Part-1 Skill Development books and stories free download online pdf in Gujarati

Part-1 Skill Development

લેખિકા : આરતી જાની

સરનામું : ૧/૧૦, ઇન્દ્રવિલા, નવાવાસ,

માધાપર,તા.ભુજ-કચ્છ.

મોબાઈલ : ૯૯ ૭૯ ૭૭ ૩૫ ૯૯.

પુસ્તકનું નામ : સ્કીલ ડેવલપમેન્ટ ૧

ઈ-મેઈલ : jani.arti90@gmail.com


સ્કીલ ડેવલપમેન્ટ ૧

અનુક્રમણિકા

૧. પ્રસ્તાવના

૨. ડીસીઝન મેકિંગ સ્કીલ (નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ)

૩. મલ્ટી ટાસ્કીંગ સ્કીલ

૪. એક્શન પ્લાનિંગ સ્કીલ (કાર્ય આયોજન)

૫. કમ્યુનીકેશન સ્કીલ (વાતચીતની કળા)


પ્રસ્તાવના :

આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. આજ દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે એક એક બીજી રીતે સ્પર્ધામાં ઉતરતી જોવા મળે છે. આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે દરેકને તેનામાં રહેલા કૌશલ્યોને સૌપ્રથમ જાણવાની અને પછી તેને વધારવાની જરૂર છે. “સ્પર્ધામાં જીતવા માટે બળ નહિ પણ કળ ની જરૂર હોય છે.” આ કળ એટલે કૌશલ્ય. સ્કીલ્સ અનેક પ્રકારની છે, તેમાંથી આ પુસ્તક સ્કીલ ડેવલપમેન્ટ ૧ દ્વારા આપને ચાર કૌશલ્યો (સ્કીલ્સ) વિષે જાણીએ અને તેને કઈ રીતે આપણામાં વિકસાવવી એ શીખીએ.

આ મારું ત્રીજું પ્રેરણાત્મક શ્રેણીનું પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે જે માટે હું ગુજરાતી પ્રાઈડ બુક્સ અને માતૃભારતીની ખુબ જ આભારી છું.


૧. ડીસીઝન મેકિંગ સ્કીલ (નિર્ણય લેવાની ક્ષમતા)

સૌને ડીસીઝન મેકિંગ સ્કીલની જરૂરીયાત ડગલે ને પગલે પડે જ છે. તમે નોકરી કરતા હો, કારકિર્દી ઘડતા હો, ડ્રાઈવિંગ કરતા હો.... દરેક ક્ષેત્રમાં નિર્ણય તો લેવો જ પડે છે. ક્યારેક તો ખુબ જ તાત્કાલિક મહત્વના નિર્ણયો પણ લેવા પડે છે. નિર્ણય લેવા માટે સૌ પ્રથમ તમે શું ઈચ્છો છો એ જાણવું જરૂરી છે. ને મારી આપ સૌ વાચક મિત્રોને ખાસ તાકીદ છે કે તમે ભલે અનેક લોકોની સલાહ લો પણ આખરી નિર્ણય તો તમારું મન જે કહે એ જ લેવાનો આગ્રહ રાખો. કોઈ ના વિચારોને તમારી ઈચ્છા પર હાવી ન થવા દો.

  • નિર્ણય કેવી રીતે લેશો?
  • કોઈ પણ કાર્ય કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ તેનો નિર્ણય નીચેની પદ્ધતિથી યોગ્ય રીતે લઇ શકાય. એક તરફ હકારાત્મક મુદ્દાઓ (લાભ) અને બીજી તરફ તેના નકારાત્મક મુદ્દા (નુકસાન) લખો. તમારા મુજબ એને ૧ થી ૫ વચ્ચે રેટિંગ આપો. અંતમાં સરવાળો કરો.

    જાતે કરવાનો પ્રયોગ :

    દા.ત. તમારે મોટરકાર લેવી જોઈએ કે નહિ.

    ઉપર મુજબ તમામ લાભ-ગેરલાભના તમામ કારણો તમારી નજર સામે એકસાથે આવશે તો તમે સાચો નિર્ણય જરૂર લઇ શકશો.

    નિર્ણય લેવાની બીજી એક સરળ રીત છે, સિક્કો ઉછાળવો. હા, એ જ જે તમે બચપણથી કરતા આવ્યા છો. સિક્કાની બે બાજુ છાપ કે કાંટો. આમાં એક ટ્વીસ્ટ છે. સિક્કો ઉછાળવાથી શું પરિણામ આવ્યું છે એ તમને નથી જોવાનું પણ સિક્કો ઉછાળો એ સમયે તમારા મનમાં એક વિચાર હશે કે તમને આનું પરિણામ શું જોઈએ છે? છાપ કે કાંટો. એ તમારા મનનો એ સમયનો જે વિચાર હોય એ નિર્ણય લઇ લો. એ જ તમારો પોતાનો એ નિર્ણય છે જે તમારું મન લેવા ઈચ્છે છે.

    સરદાર પટેલે કહ્યું છે કે સમયનો સાચો ઉપયોગ એ જ કરી શકે છે જેની પાસે અદભુત નિર્ણયશક્તિ છે. તો આ રીતે આપ સૌ વાચક મિત્રો પણ પોતાના નિર્ણય સાચા અને ઝડપથી લઇ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા તૈયાર થઇ જાઓ.


    ૨. મલ્ટી ટાસ્કીંગ સ્કીલ

    તમે એવા ઘણા વ્યક્તિઓ જોયા હશે કે જે નોકરી ઉપરાંત પોતાનો કાઈ અલગ ધંધો કરતા હોય અથવા એક સાથે બે-ત્રણ ધંધા-રોજગાર કરી કમાણી કરતા હોય છે. કદાચ તમે પણ એમના જ એક હોઈ શકો !!! શા માટે? કારણ કે એ આજના યુગની જરૂરિયાત બની ગયું છે.

    “એક સાથે દસ ઘોડા પર સવાર ન થવાય” એ સાચું પણ એ કહેવત બની એ જમાના પ્રમાણે, આજના જમાના પ્રમાણે તેમાં થોડો બદલાવ લાવવો જરૂરી છે. જરૂરિયાત મુજબ તમે એક સાથે એક થી વધારે ઘોડા ચલાવવા પણ પડે. બસ, તમે દરેક કાર્ય એટલી ચોકસાઈ અને કુશળતાથી કરી શકતા હોવા જોઈએ. આ સ્કીલ તો સૌ એ વિકસાવવી જ રહી.

    ઓલ ઇન વન ઝેરોક્ષ મશીનમાં પ્રિન્ટ નીકળતી હોય એ સમય દરમિયાન પાના સ્કેન કરવાનું કાર્ય પણ ચાલુ રહી શકે છે. એ પણ એટલી જ ઝડપથી. ને એમાંથી તમે ફેક્સ પણ કરી શકો છો. આ છે મલ્ટી ટાસ્કીંગ સ્કીલ.

  • મલ્ટી ટાસ્કીંગ સ્કીલ વિકસાવવા માટે.
  • નાની વસ્તુથી શરૂઆત કરો. એક સાથે બે કામ નિપુણતાથી પાર પાડો.
  • અઘરું કે અતિ મહત્વના કાર્ય સાથે કોઈ અન્ય કામ ન કરવું.
  • કોઈ પણ કાર્યને અધૂરું મૂકી ન દેવું.
  • જે કાર્યમાં એક્સપર્ટ હો તેની સાથે બીજું નાનું કાર્ય ચાલુ કરી શકાય.
  • જે કાર્યો તમને કરવા છે તેનું લીસ્ટ બનાવી રાખો અને તેમાંથી જે બે કે ત્રણ કર્યો સાથે કરી શકો તેની જોડી બનાવી દો. કાર્ય પૂર્ણ થાય ત્યારે તેના પર  ની નિશાની કરો. આ નિશાની પણ તમને હવેના કર્યો વધુ સારી રીતે કરવાની પ્રેરણા પૂરી પડશે.
  • બસ તો આ મુજબ કરીને તમે પણ એક સાથે વધુ કાર્ય સારી રીતે પાર પાડવા માટે સક્ષમ બની જાઓ.

    ૩. એક્શન પ્લાનિંગ સ્કીલ

    તમે જીવનમાં શું કરવા માગો છો તેનું ચોક્કસ આયોજન તમારા પાસે હોવું જોઈએ. જો ચોક્કસ ધ્યેય અને તે પહોચી વળવા માટે નક્કર આયોજન તમારા પાસે હશે તો જ તમે તે મેળવી શકશો. તમારી મંજિલ નક્કી જ નહિ હોય તો તમે માત્ર ચાલ્યા રાખશો ક્યાય પહોચી નહિ શકો.

    તો આજથી જ તમારું ધ્યેય નક્કી કરો. કેટલા સમયમાં પૂર્ણ કરી લેવું છે તે નક્કી કરો. હવે તમને એ લક્ષ્ય સુધી પહોચવા ક્યા-ક્યા કાર્યો કરવા જોઇશે એનું લીસ્ટ બનાવો. એ કાર્યોને તેના ક્રમમાં ગોઠવી દરેક કાર્ય પૂર્ણ કરવાનો સમય લખી રાખો. આ છે એક્શન પ્લાન. ધરેલ લક્ષ્ય સુધી પહોચવા માટે આટલી તૈયારી તો કરવી જ પડશે. જો તમે તૈયારી કરવામાં નિષ્ફળ જશો તો તમારે નિષ્ફળ રહેવા પણ તૈયાર રહેવું.

    હવે તમારી પાસે એક આખો નકશો તૈયાર છે. તમારા પાસે દિશા પણ નક્કી થઇ ગઈ છે. હવે અબ્રાહમ લીંકને કહ્યું છે તેમ જે લોકો મધમાખીની જેમ પોતાના કામ સાથે ચીપકીને રહે છે તેમણે જ સફળતારુપી મધ પ્રાપ્ત થાય છે. બસ તો હવે તે માર્ગ પર ચાલવાનું શરુ કરી દો. લક્ષ્ય સિદ્ધ થઇ જશે.


    ૪. કમ્યુનીકેશન સ્કીલ

    કમ્યુનીકેશન સ્કીલ એટલે વાતચીત કરવાની કળા. વાતચીત કરવામાં તે કઈ કળાની જરૂર પડે !!! હા, જરૂર હોય છે, તમારી વાત બીજાને ગળે ઉતારવા માટે આ કળા જોઈએ છે. બીજા પાસે પોતાનું ઈચ્છિત કાર્ય કરાવવા માટે આ કળા જોઈએ. પોતાના વિચારોને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે આ કળા જોઈએ.

    વર્તમાન યુગમાં દરેક ક્ષેત્રમાં વાતચીતની કળા વિકસાવવી ખુબ જ જરૂરી છે. કમ્યુનીકેશન સ્કીલ વિકસાવવા માટે

  • ઉતમ વક્તાઓને સાંભળો.
  • માર્કેટિંગ કરનાર વ્યક્તિઓના શબ્દોનું નિરીક્ષણ કરો.
  • સામી વ્યક્તિના મૂડ મુજબ તમારી વાતને રજુ કરો.
  • જે કહેવા માગો છો, તેમાં તે જ પ્રકારના હાવભાવ ઉમેરો.
  • ટૂંકા જ શબ્દોમાં ઘણું બધું કહેવાઈ જાય તેવા પ્રભાવશાળી વાક્યો, કહેવતોનો ઉપયોગ કરવાનું શરુ કરો.
  • સામી વ્યક્તિ તમારી વાત સંપૂર્ણ સ્વીકારે નહિ ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખવા.
  • કડવું સત્ય પણ મધુરતાથી રજુ કરો.
  • તો આ મુજબ અમલ કરી આ સ્કીલ્સ તમારામાં પણ વિકસાવો અને સફળતા મેળવો એવી સૌ વાચકોને મારી શુભેચ્છા....

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED