Trutya : paachhala janm no badlo -4 books and stories free download online pdf in Gujarati

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૪

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૪

( ગયા ભાગ માં આપણે જોયું કે આદિત્ય ને અગોચર શક્તિ જકડી રાખે છે અને બે રાત એના પર અત્યાચાર કરે છે અને આદિત્ય ને ધમકી આપે છે કે તારે અહીંયા જ રહેવું પડશે અને ભાગવાનો પ્રયત્ન ના કરતો નહિ તો બહુ જ ખરાબ થશે. આદિત્ય સમીર ને બધી વાત કરે છે પણ સમીર આખી વાત ને મજાક માં લઇ લે છે અને હસી કાઢે છે. બીજા દિવસે આદિત્ય બજાર માં એક છોકરી ને જોવે છે અને તેને એ છોકરી બહુ જ ગમી જાય છે. આદિત્ય રાતે સુવા જાય છે તયારે એને છોકરી નો જ ચહેરો દેખાય છે અને એના જ વિચારો આવે છે. આદિત્ય જ્યારે સુવા માટે પોતાની આંખો બંધ કરે છે તયારે સપના માં તે હવેલી દેખાય છે જાણે એને કોઈ મદદ માટે બુમો પાડતું હોય તેવું લાગે છે. )

હવે આગળ....

આદિત્ય ને આવા સપના આવતા તે જાગી જાય છે અને તેને પરસેવો વળવા માંડે છે. તેની મૂંઝવણો વધવા માંડે છે કે આ બધું એની સાથે શુ થઈ રહ્યું છે અને તે આમાં કેમ ફસાયો છે. આવા વિચારો સાથે તે પાણી પીવે છે અને સુઈ જાય છે. સવાર માં ઉઠતા જ આદિત્ય ને પેલી છોકરી વિશે વિચાર આવે છે અને તે સમીર ને લઈ ને ફરી બજાર માં નીકળી પડે છે. તે ગામ ના ચોરે જઇ ને બેસી જાય છે. અને છોકરી ની રાહ જોવે છે. થોડી વાર થતા તે છોકરી ત્યાં થી નીકળે છે અને આદિત્ય અને સમીર તેનો પીછો કરે છે અને તેના ઘર સુધી જાય છે. આદિત્ય ને હવે એનું ઘર મળી જાય છે અને એના માટે એક રસ્તો મળી જાય છે. બપોરે ફરીવાર આદિત્ય એકલો જાય છે એની ઘર ની બાજુ. તે છોકરી ઘર ની બહાર એની બહેનપણીઓ સાથે રમતી હોય છે. બંને ની નજર મળે છે અને આદિત્ય એની સામે જોઈ ને હળવું સ્મિત આપે છે અને તે છોકરી શરમાઈ જાય છે. હવે આદિત્ય ખુશ થઈ જાય છે તેની નજર ત્યાં બહાર રમતા એક નાના છોકરા પર પડે છે અને અચાનક તેને મન માં કાંઇક વિચાર આવે છે. તે બાજુ ની દુકાન માં જય છે અને ત્યાંથી એક ચોકલેટ ખરીદે છે. તે છોકરા ને ઈશારો કરી ને ચોકલેટ દેખાડે છે અને પોતાની પાસે બોલાવે છે. તે દોડી ને આદિત્ય પાસે જાય છે અને ચોકલેટ લેવા માટે હાથ લાંબો કરે છે. આદિત્ય નીચું નમી ને એના કાન માં કશુંક પૂછે છે...અને એના જવાબ માં પેલો છોકરો ધીમે થી આદિત્ય ના કાન માં "ક્રિષ્ના" કહે છે અને આદિત્ય ખુશ થઈ ને ચોકલેટ આપે છે અને નાનો છોકરો પોતાનું ઇનામ લઇ ને ચાલ્યો જાય છે. આદિત્ય ફરી વાર ક્રિષ્ના સામે જોવે છે અને એની સામે હસે છે અને આ વખતે ક્રિષ્ના પણ એનો જવાબ એક સરસ હાસ્ય થી આપે છે. આદિત્ય ખૂબ ખુશ થઈ જાય છે અને ત્યાં થી ચાલ્યો જાય છે અને ઘરે જઈ ને સમીર ને બધી વાત કરે છે. સાંજે ફરીવાર બન્ને ભાઈઓ ચોરા પર જઈ ને બેસી જાય છે અને ક્રિષ્ના ની રાહ જોવે છે. થોડી વાર પછી ક્રિષ્ના ત્યાં થી નીકળે છે અને હવે આદિત્ય એકલો તેની પાછળ પાછળ જાય છે. તેના ઘર પહેલા એક શેરી આવે છે જ્યાં થોડો રસ્તો બહુ સૂમ-સામ હોય છે અને કોઈ આવતું જતું નથી હોતું. ક્રિષ્ના ને પણ ખબર પડી જાય છે કે આદિત્ય એની પાછળ આવે છે પણ એ કાંઈ બોલતી નથી. આદિત્ય તેને ધીમે થી બોલાવે છે અને ક્રિષ્ના પાછળ ફરી ને જોવે છે. ક્રિષ્ના ઉભી રહી જાય છે.

આદિત્ય :- હૅલ્લો.... મારુ નામ આદિત્ય છે.

ક્રિષ્ના :- સરસ...મારુ નામ ક્રિષ્ના છે...

આદિત્ય :- (મને ખબર છે - મન માં) હું અહીંયા આ ગામ માં નવો નવો આવ્યો છું મારા મિત્ર ના ઘેર વેકેશન કરવા..અને અહીંયા મારુ બીજું કોઈ મિત્ર નથી..શુ તમે મારા મિત્ર બનશો ?

ક્રિષ્ના :- હા...બની શકું પણ અમારા ગામ માં છોકરીઓ સાથે મિત્રતા કરવાની પરવાનગી નથી એટલે જરા ધ્યાન રાખજો.

આદિત્ય :- ઓહ...એવું છે...પણ કેમ આવું ?

ક્રિષ્ના :- એ તો મને પણ નથી ખબર કારણ પણ આવા નાના ગામડા માં આવું બધું ના શોભે. સારું ચાલો હું જાવ છું કોઈ જોઈ જશે તો મમ્મી બોલશે.

આદિત્ય :- સારું...પછી મળીશું...bye..

ક્રિષ્ના :- ok bye..

આદિત્ય તો રાજી - રાજી થતો ત્યાં થી નીકળી જાય છે અને સમીર ને જઈ ને ભેટી પડે છે.

સમીર :- શુ થયું ભાઈ કેમ આટલો બધો ખુશ થઈ ગયો...?

આદિત્ય :- તારી ભાભી એ ફ્રેન્ડશીપ માટે હા પાડી દીધી...

સમીર :- ઓહ..ભાભી..... Congratulations... ચાલ હવે પાર્ટી આપ પાણીપુરી ની.

આદિત્ય :- સારું ચાલ..

અને બંને ભાઈ ઓ પાણીપુરી ખવા જાય છે. રાતે જમી ને ફરીવાર આદિત્ય સુવા માટે જાય છે અને પેલા ક્રિષ્ના ના વિચારો માં ખોવાઈ જાય છે.જ્યારે તે સુવા નો પ્રયત્ન કરે છે ત્યારે ફરીવાર એને એ જ હવેલી દેખાય છે અને ગઈ કાલે રાતે જોયેલા એ જ બધા દૃશ્યો દેખાય છે. એના થી રહેવાતું નથી હવે એ વિચારે છે કે સમીર ને વાત કરવી પડશે અને કંઈક નિકાલ લાવવો પડશે એ રાહ જોવે છે કે સવાર પડે એટલે વાત અને સુઈ જાય છે. સવાર માં આદિત્ય સમીર ને બધી વાત કરે છે અને કઈ પણ રીતે આનો ઉકેલ લાવવાનું કહે છે.

સમીર :- જો આટલી બધી તકલીફ હોય તો આપણે કાંઈક કરવું જ પડશે. એક કામ કર ભાઈ હવેલી ની પાછળ વાળા જંગલ માં એક અઘોરી છે. મેં એવું સાંભળ્યું છે..આપણે બંને એની પાસે જઈએ ત્યાં જરૂર કોઈક ઉપાય મળી જશે..

બંને મિત્રો સાંજે જંગલ માં જાય છે. જંગલ નું વાતાવરણ જોઈ ને બીક લાગે એવું હોય છે. ચારે બાજુ ઘોર અંધકાર અને એક દમ શાંત. ભલ - ભલા માણસો ડરી જાય એવું વાતાવરણ હતું. બંને અંદર સુધી જાય છે અને જંગલ માં વચ્ચે જતા તેમની નજર પડે છે. અઘોરી ધ્યાન ની સ્થિતિ માં બેઠો હોય છે તે સંપૂર્ણ પણે ધ્યાન માં ખોવાયેલો હોય છે. તેનો દેખાવ એક દમ ભયાનક હતો. માથા પર ભભૂતિ લગાવેલી હોય છે અને અર્ધ નગ્ન હોય છે. શરીર પર એક નાના એવા લંગોટ સિવાય કોઈ જ કપડું હોતું નથી. વાળ લાંબા - લાંબા અને શંકર ભગવાન ની જેમ જટા બાંધેલી હોય છે. શરીર પર પણ બધે ભભૂતિ લગાવેલી અને કેટલાય દિવસ થી સ્નાન ના કર્યું હોય અને જે વાસ આવે એવી દુર્ગંધ એના શરીર માંથી આવતી હતી. તેની પાસે એક હવનકુંડ હોય છે જેમાં અગ્નિ પ્રગટી રહી હોય છે. બાજુ માં મરેલા માણસ ની ખોપડી પડેલી હોય છે. અને બાજુ માં એક કટોરો પડેલો હોય છે જેમાં માસ અને લોહી પડેલું હોય છે. પેલા બંને ભાઈઓ ના તો જોઈને જ હાજા ગગડી જાય છે. એમને થોડી વાર માટે તો લાગે છે કે આપણે આ ક્યાં આવી ગયા એમને લાગ્યું કે જાણે પોતે ક્યાંક ફસાઈ ગયા છે. એ બંને જઇ ને અઘોરી પાસે જઈ ને બેસી જાય છે. થોડી વાર પછી અઘોરી નું ધ્યાન તૂટે છે અને એ બંને ની સામે જોવે છે. અઘોરીને આખી વાત સમજાઈ જાય છે અને એ બંને સામે જોઈ ને ખડખડાટ હસી પડે છે. બંને ભાઈઓ આશ્ચર્યજનક રીતે જોઈ રહે છે. અને કાંઈક બોલવા જાય છે એની પહેલા જ અઘોરી બોલી ઉઠે છે.

અઘોરી :- મને ખબર છે તું કેમ આવ્યો છે. મને બધી જ ખબર છે તારે કાઈ જ કહેવાની જરૂર નથી.

આદિત્ય :- પણ બાબા આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે અને એનો ઉપાય શુ છે ?

અઘોરી :- એ તારી પાસે એના પાછલા જન્મ નો બદલો લેવા માગે છે. એ તને મારી નાખવા માંગે છે. એનો ઉપાય તો તને મળી જશે પણ એની માટે તારે પહેલા એ જાણવું પડશે કે તારો અને એની વચ્ચે નો શુ સંબંધ છે. આ આવનારી અમાસ ના દિવસે એ તને મારી ને એનો બદલો પૂરો કરવા માંગે છે અને એના માટે જ એની આત્મા હજી સુધી રખડી રહી છે. એને અત્યાર સુધી માં તારી પર કેટલી વાર હુમલો કર્યો છે ?

આદિત્ય :- ૨ વાર કર્યો છે. પણ છેલ્લા બે દિવસ થી એને કાઈ જ નથી કર્યું. છેલ્લા ૨ દિવસ થી તો ખાલી મને હવેલી નું દૃશ્ય જ દેખાય છે.

અઘોરી :- હા પણ એ હુમલા એને નથી કર્યા. એ હુમલા એને તારી આજુ બાજુ રહેલી આત્માઓ પાસે કરાવ્યા છે. જો એ પોતે તારી સામે આવ્યો હોત તો કદાચ તું જીવતો ના રહ્યો હોત. અને એ અમાસ ની રાત સુધી તારી સામે નહીં આવી શકે. કારણ કે એ અમાસ ની રાત સિવાય હવેલી ની બહાર નથી નીકળી શકતો. કારણ કે એની શક્તિ અમાસ ના દિવસ સિવાય વધતી નથી. અને તેની તાકાત તારા થી પણ વધારે છે એટલે તું એને પહોંચી શકે એમ નથી કારણ કે એ પોતે એક તૃત્યા છે.

આદિત્ય :- પણ એ મારી જ પાછળ કેમ પડ્યો છે અને એને હું કેવી રીતે મારી શકું ?

અઘોરી :- તારો અને એનો બંને નો પાછલા જન્મ નો વેર છે. અને એ જાણવા માટે તારે તારો પાછળ નો જન્મ યાદ કરવો પડશે.

આદિત્ય :- પણ હું મારો પાછળ નો જન્મ યાદ કઈ રીતે કરું ?

અઘોરી :- તારે યાદ કરવાની જરૂર નથી. હું તને કહું છું તારા જન્મ વિશે... સાંભળ......

To be Continued.....

★ આદિત્ય નો તૃત્યા સાથે શુ સંબંધ છે ?

★ શુ આદિત્ય અને તૃત્યા નો બદલો પૂરો થશે ?

★ શુ આદિત્ય અને ક્રિષ્ના નો સંબંધ આગળ વધશે ?

આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો તૃત્યા ના અનેક ભાગો આનંદ ગજ્જર સાથે..

તમે તમારા પ્રતિભાવો મને ૭૨૦૧૦૭૧૮૬૧ - વોટ્સએપ અથવા anandgajjar7338@gmail.com પર મોકલી શકો છો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED