હોમકેર ટિપ્સ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોમકેર ટિપ્સ

હોમકેર ટિપ્સ

ભાગ-૨

મીતલ ઠક્કર

* બિસ્કિટના ડબ્બામાં નીચે બ્લોટિંગ પેપર પાથરવાથી બિસ્કિટ બગડશે નહીં.

* બળી ગયેલા પેન કે ડિશને મીઠું ઘસીને ધોઈને સાફ કરો.

* મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાડવાથી બળતરાથી રાહત થાય છે.

* આદુને થેલીમાં ન રાખવા તેનાથી આદુ ચીકણા થાય છે. આદુને ફેલાવીને જ રાખવું.

* હાથમાંથી કે વાસણમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દુર કરવા ચણાનો લોટ ઘસી ધોવું.

* સ્પંજ પાતળું થઇ જાય તો મીઠાના પાણીમાં પલાળી સૂકવવાથી પહેલાં જેવું થઇ જશે.

* કાર્પેટ સાફ કરતી વખતે સખત દાંતાવાળું બ્રશ ઉપયોગમાં લેવું નહીં તેથાથી કાર્પેટના રુછડા નીકળી જશે.

* કટાઈ ગયેલી છરી પર કાંદાનો રસ લગાડી આખી રાત રાખવી. એ પછી સવારે ધોઈ નાખવાથી કાટ જતો રહેશે.

* રસોડાના પ્લેટફોર્મને જીવાતમુક્ત રાખવા દિવસમાં બે વાર તેને વિનેગરમાં બોળેલા સ્પંજ વડે લૂછો.

* માઈક્રોવેવ ઑવન સાફ કરવા માટે બે કપ પાણીમાં બે ચમચા લીંબુનો રસ અથવા વિનેગર મિકસ કરો. તેને કાચના માઈક્રોવેવ સેફ બોલમાં ભરો. પછી બેથી ત્રણ મિનિટ સુધી માઈક્રોવેવ ચાલુ કરીને બાઉલ બહાર કાઢો અને માઈક્રોવેવ પેપર નેપક્ધિસથી સાફ કરો.

* કૂકરમાં બાફવા મૂકેલા વટાણા અને બટાકા માટેના પાણીમાં લીંબુની ચીરી મૂકવાથી કૂકરમાં ડાઘા નહીં પડે.

* પ્લાસ્ટિકની ડોલ તથા ટમ્લર પર મેલ અને ચીકાશ ચોંટી ગયા હોય, તો સહેજ કેરોસીનવાળા કપડાંથી લૂછી લો અને ત્યાર પછી સાબુ અને પાણીથી બરાબર ધોઈ નાંખો. ડોલ ટમ્લર વગેરે નવા જેવા થઈ જશે.

* થરમોસ અંદરથી પીળું પડી જાય અને હાથ નાંખીને સાફ કરી શકાય તેમ ન હોય તો સાફ કરવા માટે, પહેલા અંદર થોડું પાણી નાખી, છાપાના નાના-નાના ટુકડા અંદર નાખી દો. અડધા કલાક પછી અંદર પાણી નાખી ધોઈ નાખો. થરમોસ બિલકુલ સ્વચ્છ, ચમકી ઉઠશે.

* સ્ટીલના વાસણોને અઠવાડિયામાં એક વખત લીંબુ અને આંબલીના પાણીથી ધોઈ લો. એનાથી વાસણો ચમકતા રહેશે.

* જો કોઈ વાસણ દાઝી ગયું હોય, તો એની વાસ દૂર કરવા માટે સાફ કરતી વખતે એમાં થોડોક બોરીક પાઉડર નાખીને, પાણી ઉમેરી. એને ગરમ કરો. વાસણ એકદમ સાફ થઈ જશે.

* કાચના વાસણને ચાના ઉકાળેલા કૂચાના પાણીથી સાફ કરવાથી તે ચમકદાર થશે.

* ક્રોકરી સાફ કરતી વખતે સાબુમાં થોડુંક દળેલું મીઠું નાખવાથી ક્રોકરી સરસ રીતે ચમકવા લાગશે.

* કિચનની સામગ્રી ભરવા માટે પારદર્શક ડબ્બા રાખો. જેથી કઈ વસ્તુ કેટલી ઘરમાં ભરેલી છે તે ધ્યાનમાં રહે અને શોપિંગ લિસ્ટ બનાવવામાં સરળતા રહે. દરવખતે ડબ્બા ચેક કરવાની જરૂર ન રહે.

* મિકસર ધોઈને લૂછી લીધા પછી ફરી એક પળ માટે ચલાવો જેથી બ્લેડ પાસેનું પાણી આસપાસ ઉડી જશે અને બ્લેડ જામ નહીં થઈ જાય.

* લીંબુનો રસ તથા દૂધ સપ્રમાણ ભેળવી મારબલ સાફ કરવાથી તેના પરના ડાઘા દૂર થશે.

* લોટના ડબ્બામાં તમાલપત્ર રાખવાથી ભેજ લાગશે નહીં અને લોટ લાંબો સમય સુધી તાજો રહેશે.

* આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.

* અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું.

* વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી જશે.

* માઈક્રોવેવ ઓવનની સફાઈ કરવા માટે સફેદ દંતમંજન પાઉડર ઓવનમાં ભભરાવી કોરા કપડાંથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઊઠશે.

* રસોડાંના ડ્રોવર, અલમારી કે કબાટ અથવા ટેબલના ડ્રોઅર માટેની છે. આ બધી જ જગ્યાઓ જો સરળતાથી ન ખૂલતી હોય તો તેના તળિયા પર મીણ ઘસી દેવું. તેનાથી તે નરમ પડી જશે અને સરળતાથી ખુલી જશે.

* ટામેટાંને બે ભાગમાં કટકા કરો. તેમાંથી એક કટકાને તાંબાના વાસણો પર ઘસો. ટામેટાંના રસને વાસણો પર સૂકાવા દો. ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઈ નાખો. ટામેટાંમાં રહેલી કુદરતી એસિડિટી તમારા તાંબાના વાસણોને ચમકાવી દેશે.

* લસણને થોડુ ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે.* ખાંડમાં કીડી ન આવે તે માટે તેની બરણીમાં 4-5 લવિંગ રાખવા.* તવીમાંથી ડુંગળીની સુગંધ કાઢવા માટે કાચુ બટાટુ કાપીને તેને તવી પર ઘસી લેવું

* રસાદાર શાકમાં શીંગદાણાનો ભૂક્કો નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે અને તેનો રસો ઘટ્ટ થશે. ઘણી વખત કોઈ શાકમાં પાણી વધારે પડી જાય છે, ત્યારે પ્રશ્ન થાય કે હવે શું કરું? કારણ કે, શાક ચઢી ગયું હોય છે આથી રસાને જો વધારે બાળવા માટે જઈએ તો, શાક વધારે પડતું ચઢી જાય છે. આવા સમયે શાકનો સ્વાદ અને રૂપરંગ જાળવી રાખવા માટે આ રીતે સિંગદાણાનો ભૂકો વાટીને નાખવાથી રસો તો ઘટ્ટ થશે જ સાથે-સાથે સ્વાદ પણ વધી જશે.

* કિચન કાઉન્ટર ખાલી રાખો. તેના કારણે રસોઈ બનાવવામાં સરળતા રહેશે. શક્ય તેટલા ઓછા ગેજેટ્સ ત્યાં રાખો. સવારના સમયે જલદીમાં સેન્ડવીચ, લંચ કે બ્રેકફાસ્ટ બનાવવા ઉતાવળ કરવી પડે છે. તે સમયે ફટાફટ કામ પતાવો. પછી સાફસફાઈ કરી દો. જેથી એના પછી રસોઈ કરવા જાવ તો કોઈ ટેન્શન ન રહે.

* રસોડામાં ઉપરના ભાગ પર બનાવેલી કેબિનેટના દરવાજા બંધ રાખવા. રસોઇમાં વ્યસ્ત સ્ત્રી ઉઘાડા દરવાજા પ્રત્યે બેધ્યાન રહેતાં માથામાં લાગી જવાની શક્યતા રહેલી છે.

* રસોડાનો નેપકિન જુદો હોવો જોઇએ અને તે નિયમિત ધોવાતો હોવો જોઇએ.

* ગેસનો ચૂલો કમરની ઊંચાઇ સુધીનો જ હોવો જોઇએ જેથી રસોઇ કરવામાં સરળતા પડે.* કાચનો ટૂકડો હાથેથી ન ઉપાડતાં ભીના કપડામાં લપેટીને ઉપાડવો.

* ચોમાસામાં ભેજને લીધે લાકડાંનાં બારી-બારણાં ફૂલી જાય છે અને બરાબર બંધ થતાં નથી. એવામાં બારી-બારણાંના મિજાગરાં કાઢી નાખી તેના પર જરૂરી ઓઇલ લગાવો અને બારી-બારણાંને ફરી ફિક્સ કરી દો. તે પછી તેના પર પેઇન્ટ કરો જેથી તે ફૂલે નહીં. એ ઉપરાંત, પ્લાસ્ટિકની પટ્ટી પણ લગાવી શકો છો, જેનાથી પણ ફેર પડશે.

* ઘરના કાચની બારીઓ, અરીસાઓ વગેરે પણ ભેજના કારણે ધૂંધળા થઇ જાય છે. તેને સ્વચ્છ અને કોરા કરવા માટે કપડાંને બદલે છાપાંથી લૂછવાના રાખો. આનાથી કાચ, અરીસા સ્વચ્છ રહેશે અને તેની શાઇનિંગ પણ વધશે.

* કાચા ફળને પકાવવા હોય તો સામાન્ય તાપમાને ફ્રિઝની બહાર જ રાખવા જોઈએ.* ચીઝના પેકેટને ખોલ્યા બાદ ૩-૪ સપ્તાહની અંદર ઉપયોગમાં લઈ લેવું જોઈએ. હા, તેને ફ્રિઝમાં સરખી રીતે પેક કરીને મૂકવું જોઈએ.

* હીરાના ઝાંખા પડી ગયેલા અલંકારોની ચમક પાછી લાવવા તેના ઉપર ટૂથપેસ્ટ લગાવો. ત્યારપછી તેને નરમ બ્રશ વડે હળવે હળવે ઘસીને સાફ કરો. તેના ઉપર જોરથી બ્રશ ઘસવાથી ઘરેણાંમાંથી હીરા-રત્નો નીકળી જવાની ભીતિ રહે છે.

* ટામેટાંની છાલ સરળતાથી ઉતારવા માટે પ્રથમ તેને એક મિનિટ માટે ઉકળતા પાણીમાં રાખવા અને પછી તરત જ ઠંડા પાણીમાં ડૂબાડવા. છાલ તરત જ ઉતરી જશે.

* હેરડાઇના ડાઘા કપડા પરથી દૂર કરવા ડાઘા પર કાચો કાંદો ઘસવો અને પછી ધોવું.

* ઘરમાં રંગ કરાવ્યો હોય અને લાદી પર રંગના ડાઘા પડી જાય નહીં તેથી રંગ શરૃ કરતાં પહેલાં લાદી પર કેરોસિનનું પોતું કરવું.

* હાથ તથા ચાકુ પરથી કાંદાની ગંધ દૂર કરવા લીંબુની છાલ રગડવી.

* કાંદા સાંતળતી વખતે આવતી દુર્ગંધ દૂર કરવા પાણીમાં ચપટી સાકર ભેળવી ઉંમેરવી.

* ટામેટા ફ્રીઝમાં મૂકવાથી તેના ગરને નુકસાન થાય છે. આ સિવાય ફ્રીઝમાં મૂકેલા ટામેટાના સ્વાદ-સુગંધમાં પણ ફરક આવી જાય છે. પરંતુ તેને ફ્રીઝની બહાર રાખવામાં આવે તો તેનો મૂળ સ્વાદ માણી શકાય છે.

* એક લીંબૂને બે ભાગમાં કટ કરો. એક કટકા પર મીઠું લગાવીને તેનો ઉપયોગ પૉર્સિલિન વાસણો પર, પેન, પોટ કે સિંક પર કરશો તે ચમકવા લાગશે. તમારા ઘરને ચોખ્ખું રાખવા માટે લીંબૂ સૌથી બેસ્ટ વસ્તુ છે.

* ફ્રિજમાંથી આવતી કોઈ પણ પ્રકારની દુગંધને દૂર કરવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તમારા ફ્રિજને સાફ કરવા માટે પણ તમે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં ગ્રીન ટીના પત્તાને ભરીને ફ્રિજમાં મૂકવાથી કોઈ પણ પ્રકારની ગંધ જતી રહેશે.

* મિક્સરમાંથી મસાલાની ગંઘ દૂર કરવા માટે થોડા સૂકા લોટને નાખીને મિક્સરમાં ફેરવી લો.

* ડ્રેનેજમાં કચરો જામ થઈ ગયો હોય તો એને સાફ કરવા માટે અડધો કપ બેકિંગ સોડા રેડો પછી અડધો કપ વ્હાઈટ વિનેગર રેડો અને ડ્રેનેજને કવર કરી દો. આ મિક્સરના ફીણ થાય ત્યાં સુધી રહેવા દો અને પછી આઠ કપ ઊકળતું પાણી રેડી દો. તમારી ડ્રેનેજ લાઈન સાફ થઈ જશે, પણ જો તમે કોઈ કમર્શિયલ ડ્રેનેજ ઓપનર કે ક્લીનરનો ઉપયોગ કર્યો હોય તો એના પછી આ પ્રયોગ ન કરતા. સિન્કમાંથી જીવજંતુનો નાશ કરવા માટે રાતના સૂવાના સમયે સરકામાં બેકિંગ સોડા મિક્સ કરીને સિન્કમાં નાખો અને દસ મિનિટ રહેવા દો. પછી સિન્કને ગરમ પાણીથી ધોઈ લો બધાં જીવજંતુ નાશ પામશે.

***