અધિનાયક political thriller novel vanraj bokhiriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

અધિનાયક political thriller novel

SCENE: - 20

- “આ તમન્નાને આટલી વાર કેમ લાગી?” સાંજના સમયમાં PI વાનાણી એક cafe માં રાહ જોઇ રહ્યો હતો, “તમન્નાને ધનરાજ industry ગયાં એને 2 કલાક થઇ ગઇ. એક તો તમન્નાએ mobile switch off રાખ્યો હોવાના કારણે ત્યાં શું થઇ રહ્યું છે એની ખબર નહોતી પડી રહી. ક્યાંક તમન્ના કોઇ મુસીબતમાં ન ફંસાઇ હોય તો સારુ!”

“Sir! તમારે કાંઇ જોઇએ કૈ...?”

“ના! ભાઇ!”

“કોઇની રાહ જોઇ લાગો છો! છેલ્લા 2 કલાક તમે કાંઇ લીધું નથી.. Any problem?” Waiter પ્રેમાળ થઇને બોલ્યો. જોકે. Formal were માં રહેલા PI તેનાથી કંટાળ્યા હોય તેમ કટાક્ષ નજરે જોઇ રહેતા waiter સમજી ગયો કે સાહેબ સામે ઊભાં રહેવામાં ફાયદો નથી. Waiter જતો રહ્યોં. PI કાગડોળે રાહ જોઇ રહ્યો. સમય વધારે વહિ ગયો.

- થોડીવારમાં PI વાનાણીને cafe ના parking slot માં ACCESS moped park કરતી તમન્ના દેખાઇ. Cafe માં આવતી તમન્ના સૌની નજરમાં આવી ગઇ.

“લો! બોલો! આટલા Serious matter માં આ મહામાયા short frock માં આવી,” PI બોલી ઉઠ્યો. pink flower printed short frock માં આવેલી તમન્ના સૌનું આકર્ષણનું કેન્દ્ર બની. જોકે. તમન્ના કોઇ પર ધ્યાન આપ્યા વગર PI વાનાણી સામે બેસી ગઇ, “તું આ કપડે industry office ગઇ હતી?”

“કેમ શું ખરાબી છે આ frock માં? Bye the way! મારે શું પહેરવું એ તમારે જોવાની...” તમન્નાના ભવા ચડી ગયાં.

“No! No! કોઇ ખરાબી નથી!” PI ભોઠો પડ્યો. “શું થયું?”

“શું થાય! નસીબ આપણ કરતાં 2 ડગલાં આગળ છે. First of all! Office ગઇ, ત્યાં મારી friend મળી. હુ તેણી સાથે વાત કરતી હતી ત્યાં મહામાયા આવી ગઇ.”

“કોણ? ધૃતિ? પછી?”

“પછી શું! Oh my god!! મારી એવી ઉલટતપાસ કરી. એવીઉલટતપાસ કરી! આવી તો મેં પણ મારી 2 વર્ષની practice માં મારા અસીલની નહિ કરી હોય! તેણી ધનરાજ uncle ને શોધવા નિકળી પડી પછી હું office માં inquiry કરી શકી!”

“શું જાણવા મળ્યું?” PI બોલી ઉઠ્યો.

“કાર્તિક નામનો હિરાઘંસુ છેલ્લા 1 week થી દેખાયો નથી! Staff એ ધર્મિષ્ઠા aunty સાથે દેખાયો હતો અને છેલ્લે કાપોદ્રા circle એ તેની બિનવારસુ લાશ મળી! જાણવા મળે છે કે એ એકલો રહેતો હતો. તેના દેશમાં તેનું કોઇ હતું નહિ! હવે એ જાણવું મુશ્કેલ થઇ ગયું છે કે એ તમારી જાસુસી કોના કહેવાથી કરતો હતો!” તમન્નાએ જાણકારી આપી. PI આંખો બંધ કરીને બેસી રહ્યો.

- અચાનક PI વાનાણીનો mobile રણકવા લાગ્યો, PI એ Mobile પર જોયું તો Screen પર Unknown flesh થઇ રહ્યુ હતું, PI એ call receive કર્યો. સામે જે કાઇપણ કહેવામાં આવ્યું એ PI ની સમજની બહાર જ હતું. PI ને સમજાયું જ નહિ કે શું reply કરવો? “Okay sir! હું મળવા આવી રહ્યો છુ.” PI એ call cut કરીને તમન્ના સામે જોયું. “તમન્ના! મારે જવું પડશે.”

“Okay no problem! તમે જાવ! પણ હવે આગળ શું કરવાનું છે?”

“એ સવાલ તો મનેય મનમાં ખટકે છે. આપણે બન્ને વિચારશું. જેને રસ્તો મળે એ બીજાને જાણ કરશે.” બન્ને ઊભા થયાં. “Thank you! તમન્ના!”

“PI સાહેબ! તમે ભુલી રહ્યા છો કે આ case માં હું પણ involve છું તો જે પણ તમારી મદદ થાય એ અંતે તો ખુદની જ મદદ કહેવાયને!” તમન્નાએ shake hand કરવા હાથ લંબાવ્યો. PI હાથ લંબાવીને હાથ મિલાવ્યો. બન્ને પોતપોતાના રસ્તે જતાં રહ્યાં.

***

- હજીરા-અડાજણ Road પર જગદિશચન્દ્ર બોઝ Aquarium પાસેના એક bungalow આગળ PI વાનાણી ઊભો રહ્યો, આ વિસ્તાર સુમસામ હતો, એ bungalow security guard થી cordon કરેલો હતો, દુરથી ખુબ ભવ્ય લાગતો હતો આ 4 storied bungalow! PI વાનાણી દુરથી ઊભો-ઊભો જોઇ રહ્યો હતો. ત્યાં Mobile રણરક્યો. સામેથી કહેવામાં આવ્યું કે bungalow માં પ્રવેશો! PI bike ને ત્યાં જ મુકીને ચાલતો ગયો. Bungalow ના દરવાજા પાસે આવતાં જ black t-shirt અને jeans ધારી security guards એ રોક્યો. જોકે. PI વાનાણીએ પોતાને બોલાવનારનું નામ આપતાં guards એ તેને તપાસીને જવા દિધો. PI અંદર પ્રવેશ્યો. Gate થી પ્રવેશતાં જ તરંત શરુ થઇ જતાં garden ની વચ્ચેથી પસાર થતા paver block way પર ચાલવા લાગ્યો. સામે આલિશાન Bungalow દેખાવા લાગ્યો, Fountain આગળ ફરીથી તપાસાયો. હવે સીધો bungalow માં પ્રવેશ્યો, અંદર પ્રવેશતા જ મોટો drawing room આવ્યો. જ્યાં વચ્ચોવચ્ચ ચારેય દિશામાં સામ-સામે ગોઠવેલા sofa પાસે આવીને ઊભો રહ્યો. ચારેબાજુ security guards gun સાથે ઊભા હતાં.

“Well come! Mr ધનરાજ વાનાણી! મને વિશ્વાસ હતો કે તમે મારા વિશ્વાસે આવશો..” એક આધેડ gentlemen વ્યક્તિ તૌકિર બાટલીવાળા તેમજ Dr વિનય પારડીવાળાની સાથે સીડીઓથી ઉતરતાં PI વાનાણીનું સ્વાગત કરતાં બોલ્યાં. PI સ્વભાવગત આદર આપતાં ઊભો રહ્યો ત્યાં સુધીમાં એ ત્રણેય PI પાસે આવી ગયાં. “Hello ધનજંય વાનાણી! Myself ઋષિકેશ મણિયાર!” તેમણે પોતાની ઓળખ આપતાં PI આશ્ચર્ય સાથે જોઇ રહ્યો, આત્મવિશ્વાસથી ભરપુર મોટો જાડો અવાજ-ભરાવદાર લાગતો બાંધા પર red business suit પહેરેલું-ગૌરા ચહેરા પર લટકતીં હડપચીઓ તેમના પાતળા થઇ ગયેલા શરીરની ચાડી ખાઇ રહી હતી, માથાની ટોચે ટાલ પડવા લગી હતી. ઋષિકેશ મણિયારે shake hand કરવા હાથ આગળ વધાર્યો ત્યાં સુધી PI તેમને જોઇ રહ્યો. ઋષિકેશ વિનયભાઈ તરફ જોઇને હસ્યાં, “ક્યાં ખોવાઇ ગયાં. વાનાણી સાહેબ?”

“હમમમ્!” ઋષિકેશભાઈ બોલ્યા ત્યારે PI ને ખ્યાલ આવ્યો કે પોતે કારણ વગર ઋષિકેશને જોઇ રહ્યો છે, “sorry! હું બીજા કોઇ વિચારે હતો.”

“કોઇ વાંધો નહિં! Please બેસો!” ઋષિકેશભાઈના કહેવાથી તેમની સાથે ત્રણેય sofa પર સામસામે બેસી ગયાં, “તમારા officers એ મને ખુબ હૈરાન કર્યો. એટલે સ્તો! મારે વહેલામાં વ્હેલી fight માં આવવું પડ્યું..” ઋષિકેશભાઈએ સિફતપુર્વક ફરીયાદ કરી.

“એ માટે હું ખુબ દિલગીર છું, મણિયારસાહેબ! પણ તમે તો જાણો છો કે છેલ્લા છ દિવસોમાં ઉપરા-ઉપરી ઘટનાઓ ઘટી ગઇ તેને કારણે police ને ખાસ્સી દોડાદોડ થઇ ગઇ!”

“I know! I know! રાજકારણીઓ સત્તામાં હોય એટલે નાની-નાની વાતોમાં આંખુ ગામ માથે લે!” ઋષિકેશભાઈએ હળવાશથી બોલ્યા. PI ને આશ્ચર્ય થયું.

“Mr મણિયાર! આ નાની વાત નથી. તમારી બહેન Mrs. ધર્મિષ્ઠા ગજેરા kidnap થઇ ગયા. Mr ગજેરા પર જીવલેણ હુમલો થયો. પાછુ તેમનું પણ...”

“બસ! બસ! PI સાહેબ! બસ!” Mr ઋષિકેશ મણિયારે PI ને અધ્ધવચ્ચે જ અટકાવ્યાં, “તમે તો વકિલાત કરવા લાગ્યા! અને તમને કોણે કહ્યું કે ધર્મિષ્ઠા ગજેરા મારા બહેન છે? એ સંબંધ તો 25 વર્ષ પહેલાં જ સમાપ્ત થઇ ગયો..” Mr ઋષિકેશ મણિયાર નફરતથી બોલ્યાં, “ખેર! એ અમારો અંગત મામલો છે. તમે બોલો! શું પુછપરછ કરવી છે?” Mr ઋષિકેશ મણિયારે પૂછ્યું, જોકે. તૌકિર અને Dr વિનય પારડીવાળાની હાજરી ખટકતી હોય તેમ PI એ બન્નેને જોઇ રહ્યો, “PI વાનાણી! આ બન્ને મારા અંગત મિત્રો છે. વિરાગ મારા દિકરાં જેવો હતો. અમારા વચ્ચે કોઇ secret રાખવા જેવું નથી. તમે આ લોકોની પણ પુછપરછ કરી શકો છો.” ઋષિકેશ જે કાંઇ બોલી રહ્યાં હતાં એ PI માટે ઓછું આશ્ચર્ય ન હતું.

“ઋષિકેશભાઈ! તમે વાનાણીસાહેબને પુછપરછ કરવાનો અધિકાર આપી દિધો. પણ. જરાં એમને પુછો તો ખરી કે off duty એ તમારી પુછપરછ કઇરીતે કરી શકે ?” Dr પારડીવાળાએ સવાલ કર્યો, “એને તો ધૃતિ સાથે..”

“Dr પારડીવાળા!..” PI વાનાણીએ ઊભા થઇ મોટા અવાજે Dr પારડીવાળાને અધ્ધવચ્ચે અટકાવ્યા, “મેં તમને ત્યારે પણ કહ્યું હતું અને આજે પણ કહી રહ્યો છું કે duty સમયે હું મારા relations વચ્ચે નથી લાવતો! ધૃતિ સાથે relation હોય તો પણ હું ગુનેગારોને તો મદદ ન જ કરું!” PI બોલી ગયો, ઋષિકેશ મણિયાર તો જોઇ રહ્યાં. PI ની પાસે આવ્યાં. “I’m sorry sir!”

“અરે! તેમાં sorry શામાટે? ગરમ લોહી! I like it! યુવાન હમેશાં જોશીલો હોવો જોઇએ. શાબાશ!” PI ને ખભે શાબાશી આપતાં ઋષિકેશ મણિયાર બોલી ઉઠ્યાં, “Dr પારડીવાળા! તમને તો શરમ આવવી જોઇએ! તમને શું લાગે છે કે બધા Officer corrupt જ હોય? તમેય યાર! બધાને એક જ ચાસણીએ નિતારો છો ધનરાજ ગજેરાની માફક!” ઋષિકેશ મણિયારે Dr પારડીવાળાને આડેહાથ લીધાં, Dr પારડીવાળા તો શું બોલે? “વાનાણીસાહેબ! જુઓ! હું આ Case માં કોઇપણ રીતે involve નથી. એ લોકો જીવે કે મરે! I don’t care! આ તો Staff એ મને બોલાવ્યો તો મને લાગ્યું કે તમારી સામે મારો પક્ષ રજુ કરીને હું છુટી જઉ!”

“Don’t worry sir! મને તમારા પર વિશ્વાસ છે. પણ. એક વાત ખટકે છે કે જો તમે involve નથી. તો પછી કોણ છે જે ગજેરા family ની પાછળ પડ્યું છે. i know કે તમે interested નથી. પણ..”

“વાનાણીસાહેબ! તમે જેટલાં બહાદુર છો એટલા જ બેવકુફ છો”

“Sir?” PI ને ખોટું લાગી ગયું હોય તેમ બોલી ઉઠ્યાં.

“મને ખબર છે કે તમે ખોટું લાગશે, પણ. હજુ સુધી એ સમજી શક્યાં નથી કે આ બધુ pre-planned છે. આવનારી મુશ્કેલીથી બચવાનો કિમીયો છે,”

“મુસિબત? કિમીયો? મણિયારસાહેબ હું તમારી વાત સમજી શક્તો નથી!” PI વાનાણી ઋષિકેશ મણિયારની વાતોને સમજી ન શક્યો, તૌકિર-Dr પારડીવાળા તો મુકપ્રેક્ષક બની રહ્યાં. ઋષિકેશ મણિયારે PI ને બેસાડ્યાં. પોતે પોતાની બેઠકે બેસ્યાં.

“શાંતિથી સાંભળો! વાનાણીસાહેબ! જેટલો હું ધનરાજ ગજેરાને ઓળખું છું એટલો આ દુનિયામાં કોઇ તેને ઓળખતું નથી. લોકોમાં sympathy મેળવવા Mr ગજેરા કોઇ પણ હદે જઇ શકે! હવે તમે પૂછશો કે આ sympathy શેના માટે? તો let me explain!” માહોલ પોતાની તરફ કરવામાં સફળ થયા હોય તેમ ઋષિકેશ મણિયાર આરામથી ઊભા થઇને બોલવા લાગ્યા.

“સૌથી પહેલાં તો ધનરાજ mansion એટલું secure છે કે ત્યાં ધનરાજની મરજી વગર પારેવું પણ ફરકે તો પણ ધનરાજને જાણ થઇ જાય. કારણકે ધનરાજ paralysed છે એટલે mansion માં શું થઇ રહ્યું છે તેની જાણ ધનરાજને હોય જ! કોઇ શંકાષ્પદ લાગે તો ધનરાજ પાસે પોતાની strong security staff છે. તે નિષ્ફળ જાય તો Mr ગજેરા એક Call કરે અને ચૌર્યાશી police હાજર થઇ જાય! તેમ છતાં તમે ધર્મિષ્ઠાના kidnapping ની inform આપી ત્યારે તેઓ તમારી સાથે વાત કરી શક્યાં, પણ, તમે mansion આવો ત્યાંસુધીમાં ચૌર્યાંશી police ને inform કરવાનું એમણે મુનાસિબ ન માન્યું! શું આ શંકાષ્પદ નથી? વિનયને દગાથી યશનિલે accident કરાવીને વિરાગને...” Dr પારડીવાળા સામે જોઇ રહ્યાં, Dr પારડીવાળા નિચું જોઇ રહ્યાં.

“પણ, મણિયારસાહેબ! હું પહોંચ્યો ત્યાસુધીમાં Mr ગજેરા તો બેભાન થઇ ગયાં. મારા ખ્યાલથી તેઓ કોઇને પણ call કરી શકવાની પરીસ્થિતીએ ન હતાં..”

“એ જ સ્તો! વાત છે, તમારા રૂપમાં એક સાક્ષી મળી ગયો એમને!” ઋષિકેશ મણિયાર પાસે દરેક સવાલનો જવાબ હતો, “ધર્મિષ્ઠા ગજેરા જ્યાં જાય ત્યાં Security નો કાફલો સાથે જતો હોય. તો તે દિવસે ધર્મિષ્ઠા ગજેરા એકલાં કેમ ગયાં? Kidnapping થયું, તો કોઇ બેવકુફ જ mobile કે કોઇ identity છોડી જાય! તમે જ કહો. વાનાણીસાહેબ! આજ સુધી કેટલાં એવા Kidnapping case જોયા કે જેમાં kidnappers આ રીતે identity છોડી જાય?”

“ના! આ રીતે કોઇ proof છોડી ગયાંનું યાદ નથી.”

“તો! બસ!... અને રહી વાત! ધૃતિની તો મને તો લાગતું જ નથી કે તેનું kidnapping થયું હોય! તેણી તો હજુ સુધી ફરીયાદ પણ નથી નોધાંવી નથી. m I right?” આ વખતે ઋષિકેશ મણિયારના સવાલનો જવાબ આપવાનું PI વાનાણીએ મુનાસિબ ન માન્યું.

“તમારા કહેવાનો મતલબ શું છે? સુરતનો ધનાઢય વ્યક્તિ-MLA-AGP નો આધારભુત માણસ શામાટે આટલીં આ હદે જાય? વિરાગ તો તેમની સૌથી નિકટ હતો. તેને મારવાનું કોઇ કારણ જ ન હોયને? અને..”

“કારણ છે, વાનાણીસાહેબ! કારણ છે! મારા વ્હાલસોયા એકના એક દિકરાને યશનિલને હાથે મરાવી નાખવાનું કારણ છે! એ કારણ તમે જાણશો તો તમારા પગતળે ધરતી સરકી જશે!” આ વખતે Dr પારડીવાળા બોલી ઉઠ્યાં, “મારો વિરાગ ધનરાજ ગજેરાના એક એવા રહસ્યને જાણી ગયો હતો, જે ધનરાજ ગજેરાને હમેંશાને હમેશાં માટે jail ની પાછળ ધકેલી નાખે. મુખ્યમંત્રી પુરૂષોત્તમ રાવળને સત્તાથી હાંકી કાઢી શકે તેમ છે. ગુજરાતના રાજકારણમાં ઉથલ-પાથલ કરી શકે તેમ છે. એ રહસ્યને ધનરાજ ગજેરાએ પુરી દુનિયાથી સંતાડ્યું છે,”

“Doctor સાહેબ! એવું તે ક્યું રહસ્ય છે જે માત્ર ધનરાજ ગજેરાએ દુનિયા સામે લાવ્યું નથી?” PI વાનાણીને જીજ્ઞાસા થઇ આવી.

“વાનાણીસાહેબ એ રહસ્ય જણાવવા માટે જ તમને અહિં બોલાવ્યા છે, ધનરાજ ગજેરા! MLA! The billionaire ધનરાજ ગજેરાએ દુનિયા સામે 17 વર્ષ પહેલાંના સુરત કોમીરમખાણોનું સત્ય દુનિયાથી સંતાડ્યું છે અને તસ્લિમાબાનુ જાફરી દ્વારા થયેલી 27 cases માનો 26 મો case સુરત દંગા ઉપર આધારીત છે અને એ case hearing આવતા વર્ષની શરુઆતમાં ગમે ત્યારે થઇ શકે છે. વિરાગ એ case ને લગતાં documents ની સાચી હકિકત જાણવાની ખુબ નજીક પહોંચી ગયો હતો. તે ધનરાજ ગજેરા સાથે વાત કરે એ પહેલાં ધનરાજે પોતાના નાલાયક દિકરાં યશનિલની મદદથી વિરાગને મારી નાખ્યો. હવે થોડા દિવસ પોતાના અને ધર્મિષ્ઠા ગજેરાના kidnapping નાટક રમાડ્યે રાખીને સુરત કોમીરમખાણોને લગતા proofs ને સગેવગે કરી નાખશે. એ સુરત કોમીરમખાણોમાં પુરૂષોત્તમ રાવળની પણ શંકાષ્પદ ભુમિકા છે એટલે જ છેલ્લાં 17 વર્ષથી ધનરાજ ગજેરાને તેમને સત્તામાં રાખ્યાં. 17 વર્ષમાં ધનરાજ ગજેરાની સંપતિ 10 હજાર કરોડને સ્પર્શી ગઇ. એ ક્યારે બને?...” ઋષિકેશ મણિયારે Dr પારડીવાળા સાથે મળીને PI વાનાણીનું brainwashing કરી નાખ્યું હોય તેમ PI વાનાણી સ્તબ્ધ થઇ ગયો. વિચારે ચડી ગયો. ઋષિકેશ અને વિનય એકબીજાને જોઇ રહ્યાં.

“વાનાણીસાહેબ! અમારો ઇરાદો તમને ગેરમાર્ગે દોરવવાનો નથી. અમે જે કહ્યું તે સનાતન સત્ય છે. અને તમારા જેવા નિડર-સત્યનિષ્ઠ-બહાદુર officer જ આ કાવરતાને ઊઘાડું પાડી શકે તેમ છે. ધનરાજ જેવા કાયદાના ગુનેગારને સજા અપાવી શકે તેમ છે. મને ખ્યાલ હોવા છતાં જો હું ધનરાજને ઉઘાડો પાડવા ગયો તો ધનરાજ મને દુશ્મની કાઢી રહ્યો છે એ બ્હાને ખોટ્ટો પાડી દેશે એટલે જ London થી ઉતાવળે આવ્યો.” ઋષિકેશ મણિયારે PI વાનાણીને બધી હકિકત જણાવીને બેસી ગયાં.

“આ તો ખુબ ઉંડું રહસ્ય છે, તમારા કહ્યાં પ્રમાણે તો મને પણ આ મોટું કાવતરુ લાગી રહ્યું છે અને જ્યાં સુધી એ રહસ્ય પરથી પડદો ન ઉચકી લઉ ત્યાં સુધી તો મને શાંતિ નહિં વળે! પણ, મને અત્યારે એ સમજાતું નથી કે શરુઆત કરુ કઇ રીતે? ક્યાંથી કરુ?” PI વાનાણી ઋષિકેશ મણિયારની વાતોમાં અંતે આવી ગયો. પણ. તે હજુ મુંજાતો હતો. ઋષિકેશ મણિયાર તેમની પાસે આવ્યાં. ખભે હાથ મુક્યો.

“અરે! ઉસ બુઢીયા કો Injection લગાઓ, જાગ જાયેગી તો લેને કે દેને પડ જાયેગેં..” અંદરથી મોટો અવાજ આવ્યો, Mr મણિયાર સહિત ત્રણેયના ચહેરે પરસેવો વળવા લાગ્યો, PI વાનાણીના કાન સરવા થયાં, Mr મણિયાર PI વાનાણીને છોડીને તૌકિર પાસે ગયો, એક તેના ગાલ પર ચોપડી દિધી, તૌકિર પ્રશ્નાર્થ નજરે જોઇ રહ્યો.

“સાલા! મને તો કહેતો હતો કે આ kidnapping નો ધંધો છોડી દિધો છે ને અંદર છોકરીને ઘાલીને બેઠો છે, શરમ નથી આવતી? આવા કામ કરે છે? આ સાહેબને મન આપણી કેવી છાપ પડશે?” Mr. મણિયારે તૌકિરને તતડાવી નાખ્યો, તૌકિર જવાબ આપે એ પહેલાં, “જા, અંદર અને એ છોકરીને એના ઘરે સહિસલામત મોકલી આવ! આજ પછી આવા કામ બંધ! બરાબર?”

“બરાબર! બરાબર!” તૌકિર ગાલ પર હાથ દઇને અંદર ગયો, Mr મણિયાર PI વાનાણી પાસે આવ્યાં.

“Don’t worry! વાનાણીસાહેબ! Don’t worry! અત્યારે તો તમે ઘરે જાવ! આરામ કરો. અમે તમારી સાથે જ છીએ. આગળ શું કરવું એ તમને અમે જણાવી દઇશું, અત્યારે તમે ઘરે જાવ!” Mr. મણિયારે PI વાનાણીને આશ્વાસન આપતા બોલ્યાં, PI વાનાણી સહમત થતો જતો રહ્યો, Mr. મણિયાર અને Dr વિનય પારડીવાળાએ રાહતનો શ્વાસ લીધો.

***

- “પુર્વ ગૃહમંત્રી નવિનભાઈ પટેલની હત્યાના આરોપ સહ sector no. 21 police દ્વારા ગુરુવારની રાત્રે યુવરાજ દેવરાજ રાવળની ધરપકડ કરેલ છે પરતું, police દ્વારા તપાસાર્થે મોકલેલ સાબિતીઓ પર FSL report-PM report તેમજ અન્ય તપાસકાર્ય હજુ બાકી હોય. યુવરાજ રાવળ દ્વારા પોતાનો ગુનો કબુલ કરેલો હોય તેમજ police દ્વારા આરોપી યુવરાજ રાવળ પર વધુ પુછપરછ કરવા વધુ Remand ન મગાઇ હોય તેમજ આરોપી યુવરાજ રાવળનો કોઇ ગુનાહિત ઇતિહાસ ન હોય અને બિનજામિનપાત્ર ધરપકડ હોય માટે આ અદાલત તમામ report ન આવે ત્યાં સુધી યુવરાજ રાવળને સાબરમતિ central jail રહેવાનો આદેશ કરવામાં આવે છે. તેમજ બન્ને પક્ષને ઉચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા માટે દાવો કરવાની પરવાનગી આપે છે, Police ને વધુ સશક્ત તપાસ કરી case ને પારદર્શી કરવાનો આદેશ આપવામાં આવે છે. આ અદાલત બર્ખાસ્ત થાય છે.” શનિવારની સાંજે નામદાર magistrate સમક્ષ યુવરાજ રાવળને police દ્વારા રજુ કરવામાં આવ્યો. નામદાર Magistrate એ police દ્વારા અધુરી તપાસને ધ્યાનમાં લઇને પોતાનો ચુકાદો જાહેર કર્યો. ગાંધીનગર seasons court ની બહાર યુવરાજના સમર્થકો યુવરાજની એક ઝલક પામવા ઊંમટી પડ્યાં હતાં. ઘરેથી દાદા-મમ્મી-યુવિકા-અધિયો તમામ આવ્યા હતાં. જોકે ગઇકાલે jail થયેલી મારામારી અંગે કોઇને જાણ ન હતી. ચુકાદા પછી દેવિકાબહેન યુવરાજને મળ્યાં. વ્હાલ કર્યો. આશિર્વાદ આપ્યાં. જોકે. હવે રડતા ન હતાં. ચુકાદા પછી યુવરાજને સાબરમતિ jail લઇ જવામાં આવ્યો.

- “PI પ્રભાતસિંહ જાડેજા! આ છે તમારી duty? Jail ના high security area તમારી આંખ નીચે શાહિર નરોડાવાળા તમારી શેહ-શરમ રાખ્યા વગર ઇફ્તિખાર જાફરીને આટલી બેરહેમીથી મારે એ તમારા માટે ખુબ શરમની વાત છે, આ છે તમારી ફરજ? આ છે ગુજરાતની સૌથી મોટી Jail ની સુરક્ષા વ્યવસ્થા? જો ગુનેગારો પર તમારી ધાક જ ન હોય તો તમને અહિં રાખવાનો અર્થ જ શ? PI જાડેજા તમે મને ખુબ નારાજ કર્યોં.” મારામારી કાંડને jail superintendent પાડલિયાએ ખુબ ગંભિરતાથી લીધો, PI જાડેજાને પોતાની office બોલાવીને PI નો ઉધડો લીધો.

“sir! તમારી નારાજગી યોગ્ય છે, પણ, sir! આપણાં જ staff માંથી કોઇ શાહિર નરોડાવાળાને મદદ કરી રહ્યું છે, જેના કારણે high secure cellblock પર શું થઇ રહ્યું છે એ જાત-તપાસ કર્યા વગર મને જાણ થતી નથી..”

“પોતાની ભુલ સંતાડવા માટે staff ની બલી ન ચડાવો, PI જાડેજા! એક અધિકારીને બે નહિં, ચાર આંખો હોવી જોઇએ, jail માં શુ થઇ રહ્યું છે એ મને ગાંધીનગર હોવા છતાં પણ ખબર પડી જાય છે ને તમને jail માં રહ્યાં પછી પણ ખબર ન પડે તો એ તમારી નબળાઇ કહેવાય. શાહિર જેવા રીઢા ગુનેગાર તો નાના અધિકારીઓને પોતાની તરફ કરી જ લે છે, તમે કેમ ભુલી ગયાં, શાહિરે તમને રૂશ્વત આપવાની try કરી હતી, તમે મારી પાસે આવ્યા હતાં, શાહિરની ફરીયાદ કરવા! મેં તમને ચેતવ્યા પણ હતાં.” પાડલિયાસાહેબે જાડેજાના બ્હાનાનો છેદ ઉડડી દિધો, “ખેર! જવા દો એ! મને એક હળવો report કરી આપો, જેથી ગૃહમંત્રાલયને report કરી શકું, આ last warning આપીને તમને જવા દઉ છું, અને શાહિર નરોડાવાળાને અન્ય cellblock ખસેડવા માટે મને report કરો.” jail superintendent પાડલિયાસાહેબ order કર્યો.

“I’m sorry sir! પણ. શાહિર નરોડાવાળાને અન્ય cellblock માં ખસેડી શકાય તેમ નથી, Jail માં પહેલેથી જ Overloud ને જગ્યા નથી અને સામાન્ય cell માં તો જાફરીચાચાને પણ લઇ જઇ શકાય તેમ નથી. જોકે. જાફરીચાચાની cell ખાલી છે. તેમાં કોઇ..”

“જાડેજા! આ વિચાર પહેલાં કેમ ન આવ્યો. જાફરીચાચાની cell માં કોઇ આવી જાય તો security ની problem solve થઇ જાય. આમપણ. સારુ છે કે તસ્લિમાખાલા ડાકોર case માં અટવાયા હોવાના કારણે આપણી વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું માંડી વાળ્યું છે, એટલે હવે જાફરીચાચાની security વધારવી જરૂરી બની ગઇ છે,” પાડલીયાસાહેબ વિચારવા લાગ્યા, “જાડેજા! એક રસ્તો છે.”

“ક્યો રસ્તો? Sir!”

“જાડેજા! જો યુવરાજ રાવળને જાફરીચાચાની Cell મોકલી દ્યો!”

“How it’s possible. Sir? તમે તો જાણો છો કે જાફરીચાચા કોમીરમખાણોના મુખ્ય આરોપી છે. દેવરાજ રાવળનું આકસ્મિત મૌત માટે આ કોમીરમખાણો જ જવાબદાર માનવામાં આવે છે. બહાર કેટલો હાહાકાર મચી જશે? CM સાહેબને તો ખબર થઇ તો તમને-મને...” PI જાડેજા ગભરાઇ ગયાં.

“Come down! જાડેજા! Come down!” પાડલીયાસાહેબે જાડેજાને શાંત કર્યાં, “બહાર શું થશે એ તમારે જોવાનું નથી, તમારે તો કેદીની security શેમા છે એ જોવાનું છે, એક officer થઇને તમે ડરી જાવ એ કેમ પોસાય? યુવરાજ રાવળને જાફરીચાચાની cell માં ખસેડવાની તૈયારી કરો, યુવરાજ રાવળને season court થી લઇ અવાતો જ હશે!” પાડલીયાસાહેબે Order કર્યો, જે PI પ્રભાતસિંહ જાડેજાને માનવા સિવાય કોઇ છુટકો જ ન હતો. પાડલીયાસાહેબને salute કરીને જતો રહ્યો.

“કોને ખબર જાડેજા! કર્મચક્ર જ્યારે તેના મુળ સ્થાને આવે ત્યારે બધાને તેના સ્થાને ગોઠવાઇ જવું પડે! બધી બાબતે ચુપ રહેલા જાફરીચાચા. કોને ખબર યુવરાજ સામે બોલી નાખે...” જાડેજાના ગયાં પછી પણ પાડલીયાસાહેબ વિચારતાં રહ્યાં.

- યુવરાજને સાબરમતિ central jail લઇ આવવામાં આવ્યો. સાથે અધિવેશ-Dr યુવિકા પણ ઘરેથી લઇ આવેલા વધારાના સામાન સાથે આવ્યાં. યુવરાજ સાથે Waiting room આવ્યા, ત્યાં જ યુવરાજને સામાન આપ્યો. સામાનમાં યુવરાજને ગમતાં પુસ્તકો-notebook-pen. પુજા કરવા માટે ભગવાનનો PHOTO. અરીસો. એક family photo. બીજી દૈનિક ક્રિયા માટેનો નાનો-મોટો સામાન! યુવરાજ એ વાતે ગદ્ગદ થયો કે તેનો નાનો ભાઇ વકીલ શોધવા માટે આટલી મહેનત કરી રહ્યો છે. AGP માં નવા પ્રમુખને પસંદ કરવાની તૈયારીઓથી યુવરાજ જરાપણ વિચલિત ન થયો. થોડાવાતો કરીને અધિવેશ-યુવિકા રવાના થયાં.

“યુવરાજભાઈ! ચાલો! સાહેબ આવે છે,” ત્યાં રાજુ Constable આવ્યો. યુવરાજ સામાન લઇને તેની પાછળ ગયો, બન્ને Cell-block આવતાં હતાં. પાછળ PI જાડેજા આવતાં હતાં. યુવરાજની cell આવી હોવાછતાં રાજુ આગળ ચાલ્યો ગયો.

“યુવરાજભાઈ! આવો!” જાફરીચાચાની cell પાસે આવીને તાળું ખોલીને રાજુ constable બોલી ઉઠ્યો. યુવરાજ વિચારવા લાગ્યો.

“રાજુ! તારી ભુલ થાય છે. એ તો જાફરીચાચાની cell છે. મારી cell તો...”

“આજથી જાફરીચાચાની Cell માં જ તમારે રહેવાનું છે.” યુવરાજ રાજુને પુછે એ પહેલાં પાછળથી PI જાડેજા બોલી ઉઠ્યાં, યુવરાજ તેમને જોતાં જ ચુપ થઇ ગયો, PI જાડેજા તેની પાસે આવ્યાં. “હવે મારુ મોઢું શું જોઇ રહ્યો છે? જાવ અંદર!” PI તાડુક્યાં અને યુવરાજ જાફરીચાચાની cell માં પ્રવેશી ગયો. રાજુએ સળીયામાં તાળું મારી દિધું.

“જાડેજાસાહેબ! મને જાફરીચાચાની cell માં..” યુવરાજ પુછવા ગયો.

“એ તમારે પુછવાની જરુર નથી, આ તો પાડલીયાસાહેબને તારા પરાક્રમ ગમી ગયાં એટલે તમને અહિ નાખવામાં આવ્યોં. હવે કોઇ વસ્તુંની જરુર હોય તો કહી દેજો.” PI જાડેજા તોછડાઇથી બોલ્યાં. યુવરાજે માથું હલાવ્યે રાખ્યું. PI જાડેજા રાજુને લઇને ચાલતા થયાં. યુવરાજ cell તરફ વળ્યો. ખાસી એવી મોટી cell માં એક નવો ખાટલો-ઠંડા પાણીનું માટલું-નાનું એવું table. જેમાં થાળી-વાટકાં-glass-ચમચી-brush-toothpest-ખાટલા પર 2 ચાદર-ખાટલા પાસે એક મોટો કબાટ જેના કાચવાળા દરવાજા પર books-notebooks-pen વગેરે વસ્તુંઓ મુકેલી હતી. યુવરાજ તો આ બધું જોઇ રહ્યો. ઇફ્તિખાર જાફરી! યુવરાજના મનમાં આ નામ ઘુમરાવા લાગ્યું. તે તો ફર્શ પર બેસી રહ્યો.

“કેમ છો, યુવરાજભાઈ? સારુ લાગે છે?” થોડીવાર પછી રાજુ પાછો આવ્યો, તેની રાતની પાળી શરુ થઇ ગઇ હતી.

“ભાઇ! તું મને આટલું સમ્માન ન દે! જાડેજાસાહેબને ખબર પડશે તો...” યુવરાજ પોતાની જગ્યાએથી ઊભો થઇને સળીયા પાસે આવ્યો.

“તો શું? 2-3 ગાળો સાંભળી લઇશું! દિવસમાં 500 વાર સાંભળીએ ને બીજે કાને કાઢી નાખીએ. તમે યાર! દર વાતે serious થઇ જાવ! આ તો શું છેને! હોદાનો રુઆબ અને સાયકિયાસાહેબની મહેરબાની! બાકી આવા અનાથને તો...”

“શું? જાડેજાસાહેબ અનાથ છે?” યુવરાજને અનાથ શબ્દ સ્પર્શી ગયો.

“હા! હવે એવું સંભળાય તો છે બાકી ખ્યાલ નથી..” રાજુ બિન્ધાસ્ત બોલ્યો. પાતળી મુછોવાળો ઘઉંવર્ણો રાજુ ભરયુવાન હતો.

“રાજુ! જાફરીચાચાના કોઇ સમાચાર?” Jail માં આવ્યા પછી યુવરાજ સાદા shirt-pent પહેરતો હતો, દાઢી વધી ગઇ હતી, ચશ્મા તો એ જ દાબલા જેવા જ હતાં.

“અરે! યુવરાજભાઇ! જાફરીચાચાની હાલત ખુબ નાજુક છે. BP....CP શું કેવાય! ઇ ખુબ લૉ છે. શરીરમાં ખાંડ ઓછી છે. લોહી બનતું નથી, તસ્લિમાખાલા તો Hospital આવી ગયાં હતાં, પણ, તેમણે દરીયાદિલી રાખીને case કરવાનું માંડી વાળ્યું. એટલે મોટાસાહેબોને હાલ તો ઘાત ટળી ગઇ. હવે તો જાફરીચાચાને અલ્લાહ જ તેમને બચાવી શકે તેમ છે. શું છેને કે આપણા ભગવાન તો બીજા ધર્મના લોકોને બચાવવા ન જાયને!” રાજુએ જવાબ વાળ્યો. યુવરાજ રાજુની નિર્દોષતા પર હસવા લાગ્યો.

“રાજુ! આપણે જમીનન ભાગલા પાડી શકીએ. આકાશના કેવીરીતે ભાગલા થાય! ઇશ્વર તો આકાશ જેવો છે. ઇશ્વર-અલ્લાહ-god-વાહેગુરુ! જે કહો તે એક જ છે. પણ. જાફરીચાચા તો અલ્લાહનો બંદો છે. એને આટલી તકલીફ શામાટે આવતી હશે?”

“હજજારોના ઘર ઉજાડ્યાં, અનેક પરીવાર બરબાદ કરી નાખ્યાં. બે કોમો વચ્ચે વેમનસ્ય ઊભુ કર્યું. પછી તો ભગવાન હોય કે અલ્લાહ! સજા તો કરવાના જ છેને!”

“રાજુ! કાલે તો તું મને એમ કહેતો હતો કે જાફરીચાચા તો અલ્લાહના બંદા છે. જાતી જિદંગીએ જે છોકરાઓને રમાડવાને બદલે ખોટીરીતે આ કાળકોટડીમાં પુરાઇ ગયાં.” યુવરાજે જાણે કે રાજુને પકડી પાડ્યો હોય તેમ તેના જ શબ્દો યાદ કરાવ્યાં. રાજુ તો અવાક્ બની રહ્યો. “બોલ રાજુ!”

“હાં! યુવરાજભાઇ તમારી યાદદાંસ્ત ખુબ તેજ છે. મેં જ જાફરીચાચાના વખાણ કર્યાં હતાં..” રાજુ માથું ખંજવાળવા લાગ્યો. “પણ. યુવરાજભાઈ! ન તો હું ગઇકાલે ખોટું બોલ્યો હતો કે ન તો અત્યારે ખોટું બોલ્યો! પુછો કેમ?” પોતાના બચાવની તૈયારી બરાબર કરી લીધી હોય તેમ રાજુ ફટાફટ બોલવા લાગ્યો.

“કેમ?” યુવરાજે પૂછ્યું પણ ખરી.

“કારણકે યુવરાજભાઇ! જાફરીચાચા બધીરીતે તમારા જેવા છે. ચાલ-ચલગત-વિચાર બધુ જ તમારી જેમ simple! પણ, જે ગુનામાં સંપાડાયેલ છે. એ ગુનો કર્યો છે કે નહિં તેનો ફોલવો પાડતાં નથી. જે case તેમની વિરૂદ્ધ ચાલે છે તેમાં એક જ વાર જુબાની આપ્યા પછી તેનો ફોલવો પાડ્યો જ નથી..”

“તો પછી દોષી કેમ સાબિત થયાં?” યુવરાજે પુછતાં રાજુ હસવા લાગ્યો.

“કેમ યુવરાજભાઈ! તમારે Trick શિખવી છે?” રાજુ હસવા લાગ્યો, યુવરાજના ચહેરે સ્મિત લહેરાઇ ગયું.

“એ રાજુ! પંચાત ન કર! સીધો ઊભો રહે!” અન્ય constable એ રાજુ ખીંચાઈ કરી.

“તું તારુ કામ કર! મારી પંચાત ન કર!” રાજુ ખિજાઇ ગયો. જોકે પછી યુવરાજથી મોં ફેરવી લીધું. યુવરાજે કબાટ ખોલ્યો. જેમાં અઢળક પુસ્તકો હતાં. યુવરાજને ગંગોત્રી મળી ગઇ. એક પછી એક પુસ્તકો કાઢી-કાઢીને વાચવા લાગ્યો, સાંજનો સમય અને બહાર ન જવાનું હોવાથી યુવરાજ નિરાંતે વાંચી શકે એમ હતો. જોકે, cell-block ની light વ્હેલી બંધ થતાં યુવરાજને વાચવાનું પડતું મુકવું પડ્યું.

***