Adhinayak books and stories free download online pdf in Gujarati

અધિનાયક (novel) (political thriller)

SCENE: - 4

- “આહ્હા! નરૂભા! તમારી સાથે રહેવાથી મને politics ના સારા એવા ગુણ મળે એમ છે. તમે ગાંધીનગર નથી એટલે વધારે તમારા વિશે જાણતો નથી. બાકી આટલા કાર્યકરોનો support છે આજે ખબર પડી! યુવરાજે તો તમને મહત્વ પણ ન આપ્યું. નહીંતર તેને કેટલું જાણવા મળત. પણ. એને તો દાદા સિવાય કોઇ દેખાતા જ નથી..” યુવરાજના ગયા પછી નરૂભા અભિનવને પુરું દ્વારકા ફેરવ્યો, AGP ના કાર્યકરો સાથે મેળવ્યો, એક રીતે નરૂભાએ અભિનવ સામે પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું. અભિનવ નરૂભાથી અંજાઈ ગયો. પુરો દિવસ અભિનવને ફેરવ્યાં બાદ સાંજે નરૂભાના ઘરે આવ્યા. બહાર નકુળ સાથે બગીચામાં બેઠાં હતા.

“આ બધું 17 વર્ષની મે’નતનું પરીણામ સે, અભિનવ, મને આજે પણ યાદ સે. દિવ્યરાજકાકાએ મને દિવ્યલોક ભવનમાંથી ધક્કા મારી-મારીને કાઢી મુક્યો’તો, શું કામ? મેં મારા કાઠીયાવાડી ભાઇ-ભાંડુને પોતાના હક્ક માટે એકઠા કરી દેવરાજભાઇ સામે લડાવ્યા’તા એટલે? કે કોમીરમખાણ સામે અવાજ ઉઠાવ્યો એટલે? કોમીરમખાણોમાં અમારા કાઠીયાવાડીઓએ કારણ વગર ઘણું સહન કર્યું, રમખાણો કર્યા કોઇએ અને ભોગવ્યું મારા કાઠીયાવાડીઓએ! ત્યારે જ મેં પોતાની જાતને વચન આપ્યું હતું. જ્યાસુધી પ્રચંડ જન સમર્થન મેળવી પુરૂષોત્તમભાઇની પાસે પુરા માનસમ્માન સાથે ન બેસું ત્યાંસુધી અમદાવાદ-ગાંધીનગર પગ નહી મુકું...”

“નરૂભા! આ તમે જે બોલ્યા એમાંની એક વાત મેં નથી સાંભળી! મને તો એટલી જ ખબર છે કે દેવરાજકાકાએ કોમીરમખાણ કરાવ્યા. જે તેમની અમદાવાદ-બરોડાના રસ્તે દેવરાજકાકાના car blast માં મોત સાથે પુરા થઇ ગયા. તેના સાગરિત ઇફ્તિખાર જાફરી અત્યારે સાબરમતી central jail માં સબડે છે...! પણ. તમારું angle ક્યારેય પપ્પા કે uncle broad એ જણાવ્યું નથી..” અભિનવ માટે નરૂભાની વાતો તદ્દન નવી હતી.

“અચ્છા!” નરૂભાના મનમાં કપટનો કિડો સળવળ્યો, “પુરૂષોત્તમના પેટનાએ આ ખહૂરીયાને કાઇ વાત જ નથ કરી, આ લબાડનું દિમાગ હાવ ખાલીખમ સે, હેવ જો, ફિરંગી! તારા ભાણીયાને એવા પાઠ ભણાવું કે તારી સામે મારી જ કલમા પઢે” નરૂભાએ મનમાં ગોઠવણ કરી.

- “ઓહ્હો! દિકરા! તો-તો પુરૂષોત્તમભાઇએ તન કાય કિધુ જ નથી. કઇરીતે એમણે ગુજરાત ફરી-ફરી આપણા પક્ષને મજબૂત કર્યો. કઇરીતે તેમને કારણે આપણો પક્ષ સતા પર આવ્યો. જેને કારણે સતા પર આવ્યા તે પુરૂષોત્તમ રાવળને હડસેલી દિવ્યરાજકાકાએ કપટ કરીને દેવરાજને મુખ્યમંત્રી બનાવી દિધા. કઇરીતે કોમીરમખાણો થયા. કઇરીતે પુરૂષોત્તમભાઇની મે’નત પર પાણી ફરી વળ્યું..” નરૂભાએ દાવ તરતો મુક્યો “..ત્યારે જ વિચારૂ છું કે તું લાયક હોવા છતાં.. દિવ્યરાજકાકાએ ડબિટ.. કાવ કે’વાય?”

“નરૂભા! એને ડિબેટ કહેવાય.. સંવાદ..”

“હાઁ! સંવાદ! શું સેને...! અભિનવ! હું પાંચ ચોપડી ફેલ ઇગરેજી ન ફાવે...! ઇ સંવાદ કરીને પરમુખ બનાવવા હોય તો પછી ચુંટણી કરવાની શું જરૂર સે? બે જણાને સામસામે બેહાડી એકને ન આવડતું હોય ઇ પુછીને બીજાને જીતાડી દેવાના! આવુ તે કાઇ હોતું હશે? દિવ્યરાજ કાકા તો બધાને ઉઠાં ભણાવીને યુવરાજને પરમુખ બનાવી ગયાં..” નરૂભાએ સૌથી પહેલાં અભિનવની દુ:ખતી નસ જ દબાવી, “અભિ! તને ખરેખર અન્યાય થયો ને મહારથી જેવા પુરૂષોત્તમભાઇ ને ફિરંગી Kevin ચુપચાપ જોઇ રહ્યાં. ઇ મને બોવ દુખ્યું..” નરૂભાની વાતની અસર અભિનવને ખરેખર ઉંડી થઇ. ખાસ્સો સમય વિચારે ચડ્યો.

- “અભિનવ! તારા મનમાં ચાલતી ગડમથલ હું સમજી શકું. પણ..” ઊભા થઇ અભિનવ પાસે જઇ ખભે હાથ મુકીને નરૂભા બોલ્યા. “તું ચિંતા નઇ કર, હું હમેશાં સાચા લોકોના પડખે ઊભો રહું સુ, હું તો તને પુરૂષોત્તમભાઇનો અનુગામી મુખ્યમંત્રી તરીકે જોવા ઇચ્છું સું, પણ ઇ પેલા તારે તારા રસ્તે આવતા કાંટાને ઉખાડીને ફેકવા પડશેને ઇમાં હું તારી સાથે સું...”

“તમારા પર વિશ્વાસ છે, યુવરાજનો પક્ષ લેતાં દિવ્યરાજ પર તો નફરત હતી જ, પણ, હવે તો પપ્પા-uncle પર પણ નફરત થઇ ગઇ, મુખ્યમંત્રીનો દિકરો છું તો પપ્પા પછી સતા પર મારો જ હક્ક લાગે, જો પપ્પા મારા માટે એ પણ ન કરી શક્તાં હોય તો મારે એવા બાપની પણ જરૂર નથી, હવે તો તમે ગૃહમંત્રી બની જ ગયા સમજો..” અભિનવનો સ્પષ્ટ નિર્ધાર હતો. નરૂભા મુંછોમાં હસતાં હતાં. આ તેમની પહેલી જીત હતી.

***

- “ક્યાં છે સાગર? સાગર ક્યાં છે? સાગર!” Reception hall માં staff, આગંતુક! બધાની સામે એ યુવાન બરાડા પાડતો હતો. તેના કારણે ખબર ગુજરાતની office બગડી ગયું. ઊંચા. લાંબા પણ સાઠીકડા બાંધા પર business suit. ઘોડા જેવો અકડુ ચહેરો. લાંબા વાળ. આછી દાઢી-મુંછો. નશો કર્યો હોય એવી લાલચોળ આંખો ચારેબાજુ સાગરને શોધી રહી હતી.

“રૂક્મિન! ગામમાં ઢંઢેરો પીટતો હોય તેમ બરાડા ન માર! ઉપર આવ!..” Reception hall ની સીડી પર ઉભેલા સાગરે રૂક્મિનને ટોક્યો.

“તો.. તો.. ત્યાં જ આવીશને! મને ગામ સંભળાવવાનો શોખ નથી!...” ગુસ્સામાં ભડ-ભડ રૂક્મિન સાગરને સાંભળ્યો ન સાંભળ્યો કરી સીડી તરફ દોટ લગાવી. સાગર પોતાની office તરફ પહોંચે તે 2-3 ડગલાંમાં સાગરને આંતરી કાટલો પકડ્યો. “સાલ્લા!___! કોણે કહ્યું’તું તને મારા શેર વેચવાની? તારો હક્ક શું છે ___? આ કંપનીઓ મારી છે મારા બાપની છ! હું તને જીવતો નહી છોડું...” રૂક્મિન બરાડા પાડવા લાગ્યો. જાડો હોવા છતાં અચાનકના વારનો સામનો ન કરી શક્યો સાગર! રૂક્મિન સાગરનો કોલર છોડીને ગળું પકડ્યું. સાગરને આંખે અંધારા આવી ગયા. આ બાજુ સાગરીકા 3rd floor થી નીચે આવતી હતી ને office gallery માં આ જોતાં જ સાગરીકાએ દોડ લગાવી. બન્ને ભાઇઓથી સહેજ નીચી હોવા છતાં સાગરને રૂક્મિનના હાથેથી છોડાવવા બન્ને ભાઈઓ વચ્ચે પડી અને સાગરને માંડ-માંડ છોડાવ્યો.

- “રૂક્મિન! ગાંડો છે કે શું?..”

“એય! સાગા! તું વચ્ચે ન પડ!.. આજે તો સાગર મારા હાથ મરશે જ..” સાગર છુટ્યા પછી પણ ગળું ખોખારી રહ્યો ને સાગરીકા રૂક્મિન સાથે ઝઘડી પડી. સ્ટાફ એકઠો થઇ ગયો.

“આ શું તમાશો આદર્યો છે?...” ખુશાલભાઇ cabin થી બહાર આવી ગર્જી ઉઠ્યાં. તેમને જોઇ staff પોતાના કામે પાછો વળગી પડયો. “..રૂક્મિન! આ તને સારૂ લાગે છે? Office ના-બહારના લોકો સામે પટેલ family ની આવી છાપ ઉભી કરે છે, પોતાના ભાઇ બહેન ને મારવાં લાગ્યો, તારી problem શું છે?...” ગુસ્સામાં Mr પટેલ બોલી ઉઠ્યાં.

“તમે!.. “ રૂક્મિને રાડ પાડી, “..તમે છો મારી-મારા બાપની problem! મારો બાપ paralyze શું થયો તમે તો પુરી company હડપી લીધી. હવે મારાં બધા શેર્સ હડપવા માંગો છો? You____”

“અબે ચુપ...” Mr પટેલ તાડુક્યા. “મોટાભાઇને paralysis છે એટલે company સંભાળુ છું તેમના સ્થાને તને જ power of attorney આપવાનો હતો, પણ, દિવસ આખો રખડવું ને રાત્રે દારૂની મહેફિલ જમાવવાની, ન જાણે કેટલીય છોકરીઓ...” પછી સાગરીકા સામે જોઇ અટકી ગયા. “..મારી દિકરી મારી સામે છે ને મારે શું બોલવું...” સાગરીકા પાસે ઊભા રહીને Mr પટેલ બોલ્યા. “..અને તેમ છતાં સાગરે જ તને શેરહોલ્ડર બનાવડાવ્યો. પણ, 3 વર્ષથી તારા શેર્સની કોઇ activities ન હોવાના કારણે તારા શેર્સ NPA માં ખપાય જાય એટલે સાગરે વેચવા પડ્યાં. હું 2-3 દિવસથી તારી સાથે વાત કરવા ઇચ્છતો હતો પણ ભાઇસાબ તો બીજી જ દુનિયામાં હોય. કોઇ વાત કરે તો પણ શું કરે? તારે તો સાગરની માફી માંગવી જોઇએ. ચાલ. માફી માંગ સાગરની... માંગ માફી! ...” Mr પટેલે શેર્સ વેંચવાનું કારણ જણાવી રૂક્મિનને સાગરની માંગવા દબાણ કર્યું. સાગર-સાગરીકા કાંઇ બોલ્યા વગર ઉભા રહ્યા. જોકે. માફી તો દુર સાગર સામે જોયા વગર પગ પછાડતો રૂક્મિન જતો રહ્યો, Mr પટેલ-સાગર-સાગરીકા રૂક્મિનની નફરત જોઇ રહ્યાં.

***

- “વાહ! પપ્પા! આજે તમે અમને સ્વામી સત્યાનંદજીના આશ્રમ લઇ જાવ છો. અમે તો ધન્ય થઇ ગયાં..” સાંજે રૂક્મિન સિવાય રૂક્મિનની માઁ હંસાબેન સહિત સાત વ્યક્તિન પટેલ પરીવાર old કોબા ખાતે આવેલા “ૐ સત્ય આશ્રમ” જવા નિકળ્યાં. સાગર driving seat પર. સાગરીકા તેની પાસેની seat પર જ્યારે બાકી પાછળ ગોઠવાયા હતા.

“બેટા! ધર્મ પ્રત્યે આપણો ઝોક રહે અને ગુરૂદેવના આર્શિવાદ મળી રહે તે માટે તમને ચારેય લઇ જઇએ છીએ. ગયા વખતે સ્વામીજીએજ તમને લઇ આવવા ખાસ કહ્યું હતું... તેમના આર્શિવાદ તમારા જીવનને ધન્ય કરી દેશે,” ખુશાલભાઇના મોઢે સ્વામી-ભક્તિ છલકાતી હતી. સાગર-સાગરીકા એકબીજાને કટાક્ષમાં જોઇ રહ્યાં.

- અમદાવાદથી ગાંધીનગર જતાં old કોબા ખાતે highway સ્પર્શીને હજારો એકરમાં “ૐ સત્ય આશ્રમ” ફેલાયેલું હતું, Highway ને સ્પર્શીને “ૐસત્ય આશ્રમ” નામના કમાનને “નમસ્કાર મુદ્રામાં સ્વાગત કરતી કમનીય સ્ત્રીઓરૂપી pillars” આધારે ગોઠવીને gate બનતો હતો. gate થી 1.5 -2 km લાંબા પાકાં રસ્તાની બન્ને બાજુ થોડા-થોડા અંતરે hotel-schools-hospital-college-residence-report-garden-અનાથાશ્રમ-વૃદ્ધાશ્રમ-shopping mall-multiplex વગેરે એક પછી એક આવતાં જોઇ સાગરીકા અચંબામાં પડી ગઇ, 2 km પછી વિશાળ ‘ત્રીલોચનેશ્વર મહાદેવ મંદિર’ નો નાનો એવો gate આવતો હતો. જ્યાં parking spot માં car મૂકી દેવાની અને ચાલતા જવાનું!

- “Parking spot પણ multi-floored!” multi floor parking spot જોઇ સાગરીકા બોલી ઉઠી, સૌ આશ્રમ પ્રવેશ્યા, Gate માં પ્રવેશતાં જ સીધું ત્રીલોચનેશ્વર મહાદેવ મંદિર દેખાવા લાગે એવો સીધો paver blocks નો બનેલો રસ્તો, Road માં સૌથી પહેલાં, security guards થી પસાર થવાનું, જે લાલ ધોતી ઉપર ખાખી રંગનો ઝભ્ભો. ખપ પુરતાં વાળ. કેશરનું તિલક. પાદુકા વાળો એકસરખો ગણવેશ! Ladies તપાસ માટે અલગ lady guards! પટેલ પરીવાર તેમાંથી પસાર થયો. ત્યાથી આગળ આશ્રમ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું દેખાય. રસ્તાની ડાબી બાજુથી શરૂ કરતાં સૌથી પ્રથમ ગૌશાળા. તબેલા-ગમાણ. પછી ઔષધાલય. પ્રસાદીગૃહ. તે જ રીતે gate ની જમણી બાજુ અતિથિગૃહ. પછી સ્વામી સત્યાનંદની ભવ્ય ઝૂંપડી આવેલ હતી. પ્રસાદીગૃહ અને ઝૂંપડીથી આગળ મોટા બગીચાની વચ્ચોવચ્ચ ત્રીલોચનેશ્વર મહાદેવ મંદિર આવેલ હતું. અલબત્. દરેક site સાથે બગીચો આવેલો જ હતો. એક site (જેમકે પ્રસાદીગૃહ) થી અન્ય site (ઔષધાલય) તરફ જવા માટે બગીચે થી જ જવું પડતું. દરરોજ માફક આજે પણ આશ્રમમાં ચહલપહલ હતી. ખાસ કરી પ્રસાદીગૃહ અને ઔષધાલય પાસે વધારે ચહલપહલ હતી. ઝૂંપડી પાછળ વિશાળ વિસ્તારમાં ઘાસનું મેદાન-વડવૃક્ષ આવેલ હતા. જ્યાં સ્વામી સત્યાનંદ ભક્તો સાથે સત્સંગ કરે. સમસ્યા નિવારણ કરે. પટેલ પરીવાર સૌથી પહેલાં ત્રીલોચનેશ્વર મહાદેવ મંદિરે ગયા, વિશાળ પ્રાચીનતમ લાગે, વિશાળ સભામંડપ પછી ગર્ભગૃહમાં વિશાળ શિવલિંગ બિરાજમાન હતી, પટેલ પરીવાર શિવલિંગના દર્શન કરી રહ્યા.

“અરે! શ્રીમાન ખુશાલભાઇ!” પટેલ પરીવારની પાછળ વિશાળ સેવકવૃંદ લઇને આવતી એક યુવતી બોલી ઉઠી.

“અરે... ગૌરાંગીજી!!!” અવાજ સંભળાતાં જ ખુશાલભાઇ પ્રાર્થના-મંત્ર અધૂરામુકીને ગૌરાંગીજી તરફ ગયા, તેમના બોલવાના કારણે બાકી બધાનું પણ ધ્યાન તૂટ્યું, એટલું જ નહી ‘ખબર ગુજરાત’ નામે સામ્રાજય ઊભું કરનાર Mr ખુશાલભાઇ પટેલ આ અજાણી લાલ સાડી વાળી અને સેવકવૃંદથી તદ્દન જુદી પડતી નામે ગૌરાંગીજીના પગે લાગતાં સાગરીકાને ખૂબ આશ્ચર્ય થયું. ગુસ્સો આવ્યો એ અલગ!

“શ્રીમાન ખુશાલભાઇ! ખરેખર તમે જ શ્રદ્ધાળુ અને સંસ્કારી છો. તમે જે મેળવ્યું છે તેનું તમને જરા પણ અભિમાન નથી. નહીંતર મારા જેવી સ્વામી સત્યાનંદજીની સામાન્ય શિષ્યાને પગે ન લાગો!!!” સેવકવૃંદથી ઘેરાયેલી ગૌરાંગીજી આર્શિવાદ આપતાં-આપતાં બોલ્યા. સાગરીકા તેણીને જોઇજ રહી. કમર સુધીનાં લાંબા કાળા ભમ્મર વાળ. ગૌરો ગોળ ચહેરો. કમનીય પાતળા બાંધા પર ગુજરાતી લાલચટાક સાડી તેણીને આકર્ષક કરતી હતી. ગળાં પર સ્ફટિક માળા તેણીને બધા સેવકોથી અલગ પાડતી હતી. આવી શિષ્યા! સાગરીકા વિચારવા લાગી. અન્ય સેવક -સેવિકાઓનો પહેરવેશ એકસમાન હતો. સેવિકાઓએ સફેદ કે ભગવા રંગની સાડી પહેરેલો જ્યારે સેવકોએ લાલ ધોતી પર ભગવા ઝભ્ભો પહેરેલ! બાકી માળા-પાદુકા વગેરે એકસમાન હતો. સાગરીકા સિવાય સૌ પગે લાગ્યા.

“બેટા! ગૌરાંગીજીને પગે લાગો...” ખુશાલભાઇ-સૌમ્યાબહેન એક-બે વાર બોલી ઉઠ્યાં.

“મમ્મી-પપ્પા! પગે તો હું નાના બાળકને પણ લાગું. પણ. મને ખબર તો પડવી જોઇએ કે ગૌરાંગીજી પગે લાગવાલાયક છે કે નહી. આર્શિવાદ શામાટે લેવા જોઇએ? એવું તો તેમણે શું કર્યું છે? મારી વાત ખોટી હોય તો બોલો..” સાગરીકાએ સણસણતો પ્રશ્ર્ન કર્યો. ગૌરાંગી આ છોકરીને જોઇ રહી.

“બધા ચુપ થઇ ગયા, સાચો પ્રશ્ન કર્યો છે દિકરીએ તેમના પ્રશ્નનો જવાબ આપો, પત્રકાર ખુશાલ પટેલ...” સેવકવૃંદ પાછળ અવાજ પડઘાયો, સાગરીકા એ વ્યક્તિને જોવા પ્રયત્ન કર્યો, સેવકવૃંદ 2 ભાગમાં વહેંચાય ગયું. સાગરીકા સામે વિશાળ પણ ભયંકર આકૃતિ ઉપસી આવી. લાંબા જાડાં વાળને વલ્કરની જેમ માથે બાંધેલા. હષ્ટપુષ્ટ લાંબા ઊંચા જાડાં બાંધા પર માત્ર ધોતી-ખભે ભગવા શાલ. ગળાં-હાથમાં તુલસીમાળા. તેમજ હાથ-ખભા-છાતી પર કંકુનો ૐ. લંબગોળ સુંદર શાંત તેમજ કપાળે ચંદનનો લેપ ધરાવતો ચહેરો સાગરીકાને જોઇ રહ્યો હતો. સાગરીકા પાસે આવી રહ્યા હતા. “આ કહેવાય જીજ્ઞાસા, જ્ઞાન મેળવવાની જીજ્ઞાસા અને હિમ્મત, શ્રદ્ધા વગર પગે નહીં લાગવાનું! ખુશાલ પટેલ! પત્રકારત્વમાં આ બન્ને ગુણ મહત્વ ધરાવે છે કે નહી??...” જોકે ખુશાલભાઇ જવાબ આપે તે પહેલાં જ સ્વામી સત્યાનંદ બોલી ઉઠ્યાં. “આ બન્ને ગુણ છે દિકરીમાં! એટલે જ પુછ્યું...”

“બાપુ! સમજ્યા છો તો જવાબ આપો. ગૌરાંગીજીને કે કોઇપણ સંત-સાધુ even તમને પણ પગે શા-માટે લાગવા જોઇએ?...” સાગરીકાએ નિડરપણે પુછ્યું. ખુશાલભાઇ આને સ્વામી સત્યાનંદનું અપમાન સમજી બેઠા. સ્વામી સત્યાનંદ સહિત આશ્રમવાસીઓ સમસમી રહ્યા. સાગરીકા તરફ ખુશાલભાઇ હજુ જતાં હતા ત્યાં સ્વામી સત્યાનંદ બોલી ઉઠ્યાં.

“ખુશાલદિકરાં! દિકરીને ટોકશો નહી...” સ્વામીની સલાહ અનુસરીને ખુશાલભાઇ અટકી ગયા. પણ. કઇંક યાદ આવતાં જ સ્વામી તરફ જઇ સ્વામીને પગે લાગ્યા. once again સાગરીકા સિવાય સૌ સ્વામીજીને પગે લાગ્યા. સ્વામી સત્યાનંદ જોકે સાગરીકાને જોઇ રહ્યાં. “સાગરીકાબેટા. તારી મુંઝવણ નો ઉકેલ અમે સંધ્યા-આરતી પછી આપીશું...” સ્વામી સત્યાનંદ ચાલતા થયા. તેમની સાથે સેવકવૃંદ ચાલતું થયું.

“સાગા! તારા આધુનિક વિચારોની પીપુડી અહીં ન વગાડ! આ ધર્મસ્થાન છે અહીં શંકા નહીં. શ્રદ્ધાનું સમાધાન થાય. ગૌરાંગીજી તપસ્વીની અને સ્વામીજીની પ્રમુખ સેવિકા છે. સોની પરીવારમાં જન્મેલાઅને જાહોજલાલીમાં ઉછળેલા ગૌરાંગીજી માત્ર 18 વયે સંસાર ત્યાગીને છેલ્લા 12 વર્ષથી સાધ્વી-જીવન જીવે છે. ધર્મ-તત્વ-વ્યાવહારિક જ્ઞાનમાં નિપુણ હોવાથી તેઓ આશ્રમ ચલાવે છે. સ્વામીજી આપણા ગુરૂ છે તો ગૌરાંગીજી પણ પૂજનીય છે. સ્વામીજીને આવા સવાલ કરાય?..” પરીવારના બધા સભ્યો સાગરીકા પર તૂટી પડ્યાં.

“પણ મેં તો મારા મનમાં આવ્યું એજ પુછ્યું. એમાં મારો શું...” બોલતાં-બોલતાં સાગરીકા નાના બાળકની જેમ રડી પડી. બીજા ભક્તો સામે નાલેશીથવા જેવું થતાં ગંગા નણદ પાસે જઇ છાની રાખવા લાગી અને સાગરીકા શાંત થતાં સૌ મંદિર તરફ ગયા.

- ...& now it’s સંધ્યા-આરતી! સૌપ્રથમ તો સંગીત-નિષ્ણાત હોય તેવું સેવકવૃંદ વાધવૃંદ સાથે બેસી શાસ્ત્રીય સંગીત લહેરાવવા લાગ્યા. ત્યારબાદ ગાયકો બેસી ગયા. પછી આશ્રમ-સભ્યો. પટેલ પરીવાર જેવા VIPs ઊભા રહ્યા. ત્યારબાદ સામાન્ય ભક્તો ઊભા રહ્યા. બધા ભક્તો બે ભાગે વહેચાય ગયા,સંગીત-ગાયન સાથે આરતી શરૂ થઇ. સ્વામી સત્યાનંદ 108 દિપવૃંદ સાથે ગર્ભગૃહમાં આવ્યા. એક બાદ એક દેવી-દેવતાઓની આરતી કરવા લાગ્યા. લગભગ 30 minutes ની ચાલતી આરતીમાં એક-ધ્યાનં થઇ જતાં. આશ્રમમાં પવિત્ર વાતાવરણ સર્જાય જતું. આરતી પૂર્ણ થતાં સૌ દિપવૃંદનો આર્ધ લઇ શકે તેમ ચારેબાજુ હવામાં હાથ વડે આર્ધ આપતાં ગયા. પછી ગર્ભગૃહ આગળ દરવાજા પાસે દિપવૃંદ મુકીને ભક્તોને સંબોધવા ઊભા રહી ગયા.

“ભક્તો! 20 વર્ષ થવા આવ્યા છે આ ત્રીલોચનેશ્વર મહાદેવ મંદિરને! સેવા-તપ-ભક્તિનું આ ત્રીવેણી સંગમ સ્થળ છે. હે ભક્તો! તમારી વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ જ બતાવે છે કે આ ધર્મસ્થાન કેટલું પવિત્ર ને પાવન છે આ ૐસત્ય આશ્રમ આ સંસારનું સૌથી મોટું સેવા કેન્દ્ર છે. દૂષ્કાળ હોય કે અતિવૃષ્ટિ. ધરતીકંપ હોય કે ત્સુનામી. મહામારીહોય કે કોમીરમખાણ. લોકોના જીવ બચાવવા. રોગ-વ્યાધિ વગેરેથી મુક્ત કરી નવજીવન આપવું એ આશ્રમની પરંપરા રહી છે. બેઘર. બેરોજગાર. દીનદુ:ખીયા. અનાથ. વૃદ્ધ વગેરે લોકોને આ આશ્રમે આશ્રય. રોજગારી અને ઓળખ-માન-સન્માન આપ્યું છે. આજે અનેક કલા-કસબીઓ. દાક્તરો. ઇજનેરો. અધિકારીઓ આ આશ્રમથી બહાર નિકળી આશ્રમનું દૂનિયાભરમાં નામ રોશન કરી રહ્યા છે. એવા આ આશ્રમના આવતાં ગુરૂવારે 20 વર્ષ પુરા થવા આવનાર છે. ત્યારે આપણે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનાં છીએ. 4 દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, આપ સૌ ભક્તજનોને આશ્રમ તરફથી ભાવભીનું આમંત્રણ છે, આપણા જીવનમાં જન્મ આપનાર માઁ-બાપનું જેટલું માહત્મ્ય છે એટલું જ જીવનનું અંતિમ લક્ષ્ય બતાવનાર ગુરૂનું છે. ગુરૂ જીવનને વ્યાવહારિક બનાવે છે. આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવે તે ગુરૂ. ગુરૂ મોક્ષનો દ્વાર બતાવે છે. માટે ગુરૂ પૂજનીય હોય છે...” સ્વામી સત્યાનંદના પ્રવચનમાં ભક્તો મંત્રમુગ્ધ થઇ સાંભળી રહ્યા. પ્રવચન પુરૂ થતાં ભક્તો હવે પ્રસાદીગૃહ તરફ ઉમટ્યા.

“કેમ? બેટા! તને તારો જવાબ મળી ગયો?...” સ્વામી સત્યાનંદ સાગરીકા પાસે આવી પુછ્યું.

“હાઁ! સ્વામીજી! જવાબ મળી ગયો. હવે હું સાચા ગુરૂદેવને પગે લાગીશ...” સાગરીકાએ જવાબ વાળ્યો. અને નીચે નમી. સ્વામીજીને એમ કે તેણી પગે લાગી રહી છે. એટલે હાથ તેણીની પીઠ પર મુકવા ગયા. જોકે હજુ હાથ પીઠ પર આવે તે સાગરીકા ઉભી થઇ ગઇ અને સ્વામીજી સામે ૐકારના pendant ને આંખઓએ અડાડીને ચાલતી થઇ. સ્વામી સત્યાનંદને સમજાય ગયું કે સાગરીકા માટે સાચાગુરૂ કોણ છે.

- ભોજનવ્યવસ્થા જોઇને સાગરીકા દંગ રહીગઇ, પ્રસાદીગૃહમાં પ્રવેશતાં જ જાણે કે પ્રાચીન સમયના ભોજનાલય આવી ગઇ, બે ભાગમાં વહેંચાયેલું પ્રસાદીગૃહ, પ્રથમ વિશાળ અને મોટી બેઠકો વાળો ઓરડો ને બીજું રસોડું, ઓરડામાં પ્રવેશતાં જ અવનવી સુગંધથી મન પ્રફુલ્લિત થઇ જાય. ઓરડામાં ઊભી-આડી એમ હારબંધ 100 બેઠકોવાળો એક એવા 5 ભાગ વહેંચાયેલા હતા. બેઠકો લાકડાંની બનેલી હતી. રસોડાઘરમાં આશ્રમવાસીઓ જ જઇ શકે. સાગરીકા આ બધું જોઇ રહી. સાગરીકા પરીવાર સાથે બેસી ગઇ. એક સેવક આવ્યો. બધાને ઓરડાની પાછળ wash-basin લઇ જઇ હાથ-પગ ધોવડાવ્યા,50 તો wash basin હતા છતાંય સ્વચ્છ હતા. પાછા આવ્યા ત્યારે order લેવા માટે સેવક તૈયાર જ હતો. order આપ્યાનાં 15 minutes માં સ્વાદિષ્ટ ભોજન હાજર! ભોજન ખરેખર સ્વાદિષ્ટ હતું. આશ્રમવાસીઓની યજમાની એવી હતી કે મહેમાન ઓવારી જાય. સાગરીકા સહિત પટેલ પરીવાર આશ્રમ અને સ્વામીજીના ગુણગાન ગાતાં ઘેર ગયા.

***

- રાત થઇ, દાદા દિવ્યરાજ discharge થયા, અધિવેશ-યુવરાજ VS Hospital લેવા ગયા, અધિવેશ દિવ્યરાજદાદા સાથે આગળ ગયો, દિવ્યરાજદાદાના આગ્રહથી Dr યુવિકા યુવરાજ સાથે આવી. hospital ની formality યુવરાજે કરી પછી Dr યુવિકા સાથે બેઠાં. VS Hospital થી શરૂ થયેલી આ સફર લાંબી ચાલવાની હતી, શરૂઆતના 10-15 minutes તો ક્યાથી વાતો શરૂઆંત કરવી? બન્ને confused!

- “તમે medical ક્યાં પુરૂ કર્યુ...?” અંતે યુવરાજે શરૂઆત કરી, વિચારોમાં ખોવાયેલી Dr યુવિકા સાંભળી નહીં...યુવરાજે ખોંખારો ખાધો.

“Sorry! હું વિચારોમાં ખોવાયેલી હતી...” Dr યુવિકાએ જવાબ આપ્યો, “..મે BJ medical college માં medical પુરૂ કર્યુ. પણ. મને હજુ વિશ્વાસ નથી આવતો કે મેં medical પુરૂ કર્યુ. No doubt! હું ભણવામાં ઠીક-ઠાક હતી. પણ તમે જાણો જ છોને કે લાગવગમાં કેટલી તાકાત હોય!!! મારી ઇચ્છા ન હોવા છતાં વ્હેલી doctor બની ગઇ. ખબર નહીં આ લાગવગ ક્યારે પુરી થાશે...” Dr યુવિકા એકસાથે ઘણું બોલી ગઇ. “એકવાત પુછું.. ખોટું તો નહીં લગાડોને..”

“હવે એ તો તમારા પુછ્યા પછી ખબર પડે..” યુવરાજે જવાબ આપ્યો. જોકે. યુવિકા વધારે ગુંચવાઈ. “I mean દોસ્તીમા હું ખોટું નથી લગાડતો... તમે નિરાંત થઇ ને પુછો...”

“એ તો મને બપોરે જ ખ્યાલ આવી ગયો. અને એટલે જ મને વિચાર થાય છે કે તમારા જેવા શાંત. પરીવારને પ્રેમ કરનારા. honest. humble. dutiful...”

“અડધા દિવસમાં તમે આટલા ગુણ પારખી ગયા...” યુવરાજ બોલી ઉઠ્યો.

“એ તો પરખાય જ જાય...” Dr યુવિકા બોલી ઉઠી. “l mean એટલે જ મને થાય છે કે તમે civil engineer છો. રાવળ પરીવાર રાજયની royal family જેવું માન-પાન ધરાવે છે. તમારો પરીવાર 24 વર્ષ થી સત્તામાં છે. તમારા કાકા પુરૂષોત્તમ રાવળ chief minister હોવાથી તમે તો કોઇપણ private company join કરી શકો. અથવા તમે ખુદ પોતાની company ઊભી કરી શકો... છતાં તમે તમારી family party અભિનવ ગુજરાત પક્ષના પ્રમુખ બનવાનું નકકી કર્યુ. તમે politics માં આવ્યા. આજકાલ તો કૌભાંડો-ભ્રષ્ટાચાર-ટાંટીયાખેંચ એટલી વધી ગઇ કે સામાન્ય માણસને દેશની સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો. એકપણ નેતા વિશ્વાસપાત્ર નથી રહ્યો. સાવ સાફસૂફ i “mage વાળી વ્યક્તિ પણ રાજકારણમાં બદલાઇ જાશે એવા સમયમાં તમારા જેવો યુવાન કે જેના પોતાના પણ dreams હોય. લોકોનો વિશ્વાસ જીતી લોકોની સેવા કરવા થનગનતા હોય. પણ. તમને લાગે છે કે તમે લોકોનો વિશ્વાસ જીતી શકશો? લોકોની સમસ્યાઓ જાણી તેના ઉકેલ લાવી શકશો? મારાં જેવા લાખો યુવાનો જે ન તો politics ને સરખું જાણે છે કે ન તો કોઇ રસ ધરાવે છે તેવા યુવાનોને કઇરીતે સાથે રાખી કામ કરશો? I’m sorry to say પણ ગુજરાતમાં તમારા જ પરીવારની સરકાર હોવા છતાં તમારા માટે લોકોમાં politics પ્રત્યેનો અભિગમ બદલાવો ખુબ મુશ્કેલ છે. કારણ કે મોટા-મોટા વિકાસ થયાના પ્રચાર સિવાય કોઇ કામ આંખે વળગીને દેખાતું નથી. તમારી સાથે એ જ લોકો કામ કરવાના છે જે ચુંટાયા પછી કાંઇ ઉકાળી શક્યા નથી. માંની લઇએ કે તમારા નામના કારણે થોડા સમય તમારું કહ્યું કરે પણ ખરી. પણ જેવું લાગે કે તમે એમને નડવાના છો તો તમને ફેંકી દેતાં તે લોકોને વાર નહીં લાગે. ત્યારે તમારા પર વિશ્વાસ રાખતા લોકોનો તમારા પરથી વિશ્વાસ ઉઠી જશે. મોટાભાગના પ્રામાણિક નેતાનાં આ જ હાલ થયા છે. તમને લાગે છે કે તમે કોઇ બદલાવ કરી શકશો?..” એકસાથે એટલાં બધાં સવાલોનો મારો Dr યુવિકા એ ચલાવ્યો કે એક સમયે યુવરાજને carની break મારવી પડી. “Sorry યુવરાજ...”

“જો દરેક રાજકારણીને તમારા જેવી પત્રકાર આવા 10-15 સવાલો કરે તો બધાં ખુલ્લા થઇ જાય...” બન્ને હંસી પડ્યાં.

“I’m sorry! મારે તમને આટલા સવાલ કરાય નહીં. ખરેખર મેં એવી કોઇ તૈયારી પણ નહોતી કરી સવાલ પુછવાની...”

“પણ, મારે તૈયારી કરવી પડશે જવાબ આપવાની! કારણ કે મેં આટલું ક્યારેય નથી વિચાર્યું. અત્યારે મારી પાસે કોઇ જવાબ નથી, અને તમે શામાટે sorry કહો છો? તમે જે પુછ્યું એ દરેક સાચા ગુજરાતીનો સવાલ છે. દરેક નાગરિકનો દરેક રાજકારણીને સવાલ છે ફર્ક એટલો કે તમે પુછ્યું!...” યુવરાજે નિખાલસ કબૂલાત કરી.

- “અલબત્! હું politics માં શામાટે આવ્યો તેનો જવાબ ચોક્કસ આપીશ...” Car start કરી, “1975-77 માં જ્યારે દેશમાં કટોકટી પ્રવર્તિ રહી હતી ત્યારે ઇન્દૂબાપાએ કટોકટી વિરૂદ્ધ આંદોલન શરૂ કર્યુ અને તેમનો જીવ ગુમાવ્યો, ઇન્દૂબાપાના અવસાન બાદ લોકોની ઇચ્છાને કારણે દિવ્યરાજદાદા-નરોતમદાદાએ સાથે મળી AGP સ્થાયી. અલબત્. સત્તામાં આવવાનો તેમનો કોઇ ઇરાદો ન હતો. નરોતમદાદાની નાદુરસ્ત તબિયતને કારણે દિવ્યરાજદાદાએ જ પક્ષને મજબુત અને લોકોમાં વિશ્વાસપાત્ર કર્યો. તેમણે ક્યારેય સત્તાને ધ્યાનમાં રાજકારણ નથી રમ્યું. ગરીબ લોકો અને ખેડુત લોકો માટે પોતે જેટલું થઇ શકે એ કરી છુટતાં. એવા સમયમાં 1984 ના વર્ષના દેશભરના રમખાણો. ગુજરાતના વિદ્યાર્થી અનામત આંદોલનો અને ગુજરાતના રાજકારણની અસ્થિરતના કારણે દાદાને લાગ્યુ કે ગુજરાતમાં સ્થિર સરકારની જરૂર છે. પોતાના નાનાભાઇના બન્ને દિકરાઓને પુછ્યું. પુરૂષોત્તમકાકા London હતા જ્યારે પપ્પા મુંબઈની college માં ભણતા હતા. બન્નેમાંથી કોઇને રાજકરણમાં રસ નહતો. પપ્પા તો ત્યારે અમિતાભ બચ્ચનના ચાહક હતાં અને acting કરવા માગતા હતા તે દરમ્યાન મમ્મી સાથે મુલાકાત થઇ. મારાં નાના ધનસુખ પટેલ ત્યારે મહેસાણામાં MP-MLA બન્ને પદ પર વારાફરતી રહ્યા કરતાં એટલે મહેસાણામાં તેમનું રાજ ચાલતું. પપ્પાને મમ્મી સાથે પહેલી નઝરે પ્રેમ થઇ ગયો. મુંબઈ રહેવાની પૂરી તૈયારી હતી. ત્યાં 1986 માં દાદાનું કહેણ આવ્યું. પપ્પાની film-line હજુ શરૂ જ નહોતી થઇ. મમ્મીની college પુરી થતાં કડક પપ્પા આગળ મુંબઇ રહેવાનું કોઇ કારણ ધરવા જેવું ન હતું. પપ્પા હવે મૂંઝાયા કે હવે કાકાનો સામનો કરવો કેમ?..” યુવરાજ બોલતો જાય, Dr યુવિકા ધ્યાન દઇને સાંભળે જાય.

- “એ કિસ્સો દાદાજી વારંવાર કહેતાં રહે છે. પપ્પાને અમદાવાદ આવવું હતું પણ દિવ્યરાજદાદાનો ડર હતો. ત્યારે મમ્મીના ખાસ બહેનપણી અનિતાકાકીએ સલાહ આપી કે તેમના પપ્પા વાલચંદબાપા કે જે તે સમયના અમદાવાદમાં સૌથી મોટી કાપડમિલ ધરાવતા હતાં તેમની પેઢીએ કામ કરતાં દયાનંદભાઇને ત્યાં આશરો લે. જેથી દિવ્યરાજકાકાને મનાવવાનો સમય મળી રહે. પપ્પા આવ્યા અમદાવાદ અને કાલુપુર રહેતા દયાનંદભાઇને ત્યાં રોકાયા. ત્યાં તેમની મુલાકાત Mr અનંતરાય મહેતા સાથે થયો...”

“Mr અનંતરાય મહેતા! Billionaire અનંતરાય મહેતા? તે દેવરાજકાકાનાં friend...”

“હાઁ! દાદા તો તેમને સુરજ-ચાંદની જોડી કહેતા. Mr મહેતા સૂરજ જેવા તેજસ્વી. આક્રમક અને આખાબોલા. જ્યારે પપ્પા શાંત-સમજુ અને ઓછાબોલા હતા. Mr મહેતા ત્યારે વાલચંદબાપાને ત્યાં કામ કરતાં. પપ્પાએ પોતે કઇરીતે અને શામાટે મુંબઇથી આવ્યા તે જણાવ્યું. પણ. દાદાનું નામ ન બતાવ્યું. Mr મહેતાને લાગ્યુ કે તેમને મદદ કરવી જોઇએ. એટલે તેમણે જણાવ્યું કે એક વડિલ તેમની ધ્યાનમાં છે જે તેમની મદદ કરી શકે તેમ છે. Mr મહેતા તો bike માં એ વડિલને લેવા ગયા. પપ્પાનું નામ આપ્યું ને વડિલ લાકડી લઇને આવ્યા. તેઓ આવ્યા ત્યારે પપ્પા દરવાજા તરફ પીઠ રાખીને બેઠાં હતાં. Mr મહેતા પહેલાં આવી જોશમાં બોલ્યા કે તે વડિલને લઇ આવ્યા...,! જેવા પપ્પા દરવાજા તરફ વળ્યાં ત્યારે વડિલ લાકડી લઇને જ ઉભા હતા. અને પપ્પાએ શેરી તરફ છલાંગ મારી દોડ લગાવી. વડિલ પપ્પાની પાછળ-પાછળ!!!!...ખબર છે શું કામ?...”

“શું કામ?”

“કારણ કે એ વડિલ બીજા કોઇ નહીં. પણ દિવ્યરાજદાદા હતા, અને પછી દિવ્યરાજદાદાએ પપ્પાને અડધા અમદાવાદમાં ફેરવ્યાં...” બન્ને હંસી-હંસીને બેવડ વળી ગયા.

- “..પછી? દાદા શાંત કેમ થયા..”

“પછી શું? પપ્પા રાજકારણમાં આવ્યા. દિવ્યરાજદાદા સાથે ગુજરાતના ગામે-ગામ ફરીને લોકોની આશા-અપેક્ષાઓથી રૂ-બ-રૂ થવા લાગ્યા. દિવ્યરાજદાદાએ તેમને રાજકારણની ABCD શિખવી. જોકે દાદાને પપ્પા અભિનય કરે-movie કરે તેનો વાંધો ન હતો પણ. તેમની લાગણી એટલી જ કે રાવળ પરીવારની 2 પેઢી લોકોની સેવામાં હતી અને લોકોને સારાં રાજકીય વાતાવરણની જરૂરિયાત હતી. પપ્પા રાજકારણમાં ન આવે તો વાંધો નહીં પણ દાદાને જવાબદારીથી ભાગનારાઓ પસંદ નથી. જોકે. દૂધમાં સાકર ભળે તેમ પપ્પા રાજકારણમાં ભળી ગયા. મમ્મીને મહેસાણા પાછા મળ્યા. મમ્મીને એક મોટીબહેન દેવયાની અને એક નાનાભાઇ મનસુખભાઇ! દેવયાનીમાસી મારાં જન્મનાં 3-4 વર્ષ પહેલાં ગુજરી ગયા. મમ્મી-પપ્પાને પ્રેમ તો હતો જ અને ધનસુખ પટેલ દાદાના મિત્ર હતા એટલે મમ્મીને દાદા ઓળખતા હોવાથી મમ્મી-પપ્પાના લગ્ન થયા. આ દરમ્યાન પુરૂષોત્તમકાકા London હતા. જ્યાં Pamela broad સાથે marriage કરી લીધાં હતા. દાદાને શરૂઆતમાં આ marriage પસંદ ન હતાં પણ Pamela માઁ-પપ્પા વગરનાં હોવાથી દિવ્યરાજદાદાએ marriage સ્વિકાર્યા. અભિનવ મારાથી એક વર્ષ મોટો છે. પપ્પા 1990માં chief minister બન્યા. 6-7 વર્ષના ટૂંકા શાસન દરમ્યાન પપ્પાએ ગુજરાતમાં ધરખમ પરીવર્તન આણ્યું. આપણા દેશની આર્થિક ઉદારીકરણ નીતિનો પપ્પાએ ભરપૂર લાભ લીધો. ગરીબ અને ખેડૂત વર્ગને લાભ અપાવ્યાં. રાજકારણમાં પપ્પાને 10 વર્ષનો પણ અનુભવ ન હતો. છતાં. આજે પણ તેમનું શાસનના example પુરા દેશમાં અપાય છે. ઉદ્યોગો માટે vibrant meet. ગરીબો માટે ગરીબ વિકાસ મેળા. ખેડૂતો માટે કૃષિરથ વગેરે તેમના વિચારોની ઉપજ છે. મધ્યાહન ભોજન યોજના અને દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ. સરકાર હમેશાં લોકોની પડખે તેવી વ્યવસ્થા દેશભરમાં અમલમાં મુકાઇ છે. દાદા હમેશાં મને કહે છે કે દેવરાજ રાવળે લોકોમાં રાજકારણનું ઘેલુ લગાડ્યું હતું. સાચા અર્થમાં તેઓ “અધિનાયક” હતા...” Car ધીમી ચાલતી હતી અને યુવરાજને ખ્યાલ ન રહ્યો કે 5-10 minute નું અંતર કેટલું લાંબું ખેંચાયું. “sorry! Time નો ખ્યાલ ન રહ્યો, ખરેખર તો હું તમને એ કહેવા ઇચ્છું છું કે હું પપ્પાની માફક બનવા માંગુ છું.”

“યુવરાજ! તમારે sorry કહેવાની જરૂર નથી. હું પણ તમારી વાતોમાં ખોવાઇ ગઇ. મને મારા સવાલોના જવાબ મળી ગયા. મને એ વાતનો હરખ છે કે હું આવનારા સમયના અધિનાયકની અધિનાયક બનવાની યાત્રાની સાક્ષી બનીશ...” Dr યુવિકાએ ઉત્સાહમાં આવી યુવરાજનો હાથ પકડ્યો. હાથની પકડ મજબૂત થઇ. આ દરમ્યાન યુવિકાના ચહેરા પર આવેલી smile આકર્ષક હતી. બન્નેની નઝર એકબીજા પર સ્થિર થઇ ગઇ. અચાનક અધિવેશના call એ બન્નેનું ધ્યાનભંગ કર્યું. બન્ને ભોઠા પડ્યાં. car start થઇ. જલ્દીથી દિવ્યલોક ભવન પહોચ્યા. સૌ Dr યુવિકાના supervision માં બનેલું low diet જમ્યા. ત્યારબાદ દિવ્યરાજદાદાએ હાસ્યદરબાર દ્વારા બધાને હસાવ્યા,મમ્મીનો call આવતાં Dr યુવિકાને યુવરાજ ફરીથી ઘરે મુકી ગયો, VS Hospital પાસે જ Doctor’s colony એ Dr યુવિકાનું ઘર આવેલ હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED