આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૧૧
કોલેજ પહોંચીને નીકી બુક્સ રીડ કરવા લાયબ્રેરી પહોંચી જાય છે. તે રીડિંગમાં એટલી ખોવાઈ જાય છે તેને કોલેજનો ટાઈમ થઇ ગયો તેની પણ ખબર નથી રહેતી. વિશ્વાસ કોલેજ પહોંચીને કેન્ટીન, ગ્રાઉન્ડ, લેકચર રૂમ બધે નીકીને શોધે છે પણ તે મળતી નથી એટલે તેને યાદ આવ્યું કે નીકી લાયબ્રેરીમાં હશે.
વિશ્વાસ લાયબ્રેરીમાં પહોંચે છે ત્યારે લેકચર ટાઈમ થઇ ગયો હોવાથી આખી લાયબ્રેરીમાં નીકી એકલી જ રીડીંગ કરી રહી હતી. વિશ્વાસ તેની પાસે જઈ તેની સામેની ચેરમાં બેસે છે તો પણ નીકીનું ધ્યાન બુકમાં જ હોય છે. વિશ્વાસ નીકીને આટલું સીરીયસલી રીડ કરતી જોઈ ખુશ થઇ જાય છે અને તેને અનિમેષ નજરે જોઈ રહે છે. તેને એક મીનીટ માટે ડીસ્ટર્બ કરવાનું મન થયું પણ પછી તેણે માંડી વાર્યું અને લાયબ્રેરીની વોલ ક્લોકમાં ટાઈમ જોયો. હજુ થોડીવાર હતી લેક્ચરમાં એટલે વિશ્વાસ પણ તેની સામે બેસી રહ્યો.
રીડ કરતાં કરતાં બુકનું પેજ બદલતા નીકીની નજર તેની સામે બેઠેલા વિશ્વાસ પર પડી. તેની સામે એકીટસે જોઈ રહેલા વિશ્વાસને જોઈ તે સરપ્રાઈઝ થઇ ગઈ અને બોલી ઉઠી, “અરે તું ક્યારે આવ્યો વિશ્વાસ ? અને આમ એકીટસે શું જોવે છે ?”
નીકી સામે સ્માઈલ કરતાં વિશ્વાસ બોલે છે, “હું હમણાં જ આવ્યો પણ તું બુકમાં હતી. આઈમીન તું રીડિંગમાં હતી એટલે તને ખ્યાલ ના રહ્યો અને હું તને રીડ કરતાં જોતો હતો.”
“ઓહ ! યસ. યુ આર રાઈટ. સોરી. હું બુક બહુ ડીટેલમાં રીડ કરતી હતી અને મને આ ટોપીકમાં ઇન્ટરેસ પડી ગયો એટલે કદાચ તારા આવાનો ખ્યાલ જ ના રહ્યો.”
“અરે ! આઈ એમ સોરી. તને ડીસ્ટર્બ કરવા માટે.”
“ઓકે. ઓકે ..”
“તને મારા આવવાનો ખ્યાલ ભલે ના રહ્યો પણ હું ના આવ્યો હોત તો લેકચરનો ટાઈમ થઇ જાત અને તે તારે કદાચ મીસ થઇ જાત.
“યશ, યુ આર રાઈટ.”
“તો ચલો..” વિશ્વાસ ચેરમાંથી ઉભો થતાં બોલે છે.
“અરે ! ક્યાં ?” નીકી મજાકમાં બોલે છે.
“ડોબી શું ક્યાં ? લેક્ચરમાં બીજે ક્યાં. બસ બહુ થયું ડહાપણ. ચલ જલ્દી, લેકચરનો ટાઈમ થઇ ગયો છે. હું તને બોલાવા માટે જ આવ્યો છું.”
“ઓહ ! સીટ યાર. વી વીલ બી લેટ.”
“રીલેક્સ. આપણે ટાઇમ પર પહોંચી જઈશું.” વિશ્વાસ લાયબ્રેરી બહાર ચાલતા ચાલતા બોલે છે.
નીકી પણ ફટાફટ બુક રેકમાં મુકી વિશ્વાસની પાછળ દોડે છે અને બોલે છે, “અરે એક મીનીટ. મારી રાહ તો જો વિશ્વાસ.”
નીકી ઉતાવળે પગલે ચાલતા ચાલતા પુછે છે, “એક વાત પુછુ તને વિશ્વાસ ?”
“ના અત્યારે નહીં.”
“અરે સાંભળને યાર.”
“તું પુછ્યા, બોલ્યા વગર મુંગી રહેવાની નથી તો શા માટે મને પુછે છે. એક્ટિંગ બંધ કરીને બોલવા માંડ જે બોલવું હોય તે.”
“હું સાંભળું છું પણ જવાબ આપીશ કે નહીં તે ખબર નહીં.”
“ઓકે બોલું છું. પણ ... સાચું કહું તને વિશ્વાસ.”
વિશ્વાસ હસ્યો અને બોલ્યો,”હા સાચું જ કહેજે.”
“બે મજાક ના કર. સાંભળ, મેં આવી રીતે મારી આંખોમાં આંખો નાંખીને કોલેજમાં કોઈને અને ખાસ કરીને તને ક્યારેય જોયો નથી એટલે હું લાયબ્રેરીમાં તને મારી આંખોમાં આંખો નાંખી ને બેસેલો જોઈ ચોંકી ગઈ.” નીકી ધીમા સ્વરે હસતાં હસતાં બોલી ગઈ.
વિશ્વાસ કંઈ બોલ્યો નહીં પણ તેની સામે અચરજ નજરે જોતો રહ્યો અને ઉતાવળા પગે ચાલવા માંડ્યો. નીકી પણ ઉતાવળા પગે વિશ્વાસની સાથે પહોંચીને કટાક્ષ કરતાં ફરી બોલવાનું ચાલુ કરે છે, “વિશ્વાસ લાયબ્રેરીમાં તારી નજર જોરદાર હતી. આવી રીતે ક્યારેય કોઈ ગર્લની સામે ના જોવાય.”
“કેમ ?” વિશ્વાસ સહજતાથી બોલ્યો.
“શું કેમ ? આવી રીતે કોણ જોવે તને ખબર છે ?“ નીકી ત્રાંસી નજર કરીને બોલે છે.
“બસ પાછુ તારા મગજ પર ફિલ્લમી ભુત સવાર થઇ ગયું ને.” વિશ્વાસ કઠોર અવાજે બોલ્યો.
“ના એમ નથી. પણ તારી નજર જ ...” નીકી ઉંડો શ્વાસ લેતાં બોલી.
“ચુપ થઇ જા. મને તારી બકવાસ નથી સાંભળવી.
બન્ને વચ્ચે થોડીવાર માટે મૌન પથરાઈ જાય છે. તે બંને વોક કરતાં કરતાં કેન્ટીન પાસેથી પાસ થતાં સોમો જોઈ જાય છે અને બુમ પાડીને કહે છે, “ગુડ મોર્નિગ ફ્રેન્ડ્સ.”
“ગુડ મોર્નિગ સોમા. અમારે લેકચર માટે મોડું થાય છે. મળીએ લંચમાં.” વિશ્વાસ નીકી બોલે તે પહેલા સડસડાટ બોલી જાય છે.
“હા. ભાગો કેમ્પસમાં તમે બે જ દેખાવ છો. બધા પહોંચી ગયા લેકચરમાં.”
“જો સોમાને ખબર પડે છે આપણે લેટ છીએ અને તને ..” વિશ્વાસ મજાકમાં બોલે છે.
“શું મને ? એટલે તું કહેવા શું માંગે છે ?”
“કંઈ નહીં . બોલ્યા વગર જલ્દી ચાલ.”
લેકચર રૂમ પાસે પહોંચીને વિશ્વાસ ઉભો રહે છે અને ઉંડો શ્વાસ લઈને બોલે છે, “નીકી તને આટલી સીરીયસલી લાયબ્રેરીમાં રીડ કરતી જોઇને મને બહુ ગમ્યું એટલે હું તારી સામે બેસીને તને જોતો હતો અને વિચારતો હતો, જો તું આવી રીતે રીડ કરે તો તું રીઝલ્ટમાં મારી આગળ નીકળી જાય તેવું તારામાં પોટેન્શીયલ છે.”
“ઓ રીયલી.”
“યસ. તું મને મજબુત કોમ્પિટિશન આપે તેમ છે અને ફસ્ટ ક્લાસ તો તારો જ છે.”
“થેન્કયુ નહિ કહું તને. પણ મને પણ ગમ્યું તું મારું આટલું સારું ધ્યાન રાખે છે અને મારા માટે તારી આટલી સારી વિશ છે.”
બંને એકબીજાની સામે જોઇને ખડખડાટ હસ્યા અને લેકચર રૂમમાં એન્ટર થયા. સર હજુ આવ્યા નહોતા એટલે તે બન્નેને હાશકારો થયો. નીકી વિશ્વાસના આજના બિહેવિયરથી ખુશ હતી. અત્યારે તેને કંઇક અલગ ફીલ થઇ રહ્યું હતું પણ તેને કંઈ સમજાતું ન હતું અને તે અત્યારે સમજવા પણ નહોતી માંગતી, બસ ફીલ કરવા જ માંગતી હતી. તેને અત્યારે લવ સોંગ્સ સાંભળવાનો અને ગાવાનો મુડ હતો પણ લેકચર એટેન કરવું મજબુરી હતી.
નીકી તેની પ્લેસ પર જઈને તેની ફ્રેન્ડ પાસે જઈને બેઠી તરત તેના ફેસ પરની સ્માઈલ જોઇને તેની ફ્રેન્ડ પણ તેને કંઈક પુછે છે પણ તે કંઈ બોલતી નથી. તેની ફ્રેન્ડ તેની ક્લોઝ આવીને ધીમે રહીને તેના કાનમાં બોલે છે, ”શું વાત છે આજે તો બોયફ્રેન્ડ સાથે લેક્ચરમાં એન્ટ્રી મારી. અત્યાર સુધી ક્યાં હતાં બે લવ બર્ડ. બોલ કેમ આટલી બધી મંદ મંદ સ્માઈલ કરી રહી છે.”
તે મનોમન હજુ એન્જોય કરી રહી હતી અને કંઈ બોલી નહિ. તેનું ધ્યાન હજુ વિશ્વાસ પર જ હતું. વિશ્વાસ બુક રીડ કરતો હતો અને તેનું ધ્યાન માત્ર બુકમાં જ હતું તે નીકીએ જોયું. એટલામાં સર આવ્યા અને લેકચર શરુ થયું. એક લેકચર પૂરું થયું અને બીજા લેકચરના સર આવ્યા અને થોડીક નોટ્સ આપીને આજનો લેકચર રીડીંગ માટે છે તેમ કહીને જતાં રહ્યા. થોડીવારમાં પ્યુન નોટીસ લઈને આવ્યો અને બોલ્યો, “લંચ પછીના લેકચરર મીટીંગમાં છે એટલે બાકીના લેકચર પણ રીડીંગ માટેના છે.”
જેમને એન્જોય કરવો હતો તેમના માટે આજનો દિવસ મજા લઈને આવ્યો હતો. વિશ્વાસ માટે રીડીંગ માટે બેસ્ટ ઓપ્શન હતો. લેકચરરૂમમાંથી નીકીને ગુસ્સામાં બહાર આવતા જોઈ વિશ્વાસ ઉત્સુક અવાજે પુછે છે, “શું થયું તારા મુડ ને ? કેમ આમ ગુસ્સામાં લાલ ટમાટર બની છે ?
“શું માંડ્યું છે આ લોકોએ ?”
“કોણે ? કોની વાત કરે છે તું .”
“આ લેકચરરો ને ખબર પડે છે કે એક્ઝામ નજીકમાં છે અને આમ રીડીંગના નામે..”
“નીકી તને હમણાં ખબર પડી એકઝામ નજીકમાં છે પણ તેમને ખબર છે.”
“શું ખબર છે. આમ ના ચાલે યાર.”
“નીકી લાસ્ટ યરમાં આવું જ હોય. લાસ્ટ મંથમાં રીડીંગ જ કરવાનું હોય અને કોઈ ક્વેરી, ડીફીકલ્ટી હોય સર પાસે જઈને પર્સનલી સોલ્વ કરવાની હોય.”
“તો પછી આપણે કોલેજ આવવું કે નહીં ?”
“જેને સ્ટડીમાં ઇન્ટરેસ હોય તે આવે અને લાયબ્રેરીમાં રીડ કરે અને જેને એન્જોય કરવો હોય તે કેમ્પસમાં કે કેન્ટીનમાં એન્જોય કરે.” વિશ્વાસ હસતાં હસતાં બોલ્યો.
“ચલ આપણે કેન્ટીનમાં જઈએ.” નીકી બોલી.
“પણ હજુ લંચ ટાઈમ નથી થયો, તો આપણે .”
વિશ્વાસને બોલતો અટકાવી નીકી બોલી, “લાયબ્રેરીમાં નથી જવું મારે. મારો મુડ સ્ટડી માટે નથી.તારે જવું હોય તો તું જા.”
“હું તને લાયબ્રેરીમાં નહી પણ કેમ્પસમાં ક્યાંક બેસવાની વાત કરું છું યાર.” વિશ્વાસ બોલ્યો.
વિશ્વાસને સારા મુડમાં બોલતો જોઈ નીકી પણ ખુશ થઈને બોલી, “યસ. તે મારા દિલની વાત કરી. આઈ મીન મને એવો જ વિચાર આવ્યો હતો.”
“તો ચલ ક્યાંક બેસીને વાત કરીએ.”
નીકી મનોમન ધીમેથી બોલી, “બેસીને આ ભોપો વાતો તો સ્ટડીની જ કરશે.”
“શું કહ્યું ?” વિશ્વાસ બોલ્યો.
“કંઈ નહીં.”
“ના કંઇક તો તું બોલી. મનમાં બોલી પણ બોલી.” વિશ્વાસ તેની આંખોમાં આંખ પરોવીને બોલ્યો.
“ઓહોહો. તને મનની વાત પણ સંભળાય છે એમ.”
“ના નથી સંભળાતી પણ તારી જોડે રહી તું મનમાં બબડે તેની થોડી ગણી ખબર પડે છે મને.”
“અબે એ, હું કંઈ મનમાં બબડતી નથી.”
“તો શું બોલી ?”
“હું એમ કહું છું, આપણે કેમ્પસમાં બેસીએ પણ વાત સ્ટડી સિવાયની જ કરવી હોય તો.” નીકી ફટાફટ બોલી ગઈ.
“હા. આપણે એમ કરીએ તું લેકચર આપ. તને ગમે તે વિષય પર. સ્ટડી સિવાયના. હું સાંભળીશ.” વિશ્વાસ બોલ્યો.
નીકી હસતાં હસતાં કેમ્પસમાં ઝાડ નીચે બેસવા ચાલવા માંડી. વિશ્વાસ પણ તેની પાછળ ચાલતો હતો અને વિચારતો હતો કે પેલી ચિઠ્ઠી વાત કરું કે નહીં.”
પ્રકરણ ૧૧ પુર્ણ
પ્રકરણ ૧૨ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.