Trutya - paachhala janm no badlo - 16 books and stories free download online pdf in Gujarati

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૬

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૬

( ગયા ભાગ મા આપણે જોયું કે આદિત્ય અને વિધિ ને છોડવા મરતીકા પાસે જાય છે જ્યાં તેઓ મરતીકા ને બહાર લઈ જઈ ને સૂર્ય ના તાપ માં સળગાવે છે. મરતીકા ની આત્મા વિધિ ના શરીર માં ઘુસી જાય છે. વિધિ આદિત્ય ને પાણી પીવડાવી ને પોતાના વશ માં કરી ને બલી આપવા જાય છે ત્યાં વીર આવી પહોંચે છે. વિધિ વીર ને પોતાની જાળ માં ફસાવવાનો પ્રયત્ન કરે છે. )

હવે આગળ.....

અંતે વીર આદિત્ય ની વાત ન માનતા આદિત્ય કંટાળે છે અને તેનો હાથ પકડીને દાંતરડા વડે વિધિ ની પીઠ પર પ્રહાર કરે છે. વિધિ થી મોટી ચીસ નંખાઈ જાય છે અને તેનું શરીર દર્દ થી કકળી ઉઠે છે. વીર પણ ડઘાઈ જાય છે અને વિધિ નું શરીર જમીન પર પડી જાય છે. આ સાથે જ મરતીકા ની આત્મા વિધિ ના શરીર માંથી નીકળી જાય છે અને ગાયબ થઈ જાય છે. વીર વિધિને પોતાના ખોળા માં લઇ લે છે અને રડવા જેવો થઈ જાય છે. વીર ની આંખો માંથી દડ - દડ કરતા આંસુ વહેવા લાગે છે. આદિત્ય વીર ને સમજાવા જાય છે કે આ વિધિ નથી મરતીકા ની આત્મા હતી એના શરીર માં જેને મારવા માટે વિધિ ને પણ મારવી જરૂરી હતી. વીર સમજવા માટે તૈયાર નહોતો અને સમજે પણ કેમ નો ? તમે જેને ખૂબ પ્રેમ કરતા હોય એ શખ્સ નું તમારી સામે તમારા જ હાથે મૃત્યુ થાય તો ? કેવુ આભ તૂટી પડે તમારી ઉપર ? વીર આદિત્ય પર ખૂબ ગુસ્સે થાય છે. તે આદિત્ય ને જોર થી લાત મારે છે એ સાથે જ આદિત્ય પડી જાય છે અને એનું મો જમીન પર ભટકતા એના હોઠ પર થી લોહી નીકળવા લાગે છે. અને વીર કહે છે - તે જ મારી છે મારી વિધિ ને...આનો બદલો હું જરૂર લઈશ… છોડીશ નહિ તને....

આદિત્ય સમજે છે કે વીર પર અત્યારે શુ વીતી રહી છે એટલે તે ફક્ત મૌન રહેવાનું જ યોગ્ય ગણે છે. વીર ના ગુસ્સા ની હદ એટલી વધી જાય છે કે તે આદિત્ય નું અસ્ત્ર જોર થી ફેંકે છે જેના કારણે તેના પડી ને બે ટુકડા થઈ જાય છે. આદિત્ય મજબૂર અને શાંત બની ને ત્યાં ઉભો રહે છે. વીર ફરી રડવા લાગે છે. આદિત્ય તેને એમ જ રડવા દે છે. થોડી વાર પછી વીર શાંત થાય છે અને ત્યારે આદિત્ય તેની પાસે જાય છે અને એના ખભે હાથ મૂકી ને ફક્ત એટલું જ કહે છે કે વીર, વિધિ ના અંતિમ સંસ્કાર કર જેથી એની આત્મા ને શાંતિ મળે. વીર ધીરે ધીરે ઉભો થાય છે. વીર આદિત્ય થી દૂર જાય છે અને એકલો જઇ ને લાકડા શોધવા લાગે છે. આદિત્ય પણ અલગ જઇ ને લાકડા શોધે છે. બંને જણા લાકડા ભેગા કરી ને લાવે છે અને જમીન પર મૂકી ને એની ચિત્તા બનાવે છે. વીર વિધિ ને પોતાની બાહો માં ઉઠાવે છે અને તેડી ને ચિત્તા પર સુવડાવે છે. વીર પોતાના હાથ માં લાકડું લઈ ને એમાં અગ્નિ પ્રગટાવે છે. વીર ચિત્તા ને અગ્નિદાહ આપવા માટે હાથ લંબાવે છે પણ એની હિંમત નથી થતી છતાં પણ ધ્રુજતા હાથે ચિત્તા ને અગ્નિદાહ આપે છે. ફરીવાર વીર ની આંખો માંથી આંસુ નીકળી પડે છે જે કાંઈ અવાજ તો નથી કરતા પણ ઘણું બધું દુઃખ વર્ણવી જાય છે. જેમ જેમ ચિત્તા સળગતી જાય છે એમ એમ વીર ના આંસુ સુકાતા જાય છે અને વિધિ ની આત્મા ને આ દુનિયા માંથી મુક્તિ મળતી જાય છે.

***

રાત નો સમય. ખૂબ જ અંધારું અને જંગલ નો રસ્તો. ભલ ભલા ની હાલત બગડી જાય એવો સમય અને એ સાથે જ જંગલ માં આવતો તિણો અવાજ. એક માણસ સફેદ કલર ની બોલેરો ગાડી લઈ ને જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. દેખાવ માં પણ હેન્ડસમ અને કોઈ રાજકુંવર જેવો લાગી રહ્યો હતો. ફોર્મલ કપડાં ને કારણે એની પર્સનાલિટી વધુ નિખરી રહી હતી જેના કારણે એ કોઈ બિઝનેસ મેન લાગી રહ્યો હતો. થોડે આગળ જતાં એની નજર રસ્તા માં ઉભા ઉભા લિફ્ટ માંગી રહેલી એક છોકરી પર પડી. તેણે ધીરે રહીને ગાડી ત્યાં જઈ ને ઉભી રાખી અને બાજુ માં જઇ ને ગાડી નો કાચ ખોલ્યો.

છોકરી :- ભાઈ સાહેબ, મારે વિલાસપુર જવું છે અને એકલી છું. મને તે બાજુ છોડી દેશો ?

શખ્સ :- પણ હું તો ફક્ત કુંદેરા સુધી જઇ રહ્યો છું.

છોકરી :- કશો વાંધો નહિ. મને ફક્ત અડધે સુધી છોડી દો. બહુ મહેરબાની થશે તમારી.

શખ્સ :- ઠીક છે. ચાલો બેસી જાવ. ( દરવાજો ખોલે છે અને છોકરી ને ગાડી માં બેસાડે છે. આગળ જતાં એ શખ્સ ફરી કહે છે ) એકલા સફર કરવાનો ડર નથી લાગતો ? એ પણ આટલી મોડી રાતે આવા જંગલ માં ? મેં સાંભળ્યું છે કે અહીંયા ડાયનો રહે છે.

છોકરી :- ડાયન ? નહિ તો, તમે જોઈ છે ક્યારેય ?

શખ્સ :- ના, ક્યારેય નહીં.

છોકરી :- જોવા માંગો છો ?

( પોતાનું ડાયન રૂપ ધારણ કરે છે અને શખ્સ ડરી ને ગાડી નીચે ઉતરી જાય છે. પાછળ ફરી ને જોતા ડાયન પણ ગાયબ થઈ ને તેની નજર સામે આવી જાય છે.

ડાયન :- ભાગી ને ક્યાં જશો ભાઈ સાહેબ ? ( ગળુ પકડે છે પણ જેવું ગળું પકડે છે તરત જ હાથ માં કરંટ લાગે છે અને તેનો હાથ છૂટી જાય છે. )

શખ્સ :- શુ થયું ? ડરી ગઈ કજરી ?

ડાયન :- કોણ છે તું ? અને મારું નામ કઈ રીતે જાણે છે ?

શખ્સ પોતાની શર્ટ ની જમણા હાથ ની બાય ચડાવે છે અને તેને પોતાનો હાથ દેખાડે છે જેના પર તૃત્યા નું નિશાન હોય છે.

ડાયન :- તૃત્યા ?

શખ્સ :- કોઈ જેવો તેવો તૃત્યા નહિ. તૃત્યા નો કુંવર માર્કેશ. જીભડી બહાર કાઢ તારી. ( કજરી ની જીભ બહાર કાઢતા જ માર્કેશ એની જીભ ખેંચી લે છે અને કજરી દર્દ થી તડફડવા લાગે છે )

માર્કેશ :- આ એ જ જીભડી છે ને જે તૃતીયાસ્ત્ર નું રહસ્ય ફેરવતી હતી. દાનવ અને માનવ ની દુનિયા માં તૃતીયાસ્ત્ર નું રહસ્ય ખોલવું એ બહુ મોટો અપરાધ છે જેની સજા ફક્ત મૃત્યુ છે. ( માર્કેશ તેના માથા પર હાથ મૂકે છે અને એનું ડોકું મરડી નાખે છે અને કજરી ત્યાં જ ઢળી પડે છે. )

***

વીર એકલવાયો જમીન પર બેઠો હોય છે. વીર ને બધી વાતો યાદ આવતી હોય છે. આદિત્ય ધીરે થી વીર ના ખભા પર હાથ મૂકે છે પણ વીર ઝાટકો મારી ને તેનો હાથ હટાવી લે છે. વીર ફક્ત એટલું કહે છે કે પોતાના સ્વાર્થ માટે બીજા કોઈ ના પ્રેમ ને મારવો સહેલો છે પણ વાત જ્યારે પોતાના પ્રેમ ને મારવાની આવે છે ને તે દિવસે તને સમજાશે. અને વીર ચાલવા લાગે છે આદિત્ય વીર ને રોકવાનો પ્રયત્ન કરે છે. વીર એને સ્પષ્ટ શબ્દો માં જણાવે છે.

વીર :- જેના માટે આ બધું કર્યું એ જ આજે મારી સાથે નથી રહી તો હવે તારી સાથે રહી ને મને શું ફાયદો ?

આદિત્ય :- પણ વીર, હું વિક્રાલ સુધી તારા વિના નહિ પહોંચી શકું.

વીર :- વિક્રાલ તારી મંઝિલ છે મારી નથી. અને વીર ત્યાં થી ચાલવા લાગે છે.

આદિત્ય બુમો પાડે છે પણ વીર સાંભળતો નથી. વીર ના ગયા પછી આદિત્ય પણ એક ઝાડ નીચે ઉદાસ થઈ ને બેસી જાય છે. આદિત્ય ને પણ વિધિ સાથે વિતાવેલી પ્રત્યેક પળો યાદ આવે છે. કારણ કે વિધિ આદિત્ય માટે એક સારી મિત્ર જેવી હતી. આદિત્ય મનમાં મૂંઝાય છે કે એના પર પણ એક કલંક લાગ્યો છે. વિધિ ની હત્યા નો કલંક. આદિત્ય ને પોતાના પર જ ગુસ્સો આવે છે અને પસ્તાવો પણ થાય છે કે પોતે આટલો સ્વાર્થી છે કે પોતાના માટે વિધિ નું બલિદાન આપી દીધું એ પણ વગર વિચાર્યે. આદિત્ય સાવ લાચારી ભરી નજરે બેઠો હોય છે. તેની પાસે ના તો અસ્ત્ર હોય છે કે ના તો વીર. એટલા માં પાછળ થી કોઈક ના પગના ડગલાઓ નો અવાજ આવે છે. આદિત્ય તે તરફ નજર કરી ને જુએ છે તો તેને કોઈક પડછાયો પોતાની તરફ આવતો દેખાય છે. અંધકાર માં પડછાયો સ્પષ્ટ નથી દેખાતો હોતો. પડછાયો પોતાની સાવ નજીક આવતા આદિત્ય ચોંકી જાય છે કારણ કે એ પડછાયો એ જ અઘોરી નો હોય છે જેને આદિત્ય અને સમીર ને તૃતીયા સુધી પહોંચવાનો રસ્તો દેખાડ્યો હતો. પોતાની નજીક અઘોરી ને આવતો જોઈ ને આદિત્ય એને બે હાથ જોડી ને નમન કરે છે.

આદિત્ય :- મહારાજ તમે અહીંયા ?

અઘોરી :- ઉદાસ કેમ છે બચ્ચા ?

આદિત્ય :- વિધિ નો જીવ મારા કારણે ગયો અને વીર પણ મારા થી નારાઝ થઈ ને ચાલ્યો ગયો છે.

અઘોરી :- સમુદ્ર મંથન માં પણ અમૃત પ્રાપ્તિ પહેલા ઝહેર તો પીવું જ પડે છે. વીર ની ચિંતા તું ના કરીશ તું તારો ધર્મ નિભાવ. વીર જરૂર પાછો આવશે......

***

તૃતીયા સામ્રાજ્ય જ્યાં નો બાદશાહ વિક્રાલ જે મૃત્યુ પછી પણ આત્મા રૂપે પોતાનું સામ્રાજ્ય વસાવીને રાજ કરી રહ્યો હતો. બ્રહ્મરાક્ષસી નું મૃત્યુ નું તાંડવ વિક્રાલ ની સેવીકા કુંભડી અને માર્કેશે પોતાની જાદુઈ શક્તિ થી જોયું હતું. વિક્રાલ પણ હજુ એ વાત થી અજાણ હતો કે આદિત્ય એનો વિનાશ કરવા માટે નીકળી પડ્યો છે. વિક્રાલ ને આ વાત ની જાણ થતાં તે વિચારે છે કે આદિત્ય સાથે બ્રહ્મરાક્ષસી નો વિનાશ કરવા વાળો આ બીજો શખ્સ કોણ હશે ? માર્કેશ વિક્રાલ ને આ બાબત થી દુર રહેવાનું જણાવીને વચન આપે છે કે હું આદિત્ય ને તમારા સુધી નહીં પહોંચવા દઉં અને પોતે આના વિશે વધુ તપાસ કરવા નીકળી પડે છે.

વીર જંગલ માં એકલો બેઠો હોય છે. અંધારી રાત અને મનમાં અસંખ્ય વિચારો. તેના મનમાં હજી પણ વિધિ પ્રત્યે જ વિચારો ચાલતા હતા. વીર એટલો બેકાબૂ બની ગયેલો હતો કે એને એ પણ યાદ નહોતું કે તેની પોતાની પાસે પણ ગાડી હતી છતાં પણ જંગલ માં ભાન ભૂલી ને કોઈ ની પાસે લિફ્ટ ની અપેક્ષા લઈ ને બેઠો હતો. વીર મન માં આશા લઈ ને બેઠો હતો કે હવે પોતે વિલાસપુર પાછો જશે. થોડી વાર થઈ હતી કે વીર ને પોતાની આંખો માં દૂર થી પ્રકાશ રેલાતો દેખાયો. વીર ને લાગ્યું કે કોઈ વાહન પોતાની તરફ આવી રહ્યું છે. તેના મનમાં આશા ના કિરણો વધવા લાગ્યા અને ગાડી માંથી રેલાતી હેડલાઈટ ના અજવાળા ને કારણે વીર ની આંખો અંજાઈ રહી હતી. ગાડી ને પોતાની નજીક આવતી જોઈ ને વીર ઉભો થયો અને પોતાનો હાથ દેખાડીને ગાડી ઉભી રાખવા માટે ઈશારો કર્યો. એક સફેદ કલર ની બોલેરો પોતાની નજીક આવી ને ઉભી રહી જેમાં માર્કેશ બેઠો હતો. માર્કેશે ગાડી નો કાચ ખોલ્યો અને એ સાથે જ વીરે આશા ભરી નજરે પોતાની માગણી વ્યક્ત કરી.

વીર :- મારે વિલાસપુર તરફ જવું છે. મને ત્યાં સુધી છોડી દેશો ?

માર્કેશ :- પણ હું તો ફક્ત કુંદેરા સુધી જ જાઉં છું.

વીર :- ( પોતાનું માનસિક સંતુલન ખોતા ) ચૂપ કર, તું જ મને વિલાસપુર સુધી લઈ જઈશ.

માર્કેશ ને પણ ખૂબ ગુસ્સો આવે છે અને પોતાનું અસલી રૂપ ધારણ કરવા પર મજબૂર થઈ ઉઠે છે. છતાં પણ પોતાના ગુસ્સા પર કાબુ કરે છે અને ગાડી નો દરવાજો ખોલી ને કહે છે ઠીક છે બેસી જા અને વીર ચૂપ ચાપ ગાડી માં બેસી જાય છે. ગાડી ધીરે ધીરે આગળ વધે છે અને થોડી વાર પછી માર્કેશ વીર સાથે વાર્તાલાપ શરૂ કરે છે.

માર્કેશ :- તમે એ જ ભૂત વિનાશક છો જેને હાલ માં જ એક બ્રહ્મરાક્ષસી નો વધ કર્યો હતો.

વીર :- મેં એ બધું છોડી દીધું છે અને હવે સવાલ બંધ કર નહિ તો.....

માર્કેશ નો ગુસ્સો હવે પાતાળ પાર કરી જાય છે અને ગુસ્સા થી એની આંખો લાલ પીળી થઈ જાય છે. તે પોતાના બે દાંત બહાર કાઢવા નો પ્રયત્ન કરે છે એટલા મા એની નજર વીર ના હાથ પર પડે છે જેના પર તૃતીયા નું નિશાન હોય છે જે પોતાની નજીક આવતા જ ચમકવા લાગ્યું હોય છે. માર્કેશ નો ગુસ્સો બેચેની માં પરિવર્તિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આ પણ એક તૃતીયા ? કેવી રીતે બની શકે ? એક તૃતીયા થઈ ને પોતાના જ કુળ ને મારવા માટે પડ્યો છે ? કેવી રીતે મારું હવે હું આને ? આવા કેટલાય સવાલો એક સાથે એના મન માં ઘર કરી જાય છે અને વિચારવા મજબૂર કરી નાખે છે. માર્કેશ ગાડી ઉભી રાખી દે છે અને વીર ને કહે છે ઉતર....જલ્દી ગાડી માંથી.....ઉતર.....તે વીર ને ગાડી નો દરવાજો ખોલી ને જોર થી લાત મારે છે જેના કારણે વીર ગાડી માંથી બહાર ફંગોળાઈ જાય છે અને માર્કેશ ગાડી આગળ હંકારી કાઢે છે.

વીર ખૂબ ગુસ્સે થાય છે. તે પહેલાં થી જ વિધિ ના વિચારોને લીધે પાગલ બની ગયો હતો અને એમાં પણ એનો ગુસ્સાવાળો સ્વભાવ એટલે..… તેનો પોતાના મન પર કાબુ નથી રહેતો અને તે જેમ તેમ ગાળો બોલવાનું શરૂ કરી દે છે....એ પાછો આય ડોફા.....તે મને નિચે ઉતાર્યો ? તું પાછો આય અહીંયા.....જોઈ લઉં તને.....

માર્કેશ પોતાની ધૂન માં જ ગાડી લઈ ને ચાલ્યો જાય છે. માર્કેશ સીધો કુંભડી પાસે જાય છે. માર્કેશ એને જણાવે છે કે વીર એક તૃતીયા છે હું એને કઈ રીતે મારુ એ મને સમજાતું નથી. હવે તું તારી રીતે કોઈ યુક્તિ વિચાર અને આગળ કાંઈક કર અને જવાબ માં કુંભડી કહે છે કે મેં મારી એક ચાલ તો ચાલી નાખી છે હવે બીજી ચાલ નો વારો.....

To be Continued........

★ આદિત્ય વીર વગર આગળ વધી શકશે ?

★ વીર હવે ક્યાં જશે અને શું કરશે ?

★ કુંભડી આગળ શુ કરશે ?

Facebook :- m.facebook.com/ansh.gajjar.52

Email :- anandgajjar7338@gmail.com

W.app :- 7201071861

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED