Tamaru Passion Janvu Chhe Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Tamaru Passion Janvu Chhe


તમારૂં પેશન જાણવું છે?

જીતેશ દોંગા

jiteshdonga91@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

તમારૂં પેશન જાણવું છે?

એક બાળક તરીકે આપણી પાસે હજાર ચોઈસ હતી. આપણે થોડીવાર ધૂળમાં રમતા-રમતા કુંભાર બની જતા, તો થોડીવાર પાટીમાં ચિતરડા કરીને પેઈન્ટર. ક્યારેક મમ્મીની કાથરોટ માંથી લોટના પીંડ સાથે રમતા-રમતા આપણને કુક બની જવાની ખેવના થતી, અને ક્યારેક સ્કુલના મેડમને જોઈને ટીચર બનવાની તમન્ના. ક્યારેક બાળક મન ઉડતા પ્લેનને જોઈને પાઈલોટ બની જતું, તો ક્યારેક બાપુના હળની પાછળ ખાતર વેરતો ખેડૂત.

પરંતુ પછી આવી એજ્યુકેશન સીસ્ટમ. એક નંબરનો બચપણ મારી નાખતો વિલન! બારમું ધોરણ પૂરૂં થયું પછી તો સાલું બે જ ઓપ્શન! ડોક્ટર અથવા એન્જીનીયર. કોમર્સ વાળો સીએ અથવા બાકી બધું. આર્ટસ વાળા માટે પણ એટલા જ ઓછા ઓપ્શન! વધુ ભણ્‌યા પછી ખબર પડી કે આતો સાલું એક જ વિષય આપે છે પીએચડી કે માસ્તર કરવા માટે! ભણતર પૂરૂં થયું ત્યારે ખબર પડી કે હવે તો ઝીંદગીમાં એક જ કામ કરીને ઢસરડા કરીને કમાવાનું છે. લાઈફની વાટ લાગી જવાની બીક લાગી!

હું જયારે એન્જીનીરીંગમાંથી બહાર નીકળ્યો, હાથમાં જોબ ન હતી, દુનિયા આખી ફ્લોપ દેખાતી હતી, હું ખુદ મારી જાતને ફ્લોપ માનતો હતો. એમ થતું કે પેશન નહી ખબર હોય તો જીવનભર કોઈ અણગમતું કામ-જોબ લઈને રોજે પીસાવું પડશે. ખુબ ડર હતો. આવો ડર કદાચ તમને પણ હશે. પોતાનું પેશન નથી ખબર એનો ડર. તો ચાલો દોસ્તો આજે એ સફર કરીએ કે આ પેશન કઈ રીતે ખબર પડે.

----

બધું જ જાણ્‌યા પહેલા એક ખુબ જ અગત્યની વાત સમજી લોઃ પેશન કોઈ કામને હાથમાં લેવાથી તરત જ ખબર પડી જતી નથી. ખુશી કોઈ કામને ઉપરછલું કરી લેવાથી નથી મળતી. પેશન મળે છે સફળ થવાથી. હા. સફળતા જ પેશનને જાણવાનો તરીકો છે. જેમ એક બાળક એક માટીનું રમકડું બનાવીને કોઈને દેખાડે, કોઈ તેને વખાણે એટલે તરત જ ખુશ થઈને એ જ કામે વળગી પડે છે તેમ. સફળતા જ તમને અંદરથી ધક્કો આપે છે આગળ વધવા માટે.

એટલે યારો... આજથી જ મંડી પડો! દુનિયા આખીની સમજ આવી ગઈ હોય, અને વડીલ બની ગયા હો, પરંતુ અંદરથી જીવનની કોમનનેસ જોઈને પીડાઈ રહ્યા હોય તો પહેલા બાળક બનો. હજારો કામ હાથમાં લેવા પડશે. પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળીને તે કામમાં ઓતપ્રોત થઈને સફળ થવું પડશે. મારો બક્ષી કહેતોઃ માણસે જયારે જીવન સીધું-સપાટ જતું હોય ત્યારે જાતે જ ખાડાઓ પેદા કરવા પડે છે, પડવું પડે છે, ઉભા થવું પડે છે.

તો પેઈન્ટ કરો. બાથરૂમમાં ગીતો ગાઓ. કોઈ મ્યુઝીક શીખો. જો ક્યારેય સ્ટેજ પર ભાષણ ન આપ્યું હોય તો એકવાર પોતાની બીકને ઢીંક મારીને સ્ટેજ પર જાવ. આંખો કાન ખુલ્લા રાખો. દુનિયા જુઓ. લખો. જે અનુભવ થાય છે તે લખો. વધુ અનુભવ કરો. કોઈ ટીમને લીડ કરો. કોઈ ઝુંબેશ ચલાવો. કોઈ બળવો કરો. સર્જન કરો. નાનકડું છતાં જીવ રેડેલું સર્જન કરો. ઊંંડા ઉતરો એ સર્જન પાછળ. થોડા ગાંડા, થોડા ઘેલા બનો. રખડો. ખુબ રખડો. એકલા રખડો. ટોળીમાં રખડો. કોઈ અંધને મદદ કરો. કોઈ ગરીબને ભણાવો. કોઈ લુહારની દુકાનમાં વેલ્ડીંગ કરવા બેસી જાવ, અને કોઈ સુતારની કરવત લઈને લાકડા કાપો. વાંચો. ભરપુર વાંચો. દિમાગ હેંગ થઈ જાય ત્યાં સુધી વાંચો. વાંચન માણસને બદલાવી નાખે છે. પેશન શોધવા માટે વાંચન જેવું કોઈ હથિયાર નથી. એક પુસ્તક જ માણસને વિવિધ-રંગીન-ઊંંડી જીંદગીઓ જીવાડે છે. એક દિવસ અચાનક સાંજે જોબ માંથી આવી દોસ્તનો માંગેલો કેમેરો લઈને શોર્ટ-ફિલ્મ બનાવવા બેસી જાવ. જાતે ફિલ્મને એડિટ કરો. ફિલ્મ બની ગયા પછી કોઈને બતાવ્યા પહેલા જ બીજા દિવસની સાંજે દોડવા જાવ. ખુબ દોડો. દોડતા-દોડતા પડી જવાય એટલું દોડો. નાચો. ધ્યાનમાં બેસી જાવ. કાનમાં હેડફોન ભરાવીને ગમતું મ્યુઝીક ચાલુ કરીને સાંજે ચાલવા નીકળો. યુ-ટ્‌યુબ પર એક ચેનલ બનાવો જેમાં તમે એક વિષય પર લેક્ચર આપી શકો. કશુક એવું સર્જન કરો જેનાથી આ દુનિયાને કઈંક ફર્ક પડે. પહાડો ચડવા જાઉં. ફોટોગ્રાફી શીખો. દોસ્તીને માણો. પ્રેમમાં ડૂબી જાઉં. કોઈ ન મળે તો ખુદના પ્રેમમાં ડૂબી જાઉં. એકલા-એકલા પોતાનો ઈન્ટરવ્યુ લો. પોતાની જાતને પૂછોઃ ઉરીિી ર્ઙ્ઘ ર્એ જી ર્એજીિઙ્મક ટ્ઠકીંિ કૈદૃી અીટ્ઠજિ? જવાબ મોટેભાગે નહી મળે, આપણે જોઈતો પણ નથી. આવતીકાલની જયારે માણસને ખબર ન હોય ત્યારે પાંચ વરસ પછીની શી ખબર પડે? ચિંતા કરશો નહી. માણસને આવતીકાલની ચિંતા નહી, પરંતુ ઉત્સાહ હોવો જોઈએ. બાળકને ચિંતા હોય છે કાલની?

યારો...એક દિવસ કોઈ કામમાં સફળતા મળ્યા પછી ખુશી થશે. એકલા-એકલા નાચવાનું મન થશે. બસ... એ કામને વધુ ઊંંડાણમાં કરો. વધુ સફળ થાવ. યાદ રહેઃ પેશન ત્યારે જ ખબર પડે જયારે કોઈ કામમાં સફળતા મળે. હું એન્જીનીરીંગ માં હતો ત્યારે એક દિવસ સવારે વ્હીસ્કીના હેંગઓવર છતાં રીક્ષામાં બેસીને કોલેજ જી રહ્યો હતો. રસ્તામાં રીક્ષાવાળાએ એક ખિસકોલી ઉપર રીક્ષા ચડાવી દીધી. મને ખુબ ગુસ્સો આવ્યો, અને મેં હોસ્ટેલ પર જીને ફેસબુક પર મારો ગુસ્સો ઠાલવતો લેખ લખ્યોઃ ઉરીિી ૈજર્ ેિ રેદ્બટ્ઠહૈંઅ? થોડા કલાકમાં લેખને ત્રીસ-ચાલીસ લાઈક મળી. મને લખતી સમયે આજુબાજુ શું થઈ રહ્યું છે તેની પણ ખબર ન હતી. ખુશી હતી કે મને લોકોએ વખાણ્‌યો! બસ... એ લખવાના કામને પુરા જોશ સાથે પકડયું, અને અઢી વરસ પછી મારી નોવેલ બેસ્ટ-સેલર હતી. આ સફળતા પેશનને ધક્કો મારી રહી છે આજે.

તમે પણ શાંતિથી બેસતા નહી. સેટલ થતા નહી. નાની-નાની નિષ્ફળતા ભોગવજો. રડવું પડે તો રડી લેવાનું, પણ ભાગ્યના સહારે બેસી નહી રહેવાનું. એક કીડીની જેમ હજાર પ્રયત્ન પછી પણ ઉપર ચડવાનું. પડવાનું. મોજમાં રહેવાનું. પેશન ના મળે તો શું થયું? ખુશી કઈ એકલા પેશનથી જ નથી મળતી! કોઈ માટે ફના થઈ, ગાંડો-ઘેલો પ્રેમ કરી, ઘસાઈને ઉજળા થઈને પણ ખુશી મળે છે. એટલે જીવનના સાઈઠ વર્ષે પણ ખબર પડે કે ભાઈ આપણને તો પહાડો ચડવાનો શોખ છે, તેમાં મોજ પડે છે તો એકપણ વિચાર કર્યા વિના પોતાની નોકરી છોડી દેજો. પરિવારને સમજાવીને થેલો પેક કરીને પહાડ પર ટ્રેકિંગના ટ્રેઈનર બની જજો. દુનિયા ભલે ગમે તે કહે. આપણે આપણી મજ્જાની લાઈફ સાથે થોડી પણ છેતરપીંડી કરવી નહી. કુદરતની જેમ જીવવાનું. કેટલાક વરસ એવા પણ જાય કે પેશન ખબર ન પડે, દુકાળ પડે ખુશીઓમાં, અને લોકો પણ સામું ન જુએ. વિચારજોઃ આવું તો કુદરત સાથે પણ થાય છે, જયારે આપણે તો આ અખિલ બ્રહાંડમાં આવેલું એક ઉર્જાનું નાનકડું સ્વરૂપ જ છીએ. ચલતા હે.. હોતા હે.. પણ ઉભા ન રહેવું.

છેલ્લેઃ ખુદની ચોઈસ હશે, જો કરેલી ચોઈસના પરિણામને સ્વીકારવાની તાકાત હશે, પોતાની જાત સાથે પ્રેમ હશે અને ખબર હશે કે જીંદગીમાં ખાડાતો કરવા જ પડશે તો પછી એક દિવસ કુદરત તમને કોઈ એવું કામ જરૂર આપશે જેની સફળતા બીજી બધી જ સફળતા કરતા વધુ રોમાંચક હશે. અને ધારો કે એવું ન બંને તો?

...તો ઉભા થાવ. કહોઃ જીંદગી આ રહા હું મેં

જીતેશ દોંગા

jiteshdonga91@gmail.com