તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૫ Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૫

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૫

( ગયા ભાગ માં આપણે જોયું કે આદિત્ય વિધિ ને કુવા નું પાણી પીતા રોકે છે. વીર કુવા માં કૂદી ને તળિયે જાય છે જ્યાં એનો ભેટો મરતીકા જોડે થાય છે અને તેને માર્કેશ વિશે જાણવા મળે છે. મરતીકા આવી ને માજી ને લઈ જાય છે અને અંતે આદિત્ય નું રૂપ ધારણ કરી ને વિધિ ને પણ લઈ જાય છે. આદિત્ય અને વીર ના ત્યાં પહોંચતા મરતીકા ને જાણ થઈ જાય છે આદિત્ય પર તે હુમલો કરે છે અને આદિત્ય વીર ને બહાર ગાડી ચાલુ કરવા માટે મોકલે છે.)

હવે આગળ.......

મરતીકા :- ૧૦ ડાયન મરે છે ત્યારે એક મરતીકા પેદા થાય છે. તને શું લાગે છે કે તું આ રમકડાં થી મને રોકી લઈશ ? હવે તું ગયો જાન થી.

મરતીકા જેવી એના પર હુમલો કરવા જાય છે કે આદિત્ય તરત જ એના પગ માં પડી જાય છે અને માફી માંગવા લાગે છે. આદિત્ય કરગરવા લાગે છે અને સાથે સાથે જ એના પગ પાસે રાખેલું દોરડું એને ખબર ના પડે એ રીતે એના પગ ની ફરતે વિટોળવા લાગે છે અને બાંધી દે છે. પણ મરતીકા ને એનો કોઈ ફરક પડતો નથી. મરતીકા જેવું દાંતરડું ઉઠાવીને આદિત્ય ને મારવા માટે જાય છે મેં તરત જ એનો પગ લપસી જાય છે અને નીચે પડી ને બહાર તરફ ખેંચાવા લાગે છે કારણ કે વીરે ગાડી ચાલુ કરી દીધી હોય છે અને આગળ જવા દીધી હોય છે જેના કારણે મરતીકા જમીન પર ધસડાઈ ને બહાર તરફ જઈ રહી હોય છે. મરતીકા ધસડાતી - ધસડાતી બહાર જંગલ તરફ જાય છે. જંગલ માં આવતા જ સૂરજ ના કિરણો મરતીકા પર પડે છે અને તે સળગવા લાગે છે. અંતે મરતીકા સળગીને મધમાખી નું સ્વરૂપ લે છે અને ઉડી જાય છે જે ગુફા માં જઇ ને વિધિ ના શરીર માં ઘુસી જાય છે. આદિત્ય અને વીર રાજી થઈ જાય છે કે મરતીકા નો વિનાશ થઈ ગયો છે અને ચામુંડા ગામ હવે ફરીવાર પાણી પી શકશે. તે લોકો ને અચાનક વિધિ યાદ આવે છે જે ગુફા માં એકલી હોય છે.

વિધિ ના શરીર માં મધમાખીઓ ઘુસતા એનું આખું રૂપ બદલી જાય છે. બહાર થી તો એ વિધિ રહે છે પણ અંદર થી એ મરતીકા બની જાય છે. વિધિ જોર જોર થી હસવા લાગે છે અને બોલે છે. મને મારવી આટલી બધી સહેલી નથી. એટલા મા વીર અને આદિત્ય પણ ત્યાં આવી પહોંચે છે. વિધિ ને સાજી અને નુકશાન વગર જોઈ ને તે લોકો ખૂબ જ રાજી થઈ જાય છે.

વીર :- વિધિ, અમે મરતીકા ને મારી નાખી છે. હવે આખું ચામુંડા આઝાદ છે.

વિધિ :- પણ ખતરો હજુ સુધી ટળ્યો નથી. આદિત્ય તું તારું અસ્ત્ર જોઈ લે.

આદિત્ય પોતાનું અસ્ત્ર કાઢે છે અને બહાર કાઢતા જ તે ચમકવા લાગે છે. આદિત્ય વિચારવા લાગે છે કે મરતીકા ને તો અમે લોકો એ મારી નાખી છે તો આવુ કઈ રીતે થઈ શકે ?

વિધિ :- લાગે છે કે મરતીકા ના શ્રાપ ની અસર હજી સુધી મારા પર છે. અને જો હું બહાર અજવાળા માં જઈશ તો હું સળગી જઈશ એટલે હું બહાર નહિ જઇ શકું.

આદિત્ય :- ઠીક છે, તો આનો શ્રાપ તો આજ સાંજ સુધી જ રહેશે ને ? ત્યાં સુધી એક કામ કરીએ. વીર તું અને વિધિ અહીંયા ગુફા માં જ રહો હું ચામુંડા વાસીઓ પાસે જાઉં છું અને એમને જણાવું છું કે ચામુંડા હવે મરતીકા ના શ્રાપ માંથી મુક્ત થઈ ગયું છે.

આદિત્ય ગામ માં જાય છે અને તે સીધો જ ત્યાં જાય છે જ્યાં અજાણ્યો શખ્સ તેને પોતાના ઘરે લઈ ગયો હતો. આદિત્ય તેને જઇ ને ખુશ ખબર આપે છે અને સાથે સાથે એક દુઃખ ની વાત પણ જણાવે છે અને એની માફી માંગે છે કે એ એની માં ને ના બચાવી શક્યો. છતાં પણ પેલો માણસ કહે છે કે જે થવાનું હતું એ થઈ ગયું પણ હવે બીજા લોકો તો સુખે થી રહી શકશે એ જાણી ને ખુશી થાય છે. એ પાણી નો પ્યાલો ભરી ને લાવે છે અને કહે છે કે તમે અમને આટલી મોટી મુશ્કેલી માંથી બચાવી ને બહુ મોટો ઉપકાર કર્યો છે એટલે ચામુંડા નું પહેલું પાણી તમે પીઓ અને પાવન કરો. આદિત્ય પાણી પીવા માટે પ્યાલો હાથ ધરે છે એટલા માં એની નજર એના હાથ પર રહેલા અસ્ત્ર પર પડે છે જે ચમકવા લાગે છે. આદિત્ય ને ફરી ખ્યાલ આવે છે કે મરતીકા ના શ્રાપ ની અસર હજી સુધી ટળી નથી એટલે આજ રાત સુધી અહીંનું પાણી પીવું યોગ્ય નથી અને એ આ જ વાત બીજા ને પણ જણાવે છે. આદિત્ય ત્યાં થી રજા લે છે અને બહાર જઇ ને ગાડી પાસે જઇ ને વિચારે છે કારણ કે પ્લાન પ્રમાણે વીર ને વિધિ ને લઈ ને આદિત્ય એ અહીંયા મળવાનું કહ્યું હતું.

***

વીર અને વિધિ બંને ગુફા માં એકલા બેઠા હોય છે. વીર ને વિધિ ને કાંઈક કહેવાનું મન થાય છે.

વીર :- વિધિ, મને ખબર છે કે તું મને નહિ પણ બ્રધર ને પ્રેમ કરે છે. મને ડર હતો કે હું તને ખોઈ બેસીસ, પણ જે પ્રેમ માં જલન અને ડર બંન્ને હોય છે એ પ્રેમ શુ કામ નો ? મારા ખ્યાલ થી તારા માટે બ્રધર જ યોગ્ય છે એટલે હું તમારા બંન્ને ના રસ્તે થી હટી જઈશ.

વિધિ કાંઈ જવાબ આપતી નથી. તે ફક્ત એટલું જ કહે છે કે, "વીર, અંધારું થઈ ગયું છે તો આપણે અહીંયા થી નીકળવું જોઈએ. જતા જતા વિધિ મન માં બોલે છે કે આદિત્ય તું મારી છેલ્લી બલી બનવા તૈયાર થઈ જા. બંને આદિત્ય પાસે જાય છે.

આદિત્ય :- હવે આપણે લોકો એ નીકળવું જોઈએ. ( પણ બસ વિધિ ને તો ફક્ત બહાનું જોઈતું હોય છે કોઈ પણ ભોગે અહીંયા રોકવા માટે નું )

વિધિ :- મને ખુબ તરસ લાગી છે અને તરસ થી મારી હાલત ખરાબ છે કારણ કે છેલ્લા ૨ દિવસ થી મેં પાણી નથી પીધું.

આદિત્ય :- પણ ચામુંડા ના પાણી પર થી હજી મરતીકા ની અસર દૂર થઈ નથી.

વિધિ :- મેં કીધું હતું ને કે એના શ્રાપ ની અસર ફક્ત રાત સુધી જ હશે અને હવે તો રાત પડી ગઈ છે એટલે કોઈ વાંધો નથી. બધું સારું થઈ ગયું હશે.

આદિત્ય :- હા, સાચી વાત છતાં પણ કોઈ ચાન્સ ના લેવો જોઈએ. આપણે નિકળીશું અને આગળ ના કોઈ ગામ માં જઇ ને પાણી પી લેજો.

વિધિ :- અરે, પણ હું ખૂબ થાકી ગઈ છું અને મારે થોડી વાર માટે આરામ કરવો છે અને તમે પણ ૨ દિવસ થી નથી સુતા તો આપણે બધા આરામ કરી લઈએ અને પછી નીકળી જઈશું.

આદિત્ય ને એની વાત યોગ્ય લાગે છે અને અંતે તે માની જાય છે. આદિત્ય, વીર અને વિધિ ગાડી માં જ સુઈ જાય છે. અડધી રાત થતા અચાનક જ વિધિ ની આંખ ખુલે છે. વિધિ ઉભી થઇ ને ગાડી માંથી ઉતરે છે અને થોડી વાર માં કટોરા માં પાણી ભરી ને લઈ આવે છે. વિધિ આદિત્ય ને ઉઠાડે છે અને કહે છે કે લે આદિ, પાણી પી લે.

આદિત્ય પાણી પીવા માટે હાથ લંબાવે છે પણ એને અચાનક અસ્ત્ર યાદ આવતા એ બેગ માંથી અસ્ત્ર કાઢે છે. પણ આ જોતા વિધિ કહે છે આદિત્ય, ભરોસો રાખ મારા પર હવે બધું સારું થઈ ગયું છે. બુરાઈ સાથે લડતા લડતા સારાઈ પર થી તારો ભરોસો ઉઠી ગયો છે. વિધિ પોતે પાણી પીવે છે અને આદિત્ય ને બતાવે છે. આદિત્ય પોતાનું અસ્ત્ર ત્યાં જ મૂકી દે છે અને વિધિ ના હાથ માંથી કટોરો લઈ ને પાણી પીવા લાગે છે. પાણી પિતા જ આદિત્ય પર તેની અસર શરૂ થઈ જાય છે. તેનું સ્વરૂપ બદલાવ લાગે છે.

વિધિ :- શાબાશ, હવે ચાલ મારી સાથે અને મારી છેલ્લી બલી બનવા તૈયાર થઈ જા. આદિત્ય અને વિધિ બંને ગુફા તરફ જાય છે. એ બંન્ને ના જતા જ તરત વીર ની આંખ ખુલે છે અને તે જુએ છે કે ગાડી માં કોઈ જ નથી. વીર ને ખૂબ ગુસ્સો આવે છે અને મજબૂર થઈ ને રડવા જેવો થઈ જાય છે. "જેને મેં ખૂબ પ્રેમ કર્યો એ આજે બીજા સાથે...." આવા શબ્દો સરી પડે છે વીર ના મોઢા માંથી. આદિત્ય ની નજર ગાડી માં પડેલા આદિત્ય ના અસ્ત્ર પર પડે છે અને તે ઉઠાવીને ફેંકવા જાય છે. અચાનક અસ્ત્ર ચમકવા લાગે છે. વીર ની નજર અડધા ભરેલા પાણી ન કટોરા પર પડતા એ બધું જ સમજી જાય છે. વીર ના મન માં એક ક્ષણે બે વિચારો ચાલુ થઈ જાય છે. પહેલો એ કે વિધિ એ એને પાણી પીવડાવી ને સારું કર્યું અને મારા રસ્તે થી હટાવી દીધો. હવે જવા દે એને જે થયું એ મારા માટે સારું જ છે. અને બીજો વિચાર એ આવે છે કે મેં એને ભાઈ કીધો છે અને મારી નજર સામે હું એને આવી હાલત માં જોઈ ના શકું. હું એને કાંઈ ના થવા દઉં. પછી ભલે મારે એના માટે મારા પ્રેમ નો ત્યાગ આપવો પડે હું આપીશ. વીર ને આખરે બીજો વિચાર યોગ્ય લાગે છે.

વિધિ આદિત્ય ને લઈ ને ગુફા માં જાય છે. વિધિ ત્યાં જઈ ને આદિત્ય ના માથા પર કંકુ લગાવે છે અને ગળા માં હાડકા થી બનેલી માળા પહેરાવે છે.

વિધિ :- હવે તું મારી છેલ્લી બલી છે. હું તારી છેલ્લી બલી આપી ને મારુ કર્ઝ ઉતારી દઈશ. તે આદિત્ય ને ઈશારો કરે છે કે જા અને જઇ ને ત્યાં માથું રાખી દે. વિધિ દાંતરડું ઉઠાવે છે અને અને એનું ધડ અલગ કરવા માટે જાય છે. વિધિ જેવો હાથ ઉઠાવે છે કે પાછળ થી વીર આવી ને વિધિ નો હાથ પકડી રાખે છે. વીર એના હાથ માંથી દાંતરડું લઈ લે છે અને ફેંકી દે છે અને આદિત્ય એ ડોક માં પહેરેલી માળા ખેંચી નાખે છે જેના કારણે આદિત્ય પર કરેલું વશીકરણ તૂટી જાય છે અને તે ભાન મા આવી જાય છે.

વીર :- પાગલ છે કે શું ?

વિધિ :- તારે તો ખુશ થવું જોઈએ કે હું આદિત્ય ને તારા રસ્તા માંથી દૂર કરી રહી છું. એના મર્યા પછી હું હમેશા માટે તારી થઈ જઈશ.

( આદિત્ય વચ્ચે બોલે છે)

આદિત્ય :- વીર, આ વિધિ નથી. આ મરતીકા છે આની વાતો મા ના આવીશ.

વિધિ :- હા, હું મરતીકા છું. આદિત્ય ને પ્રેમ કરનારી વિધિ તો ક્યારની મરી ગઈ છે પણ વીર, તું ઈચ્છે છે તો આ મરતીકા હમેશા માટે તારી થઈ શકે છે અને એ પણ વિધિ ના આ ખુબસુરત શરીર સાથે. એ જ વિધિ જેને તું પામવા માગે છે.

(વીર પોતે હવે કન્ફ્યુઝ થઈ જાય છે. એને શુ કરવું અને શું ન કરવું એ નથી સમજાતું. એક તરફ એનો પ્રેમ હોય છે અને બીજી તરફ એની મિત્રતા. એ સમજી નથી શકતો કે એ કોનો સાથ આપે અને કોને સાથ ના આપે)

આદિત્ય :- વીર, આની વાતો મા ના આવીશ.

વિધિ :- તું ચૂપ બેસ મૂર્ખ, તું શું પોતાની જાત ને બહુ હોશિયાર સમજે છે. તને તો એ પણ નથી ખબર કે એક બ્રહ્મરાક્ષસી ને તારા જેવો સામાન્ય માણસ ના મારી શકે. તેને ફક્ત એક તૃત્યા જ મારી શકે છે.

આદિત્ય :- વીર, તું આની વાત ન માનીશ. મારી નાખ તું આને. ફક્ત તું જ મારી શકીશ આને.

વિધિ :- વીર, વિચારિસ નહિ. આપી દઈએ માર્કેશ ને મારી છેલ્લી બલી પછી હું અને તું હમેશા માટે આઝાદ અને હું એક બ્રહ્મરાક્ષસી અને તું એક તૃત્યા. આપણા બંન્ને નું મિલન આપણી શક્તિ ને ૧૦ ગણી વધારી દેશે અને પછી આપણે માર્કેશ થી પણ ડરવાની કોઈ જરૂર નથી કે નથી મોટા ભાઈ વિક્રાલ થી.

વિક્રાલ નું નામ સાંભળીને આદિત્ય સ્તબ્ધ થઈ જાય છે જ્યારે તેને ખબર પડે છે કે વિક્રાલ ને એક બીજો ભાઈ પણ છે.

વિધિ :- વીર, આદિત્ય નું મૃત્યુ આપણા બંન્ને માટે એક નવી જિંદગી શરૂ કરશે.

આદિત્ય :- વીર મારી નાખ આને...આ મરતીકા છે.

વિધિ :- ફક્ત તારી વીર, હમેશા માટે તારી.

વીર હવે પીગળી જાય છે. એને ફક્ત એનો પ્રેમ જ દેખાવ લાગે છે. વિધિ તરત વીર ને પોતાની બાહો માં ભરી લે છે.

વીર :- તું હમેશા માટે મારી જ રહીશ ને ? મને છોડી તો નહીં દે ને ?

વિધિ :- ના વીર, નહિ છોડું તને. હમેશા માટે તારી જ છું અને તારી જ રહીશ.

આદિત્ય ધીમે થી વિધિ ની પાછળ આવે છે અને જમીન પર પડેલું દાંતરડું ઉઠાવે છે. આદિત્ય વીર ને દાંતરડું આપે છે અને વીર ને વિધિ ને મારી નાખવા માટે ઈશારો કરે છે પણ પ્રેમ માં પાગલ થયેલ વીર ને ફક્ત વિધિ જ દેખાય છે અને તે ચોખ્ખી ના પાડી દે છે. આદિત્ય ફરીવાર એને મારવા માટે કહે છે પણ વીર બીજી વાર પણ ના પાડી દે છે. અને અસ્ત્ર છોડવા માટે પોતાનો હાથ ઢીલો કરી દે છે........

To be continued......

★ શુ વીર વિધિ ને મારી નાખશે ?

★ શુ આદિત્ય ની બલી ચઢી જશે ?

★ હવે પછી વાર્તા માં એક ખૂબ મોટો વળાંક આવશે. શુ હશે એ વળાંક ?

Facebook :- m.facebook.com/ansh.gajjar.52

Email :- anandgajjar7338@gmail.com

W.app :- 7201071861