અધિનાયક દ્રશ્ય - 21 political thriller vanraj bokhiriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

અધિનાયક દ્રશ્ય - 21 political thriller

દ્રશ્ય: - 21

- સવારે સાઈરન વગાડીને કેદીઓને જગાડવામાં આવ્યા, થોડીવારમાં બે જમાદારો દરેક સેલ થી પસાર થઇને સળીયા પર લાકડી પછાડીને કેદીઓને જગાડવા લાગ્યા, યુવરાજ પણ એ અવાજે જાગી ગયો, શાંત સેલબ્લોકમાં ઘોઘાટ વધવા લાગ્યો. કેદીઓના ઠઠ્ઠા-મશ્કરી શરૂ થઇ ગઇ. એક પછી એક સેલ ખુલતી જાય. કેદોઓ બહાર આવતા જાય. જમાદાર બધાને સેલબ્લોકની બહાર જમણી બાજુએ આવેલા મોટા સ્નાનાગારએ લઇ ગયા. અહિં કેદીઓ દ્વારા સામુહિક નિત્યક્રમ થતો. યુવરાજ પણ પોતાના મેલા કપડા લઇને એક સ્નાનાગાર માં ગોઠવાઈ ગયો. કેદીઓ વચ્ચે જાત-જાતની ભાત-ભાતની ઠઠ્ઠા-મશ્કરી થતી.

“..તો તું છો યુવરાજ રાવળ?” યુવરાજને કપડા ધોતો જોઇ એક વ્યક્તિ આવ્યો. પોતાના કામમાં મગ્ન યુવરાજે અવાજ તરફ જોયું તો શાહિર નરોડાવાળા ઉભો હતો. યુવરાજને પાછલી રાત યાદ આવી ગઇ. યુવરાજ કંઇ બોલ્યો નહીં, “જાણે છે તું અત્યાર સુધી જીવતો શા-માટે છે?” શાહિરના સવાલે યુવરાજને કામ કરતો અટકાવી દિધો, શાહિર એ જોઇને મુશ્કરાયો, યુવરાજ પાસે આવ્યો, “શાહિરને હમેશા મજબુત માણસો ગમે! જે સામનો કરે પરિસ્થિતિનો! ત્યારે પચાસ લોકો મારી ધાકને કારણે એક ડગલુય આગળ ન માંડી શક્યાં ને તું તો કાઇપણ જોયા-સમજ્યા વગર આવી ગયો વચ્ચે મારી અને પેલ્લાં____”

“શાહિર...” શાહિરે ગાળ બોલતા યુવરાજ મોટે અવાજે બોલી ઉઠ્યો, આજુબાજુ કામ કરતાં કેદીઓ અટકી ગયા, “મને ખબર નથી કે તમે જાફરીચાચાને શામાટે મારતા હતા, પણ, મને એટલી ચોક્કસ ખબર છે કે તમારાથી જાફરીચાચાને મરાય તો નહીં જ! એ એક તો પહેલેથી જ સજા ભોગવે છે અને તમારા મારવાને કારણે...”

“છુટ્ટી જાત! જો તું વચ્ચે ન આવ્યો હોત તો! શું થાય છે તારો? કોમીરમખાણનો કાવતરાખોર! કાફીર! સાલ્લો!” શાહિરની જાફરીચાચા પ્રત્યેની ભારોભાર નફરત યુવરાજ જોઇ શક્તો હતો.

“માનવતા દ્રષ્ટીએ તો કોઇનો કંઇક થાય છેને! આપણે કોણ સજા અપાવવાવાળા? તારા-મારા દાદાની ઉંમરનો છે. જે કરે એ ભોગવે!”

“અચ્છા!!” શાહિર હસ્યો, “વાતો તો સંત-ફકીરો જેવી કરે છે, જો બધા એના કર્યાં ભોગવે છે તો તમે શાંમાટે આવ્યા યુવરાજ રાવળ?” શાહિરના સવાલથી સ્નાનાગર હસાહસ થઇ ગઇ, યુવરાજ નીચે જોઇ રહ્યો, “સાંભળ! હું ભાષણ કરવા નથી આયો! તને ધમકી આપવા આવ્યો છું કે ભલે જેલના ટટ્ટુઓએ તને એ કાફીરની રક્ષા કરવા એની કોટડીમાં નાખ્યો હોય, પણ, આ વખતે જો અમારી વચ્ચે આવ્યો તો...” શાહિરે ખુલ્લી ધમકી આપી, “તો તું જીવતો નહીં રહે, સમજ્યો?” ધમકી આપીને ચાલતો થયો, યુવરાજ જોઇ રહ્યો. પોતાના કામે લાગી ગયો. નિત્યક્રમ કર્યા બાદ સૌ પોતાની સેલ ગયાં. યુવરાજ પોતાના ધોયેલા કપડા પોતાની જ સેલમાં સુકવ્યા. ત્યારબાદ કેદીઓને નાસ્તા માટે લઇ જવામાં આવ્યા. ત્યાં સાબરમતિ જેલ ના પ્રખ્યાત ભજીયાઘર લઇ ગયા. યુવરાજ કાચ્ચાકામનો કેદી હોવાથી તેને પ્રાથમિક કામ આપવામાં આવ્યુ. જોકે. શાહિરની તેના પર સતત નજર હતી. બપોરે તો ડો. યુવિકા આવીને જમાડી જાતી. બપોર બાદ સૌ તેમના સેલમાં જ રહેવાની પરવાનગી અપાતી. યુવરાજ તો પુસ્તકો વાચવામાં રહેતો. જાફરીચાચાની ખબર તેને વિચલિત કરતાં તે ધીમે-ધીમે ખાવાનું ઓછું કરતો ગયો. એક દિવસ પીઆઈ જાડેજાની હડફેટે આવી ગયો.

- “કેમ? સેલેબ્રિટી કેદી! તમારા તો નખરા વધતા જાય છે, સાંભળ્યુ છે કે તમે ભુખ-હડતાલ જેવું કરી રહ્યા છો. ઘરનાઓને તો તમે કશું બોલ્યા નથી. તમે જાફરીચાચાની સેલમાં રહો છો એ પણ તમે ઘરનાઓને કહ્યું નથી. તમારો ઇરાદો શું છે? સહાનુભુતિ મેળવવાનો ઇરાદો તો નથીને?” પીઆઈ જાડેજા યુવરાજની સેલ પાસે આવતાં યુવરાજને વાંચતા જોઇને બોલી ઉઠ્યો.

“જાડેજાસાહેબ! હું તમને મળવા આવવાનો જ હતો, જાફરીચાચાને હવે કેમ છે?”

“જાફરીચાચાને સારુ છે, હવે! ઘા રૂઝાતાં વાર લાગી. પણ. હવે ઘા રૂઝાઇ રહ્યં છે, લોહીનું દબાણ સામાન્ય થતું જાય છે. આ બે-ત્રણ દિવસ ખુબ ભારી ગયાં, પણ, ચમત્કારની માફક require થવા લાગ્યુ..” પીઆઈ એ જવાબ તો આપ્યો. પણ. અચાનક, “એક મિનીટ? તમે એટલે તો આ ભુખ હડતાલ નથી કરી રહ્યાને કે તમારા કહેવાતા ઉપવાસથી જાફરીચાચાને સારુ થઇ જાય?” યુવરાજ ચુપ રહ્યો, “જુઓ! શ્રીમાન રાવળ! આ બધી તમારી લાગણી હોઇ શકે! પણ. તમને જરાપણ કંઇ થઇ ગયું તો અમારી ધુળ નિકળી જશે. એક તો આવા ઢીલા કેસમાં તમને અહિં રાખવા જ ખોટા છે. જેનો ખર્ચો અમે ભોગવી જ રહ્યાં છીએ અને ઉપરથી તમે આવા નાટક કરો. એ કેમ ચાલે..”

“માફ કરજો, જાડેજાસાહેબ! મને ખબર છે કે તમને આ કેસ માં કેટલું દબાણ છે, પણ. હું તમને હૈરાન કરવા નથી ઇચ્છતો. આ તો મારી લાગણી છે. તેમ છતાં જો તમને પરેશાની થતી હોય તો મને કાંઇપણ થાય તો તેની જવાબદારી મારી! તમને કોઇ પરેશાન ન થાય તેનું સોગંદનામુ કરી આપુ.” યુવરાજે બધી જવાબદારી પોતાના શિરે લેવા તૈયારી દર્શાવી.

“વાહ! શ્રીમાન રાવળ! વાહ! ભારે રાજકારણ કરો છો. ઉપવાસ છોડાવવા બે ગ્લાસ પાણીના પીવા નથી. ને રાજકારણ કરવું છે! જુઓ! યુવરાજ રાવળ! તમે સામાન્ય માણસ નથી કે સરકાર સામે-વ્યવસ્થા સામે ઉપવાસ કરો અને સરકાર તમારી દરકાર ન કરે, તમે મોટા માણસ છો. તમને કાંઇ થાય તો મરો તો અમારા જેવાનો જ થાય! માટે આ નાટક છોડો!” પીઆઈ જાડેજાનો યુવરાજ પ્રત્યેનો અણગમો ચહેરા પર સ્પષ્ટ દેખાય આવતો હતો. યુવરાજ માન્યો. પોતાના તરફથી પીઆઈ ને આગળથી કોઇ પરેશાની નહીં આવે તેની બાયધારી આપી. પીઆઈ જતાં યુવરાજ પુસ્તકો વાંચવા લાગ્યો.

***

- “શું? નિત્યા સાથે આટલું થઇ ગયું?” ડો યુવિકા પાસે નિત્યા સાથે જે થયું એ સાંભળતાં યુવરાજને આઘાત લાગ્યો. રીતસર રડવા લાગ્યો, “કેમ છે મારી બહેનને હવે? તે ઠીક તો છને?”

“નિત્યા નાજૂક સ્થિતીમાં છે, યુવી! અમે તો જોવાં ગયાં હતાં, પણ, ડોક્ટરે કહ્યું કે નિત્યા મળવાની સ્થિતીમાં છે જ નહીં! તેણીને ભાન તો ક્યારે આવશે એ કહી જ ન શકાય! અમારી ડોક્ટરની ભાષામાં ક્લિનીકલ બ્રેઈન ડેથ કહેવાય.”

“મમ્મીને કહેજે કે આપણાં તરફથી ખર્ચ કરવો પડે તો પણ કરી નાખજો, નિત્યાને કંઇ ન થવું જોઇએ,” યુવરાજ બોલી ઉઠ્યો, તેના આસું સુકાતા ન હતા, યુવિકા જે તેની સામેની ખુરશી પર બેઠી હતી, તે યુવરાજ પાસે ખુરશી લઇને બેસી ગઇ, ખભે હાથ મુક્યો. યુવરાજને શાંત કરવા લાગી, “એ ત્રણેયની કેવી સ્થિતી છે?”

“ત્રણમાંથી એક બચવો મુશ્કેલ છે, એકની બોડી સારવારમાં પ્રતિભાવ કરી રહી નથી, બાકીના બે ધીરે-ધીરે રીકવર થઇ રહ્યાં છે, ખુશાલકાકા આકરી મહેનત કરી રહ્યાં છે, તું રડ નહીં! યુવી! બધું સારુ થઇ જશે,” ડો. યુવિકાએ યુવરાજને સાંત્વના આપવા પ્રયત્ન કર્યો. યુવરાજ શાંત થયો. યુવિકા તેને જમાડીને જતી રહી. યુવરાજને પુરા દિવસ શાંતિ ન રહી. નિત્યાની ચિંતા થતી હતી. જોકે. પોતે કરી પણ શું શકે? એક પ્રાર્થના સિવાય!

***

- “યુવરાજભાઈ! જુઓ તો ખરા! કોણ આવ્યું છે!” એક દિવસની સવારે રાજુ જમાદાર યુવરાજની સેલ આગળ યુવરાજને જગાડતા બોલી ઉઠ્યો, “ઉંઠો! ઉઠો!” મોડે સુધી જાગેલા યુવરાજની આંખ ઉઘડતી ન હતી, રાજુ સળીયા આગળ હોશે-હોશે ઉઠાડી રહ્યો હતો, “યુવરાજભાઈ! જુઓ! જાફરીચાચા આવ્યાં છે.”

“હેં...” યુવરાજ સફાળો ઉઠી ગયો, સળીયા પાસે આવી ગયો, “જાફરીચાચા! જાફરીચાચા આવી ગયાં...”

“હાં..! જુઓ તો ખરા..” રાજુએ પરીસર તરફ ઇશારો કરતા બોલ્યો. યુવરાજે પરીસર તરફ નજર કરી. પીઆઈ સહિતના સ્ટાફ સાથે એક સુલકડી ડોસો ધીમા પગલા પાડતો આવતો હતો. જેલ ગણવેશમાં લાંબી દાઢી ધરાવતો ડોસો લાકડીના ટેકે આવતો હોવા છતાં જાણે હમણાં ખડી પડશે તેમ બે જમાદાર તેને ટેકો આપી રહ્યા હતા, ધીમે-ધીમે ચાલતા હોવા છતાં પણ જાફરીચાચા હાંફી રહ્યા હતા. વારંવાર ઉંધરસ ખાઇ રહ્યા હતા. વારંવાર અટકી જતા હતા. પીઆઈ જાડેજા દિશા-નિર્દેશ આપી રહ્યા હતા, “ચાચા! એ બાજુ નહીં! તમારી ડાબી બાજુ વળો!” પોતાની સેલ સુધી આવતા-આવતા તો જાફરીચાચા ત્રણ વાર અટકી પડ્યા હતા. મહાપરાણે સેલ સુધી પહોંચી શક્યા. ત્યાં સુધીમાં તો ઉત્સાહી રાજુએ તાળુ ખોલી નાખ્યુ હતુ. યુવરાજ સાવ અંદર ઘુસી ગયો હતો. જાફરીચાચા સળીયા સુધી આવી ગયા હતા. લાકડીના ટેકે માંડ-માંડ પગ માંડતા આવ્યા. જોકે. જમીન તરફનો સળીયાવાળો ભાગ ન દેખાતાં પગ સળીયા સાથે અથડાયો અને જાફરીચાચા લથડીયા ખાવા લાગ્યા. યુવરાજ ત્યાં જ હોવાથી ઝડપથી ચાચા પાસે જઇને ચાચાને પડતાં પહેલાં જ આધાર આપી દિધો. ઉંધરસ ખાતાં-ખાતાં જાફરીચાચા બોલી ઉઠ્યા, “યા અલ્લાહ!” બે જમાદાર આવીને જાફરીચાચા-યુવરાજને સંભાળી લીધા. યુવરાજને જાફરીચાચાથી દુર કર્યોં. જાફરીચાચાને ટેકો આપતા-આપતા તેમને ખાટલા સુધી પહોચાડ્યા. ખાટલા પર સુવડાવ્યા. પાણી પાયું. યુવરાજ જાફરીચાચાને જોઇ રહ્યો. પીઆઈ જાડેજા યુવરાજ પાસે ઊભો રહ્યો.

“ધરતીના બોજ! હાથ-પગ ખોખલા થઇ ગયા. ડાયાબિટીસ-અસ્થમાં-લોહી દબાણ! જાણે રોગનું ઘર! સાચવવાના આપણે! એક આ છે જે મરવાના વાંકે જીવે છે અને એક તમે છો જે હાથે કરીને પગમાં કુહાડી મારીને જીવન બરબાદ કરે છે. પૈસે-ટકે બધી રીતે સુખી હોવા છતાં એક નિર્દોષની હત્યા કરીને જીવન પાણીમાં વેડફી નાખ્યું..” પીઆઈ જાડેજા કોઇ તક જતી કરતા ન હતા યુવરાજ પર ભડાંશ કાઢવાની! યુવરાજ ચુપચાપ ઊભો રહ્યો, “જવા દો એ! શ્રીમાન રાવળ! હવે તમારે આ ડોસાને સંભાળવાનો છે. તમારે જે જોઇએ એ મંગાવી લેજો, હવે તમારે આ ડોસાની સેવા જ કરવાની છે. બરાબર?”

“બરાબર! જાડેજાસાહેબ!” યુવરાજ નીચી નજરે બોલ્યો. જાફરીચાચાને ચાદર ઓઢાડીને સુવડાવી દિધા હતા. પીઆઈ જાડેજાએ એ ખાતરી કરીને જતાં રહ્યા. સેલ ની સુરક્ષા માટે હવે ચાર જમાદાર તૈનાત થયા. હતા. જાફરીચાચા સુઇ રહ્યા હતા. યુવરાજ તેમને જોઇ રહ્યો.

***

- “માફ કરજો! ખાલાજાન! ગઇકાલે એક અગત્યનું કામ આવી જતા હું તમને મળવા ન આવી શક્યો..” નિત્યા સાથે જે બનાવ બન્યો તેના બીજા દિવસે માધવ બુખારાની પોળ આવીને એકઠ્ઠા થયેલા પોળવાસીઓની વચ્ચે માધવે તસ્લિમાખાલાની માફી માંગી.

“કશો વાંધો નહીં. દિકરા! TV માંથી અમને સમાચાર મળી ગયા હતાં. અલ્લાહ એ બન્ને દિકરીઓની હિફાજત કરે! અત્યારના સમયમાં દિકરીઓની કોઇ સલામતી નથી. બન્ને દિકરીઓને કેમ છે હવે?” તસ્લિમાંખાલા નિત્યા સાથે બનેલી ઘટનાથી અવગત હોઇ બન્નેના ખબરઅંતર પુછ્યાં, “તારા જેવો નવયુવાનની આ મુલ્કને જરુર છે પોતાના જીવ માટે તો બધા લડે, પણ, બીજાની સલામતી માટે તો કોઇ અલ્લાહનો બંદો જ લડે! હવે મને યકિન છે કે આપણો આ કેસ સુરક્ષિત હાથોમાં છે..”

“એક મિનીટ! ખાલા! અમારે કંઇક કહેવું છે..” પોળવાસીઓમાંથી એક આધેડ ઊભો થયો.

“શું વાત છે ઇબાદતભાઇજાન?”

“ખાલાજાન! આજ સુધી જેટલાં પણ વકીલ આપણે રાખ્યા છે એ બધા કાયદાના નિષ્ણાંત હતા. એ બધા વકિલોને આપણા પર શી વીતી છે એ ખબર હતી. આ તો ન અનુભવી છે કે ન તો આપણાં પર થયેલા અત્યાચારોથી પરીચિત! આ શું આપણાં દુખને સમજી શકશે?”

“હાં! ખાલા!” બીજો યુવાન ઊભો થયો. “કેસ શરૂ થશે તો વળી પાછા બીજા નવા ખર્ચા-નવા સાક્ષીઓ-નવી તારીખો-નવો માર ખાવાનો-નવો જીવલેણ હુમલો! એ તો સારુ છે કે અકરમમીયાંને વધારે લાગ્યું નથી. જાફરીચાચા પર હુમલો થયો. બન્નેને સારુ છે નહિતર! તેમાં પણ કેસ કરવાના!”

“ખાલાજાન! એ કરતાં તો સારુ છે કે હવે..” ત્રીજો બોલવા ગયો. પણ. ખાલાને જોઇને ચુપ થઇ ગયો. તસ્લિમાખાલા બધાને જોઇ રહી.

“..કે હવે શું? મારા છોકરાઓ!” ખાલાજાને અધુરો સવાલ કર્યો.

“હવે આ કેસ બંધ કરો. આ ન્યાયતંત્ર આપણને ક્યારેય ન્યાય અપાવી શકશે નહીં! આ કરતાં તો સારુ છે કે જેણે જે રીતે આપણને બરબાદ કર્યાં છે તબાહ કર્યા છે તેઓને તે જ રીતે તબાહ કરી નાખીએ...”

“હાં! ખાલા! હાથના બદલે હાથ-જાયદાંદને બદલે જાયદાંદ-માથાને બદલે માથા-આબરુને બદલે આબરુ અને મોતના બદલે મોત આપવાનો સમય આવી ગયો છે. શરીર્યતમાં આ જ કાનુન છે. એ દિવસે તમે અમને રોક્યાં ન હોત ને તો જાફરીચાચા આજે આપણી સૌની વચ્ચે હોત. ખાલા! અલ્લાહ તેના બંદાને ખાઁ-મ-ખાઁ સજા ન ભોગવવા દે. આપણા ઝખ્મ આ છોકરડો શું સમજવાનો છે?..”

“ખાલા! સત્તર-સત્તર વર્ષ ન્યાય મેળવવા માટે વારંવાર શરુઆતથી તજવીજ કરવી પડે એને ન્યાય ન કહેવાય! પહેલી નજરે જે ગુનેગાર હોય તે ગુનેગાર જ રહેવાનો અને જે બેગુનાહ છે એ બેગુનાહ જ રહેવાનો...” પોળવાસીઓ એક બાદ એક પોતાના વિચારો રજુ કરવા લાગ્યાં. તમામના મંતવ્ય એક જ હતો. માધવ વિચલીત થયા વગર સૌને સાંભળી રહ્યો હતો. “બોલો! ખાલા! જવાબ આપો. શું લાગે છે તમને?..”

“ખાલાજાન! તમે કોઇપણ જવાબ આપો કે કોઇપણ નિર્ણય પર આવો એ પહેલાં મારી બાજુનો જવાબ સાંભળી લો. મારો પક્ષ પણ સાંભળી લો.” માધવે વિનતીં કરી.

“વકીલ છો, પોતાનો પક્ષ રજુ કરશો જ! ન્યાય મેળવવાનો આ ઊત્તમ ગુણ છે તમારામાં! બોલો!” તસ્લિમાખાલાએ માધવને હસતાં-હસતાં સહમતિ આપી.

“જ્યારે ઇસાંફ મેળવવા લાંબી મંજલ કાપવાની હોય ત્યારે સમય-પૈસો-આબરુ-વિશ્વાસ-વિચાર-પરીવાર બધું જ જેમ શંતરજમાં દાવ મુકવાના હોય તેમ ન્યાયની અદાલતમાં દાવ પર મુકવા પડે! સત્તર વર્ષમાં તમે શું-શું સહન નહિ કર્યું હોય? કાવા-દાવા-દગાખોરી-કાવતરાં બધાનો સામનો કરીને તમે આ સમયે પહોંચ્યાં છો જ્યાં ન્યાયથી થોડાજ દુર છો. એકની એક બાબત વારવાંર પુનરાવર્તિત થયાં કરવી-અમારા જેવા વકિલો-પુલીસ-સાક્ષીઓ-મિડીયા સામે પોતાની વાત વારવાંર રજુ કર્યા કરવી-વાત સમજાવવી-વાત મનાવવી-સાબિતીઓ પોતાના જીવના જોખમે પણ સાચવવી. આ બધું તમે શા-માટે કર્યું. ન્યાય મેળવવા માટે જ! આ પોળવાસીઓ એ જ વિશ્વાસની તિવ્રત્તા સાથે સત્તર વર્ષથી તમારી સાથે છે. પણ. ક્યારેક તો એ તિવ્રત્તા ધીમી પડેને! ક્યાયેક તો વિશ્વાસ ડગેને! એ વિશ્વાસ જ્યારે પોતે આપેલા ભોગનો હિસાબ માંગે ત્યારે આપણે એ હિસાબ ચુકવવો જ પડે! ખાલા! તમારા માટે આ જ સમય છે હિસાબ આપવાનો! એ હિસાબથી વિશ્વાસ પાછો મેળવવાનો! રહી વાત મારા અનુભવની! ત્રણ-ચાર વર્ષનો જ અનુભવ છે મને! જેમાં ગણી-ગણીને છ-સાત વખત જ ન્યાયાલય જવાનું થયું છે. બાકી મોટે ભાગે સિનીયર્સને કેસ લખી આપ્યા સિવાય કોઇ કામ મારા ભાગે આવ્યું નથી. આ તો સિનીયર્સની નજર ચુકવીને મેળવેલો કેસ છે, એ વિશ્વાસે જે મને તમારા પર છે કે પોતાના અનુભવે મને શીખવી દેશે. એ વિશ્વાસે જે મને આપણા સૌના ખુદા પર છે કે જે મને સત્યનો રસ્તો બતાવશે. એ વિશ્વાસે જે મને સત્ય પર છે જે ગમે તે પરિસ્થિતીએ બહાર આવીને જ રહે છે.” માધવે પોતાનો પક્ષ મુક્યો.

“ખાલા! મને એ વાત ખાસ ગમી કે તમે હાર માંનતા નથી. નહીંતર! ન્યાય મેળવવાની આટલી ધીમી ગમે તેટલી મજબૂત વ્યક્તિનું મનોબળ ભાંગી નાખે. હાં! એક વકીલ તરીકે સ્વીકારુ છું કે ન્યાય મેળવવો સામાન્ય માણસ માટે લોઢાના ચણા ચાવવા જેવો છે. બાપદાદાએ ઊભી કરેલી સંપતિ વેચાય જાય. જીવન બરબાદ થઇ જાય. જે વકિલો રાખ્યો હોય એ વકિલો કરોડોના આસામી થઇ જાય તો પણ લાંચ આપ્યાનો નાનકડો એક કેસ પુરો ન થાય. નુક્સાનની ભરપાઇ કરવાની હોય રૂપિયા સોની અને 20-20 વર્ષ સુધીમાં ખર્ચ લાખો રૂપિયાનો થાય. ન્યાયાલય પાસે આ ખર્ચની ભરપાઇ કરવાનો કોઇ રસ્તો નથી. હત્યા-બળાત્કાર-દંગા જેવા કેસ ક્યારેય સાચી દિશામાં અને સાચા રસ્તા જીતાતા નથી. તેનો ક્યારેય સાચો અંત આવતો નથી. પુલીસ ને સાચી સાબિતી નથી મળતી. વકીલ ક્યારેય સાચું લાવવા દેતા નથી. સાક્ષીઓ વારંવાર બદલાતા રહેવાના કારણે ન્યાયાધિશને ક્યારેય કેસ નો હાર્દ જ મળતો નથી. સાચા લોકોને ક્યારેય પુરેપુરો ન્યાય મળતો નથી. આરોપીઓ આરામથી છુટ્ટી જાય. લોકોમાં ન્યાયતંત્રમાં વિશ્વાસ રહ્યો નથી. જોકે. એનો અર્થ એવો જરાય નથી કે આપણું ન્યાયતંત્ર વામણું છે, બંધારણ-IPC બેઅસર છે. સુધારો થશે જ નહીં! પણ. કોઇએ તો શરુઆત કરવી જ પડશે. અલ્લાહે આ તક તમને આપી હોય તો કોને ખબર છે? તમારા મજબુત ઇરાદાઓ ન્યાય મેળવવા માંગતા તમામ ગરીબ લોકો માટે ઉત્તમા ઉદાહરણ બની જાય તે કોને ખબર છે? બની શકે કે મારી પહેલાં આ કેસ લડનારાઓ આ વિચાર ન કર્યો હોય તે સ્વાભાવિક છે. પણ. મે આ વિચારો સાથે જ તમારો કેસ લડવાનો નિર્ણય કર્યો છે. તમે એ જ વિચારે કોઇ નિર્ણય લો એવી મારી માંગણી છે.” માધવે દલિલ પુરી કરી.

“માધવ! બધાં વકિલો તારા જેવા વિચારો કરે તો ન્યાય મેળવવાની રઝળપટ્ટી જ દુર થઇ જાય. તારી દલિલોમાં દમ છે. મારા પોળવાસીઓ હંમેશા મારી સાથે રહ્યાં છે. ચાહે એ સુખ હોય કે દુખ. સારા-નરસા દરેક પ્રસંગોમાં આ લોકોએ મારો સાથ છોડ્યો નથી. એમાં પણ એ ગોઝારા દિવસોમાં તો સગો લોહીનો સંબંધ પણ સાથ છોડી દે! જ્યારે આ લોકો તો એવા સમયમાં પણ મારો જે સાથ આપ્યો એ તો કયામતના દિવસે પણ ભુલાય નહીં. એક કેસ લડવાના ફાંફાં હતાં ત્યા આ ડોશીએ બીજા છવ્વીસ કેસમાં સંડોવ્યા તોયે એ પોળવાસીઓએ મારો સાથ ન છોડ્યો. આજે એ ફરીયાદ કરે છે મને કેસ છોડી દેવાની માંગણી કરે છે એ મને નુક્સાન પહોંચાડવા માટે નહીં. મારો સાથ છોડવા માટે પણ નહીં! પણ પોળવાસીઓ એ માટે મને માંગણી કરે છે જેથી મને વધારે તકલીફ ન પડે. વધારે દુખ ન પહોંચે. તેમાં પણ આ હદે મુશ્કેલી ભોગવી હોય ત્યારે એમની લાગણી સાચી હોય જ! માધવ! મેં તારી વાતોમાં પ્રામાણિકતા જોઇ છે. ગઇકાલે બારના ટંકોરે તારા અદાલતમાં પગ મુંકાયા ત્યારે મારા આશા ગુમાવી બેઠેલા નિસ્તેજ હ્રદયમાં નવા ઉત્સાહ-ઉમંગ-આશા-જોશનો સંચાર થયો. તારામાં અનુભવની કમી છે પણ, મને વિશ્વાસ છે કે તારુ કાયદાકીય જ્ઞાન અને આત્મવિશ્વાસ આ કેસોમાં સત્યને ઉજાગર કરશે. હાં! હવેનો રસ્તો અગાઉ કરતાં કપરો છે. સાબિતીઓને ચકાસવી પણ મુશ્કેલ બની શકે છે. સાક્ષીઓ હવે કેટલો સાથ આપશે એ પણ શંકાષ્પદ છે. દુશ્મનો તો ગણ્યા-ગણાય નહીં એટલા છે. પણ. મને વિશ્વાસ છે કે આપણે સૌ એકસંપ રહિશું તો કોઇ મંઝીલ મુશ્કેલ નહિ રહે!” તસ્લિમાખાલાએ પોળવાસીઓની હિમ્મત વધારવાનો પ્રયત્ન કર્યો. “અલબત એનો અર્થ એવો નથી કે આ લાંબુ ચાલુ જ રહેશે, જો માધવ આ કેસ માં નિષ્ફળ જશે તો કે અધવચ્ચે છોડી દેશે તો હું તસ્લિમા ઇફ્તિખાર જાફરી, મારો પરીવાર, મારા પોળવાસીઓ તેમજ અમને સાથ આપતાં તમામ જાણ્યા-અજાણ્યા લોકો આ કોમીરમખાણોને લગતા તમામ કેસમાથી હટી જશે.” તસ્લિમાંખાલાએ અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો. પોળમાં સોપો પડી ગયો. માધવ અવાક્ થઇ ગયો.

“ખાલાજાન એવું ન બોલો! અમારો ઇરાદો તમને પીછેહઠ કરાવવાનો ન હતો..” પોળવાસીઓ તસ્લિમાખાલાને પોતાના નિર્ણય પર ફેરવિચાર કરવા મનાવવા લાગ્યાં. પોળમાં હોહા થઇ ગઇ.

“મારા ભાઇઓ! શાંત રહો! તમે ચિંતા ન કરો. મારો નિર્ણય ઉતાવળમાં નથી લેવાયો. સત્તર વર્ષના કંટાળાના કારણે પણ નથી લીધો. ઘણાં મહિનાઓથી મને આ વિચાર આવી રહ્યો હતો. આજે આ મક્કમ આત્મવિશ્વાસું નવલોહિયો યુવાન આપણી વ્હારે આવ્યો છે. મને લાગે છે કે માધવથી સારો વકીલ તેના ગયાં પછી મળવો મુશ્કેલ છે. માધવ આ કેસ ન જીતી શકે તો કોઇ આપણને કેસ જીતાડી નહિ શકે! જોકે. માધવ! એનો એવો નથી કે તારા પર કેસ દબાણ કરાશે. તારા પર કોઇ સમયમર્યાદા નથી. ભલે તું બીજા સત્તર વર્ષ કાઢી નાખ. પણ. તું જ અમારો છેલ્લો વકીલ હોઇશ એ નિશ્ચિત છે.” તસ્લિમાંખાલાએ નિર્ણય સ્પષ્ટ કર્યો. પોળવાસીઓએ આ નિર્ણય તાળીઓથી વધાવી લીધો.

“ખાલા! મારુ ચાલે તો હું સત્તર મિનીટ પણ આ દુ:ખ તમારા પર રહેવા ન દઉ. પણ. સૌથી પહેલા તો આ આખુ પ્રકરણ એટલે કે કોમીરમખાણ તમારે મને કહેવું પડશે. કેવીરીતે સર્જાયું? કોના દ્વારા-ક્યાથી-કેવીરીતે આ આગ પ્રસરાવવામાં આવી? ક્યા-ક્યા આ કોમીરમખાણની આગ લાગી? કોણ-કોણ આ આગમાં સંડોવાયેલ હતું? કોણે કેવો ભાવ ભજવ્યો? કેટલાં હોમાયા? ક્યાં કેટલું નુક્સાન થયું? સરકારની કેવી ભુમિકા હતી? રાવળ પરીવારે કેવો ભાગ ભજવ્યો છે? નામદાર ન્યાયાલયની ભુમિકા-hearing-ચુકાદાઓ અંગે બધું જ જણાવી દેજો. વિવિધ સામાજીક સંસ્થાઓ-પુલીસ વગેરેની ભુમિકા કેવી રહી? બધે-બધું જ ઇતિ થી અંત સુધી મને જણાવી દ્યો! ખાલા ! મને ખબર છે કે એ ગોઝારો સમય યાદ કરવો તમારા માટે કપરો છે. હ્રદયને દઝાવનારો છે. એ તમે અનેક લોકો સામે-અનેક વાર-અનેક રીતે દોહરાવ્યો છે. પણ. હું તમને ખાતરી આપું છું કે આ તમે મને છેલ્લીવાર સંભળાવી રહ્યાં છો. આ બાદ તમારે ક્યાય કોઇની સામે ક્યારેય પણ દોહરાવવું નહીં પડે!” માધવે આજીજી કરી. જોકે. તસ્લિમાખાલા માધવને જવાબ આપે એ પહેલાં જ પોળવાસીઓમાંથી અનેકની આંખો નમ થવા લાગી. કેટલાયના તો ડુસકા નીકળી ગયાં. જાણે કે એ ઘટનાઓ તાદ્રશ્ય થવા લાગી હોય!

“બધું જ જણાવીશ. માધવ! અતિથી અંત સુધી! બધા જ કેસ અંગે જણાવીશ. તેની file સોંપીશ. આ માટે તારે ખુબ હિમ્મતની-નવરાશની જરુર પડશે. સાંજે નિરાંતે આવ! ત્યાંસુધી અમે પણ પુરી તૈયારી કરી લઇએ!” તસ્લિમાખાલા માધવ સાથે સહમત થયાં. માધવ જવા માટે ઉભો થયો અને તસ્લિમાખાલાના આશિર્વાદ લીધા. બહાર નિકળ્યો ત્યાં હાથમાં mike લઇને સાગરીકા સામે ભટકાઇ.

“તું અહિં પણ આવી ગઇ?..”

“કેમ મને ગમે ત્યા આવવા-જવાની મનાઇ છે?” સાગરીકા માધવનો સવાલ સમજી ન શકી.

“ના! આ તો જ્યાં-જ્યાં હું જાઉ ત્યાં-ત્યાં તું આવી ચડે છે. ન્યાયાલય- છત્રાલ જીઆઈડીસી અને અહિં પણ!” માધવે શંકા વ્યક્ત કરી. “મારો પીછો તો નથી કરતીને?”

“અચ્છા! હું અને તારો પીછો? કઇ ખુશીમાં કરુ તારો પીછો? સ્માર્ટ-હેન્ડસમ હો તો મારે પીછો કરવો લેખે લાગે!” સાગરીકા બોલી તો ગઇ પણ માધવ તેણીને જોઇ રહી, કાચ્ચું કપાયાનું લાગતા જીભડી નીકળી ગઇ, “માફ કરજો! માફ કરજો! મારો કહેવાનો એ અર્થ ન હતો..”

“ક્યો અર્થ? હું તો કોઇ અર્થ સમજ્યો જ નથી!” માધવે ખુલાસો કરતાં સાગરીકાને હાશ્! થઇ.

“ના!કાંઈ નહીં!” સાગરીકા બોલી. “આ તો અહિંથી પસાર થતી હતી તો થયું કે તસ્લિમાખાલાને મળતી આવું! તું બોલ! કેમ છે અકરમને? કેવી ચાલે છે કેસ ની તૈયારી?”

“અકરમને હવે તો સારુ છે! 2-3 દિવસમાં હોસ્પિટલમાથી રજા મળી જશે! રહી વાત કેસની, તો કેસ હજુ શરુ જ નથી થયો. સાંજે ખાલાએ બોલાવ્યો છે. કેસ ની જાણકારી આપશે. સાબિતીઓ એકઠ્ઠી થઇ જાય પછી કંઇક થાય!” માધવે જવાબ આપ્યો. અચાનક યાદ આવતાં માધવ બોલી ઉઠ્યો. “નિત્યા-અવનિને કેમ છે હવે? ડોક્ટરો શું કહે છે?”

“અવનિ તો આઉટ ઓફ રીસ્ક છે, ચોવીસ કલાકમાં ભાન આવી જશે એવું ડોક્ટરો કહે છે, પણ. નિત્યા ક્રિટીકલ સિટ્ચુએશનમાં છે, એક તો પહેલેથી જ નવિનકાકાના ગયા પછી નબળી થઇ ગઇ હતી જ. આ કાંડે તેણી તો શારીરીક-માનસિક બધી રીતે ભાંગી નાખી. સારવારમાં તેની બોડી પ્રતિભાવ નથી આપી રહી.” સાગા ગુમસુમ થઇ ગઇ. આંખોમાંથી પાણી જ વહેવાના બાકી હતાં. માધવ તેણીની નજીક આવ્યો. સાગાની ખભે હાથ મુક્યો.

“સૌ સારાવાના થઇ જશે. સાગરીકા!” માધવ બોલી ઉઠ્યો. “બાકી તું ખુબ દયાળુ છો. એક પત્રકારને તો અનેક પ્રકારના ન્યુઝ આપવાના હોય. છતાં પણ સારી પત્રકાર હોવાની સાથે-સાથે સારી યુવતિ પણ છે જે મુસિબતમાં બીજાને કામ આવે! આવી મિત્ર મને મળે તો મને ગમશે!”

“મળે એટલે શું? હું તો તારી મિત્ર છું જ ને! નથી?” સાગરીકા હસતી બોલી. “તારે ક્યારે આવવુ છે. બન્નેને જોવા?”

“સાચું કહું. સાગરીકા! મારી તો હિમ્મત થતી નથી.”

“અરે! વકીલ થઇને તારી હિમ્મત થતી નથી?” સાગરીકા આશ્ચર્ય સાથે બોલી ઉઠી.

“કેમ વકીલ માણસ ન હોય?” માધવે પ્રતિપ્રશ્ન કર્યો.

“ના! મેં તો માત્ર ઢાઇ કિલો કા હાથવાળા જ વકીલ જોયા છે, માણસ નહીં!” સાગરીકા હસી પડી સાથે માધવ પણ!

“તો-તો તને વકીલમાં માણસાઇ દેખાડવી જ પડશે!” માધવ બોલી ઉઠ્યો. “સાગરીકા! બનશે તો સાંજે આવીશ નહીંતર કાલ સવારે આવી જઇશ! સાંજે તો ખાલાને મળવા આવવાનુ છે!”

“તારા સમયે આવજે!” સાગરીકા બોલી, માધવ હસતો-હસતો પોતાની સાયકલ લઇને ચાલતો થયો, તેના ગયાં પછી પણ સાગરીકા પોતાના ખભાં પર હાથ ફેરવતી રહી જ્યાં માધવનો સહાનુભૂતિવાળો હાથ સ્પર્શ્યો. ત્યાં મોબાઈલ રણક્વા લાગ્યો. સાગરીકાએ રીસીવ કર્યો. “હાં! હું પાંચ મિનીટમાં ઓફીસે પહોંચી..” કોલ કરવા સાથે જ જ્યુપીટર મોપેડ પર બેસી ગઇ અને વિજળીની ઝડંપી હંકારી.

***