Trutya - paachhala janm no badlo - 8 books and stories free download online pdf in Gujarati

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૮

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૮

( ગયા ભાગ માં આપણે જોયું કે કટકાનંદ આદિત્ય ને લઈ ને સ્મશાન માં જાય છે જ્યાં તેની એકવીસ મી બલી ચઢવા માટે ચિતા સળગાવે છે અને આ બાજુ અઘોરી એની ખોપડી ફોડી ને તેનો વધ કરે છે. આખા વિલાસપુર ને કટકાનંદ થી મુક્તિ મળે છે. અને આદિત્ય એની આગળ નો રસ્તો કુંદેરા તરફ રવાના થાય છે ત્યાં આવતા જ તેને કુંદેરા માં કોઈ જુમ્બા નામની ડાયન નો ખોફ છે એવું જાણવા મળે છે અને તે એના વિશે જાણકારી મેળવવાનું ચાલુ કરે છે. તે જુમ્બા ની માં ને મળે છે અને ચૌધરી સાથે વિસંભવ ના ઘરે જાય છે જ્યાં તેની નજર સામે જુમ્બા ની આત્મા ચૌધરી ના શરીર માં ઘુસી ને વિસંભવ ને મારી નાખે છે.)

હવે આગળ....

આ બાજુ હવે આદિત્ય ચૌધરી અને બીજા લોકો સાથે ભેગા થઈ ને સભા ભરે છે અને આ મુસીબત માંથી કઈ રીતે છૂટવું એનો ઉપાય શોધે છે. આદિત્યએ જ્યારે થી લડત લડવા માટે નીકળ્યો ત્યાર થી ભૂતો વિશે અને એમનો નાશ કઈ રીતે કરવો એની ઘણી બધી જાણકારી મેળવી લીધી હતી. એને અચાનક એક યુક્તિ સુઝે છે અને એ બધા ને કહે છે કે મારી પાસે એક રસ્તો છે.

ચૌધરી :- શુ છે રસ્તો અને શું કરવાનું છે અમે તૈયાર છીએ તમે જે કહો એ કરવા માટે.

આદિત્ય :- તમારે એક કામ કરવું પડશે. કોઈ એક માણસે એની કબર પાસે જવું પડશે જ્યાં તેને દાંટી છે અને એ પણ રાત ના ૨ વાગ્યા પછી જવુ પડશે. એની કબર પાસે ની ચારેય દિશા માં એક - એક પથ્થર મુકવા પડશે અને અને એ પથ્થર થી ૨૧ પગલાં દૂર ચારેય દિશા માં એક - એક ખીલ્લો ખોડવો પડશે અને હું તમને એક મંત્ર આપું છું સાથે સાથે એ પણ બોલવા પડશે. આનાથી એની આત્મા એની કબર માં જ રહેશે અને બહાર નહિ આવી શકે. આટલું સાંભળતા જ વીર બોલી ઉઠ્યો કે હું જઈશ ત્યાં અને આ કામ કરી ને આવીશ. આદિત્ય વીર ને એક ચિઠ્ઠી આપે છે જેમાં મંત્ર લખેલો હોય છે.

વીર રાત ના ૨ વાગ્યા ના સમયે ત્યાં થી નીકળી પડે છે. અને હાથ માં ખીલા અને ચિઠ્ઠી લઈ ને જાય છે. તે મંત્ર બોલતા બોલતા કબર પાસે જાય છે અને પહેલા પથ્થરો મુકી દે છે. હવે પહેલા તે પૂર્વ દિશા માં ૨૧ પગલાં આગળ વધે છે અને પહેલો ખીલો ઠોકવા જાય છે અને મનમાં મંત્રો બોલતો જાય છે એટલા માં એને ઝાંઝરી નો અવાજ સંભળાય છે. વીર ડરી જાય છે અને ફટાફટ ખીલો ઠોકી દે છે. હવે એ પાછો આગળ ની દિશા માં જાય છે અને જેવો બીજો ખીલો ઠોકવા જાય છે કે એની સામે જુમ્બા ની માં આવી ને ઉભી રહે છે અને પૂછે છે કોણ છે તું અને શું કરી રહ્યો છે અહીંયા ?અને એ વીર પર હુમલો કરવા જાય છે અને વીર પોતાના બચાવ માટે હાથ ઊંચો કરે છે અને એની નજર તૃત્યા ના નિશાન પર પડે છે. એ જોતાં જ જુમ્બા ની માં ડરી જાય છે અને ગાયબ થઈ જાય છે. વીર ફટાફટ પોતાનું કામ પતાવે છે અને પાછો આવી જાય છે. અને આદિત્ય પાસે જાય છે. આ બાજુ આદિત્ય, ચૌધરી અને વીર બેઠા હોય છે કે તરત જ ચૌધરી નો સેવક પોતાની બંદૂક એના પર ટાણે છે અને લાલ પીળો થઈ ચૌધરી ને મારવા જાય છે કે આદિત્ય સમજી જઇ ને પોતાનો અસ્ત્ર કાઢે છે અને દેખાડતા જ એનો સેવક ડર થી પોતાના પર જ ગોળી ચલાવી દે છે અને મરી જાય છે. આદિત્ય ને લાગે છે કે નક્કી કામ પૂરું થયું નથી અને એ વીર ને પૂછે છે.

આદિત્ય :- વીર તે સાચે જ કામ પૂરું કર્યું છે ને ?

વીર :- હા. મેં સાચે જ કામ પૂરું કર્યું અને એ પણ પેલી ડોશી થી બચી ને.

આદિત્ય :- કોણ ડોશી જુમ્બા ની માં ?

વીર :- ખબર નહિ કોણ હતી મને મારવા જતી હતી પણ આ નિશાન જોઈ ને ગાયબ થઈ ગઈ.

આદિત્ય :- તારા આ નિશાન થી ફક્ત પ્રેત જ ડરે છે વીર.

આદિત્ય ને આ વાત કાંઈક અલગ જ લાગે છે. આદિત્ય પોતાના રૂમ પર જઈ ને સુઈ જાય છે. મોડી રાત સુધી જાગવાના કારણે તે થાકી ગયો હોય છે. એટલે આદિત્ય બીજે દિવસે જુમ્બા ના ઘરે જાય છે અને એની માં નજીક આવતા જ આદિત્ય નું યંત્ર ચમકી ઉઠે છે. એની માં આદિત્ય ને પૂછે છે કે કેમ આવ્યો અહીંયા એટલા માં આદિત્ય ની નજર નીચે જાય છે અને એ જુવે છે કે આનો કોઈ જ પડછ્યો નથી. આદિત્ય સમજી જાય છે કે આ મનુષ્ય નથી પણ એક પ્રેત છે. આદિત્ય એને જુમ્બા ના મૃત્યુ વિશે પૂછે છે અને એની માં રડતા રડતા પોતાની દીકરી ની કથા સંભળાવવાનું ચાલુ કરે છે.

જુમ્બા ની માં :- મારી જુમ્બા તમારા જેવી જ એક મનુષ્ય હતી. એ કોઈ ડાયન નહોતી. હમેશા હસ્તી - રમતી. એતો ક્યારેય કોઈ વિશે ખોટું નહોતી વિચારતી. બસ એની એક જ ભૂલ હતી કે એને ભગવાને એક એવી શક્તિ આપેલી કે જેના લીધે એને ભવિષ્ય માં શુ થવાનું છે એનું સપનું આવી જતું અને બધી જ ખબર પડી જતી હતી. એક દિવસ એને એક એવું સપનું આવ્યું જેને એની આખી જિંદગી બદલી નાખી અને એ સપનું જ એના મૃત્યુ નું કારણ બની ગયું. બીજા જ દિવસ એ દોડતી દોડતી ચૌધરી પાસે ગઈ અને બોલી.

જુમ્બા :- ચૌધરી મને ખબર છે કે ગામ બહાર નું મહાકાળી માં નું મંદિર તમે લોકો એ જ તોડાવ્યું છે. તમે , પંડિત, વિસંભર અને ગજેન્દ્ર એ પૈસા માટે થઈ ને ગામ લોકો ની લાગણીઓ સાથે ખીલવાડ કર્યો છે. હજી પણ સમય છે તમે એ મંદિર પાછું ઉભું કરવી દો તો માતા નો ગુસ્સો ઓછો થઈ જશે અને જેના કારણે આ દુષ્કાળ પડ્યો છે એ પણ જતો રહશે. તમારા કર્મો ની સજા આ ગામ વાળા ભોગવે છે.

પંડિત ભૈરવનંદ :- તું તારું મોઢું બંધ રાખી છોકરી. નહિ તો અમે તને જ તારી જાળ માં ફસાવીસુ. અમે ગામ લોકો ને કહીશુ કે તું એક ડાયન છે અને આ દુષ્કાળ તારા કર્મો ના લીધે પડ્યો છે અને તને એની સજા મોત મળશે.

આ સાંભળતા જુમ્બા કહે છે કે એના પહેલા હું તમારી હકીકત આખા ગામ માં કહી દઈશ અને એ દોડે છે. પાછળ ચૌધરી અને લોકો આવે છે અને મારવા માટે પીછો કરે છે. જુમ્બા ભાગતી - ભાગતી જંગલ માં પહોંચી જાય છે અને ત્યાં ચૌધરી પણ પહોંચી જાય છે તે એને રોકવા માટે ગોળી ચલાવે છે અને જુમ્બા મરી જાય છે. એટલા માં પાગલ બજરંગી ત્યાં પહોંચી જાય છે. ચૌધરી એક યુક્તિ વિચારે છે અને અને એના હાથ માંથી કુહાડી લઈ ને લોહી વાળી કરે છે અને એને પાછી આપી ને કહે છે કે બોલ જુમ્બા ને મેં મારી છે. એ લોકો મારી દીકરી ને ત્યાં જ કબર ખોદી ને જંગલ માં ડાંટી દે છે અને પાગલ બજરંગી આખા ગામ માં આ શબ્દો બોલતો ફરે છે અને એ લોકો એ આવી અફવા ફેલાવી દીધી કે મારી દીકરી ડાયન હતી. આદિત્ય વિચારે છે કે મારે એક પ્રેત ની વાત પર કઈ રીતે વિશ્વાસ કરવો. એની માં બોલે છે કે બોલ હવે તું કોની સાથે છું મારી કે એ ગામવાળા ની એટલા માં આદિત્ય કહે છે કે હું ફક્ત સત્ય ની સાથે છું પછી ભલે સત્ય જે હોય એ. અને આદિત્ય ત્યાં થી નીકળી જાય છે. આદિત્ય પોતાના રૂમ પર જાય છે અને વિચારે છે કે શું આ સત્ય હશે ? શુ મારે એક ડાયન ની વાત પર વિશ્વાસ કરવો જોઈએ ? આદિત્ય સાંજ ના સમયે ચૌધરી ને મળવાનું વિચારે છે અને સાંજે ત્યાં જવા નીકળે છે.

( આ બાજુ રાત ના સમયે પૂજારી, ભૈરવનંદ બેસી ને આ જ વિષય પર વાત કરી રહ્યા હતા કે કેવી રીતે તેઓ એ ષડયંત્ર રચીને જુમ્બા ને મારી. વિધિ પાછળ થી આ બધી હકીકત સાંભળી જાય છે અને એટલા માં એનો સેવક આવી જાય છે અને એને પકડી લે છે. પૂજારી કહે છે કે તે બહુ મોટી ભૂલ કરી છે આ સત્ય જાણી ને હવે જો આમાં જીવ તારો પણ જશે. વિધિ કેમ પણ કરીને છૂટવાનો પ્રયત્ન કરે છે અને એ છૂટી ને ભાગવા લાગે છે. ચૌધરી અને એના સાથી પણ તેનો પીછો કરે છે.આ બાજુ વીર વિધિ ને ઘરે આવી ને શોધવા લાગે છે પણ એ ક્યાંય મળતી નથી એટલે એ પણ નીકળી પડે છે બહાર. વિધિ દોડતી - દોડતી જુમ્બા ની કબર પાસે આવી પહોંચે છે. ચૌધરી એને મારવા બંદૂક ઉઠાવે છે એટલા માં વિધિ ને શોધતો શોધતો વીર પણ ત્યાં જ આવી જાય છે અને એની પાછળ પાછળ આદિત્ય પણ ચૌધરી ને શોધતો શોધતો ગામ વાળા લોકો સાથે ત્યાં પહોંચે છે. અને કહે છે કે આ બદલો જુમ્બા નહિ પણ તેની મા લઈ રહી છે. એટલા માં એની માં ની આત્મા ત્યાં આવી પહોચે છે અને કહે છે કે મારી દીકરી ની મોત નો બદલો હું જરૂર થી લઈશ. હું બધા ને મારી નાખીશ કોઈ ને નહીં છોડું. આટલું સાંભળતા આદિત્ય પોતાનું યંત્ર કાઢે છે અને જેવું સામે રાખવા જાય છે કે તરત એની આત્મા ગાયબ થઈ જાય છે અને પૂજારી ના શરીર માં પ્રવેશે છે. પૂજારી પોતાના હાથ માં રહેલી તલવાર એવી ફેંકે છે કે એ યંત્ર પર વાગે છે અને આદિત્ય ના હાથ માંથી યંત્ર દૂર ફેંકાઈ જાય છે. પૂજારી ચૌધરી નું ગળું પકડે છે અને બોલે છે કે બોલ બધાને શુ છે હકીકત ? કેમ મારી તમે લોકો એ મારી દીકરી ને ?

ચૌધરી :- આ બંને માં - દીકરી ડાયન હતી. એને જ આ બધું કર્યું છે બદલો લેવા માટે.

આટલા માં વિધિ પણ બોલી ઉઠે છે કે ચૌધરી ખોટું બોલે છે. એને અને પૂજારી એ સાથે મળી ને જુમ્બા ને મારી નાખી હતી. જુમ્બા આમની કાળી કરતૂતો જાણી ગઈ હતી.આ વાત મેં એમના મોઢે થી સાંભળી છે. એટલા માં ચૌધરી પોતાની બંદૂક ઉઠાવે છે અને પૂજારી ને ગોળી મારી દે છે. અને બોલે છે હું કોઈ ને નહીં છોડું. તમને બધા ને મારી નાખીશ.

આટલા માં આદિત્ય ના મોઢે થી અવાજ આવે છે કે આ જ હું ઈચ્છું છું. આદિત્ય ના શરીર માં આત્મા ઘુસી ગઈ હતી અને એ ધીમે ધીમે થઇ ને ચૌધરી ની તરફ આવવા લાગ્યો. એને જોર થી ચૌધરી નું ગળું પકડ્યું એટલા માં ગામ નો પાગલ બજરંગી એ પાછળ થી આવી ને ચૌધરી ને પોતાની કુલ્હાડી મારી દીધી. આદિત્ય ના હાથ માંથી ચૌધરી છૂટી ગયો અને નીચે ખોડેલાં એક ખીલા પર પડ્યો જેના કારણે ખીલ્લો નીકળી ગયો અને અચાનક આદિત્ય ના શરીર માંથી આત્મા ગાયબ થઈ ગઈ. અને જોર થી બોલવા લાગી કે હવે આખું કુંદેરા ગામ મરશે. આદિત્ય એ કીધું માજી તમારો બદલો તો પૂરો થઈ ગયો જેટલા લોકો એ તમારી દીકરી ની હત્યા કરી હતી તમે એમને મારી નાખ્યા તો હવે આ નિર્દોષ ગામવાળા ને મારી ને તમને શું ફાયદો મળશે ?

એટલા માં વીર પાછળ થી યંત્ર ઉઠાવે છે અને ઈશારો કરી ને આદિત્ય સામે ફેંકે છે. આદિત્ય યંત્ર પકડી લે છે અને સામે યંત્ર રાખે છે એટલા માં કબર માં ચમકારો થાય છે અને કબર માંથી જુમ્બા ની આત્મા બહાર નીકળે છે. જુમ્બા બહાર આવતા જ કહે છે.

જુમ્બા :- બસ માં બહુ થઈ ગયો આ બધો ખુન - ખરાબો. મને નથી ગમતું આ બધું. હવે આપણે વધુ ખૂન ખરાબો નથી કરવો આ નિર્દોષ લોકો નો આમ કોઈ વાંક નથી. આપણો સમય થઈ ગયો છે મુક્તિ નો. હવે આપણે આરામ થી જઇ શકીશું. આપણને મુક્તિ મળી ગઈ છે. ચાલ માં આપણે જવું પડશે....આદિત્ય તારો ખૂબ ખૂબ આભાર અમને મુક્તિ અપાવવા માટે. વિક્રાલ તારી સાથે બદલો લેવા માંગે છે.અને તને મારવા માંગે છે. અહીંથી ૧૫૦ કોશ દૂર બે પહાડો ની વચ્ચે એક કિલ્લામાં તે વસવાટ કરે છે....જા આગળ વધી અને તું તારો બદલો પૂરો કર. પણ ધ્યાન રાખજે તારા જીવ ને બહુ જ જોખમ છે. તું તારી લડાઈ માં જીતી જાય એવી મારી ભવિષ્યવાણી સાચી પડે....

આટલું બોલી ને જુમ્બા તેની મા ની આત્મા સાથે ગાયબ થઈ જાય છે.....અને ગામ વાળા લોકો ખૂબ ખુશ થઈ જાય છે કે વીર - અને આદિત્ય ની બહાદુરી ને કારણે એ લોકો આટલા મોટા સંકટ માંથી બહાર નીકળ્યા. અને એ લોકો દિલ થી બંને નો આભાર માને છે. અને વીર પણ ફરી એક વાર વિધિ ની નજર માં હીરો બની જાય છે. બીજા દિવસે આખા ગામ લોકો પ્રેતાત્મા ની માયાજાળ માંથી મુક્તિ મેળવવાની ખુશી માં અને આદિત્ય - વીર નું સમ્માન કરવા માટે એક સમ્માન સમારોહ યોજવાનું નક્કી કરે છે. આદિત્ય પોતાના રૂમ માં બેઠો હોય છે અને ક્રિષ્ના વિશે વિચારે છે કે 2 દિવસ થઈ ગયા પણ ક્રિષ્ના નો કોઈ ફોન નથી આવ્યો. તે સમીર ને ફોન કરવાનું વિચારે છે. તે પોતાનો ફોન કાઢે છે અને સમીર ને ફોન કરે છે અને પોતાની સાથે છેલ્લા 2 દિવસ માં બનેલી આખી ઘટના જણાવે છે અને હવે પોતાનું આગળ નું લક્ષ્ય પણ જણાવે છે. અંતે એ સમીર ને ક્રિષ્ના ના સમાચાર પૂછે છે પણ જવાબ માં જાણવા મળે છે કે 2 દિવસ પહેલા જ્યારે ક્રિષ્ના એ તારી સાથે વાત કરી એ જ દિવસે એ તારો નંબર પણ લઈ ગઈ હતી પણ 2 દિવસ થી હું એને મળ્યો નથી. આદિત્ય ની સમીર સાથે વાત ચાલુ જ હોય છે એટલા માં એના ફોન માં વેઇટિંગ લિસ્ટ માં કોઈ નો ફોન આવે છે અને આદિત્ય સમીર ને પછી વાત કરું કહીને બીજો ફોન રિસીવ કરે છે. અને સામે થી એક મીઠો એવો અવાજ આવે છે જે આદિત્ય ના દિલ માં ગલગલીયા કરી મૂકે છે.

ક્રિષ્ના :- ગુડ મોર્નિંગ આદિત્ય...

આદિત્ય :- ગુડમોર્નિંગ...કેમ છો ?

ક્રિષ્ના :- મજામાં તમે કેમ છો અને ક્યાં છો ?

આદિત્ય :- હું પણ મજામાં છું. અને આદિત્ય એને પણ પોતાની 2 દિવસ ની ઘટના વિશે વાત કરે છે અને આગળ નું લક્ષ્ય વિશે જણાવે છે.

ક્રિષ્ના :- સારું...બેસ્ટ ઓફ લક ફોર યોર નેક્સ્ટ એઇમ.

આદિત્ય :- તમારો ખૂબ ખૂબ આભાર મેડમ.....એક વાત પૂછું ?

ક્રિષ્ના :- હા પૂછો.

આદિત્ય :- તમારો કોઈ બોયફ્રેન્ડ છે. ( મનમાં - અરે આદિ....તું પણ શું પૂછી બેઠો....આવું તો શું કોઈ પૂછતું હશે અને એ પણ પહેલી જ વાર વાત માં...પાગલ થઈ ગયો કે શું ?)

ક્રિષ્ના :- ( જવાબ માં ખડખડાટ હસી પડે છે. ) ના હો મિસ્ટર હજી સુધી તો કોઈ નથી....પણ ભવિષ્ય કદાચ કોઈ બની શકે.....અને ફરી હસી પડે છે.

એટલા માં વિધિ આદિત્ય ને બોલવા માટે આવે છે અને આદિત્ય ક્રિષ્ના ને પછી વાત કરું કહી ને ફોન કટ કરી ને ક્રિષ્ના નો નંબર સેવ કરી લે છે અને વિધિ સાથે બહાર જાય છે. બહાર બધા લોકો આદિત્ય ની રાહ જોઈ ને જ બેઠા હોય છે. બધા લોકો આદિત્ય અને વીર નું સમ્માન કરે છે અને તાળીઓના ગળગાળાટ થી આખું ગામ ગુંજી ઉઠે છે. સાંજ ના સમયે આદિત્ય , વીર અને વિધિ પોતાનો ટેમ્પો લઈ ને નીકળી પડે છે. એ લોકો વિધિ ને વિલાસપુર છોડી ને આગળ ના લક્ષ્ય પર નીકળવાનું વિચારે છે. રસ્તા પર પહોંચતા પહોંચતા રાત પડી જાય છે......

To be Continued......

★ શુ આદિત્ય ની મંજિલ સાવ નજીક આવી ગઈ છે ?

★ આદિત્ય - ક્રિષ્ના વચ્ચે નો સંબંધ આગળ વધશે ?

★ શુ આદિત્ય વિક્રાલ સુધી પહોંચી શકશે ?

★ આદિત્ય ની આગળ ની મંજિલ માં શુ રહસ્ય હશે ?

હું મારા વાંચકો નો આભાર માનું છું.

Trupti patel :- superb saras rite story aagd vadhi rahi chhe.

Jigna shah :- plz jaldi next part mukjo bahu time baad aave chhe.

Janki :- i really appreciate your work. You are doing well.

હમણાં થી પર્યાપ્ત સમય ની અછત ના લીધે આગળ ના ભાગો લખવામાં વાર લાગવાથી દિલગીર છું. છતાં પણ દરેક ભાગ માં વાંચન પ્રત્યે ની ઉત્સુકતા તથા રુચિ વધારવા માટે અને લેખક ને પ્રેરણા આપવા માટે દરેક વાંચકો નો ખૂબ - ખૂબ આભાર.

Facebook :- m.facebook.com/ansh.gajjar.52

Email :- anandgajjar7338@gmail.com

W.app :- 7201071861

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED