પ્રેમ : અદભુત અનુભૂતિ Arti Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રેમ : અદભુત અનુભૂતિ

લેખિકા : આરતી જાની

સરનામું : ૧/૧૦, ઇન્દ્રવિલા, નવાવાસ,

માધાપર,તા.ભુજ-કચ્છ.

ઈ બુકનું નામ : પ્રેમ : અદભુત અનુભૂતિ

ઈ-મેઈલ : jani.arti90@gmail.com


પ્રેમ : અદભુત અનુભૂતિ


પ્રેમ

પ્રેમ એવી ભાષા છે કે જે શબ્દોમાં ન વર્ણવી શકાય. એને સમજવા માટે એની અનુભૂતિ કરવી જ પડે. આ એક અવર્ણનીય વિષય છે. જે અનુભવ કાર્ય વિના સમજવું શક્ય જ નથી.

પ્રેમ કે જેમાં શબ્દો નહિ આંખો બોલે છે. વગર કહેલું સહેલાઈથી સમજાઈ જાય છે. જેને પ્રેમનો નશો થઇ જાય છે એ દુનિયાથી અલગ જ પોતાની એક અલગ દુનિયામાં જ જીવી જાણતા હોય છે. સમાજના બંધન, રીતરીવાજો, કુટુંબ, સગા સંબંધી બધાથી દુર રહી માત્ર પ્રેમને જ દુનિયા બનાવી લે છે. પ્રેમ એ બસ પ્રેમ છે.

અકબંધ લાગણી

પ્રેમમાં કોઈ ક્રમનું મહત્વ નથી હોતું. આપને ઘણી વાર સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ તેનો પ્રથમ પ્રેમ ક્યારેય ભૂલી શક્તિ નથી. આ જ હકીકત બીજા, ત્રીજા.... પ્રેમ માટે પણ લાગુ પડે છે ! એવા તમામ પાત્રો કે જેની સાથે અમે આ કુમળી લાગણીથી જોડાયેલા હો કે હતા તે કાયમ માટે તમારા માનસપટ પર કંડારાઈ જાય છે. આ લાગણી અજબગજબની હોય છે. જેને તમે એકવાર સાચો પ્રેમ કર્યો હોય તે લાગણી કાયમ માટે અકબંધ જ રહેવાની . પછી તે વ્યક્તિ તમારી સાથે હોય કે ન હોય !!

દરેક વ્યક્તિના મનમાં એક ચોરીખાનું હોય છે. જેમાં અમુક યાદો અમુક વ્યક્તિઓ એવા સમાયેલ હોય છે જે વ્યક્તિના મૃત્યુ વખતે તેની સાથે જ પંચતત્વમાં ભળી જાય છે, અભિવ્યક્ત થયા વિનાના. અકબંધ !! એ વ્યક્તિ જયારે એકલી પડે ત્યારે ચોરુછુપી એ ચોરીખાનાની યાદો ફંફોસી લે છે... બાકી જીંદગી તો ચાલ્યા રાખવાની, કોઈ વગર કે કોઈ માટે અટકવાની નથી જ.

પ્રેમમાં બેવફાઈ

પ્રેમમાં છેતરપીંડી કે બેવફાઈ જેવું કઈ જ હોતું જ નથી. એ તો આપણા માનસે ઉપજાવી કાઢેલ વાહિયાત વાતો છે. જો આવું હોય તો ત્યાં પ્રેમતત્વ જ નથી. આ હકીકત દરેકે સ્વીકારવી જ રહી.

પ્રેમ એ તો નાજુક લાગણીઓથી મધમધતું ફૂલ છે. જયારે તેમાં હક-અધિકાર, બેવફાઈ, છેતરપીંડી જેવા તત્વો ઉમેરાય છે ત્યારે આ કુમળી કુંપળ લજામણીના છોડ માફક મુરઝાઈ જાય છે. માટે જ, તમારા પ્રેમને અંધવિશ્વાસ મૂકી મુક્ત મને પાંગળવા દો, જે તમારું છે એ માત્ર તમારું જ રહેશે. વિશ્વાસ રાખો. પ્રેમ તો એક એવી લાગણી છે જેમાં માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ છે. અન્ય લાગણીઓને સ્થાન જ નથી.

શું તમે પ્રેમમાં છો?

હજારો લોકોની વચ્ચે હોવા છતાં તમારું મન એક જ વ્યક્તિમાં પરોવાયેલું હોય તો તમે પ્રેમમાં છો. એની યાદોમાં તમે વાહનને બ્રેક મારી વળાંક વળવાનું ભૂલી જતા એક ની બીજી જગ્યાએ પહોચી જાવ તો સમજો તમે પ્રેમમાં છો.

પ્રેમ તત્વ સમાજના રચેલા ભેદભાવથી પર છે. તેને નાત-જાત, ઉમર, રંગ-રૂપ, અમીરી-ગરીબી, કોઈ જાતના ભેદભાવો નડતા નથી. પ્રેમ કરી ન શકાય એ તો બસ થઇ જ જાય છે. તમારું મન ક્યારે બીજાનું થઇ ગયે એની તમનેય ખબર ન પડે.

પ્રેમ એ બંધનોથી પર છે. તે કોઈ ચોક્કસ ઠામમાં મઠારેલ બંધિયાર પાણી જેમ નથી એ તો ખળખળ વહેતું મીઠા પાણીનું ઝરણું છે. જે કાર્ય કોઈ નીતિ-નિયમ ન કરી શકે તે કાર્ય પ્રેમ કરી શકે છે.

પ્રેમમાં કઈ મેળવવાની ભાવના હોતી નથી. કોઈને હાંસેલ કરવાની ખેવના હોતી નથી. બસ, પ્રેમ, પ્રેમ ને પ્રેમ કરતા રહો અને એ તમને મળતું રહે. વળી, પ્રેમ જેટલો આપી તેનાથી અનેક ગણો વધારે તમારા ખાતામાં જમા થતો જાય. તમારું જીવન આ જમાપૂંજીથી મધમધતું હોવું જોઈએ.

પ્રેમમાં ગજબની તાકાત છે. યુદ્ધ દ્વારા પણ નથી જીતી શકાતું તે પ્રેમ દ્વારા જીતી શકાય છે. તમારી લાગણીઓને એટલી બધી પ્રેમથી ભરપુર રાખો કે ગુસ્સો, ઈર્ષા, વેરઝેરને કોઈ સ્થાન જ ન રહે.

પ્રેમનું ખંડન કરનારા કહે છે પ્રેમ આંધળો હોય છે, હા, પણ પ્રેમ માત્ર આંધળો જ નહિ, બહેરો-મૂંગો પણ હોય છે. છતાં તેના અહેસાસ વગર આપણે અધૂરા છીએ એ વાત તો સ્વીકારવી જ રહી.

-આરતી જાની.