અધિનાયક Scene 19 (novel) (political thriller) vanraj bokhiriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધિનાયક Scene 19 (novel) (political thriller)

SCENE: - 19

- Civil hospital એ એકસાથે 25 ઘાયલો લઇ અવાતા હદકંપ મચી ગઇ. બધા emergency case હોવાથી અગાઉથી જ અન્ય hospital થી doctors બોલાવવા પડ્યાં, Special emergency ward તૈયાર કરવો પડ્યો. ખુશાલભાઈ આવતાં જ અનેક form ભરવા લાગ્યાં. જેમકે ઘાયલો criminally injured હોવાના પુરાવાના કારણે police આવ્યા પછી જ doctors ઘાયલોની સારવાર કરી શકે તેમ હતાં. ખુશાલભાઇએ તમામ responsibility લીધી. સાગરે CM house તેમજ અવનિ-land call કરીને બોલાવ્યાં. સાગરીકાએ ઘરે call કરીને સૌમ્યાબહેન તેમજ ગંગાભાભીને બોલાવી લીધાં. આ બધા વચ્ચે media ને જાણ થતાં જ hospital પહોંચી ગઇ. આમપણ, media નું આવવું જરૂરી બની ગયું હતું. કારણકે એકસાથે 25 ઘાયલો admit થતાં કોઇએ મોટી ઘટના બની ગઇ હોવાની અફવા ફેલાવી. કોઇએ તો ત્રાસવાદી હુમલાની શંકા ઉભી કરી. જેના કારણે શહેરભરમાં અફરા-તફરી મચી ગઇ, Police એ hospital આવી Hospital ની Security વધારી દિધી, આતકવાદી ઘુસ્યાના ખબર મળતાં home minister એ commissioner પાસે Report માંગ્યાં, જોકે ખુશાલભાઈ પોતે media સાથે સંકળાયેલ હોવાથી જેવી તેમની શંકા ગઇ કે અફવા ફેલાવાઇ રહી છે કે તરંત જ media સમક્ષ હાજર રહીને Media ને Briefly inform કર્યા.

- “ક્યાં છે મારી દિકરી?” અનિતાબહેન સાથે doctors નો કાફલો લઇ આવેલાં Mr મહેતાએ civil ગજવી નાખી, આકરે પાણીએ હતાં Mr મહેતા! “કોણે મારી દિકરીને હાથ લગાડવાની હિમ્મત કરી? કોનામા આટલી હિમ્મત આવી ગઇ કે મારી દિકરીને મારી? આજે એ જીવતો નહિ જાય!” Hospital staff, doctors, દર્દીઓ એકઠ્ઠા થઇ ગયાં, Mr મહેતા તો head of department તરફ જઇ રહ્યાં હતાં. ત્યાં police એ રોક્યાં. તો police નો ઉધડો લીધો. “Inspector! તમે તો બોલો જ નહિં! આ તમારી નિષ્ફળતાનું અને સરકારની જીહજુરીનું પરીણામ છે, તમે યુવતિનું રક્ષણ કરી શક્તાં નથી!” Police પાસે કોઇ પ્રત્યૌત્તર ન હતો, ત્યાં માધવ-સાગરીકા સાથે Mr પટેલ આવ્યા.

“Mr મહેતા! તમારી અવનિને કાંઇ થયું. અરે! ઇશ્વરનો પાડ માનો કે આ lawyer માધવ ગાયકવાડ! સમયસર પહોંચી ગયાં. તેમણે તમારી દિકરી અવનિ અને સ્વર્ગસ્થ નવિનભાઇની દિકરી નિત્યાનો જીવ અને આબરૂ બન્ને બચાવ્યાં,”

“Mr મહેતા! તમારે તો ગર્વ કરવો જોઇએ કેતમારી દિકરી અવનિએ એક સાથે 25-25 ગુન્ડાઓ સામે લડી અને લડી જ નઇ. પણ . સાથે-સાથએ ધુળ ચટાડી દિધી. હું ખુશાલ uncle અને police ને તો માત્ર પકડવાના જ રહ્યાં હતાં..” માધવે Mr મહેતાનો ક્રોધ શાંત થાય એ માટે અવનિના પરાક્રમો વર્ણવ્યાં.

“મારી દિકરી આટલી મજબુત હશે!! એ મને સ્વપ્નેય ખ્યાલ ન હતો!” અનિતા બહેનને પોતાની દિકરી પર ગર્વ હતો. સૌમ્યાબહેન-ગંગા-સાગરીકા તેમની પાસે બેઠા હતાં.

“કોણ હતાં એ નબિરા? જેણે નિત્યા અને અવનિ પર નજર નાખવાની હિમ્મત કરી?” Mr મહેતાએ પુછ્યું, અવનિ-નિત્યાની સારવાર શરૂ થઇ ગઇ હતી, Mr મહેતાએ સાથે લઇ આવેલા Doctors એ civil ના Doctors સાથે Contribute કર્યું.

“એક તો મારા જ ઘરનો સાપ છે મારા મોટાભાઈનો દિકરો રૂક્મીન! બીજો AGP ના નવા ચુંટાયેલ ધારાસભ્ય નરૂભાનો દિકરો નકુળ! અને ત્રીજો મુખ્યમંત્રી પુરૂષોત્તમ રાવળનો નાનો દિકરો vicky! એમાં થયું એવું કે મારી Wife અને મારા દિકરાની Wife બજાર ખરીદી કરવા ગઇ. નિત્યા એકલી હતી. ત્યારે 5 યુવાનો maruti van માં આવ્યા. મારા નોકરને કહ્યુ કે તેઓને મેં hospital થી મોકલ્યા છે અને નિત્યાને લેવા આવ્યા છે મારા નોકરે નિત્યાને જાણ કરતાં નિત્યા મળવા ગઇ. ત્યાં એ લોકો gun બતાવીને નિત્યાને ઉઠાવી ગયાં. મારો એક નોકરને ગોળી પણ વાગી. થોડીવારમાં સાગરીકા આવી ત્યારે તેણીને જાણ થતાં મને બોલાવ્યો. ઘરે આવ્યા ત્યારે CCTV હોવાના કારણે પુરી ઘટનાની જાણ થઇ. અમે તરંત જ police ને જાણ કરીને Van ની info આપી, police એ traffic point પરના CCTV તપાસ કરતાં અમદાવાદ-પાલનપુર Highway Tress થયો. તેઓ છત્રાલ GIDC ની કોઇ ખંડેર factory એ નિત્યાને લઇ ગયાં હતાં. અમે police સાથે ત્યાં પહોંચ્યાં ત્યા આ માધવે એ ત્રણેયને અધમુઆ કરી દિધાં હતાં..” ખુશાલભાઇએ પુરી ઘટના વર્ણવી.

“મુખ્યમંત્રીનો દિકરો હોય કે ગમે તેનો દિકરો હોય? હું તેને નહિં છોડું!..” મુખ્યમંત્રીના દિકરાનું નામ આવતા જ Mr મહેતા છળી મર્યાં.

“મારા દિકરાને હાથ તો લગાવી જુઓ! અનંતરાય મહેતા!” ત્યં પાછળથી CM રાવળ ગર્જી ઉઠ્યાં. Mr મહેતાએ પાછળ વળીને જોયું. સૌ gallery માં હાજરની નજર CM રાવળ તરફ ગઇ. CM રાવળ સાથે કાફલો હતો, Uncle broad-અભિનવ-નરૂભા તેમજ સચીવાલયના officers વગેરે તેમની પાછળ હતાં, DGP ખુદ આવ્યા, Media તો હાજર હોય જ! Mr મહેતા CM રાવળને જોઇ રહ્યાં, CM રાવળ તેમની નજીક ગયાં, “મારો દિકરો નિર્દોષ છે કોઇ તેનો વાળ વાંકો ન કરી શકે!” CM રાવળના શબ્દોમાં આત્મવિશ્વાસ કરતાં સત્તાનું અભિમાન વધારે છલકતું હતું, “તમને શું કરી લેવાના? અનંતરાય!”

“આ નિર્દોષ દિકરાનો બાપ નઇ બાપની સત્તાને કારણે ફટકેલ-અય્યાશ દિકરાના અભિમાની બાપ બોલી રહ્યો છે, આ DGP ને સાથે લઇ આવીને તમે સાબિત કરી દિધું કે Police તમારા ખીસ્સામાં છે, CM રાવળ!”

“એવું નથી. Mr મહેતા! એકસાથે 25 ઘાયલો Admit થવાના કારણે ફેલાયેલી અફવાની જડ જવા માટે અમે આવ્યા છે,”

“બસ! બસ કરો. DGP સાહેબ! મારે તમારા મોઢે વધારે ખોટું નથી સાંભળવું! પ્રજામાં ખોટો message જશે!” Mr મહેતા DGP સાહેબને અધ્ધવચ્ચે જ અટકાવ્યાં. DGP સાહેબ ચુપ થઇ ગયાં.

“એની તો..! કોણ સે ઇ જેણે મારા દિકરાને હાથ લગાડ્યો?” નરૂભાને શુરાતન ચડ્યું. સૌથી પહેલો તો માધવ જ દેખાયો. માધવ પાસે ગયાં. “એ કાળીયા! બોલ તું હતો ત્યાં?” માધવ પાસે જઇ માધવનો કાટલો પકડી લીધો. “બોલ! તું હતો ત્યાં? બોલ!”

“નરૂભા!” સાગર-ખુશાલભાઈ નરૂભાના હાથથી માધવને છોડાવવા લાગ્યા.

“મેં જ ત્રણેયને માર્યા.” માધવે સ્વીકાર્યું, બધા સ્તબ્ધ થઇ ગયાં, સાગાની આંખો પહોળી થઇ ગઇ, નરૂભાએ પાછા કાટલા પકડ્યાં.

“તારી તો હેવ તને ના છોડા.” નરૂભા હવે તો ઝાલ્યા ઝલાય તેમ ન હતાં, સાગાને એક idea આવ્યો, નરૂભા પાસે આવીને ધીમેકથી બોલી.

“કાકા! Media તમારા સારામાં સાંરા photos લઇ રહી છે હેવ ટાઢા પડો!” સાગાની વાત નરૂભાને અસર કરી ગઇ હોય તેમ એણે media સામે જોયું તો media તેમના જ photo લઇ રહ્યાં હતાં, માધવને છોડ્યો ને ટાઢા પડ્યાં.

“અભિ! Media ને બહાર લઇ જા!” CM રાવળે અભિને ઇશારો કર્યો. અભિનવ media ને બહાર લઇ ગયો. Mr મહેતા પાસે ગયાં. “જુઓ! અનંતરાય! મને બન્ને દિકરીઓ સાથે જે થયું તેનું દુખ છે પણ એનો અર્થ એ નથી કે હું મારા દિકરાને ફાંસીના માંચડે ચડાવી દઉ! નિત્યાના પપ્પા નવિનભાઈ તો મારા સાથી હતાં એટલે મોતનો મલાજો જળવાઇ રહે તો...”

“તમે સમાધાન કરવાનો વિકલ્પ વિચારી રહ્યા લાગો છો,” Mr મહેતા CM રાવળની મંશા પારખી ગયાં. “પણ એ શક્ય નઇ બને! હું એ શક્ય નહિ કરવા દઉ!” Mr મહેતાએ CM રાવળને સ્પષ્ટ સંભળાવી દિધું.

“Mr મહેતા! મુખ્યમંત્રીસાહેબ! જુઓ! નાના મોઢે મોટી વાત! પણ. અત્યારે આ ચર્ચા કરવાનો સમય નથી. તમે હવે એ police અને court પર છોડી દો. અને hospital માં ભીડ ન વધે તો સારુ! તમારા પરીવારમાંથી કોઇ એક સભ્ય જ hospital માં રહે તો સારુ!” માધવે સલાહ આપી. પટેલ family એ માધવનું સમર્થન કર્યું. Mr મહેતા તો ચુપ રહ્યાં. પણ. CM રાવળ તરફની ટોળકી પર ભારોભાર અણગમો તેમના ચહેરો દેખાય આવતો હતો. CM રાવળને આ યુવાનની દખલગીરી ન ગમી હોય તેમ પગ પછાડતાં પાછા વળ્યાં. તેમના અનુયાયીઓ પણ તેમની પાછળ-પાછળ જતી રહી. અનિતાબહેનની નજર Mr મહેતા પર ગઇ. તેઓ આ સમયમાં સાવ ચુપ હતાં.

“સાગર! Prime time માં આ ઘટનાઓનુ સત્ય ઉજાગર કરો, media માં આ બાબત પર TRP war માં ન ફેરવાવું જોઇએ.” ખુશાલભાઈએ સાગરને નિર્દેશ કર્યો. સાગર સહમત થયો.

“Dad! FIR નોંધાવવાની છે,” સાગરીકાએ યાદ અપાવી.

“મારે પણ police station statement નોંધાવવાનું છે.” માધવ બોલી ઉઠ્યો. Mr મહેતા બન્ને તરફ જોયું.

“તમે બન્ને મારી સાથે આવો. આપણે FIR નોધાંવી આવીએ!” Mr મહેતાએ બન્નેને સાથે લઇ જવાની તૈયારી દર્શાવી. “એવી FIR લખાવિશ કે મુખ્યમંત્રી તેના દિકરાને છોડાવી જ ન શકે!” Mr મહેતાના શબ્દોંમાં અભિમાન હતું. માધવ એ અભિમાન જોઇ રહ્યો. ત્રણેય police station જવા રવાના થયાં. સાગર news office રવાના થયો. માધવનું statement લેવાયું અને Mr મહેતાએ FIR નોંધાવી. FIR નિત્યા GIDC case તરીકે નોંધાયો.

***

- “oh... યાર! આહ્...! oh.. Baby! ધીમે-ધીમે Baby! ધીમે..” Nurse દ્વારા કરાતાં dressing ને કારણે થતાં દુખાવો સહન ન થતાં યશનિલ nurse આગળ લટુડો-પટુડો થતો હતો. વારંવાર બેઠો થઇને nurse ની નજીક આવવાનો પ્રયત્ન કરતો હતો. Nurse તેના હાથમાં dressing કરી રહી હતી. યશનિલની અવળચંડાઇને કારણે nurse બરાબર રીતે dressing કરી શકતી નહોતી. તે કારણે ખાસ્સો સમય જતો રહેતો. માત્ર dressing જ નહિં યશનિલ દરેક બાબતે નખરા કરતો. આખરે ધનરાજ ગજેરાની ઐયાશ ઓલાદ જો હતો.

“Good morning! યશ!” સવારે તમન્ના files લઇને આવી, યશનિલ હવે બેઠો થઇ શકતો હતો, fruits ખાતો હતો, તમન્ના આવતાં યશ તો તેણીને જોઇ રહ્યો, mini skirt ઉપર tube top સાથે blazer matching કરતું હતું, જાડી frame ના specs ને કારણે ચહેરો આકર્ષક લાગતી હતી. “So! કેવું feel કરી રહ્યો છે? I think dressing ઓછું થઇ રહ્યું છે!”

“Where is ધૃ?” યશે પૂછ્યું. તમન્ના પાસેની ટીપોય પર બેઠી.

“યશ! તને તો ખબર હોવી જોઇએને કે તારી બહેન ક્યાં છે? કારણકે જે થઇ રહ્યું છે એ બધાની જડ તો તું જ છેને!”

“શું બોલે છે? કોની સામે બોલે છે તેની ભાન છે તને?” યશનિલ ગરમ થઇ ગયો. “ધ્રુને ખબર પડી કે તું મારી વિરૂદ્ધ બોલી છો તો તને આ case માંથી કરી નાખશે,”

“ભાન છે એટલે જ બોલી રહી છું. યશનિલ ગજેરા!! બાકી તે જે રીતે સૌ તારી વાતમાં આવી ગયાં. તેમ હું તારી વાતમાં નહિં આવું! એ બધા બેવકુફ છે જે તારી વાતમાં આવી ગયાં. ધૃતિ પણ!”

“કઇ વાત?” યશનિલ તમન્નાને જોઇ રહ્યો.

“એ જ કે વિરાગ તારી car માં બેઠો. જુની વાત ઉખેડીને તને ઉશ્કેર્યો. તમારા વચ્ચે મારામારી થઇ. તમારા બન્ને માથી કોઇને સામેથી truck આવતો દેખાયો નહિ? માન્યું કે તે પીધો હતો. પણ. વિરાગે તો નહોતો પીધોને? તો એને કેમ truck ન દેખાયો?”

“તારો કહેવાનો મતલબ શું છે?” યશનિલ તમન્નાની વાત ન સમજી શક્યો.

“મારો કહેવાનો કોઇ મતલબ નથી! પણ. In the court! Dr વિનય પારડીવાળાનો lawyer આ મુદ્દો ચોક્કસ ઉઠાવશે કે જો તે drink કર્યું હતું અને વિરાગે નહોતું કર્યુ તો તેણે car રોકવાનો પ્રયત્ન કર્યો કેમ નહિં? તેં Drink કર્યુ હોવા છતાં તું બચી ગયાં અને વિરાગ પુરી રીતે ભાનમાં હોવા છતાં એ મરી ગયો? How?” તમન્નાનો ઇશારો યશનિલ તરફ જ હતો. યશનિલ ચુપ રહ્યો. “યશ! હું તારી lawyer છું. ત્યારે શું થયું હતું એ મને જાણવાનો હક્ક છે. પછી court માં આ angle આવે ત્યારે જો મારી પાસે જવાબ નહિ હોય તો તારી જ બહેન મને હાંકી નાખશે. તને સજા થશે એ અલગ!” તમન્નાએ સ્પષ્ટ જણાવી દિધું. તો યશનિલ ચુપ રહ્યો. તમન્નાને લાગ્યું કે યશનિલ જવાબ દેશે નહિં. “Okay! તમે જણાવવા ન ઇચ્છતા તો તમારી મર્જી, પણ! એક વાત યાદ રાખજો કે આ case માં તમે બચવાના નથી. સજા તો થઇને જ રહેશે!” તમન્ના હળવું દબાણ ઉભું કરી રહી હતી. ઉભી થઇ. “હું જાઉ છું,” તમન્ના ઉભી થઇ ચાલવા લાગી.

“ત્યારે મેં ખુબ પીધો હતો. Last peg લીધા બાદ મેં વિરાગને call કરીને ગાળો વરસાવી. તેણે મને લલકાર્યો. હિમ્મત હોય તો સામે આવ! મેં તેને બાલડોલી High way ના Toll plaza એ બોલાવ્યો. એ આવ્યો. અમે સુરત આવતા હતાં. રસ્તામાં એ મને ઉશ્કેરવા લાગ્યો. ધૃતિ વિશે વાત કરવા લાગ્યો. અમારા વચ્ચે ઝપાઝપી થઇ રહી હતી. સામે truck દેખાયો હોવા છતાં મેં speed વધારી દિધી. વિરાગ મને રોકવા લાગ્યો. પણ. મેં તેની સાથે લડાવાનું ચાલુ રાખ્યું. અને અમારી car truck સાથે અઠડાઇ ગઇ. બસ! આ જ વાત છે જે તું સ્વીકારી રહી નથી,”

“..તો પણ યશ! આ વાત court માં સાબિત કરવી મુશ્કેલ છે! યશ! એકવાર મગજ પર ભાર દે કે આજ વાત હતી? શું વિરાગે drink નહોતું કર્યું?”

“અમે બન્નેએ drink કર્યું હતું. અમે બન્ને ભાનમાં નહોતાં! અને મેં યશને માર્યો નથી! પણ. તમન્ના! મને એક વાત સમજાતી નથી કે તને કેમ વિશ્વાસ નથી આવતો. Report નથી આવ્યા?”

“કારણ કે Primary Report માં માત્ર તે drink કર્યાનું બતાવે છે.

“What? How it’s possible? મેં તેને ખુદ પિવડાવ્યો હતો. જો અમે ઝગડતા હોઇએ અને તેણે ન પીધો હોય તો એ મારી સાથે ઝગડે જ નહિં!” યશનિલ સફાઇ આપી રહ્યો હતો પણ. તમન્નાને સમજાઇ નહોતું રહ્યું.

“તે વિરાગને શામાટે બોલાવ્યો હતો? ઝગડવા કે દારુ પિવડાવવા?”

“ખબરદાર કરવા!”

“ખબરદાર કરવા? મતલબ?”

“એની નજર ધૃતિ પર હતી. અનેકવાર ધૃતિએ એને ટોક્યો હતો. પણ. એ માનતો જ નહોતો. પપ્પાને કહ્યું તો પપ્પા મારી વાત માનવા તૈયાર ન હતાં. પાછા મારા બે-ત્રણ લફડાઓને કારણે પપ્પા નારાજ હતાં. એટલે પપ્પા મારી વાત તૈયાર ન હતાં. બસ! મેં તેને બોલાવ્યો. પણ. આ શું થઇ ગયું? હું તેને શામાટે મારુ?” યશનિલે સફાઇ આપી.

“તો પછી વિરાગ મર્યો કેમ?” તમન્નાના મનમાં એક જ સવાલ ઘુમરાતો હતો. જેનો જવાબ યશનિલ પાસે નહોતો.

***

- “આ છોકરો! જેને તમે શોધી રહ્યો છો!”

“ક્યાં મળશે?” રજા પર ઉતરી ગયેલા PI વાનાણી એ photo ને જોઇ રહ્યો. સાંજનો સમય હતો. એક coffee shop ના table પર આમને-સામને બેઠા હતાં.

“ધનરાજ diamonds! જયપ્રકાશ નારાયણ road!”

“what? આ અને ધનરાજ ગજેરાની company માં? શું કામ કરે છે?”

“રત્ન કલાકાર છે” ખબરી બોલ્યો, “ચાલો! સાહેબ! હું જાવ!” ખબરી ઉભો થયો અને જતો રહ્યો. PI વાનાણી એ photo ને જોઇ રહ્યો. આ એ જ યુવક હતો. જે માલેગાંવમાં મારી કે ધૃતિ પર નજર રાખતા મેં પકડ્યો હતો. એ જ આછી દાઢી-એકવડિયો બાંધો ને લુચ્યો ચહેરો જમણી આંખ નીચે લાલ નિશાન! તે મારો ધૃતિનો કે પછી યશનો પીછો કરી રહ્યો હતો. એ સાંજે જ આ બધી ઘટનાઓ બની! એવું બની શકે કે એ કોઇનું મ્હોરુ હોય. કોઇએ તો એને અમારા ત્રણેયમાંથી એક પર નજર રાખવા મોકલ્યો હતો. પણ કોણે? PI વાનાણી વિચારમાં ઘુમરાયો. સૌથી મોટો સવાલ તો એ જ હતો કે આની તપાસ કરવી કેમ? Commissioner સાહેબે તો રજા પર ઉતારી દિધો. ધૃતિ સામે તો જવાય નઇ. તો કરુવું શું? ગમે તેમ તો તપાસ કરવી જ રહી.

“Yes! એક વ્યક્તિ છે જે આ કામ કરી શકે!” PI વાનાણીના ચહેરા પર ચમક આવી ગઇ.

***

- “what? R u mad? હું આ માણસનો પત્તો લગાડવા ધનરાજ industry જાઉ? અરે! ધૃતિ મને જોશે તો મને કાંચે-કાચી ખાય જશે!” યશનિલને મળીને પહેલેથી જ મગજ ચકરાવે ચડ્યું હતું ત્યાં ઉતાવળાં PI વાનાણી hospital તમન્નાને મળવા આવી દોડ્યાં અને તમન્નાને પોતાની મદદ કરવા વિનવી. પણ. તમન્નાએ એકઝાટકે જ ના પાડી દિધી.

“તમન્ના! Try to understand! આ case માં આપણે બે જ છીએ જે સત્યના ઉડાંણમાં જઇ શકે અને કોઇને શંકા પણ ન પડે! I know ધૃતિ સામે જવું ખતરનાક છે તે આપણા પર ખફાં છે પણ હું ત્યાં જઇ શકું તેમ નથી! Commissioner સાહેબે મને રજા પર ઉતારી દિધો છે અને ધૃતિની નજરમાં આવ્યો અને તેણે commissioner સાહેબને મારી ફરીયાદ કરી તો હું નોકરીનો જઇશ! તું તો Lawyer છે ધૃતિની તો તું ગમે તે બહાનો કરીને આ તપાસ કરી શકે!”

“વાનાણીસાહેબ! ધૃતિ સામે આવતા તો મારુ મગજ કામ કરતું બંધ થઇ જાય છે. હજુ કાલની જ વાત છે. તેણીએ case તૈયાર કરવા કહ્યુ હતું. સાંજે તો ધનરાજકાકાની ગુમ થવાના કારણે ખુબ ચિંતામાં હતી ને મેં case 2 દિવસ મોડો તૈયાર કર્યો અને મારી જે class લીધી છે. મારી જગ્યાએ બીજુ કોઇ હોત તો suicide કરી લીધું હોત! ના! મારાથી તો આ નહિં જ થાય” તમન્નાએ નનૈયો ભણ્યો.

“તમન્ના!” PI વાનાણી હજુ પણ તમન્નાને મનાવવામાં લાગ્યો હતો, “ધૃતિ કેવી છે એ તો સૌ જાણે છે પણ એ સાવ આવી નથી. અરે! ધૃતિ તો પ્રેમનું ઝરણું છે. પ્રેમ માટે તો એ ન્યોછાવર થઇ જાય. એકવાર તારી Importance જાણી લેશે. તારી positive side જાણી લેશે પછી તે તને ક્યારેય હૈરાન નહિં કરે! આ તો family problem માં છે એટલે એ અક્કડ છે બાકી...”

“બસ! બસ! તમે તો ધૃતિની પ્રશંસાના પુલ બાંધી લીધા! હમમમ્! Let me guess! આવા શબ્દો તો માત્ર એક પ્રેમી જ પોતાની પ્રેયસી માટે વાપરી શકે! Right?” તમન્ના સમજી ગઇ. જોકે. PI વાનાણી નીચે જોઇ રહ્યો. “અરે! તમે તો શરમાઇ ગયાં. તો-તો આ વાત conform! હવે તો મારે તમારી મદદ કરવી જ રહી. બોલો! શું કરવાનું છે મારે?” તમન્ના મદદ કરવા તૈયાર થઇ ગઇ. PI વાનાણીના ચહેરા પર ચમક આવી ગઇ અને તમન્નાને સમજાવવા લાગ્યો. તમન્નાની આંખોમાં ચમક આવી ગઇ.

***

- “વિરાગ પારડીવાળા મારી ખુબ નજીક હતો. 1995-97 ના કોમીરમખાણો બાદ પગને લગવા થઇ ગયો. મારે કોઇને કોઇ caretaker ના સહારાની જરૂર રહેતી જ! 17 વર્ષ માં 2-3 માણસો મારા caretaker રહ્યાં. પણ. છેલ્લે સુરેશભાઈએ મને ખુબ પરેશાન કર્યો. સમયસર ન આવવું. કહ્યા વગર ચાલ્યું જવું. દવા પણ સમયસર ન આપતો. નોકરોને ખુબ હૈરાન કર્યા. ધર્મિએ તો તેને ધક્કા મારી-મારીને બહાર કાઢ્યો. ત્યારે મારો સૌથી જુનો સાથી Dr વિનય પારડીવાળાએ મને વિરાગનું નામ sugest કર્યું. વિરાગ ત્યારે બાપની માફક Dr બનવા માટે MBBS ના last year માં હતો. તેનો રૂપાળો પણ લુચ્ચો ચહેરો જોઇને મને લાગ્યું જ કે આ મારા કામનો માણસ છે. તેપણ સમજતો હતો કે politician નો caretaker બનવું એટલું સહેલું નથી. મારા ગરમ સ્વભાવનો ખ્યાલ હતો. મને સુરેશભાઇનો કડવો અનુભવ થયાં પછી કોઇના પર વિશ્વાસ નહોતો બેસતો. તેમ છતાં પહેલાં જ દિવસે વિરાગે મને માપી લીધો હોય તેમ પછીના દિવસોમાં તેની smartness દેખાવા લાગી. રાજકારણમાં સામ-દામ-દંડ-ભેદ નીતિ જ સર્વોપરી છે. એ સમજતાં વિરાગને વાર ન લાગી. પગ લકવાગ્રસ્ત થયાં પછી મારા દુશ્મનો મારા પર હાવી ન થયાં. ધર્મિએ business સંભાળીને સતત આગળ વધતી ગઇ. તને કે યશને ક્યારેય insecurity feel ન થઇ. આપણે સતત આગળ વધતાં ગયાં. ક્યારેય તમને એવું લાગ્યું કે કોઇથી તમને ખતરો છે? નહિને! એનું સૌથી મોટું કારણ એ જ કે પગ લકવાગ્રસ્ત થયો હોવાછતાં મે મારો પ્રભાવ ઓછો ન થવા દિધો. નહિંતર ધનરાજ ગજેરાના દુશ્મનો કાંઇ ઓછા નથી. 17-17 વર્ષથી MLA કે MP તરીકે સત્તામાં સતત રહેવું. રાજ્યના મોટા-મોટા projectમાં આપણી 40 થી વધુ companies ની ભાગીદારી હોવી. દરેક company ના નાનામાંનાના worker થી લઇને company ના board members સુધીની વ્યક્તિ વિશે જાણકારી રાખવી. નાનામાંનાના shareholder સાથે મારો સીધ્ધો contact છે. સુરત શહેરમાં શું બન્યું અને શું બનવાનું છે એ મને આ room માંથી બહાર જયા વગર ખબર પડી રહે! ધૃતિ! આ બધું આસાન નથી. વિરાગને આ સમજ વ્હેલી આવી ગઇ હતી. મારા status-power નો અંદાજો આવી ગયો હતો. ધીમે-ધીમે વિરાગ મારો caretaker મટીને personal assistant માં ફેરવાઈ ગયો. તેને જોખમો તો લેવા હમેશાં પસંદ હતાં. મેં તેને એવા જ કામ સોપ્યા..” ધૃતિની વિરાગ પ્રત્યેની નફરત ચરમસીમાંએ પહોંચતા Mr ધનરાજ ગજેરા વિરાગ પ્રત્યેના લગાવ પાછળના કારણને ઉજાગર કરવા લાગ્યા.

“કેવા કામ? રાજકારણમાં તો લોકો સાથેનો contact વધે. તમારી સત્તા જળવાઇ રહે એ સિવાય કેવા કામ હોય?” ધૃતિને સમજ ન પડી.

“રાજકારણમાં લોકો એકવાર vote આપી દે એ પછી લોકોનું કોઇ કામ પડતું નથી. સિવાય કે સમર્થન જાળવી રાખવા! એ સિવાય party માં કોઇ હિતશત્રુ વધી ન જાય. પોતાની વિરૂદ્ધ કાવતરા ન કરે એ જોવું પણ જરૂરી હોય છે. સત્તા હોય તો અનેક બદનામ કરવા માટે કાવતરાં કરતાં થઇ જાય. અનેક કોભાંડોમાં સંડોવી દે. એક example તને દઉ! ડોઢ વર્ષ પહેલાં તારુ રવિ સાથેનું affair યાદ છેને?”

“હાં! યાદ છે. રવિ સાથે affair! મારા એ affair ને કારણે સમાજમાં તમારી ખુબ બદનામી થઇ હતી. એક hotel માં police ને હાથે પકડાઇ ગયાં ત્યારે મમ્મીએ રવિ વિરૂદ્ધ rape case file કરવા દબાણ કર્યું હતું, પણ, થોડા દિવસો પછી એક car accident માં તે મરી ગયો, પણ. તેમાં તમે શું કર્યું?” ધૃતિએ એ પ્રકરણ યાદ કર્યું. “એક minute! રવિનું accident તમે કરાવ્યું હતુ?” ધૃતિને શંકા ગઇ.

“રવિ સાથેના affair માં તું એટલી ખોવાઇ ગઇ હતી કે રવિ સિવાય તને કોઇ દેખાતું જ ન હતું, મેં વિરાગ પાસે રવિની તપાસ કરાવી, ત્યારે મને ખબર પડી કે રવિ એ મારો જુનો કટ્ટર business હરીફ રસીક આબુવાળાનો દિકરો છે, રસિક diamond Co. નો માલિક હોવા છતાં અફરોઝ સટ્ટા તરફથી દારૂની હેરફરે કરાવતો હતો, એકવાર તેનો દારૂનો container આપણા carier વાટે મોકલવાની પેરવામાં હતો, police નાં હાથે પકડાયો ત્યારે મારી ભારે નામોશી થઇ હતી, ત્યારે મેં રસીકને ખોટાં case માં ફંસાવીને સરભરા કરાવી હતી, રવિ બાપની નામોશીનો બદલો લેવા તારો use કરી રહ્યો હતો, એ hotel તમારી પકડાવું એ તેનો plan હતો, તને rape case file કરવા દબાણ કરવા આવ્યું ત્યારે બાપ સાથે મને મળવા આવ્યો હતો, તારા X-boyfriend સાથેના MMS જાહેર કરવાની ધમકી આપતાં ગયોં, બસ! મેં વિરાગને આ બાપ-દિકરાનો કાંટો કાઢી નાખવા પડકાર્યો અને પરીણામ 1 મહિના પછી તારા હાથમાં હતું, બન્નેનું car accident અને મોત!” ધનરાજભાઈ વગર સંકોચે બોલી ગયાં. પણ. ધૃતિ સ્તબ્ધ થઇ ગઇ.

“તમે એ બન્નેનું વિરાગની મદદથી કરી નાખ્યું?” ધૃતિએ માથા પર બન્ને હાથ ઉપર લઇ ગઇ. “એટલે જ વિરાગ મારા પર-યશ પર રૌફ જમાવતો! ઘરમાં તેનું જ ધાર્યુ થતું! કારણકે તમે છુટ્ટો દોર આપ્યો હતો. એ તો મમ્મીનુંય ક્યાં સાંભળતો. Dad! You r criminal! હત્યારા છો તમે!” ધૃતિને ભારોભાર નફરત થઇ આવી ધનરાજભાઇ પર!

“ધૃતિ! તું રાજકારણમાં નથી એટલે તને હું criminal લાગી રહ્યો છું, આ દુનિયા જેની પાસે power છે તેની જ ગુલામ છે, તને આરામથી films મળવા લાગી. ભલે તું fail ગઇ. છતાં તે તારું production house ઉભું કરી લીધુંને? કોને કારણે? Bollywood માં એક film મેળવવી હોય તોયે સામાન્ય spot boy ના પગ ધોવા પડે, અનેક production house ના ધક્કા ખાવા પડે! ક્યારેક તો casting couch નો ભોગ બનવું પડે! આબરુ ગુમાવવી પડે ત્યા સુધી એક નાનકડી ad પણ મળવી હોય તો મળે! તે તારૂ production house ઉભું કરી લીધું. માત્રને માત્ર આ ગજેરા surname ને કારણે! પણ એક વાત યાદ રાખજે. તારા બાપે ક્યાપેય કોઇ ખોટું કામ કર્યું નથી. જે કર્યું છે એ સામી છાતીએ કર્યું છે,” ધનરાજભાઈએ ધૃતિને સમજાવી. ધૃતિ નરમ પડી.

“એ લોકો મમ્મીના બદલામાં 2nd October 1997 ના document માંગી રહ્યાં છે, dad! એવું તો શું છે એ Document માં? કે જેને કારણે મમ્મીનું-મારૂ kidnapping કર્યુ, ઘરમાં ઘુસીને તમરા પર attack કર્યો!”

“What? એ લોકોએ એ Document માંગ્યાં? પણ તૌકિર બાટલીવાળા કે અફરોઝ સટ્ટાને એ Document સાથે શું લેવા-દેવા?” ધનરાજ ગજેરા બોલી ઉઠ્યાં. ચહેરા પર પરસેવો વળવા લાગ્યો.

“હોયજને. પપ્પા! Power of attorney માં કોને રસ ન હોય?” ધૃતિએ નિખાલસ જવાબ આપ્યો.

“ના! ધૃતિ! એ Papers power of attorney ના નથી!”

“તો પછી ક્યાં papers છે?” ધૃતિ બોલી ઉઠી. ધનરાજભાઈ ચુપ થઇ ગયાં. “પપ્પા! કેમ ચુપ થઇ ગયાં? એ Paoers ક્યાં છે?”

“એ Papers..” ધનરાજભાઈ ગભરાઈ ગયાં.

“પપ્પા! તમારી ગભરામણ જોઇને લાગે છે કે વાત ધાર્યા કરતાં ખુબ ગંભીર છે! હવે તો મારી પણ ચિંતા વધવા લાગી છે પપ્પા બોલોને! શું વાત છે એ documents માં?”

“સુરત કોમીરમખાણની હકિકત!”

***