એલબીડબલ્યુ વિધાઉટ પિચ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એલબીડબલ્યુ વિધાઉટ પિચ

લેઘ બિફોર વિકેટ વિધાઉટ પિચચ...!

ટ્રીન… ટ્રીન..! ટ્રીન… ટ્રીન....!! ટ્રીન… ટ્રીન… ટ્રીન.… ટોન !!!

લ્યો, ઉપાડો તમારા આ મોબાઈલ દેવતાને...! મારા કરતાં તો એજ વધારે રણકે...! હે ભગવાન આવતો અવતાર તું મને મોબાઈલનો જ આપજે...!

ચાલુ થઈ ગઈ તારી કીચ કીચ....! ભગવાને તને ઉપાડો લેતાં જ શીખવ્યું છે. એટલું મોબાઈલ ઉપાડતાં શીખી હોત તો...?

હા...હા...તે અમને ઉપાડો લેતાં પણ આવડે છે ને, મોબાઈલ ઉપાડતાં પણ આવડે છે સમજ્યા ને...? બોલો....! કોણ બોલો છો, ને કોનું કામ છે ? જે કોઈ બોલતું હોય તે જલ્દી બોલો. ગેસ ઊપર દૂધ મુકીને આવી છે ને ઊભરાય ગયું તો ફરી તેની રામાયણ થશે....!

કોણ બોલો છો ભાઈ...? જરા મોટેથી બોલો ને ભાઈ સાહેબ...! એક તો આ મુકેશ અંબાણી સાહેબ નો રોલાઈન્સ ફોન પણ એવો થઈ ગયો છે ને કે, ‘ ધીરુ...ધીરુ ‘ સંભળાય....! કોણ...? નરેન્દ્રભાઈ બોલો ? કોણ નરેન્દ્રભાઈ...? થોભો હું એમને જ આપું છું....!

લ્યો, આ કોઈ નવા ઊઘરાણીવાળા જાગ્યા...! એક કામ કરો, કહી દો કે, અમે દેવાળું ફૂંકેલું છે એટલે ઊઘરાણી નહિ કરે...!

હેલો....કોણ બોલો છો ભાઈ ? નરેન્દ્રભાઈ....! કોણ નરેન્દ્રભાઈ...? કોણ...? નરેન્દ્રભાઈ મોદી...? અરે ભાઈ, આમપણ હું મારી વાઈફથી ખુબ ત્રાસેલો છે. શું કામ સવાર સવારમાં તમે પણ ત્રાસ આપો છો ? મજાક કરવા માટે હું જ મળ્યો કે ?

વ્હોટ ? તમે જાતે પોતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બોલો છો એમ...? વાહ..સાહેબ વાહ ! આપનો અવાજ સાંભળીને, અમારું તો સાચેસાચ ગુડ મોર્નિંગ થઈ ગયું. એઈઈઈ...ક્યાં ગઈ ? આ તો વડાપ્રધાન મોદીસાહેબનો ફોન છે...!

હા તે કહો કે, અમારી પાસે હવે જૂની નોટ તો શું, જૂનું પરચુરણ પણ નથી. ખોટા હેરાન નહિ કરતાં સાહેબ...! આ નોટબંધી લાવ્યા, એવું હવે નેટ-બંધી લાવો, તો આ પુરુષજાતને ઘરમાં ડોકાં કાઢવાનો સમય મળે...!

બસ....! તારે સરખી વાણી તો કાઢવાની જ નહિ. મોંમાં જે આવે તે ભચેડ ભચેડ જ કરવાનું કે ? બોલો સાહેબ...! આપનો ફોન આવવાથી હું ધન્ય ધન્ય થઈ ગયો. પણ એક ચોખવટ કરી લઉં કે, આપણી પાસે જૂની વાઈફ સિવાય હવે જૂની નોટ પણ રહી નથી. ને બુલેટ ટ્રેનમાં આપણી કોઈ જમીન પણ જતી નથી. ને આંદોલનની તો વાત જ નહિ કરતાં, ઘરના આંદોલનોને જ પહોંચી નથી વળતો, તો બીજાં આંદોલનો તો ક્યાંથી કરવાનો...?

અરે.... પૂરું સાંભળો તો ખરા...? મારું કંઈ સાંભળશો કે પછી તમારું જ બક બક કર્યા કરશો ?

સાહેબ, પરણ્યો ત્યારથી સાંભળવાનું જ કામ કર્યું છે. આ તો તમારું નામ સાંભળ્યું એટલે બોલવાની હિંમત આવી. બોલો બોલો....! આપે મને શીદ યાદ કર્યા...?

ભાઈ મેં સાંભળ્યું છે કે, તમે ક્રિકેટમાં બહુ એક્ષપર્ટ છો ?

છે નહિ, હતો સાહેબ...! મારે નામે આજે પણ એક વર્લ્ડ રેકર્ડ છે. જે હજી કોઈ તોડી શક્યું નથી.

એમ...? કયો...?

એક બોલમાં મેં બાર રન લીધેલાં...!

વ્હોટ....? બાર રન....??

આમ તો તેર રન થાત, પણ નો બોલનો એક રન સાલાઓએ આપેલો નહિ.

મને કંઈ સમઝાયુ નહિ, દંતમંજન....!

દંતમંજન નહિ સાહેબ, મને બધાં રસમંજનથી ઓળખે.

હા, તો સમજાવો ને, તમે એક બોલમાં બાર રન લીધેલાં કેવી રીતે ?

એમાં એવું છે ને સાહેબ...! સમજ તો મને પણ નહિ પડેલી. પણ મેં જેવો સિક્ષ માર્યો, એટલે બોલ બાઉન્ડ્રીની બહાર....! થયું એવું કે બોલના બે ફાડચા થઈ ગયાં. અને એમ્પાયરે બોલના ફાડચા દીઠ બે સિક્ષ આપેલાં. એમાં મને બાર રન મળેલા....!

તારાં કપાળમાં કાંદા ફોડું, એમ્પાયર કોઈ નવો હશે.

ના સર....! મારો સાળો જ હતો. સ્વાભાવિક છે કે, ભૂવો તો ઘર તરફ જ નાળિયેર ફેંકે ને...? બોલો સાહેબ હું બીજી શું સેવા કરું...?

વાત જાણે એમ છે કે, પતંગ ઉત્સવની માફક હું દરેક જીલાલામાં હવે ‘ ક્રિકેટ ઉત્સવ ‘ કરવા માંગુ છું. અમારી ઈચ્છા છે કે, તમારે એમાં તામારા જિલ્લામાંથી કેપ્ટનશીપ કરવાની છે.

ચોક્કસ સાહેબ. હું ભાજપનો વર્ષો જૂનો કાર્યકર છું.

અરે ભાઈ, તમે ભાજપના હોય કે કોંગ્રસના, એ મહત્વનું નથી. મને તમારા કાંડાની કમાલ જોઈએ છે.

મળી જશે સાહેબ...!

એટલે...? હું કાંદાની નહિ, કાંડાની વાત કરું છું.

ડોન્ટવરી સાહેબ. મને ગીલ્લીદંડા પણ સરસ રમતા આવડે. ક્યારેક ‘ ગીલ્લી દંડા મહોત્સવ ‘ જેવું રાખો તો પણ વિના સંકોચે યાદ કરવાનો સાહેબ. મહોલ્લામાં વધારેમાં વધારે ઘરના નળિયા ફોડવાનો રેકોર્ડ પણ આપણી પાસે જ છે....!

તારાં કપાળમાં કાંદા ફોડું....!

હલ્લો.… હલ્લો....!

ફોન કપાય ગયો સાલ્લો....!

શું કહેતાં હતાં, નરેન્દ્રભાઈ ?

સાહેબ મને ક્રિકેટ મહોત્સવમાં સમાવવા માંગે છે.

પઅઅઅણ, મને શંકા છે કે, વડાપ્રધાન જાતે તે વળી કોઈને ફોન કરે ? અવાજમાં મને તારાં ભાઈની નકલ લાગે છે.

બસ...! દેખાય દેખાય ને તમને મારા ભાઈ જ દેખાય. એ શું કામ મોદીસાહેબના અવાજની નકલ કરીને તમને ફોન કરે ?

અરે ? સો ટકા સાચી વાત. નહિ તો નરેન્દ્રભાઈ કેવી રીતે બોલે કે, ‘ તારાં કપાળમાં કાંદા ફોડું ? ‘ આવું તો તારો ભાઈ જ બોલે ને ? નકકી એણે જ નરેન્દ્રભાઈનો અવાજ કાઢીને મને એપ્રિલ ફૂલ બનાવ્યો લાગે છે....!

ત્યાં ફરી રિંગ રણકી. ટ્રીન...ટ્રીન...ટ્રીન...ટોન !

હલ્લો, કોણ બોલો છો !

તમારો સાળો, ચમનીયો....! જીજાજી કેવાં ઉલ્લુ બનાવ્યા....?

તારાં કપાળમાં કાંદા ફોડું....!

***