તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૧ Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૧

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૧

( ગયા ભાગ માં આપણે જોયું કે આદિત્ય વિધિ ને પોલીસ નામના પ્રેત ના કબ્જા માંથી છોડાવે છે. આદિત્ય અને વીર અમૃત ધુમાડો શોધવા માટે નીકળે છે અને વિધિ ને પ્રેત ઉઠાવીને લઈ જાય છે કસ્તુરી પાસે. ત્યાં આદિત્ય અને વીર પણ આવી પહોચે છે અને કસ્તુરી પાસે થી આગળ ની મંઝિલ નું રહસ્ય કઢાવીને એનો વિનાશ કરી નાખે છે. અને તે લોકો મન્નતપુર આવવા માટે નીકળી પડે છે. )

હવે આગળ.......

મન્નતપુર ગામ માં આવેલી ઠાકુર નહારસિંહ ની હવેલી જેનો વારસો એમના દીકરા દિગ્ગજસિંહ સંભાળી રહ્યા હતા. સવાર નો સમય, હવેલી માં આક્રંન્દ મચાયેલો હતો. ઘર માં નોકરાણી જમુના નો પતિ રામુ અને હવેલી ના સભ્યો જમુના ના મૃત્યુ પર રડીને શોક મનાવી રહ્યા હતા. રામુ પોતાનું ભાન ભૂલી ગયેલો હોય છે અને બોલે છે કે આ ઘર માંથી જ કોઈએ જમુના ની હત્યા કરી છે. પણ બધા ના મનમાં એક જ વિચાર હોય છે કે આવું કરી કોણ શકે ?

એક નજર વીતેલી રાત ની ઘટના પર....

( રાત નો સમય, અને એક કપાઈ ને સળગી ગયેલો અને શરીર થી છુટ્ટો પડેલો હાથ ઘર માં ફરી રહ્યો હતો, કોણ જાણે પણ એ આખા ઘર માં કોઈક વસ્તુ શોધી રહ્યો હતો. તે રૂમ માં આમ તેમ ફાંફાં મારી રહ્યો હતો અને ચોપડીઓ વગેરે ફેંકી ને કાંઈક વસ્તુ શોધી રહ્યો હતો. ચોપડીઓ પડતા રસોડા માં સુતેલી જમુના ની ઊંઘ ઊડી જાય છે અને એની આંખ ખુલી જાય છે. તે પોતાની જગ્યાએ થી ઉભી થાય છે. જમુના ને કોઈક નો રડવાનો અવાજ આવે છે. તે અવાજ આવે છે તેનો પીછો કરે છે અને તે બાજુ જાય છે. આ બાજુ રૂમ માંથી કપાયેલો હાથ કબાટ નું ડ્રોઅર ખોલે છે અને એમાં પડેલી પિસ્તોલ બહાર કાઢે છે. જમુના અવાજ નો પીછો કરતી કરતી રૂમ માં જાય છે. રૂમ માં જતા જ તેને કાંઈક સળગતું હોય એવી વાસ આવે છે અને યાદ આવતા તે ચેક કરવા માટે રસોડા તરફ જવા જાય છે પણ રૂમ નું બારણું બહાર થી બંધ થઈ જાય છે. જમુના ના પ્રયત્ન કરવા છતાં બારણું ખુલતું નથી. પાછળ ફરી ને જોતા તેની સામે કપાયેલો હાથ પિસ્તોલ તાણી ને ઉભો હોય છે. જમુના ડરી જાય છે પણ એ કાંઈ કરે એના પહેલા જ પિસ્તોલ માંથી એક ગોળી છૂટે છે જે એના શરીર ને વીંધી નાખે છે અને જમુના ત્યાં જ ઢળી પડે છે. )

ઘર ના સદસ્યો ને નહારસિંહ ના રૂમ માં તપાસ કરવા જતાં બધા ને જાણવા મળે છે કે રૂમ માં બધી જ જગ્યા એ પુસ્તકો તથા ચીજ વસ્તુઓ આમ તેમ વિખરાયેલી છે. પણ દિગ્ગજસિંહ વિચારે છે કે પિતાજીના મૃત્યુ ના એક મહિના પછી થી આ રૂમ બંધ જ છે અને આ ઘર માં આવી રીતે આ બીજું મૃત્યુ છે આખરે શુ હશે આની પાછળ નું કારણ ? દિગ્ગજ સિંહ અને એમની પત્ની વિચારતા હોય છે એટલા માં મ્યાન માંથી એક તલવાર ઉઠે છે અને બહાર નીકળે છે જે રામુ દ્વારા દિગ્ગજસિંહ પર હુમલો કરવામાં આવે છે. રામુ ગુસ્સા માં જેમ તેમ બોલતો હોય છે કે તારી આ મનહુસ હવેલી ના કારણે જ મારી જમુનાનું મૃત્યુ થયું છે અને પાગલપન ની હદ માં આવી ને દિગ્ગજસિંહ પર હુમલો કરવા જાય છે પણ દિગ્ગજસિંહ નું ધ્યાન જતા તેનો હાથ પકડીને તેને અટકાવે છે અને એટલા માં ઘર ના બીજા સભ્યો પણ આવી ને રામુ ને પકડી લે છે. દિગ્ગજસિંહ રામુ ને જોરથી એક થપ્પડ મારે છે અને રામુ ને પોતાની ભૂલ નું ભાન કરાવે છે. લોકો રામુ ને લઈ ને રૂમ ની બહાર લઈ જાય છે. એટલા માં એમની પત્ની ને એની માં યાદ આવે છે જે દિગ્ગજસિંહ ની સાથે એમની હવેલી માં જ રહેતા હોય છે અને દિગ્ગજસિંહ એમના સાસુ ને શોધવા નીકળે છે. બીજા રૂમ માં દિગ્ગજસિંહ ના સાસુમા બલરામ ને લઈ ને તાંત્રિક વિધિ કરી રહ્યા હોય છે અને માસુમ બલરામ આ બધાથી અવંચીત થઈ ને ડર ના માર્યે એનો સાથ આપતો હોય છે. વૃદ્ધ ડોશીમા બલરામ ને પૂછે છે કે બોલ કોણ છે તું ? એટલા માં દિગ્ગજસિંહ ઘર ના લોકો સાથે તે રૂમ માં આવી પહોંચે છે. તેઓ આ વિધિ રોકે છે અને બલરામ ને મુક્ત કરાવે છે સાથે સાથે એ પણ જણાવે છે કે જો હવે તમે મારા ભાઈ ના દીકરા પર આવી રીતે આક્ષેપ મુકશો તો હું તમને મજબૂર થઈ ને આ હવેલી માંથી વિદાય આપી દઈશ.

આદિત્ય ની ગાડી (ટેમ્પો શબ્દ લખવામાં અજીબ લાગવાથી હવે થી આપણે ગાડી શબ્દ નો ઉપયોગ કરીશું) નહારસિંહ ની હવેલી પાસે આવીને ઉભી રહે છે. આવી ગઈ તમારા નહારસિંહ ની હવેલી વીર બોલી ઉઠે છે. આદિત્ય,વીર,વિધિ ગાડી માંથી બહાર નીકળે છે. આદિત્ય પોતાનું યંત્ર બહાર કાઢે છે અને હવેલી સામે રાખે છે અને ખાતરી કરે છે કે અહીંયા શુ છે ? તે ઘર તરફ આગળ જાય છે અને હવેલી માં આગમન કરે છે. હવેલી માં કોઈ ને ન દેખતા આદિત્ય ને આશ્ચર્ય થાય છે. આદિત્ય આગળ વધે છે અને જેવો સિડી ચડવા માટે જાય છે કે એની નજર સિડી પર પડેલ સળગી ગયેલા એક નખ પર પડે છે. તે નખ ને ઉઠાવે છે અને યંત્ર નજીક લાવતા યંત્ર પ્રકાશિત થઈ ઉઠે છે અને આદિત્ય ને અહીંયા ખતરા નું સિગ્નલ લાગી આવે છે. તેટલા માં દિગ્ગજસિંહ આ ત્રણેય ને જોઈ ને નીચે આવે છે અને આદિત્ય ને પ્રશ્ન કરે છે.

દિગ્ગજસિંહ :- કોણ છો તમે ?

આદિત્ય :- તમારી હવેલી માં કાંઈક છે.

દિગ્ગજસિંહ :- મતલબ શુ છે તમારો ?

આદિત્ય :- (નખ દેખાડતા) આ નખ કોઈ મનુષ્ય નો નહીં પણ એક મરેલા શરીર કે પ્રેત નો છે.

દિગ્ગજસિંહ :- તમને કઈ રીતે ખબર અને કોણ છો તમે ?

આદિત્ય :- હું આદિત્ય છું. આ વીર છે અને આ વિધિ.

દિગ્ગજસિંહ :- તમે વિલાસપુર વાળા આદિત્ય તો નથી ને જેમને કુંદેરા ની ડાયન ની કહાની ને........

આદિત્ય :- હા, હું એ જ આદીત્ય છું. નક્કી તમારી હવેલી માં કાંઈક તો છે.

એટલા માં ઉપર થી એક ચીસ સંભળાય છે અને બધા દોડી ને ઉપર રૂમ માં જાય છે. ઉપર જઇ ને જોતા સાસુમા એ પોતાના ગળા પર ચાકુ રાખેલું હોય છે. બધા ના બોલવા જતા ડોશીમા જણાવે છે કે મારો હાથ આ બધું કરાવી રહ્યો છે...મને છોડવો નહિ તો મને મારી નાખશે. આદિત્ય આખી પરિસ્થિતિ ને સમજી જાય છે. આદિત્ય સવાલ કરે છે કે તું જે કોઈ હોય એ બોલ તારે શુ જોઈએ છે ? એટલા માં તેમના હાથ માંથી ચાકુ પડી જાય છે અને હાથ ખેંચાઈને અરીસા પાસે લઈ જાય છે અને અરીસા પર લિપસ્ટિક થી "નકશો" શબ્દ લખે છે. પછી સાસુમા પોતાની જગ્યા એ જઇ ને બેસે છે. અચાનક બાજુ ની શૂટકેસ માંથી ખખડવાનો અવાજ આવતા આદિત્ય સૂટકેશ બંધ કરી દે છે. અને આદિત્ય તથા દિગ્ગજસિંહ એ સૂટકેશ ને લઈ ને બીજા રૂમ માં જાય છે. આદિત્ય પોતાનું યંત્ર કાઢી ને સૂટકેશ પાસે લઈ જાય છે જે ચમકીને કાંઈક અગોચર શક્તિ હોવાનો સંકેત આપે છે. વીર અને દિગ્ગજસિંહ સૂટકેશ ખોલવાનું કહે છે પણ આદિત્ય ના પાડે છે અને કહે છે કે આને એવી જગ્યાએ જ ખોલવી જોઈએ કે જ્યાં આની શક્તિ સૌથી વધુ નબળી હોય જેવી કે કોઈ મંદિર. દિગ્ગજસિંહ જણાવે છે કે હવેલી ના નીચે ના રૂમ માં એક મંદિર છે જો તમે કહેતા હોય તો ત્યાં જઈ ને ખોલીએ. પણ આદિત્ય જણાવે છે કે અત્યારે સાંજ થવા આવી છે અને પછી રાત પડશે. સાંજ પછી અને રાત માં આવી શક્તિઓ ની તાકાત વધી જાય છે એટલે આને સવારે જ ખોલવી યોગ્ય છે.

આદિત્ય :- વીર, તું આ સૂટકેશ જઇ ને મંદિર માં મૂકી આવ એટલે આખી રાત સંકટ દૂર રહે આપણા થી.

( વીર અને દિગ્ગજસિંહ સૂટકેશ લઈ ને મંદિર માં જાય છે અને અને ત્યાં મૂકી દે છે અને રૂમ ને બહાર થી તાળું મારી દે છે. )

વિધિ :- આદિત્ય, આ ઘર ની કાંઈક તો કહાની છે. બહુ અજીબ ઘટનાઓ થઈ રહી છે હવેલી માં.

આદિત્ય :- હા વિધિ, આજે રાતે મારે એ જ જાણવું છે દિગ્ગજસિંહ પાસે થી.

એટલા માં દિગ્ગજસિંહ અને વીર ત્યાં આવે છે અને આદિત્ય ને રૂમ ની ચાવી આપે છે જે લઈ ને આદિત્ય પોતાના ખિસ્સા માં મૂકે છે અને પછી તે આદિત્ય, વીર અને વિધિ ને એમનો રૂમ દેખાડે છે અને ત્યાં જઈ ને આરામ કરવા નું કહે છે. આદિત્ય રૂમ માં જઇ ને બેસે છે અને વિચારે છે કે આના વિશે શું કરવું જોઈએ અને કોણ હશે આ અગોચર શક્તિ પણ એનું મન ન લાગતા તે ફ્રેશ થવાનું વિચારે છે અને એ સ્નાન કરવા માટે જાય છે. સ્નાન કરી ને આવ્યા પછી એ પોતાના બેડ પર બેસે છે અને પહેલા તો એ સમીર ને ફોન કરવાનું વિચારે છે. આદિત્ય સમીર ને ફોન કરે છે અને એની સાથે રૂટિન વાતો કરીને તથા છેલ્લા 2 દિવસ ની સફર વિશે જણાવીને ફોન મૂકે છે. (તમને લોકો ને આદિત્ય અને સમીર ની રૂટિન વાતો સાંભળીને કંટાળો આવશે એટલે એનું એમનો વાર્તાલાપ નથી આલેખ્યો) આદિત્ય ની સાથે વાત કર્યા પછી આદિત્ય ને ક્રિષ્ના વિશે વિચાર આવે છે કારણ કે છેલ્લા ૨ દિવસ થી એને ક્રિષ્ના સાથે પણ વાત નહોતી કરી. આદિત્ય ઘડિયાળ માં જુએ છે તો સાંજ ના ૬:૩૦ વાગ્યા હતા. આદિત્ય વિચારે છે કે અત્યારે ક્રિષ્ના ફ્રી હશે એટલે એ ફોન કરે છે. આદિત્ય ના ફોન ની આખી રિંગ વાગી ને પુરી થઈ જાય છે પણ સામે થી કોઈ જવાબ આવતો નથી એટલે આદિત્ય પોતાનો ફોન છાતી પર મૂકી ને સુઈ જાય છે. લગભગ 5 મિનિટ જેવું થયું હોય છે કે આદિ ના ફોન માં વાઈબ્રેશન થાય છે અને એક મેસેજ આવે છે. આદિત્ય મેસેજ જુએ છે અને જોઈ ને ચમકી જાય છે.

ક્રિષ્ના :- Hiii....

આદિત્ય મેસેજ જોઈ ને વળતો મેસેજ કરે છે.

આદિત્ય :- ફોન કેમ ના ઉઠાવ્યો ? કામ મા હતા ?

ક્રિષ્ના :- ના....મામા મામી બાજુ મા જ હતા એટલે....

આદિત્ય :- ઓહહ.....તે લોકો તમારા ઘરે આવ્યા છે ?

( આદિત્ય અને ક્રિષ્ના આમ તો અજાણ્યા હતા પણ જાણે વર્ષો થી એકબીજા ને ઓળખતા હોય એમ આદિત્ય એની સાથે વાત કરી રહ્યો હતો )

ક્રિષ્ના :- હા...હું મામા અને મામી સાથે અહીંયા વેકેશન કરવા માટે આવી છું નાની ના ઘરે.

આદિત્ય :- ઓહહ..તો તમારા મમ્મી પપ્પા ક્યાં રહે છે ?

આ પ્રશ્ન થતા જ જવાબ માં ક્રિષ્ના આદિત્ય ને એક Sad ???????????? ઇમોજી મોકલે છે....

આદિત્ય :- શુ થયું ? કેમ આવું રડતું ઇમોજી મોકલ્યું ?

ક્રિષ્ના :- કાંઈ નહિ એમજ.

આદિત્ય :- તમે મને કહી શકો છો જો મને ફ્રેન્ડ માનતા હોય તો...

ક્રિષ્ના :- આદિત્ય, વાત એમ છે કે મારે મમ્મી પપ્પા નથી....હું જ્યારે નાની હતી ત્યારે એમનો સ્વર્ગવાસ થઈ ગયો હતો....પછી થી મારા મામા - મામી એ જ મને ઉછેરીને મોટી કરી છે અને મારા મમ્મી - પપ્પા ની ફરજ બજાવી રહ્યા છે.

( આદિત્ય પણ આ સાંભળી ને દુઃખી થઈ જાય છે કારણ કે તે પોતે પણ એક અનાથ જ હતો. માતા પિતા વગર નું જીવન કેવી રીતે વીતે છે એ સારી રીતે જાણતો હતો)

આદિત્ય :- (જવાબ માં એવું જ ???????????? Sad ઇમોજી મોકલતા) હું તમારું દુઃખ સમજી શકું છું. હું પણ નાનો હતો ત્યારે જ માં - બાપ ને ખોઈ ચુક્યો છું.

ક્રિષ્ના :- હમ્મ....

આદિત્ય :- હમ્મ...

ક્રિષ્ના :- બોલો બીજું....કેવી ચાલે છે તમારી સફર ?

આદિત્ય :- ખૂબ સરસ...( આદિત્ય એને ૨ દિવસ ની સફર ની વાત કરે છે )

ક્રિષ્ના :- હમ્મ....

(બંન્ને ની આંખ મા આંસુ હોય છે એક બીજા ની પરિસ્થિતિ વિશે જાણી ને. બંન્ને માંથી એક મા પણ હિંમત નથી વાત કરવાની કે નથી એક બીજા પાસે બોલવા માટે ના શબ્દો અને ફક્ત હમ્મ માં જવાબ જોઈ ને આદિત્ય સમજી જાય છે કે ક્રિષ્ના ને દુઃખ થયું છે એટલે એ વિચારે છે કે વધારે વાત કરી ને એને દુઃખી ના કરવી જોઈએ પણ ક્રિષ્ના ની આંખ ના આંસુ કંઇક અલગ જ શબ્દો કહી રહ્યા હતા. કાંઈક એવી વાત હતી જે ક્રિષ્ના આદિત્ય ને જણાવવા તો માગતી હતી પણ કહી નહોતી શક્તી એટલે એ વાત આંસુ રૂપે બહાર આવી રહી હતી.)

આદિત્ય :- ક્રિષ્ના, હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. મને ખબર છે તમે દુઃખી છો. એટલે હું અત્યારે વધુ વાત કરી ને તમને દુઃખી કરવા નથી માંગતો એટલે અત્યારે તમે આરામ કરો બધું ભૂલી ને આપણે પછી વાત કરીશું.

ક્રિષ્ના :- હમ્મ....Ok Bye....Take care...

આદિત્ય :- Bye...Take care...

***

રાતે જમ્યા પછી ઘર ના બીજા સભ્યો પોતાના કામ મા વ્યસ્ત થાય છે અને આદિત્ય,વીર,વિધિ અને દિગ્ગજસિંહ ચારેય સોફા પર જઇ ને બેસે છે. આદિત્ય દિગ્ગજસિંહ ને હવેલી વિશે માહિતી આપવાનું કહે છે અને દિગ્ગજસિંહ એમનો ભૂતકાળ શરૂ કરે છે.

દિગ્ગજસિંહ :- અમારી આ હવેલી ૨૦૦ વર્ષ જૂની છે અને અમારા વડવાઓ ની નિશાની છે. કહેવાય છે કે અમારા વડવાઓ એ હવેલી માં સોના, હીરા ઝવેરાત નો ખજાનો છુપાવેલો છે જેની કિંમત કરોડો રૂપિયા ઉપર છે. પણ કોઈ ને પણ ખબર નથી કે આ ખજાનો ક્યાં છે. મેં અને મારા પિતાજી એ તો ખજાના નો મોહ મનમાંથી કાઢી નાખ્યો હતો પણ અમારા મોટા ભાઈ સમરસિંહ ખજાના પાછળ પાગલ થઈ ગયા હતા. શોધવા છતાં પણ ખજાના માટે નો નકશો ના મળતા એ એટલી હદે લાલચુ થઈ ગયા હતા કે ખજાનો મેળવવા માટે એમને કાળી શક્તિઓ નો સહારો લીધો. અને તાંત્રિક વિધિ થી પોતાનો હાથ અર્પણ કરી ને એમને ખજાના નો નકશો મેળવ્યો. ખજાના નો નકશો લઈ ને એ પિતાજી પાસે ગયા. ખજાનો જમીન ની અંદર દાંટેલો હતો જે કાઢવા માટે હવેલી ને તોડવી પડે તેમ હતી. પિતાજી ને આ વાત મંજુર નહોતી કારણ કે પિતાજી વડવાઓ તરફ થી મળેલી આ છેલ્લી નિશાની ને તોડવા નહોતા માંગતા અને તેમને આ વાત નો વિરોધ કર્યો. વાત નો વિરોધ થતા ખજાના પાછળ પાગલ બનેલા મોટા ભાઈ એ પિતાજી પર હાથ ઉઠાવ્યો અને એ બંને વચ્ચે લડાઈ થઈ. લડાઈ કરતા - કરતા મોટા ભાઈ નો હાથ ટેબલ પર પડેલી મીણબત્તી પર અડી જતા તે જમીન પર પડી અને રૂમ તથા એમની સાલ માં અડતા બધે આગ લાગવા માંડી. મહેનત કરવા છતાં આગ કાબુ માં ના આવી શકી અને પિતાજી તથા ભાઈ આગમાં સળગવા લાગ્યા. અમે પિતાજી ને તો બચાવી લીધા પણ મોટાભાઈ ને ના બચાવી શક્યા. અને ત્યાર થી મોટા ભાઈ નો દીકરો બલરામ અમારા સગા દીકરાની જેમ અમારી સાથે જ રહે છે.

આદિત્ય ઉભો થઇ ને એમને આશ્વાસન આપે છે અને એમને આરામ કરવા માટે જવાનું કહે છે.

રાત ના સમયે બધા સુઈ ગયા હોય ત્યારે બલરામ બધા થી છુપાઈ ને દિગ્ગજસિંહ ના રૂમ માં જાય છે અને એમના ડ્રોઅર માં રહેલી ચાવીઓ માંથી એક નકલી ચાવી કાઢે છે અને મંદિર તરફ જાય છે. મંદિર નું તાળું ખોલી ને સૂટકેશ બહાર કાઢે છે અને તેને ખોલીને હાથ બહાર કાઢે છે. હાથ ને મુક્તિ મળતા તે ઘર માં ફરે છે અને એક કાગળ માં કાંઈક લખે છે. અને એ પ્રમાણે બલરામ હવેલી ના પાછળ ના ભાગ માં આવેલા કબ્રશતાન માં જાય છે. આદિત્ય વીર અને વિધિ જાગતા હોય છે કે અચાનક તેમને કોઈ નો રડવાનો અવાજ આવે છે અને તેઓ તે અવાજ નો પીછો કરતા કરતા નહારસિંહ ના રૂમ તરફ જાય છે. રૂમ માં જતા આદિત્ય નહારસિંહ ના ફોટા પાસે જાય છે જે દીવાલ પર લટકાવેલો હોય છે. ફોટા માં જોતા આદિત્ય ને એમની આંખો માં આંસુ દેખાય છે. આદિત્ય બોલી ઉઠે છે કે આ આંસુ અને રોવાનું કારણ ? આ કોઈ ચાલ છે કે પછી ચેતવણી ?

બલરામ કબ્રશતાન માં રહેલી એક કબર પાસે જાય છે અને ત્યાં ખોદવા લાગે છે. ખોદતાં ખોદતાં ત્યાં થી એક લાશ મળી આવે છે જે બલરામ બહાર કાઢે છે. હવે, બલરામ પોતાની તાંત્રિક વિધિ શરૂ કરે છે અને પોતાના હાથ પર ચાકુ થી કાપ મૂકે છે અને એમાંથી પડતું લોહી એ લાશ પર રેડે છે. ૪ - ૫ કાપ મુક્યા પછી એ પોતાની છેલ્લી આહુતિ છેલ્લો કાપ મૂકીને આપે છે અને એ સાથે જ લાશ ને જીવનદાન મળે છે અને તે બેઠી થાય છે. લાશ બેઠી થતા જ ઘર માં ભૂકંપ જેવું વાતાવરણ સર્જાય છે. ચારે બાજુ થી હવા ના સુસવાટા વાય છે અને જુદા જુદા ઘોર અવાજો સાથે ઘર ની ચીજ વસ્તુઓ હલવા લાગે છે અને જમીન પર પડવા લાગે છે. એટલા માં દિગ્ગજસિંહ પણ દોડતા - દોડતા ત્યાં આદિત્ય પાસે આવી પહોંચે છે. નહારસિંહ ની આખી તસ્વીર ધ્રુજવા લાગે છે અને એમની આંખ માંથી લોહી ના આંસુ પડવા લાગે છે. આ દૃશ્ય જોઈ ને આદિત્ય બોલી ઉઠે છે કે "આ લોહી ના આંસુ કોઈક સંકેત આપી જાય છે....કાંઈક બહુ જ ખરાબ થવાનું છે આ હવેલી માં.......

To be Continued.....

* આખરે શુ છે આ નકશો ?

* શુ છે નહારસિંહ ની તસ્વીર નું રડવા પાછળ નું કારણ ?

* કબ્રશતાનમાંથી નીકળેલી લાશ કોની છે ?

Anand Gajjar

Mo - 7201071861