Trutya : paachhala janm no badlo -3 books and stories free download online pdf in Gujarati

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૩

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૩

( પાછળ ના ભાગ માં આપણે જોયું કે આદિત્ય સમીર પાસે જાય છે. તે ગામ ની હવેલી, રસ્તાઓ વગેરે જોવે છે અને તેને લાગે છે કે તેને આ બધું ક્યાંક જોયેલું છે. આદિત્ય સમીર ના ઘરે જઈને તેના મમ્મી ને મળે છે અને સમીર અને આદિત્ય ગામ માં ફરવા માટે જાય છે. રાતે બધા જમી ને સુઈ જાય છે. અડધી રાત્રે આદિત્ય ની ઊંઘ ખુલતા તેને ઝાંઝરી નો અવાજ સંભળાય છે. તે બહાર જાય છે પણ તેને કાઈ મળતું નથી. જેવો આદિત્ય પાછો આવી ને સુવા જાય છે કે તેના પર કોઈ હુમલો કરે છે...)

હવે આગળ....

અચાનક જ આદિત્ય પર હુમલો થતા તે હેબતાઈ જાય છે. તેના હાથ - પગ જકડાઈ જાય છે. આદિત્ય ને લાગે છે કે જાણે કોઈ એ સાંકળ થી તેના હાથ પગ બાંધી દીધા છે. આદિત્ય નો અવાજ તેના ગળા માં જ રૂંધાઇ જાય છે. તે છૂટવાનો ઘણો બધો પ્રયત્ન કરે છે પણ કાઈ કરી શકતો નથી. તે અજાણી શક્તિ તેની છાતી પર ચડી ને બેસી જાય છે. આદિત્ય એ શક્તિ સામે લાચાર બની જાય છે. આદિત્ય ને લાગે છે જાણે હમણાં તેનો જીવ જતો રહેશે અને તે મરી જશે. આદિત્ય પોતાની આંખ ખોલે છે અને જુએ છે તો તેની સામે કોઈ જ દેખાતું નથી. આદિત્ય એકલો જ પોતાની સામે લડી રહ્યો હોય છે. આદિત્ય ને હવે પુરે પૂરો વિશ્વાસ આવી જાય છે કે પોતે ગમે તેટલું બળ કરે પણ આ શક્તિ ની પકડ માંથી છૂટવાનો નથી. અને આદિત્ય હાર માની ને એ જ હાલત માં પડ્યો રહે છે. થોડી વાર પછી આદિત્ય ને કાન માં શબ્દો સંભળાય છે...." તું અહીંયા આવ્યો છે તો તારી મરજી થી... પણ તારી મરજી થી અહીંયા થી જઇ નહિ શકે..ભૂલ થી પણ કોઈ મુર્ખામી ના કરતો અને અહીંયા થી ભાગવાનો પ્રયત્ન ના કરતો.....તારે તારો બદલો ચૂકવવો જ પડશે...."

આટલું બોલી ને પેલી શક્તિ ત્યાં થી જતી રહે છે. આદિત્ય ના શરીર પર આવેલું બધું જ દબાણ ઓછું થઈ જાય છે અને આદિત્ય અશક્ત હાલત માં ત્યાં જ પડ્યો રહે છે. તેના હાથ - પગ દુઃખ તા હોવા ના લીધે તેને ઘેન આવી જાય છે. અને તે સુઈ જાય છે. સવારે આદિત્ય ઉઠે છે અને ઉઠતા વેંત જ તે સમીર પાસે જાય છે અને તેને રાતે થયેલી આખી ઘટના જણાવે છે.

સમીર :- અરે ભાઈ..શુ તું પણ સવાર સવાર માં મજાક શરૂ કરી દે છે ?

આદિત્ય :- સમીર હું મજાક નથી કરી રહ્યો. હું સાચું બોલી રહ્યો છું.

સમીર :- લાગે છે કે તને ગઈ કાલે પેલી બારણાં વારી વાત અને શેરી ના ભૂત - પ્રેત ની વાતો સાંભળી ને ભ્રમ થયો છે. તું નાહક નો ડરે છે. તું ખોટી ચિંતા ના કર અને અહીંયા આવ્યો છું તો તારું વેકેશન એન્જોય કર. ખોટા આવા ભૂત - પ્રેત ના લફડા માં પડી ને તારો સમય ના બગાડીસ. આવું કાઈ જ હોતું નથી આ દુનિયા માં...

આવું બોલી ને સમીર આદિત્ય ની વાતો ટાળી દે છે અને આદિત્ય ને ફ્રેશ થવાનું કહે છે. બંને જણા તૈયાર થઇ જાય છે અને સમીર ના મિત્રો ને મળવા માટે જાય છે. આદિત્ય પણ સમીર ના મિત્રો ને મળી ને ખૂબ ખુશ થાય છે અને તેને પણ અહીંયા નવા મિત્રો મળી જાય છે. અને પછી બધા મિત્રો સાથે મળી ને ગામ માં ફરવા માટે જાય છે . બધા ગામ માંથી ફરી ને ઘરે આવે છે ત્યાંરે જમવાનો સમય થઇ ગયો હોય છે. અને બધા જમવા બેસી જાય છે. જમી ને સમીર, એના મમ્મી અને આદિત્ય વાતો કરી રહ્યા હોય છે અને એવા માં આદિત્ય ને લાગે છે કે એની પાછળ કોઈ ઉભું છે. આદિત્ય વાતો - વાતો માં પાછળ તરફ નજર ફેરવી લે છે પણ તેને ત્યાં કોઈ દેખાતું નથી. મોડી રાત થઈ ગઈ હોવાથી બધા લોકો સુઈ જવા નો નિર્ણય લે છે. અને બધા લોકો સુવા માટે જાય છે. આજે આદિત્ય થોડી હિમ્મત કરે છે અને એકલા સુવા નો નિર્ણય કરે છે.

આદિત્ય :- ( આજે તો જે થવું હોય એ થાય પણ આજે તો હું એકલો જ સૂઇશ. શુ કરી લેશે એ મારું ? વધુ માં વધુ તો મને હેરાન કરશે અથવા નુકશાન કરશે. પણ આજે તો હું નહિ ડરું. આજે તો હું એનો સામનો જ કરીશ. )

સમીર, આજે હું એકલો મેડી પર સૂઇશ. તું આજે નીચે સુઈ જજે.

સમીર :- કેમ ભાઈ આજે તારે મેડી પર સૂવું છે ? અને એ પણ એકલા ?

આદિત્ય :- કાઈ નહિ.....ખાલી એમ જ.....

સમીર :- સારું...સારું...વાંધો નહિ સુઈ જા બસ...

આદિત્ય ઉપર સુવા માટે જાય છે. રાત ના 2 વાગ્યા હોય છે પણ આદિત્ય હજી સુધી જાગતો હોય છે. આદિત્ય પોતાની પથારી માંથી ઊભો થાય છે અને મેડી પર થી ઉતરી ને નીચે તરફ પાણી પીવા માટે જાય છે અને સાથે - સાથે એ બહાને તપાસ પણ કરતો આવે છે કે સમીર જાગે છે કે સુઈ ગયો છે. સમીર ને ઘસઘસાટ ઊંઘતો જોઈ ને આદિત્ય પાછો આવે છે અને પોતાની પથારી માં આવી ને સુઈ જાય છે. થોડી વાર થાય છે કે આદિત્ય ને ફરીવાર ઝાંઝરી નો અવાજ સંભળાય છે. આદિત્ય ઉભો થઇ ને મેડી ની બારી ખોલી નાખે છે અને આજુ બાજુ નજર કરે છે પણ તેને અંધારા સિવાય કંઈ દેખાતું નથી. આદિત્ય ને સંકેત મળી જાય છે અને ખબર પડી જાય છે કે હવે એની સાથે શુ થવાનું છે. તે ફરી પાછો આવી ને પોતાની પથારી માં સુઈ જાય છે. થોડી વાર થાય છે કે આદિત્ય ના શરીર પર વજન વધી જાય છે. તેની છાતી પર વજન આવવા લાગે છે અને એને છાતી માં દુખાવો થવા લાગે છે. તેને લાગે છે કે કોઈ એ તેના પગ પકડી ને સીધા અને ટટ્ટાર કરી દીધા અને એટલા મજબૂતી થી બાંધ્યા હોય કે હલી પણ ના શકે. એના બંને હાથ પકડાઈ ને સીધા ટટ્ટાર થઈ ગયા જમીન સાથે અડાડી દીધા. આદિત્ય હવે શવાશન ની સ્થિતિ માં આવી ગયો હતો. પણ આજે કોઈ પણ કિંમત માં આદિત્ય હાર માનવા ના મૂડ માં નહોતો. તે કોઈ પણ રીતે છુટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આદિત્ય ધરમ પછાડા કરી રહ્યો હતો પણ તેની સામે જીતી શકતો નહોતો. એટલા માં આદિત્ય ના કાન માં શબ્દો પડ્યા..." તું ભલે ગમે તેટલી મહેનત કરે પણ હજી તારા માં હિંમત નથી મને પહોંચવાની... હા.. હા... હા... હા... હા...."

હવે આદિત્ય થી રહેવાતું નહોતું. તે બોલવા માંગતો હતો.પણ બોલી શકતો નહોતો. એટલા માં ફરીવાર એ બોલ્યું...." બસ હવે ...થોડો સમય હજુ બાકી છે. પછી એનો બદલો પૂરો થઈ જશે..."

હવે આદિત્ય એ હિંમત એકઠી કરી અને બોલ્યો... " કોણ છે તું ? શું બગાડ્યું છે મેં તારું અને શું લેવા મને આમ હેરાન કરે છે ?

ફરી વાર એક અટ્ટહાસ્ય સર્જાયું અને જવાબ મળ્યો.." તૃત્યા.… હા.. હા. હા.. હા.. પાછલા જન્મ નો બદલો લેવા...."

અને આટલું બોલતા જ આદિત્ય ના શરીર પર નો વજન ઓછો થવા લાગ્યો. આદિત્ય નું શરીર બંધન માંથી મુક્ત થવા લાગ્યું. હવે આદિત્ય એ રાહત નો શ્વાસ લીધો. તેનું શરીર અકળાઈ ગયું હતું. એ એમ જ પડ્યો રહ્યો. તેને ધીમે - ધીમે પોતાની આંખો બંધ કરી અને ઊંઘ માં સરી પડ્યો. બીજા દિવસે આદિત્ય એ પોતાની આંખ ખોલી અને તેની સામે સમીર ઉભો હતો.સમીર બુમો પડી રહ્યો હતો.

સમીર :- ગુડ મોર્નિંગ, સાહેબ.બહુ ઊંઘયા હો તમે તો આજે. ઘડિયાળ માં જો ૧૧ વાગી ગયા. હવે જલ્દી તૈયાર થઈ જા. આપણે ગામ માં જવાનું છે થોડો સામાન ની ખરીદી કરવા માટે. આદિત્ય તૈયાર થઈ જાય છે અને બંને મિત્રો સામાન ની ખરીદી કરવા માટે નીકળી પડે છે. અને એમાં પણ આજે તો રવિવાર હતો એટલે બજાર માં વધારે જ ભીડ હતી. તે બંને એક દુકાન માં વસ્તુ ખરીદતા હોય છે કે અચાનક આદિત્ય ની બાજુ માં એક છોકરી આવી ને ઉભી રહે છે. આદિત્ય ની નજર એના પર પડે છે અને તે એકી ટશે એની સામે જોઈ રહે છે. એ દેખાવ માં એક અપ્સરા જેવી લાગી રહી હતી. ( મારા મિત્રો, તમને ખબર જ હશે કે અપ્સરાઓ દેખાવ માં કેવી લાગે છે. એટલા માટે હું એ છોકરી ના રૂપ નું વર્ણન કરવું જરૂરી નથી સમજતો.) સમીર પણ પોતાની આંખ ત્રાંસી કરી ને આદિત્ય સામે જુવે છે અને મનોમન મલકાય છે. તે પોતાના જ મન માં બોલી ઉઠે છે. ( લપસી પડ્યો આ તો....)

તે છોકરી પોતાનો સામાન ખરીદી ને ચાલવા લાગે છે પણ આદિત્ય પાછળ ફરી ને તેની સામે જુએ રાખે છે. સમીર તેની સામું જોવે છે અને બોલે છે. " ખૂબ સરસ પસંદ છે તારી.

આદિત્ય :- શુ તું પણ ચાલુ પડી જાય છે ગમે ત્યાં....અને શરમ થી નીચું જોઈ જાય છે.

બન્ને મિત્રો ઘરે જાય છે અને જમી ને બેસે છે. સાંજે ફરી એને ફરવા જવાનું મન થાય છે પણ એને જિજ્ઞાસા ફરવાની નહિ પણ પેલી છોકરી ને જોવાની હોય છે. અને આ વાત સમીર ને પણ સમજાઈ જાય છે. સમીર પણ તેને સપોર્ટ કરે છે અને બંને ફરવા નીકળી પડે છે. પણ અફસોસ કે બંને લોકો નિરાશ થઈ ને વીલા મોઢે ઘરે પાછા આવે છે. રાત્રે જમી ને આદિત્ય પોતાની પથારી માં સુવા માટે જાય છે. આદિત્ય પોતાની આંખો બંધ કરે છે પણ આજે તેને પોતા ની આંખો સામે પેલી છોકરી નો ચહેરો દેખાય છે. આદિત્ય ને લાગે છે કે તેને ખરેખર પહેલી નજરે નો પ્રેમ થઇ ગયો છે. ( મિત્રો, જ્યારે પહેલી નજરે નો પ્રેમ થાય છે તયારે તમને તમારા ક્રશ નો જ ચેહરો નજર આવે છે. ઉઠતા, જાગતા, બેસતા બધી જ જગ્યા એ તેનો જ ચેહરો નજર આવે છે. તમારા માંથી પણ મારા ઘણા બધા વાંચકો ને પહેલી નજરે નો પ્રેમ થયો હશે. એ લોકો ને ખબર જ હશે કે પહેલી નજરે ના પ્રેમ નો અનુભવ કેવો હોય છે. )

આદિત્ય પોતાની આંખ બંધ કરે છે અને સુવાનો પ્રયત્ન કરે છે. પણ આજે તેને અલગ જ સપના આવે છે. જગતપુરા આવતી વખતે બહાર જે હવેલી જોયેલી તે દેખાય છે. તેની અંદર નો નજારો દેખાય છે. એને એ હવેલી માં બુમો પડી ને મદદ કરવા માટે કોઈ બોલાવતું હોય એવો આભાસ થાય છે. અને તે ઝબકી ને જાગી જાય છે. અને આદિત્ય ઘડિયાળ માં જુએ છે તો ૨ ના ટકોરા વાગ્યા હોય છે. આદિત્ય ને લાગ્યું કે આજે પણ તેની સાથે ફરીવાર એ ઘટના ઘટવાની છે એટલે તે મજબૂત ઈરાદા થી સહન કરવા માટે તૈયાર થઈ જાય છે અને આંખો બંધ કરી દે છે.....

to be continued....

* આદિત્ય ને બજાર માં મળેલી છોકરી કોણ હતી ?

* આદિત્ય ના સપના માં આજે હવેલી નું દૃશ્ય કેમ આવી રહ્યું હતું ?

* શુ આજે આદિત્ય સાથે ફરીવાર એ જ ઘટના ઘટશે ?

* શુ આદિત્ય ને એનો પહેલી નજરે નો પ્રેમ મળશે ખરો ?

આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો તૃત્યા ના અનેક ભાગો આનંદ ગજ્જર સાથે..

તમે તમારા પ્રતિભાવો મને ૭૨૦૧૦૭૧૮૬૧ - વોટ્સએપ અથવા anandgajjar7338@gmail.com પર મોકલી શકો છો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED