Skill Development 2 books and stories free download online pdf in Gujarati

સ્કીલ ડેવલપમેન્ટ ૨

લેખિકા : આરતી જાની

સરનામું : ૧/૧૦, ઇન્દ્રવિલા, નવાવાસ,

માધાપર,તા.ભુજ-કચ્છ.

પુસ્તકનું નામ : સ્કીલ ડેવલપમેન્ટ ૨

ઈ-મેઈલ : jani.arti90@gmail.com


સ્કીલ ડેવલપમેન્ટ ૨

અનુક્રમણિકા

૧. પ્રસ્તાવના

૨. સેલ્ફ અવેરનેસ (જાતને ઓળખવાની કળા)

૩. પેશન્સ (ધીરજ)

૪. ફલેકસીબીલીટી (પરિવર્તનશીલતા)

૫. ટાઈમ મેનેજમેન્ટ સ્કીલ (સમય સંચાલન કળા)


પ્રસ્તાવના :

અગાઉ આપને સ્કીલ ડેવલપમેન્ટ – ૧ દ્વારા ચાર સ્કીલ્સ વિકસાવી. ચાલો, આજે એ માર્ગમાં આગળ વધીએ અને અન્ય ચાર કૌશલ્યો (સ્કીલ્સ) વિષે જાણીએ અને તેને કઈ રીતે આપણામાં વિકસાવવી એ શીખીએ. આ સ્કીલ્સ ખુબ જ સંક્ષિપ્તમાં પણ અસરકારક રીતે મુખ્ય મુદ્દા પર જ ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવેલ છે. આશા રાખું કે વાચક મિત્રોને હું આ દ્વારા ઉપયોગી થઇ શકું.

આ મારું ચોથું પ્રેરણાત્મક શ્રેણીનું પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે જે માટે હું ગુજરાતી પ્રાઈડ બુક્સ અને માતૃભારતીની ખુબ જ આભારી છું.


૧. સેલ્ફ અવેરનેસ

આપને પોતાના મિત્રને કેવા સારી રીતે ઓળખીએ છીએ!!! આપના નજીકના સગાને કેટલા સરસ રીતે ઓળખીએ છીએ. કેટલીક વાર આપે પણ કોઈને કહેતા હશું કે “તું મને કેટલો સારી રીતે ઓળખે છે.” હવે મારો તમને એક સવાલ કે “શું આપણે આપની જાતને ઓળખીએ છીએ? આપણે જાણીએ છીએ કે આપણે શું છીએ? આપણામાં કેવી આવડતો છે? આપણામાં કેવી આદતો છે? આપણામાં કેટલા નકારાત્મક પાંસાઓ છે ? હકીકતમાં આપણે આ વિષે ક્યારેય વિચારતા જ નથી.

બીજાને ઓળખાતા પહેલા તમે પોતાની જાતને સારી રીતે ઓળખાતા હો એ ખાસ જરૂરી છે. તો ચાલો, આજે આપણે પોતાની જાતને મળીયે.

સેલ્ફ અવેરનેસ એટલે પોતા પ્રત્યે જાગૃતિ. સેલ્ફ અવેરનેસ માટે એક પદ્ધતિ છે સ્વોટ એનાલીસીસ. SWOT માં S એટલે સ્ટ્રેન્થ (શક્તિ,તાકાત) W એટલે વિકનેસ (નબળાઈઓ) O – ઓપોર્ચ્યુંનીટી એટલે તક અને T – થ્રેટ એટલે ભય.

આપણે કરવાનું કાર્ય હવે શરૂ થાય છે. એક પાનામાં તફાવતની જેમ ૨ ભાગ પાડો, શીર્ષક જેમ એક બાજુ સ્ટ્રેન્થ અને ઓપોરચ્યુનીટી અને બીજી બાજુ વિકનેસ અને થ્રેટ લખો. હવે પહેલા ભાગમાં તમારી ખાસિયતો, ગુણો, સારી અને હકારાત્મક બાબતો લખો. દા.ત. આત્મવિશ્વાસુ, નિયમિત, મહેનતુ... અને બીજી બાજુ તમારામાં રહેલી ખરાબ આદતો,બાબતો લખો. દા.ત. નકારાત્મક મનોવૃત્તિ, આળસુ, અનિયમિત.... હવે જે સારા પાંસાઓ છે તેના માટે પોતે જ પોતાનો આભાર માનો અને જે નકારાત્મક બાબતો છે તેને દુર કરવાના ઉપાયો તમે જાતે જ શોધો અને તે દિશામાં આગળ વધો. એક વાર તમે તમારી નકારાત્મક બાબતને હકારાત્મકતામાં ફેરવી શક્યાને તો તમારો આત્મવિશ્વાસ અનેકગણો વધી જશે.

૨. પેશન્સ (ધીરજ)

ઘણી વાર એવું બનતું હોય છે કે તમે ગણી બધી મહેનત કરી હોય છતાં તમને જોઈતું પરિણામ ન મળતું હોય. ત્યારે તમે નિરાશ કે ગુસ્સે થઇ જતા હો છો ,સાચું ને ! એ ખાસ યાદ રાખો કે દરેકને તેમણે કરેલ મહેનતનું ફળ મળે જ છે. ક્યારેક થોડું મોડું મળી શકે પણ મળે તો ખરું જ .

ધીરજ રાખો. તમારા પર વિશ્વાસ રાખો કે તમને તમારી મહેનતનું ફળ મળશે જ. આપણે ઘણી વાર ધીરજ ખોઈ બેસીએ છીએ અને આપણો રસ્તો બદલી નાખીએ છીએ. જયારે પરિણામ મળતું ન દેખાય ત્યારે એ કહેવત યાદ કરી લેવી કે “ધીરજના ફળ મીઠા”.

એ યાદ રાખો કે દરેક વસ્તુ મેળવવાનો એક ચોક્કસ સમય હોય છે તે સમયે જ તમે તેને મેળવી શકશો. આથી પરિણામ ન મળે ત્યારે એવું વિચારવું કે તમે ધારો છો તેના કરતા પણ સારી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે જેના માટે તમારે થોડી વધુ રાહ જોવી પડશે.


૩. ફલેકસીબીલીટી

એકાદ પેઢી અગાઉના લોકોનુ નિરીક્ષણ કરી જોજો તમને ખ્યાલ આવશે કે એ લોકો આખી જીન્દગી કોઈ એક જ જગ્યાએ નોકરી કરી લેતા, એક જ સ્થળ અને પ્રવૃતિમાં આખી જીંદગી ગાળી લેતા.

પણ હવે એવું નથી. એ જમાનો બદલાઈ ગયો છે. હવેના સમય મુજબ આપને “તકવાદી” બનવું પડશે. પોતાના વિકાસ માટે હમણાં છો તેના કરતા કાઈ શ્રેષ્ઠ મળે તો તે બદલાવનો સ્વીકાર કરવો, ફ્લેક્સીબલ રહેવું. કોઈ એક જ વાકય, સૂત્ર કે નિયમને જીવનભર કાયમી ન પકડી રાખતા સમય અને સંજોગો અનુસાર જીવનમાં બદલાવ લાવવો જ રહ્યો. ઘણા લોકો તેના સુખી, આનંદમયી જીવનમાં થોડો પણ બદલાવ આવેતો તેનાથી અકળાઈ જાય છે, નિરાશ થઇ જાય છે, ગુસ્સે થઇ જાય છે અને પછી વિચારે કે “મારી સાથે જ આવું કેમ થયું?” અરે ભાઈ, પરિવર્તન તો સંસારનો નિયમ છે આ નિયમ સ્વીકાર, જરૂર સુખી થઈશ.

રિસ્ક ટેકર બનો. જીવનમાં રિસ્ક લેતા શીખો. જયારે પણ તમે આર્થિક ભીંસમાં હો ત્યારે વિચારો કે એક સાયકલ પર વોશિંગ પાઉડર વેચનાર વ્યક્તિમાંથી પણ નિરમાના કરસનભાઈ પટેલ બની શકાય છે. So be Flexible and accept changes and challenges.


૪. ટાઈમ મેનેજમેન્ટ સ્કીલ

આજની ભાગદોડ ભરી જિંદગીમાં દરેકને માથે અનેક જવાબદારીઓનો બોજ છે. હર એક વ્યક્તિને એક જ દિવસમાં એક સાથે અનેક કાર્યો પુરા કરવાના હોય છે. જો એ દિવસે કામ પૂરું ન થાય તો બીજા દિવસે બમણું કાર્ય કરવું પડે છે. ને આમ એ કામ બોજરૂપ બની જાય છે આવું ન થાય તે માટે જરૂરી છે, ટાઈમ મેનેજમેન્ટ. આ એક એવી સ્કીલ છે જે તમે શીખી જશો તો તમારા બધા જ કાર્યો સરળ બની જશે. ચાલો, આ સ્કીલ વિષે જાણીએ.

સૌપ્રથમ તમારા બધા જ કાર્યોનું લીસ્ટ બનાવી દો. મોટા અને લાંબા કાર્યોને નાના-નાના ભાગોમાં વિભાજીત કરી દરેક કાર્ય કેટલા સમયમાં પૂરું કરી લેવું છે તે નોંધી લો અને તે મુજબ જ કરવાનો આગ્રહ રાખો. જો તમને એવું લાગતું હોય કે તમારા પાસે સમય નથી તો સવારે ઊઠો છો એના કરતા અડધી કલાક વહેલા ઉઠવાની આદત રાખો. સમય નથી એ પ્રશ્ન ઉકેલાઈ જશે. આ સ્કીલ તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવવા મદદ કરશે.

તો આ મુજબ અમલ કરી આ સ્કીલ્સ તમારામાં વિકસાવો અને સફળતા મેળવો એવી મારી આપ સૌ વાચકોને મારી શુભેચ્છા....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED