Stress Ne Kaho Bye Bye books and stories free download online pdf in Gujarati

Stress Ne Kaho Bye Bye

લેખિકા : આરતી જાની

સરનામું : ૧/૧૦, ઇન્દ્રવિલા, નવાવાસ,

માધાપર,તા.ભુજ-કચ્છ.

મોબાઈલ : ૯૯ ૭૯ ૭૭ ૩૫ ૯૯.

પુસ્તકનું નામ : સ્ટ્રેસને કહો બાય બાય

ઈ-મેઈલ : jani.arti90@gmail.com


સ્ટ્રેસને કહો બાય બાય

અનુક્રમણિકા

૧. પ્રસ્તાવના

૨. સ્ટ્રેસ શું છે?

૩. હા, સ્ટ્રેસ જરૂરી છે

૪. સ્ટ્રેસ મેનેજમેન્ટ

૫. તણાવ માંથી મુક્ત થવાના ઉપાયો.


૧. પ્રસ્તાવના

વર્તમાન સમયમાં દરેક માનવી તણાવમાં જીવતો થઇ ગયો છે. “સમય નથી, સમય નથી” એમ કહેવામાં જ એ કેટલો બધો સમય બરબાદ કરી નાખે છે!!! આજનો માનવી પરિસ્થિતિનો સામનો કરતા, હિમત રાખી કોઠાસૂઝ દ્વારા કાર્ય પાર પડતા, દરેક પરિસ્થિતિને માણતા સાવ જ ભૂલી ગયો છે. ને આખરી ક્ષણે અનેક કાર્યોના બોજાઓ નીચે દબાઈને પરિણામે અનુભવે છે સ્ટ્રેસ. તો ચાલો જાણીએ આ સ્ટ્રેસ શું છે? તેની અગત્યતા, લાભ-ગેરલાભ. તથા તણાવમુક્ત સુખી અને સમૃદ્ધ જીવન કેવી રીતે જીવી શકાય તે શીખીએ.


૨. સ્ટ્રેસ શું છે?

સ્ટ્રેસ આ શબ્દ સાંભળીને જ તનાવયુક્ત પરિસ્થિતિનું ચિત્ર મનમાં ઉપસી આવે છે ને!! આ તણાવ એ “પરિસ્થિતિનો હાઉ” છે. સ્ટ્રેસ એ મનની એવી પરિસ્થિતિ છે જયારે સાવ જ સામાન્ય કાર્ય પણ તમને બહુ અઘરું અને લાંબુ લાગે છે. સ્ટ્રેસને હમેશા આપણે નકારાત્મક રીતે જ જોતા આવ્યા છીએ પણ એવું નથી. સ્ટ્રેસની ઘણી બધી સારી અસરો પણ થાય છે જે અંગે તો આપણે ક્યારેય વિચાર્યું જ નથી. આ વિષે સમજી લેશો તો “જે થાય તે સારા માટે” એ કહેવત ૧૦૦% સાચી લાગશે. તો ચાલો, સ્ટ્રેસ વિષે સાચી માહિતી જાણીએ.

સ્ટ્રેસના બે પ્રકાર છે. જેમાંથી એક ફાયદાકારક છે અને બીજું નુકસાનકર્તા સ્ટ્રેસ. સ્ટ્રેસ ફાયદાકારક હોઈ શકે? કેવી રીતે ચાલો જાણીએ.


૩. હા, સ્ટ્રેસ જરૂરી છે.

ઉપરનું વાક્ય વાંચીને જ નવાઈ લાગે છે ને!! પણ આ જ સત્ય છે. એ સમજવા માટે એક ઉતમ ઉદાહરણ અહી આપેલ છે.

એક હરણ જંગલમાં ઘાસ ચરતું હતું. અચાનક એક સિંહને તેની તરફ આવતો જોઈને આરામથી ઘાસ ચરતું હરણ તણાવમાં આવી જાય છે, તેના કાન સરવા થઇ જાય છે, ધડકન તેજ થઇ જાય છે, પગમાં ખુબ જ જોમ આવી જાય છે ને જીવ બચાવવા માટે એ દોડવાનું શરુ કરી દે છે. સિંહ જેમ નજીક આવે છે તેમ તેમ હરણની ઝડપ અને છલાંગ વધતી જાય છે. હરણની આવડી ઝડપને કારણે બિચારો એ ભૂખ્યો સિંહ પાછળ રહી જાય છે અને બે વચ્ચેનું અંતર વધતું જાય છે ને આખરે સિંહ હાર માની લે છે અને હરણ પોતાની જિંદગીની રેસ જીતી જાય છે. હવે હરણ ફરી એક વખત હાશકારો અનુભવીને ઘાસ ખાવા લાગી જાય છે.

હવે તમે જ કહો કે જો હરણ તણાવમાં ન આવ્યું હોત તો એ આટલું ઝડપી ભાગી શકત ખરો? હવે તો આપણે સ્વીકારવું જ રહ્યું કે શ્રેષ્ઠતમ કાર્યક્ષમતા દેખાડવા માટે જીવનમાં સ્ટ્રેસ જરૂરી છે. જયારે પડકાર હોય ત્યારે સ્ટ્રેસ આવે છે. આ તણાવ દરમિયાન કાર્યક્ષમતા વધે છે.

તમે એ નોંધ્યું કે સિંહથી દુર આવી ગયું એટલે હરણ કેવું ચિંતામુક્ત થઈને ઘાસ ખાવા લાગી ગયું !!! પ્રાણીઓ તો જાણે જ છે પણ મનુષ્યોને એ ખબર નથી હોતી કે ક્યારે તણાવમાં આવવું અને ક્યારે તેમાંથી મુક્ત થવું. જીવનમાં તણાવ પણ જરૂરી જ છે. અસ્તિત્વ ટકાવી રાખવા તણાવ જરૂરી છે. પડકારો ઝીલવા તણાવ જરૂરી છે. જીતનો રસ ચાખવા તણાવ જરૂરી છે. આથી જ આપણે તણાવને દુર નથી કરવાનું પણ આ પરિસ્થિતિમાં શું કરવું તે શીખવાનું છે. તો ચાલો જાણીએ આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશો?


૪. સ્ટ્રેસ મેનેજમેન્ટ

સ્ટ્રેસની સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે તેમાંથી મુક્ત થવા ઘણા શહેરોમાં ખાસ સેમીનાર યોજવામાં આવે છે, “સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમીનાર”. તમે ક્યાય એવું વાંચ્યું કે “સ્ટ્રેસ રીમુવલ સેમીનાર” ? ના, કેમ કે આ સ્ટ્રેસને સાવ દુર તો કરી જ નથી શકવાના. અલબત, આપણે તેને હકારાત્મક રીતે જોવાનું છે, સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરવાનું છે.

સૌ પ્રથમ એ નક્કી કરવાનું છે કે ક્યારે તણાવમાં આવવું અને ક્યારે તેમાંથી મુક્ત થવું. આપના જીવનમાં એ પરિસ્થિતિ એટલી મહત્વની છે કે તમે ચિંતાગ્રસ્ત રહો? વિદ્યાર્થી પરિક્ષા સમયે સ્ટ્રેસ અનુભવે એ સારી વાત છે પણ આવતી કાલે ભારત-શ્રીલંકાની મેચ છે એના પરિણામને લઈને તમે ચિંતા અનુભવો એ તો યોગ્ય નથીને !! પરિસ્થિતિને ઓળખાતા શીખો કે એ તમને કેટલી અસરકર્તા છે.

તબલચી કોઈ પ્રોગ્રામ શરુ થાય તે અગાઉ તબલાના તાર ચઢાવે છે અને જેવો પ્રોગ્રામ પૂરો થાય કે ચઢાવેલ તારને ઢીલા કરી મુકે છે. પડકારરૂપ ક્ષણ કે પરિસ્થિતિ આવે ત્યારે સ્ટ્રેસમાં આવો ને જયારે એ ક્ષણ નીકળી જાય ત્યારે તણાવમાંથી મુક્ત થતા પણ શીખો. મગજના તારને ખેચેલા જ ન રાખો તેને ઢીલા મુકવા, રિલેક્ષ થવું પણ જરૂરી છે.


૫. તણાવ માંથી મુક્ત થવાના ઉપાયો.

આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે માહિતી મેળવી. હવે નુકસાનકર્તા સ્ટ્રેસ માંથી મુક્ત કેવી રીતે થઇ શકાય તે જાણીએ.

  • પોતાની જાતને વ્યવસ્થિત સુઆયોજિત રાખો. દરેક કાર્યને તેના સમયે જ પૂર્ણ કરવાનો આગ્રહ રાખો. સવારે તમારા ઉઠવાના સમયથી માત્ર અડધી કલાક વહેલા ઉઠો અને જુઓ, તમારો ૫૦% સ્ટ્રેસ ગાયબ.
  • કોઈ પણ કાર્યને હળવાશથી લો. ટેન્શન ન લો. ટેન્શન લેવાથી તમારું કામ અને સમય બંને બગડે છે.
  • પોતાના પર વિશ્વાસ રાખો, ધીરજ અને શાંતિથી દરેક કાર્ય પાર પાડવાનો આગ્રહ રાખો.
  • મનુષ્ય છો, મશીન ન બની જતા. ઈતર પ્રવૃતિઓ જીવનમાં રાખો. રીલેક્સ થાઓ, સંગીત સાંભળો, ફરવા જાઓ, મનોરંજક પ્રવૃતિઓ કરો.
  • રોજ ૧૦ થી ૧૫ મિનીટ ધીમા અને ઊંડા શ્વાસોચ્છવાસની આદત રાખો. તેનાથી તમારું મન શાંત થશે.
  • કારણ વિના થતો માથાનો દુખાવો, અનિંદ્રા, ચિંતાતુર સ્વભાવ, એકાગ્રતાનો અભાવ, ચિડીયાપણું આ બધું જ માનસિક અસ્વસ્થતાની નિશાનીઓ છે. તેને ઓળખી દુર કરો.
  • બસ તો આ રસ્તાઓ અપનાવી તમારી સમસ્યાઓને જાતે દુર કરો અને જિંદગીને આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ અને ખુશીઓથી ભરપુર બનાવો અને સ્ટ્રેસને કહો બાય બાય !!!

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED