કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૨... Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૨...

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧૨

નીકી અને વિશ્વાસ કોલેજ કેમ્પસમાં ઝાડ નીચે એક બેંચ પર બેસ્યા. બંનેએ વાતો શરુ કરી પણ વિશ્વાસને અહી બેસવું કમ્ફર્ટેબલ લાગતું ન હતું. કોલેજ કેમ્પસમાં છોકરી સાથે બેસીને તેણે ક્યારેય વાતો કરી ન હતી. તેને ત્યાં બહુ ઓકવર્ડ ફીલ થતું હતું પણ નીકીને કંઇક અલગ પ્રકારનું ફીલ થતું હતું. નીકીને વિશ્વાસ સાથે આમ એકલાં બેસવું ગમતું હતું.

વિશ્વાસ શું બોલવું, ક્યાંથી બોલવાની શરુઆત કરવી, કઈ વાતથી શરુઆત કરવી તે મનોમન વિચારતો હતો. નીકીના મનમાં કંઇક આવાજ પ્રશ્નો ઉભરી રહ્યા હતાં. તે બંને એકબીજા સામે થોડીવાર માટે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા. ઝાડ પરથી સુકા પાંદડા વિશ્વાસના માથા પર પડતાં તેની નજર ઝાડ તરફ ઉપર ગઈ અને તે બોલ્યો, “અરે નીકી ! અહીં તો માથે કચરો પડશે.”

“હા અને ધુળ પણ ઉડશે.” નીકી ઉંડો નિ:શ્વાસ છોડીને બોલી.

વિશ્વાસે કેમ્પસમાં આમતેમ જોઇને કહ્યું, “નીકી, કેમ્પસમાં આપણા સિવાય કોઈ આમ ઝાડ નીચે બેસીને વાતો કરતું દેખાતું નથી. હમણાં તો બધા લેક્ચરમાંથી બહાર આવ્યા હતાં એટલી વારમાં ક્યાં ગાયબ થઇ ગયા ?”

નીકી વિશ્વાસ સામે જોઇને ધીમા સ્વરે બોલે છે, “એ બધા કોલેજની બહાર આવેલ કેફે યા કેક શોપમાં બેઠાં હશે.આવી ગરમી અને બફારામાં કેમ્પસમાં તો આપણા જેવા જ જોવા મલે.”

“આપણા જેવા એટલે કેવા ?”

“આઈ મીન. એટલે જે ને ભણવા સિવાય બીજા કશાયમાં રસ ન હોય તેવા. આપણા જેવા લેકચર રૂમ, લાયબ્રેરી, કેન્ટીનમાં જ જોવા મળે.”

“તો ચલો આપણે પણ ..”

નીકી વિશ્વાસની વાત અટકાવીને બોલી, “પ્લીઝ વિશ્વાસ, લાયબ્રેરીનું નામ તો લેતો જ નહિ. તારે જવું હોય તો જા. હું નથી આવતી ત્યાં.”

“અરે યાર, વાત તો પુરી સાંભળ. હું લાયબ્રેરીમાં નહીં પણ કેફેમાં જઈએ એમ કહું છું.” વિશ્વાસે ઉભા થઇ નીકીની સામે જોઇને કહ્યું.

નીકી પણ વિશ્વાસની કેફેમાં જવાની વાત પર ખુશ થઈ ગઈ અને ચલો જઈએ કહી બેંચ પરથી ઉભી થઇ ફટાફટ ચાલવા લાગી. વિશ્વાસ પણ તેની પાછળ ચાલતા ચાલતા પ્રશ્ન કરતાં બોલ્યો, “ નીકી, તું ક્યારેય આ કેફેમાં ગઈ છે ?”

નીકી બોલી, “હા બે ત્રણ વાર.”

“હમ્મ. કોની સાથે ?” વિશ્વાસે મજાકીયા સ્વરમાં કહ્યું.

“બસ હવે. હું મારી ફ્રેન્ડ સાથે ગઈ છું. અને આમે તારા સિવાય અહી મારો કોઈ બોય ફ્રેન્ડ છે ક્યાં ?” નીકીએ વિશ્વાસની સામે તીરછી નજરે જોઇને કહ્યું.

નીકીએ પોતાને બોય ફ્રેન્ડ કહ્યું તે સાંભળી વિશ્વાસ નીકીની સામે જોતો જ રહ્યો અને નીકીને આમ પોતાની સામે જોઈ રહેલા વિશ્વાસને જોઈને મજા આવી. વિશ્વાસના ખભે હાથ મુકી નીકી બોલી, “આમ રસ્તા વચ્ચે જ ઉભા રહી વાતો કરવી છે કે કેફેમાં જવું છે.”

વિશ્વાસ કંઈ બોલ્યો નહી પણ કેફે ની દિશામાં ચાલવા માંડ્યો. વિશ્વાસ કોઈ છોકરી સાથે આમ કોલેજ બહાર કેફેમાં જવા પહેલીવાર નીકળ્યો હતો એટલે થોડો નર્વસ હતો.

નીકી માટે કેફેમાં જવું અને એ પણ વિશ્વાસ સાથે એ સપના જોવા જેવું હતું. વિશ્વાસના આમ બદલાતા મુડને સમજવો નીકી માટે અઘરું હતું પણ નીકી આ પળને મનમાં એન્જોય કરી રહી હતી.

કેફેના ડોર પાસે પહોંચી નીકી વિશ્વાસની સામે જોઇને બોલી, “કેમ આમ નર્વસ નર્વસ લાગે છે તું.”

“સાચું કહું નીકી. કેફેમાં હું ફર્સ્ટ ટાઈમઆવ્યો છું એટલે. મને કંઈ સમજાતું નથી.”

“હું છું ને તારી સાથે. હું તને અંદર જઈને બધું સમજાવીશ.” નીકી વિશ્વાસનો હાથ પકડી અંદર કેફેમાં લઇ ગઈ.

કેફેમાં અંદર કોલેજના સ્ટુડન્ટસ નું ટોળું હતું. દરેક ટેબલ પર બધા ભેગા મળીને કોફી અને ફુડ એન્જોય કરતાં હતાં. વિશ્વાસની નજર વારાફરતી બધા ટેબલ ફરી રહી હતી. તેણે આવું દ્રશ્ય ક્યારેય જોયું નહોતું. કોલેજમાં સાવ સીધી લાગતી છોકરીઓ પણ અહી છોકરાઓ જોડે મજાક મસ્તી કરી રહી હતી. તે બંનેને તેમના ક્લાસના કેટલાંક મિત્રોએ તેમની સાથે ટેબલ પર બેસવા માટે પણ કહ્યું. નીકીએ તેમને થેન્ક્સ કહી ખાલી ટેબલ તરફ જવા વિચાર્યું. કેફેમાં અંદરની બાજુએ એક કપલ ટેબલ ખાલી હતું ત્યાં નીકી વિશ્વાસને લઇ ગઈ.

ચેર પર બેસીને વિશ્વાસ હજુ પણ અન્ય ટેબલ પરના લોકોને જોઈ રહ્યો હતો અને નીકી વિશ્વાસને જોઈ રહી હતી. નીકીએ વિશ્વાસના ફેસ આગળ ચપટી વગાડીને કહ્યું, “યાર તારું સૌંદર્ય દર્શન પત્યું હોય તો આપણે કંઈ ઓર્ડર કરીએ અને આપણી વાતો કરીએ.”

નીકીની આ વાત પર શરમાઈને વિશ્વાસ બોલ્યો, “નીકી તું પણ શું આમ એલફેલ બોલે છે. હું કંઇક બીજું જોવું છું.”

“વાઉવ. એટલે તારી નજર બીજે ક્યાંક ..ક્યાં ?”

“બસ કર મારી ખેંચવાની.” વિશ્વાસ નીકીની વાતને અટકાવી બોલ્યો.

વિશ્વાસે કેફેનું મેનુ ફટાફટ રીડ કરી નાખ્યું પણ તેને કંઈ ગતાગમ પડી નહી એટલે એ બોલ્યો, “હું તો એક વેજીટેબલ સેન્ડવીચ લઈશ અને નીકી તું ?”

નીકી મેનુ ડીટેલમાં અને ઇન્ટરેસ્ટથી રીડ કરી રહી હતી. નીકીને આમ રીડ કરતાં જોઈ વિશ્વાસ હસીને બોલ્યો, “આટલું ડીટેલમાં અને ઇન્ટરેસ્ટથી બુક્સ રીડ કરતી હોય તો ..”

“તો તારો નંબર મારી પાછળ આવી જાય.” નીકી મેનુમાંથી નજર બહાર કાઢ્યા વગર ઉતાવળા સ્વરે બોલી ગઈ.

નીકીની આ વાતથી વિશ્વાસની હસી જતી રહી અને તે વિચારવા લાગ્યો કે ખરેખર નીકી સ્ટડીમાં હજુ વધુ ઇન્ટરેસ્ટ લે તો તે આગળ નીકળી જાય અને તેનો રેન્ક પણ ઘટી જાય. થોડું વિચારી વિશ્વાસ મનમાં ને મનમાં બોલ્યો નીકી જે કરે છે તે સારું જ છે, તેને બહુ મોટીવેટ કરવા જેવી નથી.

નીકીએ મેનુમાંથી નજર બહાર કરી વિચારી રહેલા વિશ્વાસને કહ્યું, “એય પાછો વિચારોમાં ખોવાઈ ગયો. યાર તું નેટવર્કમાં રહેવાનું કર, આમ વારેવારે ખોવાઈ ના જા.”

“હું અહીં જ છું. કંઈ વિચારતો નથી.”

“વિશ્વાસ તને આટલી બધી વેરાઈટીમાંથી માત્ર સેન્ડવીચમાં જ રસ પડ્યો.”

“સાચું કહું નીકી અને તારી લેન્ગવેજમાં કહું તો, મને આ મેનુમાં કંઇજ ટપી પડી નથી. બધું ઉપરથી જાય છે.”

“બે યાર. થોડું ઇન્ટરેસ્ટ લઈને રીડ કરવું પડે તો સમજાય.”

“તું ઓર્ડર આપી દે આપણા બેય નો. મને બધું ફાવશે અને ગમશે પણ.”

વેઈટર ઓર્ડર લેવા આવ્યો એટલે નીકીએ તેની સાથે થોડી ડિસ્કશન કરી પાસ્તા, બર્ગર, સેન્ડવીચ ઓર્ડર કરી પણ કોફી માટે હજુ કન્ફયુઝન હતી. નીકી સિમ્પલ અને રેગ્યુલર કોફીને બદલે કંઇક અલગ કોફી ઓર્ડર કરવાનું વિચારતી હતી પણ તે માટે તે કન્ફયુઝ હતી. નીકીએ કોફી માટે વિશ્વાસને પુછ્યું તો વિશ્વાસે વેઈટરને સ્પેશ્યલ કોફી લે કે આવો એમ કહ્યું.

કેફેમાં લાઉડ મ્યુઝીક ચાલતું હતું પણ તેમાં લવ સોંગ્સ હતાં એટલે નીકીને તે મ્યુઝીક સાંભળવામાં રસ પડ્યો. વિશ્વાસ હજુ પણ આમતેમ જોયા કરતો હતો. તેની કોલેજના સ્ટુડન્ટ્સ ધમાલ મસ્તી કરતાં હતાં. નીકીએ વિશ્વાસ જોડે વાત કરવાની શરુઆત કરી. નીકી દિલથી વિશ્વાસને અહી આજે પ્રપોઝ કરવાનું વિચારતી હતી પણ તેનું માઈન્ડ ના કહેતું હતું. નીકી દિલ અને માઈન્ડ વચ્ચે કન્ફયુઝ હતી.

વિશ્વાસ પણ પેલી ચિઠ્ઠી માટે વાત કરવાનું વિચારી રહ્યો હતો. તેણે કોફી પીને વાત કરવાનું વિચાર્યું. તેને ખબર હતી કે ચિઠ્ઠીની વાત ખુલશે પછી તે બંને વચ્ચે કદાચ બોલવાનું પણ થશે એટલે તે નીકીના મુડને બગાડવા નહોતો માંગતો.

તે બંનેની વાત ચાલતી હતી ત્યાં વેઈટર તેમનો આપેલો ફુડ અને કોફીનો ઓર્ડર લઈને આવ્યો. પ્લેટમાંથી ટેબલ પર કોફી અને ફુડ સર્વ કરતાં વેઇટરને વિશ્વાસે કહ્યું, “કેમ એક જ કોફી લાવ્યા ? અને એ પણ આટલા મોટા ગ્લાસમાં કોફી ?”

વેઈટરે ધીમા સ્વરે કહ્યું, “સર, આ તમારી ઓર્ડર કરેલી સ્પેશ્યલ કોફી જ છે.”

“પણ એક જ.”

વેઈટરે શરમાઈને કહ્યું, “સર, આ લવ બર્ડ કોફી છે.”

નીકી વેઈટર અને વિશ્વાસની વાતને સાંભળી મનમાં હસી રહી હતી અને તેને યાદ આવ્યું કે મેનુમાં આ કોફીનો ફોટો હતો. તેણે ફરીથી મેનુમાં આ કોફીના ફોટાને જોયો અને શોર્ટમાં લખેલ ડિસ્કરીપશન પણ રીડ કરી લીધું. નીકીએ વેઇટરને કહ્યું, “ઓકે ..ઓકે આપ જાઓ. અમે મેનેજ કરી લઈશું.”

“શું મેનેજ કરી લઈશું નીકી.” વિશ્વાસ બોલ્યો.

“યાર ઓર્ડર આપણે આપ્યો છે તો એની જોડે માથાકુટ કરીને શું ફાયદો.”

“મને ખબર જ હતી કે મારાથી આવો લોચો પડશે. આપણે બીજી એક કોફી મંગાવી લઈએ.”

“અને આ જમ્બો ગ્લાસમાં લવ બર્ડ કોફી કોણ પીશે ?” નીકી હસીને બોલી.

“હા યાર એ પણ કન્ફ્યુશન છે.” વિશ્વાસ ગંભીર સ્વરે બોલ્યો.

“બધુ સોલ્વ થઈ જશે પણ તું સપોર્ટ કરે તો.” નીકી વિશ્વાસની સામે જોઇને બોલી

“હા. કઈ રીતે?”

નીકીએ લવ બર્ડ કોફી સાથે આવેલ સ્ટ્રો વિશ્વાસને બતાવીને કહ્યું, “જો આ એક સ્ટ્રો છે પણ તે ગ્લાસમાં મુકી બે વ્યક્તિ પી શકે તેમ છે.”

વિશ્વાસે ધ્યાનથી સ્ટ્રોની ડીઝાઇન જોઈ, તે નીચેથી એક અને ઉપરથી હાર્ટ શેપમાંથી બે પાર્ટમાં ડીવાઈડ થતી હતી. વિશ્વાસે નિકીને કહ્યું, “આપણે ખાલી ગ્લાસ મંગાવી તેમાં હાફ હાફ કરીને ના પી શકીએ ?”

“શું ડફર જેવી વાત કરે છે.” નીકી ગુસ્સે થઇ બોલી.

“ઓકે. આમ ગુસ્સે ના થઈશ.” વિશ્વાસે નીકીને ધીમેથી કહ્યું.

નીકીએ કહ્યું, “વિશ્વાસ આપણે આ એક જ ગ્લાસમાં કોફી શેર કરીને પીવા સિવાય કોઈ ઓપ્શન નથી. એટલે પહેલા તું પી લે પછી હું.”

વિશ્વાસે કોફી પીવાનું શરુ કર્યું અને નીકીએ પાસ્તા અને બર્ગર ખાવાનું ચાલુ કર્યું. નીકીએ જોયું કે ગ્લાસમાંથી વિશ્વાસ કોફી પીવા મથતો હતો પણ હજુ તેણે કોફી પીધી ન હતી. વિસ્શ્વાસ કન્ફયુઝ હતો તે તેને દેખાઈ રહ્યું હતું.

નીકીએ બર્ગરનું એક બાઈટ મોમાં મુકીને વિશ્વાસને પુછ્યું, “શું કરે છે યાર ? કેમ કોફી નથી સારી ?”

“અરે! ટેસ્ટ કર્યા વગર કેમ ખબર પડે. કોફી સ્ટ્રોમાંથી ઉપર આવતી જ નથી. સાલું કંઈ સમજાતું નથી.”

નીકીએ કોફી કપ હાથમાં લીધો અને તેને સ્ટ્રોની ટેકનીક ખબર પડી ગઈ પણ તે વિશ્વાસને કહેવા માંગતી ન હતી. તેને ખબર હતી તે વિશ્વાસને કહેશે તો તે ગુસ્સે થશે. એટલે તેણે વિશ્વાસને કહ્યું, “વેઈટરને બોલાવીને પુછ તો ખબર પડે.”

વિશ્વાસે વેઇટરને બોલાવાને બદલે પોતે જ કાઉન્ટ પર જઈને તેની કન્ફયુઝન કહી અને ત્યાંથી તેને યોગ્ય જવાબ મળી ગયો. તે પાછો આવ્યો ત્યાં સુધી નીકી બર્ગર અને હાફ પાસ્તા ખાઈ ચુકી હતી. તેણે નીકીને કહ્યું, “બહુ ભુખ લાગી છે તને ?”

“હા. આ કોફીના ચક્કરમાં ભુખ વધી ગઈ. તું પણ તારી સેન્ડવીચ અને આ પાસ્તા ખાઈ લે.”

વિશ્વાસે સેન્ડવીચ અને પાસ્તા ખાતા ખાતા બોલ્યો, ”સ્ટ્રોનું સોલ્યુશન મળી ગયું છે. આપણે આ સેન્ડવીચ અને પાસ્તા ફીનીશ થાય એટલે કોફી પીવાની શરુ કરીએ. એકસાથે.”

“એકસાથે ?” નીકીએ પ્રશ્ન કર્યો.

“હા એકસાથે. આ તારી ફિલ્મી સ્ટાઇલની કોફી છે. તે નામ ના વાંચ્યું લવ બર્ડ કોફી.”

નીકી હસતાં હસતાં બોલી, “કઈ રીતે પીવાની ?”

વિશ્વાસે સેન્ડવીચ પતાવી ટેબલ પર લવ બર્ડ કોફીનો જમ્બો ગ્લાસ તે બંનેની વચ્ચે મુક્યો અને બોલ્યો, ”નીકી આ સ્ટ્રોમાંથી આપણે બેય એકસાથે ડ્રીંક કરીશું તો જ કોફી પીવાશે.”

વિશ્વાસે અને નીકીએ એક જ ગ્લાસમાં એકસાથે કોફી પીવાનું શરુ કર્યું. કોફી પીતા બંનેના હાથ અને કપાળ ટચ થતાં હતાં, જે વિશ્વાસને ગમતું ન હતું પણ નીકીને મજા આવતી હતી. વિશ્વાસ કોફીનો ટેસ્ટ લેતો હતો અને નીકી લવનો ટેસ્ટ લઇ રહી હતી. નીકી કોફી પીતા પીતા આંખો બંધ કરી લવ ફીલ કરી રહી હતી. વિશ્વાસ આ જમ્બો કપમાંથી ક્યારે કોફી પુરી થશે તે વિચારી રહ્યો હતો. તેની નજર આજુબાજુના ટેબલ પર પડતાં તેણે જોયું તો તે બધા તેમને આવી રીતે કોફી પીતા જોઈ રહ્યા હતાં. તેના માટે આ પરિસ્થિતિ અઘરી હતી પણ ના છુટકે આ કોફી એકસાથે પીવી તેની મજબુરી હતી. તે નીકીને નારાજ અને ગુસ્સે કરવા માંગતો ન હતો એટલે તે ગમતું ન હોવા છતાં લવ બર્ડ કોફી પી રહ્યો હતો. તેણે નીકીની સામે જોયું તો તે બંધ આંખે કોફી પી રહી હતી.

આખરે લવ બર્ડ કોફી પુરી થઇ એટલે નજીક આવી ગયેલા તે બંને દુર થયા. નીકીના ફેસ પર ખુશી જોઈ વિશ્વાસ બોલ્યો, “તને કોફીમાં બહુ મજા આવી છે.”

“હા. ખરેખર મને બહુ મજા આવી તારી સાથે આ ફોફી પીને. આઈ મીન આ કોફી સરસ ફ્લેવર્સની હતી.” વિશ્વાસના ફેસના બદલાતા ભાવ જોઇને નીકી બોલી.

“મને તો બહુ ના ગમી. ટેસ્ટ ઠીક હતો.”

“અને કંપની ?”

“શું ?”

“આઈ મીન. મારી સાથે પીવાનું કેવું લાગ્યું ?”

વિશ્વાસ કંઈ બોલ્યો નહિ અને કેસ કાઉન્ટર પર બીલ પે કરવાના બહાને ઉભો થઇ ગયો. તે નીકીના પ્રશ્નનો જવાબ આપવા માંગતો ન હતો. કાઉન્ટર પર બેઠેલા મેનેજરે પણ લવ બર્ડ કોફીનો રીવ્યુ પુછ્યો અને કહ્યું આ કોફી પીને અહી કેટલાય લવર્સ એકબીજાને પ્રપોઝ કરે છે અને એન્જોય કરે છે. વિશ્વાસે શોર્ટમાં સારો રીવ્યુ આપી બીલ પે કરી નીકી પાસે ટેબલ પર ગયો. નીકી હજુ પણ વીતેલી પળોને મ્યુઝીક સાથે આંખો બંધ કરીને એન્જોય કરી રહી હતી.

વિશ્વાસે નીકીના ખભે હાથ મુકીને કહ્યું, “ચલ બહાર જઈએ.”

વિશ્વાસની વાત સાંભળી નીકીએ આંખો ખોલીને જોયુંતો વિશ્વાસ ઉતાવળા પગે કેફેમાંથી બહાર નીકળી રહ્યો હતો. નીકી પણ ફટાફટ તેની પાછળ ને પાછળ બહાર આવી. નીકીએ કેફેની અંદર જ મન બનાવી લીધું હતું કે તે બહાર આવીને વિશ્વાસને પ્રપોઝ કરશે જ.

પ્રકરણ ૧૨ પુર્ણ

પ્રકરણ ૧3 માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.