આ આકાશવાણીનું હાસ્ય કેન્દ્ર છે....! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ આકાશવાણીનું હાસ્ય કેન્દ્ર છે....!

આ આકાશવાણીનું હાસ્ય કેન્દ્ર છે....!

આપણો દેશ ભાગ્યશાળી તો ખરો. ગાંધીની ખોટ મુદ્દલે પડવા દીધી નથી. આંખ ઉઘાડો ત્યાં ગાંધી દેખાય. મહાત્મા ગાંધી પછી તો જાણે ગાંધીઓનું ‘ સેલ ‘ જ નીકળ્યું. અહીં વાત સૂંઠને ગાંગડે ગાંધી થયેલાની નથી. પણ સવાશેર સૂંઠ ખાયને ઉછરેલાની વાત છે. આ તો એક ચોખવટ....!

અહાહાહા....! શું દિવસો હતાં ? બાપુના જમાનામાં ઘર ઘર રેંટિયા રખાતા. આજે રેંટિયાને બદલે, રેડિયા વધી ગયાં. પછી તો રેડિયો પણ ખોવાય ગયેલો. પોષ્ટકાર્ડની માફક….!. ‘ મનકી બાત ‘ બધાએ સાંભળી, ને એમાં ઊછાળ આવ્યો. એમાં એફ.એમ. રેડિયો એટલે, ‘ફાધર મધર’ નો રેડિયો કહેવાતો. એના તો એવાં અચ્છે દિન આવ્યાં કે, આજે તો રસોડાનો રાજા બની ગયો. રસોડામાં ધણીને પ્રવેશ નહિ, પણ રેડિયો ચોવીસ કલાક કમાન્ડોની માફક વાઈફની આસપાસ હોય. એક ના બદલે બબ્બે રેડીયા ચાલતા હોય, એમાં રસોડું પણ ભરેલું/ભરેલું લાગે. રેડિયો એટલે, રસોડાનું ટાઈમ ટેબલ....! રેડિયાના કાર્યક્રમ પ્રમાણે દાળ પણ વઘારાય ને ભાખરીઓ પણ શેકાય. રેડિયો બગડ્યો, તો વાઈફ બગડે, ને વાઈફ બગડે એટલે મૂડ બગડે, ને મૂડ બગાડે એટલે રસોઈ પણ બગડે, ને પછી ઘણું બધું બગડે....! ફેર એટલો કે રેડીયાને બંધ કરવા ‘સ્વીચ’ જેવું હોય...! બાકી વાઈફને બંધ કરવી એટલે....? આ તો હસવાની એક વાત. તમારે જો હસવું જ હોય તો, ઉઠાવો હવે રેડિયો, અને સાંભળો, ‘ આકાશવાણીના હાસ્ય કેન્દ્રની આજના કાર્યક્રમની રૂપરેખા.....!

૬-૦૦ – ચા ની બબાલ સાથે, સુર્યવંદના.

૬-૦૫ – સવાર સુધીમાં, જીલ્લામાં અવસાન પામેલાઓની યાદી અને તેમને શ્રધ્ધાંજલિ. પ્રથમ

શબ્દોમા પછી સંગીતમાં. સંચાલન : શ્રી રોતલ રામેશ્વરી.

૬-૧૦ - દેશ વિદેશના બાળકોનું પથારી રુદન

૬-૩૦ - ‘ ડાહી સાસરે નહિ જાય અને ગાંડીને શિખામણ આપે ‘ એ વિષય ઉપર લલિતા લેપળીનો

વાર્તાલાપ.

૬-૩૫ – આજની બનવાપાત્ર ઘટનાઓનો અણસાર. પ્રસ્તુત કર્તા : અર્ધ જ્યોતિષી જગલો જુઠ્ઠો.

૬-૪૫ - શ્રીમતી ભારતીબેન ભૂખડી બારસનો શરત અને કસરત ઉપર વાર્તાલાપ

૭-૦૦ - રાવણ-ચરિત ગાન. પ્રસ્તુતકર્તા : આકાશવાણી હુલ્લડ કેન્દ્રના કલાકારો : સંચાલન

ચમન ચટણીપૂરી

૭-૪૫ લીલા શાક્ભાજીના બજાર ભાવ પ્રથમ વાસીના, ત્યારબાદ તાજી શાકભાજીના.

૭-૫૦ બ્રેકફાસ્ટ મ્યુઝીક સંગીતકાર :. બ્રેડમેન બટરપૂરી

૮-૦૦ બિનખેતી કાર્યક્રમ : વાડ તોડીને વાડી કેમ બનાવશો...? જીલ્લા બગાડ અધિકારીનો

વાર્તાલાપ

૮-૩૦ મજુર બહેનો માટેનો કાર્યક્રમ : સૌન્દર્ય સ્પર્ધામાં વિજેતા થવા શું કરશો...? વાર્તાલાપ :

કોકિલા કાલેશ્વરી

૯-૦૦ વિચિત્ર વાદ્યસંગીત : મિ. વિલિયમ ટાલનો ....ટાલ ઉપર ત્રિતાલ.

૯-૩૦ રાત દરમ્યાન થયેલ ચોરીઓની જાહેરાત.

(દ્રિતીય સભા)

૧૨-૦૦ બીજી સભાનો આરંભ : નાસીકાવાદનથી. કલાકાર: કાન્તિલાલ કુંભકરણી

૧૨-૧૫ શાસ્ત્રીય સંગીત રાગ : ઊલટી કલાકાર : અજમલ ઊંઘણસી

૧૨-૨૫ તારી-મારી અને કેશવાવાળીનું પુન: પ્રસારણ

૧૨-૪૫ વૃદ્ધ જગત વૃધ્ધો ઉપર થતી વેસ્ટર્ન મ્યુઝીકની આડ અસરએ વિષય ઉપર

પ્રો. વિયાગ્રાનો વાર્તાલાપ

૧૨-૫૫ યુવા જગત. એકાંકી નાટક : છૂપા-છૂપી ખતરનાક છેએકાંકી રજૂઆત: રોમિયો

રખડેલ

૧૩-૦૦ લોક ઉશ્કેરાટના સમાચારો : પથમ ઉર્દુમાં. ત્યારબાદ સુરતી ભાષામાં...!

૧૪-૦૦ આરોગ્ય પત્રિકા લોચો ખાવાથી લોચા ઉભા થાય છે....? ‘ વાર્તાલાપ ડો. દગડુ

૧૪-૧૫ આજના અતિથી : એવોર્ડ વિનર પરસોત પોકેટ મારની રેડિયો મુલાકાત

૧૪-૨૫ - અશાસ્ત્રીય સંગીત રાગ : બંધ કોશ કલાકાર : બલ્લુ બેવડો

૧૪-૩૦ વાર્તાલાપ : શરમ એ સ્ત્રીઓનું સૌન્દર્ય છે વક્તા : શ્રી વસંત વેવલા

૧૪-૪૫ આજની અફવાઓ

૧૪-૫૫ – ‘સાસુઓ પાસે વાસીદું કરાવવાના અકસીર કિમીયાઓ વાર્તાલાપ : વક્તા : ત્યકતા

તરુલતાબેન

૧૫-૦૦ વામકુક્ષીના ગેરફાયદાઓ : વક્તા : શ્રી કંચન કુંભકરણી

૧૫-૧૦ નોટબંધીમા આવેલ નોટોનો આજનો હિશાબ : રજૂઆત : ભાવેશ ભજીયાવાલા

૧૫-૩૦ ધણીને ધાકમાં રાખવાના પ્રયોગો : વાર્તાલાપ : કુ. રમીલાબેન રખડેલ

૧૫-૪૫ નાસિકા ચૂર્ણ નહિ લેવાના ગેરફાયદા : વાર્તાલાપ : તરુબેન તપખીરવાળા

૧૬-૦૦ હળવી શૈલીનો કાર્યક્રમ : મારા જુલાબના અકસીર ઉપાયો વક્તા : શ્રી કાન્તિલાલ

કબજીયાતી

૧૭-૦૦ શ્રેણી : છેલ છબીલો મદ્રાસી મદ્રાસી ભાઈઓનો ગુજરાતી કાર્યક્રમ

૧૭-૩૦ પોલીસ સમાચા: કેદીઓની જિલ્લાવાર માહિતી ને નામાવલિ

૧૭-૪૦ ડબલા વાદન તાલ : નૈનીતાલ

૧૭-૫૦ સાંની શાકભાજીના બજારભાવ

( તૃતિય સભા )

૧૮-૪૫ આકાશવાણી કેન્દ્રમા થતી સંધ્યાપૂંજા અને આરતીનું પ્રસારણ

૧૯-૦૦ પનીહારીઓનો વાર્તાલાપ : અગાઉથી ધ્વનિ મુદ્રિત કરેલો કાર્યક્રમ

૧૯-૧૫ બેવડા નૃત્ય-સંગીત

૧૯-૨૫ - દાઢી ભાજપ માટે શુકનિયાળ છે ખરી...? : હાસ્ય શ્રેણી કલાકાર -રમેશ ચા-પાણી

૧૯-૪૦ - આકાશવાણીને મળેલાં શ્રોતાઓના ધમકી પત્રોનું વાયુ પ્રસારણ

૨૦-૦૦ પોલીસ-પ્રધાન અને પાઠ્યપુસ્તક સેમિનારનો ધ્વનીમુદ્રિત કાર્યક્રમ

૨૦-૧૫ પાણીપૂરી નૃત્ય-સંગીત કલાકાર : શ્રી ભીખાભાઈ ભેલપૂરી અને ચૈતાલી ચટણીપૂરી

૨૦-૨૫ ગુજરાતીમાં રાજકીય ગરબા

૨૦-૪૦ વિધાન સભાના લડાયક અંશો

૨૧-૦૦ નાટ્ય શ્રેણી : વાંકો ચૂકો બાવળીયો કલાકારો : વિઠ્ઠલ વાંકો-બલ્લુ બાવળીયો અને

ભીખી ભૂતડી

૨૨-૦૦ અઠંગ દાણચોર શ્રી લલ્લુભાઈ લાખિયાની રેડિયો મુલાકાત

૨૨-૧૫ હવામાનખાતાની સાચી આગાહી

૨૨-૩૦ ભોજપુરી લગ્ન ગીતો

૨૨-૪૫ શ્રોતાઓ માટે હાલરડાં કલાકાર : નયના નિંદ્રાધીન અને ઉજમબેન ઊંઘણશી

***