તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૨
( ગયા ભાગ માં આપણે જોયું કે આદિત્ય, વીર અને વિધિ સાથે મન્નતપુર આવી પહોંચે છે. તેમના પહોંચતા જ હવેલી માં આદિત્ય ને નખ મળે છે અને એક સૂટકેશ પણ મળે છે જેમાં કોઈ અગોચર શક્તિ રહેલી હોય છે. તે લોકો સૂટકેશ ને સવારે ખોલવાનું વિચારે છે. રાત ના સમયે સૂટકેશ બલરામ લઈ ને હાથ ને બહાર કાઢે છે અને તાંત્રિક વિધિ થી કબરની એક લાશ ને જીવતી કરે છે. નહારસિંહ ની તસ્વીર માંથી રડવાનો અવાજ આવે છે અને લોહી ના આંસુ પણ નીકળે છે જે જોઈ ને આદિત્ય ને સંકટ નો ખ્યાલ આવી જાય છે. એ સાથે જ ભૂકંપ જેવું વાતાવરણ સર્જાય છે આખા ઘર માં. )
હવે આગળ......
ભૂકંપ ના વાતાવરણ થી બધું હલવા લાગે છે. બલરામ બોલે છે કે બાપુ, હવે આપણે બંને મળી ને નકશો શોધીશુ. હવે આ હવેલી પણ આપણી અને આ ખજાનો પણ આપણો અને જો કોઈ રસ્તા માં આવશે તો આ કબ્રશતાન એનું. આ બાજુ વીર કહે છે કે આપણે તો એ બલા ને મંદિર માં બંધ કરી દીધી હતી તો આવુ કેમ થઈ રહ્યુ છે. એ લોકો તરત જ નીચે મંદિર માં જાય છે પણ ત્યાં જઈને જોતા મંદિર નું બારણું ખુલ્લું હોય છે. એ લોકો સૂટકેશ પાસે જઈ ને તપાસ કરે છે પણ તપાસ કરતા સૂટકેશ ખુલી હોય છે અને એમાં પણ કાંઈ નથી હોતું. એમને લોકો ને ભય લાગે છે આદિત્ય કહે છે કે આ પનાહ હવે હવેલી માં આઝાદ છે. આદિત્ય ને ઘર ના બધા સભ્યો ની ચિંતા થાય છે અને એને બલરામ પણ યાદ આવે છે. બલરામ કબ્રશતાન માં લાશ પાસે હોય છે. સમરસિંહ બલરામ ને કહે છે કે તારું કામ પૂરું, હવે મારુ કામ શરૂ....બધા લોકો મરશે..તને હવેલી અને ખજાનો મળશે...હું તને જેમ કહું એમ કર તું.....
બધા લોકો બલરામ ને ઘર માં શોધે છે પણ તે ક્યાંય મળતો નથી. દિગ્ગજસિંહ ને વિચાર આવે છે કે બલરામ કબ્રશતાન માં તો નથી ને ?
આદિત્ય :- કબ્રશતાન ? શેનું કબ્રશતાન ? કયું ?
દિગ્ગજસિંહ :- અમારી ખાનદાની પરંપરા છે કે અમારા ઘર માં મૃત્યુ પછી કોઈ ને અંતિમસંસ્કાર કરવામાં નથી આવતા. હવેલી ની પાછળ રહેલા કબ્રસ્તાન માં એમને દાંટી દેવા માં આવે છે.
આદિત્ય તેમને કબ્રસ્તાન દેખાડવા માટે વિનંતી કરે છે અને એમની સાથે ત્યાં જવા માટે નીકળે છે એટલા માં બલરામ ત્યાં દોડતો - દોડતો આવી પહોંચે છે. આવી ને રડવા લાગે છે અને કહે છે કે કબ્રસ્તાન માં દાદાજી નું ભૂત છે. એમને મારા પર હુમલો કર્યો અને હાથ પર વગાડ્યું અને પોતાનો હાથ દેખાડે છે. એ લોકો બલરામ ને નોકર સાથે હોસ્પિટલ મોકલે છે અને પોતે હવે વિચારે છે કે શું કરવું જોઈએ ?
દિગ્ગજસિંહ :- પિતાજીએ બલરામ પર હુમલો કર્યો. શુ એ આવું કરી શકે ? અને કરે તો શું લેવા ?
વીર :- એ મનહુસ નકશા માટે.
વિધિ :- મને તો કાંઈ નથી સમજાતું, પહેલા એમની તસ્વીર રોઈ રહી હતી અને હવે લોકો પર હુમલો ?
આદિત્ય :- આ સવાલ નો જવાબ તો હું ખુદ નહારસિંહજી ને પૂછીશ.
દિગ્ગજસિંહ :- તમે એમની આત્મા સામે લડશો ? પણ કઈ રીતે ?
આદિત્ય :- તમે મને કબ્રસ્તાન મા લઈ જઈ ને એમની કબર દેખાડો. મારી પાસે એક રસ્તો છે જેનાથી બધી ખબર પડી જશે.
આદિત્ય,વીર,વિધિ અને દિગ્ગજસિંહ કબ્રસ્તાન માં જાય છે જ્યાં નહારસિંહ ની કબર હોય છે. દિગ્ગજસિંહ આદિત્ય ને નહારસિંહ ની કબર તરફ ઈશારો કરી ને દેખાડે છે.
આદિત્ય :- એમની આત્મા સાથે વાત કરવા માટે મારે એક શરીર ની જરૂર પડશે જેમાં તેમની આત્મા સમાવી શકે. અને ત્યાં સુધી બધા લોકો એ ઘર ની અંદર જ રહેવું પડશે. અહીંયા ફક્ત હું અને એમની આત્મા જ હોઈશું.
આત્મા સાથે વાત કરવાની વાત થતા વીર ને ડર લાગે છે. પણ આદિત્ય વીર ને કહે છે કે તારા હાથ પર નું તૃત્યા નું નિશાન જોઈને જ કોઈ આત્મા તારી પાસે નહિ આવે. એટલે આ કામ માટે મારે વિધિ ની જરૂર પડશે. અને વિધિ ને હિંમત અને વિશ્વાસ રાખવાનું કહે છે અને એને મનાવે છે. આદિત્ય વીર ને બીજા સાથે ઘર માં રહી ને એમની રક્ષા કરવા માટે કહે છે અને ઘર ના મુખ્ય દરવાજા પાસે એક જાડી દોરી જમીન પર મૂકે છે અને એની ઉપર એક લોટી માં સફેદ પાઉડર જેવી કોઈક વસ્તુ ભરી દે છે.
આદિત્ય :- આ એક રક્ષાકવચ છે. આ જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી તમારી રક્ષા કરશે જો એ આત્મા ખરાબ હશે. આ કવચ ખરાબ આત્મા ને અંદર નહિ આવવા દે. વીર તું અંદર રહેજે કારણ કે તું એક તૃત્યા છે એટલે એ આત્મા તારું કાઈ નહિ બગાડી શકે. હિંમત રાખજે અને જો વધુ ભય જેવું લાગે તો હું અહીંયા જ છું તમે મારી પાસે આવી જજો.
વીર દિગ્ગજસિંહ સાથે અંદર જાય છે અને આદિત્ય વિધિ ને આશ્વાસન આપી ને આગળ શું - શું કરવાનું છે એ સમજાવે છે. તે વિધિ ને એક માળા આપે છે જે ખરાબ આત્મા થી એની રક્ષા કરશે. રૂમ માં વીર એકલો હોય છે અને તેને કંટાળો આવે છે તે સોફા પર બેસવાનું વિચારે છે એટલા માં એની અંધારામાંથી કોઈક આવતું દેખાય છે જેને માથા પર પાઘડી પહેરેલી હોય છે અને રાજા જેમ કપડાં પહેરેલા હોય છે. નજીક આવતા એને દેખાય છે કે આ તો નહારસિંહ ની આત્મા છે. વીર ડરી જાય છે અને ભાગવા માટે જાય છે તો આત્મા ગાયબ થઈ ને એની સામે આવી જાય છે. વીર જ્યાં જાય ત્યાં આત્મા આવી જાય છે. આત્મા એને કાંઈક કહેવા માટે જાય છે પણ વીર ડર ના માર્યે કાંઈ સાંભળતો નથી અને એ ભાગતો ભાગતો કબ્રસ્તાન ના આવી જાય છે. ત્યાં આવી ને આદિત્ય ને કહે છે કે ત્યાં નહારસિંહ ની આત્મા છે. આત્મા પણ વીર સાથે ત્યાં આવી જાય છે પણ વીર સિવાય આદિત્ય કે વિધિ એને જોઈ શકતા નથી. અચાનક નહારસિંહ વિધિ ના શરીર માં ઘુસી જાય છે અને પોતાના અવાજ માં બોલવા લાગે છે.
નહારસિંહ :- મારા પરિવાર ને બચાવી લે બેટા, સમરસિંહ બધા ને મારી નાખશે. આ બધું હું નથી કરી રહ્યો આ બધું સમરસિંહ કરે છે અને એનો દીકરો બલરામ એને સાથ આપે છે.
આદિત્ય :- પણ બલરામ ? કેમ કરે છે એ આવું ?
નહારસિંહ :- એમને નકશો જોઈએ છે ખજાના નો અને જે કોઈ પણ એમના રસ્તા માં આવશે એમને એ મારી નાખશે. એટલે જ દરરોજ રાતે હું રડું છું મારા પરિવાર ને સંકટ માં ફસાતો જોઈને.
આદિત્ય :- એ નકશો ક્યાં છે ?
નહારસિંહ :- એતો મને પણ નથી ખબર. પણ મારા રૂમ માં જ ક્યાંક છે મારી નજર સામે ત્યાં જઈ ને એને શોધ એની પહેલા કે એ સમરસિંહ ના હાથમાં આવી જાય અને એ એની હવસ ના ચક્કર માં બધા ને મારી નાખે. તું એ નકશો શોધી ને લઇ લે.
આદિત્ય :- હું એવું કાંઈ નહિ થવા દવ. અમે રોકીશું એ બંને ને.
નહારસિંહ :- મારા પરિવાર નું ભવિષ્ય હવે તારા હાથ મા છે બેટા. હું જાવ છું હવે.
આટલું બોલીને નહારસિંહ વિધિ ના શરીર માંથી નીકળી જાય છે અને વિધિ ભાન માં આવે છે. આદિત્ય,વીર - વિધિ હવેલી તરફ જાય છે નકશો શોધવા માટે. બલરામ રસ્તા માં જ નોકર ને મારી નાખે છે અને સમરસિંહ સાથે હવેલી પર આવી જાય છે. સમરસિંહ બલરામ ને કવચ હટાવવાનું કહે છે. બલરામ જેવું કવચ હટાવે છે કે દિગ્ગજસિંહ ત્યાં આવી જાય છે અને બલરામ ને કવચ પાછું મુકવાનું કહે છે પણ બલરામ એનું માનતો નથી. એવા માં સમરસિંહ પોતાની અગોચર શક્તિ દ્વારા દિગ્ગજસિંહ નું ગળું દબાવી દે છે અને નકશા ની માંગણી કરે છે. પણ જવાબ માં દિગ્ગજસિંહ મને નથી ખબર નકશો ક્યાં છે એવું કહે છે. આદિત્ય પણ ત્યાં આવી પહોંચે છે અને સમરસિંહ ને રોકે છે.
આદિત્ય :- સમરસિંહ, એમને છોડી દે. નકશો હું તને આપીશ.
સમરસિંહ :- તને ખબર છે નકશો ક્યાં છે ?
આદિત્ય :- હા, નહારસિંહ ની આત્મા એ ફક્ત મને જ કીધું છે કે નકશો ક્યાં છે.
છતાં પણ સમરસિંહ દિગ્ગજસિંહ ને મારી નાખે છે. અને કહે છે " મેં જીવતે જીવ મારા બાપ નું નથી સાંભળ્યું, તો હું મર્યા પછી તારું કેમ નું સાંભળું ? હવે એક - એક કરી ને તમને બધા ને મારી નાખીશ."
આદિત્ય પોતાનું યંત્ર કાઢે છે એને એની સામે રાખે છે જેના કારણે સમરસિંહ ત્યાં જ રોકાઈ ને રહે છે. તે વીર - અને વિધિ ને અંદર જઇ ને નકશો શોધવાનું કહે છે અને પોતે પણ ઘર ની અંદર જાય છે અને દિગ્ગજસિંહ ની પત્ની અને દીકરી ના રૂમ માં જઇ ને બારણું બંધ કરી દે છે. વીર અને વિધિ નહારસિંહ ના રૂમ માં આમ તેમ નકશો શોધતા હોય છે પણ શોધવા છતાં એમને કાંઈ મળતું નથી. વીર કહે છે કે નહારસિંહે જ તો કહ્યું તું કે નકશો એમની સામે જ છે. એટલા માં વિધિ ને કાંઈક વિચાર આવે છે અને તે વીર ને નહારસિંહ ના ફોટા પાછળ જોવાનું કહે છે. ફોટા પાસે જઈ ને એ લોકો જેવો ફોટો ઉતારે છે તેવો જ નીચે થી નકશો પડે છે અને એમને નકશો મળી જાય છે. વીર સમરસિંહ આવી જાય એના પહેલા વિધિ ને એ નકશો સળગાવી દેવાનું કહે છે પણ વિધિ એને આવું કરવાની ના પાડે છે અને કહે છે કે આ નકશા સાથે શુ કરવું એનું આદિત્ય જ નક્કી કરશે એટલે આપણે એને જ જઈને આ નકશો આપીશું.
અહીંયા હવે ભય ઓછો લાગતા આદિત્ય પોતાનું યંત્ર આગળ રાખીને દરવાજો ખોલવા માટે જાય છે પણ જેવો એ દરવાજો ખોલે છે કે બહાર સમરસિંહ અને બલરામ ઉભા હોય છે. આદિત્ય યંત્ર નો ઉપયોગ કરે એની પહેલા જ સમરસિંહ આદિત્ય ને જોરદાર લાત મારે છે અને આદિત્ય નીચે જમીન પર પડી જાય છે અને એના હાથ માંથી યંત્ર પણ છૂટી જાય છે. આ સાથે આદિત્ય ના ખીચા માંથી એનો મોબાઈલ પણ પડી જાય છે. મોબાઈલ એટલો જોરથી પડ્યો હતો કે એના કારણે એના ૨ કટકા થઈ ગયા હતા.
સમરસિંહ :- મેં મારા ગુરુ સાથે રહી ને આવા નાના - મોટા ખતરા ને માત દેવાનું ક્યારનુંય શીખી લીધું છે.
આદિત્ય :- વિક્રાલ.......
સમરસિંહ :- તું ઓળખે છે વિક્રાલ ને ?
આદિત્ય :- સારી રીતે, અને હવે તું મને એના સુધી પહોંચાડીશ.
સમરસિંહ :- હવે તારી તલાશ અહીંયા જ ખતમ....અને આટલું બોલતા આદિત્ય નું ગળું પકડી લે છે.
એટલા મા વીર - વિધિ પણ ત્યાં આવી પહોંચે છે.
વિધિ :- બસ સમરસિંહ, હવે તે કોઈ નો વાળ પણ વાંકો કર્યો તો હું આ નકશો સળગાવી દઈશ.
સમરસિંહ આદિત્ય ને છોડી દે છે અને એની પાસે નકશો લેવા માટે જાય છે. જેવો તે વિધિ પાસે પહોંચે છે કે વિધિ નકશો ફેંકી ને વીર ને આપી દે છે. વીર એનાથી ડરી જાય છે અને સમરસિંહ એના પર પોતાની શક્તિ થી હુમલો કરે છે પણ વીર તૃત્યા હોવા ના કારણે શક્તિ પાછી ફરી ને બલરામ પર પડે છે અને તે ત્યાં જ સળગી ને મરી જાય છે. આદિત્ય વીર ને ભાગવાનું કહે છે. વીર ભાગતો ભાગતો એક રૂમ માં ઘુસી જાય છે અને ત્યાં જઈ ને પડી જાય છે એટલા માં સમરસિંહ પણ તેની પાછળ પાછળ ત્યાં આવી પહોંચે છે. પડવાથી વીર ના હાથમાંથી નકશો પડી જાય છે અને એ સમરસિંહ ઉઠાવી લે છે અને વીર ને મારવા શક્તિ નો ઉપયોગ કરે છે પણ એની શક્તિ કોઈ જ કામ નથી કરતી કારણ કે તે જે રૂમ માં ઉભો હોય છે એમાં ભગવાન નું મંદિર હોય છે. આદિત્ય અને વિધિ પણ ત્યાં આવી પહોંચે છે. આદિત્ય એને મંદિર તરફ ઈશારો કરતા કહે છે કે આ એજ જગ્યા છે સમરસિંહ જ્યાં તારી શક્તિઓ કોઈ જ કામ માં નથી આવતી. આદિત્ય પોતાના યંત્ર થી એના પર હુમલો કરે છે અને સમરસિંહ નો હાથ મંદિર માં બાંધેલી ઘંટડીઓ પર અડે છે જેના કારણે સમરસિંહ સળગી જાય છે અને એના હાથ માંથી નકશો પડી જાય છે. વિધિ પોતાના હાથ માં ગંગાજળ લઈ ને તેને સમરસિંહ પર છાંટવા લાગે છે. સમરસિંહ સળગતા સળગતા નીચે જમીન પર પડી જાય છે અને એનો હાથ નકશા પર પડે છે જેના કારણે નકશો પણ એની સાથે સાથે સળગી જાય છે. સમરસિંહ આખે આખો સળગી જતા એને ગળા માં પહેરેલુ એક લોકેટ રહી જાય છે જેના પર તૃતીયા નું નિશાન દોરેલું હોય છે અને એના સિવાય એનું આખું શરીર રાખ માં રૂપાંતર થઈ જાય છે જેની સાથે નહારસિંહ ની હવેલી એક પ્રેત ના સાયા થી હમેશા માટે મુક્ત થઈ જાય છે.
વિધિ વીર ને શાબાશી આપે છે કે તે ખૂબ સરસ કામ કર્યું હો.....તું કેટલી ચાલાકી થી સમરસિંહ ને અહીંયા મંદિર માં લઇ આવ્યો. વીર ને વિચાર આવે છે અને તે પોતાનું માથું ખંજોળવા લાગે છે અને આદિત્ય સામે જુએ છે. પણ આદિત્ય એને આંખ મારી ને સમજાવી દે છે અને વીર પણ વિધિ સામે પોતાની મહાનતા દેખાડવા લાગે છે. આદિત્ય સમરસિંહ ની રાખ પર પડેલું લોકેટ ઉઠાવે છે અને કહે છે.." વિક્રાલ હજી પણ મારા થી ઘણો દૂર છે......"
To be Continued......
★ શુ હશે આદિત્ય ની આગળ ની મંજિલ ?
★ ક્રિષ્ના અને આદિત્ય નો સંબંધ આગળ વધશે ?
★ આદિત્ય એક લોકેટ ના આધારે વિક્રાલ સુધી પહોંચી શકશે ?
Anand Gajjar
Mo - 7201071861