષ્ના નો આભાર માને છે કે ધન્યવાદ અમે તારા લીધે તમસ્વીની નો વિનાશ કરી શક્યા જો તું ના હોત તો ખબર નહિ અમારા બંને નું આજે શુ થાત. ક્રિષ્ના કહે છે કે આભાર માનવાની કોઈ જરૂર નથી. તમે પણ ઘણીવાર પોતાનો જીવ જોખમ માં મૂકી ને મારો જીવ બચાવ્યો છે. એટલા મા આદિત્ય ને કોઈ પોકારી રહ્યું હોય એવી બૂમો સંભળાય છે. આદિત્ય અને વીર બંને જે દિશા માંથી અવાજ આવે છે એ દિશા તરફ આગળ વધે છે. ક્રિષ્ના ત્યાં જ ઉભી રહે છે. ક્રિષ્ના ને વિચાર આવે છે કે આ લડાઈ માં આદિત્ય સાચો છે અને વિક્રાલ ખોટો છે. આદિત્ય ને બચાવીને એને સાચું જ કર્યું છે. એને થોડી ક્ષણે એવો પણ વિચાર આવે છે કે મારે આદિત્ય સાથે દગો ના કરવો જોઈએ. મારે એને જણાવી દેવું જોઈએ કે હું કોણ છું અને અહીંયા શા માટે આવી છું. આ આખો એક ખેલ જ છે આદિત્ય ને રોકવા માટે નો અને હું એનો રસ્તો રોકવા માટે આવેલો એક મહોરો. છતાં પણ મારા દિલ માં આદિત્ય માટે એક લાગણી ઉભરાઈ રહી છે જે મને આદિત્ય નો રસ્તો કાપતા રોકી રહી છે. ખબર નહિ આ કેવા પ્રકાર ની લાગણી છે. શુ આ આદિત્ય માટે પ્રેમ છે કે શું ? હું પોતે પણ સમજી શક્તિ નથી. પણ હું આદિત્ય ને આવી મુશ્કેલી માં એની સાથે દગો નહિ કરી શકું. મારે એને મારી લાગણી અને બધી જ હકીકત જણાવી દેવી જોઈએ. હું આદિત્ય ને બધું જ જણાવી દઈશ. ક્રિષ્ના આટલું વિચારી જ રહી હોય છે એટલા માં એની સામે વિક્રાલ આવી ને ઉભો રહે છે. જે પોતાના ભાઈ ની આવી થયેલી હાલત ના કારણે દુઃખી હોય છે અને એને મનોમન પ્રતિજ્ઞા લીધી હોય છે કે હવે હું આદિત્ય ને નહિ છોડું. હવે આદિત્ય નો વિનાશ જરૂર થશે અને તૃત્યા સામ્રાજ્ય નો વિજય થશે.

વિક્રાલ ને જોઈ ને ક્રિષ્ના ચોંકી જાય છે.

ક્રિષ્ના :- માલિક તમે અહીંયા ?

વિક્રાલ :- માર્કેશ ના મૃત્યુ નો ભાર તારા ખભા પર છે પણ એને જે મળી એ એની સજા હતી કે એ એક સામાન્ય મનુષ્ય થી હારી ગયો. હવે સાંભળ, આદિત્ય પાસે તૃત્યાસ્ત્ર છે જે તારે ચોરવું પડશે અને એનો નાશ કરવો પડશે. જ્યાં સુધી એની પાસે તૃત્યાસ્ત્ર છે ત્યાં સુધી હું એને હાથ નહિ લગાડી શકું. એટલે આ કામ તારે જ કરવું પડશે. જો તું આ કામ નહીં કરે તો હું તારી માં કુંભડી ને જીવતી નહિ છોડું. અને તને પણ મારી નાખીશ.

ક્રિષ્ના :- ના મલિક, તમે જેમ કહેશો એમ કરીશ પણ મારી મા ને....ક્રિષ્ના માથું ઊંચું કરી ને સામે જુએ છે પણ એની નજર સામે કોઈ નથી હોતું. અને એટલા મા આદિત્ય અને વીર પણ ખાલી હાથે ત્યાં પાછા આવી જાય છે. ક્રિષ્ના સમજી જાય છે કે આ ફક્ત એક ચાલ હતી આદિત્ય ને થોડી વાર માટે મારા થી દુર કરવા માટે ની એટલે એ કાંઈ પૂછતી નથી. ત્રણેય જણા ફરી આગળ વધવા લાગે છે. આગળ જતાં એક ઝાડ આવે છે જેના પર તૃત્યા નું નિશાન દોરેલું હોય છે. આદિત્ય કહે છે કે લાગે છે હવે આપણે તૃતીયાઓ ની નજીક આવી ગયા છીએ. આદિત્ય ની નજર સામે પડે છે જ્યાં દૂર થી પહાડો દેખાઈ રહ્યા છે. આદિત્ય ફરી કહે છે કે વીર, તને યાદ છે જુમ્બા એ શું કીધું હતું. વિક્રાલ ની હવેલી જરૂર એ પહાડો ની વચ્ચે જ હશે. આપણે હવે એના થી બહુ દૂર નથી. આપણી મંઝિલ હવે નજીક આવી ગઈ છે. આગળ ચાલતા ક્રિષ્ના ના મન માં ફરી વિચાર આવે છે કે જો હું તૃત્યાસ્ત્ર નહિ ચોરુ તો વિક્રાલ મારી માં ને મારી નાખશે. મારી એક તરફ મારી મા છે અને બીજી તરફ મારો પ્રેમ. સમજાતું નથી કે હું કોનો સાથ આપું. પણ એનું દિલ કહે છે કે થોડી વાર માટે આદિત્ય ને ભૂલી જા અને તારી માં વિશે વિચાર. ક્રિષ્ના ચક્કર ખાવાનું નાટક કરે છે. આદિત્ય એને પૂછે છે કે તું ઠીક તો છે ને ?

જવાબ માં વીર કહે છે કે બિચારી બે દિવસ થી સાથે ભૂખી તરસી અને વગર સૂએ જંગલ માં ફરે છે. પણ આપણને ક્યાં કોઈ ની તકલીફ થી ફરક પડે છે ?

આદિત્ય કહે છે કે ઠીક છે. થોડી વાર આપણે આરામ કરી લઈએ. અને ત્રણેય જણા ઝાડ નીચે આરામ કરવા માટે બેસે છે. આદિત્ય અને ક્રિષ્ના બંને સુઈ ગયા હોય છે પણ વીર જાગતો હોય છે જે તૃત્યાસ્ત્ર છીનવાની તક શોધતો હોય છે. એટલા માં કુંભડી ત્યાં આવી પહોંચે છે અને વીર ને દૂર થી ઈશારો કરે છે અને પોતાની તરફ બોલાવે છે. વીર ઉભો થાય છે અને તેની પાસે જાય છે. એટલા માં ક્રિષ્ના ની પણ આંખો ખુલી જાય છે અને તે સુતા સુતા બધું નાટક જોવાનું વિચાર કરે છે અને એ તરફ ઝીણી આંખે જોઈ રહે છે.

કુંભડી :- આદિત્ય પાસે એ તૃત્યાસ્ત્ર છે. જલ્દી થી એ લઈ ને આવ અને મારી સાથે ચાલ.

વીર :- હા, પણ એ તો બ્રધર ના હાથ માં છે. હું એને કઇ રીતે લાવું ?

કુંભડી :- એ સૂતો છે. જા લઈ આવે એને ખબર પણ નહીં પડે. અમે લોકો એને હાથ ના લગાવી શકીએ એટલે તારે જ લઇ ને આવવું પડશે. જો એકવાર એનાથી વિક્રાલ નો વિનાશ થઈ ગયો તો એ અપવિત્ર થઈ જશે અને પછી કોઈ જ કામ નું નહિ રહે. પછી હું વિધિ ને જીવતી નહિ કરી શકું.

વીર આદિત્ય પાસે જાય છે અને ધીરે થી એના હાથ માંથી તૃત્યાસ્ત્ર સરકાવી લે છે અને લઈ લે છે અને ફરી પાછો કુંભડી પાસે જાય છે. આદિત્ય ની પણ આંખ ખુલી જાય છે પણ એ કાંઈ કરતો નથી અને જે થઈ રહ્યું છે એ ચાલવા દે છે. જેવો વીર કુંભડી પાસે તૃત્યાસ્ત્ર દેખાડવા માટે ધરે છે એની પહેલા જ આદિત્ય ધીરે થી પાછળ જાય છે અને પોતાનું ત્રિશુલ કાઢી ને કુંભડી ના ગળા પર રાખી દે છે જેના કારણે કુંભડી એક શક્તિ ના બંધન માં બંધાઈ જાય છે. એટલા માં વીર તરત જ બોલે છે, બ્રધર આને ના મારીશ. આ વિધિ ને જીવતી કરી દેશે. એને વચન આપ્યું છે.

આદિત્ય :- ના વીર, આ ખોટું બોલે છે. આ એક વિક્રાલ ની ચાલ છે. સાચું બોલ કુંભડી વીર ને નહિ તો અત્યારે જ તને જાન થી મારી નાખીશ.

કુંભડી :- મને મારશો નહિ. હું જણાવું છું. મને વિક્રાલે મોકલી છે તૃત્યાસ્ત્ર છીનવા માટે.

વીર :- અને વિધિ ?

કુંભડી :- એ તો મરી ગઈ છે. એને હું જીવતી ના કરી શકું.

આદિત્ય :- જોયું વીર, મેં સાચું જ કહ્યું હતું ને. હવે વિક્રાલ કઈ જગ્યાએ છે એ જણાવ મને.

કુંભડી :- જો હું કહીશ તો એ મને મારી નાખશે.

આદિત્ય :- તો હું શું તને છોડી દઈશ ? હું પણ મારી નાખીશ જો તું મને નહિ જણાવે તો.

કુંભડી :- અહીંયા જંગલ ની પેલે પાર પહાડો માં એક કિલ્લો છે જે હજારો વર્ષ જૂનો છે. જ્યાં ચકલુય ફરકતું નથી. ત્યાં જ એનું સામ્રાજ્ય છે.

વીર :- બ્રધર, આને બહુ મોટો દગો કર્યો છે આપણી સાથે. આને જીવતી રહેવાનો કોઈ હક નથી. મારી નાખ આને. ( ક્રિષ્ના આ બધું દૃશ્ય જોઈ રહી હોય છે. જેવો આદિત્ય કુંભડી ને મારવા માટે જાય છે તરત જ ક્રિષ્ના જોર થી બૂમ પાડે છે. જેના કારણે આદિત્ય કુંભડી ને છોડી ને ક્રિષ્ના તરફ જુએ છે અને એ જ સમયે કુંભડી તક નો લાભ લઇ ને ગાયબ થઈ જાય છે. કુંભડી વિક્રાલ પાસે પાછી જાય છે. કુંભડી ની અસફળતા અને વિક્રાલ નું સરનામું જણાવવાની મુર્ખતા ને કારણે બનેલી ભૂલ થી વિક્રાલ રોષે ભરાય છે અને ત્યાં જ કુંભડી ને મારી નાખે છે. આદિત્ય વીર પાછા જાય છે અને ક્રિષ્ના જણાવે છે કે અહીંયા એક ડાયન હતી. મારા પર હુમલો કરવા જતી હતી. એટલે હું ડરી ગઈ. આદિત્ય અને વીર આજુ બાજુ જુએ છે પણ ક્યાંય કોઈ જ દેખાતું નથી. ક્રિષ્ના હવે મન માં નક્કી કરી લે છે કે બહુ થયું આ બધું. હવે હું આદિત્ય ને વધુ હેરાન નહિ કરી શકું. હું અને મારી મા ભલે એક ડાયન છીએ અને ભલે અમને અમારા કર્મો ની સજા મળે. પણ હું આદિત્ય ને એની સજા નહિ ભોગવવા દવ. હું આદિત્ય ને બધું જ જણાવી દઈશ. પણ વીર સામે બધું કહેવું યોગ્ય નથી એટલે મારે આદિત્ય ને એકલા હોય ત્યારે જ જણાવવું પડશે. ક્રિષ્ના આદિત્ય સામે રડવા લાગે છે અને કહે છે. મારે હવે અહીંયા નથી રહેવું. મારે હવે પાછું જવું છે. મને માફ કરી દો હવે હું તમારી સાથે આગળ નહિ ચાલી શકું. હું જાવ છું અહીંયા થી. આદિત્ય કહે છે કે સારું વીર, એક કામ કર. ક્રિષ્ના ને જંગલ ની બહાર ના રસ્તા પર છોડી આવ. ત્યાં થી એને કોઈક વાહન મળી રહેશે. પણ ક્રિષ્ના કહે છે કે આદિત્ય, મને વીર નહિ તમે જ મને મુકવા માટે આવો. આદિત્ય કહે છે કે ઠીક છે હું આવું છું. તે વીર ને થોડી રાહ જોવા માટે કહે છે અને પોતે ક્રિષ્ના સાથે આગળ જાય છે. રસ્તા માં આગળ જતાં જ ક્રિષ્ના નો પગ લપસી જાય છે અને તે પડી જાય છે જેના કારણે તેના પર્સ માંથી એનો અરીસો બહાર નીકળી જાય છે. આદિત્ય ક્રિષ્ના નો હાથ પકડે છે અને એને ઉભી કરે છે. ફરી વાર બંને ની નજર મળે છે અને એક થાય છે. આદિત્ય અરીસો ઉઠાવે છે અને એની નજર અરીસા પર પડે છે. આદિત્ય એમાં જુએ છે અને તરત એ અરીસો ક્રિષ્ના ને પાછો આપી દે છે. બંને આગળ ચાલતા થાય છે. લગભગ 2 કી.મી. ચાલ્યા બાદ જંગલ નો વિસ્તાર પૂરો થાય છે અને રોડ ચાલુ થાય છે. આદિત્ય ક્રિષ્ના ને કહે છે કે હવે અહીંયા થી તને જગતપુરા જવા માટે બસ મળી જશે. અત્યાર સુધી તે મારો સાથ આપ્યો એ માટે તારો ખૂબ આભાર. હવે ફરી પાછા જગતપુરા માં મળીશું. આદિત્ય ક્રિષ્ના ની આંખો માં જોઈ રહે છે. બંને ની આંખો એકબીજા ને કાંઈક કહે છે. આદિત્ય પોતાની નજર ઝુકાવી લે છે અને પાછળ ફરવા માટે જાય છે. આદિત્ય જેવો પાછળ વધવા માટે જાય છે કે તરત જ ક્રિષ્ના આદિત્ય નો હાથ પકડી લે છે અને એને રોકી રાખે છે.

ક્રિષ્ના :- પાછા ના જશો આદિત્ય, વિક્રાલ તમને મારી નાખશે.

આદિત્ય :- ચિંતા કરવાની જરૂર નથી. મારી પાસે વિક્રાલ ને મારવા માટે નું સાધન છે. આ તૃત્યાસ્ત્ર. ત્યાં સુધી એ મારું કાંઈ નહિ બગાડી શકે.

ક્રિષ્ના :- હા, પણ એને જ છીનવા માટે એણે એક સૌથી મોટી રમત રમી છે. જેમાં એક મહોરો છે.

આદિત્ય :- તને કેવી રીતે ખબર છે આ વાત ?

ક્રિષ્ના :- કારણ કે....( ક્રિષ્ના આગળ બોલતી અટકી જાય છે અને ફક્ત આદિત્ય ની આંખો માં જોઈ રહે છે )

આદિત્ય :- કારણ કે એ રમત નો મહોરો તું જ છે. મને ખબર છે ક્રિષ્ના કે તું એક ડાયન છે. મેં તારું અસલી રૂપ ત્યારે જ જોઈ લીધું હતું જ્યારે તું મારી સાથે પહેલી વાર સવાર મા ગાડી મા બેઠી હતી. ગાડી ના કાચ માં જ મેં તને એક ડાયન ના રૂપ માં જોયેલી હતી. અને બીજી વાર જ્યારે જંગલ માં તારો અરીસો પડી ગયો ત્યારે પણ તને પાછા આપતી વખતે મેં એમા પણ તારું રૂપ જોયું હતું. મને ત્યારે જ સમજાઈ ગયું હતું કે તું વિક્રાલ ની એક રમત નો મહોરો છે જે મને રોકવા માટે મારા રસ્તા માં મુકવામાં આવ્યો છે.

ક્રિષ્ના :- તમને ખબર જ હતી કે હું એક ડાયન છું અને તમને રોકવા માટે આવી છું તો પણ તમે મને રોકી કેમ નહિ. મને મારી કેમ નહિ ?

આદિત્ય :- કારણ કે.......

To be Continued.....

Facebook :- m.facebook.com/ansh.gajjar.52

Email :- anandgajjar7338@gmail.com

W.app :- 7201071861

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED