Diwalini Sachi Ujavani books and stories free download online pdf in Gujarati

દિવાળીની સાચી ઉજવણી

લેખિકા : આરતી જાની

સરનામું : ૧/૧૦, ઇન્દ્રવિલા, નવાવાસ,

માધાપર,તા.ભુજ-કચ્છ.

પુસ્તકનું નામ : દિવાળીની સાચી ઉજવણી

ઈ-મેઈલ : jani.arti90@gmail.com


દિવાળીની સાચી ઉજવણી

અનુક્રમણિકા

૧. દિવાળીની સાચી ઉજવણી

૨. ઘરની સાથે મનને પણ સાફ રાખો

૩. ઘરની સાથે સંબંધોને સજાવો.

૪. માત્ર કપડા નહિ નવા વિચારો પણ ધારણ કરો.


દિવાળીની સાચી ઊજવણી

દિવાળી એટલે પ્રકાશનો તહેવાર. રંગોનો તહેવાર. ખુશી મનાવવાનો તહેવાર. દિવાળીનું મહત્વ આપને સૌ જાણીએ છીએ. કેમકે દિવાળીને આપને સૌ ખુબ સારી રીતે માણીએ છીએ. ભગવાન શ્રી રામ જયારે વનવાસ પૂર્ણ કરી અયોધ્યા આવ્યા ત્યારે તેની ખુશીમાં અયોધ્યાવાસીઓએ જે રીતે ખુશી વ્યક્ત કરી એ જ રીતે આજે આપને સૌ તેમને યાદ કરી દિવાળી મનાવીએ છીએ.

દિવાળીના અગાઉના દિવસો એટલે ઘરની સાફસફાઈ ત્યારબાદ ખરીદી, મીઠાઈ અને ફટાકડાની સીઝન. પણ કદાચ આ બધી તૈયારીઓ છતાં આપણે દિવાળીની સાચી ઉજવણી કરવાની ખાસ રીતથી દુર થઇ ગયા છીએ. ચાલો એ વિષે આ ઈ-બુકના માધ્યમથી થોડું જાણીએ.


  • ઘરની સાથે મનને પણ સાફ કરો.
  • દિવાળીના દિવસોમાં જેમ બધી જ નકામી વસ્તુઓ ઘરમાંથી બહાર કાઢી ઘર સફાઈ કરીએ છીએ તેમ આપણા મનમાંથી પણ મેલ દુર કરવો જોઈએ. જ્યાં સુધી મન મેલું હશે ને ત્યાં સુધી તમે દિવાળીનું મહત્વ નહિ સમજી શકો. આથી ઘરમાં રહેલા ભંગારની સાથે મનના કોઈ ખૂણામાં રહેલ દ્વેષ, ઘરના સભ્યો પ્રત્યેની નારાજગી તેની ગેર માન્યતા આ બધું પણ ઘરની બહાર નીકળી જવું જોઈએ. ઘરના માળીયામાં ભરાયેલ રાજ અને ધૂળ સાથે મનનો મેલ પણ બહાર નીકળવો જરૂરી છે. મનમાં કોઈ માટે ઈર્ષા, દ્વેષ, ધ્રુણા, ગુસ્સો, નારાજગી ન રાખો. જે વ્યક્તિ આવા ભાવો, લાગણીઓ અને વિચારો મનમાં રાખે છે તેને બીમારી પણ વધુ અને જલ્દી લાગુ પડતી હોય છે. તમે ક્યારેય હમેશા ખુશ રહેતા, મનમોજી માણસને પથારીવશ જોયો? તમારી બીમારીનું કારણ પણ તમારા વિચારોની ગુણવતા જ છે. હું ૧૦૦% ખાતરી સાથે કહી શકું છું કે આપના સૌના મનમાં કોઈ ને કોઈ વ્યક્તિ માટે આવા ખરાબ ભાવ હશે જ . બસ, આ દિવાળીથી તેને દુર કરવાની પહેલ કરો. તેનું પરિણામ સારું મળે તો આગળ વધારજો આ વિચારને.


  • ઘરની સાથે સંબંધોને સજાવો.
  • ઘરની સાફસફાઈ બાદ સારી રીતે સજાવો છો ને એ સાથે તમારા સંબંધોને પણ તરોતાજા કરો. દિવાળી એ માત્ર ઘર સાફ સફાઈ, સજાવટ, નવા કપડા અને મીઠી માટે જ નથી આવતી.

    આપણા ઘણા એવા સંબંધો હોય છે જેને સમય વીતતો જાય તેમ સંપર્કમાં ન રહી શકવાને કારણે કાટ લાગી જતો હોય છે. આવા સંબંધોને દિવાળીને દિવસે તાજા કરી શકાય છે. દિવાળી તહેવાર આવા લુપ્ત થતા કુમળા છોડ જેવા સંબંધોને એકી ક્ષણે તરોતાજા કરી શકે છે. આ માત્ર એક દિવસ તેમને ફોન કે મેસેજ દ્વારા દિવાળીની શુભેચ્છા પાઠવો. રૂબરૂ મળો, ને કોઈ જ શબ્દોની આપ-લે વિના એક વાર તેને ભેટી લો ને જુઓ, દિવાળીનો ચમત્કાર !!!બસ માત્ર પહેલ કરવાની જરૂર છે. જે તમારે કરવાની છે.


  • માત્ર કપડા નહિ નવા વિચારો પણ ધારણ કરો.
  • દિવાળી આવે એટલે સૌ નવા-નવા કપડાં પહેરી દિવાળીની શુભેચ્છાઓ આપવા નીકળી પડે છે. દિવાળીના અગાઉના દિવસોમાં લાંબુલચ ખરીદીનું લીસ્ટ બને છે. નવા કપડા, સેન્ડલ, બુટ, ઘડીયાળ, પરફ્યુમ્સ......... અનેક વસ્તુઓની ખરીદી. આ તો દર વર્ષનો ક્રમ થયો. ચાલોને આ વર્ષે કોઈ નવી રીતે દિવાળી માનવીએ. ચીલાચાલુ ઉજવણી મુકીને એનાથી એક ડગ ઉપર ચઢી ઉતમ વિચારો કરીએ.

    એક કપડાની જોડી એ ગરીબ બાળકનેય અપાવીએ કે જેને આજ સુધી ક્યારેય નવા કપડા નથી પહેર્યા. એક મીઠાઈનું બોક્ષ એનેય આપીએ જેને આખી જીન્દગી સુકા રોટલા ખાઈને જ ગુજરી છે. આપણા અપાવેલા ૫૦ રૂપિયાના ફટાકડાથી પણ કોઈને તેની આ દિવાળી ખુબ જ યાદગાર રહી જશે. આ રીતે ક્યારેક બીજાને ખુશી આપવામાં વધારે આનંદ આવશે. કેમ કે ખુશી આપવાથી બમણી થાય છે. તો ચાલો આવો કોઈ એક ટેક લઈએ અને કોઈને ઉપયોગી બની રહીએ.

    આ ઉપર જણાવેલ કાર્યો દિવાળીના દિવસે નહિ પણ તમે જ્યારથી વાંચો છો ત્યારથી જ સીધું અમલમાં મૂકી શકો છો ને તેના પરિણામથી તમે ખરેખર સાચી ખુશી અને સાચું સુખ મેળવી શકશો. તો આ ઉતમ માર્ગમાં આગળ વધવા આપ સૌ વાચકોને મારી શુભેચ્છાઓ.

    -આરતી જાની.

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED