Trutya - paachhala janm no badlo - 18 books and stories free download online pdf in Gujarati

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૮

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૮

( ગયા ભાગ માં આપણે જોયું કે અઘોરી આદિત્ય ને તૃત્યાસ્ત્ર ના સ્થાન વિશે માહિતી આપે છે. આદિત્ય પહેલા સ્થાન તરફ પહાડી વિસ્તાર માં જવા માટે નીકળી પડે છે એવા માં એની નજર સમક્ષ ક્રિષ્ના હાજર થાય છે. પહેલા તો આદિત્ય એના પર વિશ્વાસ કરવાનું ટાળે છે પછી ખાતરી થયા બાદ એને પોતાની સાથે રાખવાનું નક્કી કરે છે. આ બાજુ કુંભડી વીર ને પોતાની ચાલ માં ફસાવે છે અને આદિત્ય પાસે જઈ ને તૃત્યાસ્ત્ર મેળવવાનું કહે છે. કબ્રસ્તાન માં વીર અને આદિત્ય મળે છે અને બંન્ને સાથે મળી ને ત્રણેય ભાગો શોધવાનું નક્કી કરે છે. બહાર ઉભી રહેલી ક્રિષ્ના ની નજર સમક્ષ એક પડછાયો આવી ને ઉભો રહે છે. )

હવે આગળ......

બહાર પોતાની નજર સમક્ષ ઉભેલો પડછાયો જોઈ ને ક્રિષ્ના ચોકી જાય છે. અને એ સાથે જ સામે ઉભેલી વ્યક્તિ ક્રિષ્ના ને સવાલ પૂછે છે કે કયા જાય છે ભાગી ને ?

જવાબ માં ક્રિષ્ના જણાવે છે કે તમારી જ પાસે મારા માલિક. આ સાથે જ ક્રિષ્ના મનુષ્ય રૂપમાંથી એક ડાયન નું રૂપ ધારણ કરે છે. ( તમને લોકો ને નવાઈ લાગતી હશે ને કે વાર્તા એ અચાનક આટલો મોટો વળાંક કેમ લઈ લીધો. અને એ વાત ની પણ નવાઈ લાગતી હશે કે ક્રિષ્ના ખરેખર ડાયન છે ? જો એ ડાયન છે તો જગતપુરા માં શુ કરતી હતી ? આદિત્ય ની જિંદગી માં કેમ આવી હતી ? આ બધા જ પ્રકાર ના સવાલો તમારા મન માં ઉદભવતા હશે પણ તમને તમારા બધા જ સવાલો ના જવાબ મળી રહેશે. ત્યાં સુધી વાંચતા રહો આ વળાંક નો અનુભવ પણ એક અલગ જ પ્રકાર ની મજા છે ) અને આ સાથે જ ફરી અટહાસ્ય સાથે એ શખ્સ એટલે કે માર્કેશ બોલે છે.

માર્કેશ :- વાહ, આજે એ વાત સાબિત થઈ ગઈ કે કુંભડી એ એક ચાલાક ડાયન ને પેદા કરી છે.

ક્રિષ્ના :- અત્યારે તો આદિત્ય પણ મરી ગયો હશે.

માર્કેશ :- ખૂબ સરસ....એમના આવતા પહેલા જ મેં કબરો ના નામ બદલી કાઢ્યા હતા. હવે વિક્રાલ અને તૃતીયા રાજ ને કોઈ નો ખતરો નથી.

અને આ સાથે જ માર્કેશ ત્યાં થી જતો રહે છે.

***

આદિત્ય વીર ને કહે છે કે એ કબર કારનેલ સ્મિથ ની નહોતી પણ જ્હોન કાસ્ટલ ની હતી.

વીર :- તને કઈ રીતે ખબર પડી આ વાત ની ?

આદિત્ય :- જ્યારે એને હુમલો કર્યો ત્યારે એના કપડાં પર એક નેમ પ્લેટ હતી જેમાં એનું નામ લખ્યું હતું. એટલે અસલી કારનેલ સ્મિથ જ્હોન કાસ્ટલ ની કબર માં છે. હવે આપણે એને શોધવી પડશે અને બંને કબર શોધવા માટે નીકળી પડે છે અને અંતે એમને કબર મળી રહે છે. આદિત્ય કહે છે કે આ જ અસલી કબર છે કારનેલ સ્મિથ ની.

વીર :- અને આ પણ ના નીકળી તો ?

આદિત્ય :- ફરી એક ચાન્સ તો લેવો જ પડશે.

બંને જણા કબર ખોદવાનું શરૂ કરી દે છે. કબર માં થોડે અંદર ખોદતાં એમની નજર એક વાદળી રંગ ની પોટલી પર પડે છે જે બાંધી ને મુકેલી હોય છે. આદિત્ય એ પોટલી બહાર કાઢે છે અને ખોલે છે. જેમાં થી તૃત્યાસ્ત્ર નો પહેલો ભાગ નીકળે છે. બંને મિત્રો પહેલા ભાગ મળવાથી ખુશ થઈ જાય છે અને કબ્રસ્તાન ની બહાર તરફ રવાના થાય છે. વીર અને આદિત્ય બંને બહાર ગાડી તરફ જાય છે જ્યાં પહેલા થી જ ક્રિષ્ના એમની રાહ જોઇને ઉભી હોય છે. એ બંને ને જીવતા જોઈ ને ક્રિષ્ના ચોંકી જાય છે કે આવું શક્ય કઈ રીતે બને પણ પોતાની વાત પોતાના મન માં જ દબાયેલી રાખે છે અને કાઈ બોલતી નથી. આદિત્ય ક્રિષ્ના ને જણાવે છે કે આપણે જે વસ્તુ માટે અહીંયા આવ્યા હતા એ વસ્તુ મળી ગઈ છે. ત્રણેય જણા ગાડી માં પાછા બેસે છે અને આગળ તરફ રવાના થાય છે. સવાર નો પહોર થઈ ગયો હોય છે અને સૂર્યોદય થવાની તૈયારી જ હોય છે. ગાડી જંગલ ની બહાર નીકળે છે અને રોડ પકડે છે આગળ જતાં એક દુકાન આવે છે જ્યાં આદિત્ય ગાડી ઉભી રાખે છે. ત્રણેય જના ત્યાં બેસે છે અને ચા - પાણી કરવાનું વિચારે છે. ત્યાં બેસી ને આદિત્ય પોતાના ખીચા માં રહેલા મણકાઓ કાઢે છે અને ફરી વાર રુદ્રાક્ષ ની માળા બનાવવા લાગે છે અને જણાવે છે કે હવે આપણે તૃત્યાસ્ત્ર ના બીજા ભાગ માટે આગળ વધવું પડશે. વીર પૂછે છે કે એનો બીજો ભાગ ક્યાં રહેલો છે ? અને આદિત્ય જણાવે છે કે અહીંથી આગળ ના જંગલો માં વચ્ચે એક ૮૦૦ વર્ષ જૂનું વૃક્ષ છે પિશાચ વૃદ્ધકાલ જેના મૂળ માં રહેલો છે તૃત્યાસ્ત્ર નો બીજો ભાગ. પણ આપણે ત્યાં ધોળા દિવસે જવું પડશે કારણ કે રાત્રે એ જાગે છે અને દિવસે એ સુવે છે. અને આદિત્ય રુદ્રાક્ષ ની માળા પોતાના ગળા માં પહેરે છે. ત્રણેય જણા ફરી ગાડી માં જઈ ને બેસે છે અને વીર ગાડી ચાલુ કરી ને જવા દે છે. ગાડી થોડા સમય પછી એની મંઝિલ તરફ પહોંચી જાય છે અને જંગલ માં વચ્ચે ઉભી રહે છે. આદિત્ય પોતાના એક હાથ માં લાકડું પકડે છે અને ત્રણેય આગળ તરફ વધે છે. આગળ જતાં એમની નજર થોડે દુર રહેલા એક વિશાળ કાયા વાળા વૃક્ષ પર પડે છે જેના પર ઘણી બધી સંખ્યા માં ચામાચીડિયા રહેલા હોય છે. ત્રણેય ધીરે ધીરે આગળ વધે છે. આદિત્ય જણાવે છે કે જ્યાં સુધી આમને આપણા લોહી ની સુગંધ નહિ આવે ત્યાં સુધી આપણે સુરક્ષિત છીએ. ક્રિષ્ના આ સાંભળે છે અને એને પોતાનું કર્તવ્ય નું પાલન કરવાનો વિચાર આવે છે. તે એ બંને થી થોડી પાછળ તરફ જાય છે અને હાથે કરી ને નીચે જમીન પર પડે છે અને પોતાનું માથું ભટકાડે છે જેના કારણે એના કપાળ માંથી લોહી નીકળી જાય છે અને એ જોર થી એક ચીસ નાખે છે. એ સાથે જ આદિત્ય ની નજર પાછળ તરફ પડે છે અને ઝાડ પર ના બધા ચામાચીડિયા ઉડવા લાગે છે અને ક્રિષ્ના તરફ જવા લાગે છે. આદિત્ય ચામચીડિયાં નું ઉડી ને ક્રિષ્ના તરફ જવા નું કારણ સમજી જાય છે. ક્રિષ્ના ઉભી થાય છે અને ચામાચીડિયા ને પોતાની તરફ આવતા જોઈ ને ભાગવા લાગે છે. આદિત્ય પણ એ બાજુ દોડે છે અને રસ્તા માં એક ઝાડ આવતા આદિત્ય પોતાની હથેળી એના પર ઘસી ને ભટકાડે છે જેના કારણે એને હથેળી પર થોડી ઇજા થાય છે અને લોહી પણ નીકળે છે. આગળ ભાગતા ભાગતા ક્રિષ્ના ફરી વાર પડી જાય છે જે તક નો લાભ લઇ ને આદિત્ય પણ ક્રિષ્ના પાસે જઈ ને એની આગળ ઉભો રહી જાય છે અને પોતાનો હાથ ઊંચો કરી ને પોતાની તરફ આવતા ચામાચીડિયાઓ ને દેખાડે છે જેના પર લોહી હોય છે. ચામાચીડિયાઓ આદિત્ય ની નજીક આવી ને ઉભા રહી જાય છે કારણ કે આદિત્યએ પહેરેલી રુદ્રાક્ષ ની માળા ને કારણે તે આદિત્ય નું કાંઈ બગાડી નથી શકતા અને અંતે ત્યાંથી પાછા ફરી જાય છે. એટલા માં વીર પણ દોડતો - દોડતો ત્યાં આવી પહોંચે છે. ક્રિષ્ના ફક્ત આદિત્ય ની સામું જોઈ રહે છે અને મન માં વિચારે છે કે આદિત્ય કેટલો સારો છે જે મારા માટે પોતાનો જીવ જોખમ માં મૂકી દેવા તૈયાર છે અને હું એને મારવા માટે....છતાં પણ મને કેમ એની ચિંતા થાય છે..… કેમ હું એને કોઈ તકલીફ આપતા ડરું છું ?

એટલા માં આદિત્ય ક્રિષ્ના ને પોતાનો હાથ આપે છે અને એને ઉભી કરે છે. વીર પોતાનો રૂમાલ કાઢી ને આદિત્ય ને હાથ પર બાંધી આપે છે અને ક્રિષ્ના પણ પોતાના રૂમાલ થી પોતાનો ઘાવ સાફ કરી નાખે છે. ત્રણેય જણા વૃદ્ધકાલ તરફ આગળ વધે છે. આદિત્ય એમને સમજાવે છે કે થોડો પણ અવાજ ના કરતા અને એમની નજર પડે છે જ્યાં વૃદ્ધકાલ એક મોટા અને કદાવર ચામાચીડિયા રૂપે લટકીને સૂતો હોય છે. આદિત્ય એની નજીક જાય છે અને વૃક્ષ ના મૂળ પાસેની બખોલ માં હાથ નાખીને તૃત્યાસ્ત્ર નો બીજો ભાગ બહાર કાઢવા માટે જાય છે. પણ ક્રિષ્ના પણ મજબૂર હોય છે એ આદિત્ય ને કોઈ પણ જાત નું નુકશાન પહોંચાડવા નથી માંગતી છતાં પણ કોઈ મજબૂરી ને કારણે તેને આવું કરવું પડતું હોય છે. તેને કોઈ પણ ભોગે આદિત્ય ને પાછો પાડવો હોય છે. તે ફરીવાર વૃદ્ધકાલ ને જગાડવા માટે એક જોર થી ચીસ પાડે છે. આદિત્ય પાછળ ફરી ને જોવે છે અને તરત જ ક્રિષ્ના જણાવે છે કે અહીંયા એક મોટો સાપ હતો જેના કારણે તે ડરી ગઈ. ક્રિષ્ના ની ચીસ ના કારણે વૃદ્ધકાલ જાગી જાય છે અને ચામાચીડિયા માંથી વૃદ્ધ મનુષ્ય નું રૂપ ધારણ કરી ને નીચે આવે છે અને એમની સામે આવી ને ઉભો રહે છે.

વૃદ્ધકાલ :- કોણે જગાડ્યો મને ? મારી ઊંઘ તોડવાની હિંમત કોને કરી ?

આદિત્ય :- ક્ષમા કરો મહારાજ, અમારો ઈરાદો તમારી ઊંઘ બગાડવાનો નહોતો.

વૃદ્ધકાલ :- મારી ઊંઘ બગડી છે તમારા કારણે, હવે એક એક કરી ને ત્રણેય ને મારીશ.

વીર :- પણ અમે તો ફક્ત તૃત્યાસ્ત્ર નો ભાગ લેવા આવ્યા છીએ.

વૃદ્ધકાલ :- ઓહ , તો તમે તૃત્યાસ્ત્ર માટે આવ્યા છો.

આદિત્ય :- હા, જો તમે લઈ જવા દો તો.

વૃદ્ધકાલ પોતાનો હાથ લાંબો કરી ને ઝાડ ના મૂળ માં નાખે છે અને એમાંથી તૃત્યાસ્ત્ર નો ભાગ બહાર કાઢે છે. જે લાલ રંગ ની પોટલી માં વીંટળાયેલો હોય છે. વૃદ્ધકાલ ક્રિષ્ના ને જોવે છે અને એ સાથે જ એને ઓળખી જાય છે અને તરત જ એનું ગળું પકડી લે છે અને કહે છે.

વૃદ્ધકાલ :- હું ઘરડો છું પણ એટલો મૂર્ખ નથી કે તમને આ તૃત્યાસ્ત્ર નો ભાગ આપી દવ. જો હું તમને આપી દઈશ તો વિક્રાલ મારુ ગળું કાપી ને આ ઝાડ પર ઊંધું લટકાડી દેશે. હવે હું ત્રણેય ને એક એક કરી ને મારીશ. સૌથી પહેલા તો આ......( વૃદ્ધકાલ હજી ક્રિષ્ના નું નામ લેવા જ જાય છે એટલા મા આદિત્ય પાછળ થી તેની પીઠ પાછળ અણીવાળું લાકડી ખોસી દે છે જેના કારણે વૃદ્ધકાલ ત્યાં જ સળગીને મૃત્યુ પામે છે અને આત્મા રૂપે ગાયબ થઈ જાય છે તથા તેના હાથ માંથી પોટલી પડી જાય છે. ક્રિષ્ના આદિત્ય ને થેન્ક યુ કહે છે તેનું જીવન બચાવવા માટે કે જો આજે તમે ના હોત તો વૃદ્ધકાલ મને મારી જ નાખત. આદિત્ય એને જવાબ માં કહે છે કે તું મારી જવાબદારી છે અને હું તને કાંઈ નહિ થવા દવ. આ સાંભળી ને વીર પણ મનમાં બોલી ઉઠે છે કે વિધિ પણ આપણી જવાબદારી જ હતી. તો પણ શું થયું એની સાથે ? બસ ખાલી હવે આનો ત્રીજો ભાગ મળી જવા દે. વીર પોટલી ઉઠાવે છે અને એમાં થી બીજો ભાગ કાઢે છે. આદિત્ય એ ભાગ ને પહેલા ભાગ સાથે જોડે છે જેના કારણે અડધું તૃત્યાસ્ત્ર નું નિર્માણ થાય છે અને ત્રણેય ખુશ થઈ જાય છે.

આદિત્ય :- હવે ફક્ત ૫૫ ડાયનો ના હાડકાં થી બનેલો તૃત્યાસ્ત્ર નો ત્રીજો અને છેલ્લો ભાગ.

ક્રિષ્ના :- એ ત્રીજો ભાગ કઈ જગ્યા એ મળશે ?

આદિત્ય :- ડાયનો ની મહારાણી તમસ્વીની પાસે. અહીંથી બહુ દૂર નથી. આ જ જંગલ માં જ ક્યાંક એક ખંડેર છે જેમાં તે છુપાયેલી છે.

આદિત્ય, વીર અને ક્રિષ્ના ત્રણેય ચાલતા ચાલતા જંગલ મા નીકળી પડે છે. જંગલ માં આગળ જતાં જ એક મોટો પથ્થર આવે છે જેના પર તૃત્યા નું નિશાન દોરેલું હોય છે એ નિશાન અને વીર ના હાથ નું નિશાન નજીક આવતા જ બંન્ને નિશાનો ચમકવા લાગે છે. આદિત્ય જણાવે છે કે આપણે તૃત્યાઓ ની નજીક આવી ગયા લાગીએ છીએ. અહીંથી જ તેમના વિસ્તાર ની શરૂઆત થતી લાગે છે. આદિત્ય બધી બાજુ નજર ફેરવે છે અને જુએ છે કે સાંજ પડી ગઈ હોય છે અને ટૂંક સમય માં અંધારું થવાનું હોય છે. આદિત્ય ચાલતા ચાલતા રસ્તા માં જણાવે છે કે તમસ્વીની કોઈ જેવી તેવી ડાયન નથી. જે પણ તેની આંખો માં જુએ છે તે એક પથ્થર બની જાય છે એટલે આપણે લોકો એ સંભાળીને રહેવું પડશે. ભૂલ થી પણ એની આંખો તરફ ના જોતા પછી ભલે એ એક સામાન્ય માણસ હોય કે તૃત્યા.

ક્રિષ્ના :- તો પછી આપણે એને મારીશું કઇ રીતે ?

આદિત્ય :- મારી પાસે એક યુક્તિ છે જેના થી આપણે એને મારી શકીશું. તારી પાસે અરીસો છે કે કોઈ એવી વસ્તુ છે જેમા થી પ્રતિબિંબ નું પરાવર્તન થઈ શકે ?

ક્રિષ્ના :- હા, મારી પાસે એક નાનો એવો અરીસો છે મારી બેગ મા.

આદિત્ય :- લાવ, મને આપ. ( ક્રિષ્ના આદિત્ય ને અરીસો આપે છે જે આદિત્ય લઈ ને આગળ વાત સમજાવે છે ) વીર જઇ ને તમસ્વીની ને ભટકાવશે અને હું પછી અચાનક જ તમસ્વીની ની પાછળ થી આવી ને એને અરીસો દેખાડીશ. એ જેવી પણ અરીસા માં પોતાનું પ્રતિબિંબ જોશે કે તરત જ એના જ જાદુ ની અસર એના પર થશે અને એ પોતે જ એક પથ્થર બની જશે. પણ યાદ રાખજે વીર એની આંખ સામે ભૂલ થી પણ ના જોતો. ત્રણેય જણા ચાલતા ચાલતા જાય છે. ભૂખ્યા અને તરસ્યા થાકતા થાકતા આગળ વધે જાય છે. અડધી રાત પડી ગઈ હોય છે પણ હજી એમને ખંડેર મળ્યું નથી હોતું. ચાલતા ચાલતા ક્રિષ્ના થાકી જાય છે પણ કાંઈ બોલતી નથી અને ચાલયે જાય છે. આદિત્ય ને એના ચહેરા પર થી દેખાઈ આવે છે એટલે આદિત્ય પોતાનો હાથ ક્રિષ્ના તરફ ધરે છે. ક્રિષ્ના પણ થોડા પણ સંકોચ વગર પોતાનો હાથ આદિત્ય ના હાથ માં સોંપી દે છે અને આદિત્ય નો સહારો લઈ ને ચાલવા લાગે છે. થોડે આગળ જતાં ત્રણેય ની નજર થોડે દુર રહેલા ખંડેર પર પડે છે. ખંડેર જોઈ ને ત્રણેય ના મન માં આશાના કિરણો ફૂટવા લાગે છે. આદિત્ય જણાવે છે કે લાગે છે ખંડેર હવે બહુ દૂર નથી લાગતું. જેમ જેમ ખંડેર નજીક આવતું લાગે છે ત્રણેય ના દિલ ના ધબકારા વધતા જાય છે. ત્રણેય આગળ વધે છે અને ખંડેર નજીક જાય છે તથા ધીરે ધીરે ખંડેર મા દાખલ થાય છે. અંદર દાખલ થતાં જ જુએ છે કે ખંડેર માં કોઈ હોતું નથી અને હળવા ચંદ્ર ના પ્રકાશ નું અજવાળું સમગ્ર ખંડેર માં રેલાઈ રહેલું હોય છે. આદિત્ય ક્રિષ્ના ને કહે છે કે તું અહીં એક પથ્થર પાછળ જઇ ને છુપાઈ જા અને બહાર ન આવતી અને તમસ્વીની ની નજર મા ના આવતી. તમસ્વીની ગમે ત્યારે ખંડેર માં આવી શકે છે. અને વીર તું તૈયાર રહેજે અને ધ્યાન રાખજે. અને ક્રિષ્ના જઇ ને એક પથ્થર પાછળ છુપાઈ જાય છે. આદિત્ય અને વીર બંને ખંડેર માં તપાસ કરવા લાગે છે અને રાહ જુએ છે કે ક્યારે તમસ્વીની ખંડેર મા આવે.

***

માર્કેશ કુંભડી પર ગુસ્સે થાય છે કે તું તો કાંઈ જ કામ ની નથી અને તારી દીકરી પણ કાંઈ કામ ની નથી. કુંભડી એને ફરી વાર આજીજી કરે છે કે મને હજી એક તક આપો પણ માર્કેશ એને ના પાડી દે છે અને જણાવે છે કે આ વખતે હું કોઈ પણ જાત નું સંકટ લેવા નથી માંગતો. આ વખતે હું પોતે જઈશ એ બંને પાસે અને હું પોતે જ એમને મારીશ. માર્કેશ પોતે ત્યાં થી ગાયબ થઈ જાય છે અને ખંડેર માં પહોંચે છે. આદિત્ય અને વીર ખંડેર માં જ હોય છે એવો જ એમની સમક્ષ આવી પહોંચે છે. આદિત્ય એને પૂછે છે કોણ છે તું ? જવાબ મા માર્કેશ જણાવે છે કે તૃત્યાઓ નો કુંવર માર્કેશ. આદિત્ય એને કહે છે કે ઓહહ..તો તું જ છે માર્કેશ....આદિત્ય અને વીર બંને નવાઈ પામે છે કે માર્કેશ અહીંયા કેવી રીતે. એમને મન માં થાય છે કે માર્કેશે અહીંયા આવીને આપણી આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે અને પ્લાન ચોપટ કરી નાખ્યો લાગે છે. એટલા મા આદિત્ય અને વીર ની પાછળ રહેલી સિડી જે ઉપર તરફ જઈ ને જંગલ માં જાય છે તેમાં થી તમસ્વીની નીચે ઉતરતી દેખાય છે. આદિત્ય અને વીર ની સામે માર્કેશ અને એમની પાછળ તમસ્વીની. ખંડેર ની અંદર આજે એક સાથે ચાર - ચાર શક્તિઓ ભેગી થઈ હતી. ૨ તૃત્યા, એક ડાયનો ની મહારાણી અને એક ભગવાન ભોળાનાથે આપેલું વરદાન એટલે કે રુદ્રાક્ષ ની માળા. આ ચારેય શક્તિ બળવાન અને સરખી હતી. જેના કારણે ચારેય માંથી કોઈ એક બીજાને હાથ પણ લગાવી શકતું નહોતું. આદિત્ય અને વીર ને ક્યાં જવું એ સમજાતું નહોતું. માર્કેશ પોતાની માયાવી શક્તિ નો ઉપયોગ કરીને આદિત્ય ના હાથ માં રહેલો અરીસો જમીન પર ફેંકી દે છે......

To be Continued......

Email :- anandgajjar7338@gmail.com

W.app :- 7201071861

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED