Trutya - paachhala janm no badlo - 6 books and stories free download online pdf in Gujarati

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૬

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો

( ૬ )

(ગયા ભાગ માં આપણે જોયું કે અઘોરી આદિત્ય ને તેનો પાછળ નો જન્મ વિશે જણાવે છે કે કેવી રીતે તે પાછળ ના જન્મ માં અશોક સિંહ નો દીકરો હતો અને મહાવીર સિંહ ની દીકરી ને પ્રેમ કરતો હતો. બંને એક બીજા ને પ્રેમ કરતા. વિક્રાલ ની નજર મીરા પર પડી હતી અને તે એને શોધતો શોધતો જગતપુર આવી પહોંચ્યો હતો. એને મીરા ને વશ માં કરી લીધી અને બલી આપી અમર બનવા માંગતો હતો. યુવરાજ ને મીરા પર શક જતા તેને એનો પીછો કર્યો અને તે વાત ના છેવાડે સુધી પહોંચી ગયો. તેને વિક્રાલ નો વધ કરી નાખ્યો. અને બંને ના લગ્ન થઈ ગયા. વાર્તા પુરી કરી અઘોરી એ આદિત્ય જ યુવરાજ હતો એ જણાવ્યું . અને તૃત્યાસ્ત્ર મેળવવા નો ઉપાય જણાવ્યો.)

હવે આગળ.....

આદિત્ય :- ભલે આમાં મારો જીવ જાય પણ હું તેના હાથે નહિ મરુ. હું કઈ પણ કરીશ એ અસ્ત્ર માટે. તમે ખાલી મને રસ્તો બતાવો.

અઘોરી :- બધું મારે જ તને જણાવવું પડશે. તારે હાથે જ રસ્તો શોધવો પડશે.હું તો તને ખાલી એક જ વાર માર્ગ બતાવીશ પણ તારે એકલાએ જ એ રસ્તા પર જવું પડશે. (આટલું બોલી ને અઘોરી પોતાની પાસે થી એક લાકડા નું યંત્ર કાઢે છે અને આદિત્ય ને આપે છે) આલે આ યંત્ર આ જયારે પણ તારી આજુ બાજુ કોઈ પ્રેત કે આત્મા હશે ત્યારે ચમકવા લાગશે અને જ્યાં સુધી તારી પાસે હશે ત્યાં સુધી તારી રક્ષા કરશે અને તને મુસીબતો થી બચાવશે.

આદિત્ય :- પણ બાબા મને માર્ગ ક્યાં થી મળશે અને હું આની શરૂઆત ક્યાંથી કરીશ ?

અઘોરી :- એનો જવાબ તો તને એ જ આપશે જે તને મારવા માટે તારી પર હુમલો કરે છે. તેને જઇ ને પૂછજે જા. એ જ તને રસ્તો બતાવશે તૃત્યાસ્ત્ર સુધી પહોંચવાનો.

આદિત્ય :- તમારો ધન્યવાદ બાબા. મને તમારી મદદ ની જરૂર પડશે તો હું ફરીવાર તમારી પાસે આવીશ.

( આના જવાબ માં અઘોરી હસી પડે છે અને આદિત્ય અને સમીર ત્યાં થી રજા લે છે. )

રસ્તા માં સમીર આદિત્ય ને કહે છે કે ભાઈ તું જરા પણ ચિંતા ના કરીશ હું તારી સાથે જ છું. હું આવીશ તારી સાથે તારી લડાઈ લડવા માટે.

આદિત્ય :- ના સમીર તારે આવવાની કોઈ જરૂર નથી. આ મારી જિંદગી ની લડાઈ છે અને મારે એકલા જ લડવી પડશે. તું અહીંયા જ રેજે. તારા મમ્મી નું ધ્યાન રાખજે. અને હું અહીંથી મારી લડાઈ માં જાઉં એની પહેલા આપણે તારી મમ્મી ને બધી જ હકીકત કહેવી પડશે.

સમીર :- તારી વાત સાચી છે. આપણે એમને જણાવું પડશે બધું.

બંને લોકો ઘરે જાય છે અને સમીર ના મમ્મી ને બધી જ માંડી ને વાત કરે છે અને પોતે પોતાની જિંદગી માટે ની લડત લડવા જઈ રહ્યો છે અને પોતાને ના રોકવા માટે અને આશીર્વાદ લેવા માટે વિનંતી કરે છે. સાંજ ના સમયે આદિત્ય અને સમીર બંને બસ સ્ટેન્ડ પાસે બેઠા હોય છે અને બંને વિચારતા હોય છે કે આ પરિસ્થિતિ માંથી નીકળવું કઈ રીતે અને સામનો કઈ રીતે કરવો. આખરે જે શક્તિ આદિત્ય પર હુમલો કરે છે એ જ આદિત્ય ને રસ્તો કઈ રીતે દેખાડશે. ? બસ આ જ સવાલો બંને ના મગજ ને કોતરી ખાઈ રહ્યા હતા. બંને બેઠા જ હતા એવા માં જ ક્રિષ્ના ત્યાં થી નીકળી. આદિત્ય પર નજર પડતા અને તેને બેઠેલો જોઈ ને તેને સ્માઈલ આપી અને અને કેમ છો કીધું. પણ આદિત્ય ને કોઇ ખાસ ધ્યાન નહોતું એના પર. આટલું જોતા જ સમીર ઉભો થયો અને ત્યાં થી ચાલતો થયો. આ જોઈ ક્રિષ્ના આદિત્ય ની નજીક આવી અને કીધું :- કેમ કોઈ ટેન્શન માં છો મિસ્ટર આદિત્ય ?

આદિત્ય :- અરે ના...ના...કોઈ વાત નથી બોલો તમેં

ક્રિષ્ના :- હું આરામ થી લોકો ના મન વાંચી લઉ છું. જો તમે મને તમારી ફ્રેંડ ના સમજતા હોય અને ના કહેવું હોય તો ના કેશો.

આદિત્ય :- ( મન માં - અરે આને તો મને જોરદાર નો ફસાવ્યો છે હવે આને કહેવું શુ ? આ તો વિશ્વાસ પણ નહીં કરે મારી વાતો પર અને નાટક સમજશે બધું. છતાં હું કહી જ દવ છું બધું. જે સમજવું હોય એ સમજે) અરે એમ એવું છે ને કે ......અને આદિત્ય પોતાની સાથે થયેલી બધી ઘટના જણાવે છે.

ક્રિષ્ના આશ્ચર્યચકિત થઈ જાય છે કે આવું કઈ રીતે બને. પણ તેને આ વાત સાચી લાગે છે.

ક્રિષ્ના :- આદિત્ય મને ખુબ દુઃખ થાય છે તમારી આપત્તી વિશે જાણી ને પણ હું તમારા માટે ભગવાન ને પ્રાર્થના કરીશ કે ભગવાન તમને શક્તિ આપે લડવાની અને આ લડાઈ માં જીત તમારી જ થશે. સારું તો હું હવે જાવ છું

આદિત્ય :- સારું., જો જીવતો રહીશ તો આપણે ફરી મળીશું...નહિ તો......

ક્રિષ્ના :- આવું ન બોલશો..તમને કાંઈ જ નહીં થાય..મને ભગવાન પર વિશ્વાસ છે...

અને ક્રિષ્ના ત્યાં થી જતી રહે છે. આદિત્ય ને ખૂબ જ ખુશી થાય છે કે ક્રિષ્ના એની માટે ભગવાન ને પ્રાર્થના કરવાનું કીધું અને વિશ્વાસ અપાવ્યો કે એને કાઈ જ નહીં થાય અને એ જ આ લડાઈ માં જીતશે. રાત ના સમયે આદિત્ય અને સમીર ઘરે જાય છે અને જમી ને બેસે છે એટલા માં સમીર ના મમ્મી આદિત્ય ને પૂછે છે કે તેને કોઈ રસ્તો મળ્યો કે નહીં પણ જવાબ માં આદિત્ય ફક્ત નકાર માં માથું હલાવે છે. સુતા સમયે આદિત્ય ને ઊંઘ નથી આવતી અને એ રાહ જોતો હોય છે કે ક્યારે એના પર એ અગોચર શક્તિ હુમલો કરવા માટે આવે અને એને પોતાના સવાલો ના જવાબ મળે. જાગતા - જાગતા રાત ના 2 વાગે છે પણ આદિત્ય ને ઊંઘ નથી આવતી. આદિત્ય સામે થી જ એ અગોચર શક્તિ નો સામનો કરવા માટે જવાનું વિચારે છે. આદિત્ય ઉભો થાય છે અને અઘોરી એ આપેલું એનું રક્ષા માટે નું યંત્ર પોતાની સાથે લઈ ને ઘર ની બહાર નીકળે છે. આદિત્ય બહાર જાય છે પણ બહાર કોઈ દેખાતું નથી. અચાનક શેરી ની સામે ની બાજુ થી કોઈ દોડી ને ગયું હોય એવો આદિત્ય ને ભાષ થાય છે અને આદિત્ય એ પડછાયા નો પીછો કરે છે. એનો પીછો કરતો કરતો આદિત્ય એ શેરી માં પહોંચે છે જ્યાં સમીર ના ઘર નું બીજુ બારણું પડે છે જેને મંત્રોચ્ચાર થી સિદ્ધ કરી ને બાંધવામાં આવ્યું હતું. આદિત્ય ને પોતાની નજર સામે એક છોકરી ઉભેલી દેખાય છે. તે વિચાર માં પડી જાય છે કે આટલી રાતે અહીંયા આ છોકરી શુ કરતી હશે ? શુ કદાચ આ જ તો મારો રસ્તો નથી ને ? આદિત્ય પોતાનું રક્ષા યંત્ર હાથ માં રાખે છે અને એની નજીક જાય છે આદિત્ય જોવે છે કે તેના પગ ઊંધા છે અને સમજી જાય છે કે આ એક આત્મા છે. ત્યાં પહોંચતા જ રક્ષા યંત્ર એના સામે રાખે છે. પોતાના પર આવી રીતે હુમલો થતા છોકરી બીક ના માર્યે રડે છે અને એને છોડી દેવા માટે વિનંતી કરે છે.

આદિત્ય :- શુ પુરાવો છે કે તું એક સારી આત્મા છે અને હું તને છોડી દઈશ તો તું મને કાઈ નહીં કરે ?

છોકરી :- મારુ નામ મોહીની છે અને હું એક સારી આત્મા છું. જો તું મને છોડી દઈશ તો હું તને તારો રસ્તો દેખાડીશ. પણ તારે પણ બદલા માં મને મુક્તિ અપાવી પડશે.

આદિત્ય ને એના પર વિશ્વાસ આવે છે અને તે એને છોડી દે છે.અને તેને પૂછે છે કે કઈ રીતે મુક્તિ અપાવું ?

મોહિની :- આદિત્ય, હું પણ તારી જેમ જ એક સામાન્ય મનુષ્ય હતી પણ ઘણા વર્ષો પહેલા હું બાજુ ના ગામ વાળા એક છોકરા ને પ્રેમ કરતી હતી અને એ પણ મને પ્રેમ કરતો હતો. અમે બંને લગ્ન કરવા માંગતા હતા પણ અમારા ઘર ના લોકો અલગ નાત હોવા ના લીધે માને તેમ નહોતું. એટલે અમે ભાગવાનો ઈરાદો કરતા હતા. પણ ખબર નહિ ક્યાંથી મારા ઘર ના લોકો ને આ વાત ની ખબર પડી ગઈ અને એ લોકો એ મને પકડી પાડી. એ લોકો એ 2 દિવસ સુધી મને બાંધી ને રાખી અને મને ચાબુક વડે ઢોર માર પણ માર્યો. મને 2 દિવસ સુધી ભૂખી અને તરસી રાખી. અને મને બહુ જ ત્રાસ આપ્યો. છેલ્લે એ લોકો ને લાગ્યું કે હું નહિ માનુ અને હજી પણ એવું પગલું ભરીશ તો એ લોકો એ પોતાની નાત નું નાક ના કપાય એટલે મને જીવતા જીવ રહેંસી નાખી. મને મારી નાખી અને અહીંયા ઝાડ પાસે મારી લાશ ને દાંટી દીધી. એ લોકો એ મારા અંતિમ સંસ્કાર પણ ના કર્યા અને આ કારણે જ મને મુક્તિ નથી મળી અને મારે આત્મા બની ને ફરવું પડે છે. તું મારી મદદ કરી શકે છે કારણ કે તું મને જોઈ શકે છે. મહેરબાની કરી ને મને મુક્તિ અપાવ અને મારા અંતિમ સંસ્કાર કર. આ ઝાડ નીચે મારા અવશેષો મળશે તને. અને હું તને તારો રસ્તો બતાવી ને તારી મદદ કરીશ.

આદિત્ય દોડતો દોડતો ઘર માં જાય છે અને પાવડો લઈ ને પાછો આવે છે. એ ઝાડ નીચે ખોદવાનું ચાલુ કરે છે. ઘણું બધું ખોદકામ કર્યા પછી આદિત્ય ને મોહિની ના અવશેષો મળે છે એટલે કે એના હાડકાં મળે છે. એ હાડકા ને આદિત્ય એક કપડા માં ભરે છે અને એની ગાંસડી બાંધી દે છે. આદિત્ય એ લઇ ને સ્મશાને જાય છે. આટલી મોડી રાતે સ્મશાન માં ઘોર સન્નાટો હોય છે અને આદિત્ય ને થોડો ડર પણ લાગે છે પણ તેની પાસે યંત્ર અને મોહિની ની આત્મા સાથે હોય છે જેના લીધે એ હિંમત કરી ને આગળ વધે છે. સ્મશાન માં જઇ ને આદિત્ય હાડકાંઓ ને એક જગ્યા એ લાકડા ભેગા કરી ને તેના પર ઠાલવે છે અને અગ્નિ પ્રગટાવી ને એના અંતિમ સંસ્કાર કરે છે અને સાથે ભગવાન ને પ્રાર્થના પણ કરે છે કે મોહિની ની આત્મા ને શાંતિ મળે. જેમ જેમ હાડકાં બળે છે તેમ તેમ મોહીની ની આત્મા ગાયબ થતી જાય છે અને મોહિની આદિત્ય ને કહે છે.

મોહિની :- આદિત્ય તારો ખૂબ આભાર કે તે મને મુક્તિ અપાવી હું તારા માટે ખરા દિલ થી પ્રાર્થના કરીશ કે તને તારી લડાઈ માં તારી જ જીત થશે. અને તારો આગળ નો રસ્તો છે વિલાસપુર. અહીંયા થી 7 કિલોમીટર દૂર આવેલું છે. તું ત્યાં પહોંચી જજે ત્યાં જઈ ને તને તારા બધા જ સવાલો ના જવાબ મળી જશે. હવે મારો સમય થઈ ગયો છે. હું જાવ છું આદિત્ય.

અને આટલું બોલતા મોહિની ગાયબ થઈ જાય છે. આદિત્ય ઘરે આવે છે અને સુઈ જાય છે. સવારે આદિત્ય ઉઠે છે અને સમીર ને રાત ની વાત કરે છે અને પોતે વિલાસપુર જવા માટે નીકળી પડે છે. આદિત્ય વિલાસપુર માં પહોંચી જાય છે અને ત્યાં જઈ ને ત્યાં સરપંચ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ને મળે છે અને ત્યાં પોતે એક એન્જીનીયર છે અને ગામ પર થોડી રિસર્ચ કરવા માટે આવ્યો છે એવું બહાનું બતાવીને થોડા દિવસ માટે ત્યાં રોકવા માટે ની પરમિશન માંગે છે. ભરતભાઈ ને પણ કોઈ વાંધો આવતો નથી અને એ પણ ખુશી ખુશી ત્યાં રોકવાની પરવાનગી આપે છે અને તેને રહેવા માટે એક ખાલી પડેલું ઘર આપે છે અને કોઈ પણ વસ્તુ ની જરૂર હોય તો જણાવવાનું કહે છે. આદિત્ય બપોર ના સમયે ત્યાં બહાર ફરવા નીકળે છે કે તેની નજર પડે છે કે કોઈક મરી ગયું છે અને લોકો રડી રહ્યા છે. આદિત્ય એ કારણ પૂછતાં જાણવા મળ્યું કે થોડા દિવસ થી ગામ માં આવા બનાવો બની રહ્યા છે અને ગામ માંથી માણસો ગાયબ થઈ જાય છે અને એમની લાશો મળે છે. અત્યાર સુધી માં 19 લોકો ગાયબ થઈ ગયા અને એમની લાશો મળી છે. આદિત્ય આના વિશે વધારે તપાસ કરવા લાગે છે. આદિત્ય ભરતભાઇ ને મળે છે પણ તેને ત્યાં પણ કાઈ જાણકારી મળતી નથી. આદિત્ય રાતે એકલો બહાર નીકળે છે કે તેને લાગે છે કે કોઈ તેની પાછળ આવી રહ્યું છે પણ પાછળ ફરી ને જોતા એને કાઈ દેખાતું નથી. અચાનક સામે ની દીવાલ ફાટવા લાગે છે અને ત્યાં થી એક રાક્ષસ જેવો કદરૂપો માણસ બહાર આવે છે અને આદિત્ય નું ગળું પકડી લે છે. આદિત્ય પોતાનું રક્ષા યંત્ર કાઢવા માટે પોતાના ખીચા માં હાથ નાખે છે એટલા માં જ એ રાક્ષસ ને લાત વાગે છે. આદિત્ય જુએ છે કે એક છોકરો જે પોતાના જેવડો જ છે એ રાક્ષસ નું ગળું પકડી પાડે છે. અને જોર થી થપ્પડ મારે છે અને એને જે તેમ બોલવા લાગે છે. આ જોતા જ પેલો રાક્ષસ ડરી જાય છે અને ભાગી જાય છે. આદિત્ય ઉભો થઇ ને છોકરા નો આભાર માને છે અને એનું નામ પૂછતાં એનું નામ વીર જાણવા મળે છે. આદિત્ય એની સાથે હાથ મિલાવે છે અને હાથ પર નજર પડતા જ આદિત્ય તેના હાથ પર તૃત્યા નું નિશાન જોવા મળે છે. બીજે દિવસે સવારે આદિત્ય ફરી વાર અઘોરી પાસે જાય છે અને પોતાના જોડે થયેલી ઘટના જણાવે છે અને પેલા છોકરા ના હાથ પર તૃત્યા નું નિશાન છે એ પણ જણાવે છે. જવાબ માં અઘોરી એ રાક્ષસ નું નામ કટકાનંદ જણાવે છે.

અઘોરી :- એ છોકરો પોતે એક તૃત્યા નો જ અંશ છે. તારે તારી લડાઈ માં જીતવું હોય તો એની જરૂર પડશે. એના વગર તારી લડાઈ અધૂરી છે. અને વાત રહી કટકાનંદ ની તો એ એક પ્રેત છે. એ મારો શિષ્ય હતો જે ગેરમાર્ગે દોરાઈ ગયો હતો પણ ગામ વાળા ને ખબર પડતાં એને કાપી નાખ્યો હતો. અને હવે એનું પ્રેત લોકો ની બલી ચઢાવી ને અમર થવા માંગે છે. એ પોતાની 21 બલી ચઢાવીને અમર થવા માંગે છે. એને અત્યાંર સુધી માં 20 બલી તો ચઢાવી દીધી છે. તારે એને રોકવો પડશે નહિ તો જો એ અમર થઈ ગયો તો બધા ની જિંદગી હરામ કરી નાખશે.

આદિત્ય :- પણ હું એને મારીશ કઈ રીતે અને કેવી રીતે સામનો કરીશ ?

અઘોરી :- તારે એનો સામનો કરવા માટે વીર ની જરૂર પડશે અને કટકાનંદ ને મુક્તિ અપાવી પડશે અને એની મુક્તિ છે એના કપાળ માં. ચંદેરા નામ ના ગામ માં કટકાનંદ નું ઘર છે અને ત્યાં તેની મા રહે છે. તું તેની પાસે જા ત્યાં તને જરૂર એનું કપાળ મળી રહેશે. અને એ લઇ ને મારી પાસે આવજે.

આદિત્ય પાછો વિલાસપુર જાય છે અને પહેલા વીર વિશે તપાસ કરવા લાગે છે. તપાસ કરતા એને જાણવા મળે છે કે વીર એક વિધિ નામ ની છોકરી ને પ્રેમ કરે છે અને તેને રીઝવવા માટે કઈ પણ કરી શકે છે. આદિત્ય એ આ વાત નો ફાયદો ઉઠાવ્યો અને વીર ને કહ્યું કે જો એ મારી સાથે આવશે અને કટકાનંદ ને મારશે તો વિધિ પણ એને પ્રેમ કરવા લાગશે. વીર આ વાત જાણી ને ખુશ થઈ જાય છે અને આદિત્ય સાથે આવવા માટે રાજી થઈ જાય છે. બંને તપાસ કરી ને ચંદેરા જવા માટે નીકળી પડે છે. ચંદેરા પહોંચતા જ બંને કટકાનંદ ના ઘર ની તપાસ કરે છે અને એના ઘરે જાય છે. એની માતા ઘરે જ હોય છે અને એ બંને આંખે આંધળી હોય છે. બંને મિત્રો એની માંતા ને કટકાનંદ ના મિત્રો તરીકે ઓળખાણ કાઢે છે. અને ઘર માં આવે છે. અને કટકાનંદ વિષે જાણકારી કઢાવે છે અને જાણવા મળે છે કે એના અંતિમ સંસ્કાર થયા જ નથી એટલે આદિત્ય સમજી જાગ છે કે નક્કી એના અસ્થિ હજી ઘર માં જ હશે. એની ગરઢી માતા જ્યારે પાણી લેવા માટે જાય છે ત્યારે આદિત્ય તપાસ કરવાનું ચાલુ કરી દે છે અને તેની નજર એક કબાટ પર જાય છે અને કબાટ ખોલતા જ આદિત્ય ને એક લાલ કલર ના કપડાં ની ગાંસડી મળે છે. ગાંસડી ખોલતા જ એની અસ્થિ હોય છે જેમાં એની ખોપડી પણ હોય છે. આદિત્ય એને પોતાની બેગ માં નાખી દે છે એટલા માં એની માતા પાણી લઇ ને આવી જાય છે. બંને પાણી પીવે છે અને ત્યાં થી નીકળે છે. બહાર પહોંચતા જ વીર પોતાનું બાઇક લેવા માટે જાય છે એટલા માં કટકાનંદ આદિત્ય સામે આવી જાય છે અને તેની પાસે થી ખોપડી લેવાનો અને એને મારવાનો પ્રયત્ન કરે છે. આદિત્ય પોતાનું રક્ષા યંત્ર કાઢે છે અને કટકાનંદ ને રોકે છે એટલા માં વીર આવી જાય છે અને આદિત્ય ખોપડી તેને આપી દે છે અને તેને પોતાના પ્લાન પ્રમાણે અઘોરી પાસે જવાનું કહે છે અને પોતે કટકાનંદ ને રોકી રાખે છે.કટકાનંદ ના હુમલા થી આદિત્ય નું યંત્ર છૂટી જાય છે અને આદિત્ય જમીન પર પછડાતા તેનું માથું નીચે ભટકાય છે અને બેભાન થઈ જાય છે. આ બાજુ વીર ખોપડી લઈ ને ભાગી જાય છે અને કટકાનંદ આદિત્ય ને ઉઠાવીને સ્મશાને લઈ જાય છે અને પોતાની 21 મી બલી તરીકે આદિત્ય ને પસંદ કરે છે.

To be Continued.......

★ શું કટકાનંદ આદિત્ય ની બલી ચઢાવી ને અમર થઈ જશે ?

★ શું વીર આદિત્ય ને બચાવી શકશે ?

★ હજી બીજા કેટલા વળાંકો લેશે આ વાર્તા ?

આ વાર્તા જેમ જેમ આગળ વધતી જઇ રહી છે એમ વધુ વળાંકો લેતી જઇ રહી છે અને હજુ પણ વધુ રહસ્યો સામે આવતા જશે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવો જરૂર થી આપશો જેથી કરી ને મને આગળ ના ભાગો લખવાની પ્રેરણા મળી શકે. જો તમે મને આ વાર્તા વિશે કોઈ સજેશન આપવા માંગતા હોય તો એ પણ આપી શકો છો.

Twitter :- mobile.twitter.com/anandgajjar1941

Email :- anandgajjar7338@gmail.com

W.app :- 7201071861

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED