અધિનાયક (novel) (political thriller) vanraj bokhiriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધિનાયક (novel) (political thriller)

અધિનાયક

(નવલકથા).

political thriller.

વનરાજ બોખીરીયા.

SCENE: - 1

- “જ્યારથી યુવરાજ-અધિવેશ અભિનવ સાથે દ્વારકાના નવ-નિયુક્ત ધારાસભ્ય નરૂભા માણેકના અભિવાદન કાર્યક્રમમાં ગયા છે ત્યારથી કોઈ કામમાં મન નથી ચોટતુ. આવી માયા તો ભગવાને પણ નથી લગાડી..” દિવ્યરાજદાદા ચશ્મા કાઢી બગાસું ખાતા-ખાતા આંખો ચોળતા બબડયા, સવારના પ્હોરમાં દિવ્ય લોક ભવનના આથમણી બાજુએ આવેલા gardenમાં છાપું હાથ માં લઈને બેઠું હતાં, 70-75 વર્ષે પણ યુવાન લાગતો લાંબો ગોળ-મટોળ બાંધો, માથે ટાલ પર થોડા ઘણાં વાળ એ પણ સફેદ, ગોળમટોળ કળચલીવાળો ચહેરો, બંડી-પાયજામામાં રહેલા દાદાને કંટાળો આવતો’તો.

- “એ તો સારું છે, કાકા! યુવી-અધિ માત્ર 2 દિવસ માટે દ્વારકા ગયા છે, ધારો કે 5-6 મહિના માટે તમારાથી કે મારાથી દૂર ગયા હોત તો..” દેવિકાબહેન ચા-નાસ્તાની tray લઈને આવતાં બોલી ઉઠ્યાં, આધેડે પહોંચેલા દેવિકાબહેનમાં ઉંમર ની નગણ્ય વર્તારો હતો, સપ્રમાણ બાંધામાં ખાદીની સાદી સાડીમાં દેવિકાબહેન પ્રભાવશાળી અને જાજરમાન લાગતાં હતા,

- “તો-તો હું મરી જાઊં.”

“કાકા...” દિવ્યરાજકાકા આગળ બોલે તે પહેલાં જ દેવિકાબહેન બોલી ઊઠ્યાં, “તમને મારા સમ છે જો આજ પછી એવું બોલ્યા છે તો..! જે રીતે તમે મારા યુવરાજને ‘અભિનવ ગુજરાત પક્ષ’ ના નવ-નિયુક્ત પ્રમુખ બનાવ્યો છે તે જ રીતે તમારે તેને ‘અધિનાયક’ બનાવવાનો છે.”

“મારી દીકરી!!” દિવ્યરાજકાકા હસી પડ્યા, તેમનું આ હાસ્ય તેમને વધારે cute કરતું હતું, “પ્રતિભા એ ક્યારેય કોઇની મોહતાજ નથી હોતી, મારો યુવરાજ તો અબજોમાં એક છે, પ્રમુખ પણ પોતના દમ પર બન્યો છે, મોટેરા સ્ટેડિયમમાં લાખો સમર્થકોની વચ્ચે જ્યારે અધિવેશ દ્વારા અભિનવ સાથે debate યોજાઇ ત્યારે જે રીતે પોતાના વિચારો પ્રસ્તુત કરતો હતો તે માત્ર તેના પ્રતિભા-જ્ઞાનના કારણે જ લોકોના મન જીતી શક્યો. મેં તો માત્ર માનનીય મુખ્યમંત્રી પુરૂષોત્તમ રાવળ, તેમના પીઠું London-returns Kevin broad, પોતાને યુવરાજ કરતાં વધારે દાવેદાર માનતો અભિનવની તિકડીના ચાલ-ચલગતીથી બચાવ્યો છે, અભિનવ એ જ રસ્તે જઇ રહ્યો છે જે રસ્તે આજથી 20 વર્ષ પહેલાં પુરૂષોત્તમ ગયો હતો ત્યારે હું મારા દેવરાજ અને ગુજરાતને પૂરૂષોત્તમના પાપ સમા કોમી-રમખાણોથી ન બચાવી શક્યો પણ આ વખતે હું પુરૂષોત્તમ રાવળને સફળ નહી થવા દઉ..” બોલતા-બોલતા દિવ્યરાજકાકાનો ચહેરો ગુસ્સામાં લાલચોળ થઈ ગયો, દેવિકાબહેન આ જોતાં જ કાકા પાસે જઇ પાણી પાઇ શાંત કરવા લાગ્યા, ત્યાં જ એક નોકરે આવીને કંઈક સમાચાર આપ્યા, દેવિકાબહેને તેને કંઈક કહીને પાછો મોકલ્યો.

“કાકા! ખુશાલભાઇ પટેલ આવ્યા છે..”

“ખુશાલ પટેલ? એ કોણ?..” પોતાના ક્રોધ ને માંડ-માંડ શમાવતા દિવ્યરાજકાકાને આગંતુકનું નામ યાદ ન આવ્યું ત્યાં જ 5 આગંતુકો આવતાં દેખાયા.

“બસને. કાકા! મને ભૂલી ગયા, પોતાના ખુશિયાને ભૂલી ગયા? હું ગોરધન છાપાંવાળાનો ખૂશિયો!” Mr. ખુશાલ પટેલ કાકાને યાદ અપાવવા નજીક આવ્યા, ગોળમટોળ ભારી બાંધાના-ગોળમટોળ ઘઉંવર્ણો ચહેરા પરના ચશ્મા વારંવાર સરખાં કરતાં હતાં.

“હૂં કોઈ ખુશિયાને નથી ઓળખતો, હૂં તો આ દિકરીને ઓળખું છું જે કાળઝાળ ગરમીમાં પણ નાનામાં નાના માણસના દૂખ-પીડાને દુનિયા સામે reporting કરીને ઉજાગર કરે છે.” દિવ્યરાજકાકાએ ખુશાલભાઇ ની પાછળ ઊભેલી યુવતી તરફ ધ્યાન દોર્યૂ, “સાગરીકા પટેલ!”

- “નમસ્તે. દાદા!!” સાગરીકા આગળ આવીને દિવ્યરાજદાદાને પગે લાગી, જમણી તરફથી ઓળેલા વાળનો લાંબો-જાડો ચોટલો. ગોળ-ગોળ દૂધ જેવો સુંદર ગૌરો ચહેરો, સપ્રમાણ બાંધો, Jeans પર t-shirt-blazerનો પહેરવેશ! હસતો-ખીલતો ચહેરો સૌને આકર્ષિત કરતો હતો, નીલી-નીલી આંખોમાં મસ્તી ભરી હતી, દિવ્યરાજદાદાએ આશીર્વાદ આપ્યા.

“જોયું? આને કે’વાય સંસ્કાર! જાડિયા. તું તો પુરૂષોત્તમની જેમ નમતો પણ નથી..” દિવ્યરાજદાદાએ ખુશાલભાઇ ચુટકી લીધી.

“અરે! ના! ના! કાકા! પુરૂષોત્તમસાહેબના ગાળીયામાં આપણો પગ ન રહે. એ તો મહાન માણસ!!!” ખુશાલભાઇ પગે લાગ્યા, પછી તેમની wife સૌમ્યાબહેન, પુત્ર સાગર અને તેની પત્ની ગંગા દાદાને પગે લાગ્યા, દિવ્યરાજદાદાને સૌનાં નામ યાદ હતાં.

- “સૌમ્યાબેટા! આ જાડિયાને શું ખવરાવે છે? એવું તે ક્યું અભિમાન લઈને ફરે છે યુવરાજ-અભિનવની debateના coverage માટે પોતાના reporters પણ ન મોકલ્યાં..”

“કાકા! કાકા-ભત્રીજાની અમે ન પડીએ..” સૌમ્યાબહેન આશીર્વાદ લઈને બોલ્યા.

“કેમ સાગર! શરીરની જેમ મગજ પણ બાપ જેવું કરી ગયો? તને ખબર નથી? યુવરાજ આવનારા સમયમાં કેટલું મહત્વ ધરાવે છે? સમાચારોની અગ્રેસર રહેવું હોયતો આવનારા સમય ને પારખવો પડે..”

“દાદા! તમારા આ શબ્દો તો આત્મસાત્ કરી જીવવા જેવા છે..” સાગર પટેલ આશીર્વાદ માથે ચડાવ્યા, લાંબો પણ ભારેખમ બાંધા પર white shirt-black pant, ગોળમટોળ ચહેરા પર આછી મુંછો, ટૂંકા નામના જ વાળ, હસતી આકર્ષક ચહેરો હતો, તેના પછી નાજુક નમણી પાતળી. શ્યામ વર્ણી. સાડીમાં આવેલ ગંગા પગે લાગીને દિવ્યરાજ દાદા ના આશીર્વાદ લીધા.

“બેટા! તારા જેવી પ્રભાવશાળી યુવતી મેળવીને આ પટેલ પરીવાર તો ધન્ય થઈ ગયો. તારી ક્ષમતા તારી જ્ઞાતિ કરતાં ક્યાંય ઊંચી છે..” દાદા બોલી ઊઠ્યાં, સૌનાં માટે chair-table નાસ્તો આવ્યા ખુશાલભાઇ સિવાય સૌ બેઠાં.

- “ખુશાલભાઇ! બેસો!”

“ના! દેવિકાબહેન! હવે તો કાકા માફ કરે ત્યારે જ હૂં બેસવાનો! કાકા! તમારી વાત સાચી છે કે હું હવાનો ચમકારો ન પામી શક્યો, આજે પણ મને એક જ વાત ડંખે છે કે કોમીરમખાણોનું reporting કર્યા પછી જે મારે કરવું જોઈએ એ મેં ન કર્યુ. મેં નાસમજી માં ડરના માર્યે પુરી camera reel સળગાવી મુકી... આજે કોમીરમખાણોના આરોપીઓ વિરુદ્ધ આપણી પાસે કોઈ proof નથી. એટલેજ મેં નિશ્ચય કર્યો કે પુરૂષોત્તમ રાવળ જ્યાં-જ્યાં હશે ત્યાં મારો પડછાયો પણ નહી જાય..” ખુશાલભાઇ પટેલ ના ચહેરા પર અફસોસ દેખાય રહ્યો હતો. આંખો માંથી આંસુ આવવાના બાકી હતા. તેમના પરીવાર ના સભ્યો પણ સૂનમૂન થઈ ગયા.

“ખુશાલભાઇ પટેલ!!!” દિવ્યરાજકાકા ઊભાં થઈને ખુશાલભાઇ પાસે ગયાં. “નાનો હતો ત્યારથી ઓળખું છું. માણેકચોક પાસે ગોરધન છાપાંવાળાની પેઢી પુરા ગુજરાતમાં જાણીતી હતી, છતાં ખુશાલે પોતાની બાપદાદાની પેઢીમાં ન રહેતાં અમદાવાદની ગલીએ ગલી જઇને છાપાં વેચવા જતો. શહેરનું દરેક સ્થળ તેના મનનાં ભૂગોળમાં અંકિત થઈ ગ્યા, શહેરભરની નાનામાં નાની ઘટનાથી વાકેફ થવા લાગ્યો ત્યારે તેના મન માં 2 વાત ફરતી, એક પોતાનો ઉધોગગ્રૂહ. બીજી આ મારી લાડલી સૌમ્યા!!! સૌમ્યા ત્યારે મોટા કાપડઉધોગના માલિક વસંતશેઠની દીકરી હોવાથી ગરીબ અને પરીવારથી તરછોડાયેલા ખુશાલ માટે તેણીને પામવી એ સ્વપ્ન સમાન હતું છતાં પોતાના નામે આજે 10 company છે અને સૌમ્યા જેવી ધર્મપત્ની છે એ તારો દ્દઢ મનોબળ દર્શાવે છે દિકરા! છતાં તું નિરાશ રહે છે. જે થયું એ ભૂલી જા. નવી શરૂઆત કર. મેં તો તને ત્યારે જ માફ કર્યો હતો જ્યારથી પુરૂષોત્તમનું રાજ શરૂ થયું હતું... જો એ 17-17 વર્ષ આરામથી શાસન કરી શકે તો તમે તો સાવ નિર્દોષ માં ખપાવો... ચાલ-ચાલ બેસ!!!” દિવ્યરાજદાદાએ હિંમત આપીને ખુશાલભાઇને બેસાડ્યા.

- “દાદાજી! ક્યારે શપથ ગ્રહણ સમારોહ રાખ્યો છે??” વાત-વાત માં સાગરીકાએ પૂછ્યું.

“સાગરીકાબેટા! આમ તો યુવરાજે કાર્યાલય જવાનું શરૂ કરી દીધું છે પણ હવે પુરૂષોત્તમ રાવળની ઇચ્છા...! તે ક્યારે શું વિચારે તે તો ભગવાન પણ ન કળી શકે! આ દરમ્યાન 4 વિધાનસભા ની ચુંટણીઓમાં પક્ષ ભવ્ય રીતે જીત્યો છે અને તેમાં પણ 17-17 વર્ષનાં વનવાસી નરૂભા માણેક જીત્યા છે એટલે તે શાંત તો બેસી ન જ રહે! આખી દુનિયા જાણે છે કે નરૂભા માણેક કેવી માયા છે..” દિવ્યરાજ દાદાએ જવાબ આપ્યો.

“હાં! હજું તો આ વર્ષ સારું ગયું છે છતાં નર્મદાના પાણી દ્વારકાને મળે તેનું પ્રચંડ આંદોલન કરાવીને પોતે જ AGP (અભિનવ ગુજરાત પક્ષ)માં સામેલ થઈ ગયાં,ચૂંટાઇ પણ આવ્યા. નરૂભા તો રંગ બદલવામાં પાવર ધા છે..” સાગરે પણ વાતમાં ટાપસી પુરાવી.

“આ વખતે નરૂભા શાંતથી બેસી રહેવાનાં નથી! બસ! Kevin broad સામે કેવો પનારો પડે એ જોવું રહ્યું. ભુતકાળનો અનુભવ આપણને ક્યાં નથી.” ખુશાલભાઇ અનુભવ સાથે બોલ્યા,”કાકા! હું તમારી. દેવિકાબહેનની માફી માંગવા આવ્યું છું. મને..” ખુશાલભાઇ હાથ જોડી આગળ બોલવા જાય એ પહેલાં દિવ્યરાજકાકાએ તેમના હાથ પકડી અટકાવ્યા.

“ખુશાલ!! તને યુવરાજ ની મહતા સમજાઈ એ જ બસ છે પછી માફીનો સવાલ જ નથી. તું હવે સત્યને સળગાવતો નહી..” દિવ્યરાજદાદાએ ખુશાલભાઇના માથેથી ભાર ઉતાર્યો હોય એમ ખુશાલભાઇ હળવાં થઈ ગયાં. થોડીવારમાં પટેલ પરીવાર વિદાય થયો.

“દેવિકાબેટા! હવે તું શું વિચારે છે?” મહેમાન ગયાં પછી પણ ચુપચાપ બેઠેલા દેવિકાબહેનને જોઇને દિવ્યરાજકાકા બોલી ઊઠ્યાં.

“કાકા! 17-17 વર્ષ પાણીની માફક વહી ગયાં. પુરૂષોત્તમ રાવળ જે દૂર-દૂર સુધી મંત્રી માટે પણ લાયક ન હતાં તે આજે મુખ્યમંત્રી તરીકે 17 વર્ષ પુરા કર્યા. No. 1 મુખ્ય મંત્રી-વિકાસ-દ્રષ્ટા-વિકાસ-maker...! જેના પાયા દેવરાજે પોતાના લોહી-પરસેવાથી નાખ્યા તે વિકાસનાં રસ્તાને પોતાનું નામ આપી પુરૂષોત્તમ રાવળે દેવરાજનું નામનિશાન મિટાવવા બનતાં પ્રયત્નો કર્યા. અરે. ત્યાં સુધી કે કોમીરમખાણો માટે દેવરાજને દોષી સાબિત કરી દિધા. મને એ વિચારતાં જ કંપારી છુટે છે કે પુત્રપ્રેમમાં અંધ પુરૂષોત્તમ રાવળ ક્યાંક મારા યુવરાજ સાથે આવું કરી ન બેસે..” દેવિકાબહેન રડી પડ્યા.

“મારી દીકરી!” દિવ્યરાજકાકા બોલ્યા, “રડ નહી! કોલસની ખાણમાં હિરો ગમે તેટલી સદી રહે પણ કાળો નથી થઈ જતો ને ધરતીની ગરમીથી પ્રવાહીરૂપે હોય તો પણ પોતાના ગુણ નથી ત્યજતો...! મારો યુવરાજ હિરો છે. યુવરાજનો વાળ પણ વાંકો નહી થાય. રહી વાત દેવરાજના ગુનેગારોની. તો હું તેમને ખુલ્લા પાડીને જ રહીશ...બસ! ઇફ્તિખાર જાફરી સાચું બોલે તો..” દિવ્યરાજકાકાના મોઢે એક નામ ઉપસી આવ્યું. દેવિકાબહેન ચમક્યા.

“જેના પર સરકાર 1995-97 ના કોમીરમખાણોનો mastermind હોવાનો આરોપ મુકી બેઠી છે એ શું? દેવરાજના અકસ્માત પછી પુરૂષોત્તમભાઇએ પુરતા પ્રયત્ન કર્યા કે ઇફ્તિખાર કોમીરમખાણોનો આરોપી સાબિત થાય. મને તો આજે પણ વિશ્વાસ નથી આવતી કે ઇફ્તિખાર જાફરી કોઈ પણ ગુનામાં આરોપી હોય શકે. શું આપણે ઇફ્તિખારભાઇજાનને નથી ઓળખતાં?” દેવિકાબહેનને વિશ્વાસ નહોતો આવતો. “એક સામાન્ય બુટ-ચંપલ બનાવનાર માણસ કોમી રમખાણોનો ગુનેગાર કઇરીતે હોય શકે? તેને શું ખબર? હથિયારો ક્યાથી લાવવા. માણસોને ક્યાથી બોલાવવા. કઇરીતે ઉશ્કેરવા. ક્યાં મોકલવા. ક્યા હિન્દુની વસ્તી છે? ક્યા મુસ્લિમ વસ્તી છે? પૈસા ક્યાંથી આવશે. કોણ લાવશે. કોણ આપશે. કોણ વહેચશે. શુ ખરીદવું?? એ બધું આ નાના માણસ ને શું ખબર હોય...? શું ખબર હોય? કાકા!” દેવિકાબહેન ઇફ્તિખાર જાફરીને આરોપ ન માનવના અનેક કારણો ધરાવતા હતા.

“દેવિકાબેટા! આ વાત હું પુરૂષોત્તમ. અંગ્રેજ Kevin broad અને prosecutor અનિલ શહેરા ને અનેક વાર સમજાવી ચુક્યો છું પણ એમને પોતાનાં સ્વાર્થ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી..” દિવ્યરાજકાકા એ પણ દેવિકાબહેન સાથે સહમત થયાં.

“ચાલો! કાકા! Fresh થઈ જાવ. દિવ્ય લોક-દરબાર પણ યોજવાનો છે ને. તમારા ભક્તો તમારી પાસેથી પોતાની સમસ્યાઓનું સમાધાન માંગશે... ચાલો હવે!” દેવિકાબહેને યાદ અપાવ્યું

-”ઇન્દૂબાપાનું મૂર્તિમંત થયેલું સ્વપ્ન...” દિવ્યરાજકાકા યાદો વાગોળવા લાગ્યા. “સામાન્ય માં સામાન્ય માણસ જ્યારે સરકાર સુધી પોતાની વાત પહોચાડવામાં નિષ્ફળ જાય ત્યારે સામાન્ય માણસનો વિશ્વાસ સરકાર પરથી ઉઠવા લાગે અને સરકારને મળતી ફરિયાદો ઓછી થવા લાગે તો સ્વચ્છંદ થવા લાગે. બધીજ અનીતિનું મૂળ સચાંરનો અભાવ. માધ્યમનો અભાવ! ઇન્દૂબાપાએ આજથી 45 વર્ષ પહેલાં આ વ્યવસ્થા કરી હતી કે સામાન્ય માણસ પોતાની ફરિયાદ લઇને આવે ત્યારે આપણાં થી શક્ય તેટલી મદદ કરવાની! નહિતર રસ્તો ચિધંવાનો! સરકારની યોજનાઓ સમજાવવાની. ભલે ને આપણી સરકાર ન હોય તો પણ! આજે એક પણ દિવસ ની રજા વગર અવિરત આ દિવ્ય લોક-દરબાર યોજાયો છે., હું તો દેવરાજના ગયાં પછી રાજકારણ છોડી દેવાનો હતો, સાથે-સાથે આ લોકદરબાર પણ બંધ કરી દેવાનો હતો, પણ, તે ઇન્દુબાપાની લાગણી ગળે ઉતારી અને મને આ દરબાર યથાવત રાખવા સમજાવ્યો, ખરેખર બેટા! હું તારો આજીવન ઋણી રહીશ, તે મારા પિતા સમાન કાકાનું સ્વપ્ન તુંટવા ન દિધું.” દિવ્યરાજકાકાની આંખો ભીની થઈ ગઈ, દેવિકાબહેન તેમની પાસે આવીને તેમના આસું લુછ્યાં,

“તમે જ અમારી પ્રેરણા છો, આ લોકદરબારની સફળતા એ તમારા અથાગ પ્રયત્નોનું જ પરીણામ છે.” દેવિકાબહેન બોલી ઉઠ્યાં, દિવ્યરાજકાકાએ તેમના માથે હાથ મુક્યો, પછી ઊભા થયાં, દિવ્ય લોકદરબાર માટે ગયાં.

- ગુજરાતની રાજધાની ગાંધીનગરના મધ્યે આવેલ “દિવ્ય લોક ભવન” કેટલાંય લોકો માટે રાજકીય તિર્થસ્થાનથી ઓછું ન હતું, Political-epicentre હોવા છતાં સામાન્ય જરૂરીયાતમંદ માટે વિશ્વાસપાત્ર હોવું એ દિવ્યરાજ ઇન્દ્રજીત રાવળ ની 50 વર્ષની અથાગ મહેનતનું પરિણામ હતું, સૂર્યોદય સાથે દિવ્ય લોક-દરબાર માટે લોકોનું આગમન શરૂ થઈ જતું. મહેલ જેવા દિવ્યલોકભવનના મુખ્ય મકાન સિવાય મોટું garden. જ્યાં મહેલ તરફ fountain, Fountain થી વિશાળ main gate વચ્ચેથી પસાર થતો રસ્તો gardenના બે ભાગ કરતો જેમાં એક ભાગ party place જ્યાં લોક-દરબાર યોજાતો. મોટો ને લાંબો મંડપ ખીચોખીચ લોકોથી ભરાયેલો. મંડપ આગળ કાયમી આજે માટે બંધાયેલ શમિયાનો જ્યાંથી દિવ્યરાજદાદા ફરિયાદ સાંભળતાં ને ફરીયાદનો નિકાલ કરતાં. કોઇપણ જાતની તપાસ વગર સેકડો લોકો માટે દિવ્ય લોક ભવનના દરવાજા ખુલ્લા રહેતા. કોઇપણ જાતના ભેદભાવ વગરની બેઠક-વ્યવસ્થામાં નાનું ગુજરાત સમાય જતું.

“મંચ પર બેઠેલા મિત્રો! મારા પર વિશ્વાસ રાખનાર. પોતાના સુખ-દુ:ખને મારી સાથે વહેંચતા મારા તમામ ભાઇઓ-બહેનોને હું સહ્રદયથી “ દિવ્ય લોક ભવન” માં આવકારૂ છું! મને ખ્યાલ છે કે તમારા જીવનમાં આવેલી આપતિનો નિકાલ કરવા તમે આવ્યા છો એટલે બીજી વાતોમાં તમોને રસ ન જ હોય. પણ આજે મારા દેવરાજના બન્ને દિકરાઓ દ્વારકા ગયાં હોવાથી મને કેટલાંક સંસ્મરણો તાજાં થઈ ગયાં જે આપની સહમતી હોય તો આપ સૌની સાથે વહેંચવા ઇચ્છુ છું. (સામેથી લોકોએ ગગનભેદી અવાજ સાથે સહમત થયાં) આભાર! આજથી 65-70 વર્ષ પહેલાંની આ વાત છે,આઝાદી બાદ આપણું ગુજરાત મહારાષ્ટ્ર સાથે ભળીને વિશાળ “મુંબઈ” રાજ્ય તરીકે ઓળખાતું હતું. આખા દેશ માં ત્યારે સ્વતંત્ર નો ઉન્માદ. નવા પડકારો ને ઝીલવાનો જોશ અને પોતાની ઓળખ દુનિયા માં બનાવવાનો ઉત્સાહ જાણે સાગરની માફક ઘુઘવાતો હતો, ત્યારે દેશ-પ્રેમ પોતાની ચરમસીમાએ હતો, પણ, મુંબઇ રાજ્યમાં ગુજરાતીઓને માફક આવે એવું વાતાવરણ ન હતું, પાછું બધી બાબતોમાં મુંબઇ પર આધાર રખવો પડતો. નોકરી. ધંધો-વેપાર-ખેતી-માછમારી વગેરે રોજગારી માટે મુંબઇ પર આધાર રાખવો પડતો અને સૌથી મોટી સમસ્યા તો ભિન્ન ભાષાની હતી. એક અભણ ગુજરાતીને મરાઠી કે હિન્દી સમજાય નહી. મુંબઇ પર મરાઠી લોકોનું વધતું જતું વર્ચસ્વ અને રાજકારણ! આવી સમસ્યાના નિરાકરણ માટે દિલ્હીથી પણ સંતોષકારક જવાબ નહોતો મળતો તેના ધીમે-ધીમે અલગ ગુજરાત રાજ્યની માગણી મજબૂત થવા લાગી. જેમાં મારા પિતા અને ચુસ્ત ગાંધીવાદી શ્રી ઇન્દૂબાપાએ આ ચળવળને ગામે-ગામ. ઘરે-ઘર સુધી લઇ જઇને આ ચળવળ ને સફળ કરવા માટે દિવસ-રાત એક કર્યા. ભાષા. જાતિ. વર્ણ. પ્રદેશ. રહેણી-કરણી. દેખાવમાં જેટલી વિવિધતા છે એટલી જ વિચારમાં પણ વિવિધતા! જેટલા પણ લોકો ઇન્દૂબાપાને મળાં તે બધા જ જુદી-જુદી સલાહો આપતાં. કોઈ તો પાછા જવાની સલાહ આપતાં. પણ. ઇન્દૂબાપા એ બધાને અલગ પણ પોતીકા ગુજરાતનું મહત્વ સમજાવીને ચળવળ સાથે જોડતા જતાં. અથાગ મહેનત બાદ ઇન્દૂબાપા ગુજરાતના લોકોની સમસ્યાઓ. ચિંતાઓ. કેન્દ્ર સરકાર ના કાને ધરી અલગ રાજ્ય બનાવવા વિનવ્યા. પણ. સરકાર ન માનતા આ ચળવળ આંદોલનમાં ફેરવાઇ ગયું. ગાંધીવાદી ઇન્દૂબાપાની આગેવાની હોવા છતાં આ આંદોલન લોહીયાળ આંદોલન માં પરિણમ્યું ને 4 વર્ષ લોહીયાળ જંગના અંતે ગુજરાત રાજ્ય બન્યું. આ દરમ્યાન ગરીબ થી લઇને અમીરો સુધીના તમામ લોકોની એક જ માંગ કે ઇન્દૂબાપા જ સરકાર બનાવે. જેનો ઇન્દૂબાપાએ સવિનય ઇનકાર કર્યો. લોકોની વચ્ચે રહીને લોકોના હિત માટે તેઓ આજીવન સંઘર્ષ કરતાં રહ્યા. રાજકારણમાં જોડાયા વિના એઓ લોકોના “અધિનાયક” બનીને રહ્યાં. ગુજરાતભ્રમણ દરમ્યાન મને અને મારા લઘુબંધુ નરોતમને પણ સાથે ફેરવતા રહ્યાં. એ ભ્રમણ દરમ્યાન જ અમને જીવનનો સારો-નરસો અનુભવ થયો. લોકો માટે આજીવન સંઘર્ષ કરતાં ઇન્દૂબાપાનું કટોકટીકાળ દરમ્યાન નિધન થયું... (દિવ્યરાજ દાદા ની આંખો ભીની થઈ ગઇ,)

બાપાના કારણે લોકોનો ખુબ સહકાર રહ્યો. અમારી અનિચ્છા છતાં લોકોનાં આગ્રહ તેમજ રાજકીય વાતાવરણ જોતા 1980ની 29 February એ આ “અભિનવ ગુજરાત પક્ષ” ની સ્થાપના કરી. મારો લઘુબંધુ નરોતમ મારા ને બાપના રસ્તે ચાલ્યો હોવા છતાં પણ પોતાની સતત નાદુરસ્ત તબિયતને કારણે રાજકારણમાં ક્યારેય સક્રિય ન રહી શક્યા. તેમની નાદુરસ્ત તબિયતના કારણે પક્ષને બેઠો તેમજ રાજકીય રીતે મજબૂત કરવાની જવાબદારી પુરી રીતે મારા પર આવી ગઇ, પક્ષ બને તેના એક-દોઢ દાયકા પહેલાં ઇન્દૂબાપા દ્વારા આ દિવ્ય લોક-દરબાર યોજાતો જે પક્ષને મજબૂત કરવામાં મદદરૂપ બન્યું, 10 વર્ષની આકરી મહેનત બાદ લઘુબંધુ નરોતમના જયેષ્ઠ પુત્ર દેવરાજ રાવળ 1990માં મુખ્યમંત્રી બન્યા. દેવરાજે સુશાસનનો એવો ઉમદા દાખલો બેસાડ્યો કે દેવરાજના શાસન દરમ્યાન કલંકરૂપ કોમીરમખાણ પછી પણ દેશ-વિદેશમાં સુશાસનના દાખલા આપવા માટે પણ દેવરાજને યાદ કરાય છે. દેવરાજના લગ્ન 1989માં તે સમયના મહેસાણા ના ખેડૂત-આગેવાન ધારાસભ્ય ધનસુખ પટેલ ના દિકરી દેવિકા સાથે થયાં. જેમને યુવરાજ-અધિવેશ નામનાં દિકરા થયાં. જ્યારે પુરૂષોતમે London ની Pamela broad સાથે Londonમાં લગ્ન કર્યા. તેમને અભિનવ-Victor નામનાં દિકરા થયાં. દેવરાજની વસમી વિદાય પછી છેલ્લાં 17 વર્ષથી પુરૂષોત્તમ રાવળનું શાસન છે પુરૂષોત્તમ રાવળનું શાસન અંન્નકોટ જેવું છે...” દિવ્યરાજદાદાની અસ્ખલિત વાણીએ દોઢથી કલાકથી લોકોને બાંધી રાખ્યા હતા. એકાગ્ર કરી રાખ્યા હતાં. અલબત. દાદાને સમયનો ખ્યાલ થયો કે તરતજ બોલ્યા. “મને માફ કરજો મિત્રો! યાદો વાગોળતાં-વાગોળતાં સમય ક્યાં વહી ગયો એ ખ્યાલ જ ન રહ્યો. ચાલો. આપણે દરબાર શરૂ કરીએ,જય જય ગરવી ગુજરાત!” દિવ્યરાજદાદાના ભાષણ-સમાપન સાથે લોક-દરબારની શરૂઆત થઇ, ઉદઘોષ્ટા દ્વારા સંચાલન શરૂ થયું, 4-5 કલાક સુધી લોકોની સમસ્યાઓનું દિવ્યરાજદાદા દ્વારા શક્ય તેટલું સમાધાન થયું.

***

- “dad! આ તકસાધુ સ્વામી સત્યાનંદ પોતાના ૐ સત્ય આશ્રમનો 20મો પ્રાગટય મહોત્સવ કરવા જઇ રહ્યો છે. લગભગ 4 દિવસ વિવિધ સાંસ્કૃતિક તાયફા કરવાનો છે. રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય અતિથિ વિશેષ તરીકે પ્રાગટય મહોત્સવ નો ઉદઘોષ કરવાના છે..” રસ્તામાં ” ખબર ગુજરાત” અખબાર વાચતો સાગર સૌને સંભળાય એમ બોલ્યો. પરીવારના બધા સભ્યો Toyota માં સમાય ગયા. સાગરીકા driving seat પર હતી,

“એવું ન બોલાય બેટા!” ખુશાલભાઇએ સાગરને અટકાવ્યો. “સ્વામીજી તો. અદ્ભુત મહાન યોગી છે. છેલ્લાં 20 વર્ષથી old કોબામાં આશ્રમ ધરાવે છે દેશ-વિદેશમાં કરોડો ભક્તો ધરાવે છે. Old કોબામાં આશ્રમ સાથે એક વિશાળ Township. School. Hospital. Hotel. Resort. Garden. અનાથાશ્રમ. વૃદ્ધાશ્રમ અને ભવ્ય ત્રિલોચનેશ્વર મહાદેવનું મંદિર ઊભું કર્યું છે. તે પણ સ્વ-મહેનતથી! તેઓ આપણા ગુરુદેવ છે. અલ્પ-મિતભાષી. દિવ્યલોક દરબાર જેવો 2-3 કલાકનો વાર્તાલાપ કરી ભક્તોની સમસ્યા દુર કરવા પ્રયત્ન કરા. સ્વામીજી બીજા પાંખડી સાધુની જેમ ચમત્કારો કરતાં નથી. આટલો ભવ્ય આશ્રમ હોવા છતાં આશ્રમનો કારોબાર તેમના 10000 સેવક-સેવિકાઓ સંભાળે છે. એકવાર તમેય દર્શન કરશો તો આ સત્ય સ્વિકારશો, ૐ સત્ય! ૐ સત્ય!” માઁ-બાપની સ્વામી-ભક્તિ જોઈ સાગર-સાગરીકા અવાક્ થઇ ગયાં. પુરા રસ્તે સ્વામી-ભક્તિ ચાલતી રહી. થોડીવારમાં Mr પટેલની બનાવેલી દુનિયા આવી ગઇ. બોડકદેવ પ્રવેશતાં જ 5-7 square kmમાં પથરાયેલું ખબર ગુજરાત ભવન દેખાવા લાગ્યું. જેમાં સૌપ્રથમ ”સાગર-વિલા” આવતાં સૌમ્યાબહેન-ગંગા ઊતરી ગયાં. ત્યાર બાદ ખબર ગુજરાત Ltd. માં ખબર ગુજરાત news(TV) office-studio. Newspaper office. Press. staff office & quarterના high rise buildings દેખાવા રાખ્યા. ખુશાલભાઇની Toyota park થઇ અને ત્રણેય news office પહોંચ્યા. office 4th floor માં વહેંચાયેલું. જેમાં 1st floor એ Mr પટેલ ની office. reception. staff office. 2nd floor એ સાગરની office & news room (studio). last floor meeting room આવેલા હતા.

- “sir! Breaking news! 199-97 કોમીરમખાણ case માં નામદાર high court એ 1995 ના પાણી-પુરવઠા મંત્રી બોઘારામ સોલંકીને આજીવન કારાવાસ ફટકાર્યો. તેમને શંકાસ્પદ રીતે નાણાં ને હથિયારો પોતાના રહેણાકમાં રાખવા બદલ સજા સંભળાવાઇ છે. ગુજરાત સરકાર versus તસ્લિમા જાફરી case માં ગુજરાત સરકારની આ 24th પીછેહઠ છે. સરકારની 1997 પછી જુદા-જુદા 27 cases ને combine કરી કોમીરમખાણના મુખ્ય આરોપી તરીકે 17 વર્ષથી સાબરમતી jail માં આજીવન કારાવાસ ભોગવતા ઇફ્તિખાર જાફરીના બેગમ તસ્લિમાબાનુ ના મુખ્ય plaintiff બન્યા બાદની આ મોટી પીછેહઠ છે...” Chief auditor ભાવિકા પંચાલે report રજૂ કર્યો, ખુશાલભાઇની office માં સાગર પણ હાજર હતો.

“આપણે આ news ને cover નથી કરવા! બીજા news focus કરો...”

“પણ...! પપ્પા!...”

“સાગર! No clarification!” Mr પટેલ ઊંચા સ્વરે સાગર તેમજ ભાવિકા ને રોક્યા. “Now you both may go!”

-હવે દલિલ કરવનો કોઇ અર્થ ન હતો. “Okay! Sir!” બન્ને Mr. પટેલની office માંથી નિકળી ગયા.

- આ બાજુ સાગરીકા હજું નવશિખાઉ હોવાનાં કારણે 3rd floor પર અન્ય reporters સાથે કામ કરતી. 3rd floor પહોચતાં જ પોતાના table પર એક હષ્ટપુષ્ટ યુવક બેફામપણે balaji ઝાપટી રહ્યો હતો. સાગરીકા style માં આવી અને યુવક તરફ જઇને revolving chair ફેરવવા લાગી. જાડીયો યુવક તો હાંફળો-ફાંફળો થઇ બરાડા પાડવા લાગ્યો,balaji ફંગોળાઇ ગઇ.

“એ...પાડી...જાડી...સાગી... રોક... ખુ,ર...શી... રોક! આઆઆઆ...” જાડીયો તો ચિડાઇ ગયો. સગા chair રોકીને જોર-જોરથી હસવા લાગી. યુવક તો જોર-જોરથી હાફવા લાગ્યો. “ આ શું કરતી”તી. પાડી?? 2-3 વધારે ચક્ક્ર લગાવ્યા હોત તો heart attack આવી જાત. ખબર છે...,” છેલ્લે તો રાડ નિકળી ગઇ.

“ભોદો!” સાગા chair પાસે આવીને બોલી. “ભોદો છે સાવ ભોદો...! આખો દિવસ balaji ખાઇને balaji pouch જેવો થઈ ગયો. બહાર થી ફુલલો પણ અંદરથી ફુસ્સ્સ...! આટલેથી તને attack આવી જાય તો તુ કામનો શું?”

“છું ને...” camera પકડીને બોલ્યો. સાગા તેના ગોળમટોળ હસતો ચહેરો જોઈને સાગા હસવા લાગી ને stool લઇને બેસી ગઇ. જાડીયાએ pamphlet હાથમાં લઇને બોલ્યો. “તારો Assistant!..”

“હાં! Assistant!” સાગરીકા કટાક્ષમાં બોલી, “અહિંયા મારી કોઇ post નથી અને તું મારો Assistant..! પગાર શું? તો આ વેફર...! આખો દિવસ ખાં-ખાં કરવાનો પગાર! 2 વર્ષથી છું, પણ, મને આજ સુધી કોઇ ઢગંના news મળ્યાં નથી,..અને મળે તો કેવા?” Desk પર પડેલ છાપું લઇને, “આવા news મળે!”

“પતિને ધોકે-ધોકેથી મારીને પત્નીએ નાની યાદ અપાવી. પતિ બચાવો સમિતિમાં રોષ!”

“પતિએ પાણીપુરી ખાવાની ના પાડતા પત્નીએ પતિનો તોલો આંબલીના પાણીથી ધોઇ નાખ્યો..” પિન્ટુને છાપામાના સમાચાર વાંચતાં-વાંચતા મોઢે પાણી આવી ગયું, “ગણેશ ભગવાનના મદિરમાં ઉદંરડાઓનો ત્રાસ! ઉંદર પકડવા માટે તંત્ર હરકતમાં!”

“શિવમંદિરમાં સર્પ દેખાતા ભક્તોમાં કૂતુહલ! પત્નીને ભગાડવા માટે ઘરે દર્શન આપવા સર્પદેવને પ્રાર્થના કરતા ભોળા ભક્તો! ભોળા પત્નીપિડીત પતિ ભક્તો!”

“બસ! પાડા! હવે આ સમાચાર વાંચી-વાંચીને કંટાળી ગઇ છું, તું મને વધારે કંટાળો ન આપ!” સાગા કંટાળી.

“બસ! Last! Last!” પિન્ટુએ આજીજી કરી.

“બોલ હવે!” સાગા કંટાળતી પાણી પીતી બોલી, પિન્ટુ વાંચવા ગયો, પણ, અટકી ગયો, સાગા તેને જોઇને, “હવે બોલને! અટકી કેમ ગયો?”

“સાગા! આ વાંચ! એક આશ્રમમાં એક સાધુ પ્રસાદીના નામે drugs ની હેરાફેરી કરતો હતો..”

“What? એ કેવીરીતે બને?”

“એ સાધુડો મોટું આશ્રમ ધરાવતો હતો, દરરોજ પુજા કર્યા બાદ ભક્તોને પ્રસાદી તો વહેચતો જ હોય, એ માટે મોટા પ્રમાણમાં પ્રસાદીની સામગ્રીઓ જોઇએ, જેની હેરફેર કરવા માટે સાધુ પાસે private trucks હતાં, જેના દ્વારા પ્રસાદીની સામગ્રી બહારથી મંગાવતો હતો, એટલું જ નહિં પ્રસાદીની home delivery પણ ગામે-ગામ કરતો હતો, એક દિવસ કોઇ drugs dealer નો માલ આ સાધુના truck માં ગોઠવાઇ ગયો, કહે છે કે ત્યારથી એ dealer સાથે એ પ્રસાદીની સાથે-સાથે Drugs ની હેરફેર કરતો થઇ ગયો, બોલો!” પિન્ટુ ફાડી આંખે વાંચ્યે ગયો, “આને કહેવાય ધર્મના નામે અધર્મ!

“આંધળી દોટ હંમેશા કુવામાં જ નાખે! ભક્તોને આંધળો વિશ્વાસ હશેને! સાધુડાએ સ્વામી સત્યાનંદની માફક ધંધો શરૂ કરી દિધો હશે!” સાગા બોલી, પછી કંઇક વિચાર આવતાં, “આ સ્વામી સત્યાનંદ પણ મને હંમેશાં શંકાષ્પદ લાગે છે,”

“કઇરીતે? કઇ રીતે તને આ સ્વામીજી શંકાષ્પદ લાગે છે? તું નાસ્તિક છો એટલે?”

“કોણે કહ્યું કે હું નાસ્તિક છું? ભલે હું પુજાપાઠ ન કરુ, પણ, મારૂ કામ એ મારી પુજા જ છે, અને આમપણ, હું દરેક દેવી-દેવતાને નમું જ છું, સાધુ-સંત-ગુરુઓ તો હંમેશા પુજનીય જ હોયને! પણ, આ સાધુ તો દેખાડો-ભપકાંનો પુજારી હોય તેમ લાગે છે, એક સંતને શું હજ્જારો એકરમાં આશ્રમ ખોલવાની જરુર? આજુબાજુ residential-commercial-educational contruction કરવાની શું જરૂર છે? અરે ત્યાં તો hotels-malls-multiplex પણ છે, બોલ! એ પણ ભોળા ભક્તોને લુંટીને! એ મંદિર તું જોઇશ તો તને લાગશે કે જાણે કોઇ પ્રાચિન સમયના રાજા-મહારાજા દ્વારા બંધાયેલ મંદિરમાં તું આવી ગયો, આવા મંદિરો બાંધવાની શું જરુર છે? આ બધું હોવા છતાં એ સાધુ પોતાના ભક્તોને સંસારી માયા છોડવાના પ્રવચન કરે છે, એ કેટલો દંભ કરે છે એ તો જગજાહેર હોવા છતાં પણ મારા આંધળા ભક્ત મમ્મી-પપ્પાને તો એમની વિરૂદ્ધ જરાયે બોલાય નહિં! એટલે જ હું વિચારૂ છું કે આપણે તેના પ્રાગટ્ય મહોત્સવનું reporting કરશું!”

“સાગા! આપણે નહિં! સાગરભાઇ તને તો reporting કરવા નહિં જ દે!” પિન્ટુએ નનૈયો કર્યો, સાગાએ તેની પીઠ પર ધુબ્બો માર્યો.

“ખબર છે, પાડા! એ કહેવાની જરૂર નથી..” સાગા stool પરથી ઉભી થઇ, “મારે એ જરૂર પણ નથી, બસ! એકવાર આ સાધુડા અસલિયત મારી સામે આવી જાય, પછી જો પપ્પા ખુદ મને મોટી-મોટી ઘટનાઓનું reporting કરવા કહેશે.” સાગા એ સ્વપ્ન જોતા આખોંમાં એક અલગ જ ચમક આવી ગઇ. પિન્ટુ બાલાજી ખાઇ રહ્યો.