Bahana Nasibna books and stories free download online pdf in Gujarati

Bahana nasibna...

બહાના નશીબના

sultan singh

mo. 9904185007

thepsychomind.page.tl

લેખક પરિચય

સોંપ્રથમ વાચકમિત્રો ને મારા નમસ્કાર !

નામ ;- સુલતાન સિંહ

મો. નંબર. ;- +૯૧-૯૯૦૪૧૮૫૦૦૭ [ વ્હોટસેપ ]

વેબપેજ ;- thepsychomind.page.tl

કદાચ આ મારું માતૃભારતી ભરતી પર નું ત્રીજું પુસ્તક હોઈ શકે. આમતો હું મનોવિજ્ઞાન નો વિદ્યાર્થી અને બધા જાણે એમ આ લાઈનમાં લગભગ વ્યક્તિ થોડા બઉ સાઈકો તો રેવાના એટલે થયેલી ભૂલચૂક માફ કરી દેવી. અને સારી લાગે કે ખરાબ વાંચો એટલે પ્રતિભાવ જરૂરથી આપવો જેમ એક કથાકાર માટે હુંકારો મુખ્ય હોય એમ એક ઉગતા લેખક માટે પ્રતિભાવ ખુબજ મહત્વના હોય તો તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપવા. પણ એ ફક્ત આપવા ખાતર આપવા કરતાય કઇક નવું કરવાની પ્રેરણા મળે એવા આપવા.

છેલ્લે એટલુજ કઇસ કે મારી વિચાર ધારા કદાચ તમારા વિચારો કરતા અલગ હોઈ સકે એટલે આને સ્વીકારવું કે નઈ એ તમારા પોતાના વિચારોને અધીન રહે તેજ વધુ યોગ્ય કહી શકાય.

- સુલતાન -

નશીબના ખેલ

“ મારા તો આમ પણ નશીબજ ખરાબ છે..”

“ કદાચ એ મારા નશીબમાંજ નઈ હોય નઈતો કેમ ના મળે...”

“ નશીબથી વધારે કોઈને કઈ નથી મળતું..”

“ મારા તો નશીબજ સાવ ફૂટેલા છે..”

આજની આ ફાસ્ટ ટ્રેક દુનિયામાં દરેકના મુખેથી વધારે પડતા અને વારંવાર સંભાળવા મળતા જવાબો કઈક ઉપર મુજબજ હોય છે કેમ સાચું ને ? જીવન ની કોઈ પણ મુસીબત માંથી પોતાની જાતને નિર્દોષ શાબિત કરવાની કળા એટલે નશીબ ના ખેલ. બાકી શું સાચે આવું કઈ હોતું હશે ? આતો બસ એક બહાના બાજી ની નકામી વાતો છે. અમ સત્યતા કેટલી એની ક્યાં કોઈ દરકાર કરે છે..

દરેકને પોતાની નિષ્ફળતા ની વાતો પર શોક વ્યક્ત કરે અને એની નાકામિયાબી માટે એને સાંત્વના આપે એજ ગમે. “ શું કરીએ કહો ભાઈ હવે જે મારા નાસીબમાંજ ન હોય એ મને કેમ મળે મારું તો નાશીબ્જ ખરાબ છે ” બસ તમે આટલું કહો અને તમારા માટે કેટલાય કાંધા અને ખભા સામેજ હોય. હા ભાઈ કેમ નઈ તારી વાત સાચી છે યાર મારી સાથે આવું બનેલું અતો બધા નશીબ ના ખેલ ભાઈ, હા હું સમજી સકું છું કે હાલ તારા દિલ પર સુ વીતતી હશે પણ હવે શું થાય કે બધું ક્યાં અપના હાથમાં છે કે ?, તારી વાત સમજુ છું ભાઈ પણ નશીબની સામે કોણ બાથ ભીડી સકે એ જે કરે એ સાચું. અને અપને જાણે પોતાની ભૂલોમાંથી છુટા કારણ એમાં તો નાશીબ્નોજ વાંક ને અપનો શું ? એટલા બધા લોકો કઈ ખૂટું થોડે બોલે ? બસ અને અપની જરૂરિયાત પૂરી અપને અવ દિલાસાની અશાઓથી ટેવાયેલા છીએ અને આપણી સોસાયટી પણ એટલે આવા કાંધા પણ સર્ર્લતા થી મળી રહેતા હોય છે.

પણ શું એનાથી તમે તમારી ભૂલો ને સુધારી સક્સો ખરા ના બસ તમે એને થોડોક સમય માટે છુપાવી શકો ખરા. પણ જો આવું એ વ્યક્તિને કઈએ તો વિચાર્યું છે તમારી શી દશા કરે એ ?

“ એટલે તમે કહેવા શું માંગો છો ? હું કોશીશ નથી કરતો ? મારીજ ભૂલ છે એમાંજને ? જુઓ ભાઈ તમે ભર્યા માં પડ્યા છો તમારા નશીબ હાલ ગતિમાન છે એટલે આવી વાત કરો છો પણ જયારે તમારો આવો સમય આવે ને એટલે ખબર પડેશે કે નશિબના ખેલ શું હોય અને કેવાં હોય ? સમજ્યાને ? આમ કોઈના પર સવાલ ઉઠવા કરતા સમજતા કેમ નથી કે મારા નાશીબજ ફૂટેલા છે નઈતો મારી આવી હાલત હોય ખરા ?

લો કરો વાત , તમને તરતજ જવાબ મળી પણ જાય અને આ જવાબ સાંભળ્યા પછીતો આપને શરણાગતિ સ્વીકાર્વીજ રહી ને કારણ કે એવા માણસને સમજાવી ને તો ફર્ક પણ સુ પડે “ ભેસ આગળ ભાગવત “ જેવુજ થાય ને ?

અને લગભગ આજ સત્ય છે કેમ ?

લગભગ મારા જોયા મુજબ તો અત્યાર સુધીમાં એવા વ્યક્તિ મેં નથીજ જોયા કે જેમને આવા શબ્દો ક્યાંક ને ક્યાંક ના સાંભળ્યા હોય, હું ખોટું તો નથી કઈ રહ્યો ને ? પણ મુખ્ય વાત તો એ છે કે આજની આ દુનીયાજ નાસીપાસ થઇ અને હાર માની શરણાગતિ સ્વીકારી ચુકી છે કોઈને પોતાના પર એટલો વિશ્વાસ નથી કે એ સામે લલકાર ફેકી સકે કે જે હશે એ જોયું જશે હું નથી ડરતો. મને વિશ્વાસ છે અને પૂર્ણ વિશ્વાસ છે મારા નશીબ કરતાય વધુ મારી કર્મનિષ્ઠા પર મને કોઈ ડર નથી.

મારે નથી ડરવું કોઈ નશીબ ના ચક્કરોથી મારે તો બસ જીતવું છે અને માત્ર જીતવું છે હું મારી બધીજ તાકાત થી અને મન લગાવીને લડી લઈશ પછી જે થશે ઈ જોયાં જશે પણ હર નઈ માનું. મારે નશીબના બહાના બનાવી ને નથી બેસી જવું મારે તો કઈક ને કઇક સતત કરતાજ રહેવું છે. મેં એક સેમીનાર માં સાંભળેલી થોડીક પંક્તિઓ યાદ છે જે હું જરૂર કઇસ જે નીચે મુજબ હતી..

ગીર ગયા તો ક્યાં હુઆ,

ગિરતા વહી જો ચાલતા હે,

બસ ઇતના સા કરના હે,

કે ઉઠકર ફિર સે ચાલના હે..

 • સંદીપ મહેશ્વરી –
 • જીવન માં દરેક વખત સફળતા મળે એવું કઈ જરુઈ તો નથીજ ને તો પછી હમેશા જીતની આશા શા માટે રાખવી અને જયારે નિષ્ફળતા મળે એટલે એને શા માટે નશીબ જેવા શબ્દમાં છુપાવી દેવી. એને સ્વીકારી લેવી એજ સફળતા માટે જરૂરી માધ્યમ છે. અને એક નિષ્ફળતા એટલે કઈ અંત નથી થઇ જતો એજતો સરુઆત છે નવા કાર્ય ની બસ એને સમજવાની છે અને સ્વીકારી લેવાની છે.

  પણ જો કોઈ કાર્ય કરશોજ નઈતો પછીતો નશીબ પણ ક્યાંથી શુધારી જવાના. અરે હા યાદ આવ્યું એક બીજું વાક્ય પણ “ success comes from expiriance and expiriance comes from bad expiriance – Sandeep maheshvari ” મતલબ સાફ છે કે નશીબ ના બહાના કરતા કાર્ય કરતા રહેવું વધુ ફાયદાકારક છે અને નશીબની લકીરો પણ પૂર્ણ રૂપે મહેનત સાથે જોદયેલીજ છે.

  મારા અંગત પ્રસંગ પર આવું અ પહેલા નીચેની બે પંક્તિ બીજી પણ કહ્યા વગર હું નઈ રહી શકું.

  દોડવું પણ નથી કે રોકાવું પણ નથી બસ ચલ્તાજ રહેવું છે

 • સંદીપ મહેશ્વરી
 • મારા જીવનનો એક અતરંગ પ્રસંગ

  હું થોડાક દિવસો અગાઉ રાજસ્થાન ગયેલો ત્યાં મને મારા એક મિત્ર એ મને એના ઘરે બોલાવેલો હું ગયો પણ ત્યાનો એ પ્રસંગ મને હજુય યાદ છે. એના કોઈ અંકલ આવેલા એના ઘેર કદાચ એમની વાત પરથી એવું લાગેલું કે એમની નોકરી છૂટી ગઈ હતી અને તેઓ પોતાના નશીબની ગાથા ગઈ રહ્યા હતા.

  મારા મિત્રે મને કહ્યું યાર તું તો કાઉન્સેલિંગ માં ભણે છે ને એમને કઇક સમજાવને તેઓ બુજ અપસેટ છે મારું હજુ પ્રથમ વર્ષ હતું પણ મને અચાનક મેં વાંચેલી બુક યાદ આવી અને મેં બીડું જડપ્યું. હું એમની સામે ગયો થોડીક ઓળખાણ થઇ અને અમે વાત શરુ કરી.

  “ અચ્છા તો તમારી સાથે શું થયું ? ”

  “ મારી નોકરી જતી રહી ...”

  “ પણ કેમ ?..”

  “ નક્કર કારણ તો ખબર નઈ પણ પાછલા ત્રણ વર્ષથી મારા સેલ્સમાં સતત ગટાડો થઇ રહ્યો છે, પણ હું સુ કરું મારા તો નાશીબજ હાલમાં ખરાબ ચાલે છે ?..”

  “ તો તમે સેલ્સ વધારવાની કોશીશ કરવી જોઈતી હતીને ?..”

  “ કરી હતી પણ ...”

  “ પણ શું અંકલ ?..”

  “ કેવી રીતે કરું જ્યાં જતો ત્યાં બસ નીશ્ફલ્તાજ મળતી... પણ કીના થાય આતો નશીબના ખેલ છે નઈ તો કાળના આવેલા છોકરા આજે મારી જગ્યાએ છે અને હું.....”

  “ તો તમે હર સ્વીકારી લીધી એમને ?..”

  “ ના મેં કેટલીયે વાર કોશિશ પણ કરી પણ મારા નશીબે દરેક વાર મને પછાડ્યો નઈતો કદાચ આજ...”

  “ તમે એની પાછળના કારણોતો તપસ્યા હશે ને ?..”

  “ ના , હું જનુજ છું..”

  “ શું હતા એ... કારણો...”

  “ મારા નશીબ બીજું શું..? ”

  “ મતલબ તો હર સ્વીકારી એજ થયોને..”

  “ તમે મારા નશીબની મશ્કરી કરોછો અમજને ?..”

  “ અચ્છા ચલો જવાદો એ વાત મને એમ કહો જેને એ જગ્યા મળી એ તમારાથી વધુ અનુભવી છે ?..”

  “ ના હો...”

  “ વધુ ઉમરલાયક હશે નઈ ?..”

  “ ના હો...”

  “ વધુ જાણકાર હશે નઈ ?..”

  “ ના હો હજુ છોકરું છે..”

  “ તો ચોક્કસ વધુ ભણેલો હશે ? ”

  “ ના એવું પણ નથી. મારા કરતાય ઓછુ ભણેલો છે એતો..”

  “ તોય એને તમારી જગ્યા મળી કઈકતો હશેને એનામાં ? ”

  “ અરે ભાઈ એજતો નશીબ છે જે મારા ખરાબ છે..”

  “ તમને હજુય કેમ આવું લાગે છે કે એના નશીબ છે ? ”

  “ એમાં લાગવાનું શું એજતો સાચું છેને ?..”

  “ ઓહ, આટલો આત્મવિશ્વાસ ? ”

  “ હાસ્તો, નઈતો એ આજ મારી જગ્યાએ કઈ રીતે પહોચી સકે મારી પાસે બધાજ આંકડાઓ પણ છે એ મારા કરતા ફક્ત ૨ લાખ વધુ વેચાણ કરી સક્યો છે..”

  “ અને તમે ? ”

  “ પાછલા મહિના કરતા ૪ લાખ ઓછા..”

  “ તમે જોયું એને કેમ આટલી જલ્દી સફળતા મેળવી ? જુઓ એ સતત આગળ વધી રહ્યો છે જયારે તમારા આંકડા સરેરાશ છે..”

  “ ના કેમ એમાં શું તપાસવાનું ? ”

  “ કેટલા સમય થી એ આવેલો છે ? ”

  “ આઠ મહિના પેલાજ..”

  “ અને અંકલ તમે ? ”

  “ પંદરેક વર્ષથી છું લગભગ શોઉથી જુનો હોઈશ..”

  “ મતલબ પાછલા પંદર વર્ષ તમારા નશીબ સારા હતા જે આમ અચાનક ..”

  “ ના હું મહેનત કરતો રહ્ર્લો ને ? ”

  “ તો હવે કેમ ? ”

  “ એ હજુ યુવાન છે ગરમ લોઈ છે અને હું ઉમર લાયક એના જેટલી દોડધામ મારાથી ક્યાં થાય કે ? ”

  “ મને નથી લાગતું કે ઉમરનો કોઈ અસર પડતો હોય ? ”

  “ પણ એની પાસે સમય છે..”

  “ અને તમારી પાસે...”

  “ મારા નશીબ નથી ....”

  છેવટે મેં વાત ત્યાજ પતાવી કારણ બઊજ દેખીતું છે આટઆટલું સમજવા છતાય છેવટે વાત ફરી નશીબ થી શરુ થઇ અને નશીબ પર અવિનેજ રોકાઈ હું સમજી ગયો કે તેઓ પોતાની હાર સ્વીકારી ચુક્યા છે પણ એને છુપાવવા માટે નશીબનો સહારો લઈને બેઠા છે...

  પણ શું એમની એ દલીલો સાચી છે ?

  કદાચ એમના મત મુજબ એમને જણાવેલી ઉપરની બધીજ દલીલો સાચી હોય પણ સાચી વાત તો એજ છે કે આ બધી ફક્ત અને ફક્ત પોતાની જાતને છેતરવાની બહાનાબાજી છે અને આજ વાત સ્વીકારવી એ શોઉથી મોટી વાત છે.

  આતો થઇ મારા મિત્રના અંકલની વાતો પણ હવે ફરી મુદ્દાની વાત પર આવી જઈએ. “ નશીબ ” કેટલો સરળ શબ્દ છે તેમ છતાય દરેક મોટામાં મોટી ભૂલને પોતાના અંદર સમાવી લેવાની ગજબની શક્તિ એનામાં છે. અને એટલેજ લોકો બીજા કોઈ શબ્દનો સહારો લેવાને બદલે આ સરળ શબ્દનેજ આગળ કરી પોતાની નિષ્ફળતાને છુપાવાની નાકામ કોશીસો કરતા હશે.

  હાથમાં બનતી રેખાઓ કદાચ ભાગ્ય નક્કી કરી શક્તિ હોય પણ મનમાં રહેલી ધગસ અને કોઇપણ કામ પ્રત્યેની મરી મીટવાની ત્રીવ્ર ઈચ્છા એ નશીબનેય ધૂળ ચટાવી દેવા સધ્ધર છે. અને એટલેજ કહી સકાયકે માણસના નશીબ એના હાથમાં નઈ પણ એના કર્મોમાં હોય છે, બસ એને યોગ્ય દશા અને દિશા આપવાની જરૂર હોય છે. પણ જો બહાના બનાવીને બેસીજ રહેવું હોય તો પછી નસીબને કોશ્વાનો પણ મને નથી લાગતું આપણને કોઈ અધિકાર હોય.

  કદાચએજ બહાના એને કર્યા હોત જે આજ પેલા અંકલના સ્થાને હતો અને સાચું કઉ તો એ બહાના સ્વીકારી શકાય એટલા ચોક્કસ અને યોગ્ય પણ હોત કારણ એના માટે એ બધુજ તદ્દન નવું હતું. હૂતો આ ફિલ્ડમાં સાવ નવો છું, મારીતો હજુ ઠીકઠાક ઓળખાણ પણ નથી ક્લાઈન્ટ સાથે, મારી પાસે હજુ પુરતો અનુભવ પણ નથી, હું આટલું જલ્દી કઈ રીતે બધું સાંભળી શકું ? આટલા બહાના તો એ પોતે ચોક્કસ કરીજ સકત પણ એને બહાનાબાજીમાં સમય ખોવાને બદલે સીખવામાં વધુ ધ્યાન આપ્યો. એણે પોતાનો સમય કામમાં હોમી દીધો અને નશીબનો સહારો લઇ બેસી રહેવામાં એને વધુ ધ્યાન પણ ના આપ્યું. એજ કદાચ એની મહત્વપૂર્ણ મૂડી બની આજે એની સમક્ષ હતી.

  ત્રણ મહિના એ ઘટના વીત્યા બાદ અચાનક એજ વ્યક્તિ મને ફરી મારા મિત્ર સાથે મળ્યો આજે એ કદાચ વધુ ઊંચા સ્થાન પર હતો કારણ એ પોતાના પ્રમોશન માટેની મીઠાઈસાથે લાવેલો હતો અને વારંવાર પેલા અંકલનો પોતાને બધું શીખવવા બદલ આભાર પણ માની રહ્યો હતો. અને એ પેલા અંકલને મળવાની આશા પણ વ્યક્ત કરી રહ્યો હતો કદાચ એ એમના આશીર્વાદ ઈચ્છતો હતો પણ મારા મિત્રે પરીસ્થીતી સાંભળી લીધી એને અંકલ ગામડે જવાનું કહ્યું છેવટે એને મીઠી મિત્રના હાથમાં મૂકી જવાની મંજુરી માંગી લીધી.

  હું બધું જોઈ રહ્યો હતો મને અચાનક કઈક યાદ આવ્યું. જયારે મારો મિત્ર ત્યાંથી નીકળ્યો ત્યારે એને અમણા આવું એમ કઈ હું ફરી પેલા વ્યક્તિને મળવા પાછળ ગયો. એમને મને પાસેની રેસ્તરામાં ચાનો આગ્રહ કર્યો મેં મારા મનની વાતો જાણવા માટે તેને સહર્ષ સ્વીકાર્યો અને અમે એ રેસ્તરામાં સામસામે ટેબલ પર બેઠા. મેં એને અંકલ અને તેમની જોબ વિષેની વાત કરી મને અનો જવાબ સાંભળીને આશ્ચર્ય થયો કદાચ તમને પણ થાય એનો જવાબ્જ કઇક એવો હતો.

  એને કહેલું કઈક આમ હતું “ હું બારમાં ધોરણમાં ભણતો ત્યારથીજ મને સેલ્સમાં ખુબજ રસ હતો હું માર્કેટીંગ વિશેના ખુબ પુસ્તકો વાંચેલા જેમાં ફિલિપ કોટલરનું માર્કેટીંગ મેનેજમેન્ટ મુખ્ય અને અદભૂત હતું અને બસ મેં એમાં ખુબ મહેનત કરી મારી વાણીજ્ય વ્યવસ્થામાં ફાવટ પણ ખુબ સારીજ હતી. આજ રસ મને બી.બી.એ. તરફ ખેંચી ગયો છેવટેમે ડીસ્ટીકસન સાથે સ્નાતક પણ પૂર્ણ કર્યું. મારે માર્કેટીંગમાં એમ.બી.એ કરવાનું મન હતું પણ મારી પારિવારિક સ્થિતિ ના હોવાથી મેં છેવટે નોકરી માટે મન મનાવ્યું મને સેલ્સ લાઈનમાજ નોકરી જાણે મારા સદનશીબે મળી. હવે મેં મારા કામનેજ મારું એમ.બી.એ. સમજી મહેનત સારું કરી દીધી મારા માટે બધાજ જાણે શિક્ષકોજ હતા અને લગભગ બધું મેં તમારા એ અંકલ પાસેજ શીખ્યું. બીજા કર્મચારીઓની પાસેથી પણ મને ઘણું એવું શીખવા મળી જતું હું મારા જ્ઞાન મુજબ એના આધારે યોજનાઓ બનાવતાય શીખ્યો. અને પછી મારીજ બનાવેલી એ યોજનાઓ મુજબ હું કાર્યમાં મન મુકીને મહેનત કરતો મારે મન સફળતા કરતાય શીખવું વધુ મહત્વનું હતું. હું ઓફીસના સમયમાં એ કામ અને ત્યાંથી ઘરે જઈને પણ જાણે મારા શિક્ષણ માટે હું ઓવર ટાઇમ કરી લેતો. કદાચ મારા મનની ત્રીવ્ર ઈચ્છાઓ અને દઢ સંકલ્પ મારી સફળતામાં મહત્વનું યોગદાન આપતા રહ્યા. મારી લગન આખરે મારી વારે આવી મને મારી મહેનત પ્રમાણે સફળતા મળી કેટલીયે મુશ્કેલી આવી પણ મારે તો શીખવું હતું એટલે મેં જરાય પીછેહઠના સ્વીકારી અને હું જીત્યો પણ...

  એને આમ અચાનક અટકેલો જોઈ હું જાણે વધુ અથવા એની એ પણ... પાછળની ગહેરાઈ જાણવા વધુ ઉતાવળો બન્યો અને જાણે હું રહીજ ના શક્યો હોય એમ પૂછી પણ લીધું પણ શું...?

  મારી આ સફળતાનું એક બીજું મહત્વપૂર્ણ કારણ તો તમારા એ અંકલ છે જેમને મને પોતાના વ્હાલા વિદ્યાર્થીની જેમ મને બધુજ શીખવ્યું પણ મને હજુય એજ વાતનો અફસોસ છે કે મેં એમનીજ જગ્યા જાણે છીનવી લીધી એવો એક ધુત્કાર્ભાવ મારા મનને કોરે છે એટલેજ હું એમને મળવા માંગતો હતો પણ...

  આ પણ નો કોઈ જવાબ પૂછવો મેં યોગ્ય ના સમજ્યો કદાચ એ વ્યક્તિ અંદરથી ખરેખર દુખી હતો એટલે મેં મારો સવાલ મનમાંજ ડાબી દીધો અને એટલામાં આપેલા ઓર્ડર મુજબ ચાં પણ આવી ગઈ. અમે લોકો થોડોક સમય બાદ ચા પતાવી એન વિદાય લીધી અને હું પણ ફરી મારા મિત્રના ઘર તરફ વળ્યો મારેય અને મળી મારા વતન પાછા ફરવાની વિદાય લેવી હતી. હું રીક્ષા કરી એના ઘર તરફ નીકળ્યો મેં રીક્ષા વાળાને એડ્રેસ આપી પાછળ બેઠક લીધી પણ મારું મન હજુય પેલા વ્યક્તિની વાતોમાંજ ખોવાયેલું હતું હમેશની જેમ મારી દરેક વાતને ઊંડાણ પૂર્વક સમજવાની મારી આદત મને મજબુર કરી રહી હશે.

  જાણે મારા મનની કેટલીયે ચિંતાઓના સમાધાન પણ એ મને આપીને ગયો હોય એમ હું ખુશ હતો. મને હવે મારું ભવિષ્ય અને પેશન પણ જાણે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, હવે મારે કોઈ નવી વિચારસરણીને અનુસરવાની જરૂર ના હતી. એ વ્યક્તિના વિચારો ઉત્તમોત્તમ અને પરિવર્તનશીલ પણ હતા એને હારના માની એટલેજ એને સફળતા મળી. કદાચ એણે એમ.બી.એ. કર્યું હોત તોય એની આ સફળતાઓની આ ગતિ આગળ એ ડીગ્રી પણ ઝાંખી હતી.

  મારે ગહન ચિંતન બાદ મને એટલું તો સમજાયું કે એની સતત વધતી ઈચ્છાઓ અને દરેક પલમાં નવું વિચારી અને અમલી બનાવવાની એની અભિલાષા એજ એની સફળતાની માસ્ટર કી સમાન હતી. એ સમાજની બહાનાબાજી અને માર્યાદિત વિચારસરણીમાં જીવવા કરતા પરિવર્તન સ્વીકારી એની સાથે તાલમેળ સાધી લેનાર વ્યક્તિ હતો. એ જણતા કે અજાણતાય પોતાના અંતરમનની અવાજને ફોલો કરતો હતો એનો ધ્યેય અને દિશા એને બનાવી લીધી હતી. અને એને પામવાની બધીજ યોજનાઓ એને પાડનાર મુસીબતો ની પરવા કર્યા વગર સહર્ષ સ્વીકારી હતી. એ પોતાના દરેક કાર્ય માટે સંતુષ્ટ હતો અને દરેક પળને પહેલા કરતા વધુ સારી બનાવવાની એની ઈચ્છા સતત ઉભરાતી હતી.

  મારા માટે મારો એ અનુભવ ખુબ મહત્વપૂર્ણ હતો કદાચ તમારા માટે પણ આ ઉપયોગી બને એવી આશા સાથેજ મને આ લખવાની ઈચ્છા થયેલી. અને પેલા કહ્યું એમ હું મારા દિલની અવાજને ચાહીને પણ રોકી નથી શકતો.

 • સુલતાન સિંહ –
 • [ તમારા પ્રતિભાવ જરૂર આપવા સારા કરતાય ખરાબ હોયતો તુરંત આપવા જેથી મનેય મારી ખામીઓ સુધારવાનો અવસર મળે. ]

  બીજા રસપ્રદ વિકલ્પો

  શેયર કરો

  NEW REALESED