Food Safari-Kerala Aakanksha Thakore દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

Food Safari-Kerala

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર



COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as

NicheTech / MatruBharti. MatruBharti / NicheTech has exclusive digital publishing

rights of this book.Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

કેરાલીયન ક્વીઝીન

યુરોપ સાથે મસાલાના વ્યાપારને કારણ કેરળ "સ્ટેટ ઓફ સ્પાઈસીસ" તરીકે ઓળખાય છે. આ રાજ્યની ખાસિયત એ છે કે અહીં ફૂડ પરંપરાગત રીતે કેળાના પાન પર પીરસવામાં આવે છે અને લગભગ દરેક વાનગીમાં સ્વાદ માટે નાળિયેર અને મસાલા ઉમેરવામાં આવે છે, જેનાથી આ ક્વીઝીનના સ્વાદમાં એક અલગ જ પ્રકારનો તીવ્ર સ્વાદ આવે છે. અહી શાકભાજી જમીની ભાગો પર મુખ્ય ખોરાક છે, જ્યારે સીફૂડ, દરિયાઈ વિસ્તારમાં મુખ્ય ખોરાક છે. માંસ આદિવાસીઓના અને ઉત્તરીય કેરળના મુખ્ય કોર્સમાં પીરસવામાં આવે છે. કેરાલીયન ડીશની રેંજ એકદમ સરળ એવી ’કાંજી’ (ચોખા ઘેંસ) થી લઈને એક ભરચક ઉજવણી રૂપ ‘સાધ્ય’ સુધી ફેલાયેલી છે.

કેરાલિયન ક્વીઝીન આ રાજ્યના ઈતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ સાથે કડીરૂપ છે. કેરળ રાંધણકળા શાકાહારી અને માંસાહારી વાનગીઓનું એક ટોળું ધરાવે છે જેમાં ભાતને એક અક્મ્પનીમેન્ટ તરીકે પીરસવામાં આવે છે. મરચાં, કરી પત્તા, રાઈના બીજ, આમલી અને હિંગનો મસાલામાં મહત્તમ ઉપયોગ થાય છે.

૨૦૦૦ વર્ષો પહેલાંથી ગ્રીસ, રોમ, પૂર્વીય ભૂમધ્ય, આરબ દેશો અને યુરોપના વેપારીઓ સહિત દરિયાઈ મુસાફરોને કેરળ મુલાકાત માટે આકર્ષે છે. આમ, કેરળ રાંધણકળામાં સ્વદેશી વાનગીઓ અને વિદેશી વાનગીઓનું એક સુંદર અને સ્વાદિષ્ટ રીતે સ્વીકારવામાં આવેલું મિશ્રણ છે.

કેરળનો પરંપરાગત ખોરાક શાકાહારી છે જેમાં સાધ્ય સમાવેશ થાય છે, જે એક વિસ્તૃત ભોજન સમારંભ છે જેને તહેવાર અને વિવિધ પ્રસંગોની ઉજવણી પર બનાવવામાં આવે છે પરંતુ સમકાલીન કેરળ ખોરાકમાં માંસાહારી વાનગીઓ સમાવેશ પણ થાય છે. એક સંપૂર્ણ સાધ્ય કે જે ભાત સાથે લગભગ વીસેક જેટલી વાનગીઓ અને મીઠાઈઓ ધરાવે છે, જે એક પ્રસંગોપાત લેવાતું ઔપચારિક ભોજન છે. સાદયા લગ્નો, ઓણમ અને વિશુ સહિત ઉજવણી પ્રસંગોએ સામાન્ય રીતે લેવામાં આવે છે, તેને સામાન્ય રીતે કેળના પાન પર પીરસવામાં આવે છે. કારણ કે તેના સમૃદ્ધ વ્યાપારી વારસાને કારણે સમયકાળે અનેક વિદેશી વાનગીઓને કેરળ વાનગીઓ સાથે ભેળવવામાં આવી છે જેને પરિણામે કેરળમાં એક અદ્‌ભુત સ્થાનિક સ્વાદ ઉભો થયેલ છે.

કેરળના મોટા ભાગના હિન્દુ, તેના બ્રાહ્‌મણ સમુદાય સિવાય, માંસાહારી ખોરાક ખાય છે. બીજી બાજુ પર બ્રાહ્‌મણ સમુદાય તેમના ચુસ્ત શાકાહારી, લગભગ વેગન એવી રાંધણકળા, ખાસ કરીને વિવિધ પ્રકારના સંભાર અને રસમ, માટે પ્રખ્યાત છે. કેરળના ઘરોમાં, એક આદર્શ ભોજન તરીકે ચોખા, માછલી, અને શાકભાજીનો સમાવેશ થાય છે. કેરળ પાસે ઈડલી, ઢોસા, અપ્પમ, ઈડીયાપ્પ્મ અને પુટ્ટુ જેવી વિવિધ બ્રેકફાસ્ટ વાનગીઓ હોય છે. આ વાનગીઓને, કેટલીક મીઠી અને ખાટી ચટણીઓ સાથે પીરસવામાં આવે છે.

અહીની લોકપ્રિય મીઠાઈઓ પાયસમ અને હલવો છે. ખાસ કરીને અમ્બલાપુહા મંદિર જેવા મંદિરોમાં બનાવવામાં આવતા પાયસમ તેમના સમૃદ્ધ સ્વાદ માટે જાણીતા છે. કેરળ અને કોજીકોડી(કાલીકટ)ની બેકરીમાં સૌથી સામાન્ય રીતે જોવા મળતી અને સરળતાથી ઓળખાતી મીઠાઈઓમાંની એક છે, કે જે તેના અનન્ય સ્વાદ માટે પ્રખ્યાત છે. તેને સામાન્ય રીતે “કોઝીકોડન હલવા” તરીકે ઓળખવામાં આવે છે.

યુરોપિયનો કારણે તેના ટેક્સચરને કારણે “કોઝીકોડન હલવા”ને ’સ્વીટમીટ’ તરીકે ઓળખતા હતા. કોઝીકોડનો એક રસ્તો જ્યાં “કોઝીકોડન હલવા” વેચવામાં આવતા હતા તેને સ્વીટ મીટ સ્ટ્રીટ (ટૂંકમાં એસએમ સ્ટ્રીટ) નામ આપવામાં આવ્યું હતું. “કોઝીકોડન હલવા” મોટાભાગે મેદામાંથી બનાવેલ છે, અને કેળા, ઘી, નારિયેળ, કાજુ, ખજૂર, કાચુ કોપરૂં, અનેનાસ, જેકફ્રૂટ જેવા અનેક સ્વાદમાં મળે છે.

ભૂતકાળમાં, કેરળ તમિલ બોલતા વિસ્તારનો ભાગ હતો, અને આ તામીલિયન પ્રભાવનો ખ્યાલ સંભાર, ઈડલી અને ઢોંસાની લોકપ્રિયતા પરથી આવી જાય છે. અહીની અનેક બેકરીમાં યુરોપિયન પ્રભાવ જોવા મળે છે જે ત્યાંની કેક, ક્રીમ રોલ્સ, અને પશ્ચિમી શૈલીના ખમીરવાળી બ્રેડ જોઈને ખબર પડે છે અને તેમાં એંગ્લો-ભારતીય રાંધણકળા પ્રતિબિંબિત થાય છે.

આવા જ મસાલાથી ભરપૂર કેરાલીયન ક્વીઝીનની બે વાનગીઓ આપણે જોઈશું, એક છે પાઈનેપલ પચડી, જે પાઈનેપલ રાઈતાને મળતી આવતી વાનગી છે. અને બીજી છે પાલ પાયસમ, કે જે ઓનમ અને વિશુ જેવા તહેવારના દિવસે સાધ્યને અંતે પીરસવામાં આવે છે.

પાઈનેપલ પચડીઃ

સામગ્રીઃ

૧.૧ અનેનાસ

૨.૨ ચમચી મરચાંનો પાઉડર

૩.૧ ચમચી હળદર પાવડર

૪.અડધું નાળિયેર

૫.૧ ચમચી વરીયાળી

૬.૩ અથવા ૪ લીલા મરચાં

૭.૨ ચમચી ખાંડ

૮.મીઠું જરૂર મુજબ

૯.૪ સૂકા લાલ મરચાં

૧૦.૨ ચમચી રાઈ

૧૧.૧ ડાળખી મીઠા લીમડાના પાન

રીતઃ

* પાણી મદદથી અનેનાસની સ્લાઈસને બાફી લો.

* જ્યારે તે રંધાઈ જાય ત્યારે તેમાં હળદર પાવડર અને મરચાંનો પાઉડર ઉમેરો.

* તેમાં મીઠું અને ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

* ત્યારબાદ તેમાં લીલું મરચું, નારીયેલ અને વરીયાળી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

* ત્યારબાદ તેમાં દહીં ઉમેરી, સારી રીતે મિક્સ કરી ગેસ બંધ કરી દો.

* હવે એક અન્ય પેન કે વઘારીયામાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં સૂકા લાલ મરચાં અને લીમડો નાખી લગભગ ૨-૩મિનીટ માટે સાંતળો. ત્યારબાદ આ મિશ્રણને પચડી પર રેડો અને બરાબર હલાવી દો.

* આ પચડીને રાઈસ અથવા પર્રાટ્ટા સાથે સર્વ કરો.

પાલ પાયસમઃ

સામગ્રીઃ

૧/૨ કપ ચોખા

૧-૧/૨ લીટર દૂધ (૩ પેકેટો)

૧ કપ ખાંડ

થોડી ઈલાયચી

સજાવટ માટે કાજુ અને દ્રાક્ષ

૧ ટેબલ સ્પૂન ઘી

રીતઃ

* ચોખાને સારી રીતે ધોઈ લો.

* એક પ્રેશર કૂકરમાં દૂધ, ખાંડ અને ચોખા ઉમેરો.

* મિશ્રણને એક સીટી વાગે ત્યાં સુધી હાઈ ફ્લેમ પર પકવો, ત્યાર બાદ ફ્લેમ એકદમ ધીરી કરી બીજી ૨૦ મિનીટ માટે પકવો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.

* કૂકર ઠંડુ પડે એટલે તેને ખોલી દો.

* ખીર જેટલી થીક્નેસ ધરાવતું મિશ્રણ હોવું જોઈએ, જો મિશ્રણ હજી પાતળું હોય તો તેને હજી થોડીવાર ઉકાળો.

* તેમાં ખાંડેલા એલચીના દાણા ઉમેરો.

* કાજુ-બદામ વડે સજાવીને સર્વ કરો.

કોર્ન કાર્નિવલ

જયારે વરસાદી મોસમ હોય ત્યારે ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં મકાઈ કે તેમાંથી બનતી વસ્તુ નહિ ખવાતી હોય. મકાઈ અને મકાઈના દાણા અને તેમાંથી બનતી વિવિધ વાનગીઓ જાને ચોમાસાનો પર્યાય બની ગઈ છે. આ મકાઈ આજે ભારતમાં બહુ વિશાળ પાયે ઉગાડવામાં આવે છે, વિશ્વમાં મકાઈના ઉત્પાદનમાં ભારતનું સ્થાન છઠ્‌ઠું છે. પરંતુ અન્ય ઘણા અનાજ અને શાકભાજીની જેમ મકાઈનું મૂળ ‘જન્મસ્થાન’ ભારત નથી. મકાઈ મૂળ મેક્સિકોની પેદાશ છે અને એને મેક્સિકોથી ભારત લાવવામાં સ્પેનીશ પ્રજાનો બહુ મોટો ફાળો છે. આજે આપણે મકાઈ વિષે થોડી વધુ માહિતી મેળવીશું અને ત્યારબાદ મકાઈમાંથી બનતી બે નવી વાનગીઓ જોઈશું.

વૈજ્ઞાનિકો માને છે કે સેન્ટ્રલ મેક્સિકો માં રહેતા લોકોએ લગભગ ૭૦૦૦ વર્ષ પહેલાં મકાઈ વિકસાવ્યા હતા. તેની શરૂઆત તેઓસિન્ટે (ર્ીંજૈહીં) તરીકે ઓળખાતા જંગલી અને નકામાં ઘાસ તરીકે થઈ હતી.. તેઓસિન્ટે દેખાવમાં આજના મકાઈ કરતા ખૂબ જ અલગ હતા. તેના દાણા આજના મકાઈના દાણાના પ્રમાણમાં ખૂબ જ નાના હતા.

મેક્સિકો થી મકાઈની સફર ચાલુ થઈ અને તે ઉત્તરમાં યુ.એસ.એ. નાં દક્ષિણ-પશ્ચિમ રાજ્યોમાં અને દક્ષિણમાં પેરૂનાં દરિયાકિનારાના પ્રદેશમાં તેનો પ્રભાવ ફેલાયો. લગભગ એક હજાર વર્ષ પહેલા રેડ ઈન્ડિયન્સએ મેક્સિકોથી ઉત્તર અમેરિકાના પૂવીર્ ય જંગલોમાં સ્થળાંતર કર્યું ત્યારે તેઓ તેમની સાથે મકાઈ લાવવા આવ્યા હતા. આજે મકાઈ એ ઉત્તર અમેરિકામાં મુખ્ય ખોરાક તરીકે લેવામાં આવે છે.

કોલંબસ અને તેના જેવા અન્ય યુરોપીયનોએ ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં રહેતા લોકો સાથે સંપર્ક કયાર્ ે હતો ત્યારે મકાઈ સૌથી મૂળ લોકો આહારમાં એક મુખ્ય ભાગ હતો. જ્યારે કોલંબસએ અમેરિકાની "શોધ" કરી ત્યારે તેમણે મકાઈની પણ શોધ કરી. પરંતુ ત્યાં સુધી, યુરોપમાં રહેતા લોકોને મકાઈ વિશે ખબર ન હતી.

કોલંબસ જયારે પાછો યુરોપ પહોંચ્યો ત્યારે તેના થકી સ્પેનીશ લોકો મકાઈના સંપર્કમાં આવ્યા અને તેઓ બહુ જ ઝડપથી આ ‘વનસ્પતિ’ને એક મહત્વના ‘ખોરાક પાક’ તરીકે ઓળખી ચુક્યા હતા કારણકે ઈ.સ. ૧૫૨૫માં હજુ જ્યારે બાકીનું યુરોપ મેક્સિકો અને પેરૂમાં પોતાનો કબજો જમાવી રહ્યું હતું ત્યારે સ્પેન એ પહેલેથી જ એન્ડેલુસિયા ક્ષેત્રોમાં મકાઈની ખેતી ચાલુ કરી દીધી હતી. આ નવો છોડ અતિ અનુકૂલનશીલ હતો, ઝડપથી ઉગતો હતો અને તેની ઉપજ ઘણી ઊંંચી હતી, જે સ્પેન અને ઉત્તર ઈટાલીના ગરીબ અને ભૂખે મરતા ખેડૂતો માટે એક વરદાન હતું. મકાઈ ઈટાલી મારફતે બાલ્કનમાં ઝડપથી ફેલાઈ અને પછી પોર્ટુગીઝ જહાજો મારફતે દક્ષિણ પૂર્વ એશિયા, ભારત, ચાઈના અને જાપાનમાં તેનો વ્યાપ વધ્યો.

આમ આપણે જે મકાઈ આજે આટલી લિજ્જતથી માણીએ છીએ તેને આપના સુધી પહોંચાડવા માટે આપણે સૌ પ્રથમ મેક્સીકન્સનો, ત્યાર બાદ રેડ ઈન્ડિયન્સનો, કોલંબસનો અને પોર્ટુગીઝનો આભાર માનવો પડે.

પરંતુ આજે હવે આટલા બધા વર્ષોની સફર બાદ મકાઈને આપણે એટલી હદે સ્વીકારી લીધી છે કે તે લગભગ સંપૂર્ણ ભારતીય ખોરાક તરીકે અપનાવી લેવામાં આવી છે. અમેરિકન મકાઈના વધતા જતા ક્રેઝની સાથે સાથે દેશી મકાઈનો પણ એટલો જ ઉપયોગ કરવામાં આવે છે.

આજે આપણે આ વખતે ચોમાસામાં, વરસતા વરસાદમાં માણવા માટે મકાઈની બે નવીન વાનગીઓ જોઈશું. પહેલા આપણે જોઈશું કોર્ન પકોડા, વરસતા વરસાદ માટે પકોડાથી ઉત્તમ કશું જ નથી. ત્યારબાદ આપણે જોઈશું કોર્ન ચાટ જે ફટાફટ બની જતી એક ખૂબ જ સરસ વાનગી છે.

કોર્ન પકોડા

સામગ્રીઃ

૧.૧.૫ કપ મકાઈ દાણા

૨.૧.૫ કપ બેસન

૩.૨ થી ૩ લીલી ડુંગળી અથવા ૧ મધ્યમ કદની ડુંગળી, ઝીણી સમારેલી

૪.૧ લીલું મરચું, સમારેલું

૫.ઘ ઈંચ આદુ, સમારેલું

૬.ભ ટીસ્પૂન લાલ મરચું પાવડર

૭.ભ ટીસ્પૂન હળદર પાવડર

૮.ભ ટીસ્પૂન ગરમ મસાલા પાવડર

૯.હિંગ એક ચપટી

૧૦.મીઠું સ્વાદમુજબ

૧૧.જરૂર પ્રમાણે પાણી

૧૨.આ પકોડા પર છંટકાવ માટે જરૂરી ચાટ મસાલો

૧૩.તળવા માટે તેલ

રીતઃ

* મકાઈના દાણાને બાફી લો.

* હવે એક બાઉલમાં તેલ સિવાયની બધી જ સામગ્રીને બાફેલા મકાઈના દાણા સાથે ભેળવી લો.

* પાણી ઉમેરીને પકોડાના ખીર જેવું મિશ્રણ તૈયાર કરો.

* એક કડાઈમાં તેલ ગરમ કરો.

* તેલ ગરમ થાય એટલે તેમાં ચમચીની મદદથી ખીરૂં નાખો.

* પકોડા સોનેરી અને કરકરા થાય ત્યાં સુધી તળો.

* તૈયાર થાય એટલે પેપર ટોવેલ પર કાત્તી વધારાનું તેલ નીકળી જવા દો.

* હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ, પકોડા પર ચાટ મસાલો ભભરાવી ચટણી કે ટોમેટો સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

કોર્ન ચાટ

સામગ્રીઃ

૧.૧ મધ્યમ અથવા મોટા મકાઈ ડોડામાંથી નીકળતા દાણા

૨.૧ નાની ડુંગળી, ઝીણી સમારેલી

૩.૧ મધ્યમ ટમેટા, ઝીણો સમારેલો

૪.૧ લીલું મરચું, ઝીણું સમારેલું

૫.૧ ટેબલસ્પૂન કોથમીર, ઝીણી સમારેલી

૬.૧ ટીસ્પૂન લીંબુનો રસ

૭.ભ ટીસ્પૂન લાલ મરચું પાવડર

૮.૧ ટીસ્પૂન ચાટ મસાલા પાવડર

૯.જરૂર મુજબ મીઠું

૧૦.સજાવટ માટે ઝીણી સેવ અને કોથમીર

રીતઃ

* મકાઈના દાણાને બાફી લો.

* હવે એક બાઉલમાં બધી જ સામગ્રીને બાફેલા મકાઈના દાણા સાથે ભેળવી લો.

* એકવાર ચાખી સ્વાદ મુજબ જો જરૂરી હોય તો વધુ મીઠું અથવા ચાટ મસાલા અથવા લીંબુ રસ ઉમેરો.

* હવે નાના સર્વિંગ બાઉલમાં તેને તરત જ કાત્તી, ઉપરથી સેવ અને કોથમીર ભભરાવીને સર્વ કરો.

મોરોક્કન ડીલાઈટ

ઉત્તર આફ્રિકામાં આવેલો તથા ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટીક મહાસાગર બંનેની કોસ્ટલ લાઈન ધરાવતો દેશ એટલે કે મોરક્કો. આ દેશ એના અંતરિયાળ પર્વતીય ભૂગોળ અને વિશાળ રણ માટે જાણીતો છે.

મોરોક્કન રાંધણકળા મોરોક્કોના સદીઓથી અન્ય સંસ્કૃતિઓ અને રાષ્ટ્રો સાથે થતા વૈચારિક આદાન-પ્રદાન દ્વારા પ્રભાવિત છે. મોરોક્કન રાંધણકળા સામાન્ય રીતે મેડેટરેનિયન અને અરબી રાંધણકળાનું એક મિશ્રણ છે. મોરોક્કન રાંધણકળા લાંબા સમયથી વિશ્વમાં સૌથી વૈવિધ્યસભર રાંધણકળામાંની એક તરીકે ગણવામાં આવે છે, જે બહારના વિશ્વ સાથે મોરોક્કોના સદીઓ લાંબા વૈચારિક આદાન-પ્રદાન એક પરિણામ છે.

મોરોક્કો મેડેટરેનિયન અને કેટલાક ઉષ્ણકટિબંધીય ફળો અને શાકભાજીની વિશાળ શ્રેણી પેદા કરે છે, જેનો ત્યાંના ખાનપાનમાં મોટેપાયે ઉપયોગ કરવામાં આવે છે. ફલેવરીંગ માટે અનરિફાઈન્ડ ઓલીવ ઓઈલ, આથ્વેલા લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. સાથે વાપરવામાં આવે છે કેટલાક મસાલા જેવાકે તજ, જીરૂં, હળદર, મરી, આદુ, તલ, જાવિન્ત્રી, લવિંગ, વરીયાળી વગેરે. આ ઉપરાંત ફુદીનો, કોથમીર અને તાજો ઓરેગાનો મોટા પ્રમાણમાં વપરાય છે. ખાવાનું બનાવવા માટે એક વિશિષ્ટ વાસણનો ઉપયોગ કરવામાં આવે છે કે જે માટીનું બનેલું એક કન્ટેનર હોય છે અને તેને એક પોઈન્ટેડ ઢાંકણ હોય છે, જેને ટઝીન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના વાસણનું નામ તેમાં બનાવવામાં આવતી એક મુખ્ય ડીશ પરથી પાડવામાં આવ્યું છે.

મોટા ભાગના લોકો જેનાથી પરિચિત હોય એવી મુખ્ય મોરોક્કન વાનગી છે કૂસકૂસ કે જે રવા જેવું જ ઘઉંમાંથી બનતી એક પરંપરાગત વાનગી છે, જેને વરાળથી પકવીને બનાવવામાં આવે છે. તેને પરંપરાગત રીતે તેની ઉપર મીટ સ્ટયૂ કે વેજીટેબલ સ્ટયૂ રેડીને પીરસવામાં આવે છે.

કૂસકૂસ ઉપરાંત બસ્તીલા કે જે એક મીટ પાઈ છે તે, ટઝીન કે જે આ જ નામ ધરાવતા વાસણમાં શાકભાજી, ચોખા કે મીટ ઉમેરી પકવીને બનાવવામાં આવતી વાનગી છે, જેને લોકો મુખ્યત્વે લંચ સમયે મેઈન કોર્સમાં બ્રેડ જોડે ખાવા માટે કરે છે તે અને અહીનો સ્થાનિક સૂપ હરિરા કે જે શિયાળામાં ગરમી મેળવવા માટે પીવામાં આવે છે, તે વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. અહીના ખોરાકમાં બ્રેડનો બહુ વિશાલ ઉપયોગ થાય છે અને તેમાં પણ રવામાંથી બનાવવામાં આવતી ખોબ્ઝ તરીકે ઓળખાતી બ્રેડ ખૂબ જ વપરાય છે.

આપણે આજે બે મોરક્કન વાનગીઓ જોઈશું હરિરા સૂપ અને પીલાફ.

હરિરા સૂપઃ

સામગ્રીઃ

•૧ ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ

•૩ મધ્યમ ગાજર, છોલીને ઝીણું સમારેલું

•૧ મોટી ડુંગળી, ઝીણું સમારેલ

•૨ લસણની કાળી, ઝીણું સમારેલ

•૧ ટીસ્પૂન જીરૂં પાવડર

•ઘ ટીસ્પૂન ધાણા પાવડર

•ભ ટીસ્પૂન હળદર પાવડર

•ભ ટીસ્પૂન તજ પાવડર

•૧ ટીસ્પૂન મીઠું

•૮૦૦ ગ્રામ ટામેટા, પ્યુરી કરેલા

•૫૦૦ ગ્રામ કાબુલી ચણા, બાફેલા

•૧ કપ મસૂરની દાળ

•૪ કપ વેજીટેબલ સ્ટોક

•ઘ લીંબુનો રસ

•ભ કપ ઝીણી સમારેલી કોથમીર

રીતઃ

૧.એક મોટી તપેલીને માધ્યમ આંચ મૂકી તેમાં ઓલીવ ઓઈલ ગરમ થવા મૂકો, ઓઈલ ગરમ થાય એટલે તેમાં ગાજર અને ડુંગળી ઉમેરો અને તે નરમ થાય ત્યાંસુધી પકવો. ત્યારબાદ તેમાં લસણ, જીરૂં પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર, તજ પાવડર અને મીઠું ઉમેરો અને તેને હલાવતા રહી લગભગ ૨ મિનીટ સુધી પકવો.

૨.ત્યારબાદ તેમાં ટામેટા નાખી ૫ થી ૭ મિનીટ માટે પકવો.

૩.તેમાં ચણા અને મસૂરની દાળ ઉમેરો, વેજીટેબલ સ્ટોક ઉમેરી અને ઉચ્ચ ગરમી પર એક ઉભરો લાવો. એક ઉભરો આવે એટલે, આંચને ઓછી કરો અને દાળ નરમ થાય ત્યાં સુધી રાંધો.

૪.આંચ બંધ કરો અને લીંબુનો રસ અને ૩ ટેબલસ્પૂન કોથમીર તેમાં ઉમેરો. બાકીના ૧ ટેબલસ્પૂન કોથમીરને સૂપ પર ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

પીલાફઃ

સામગ્રીઃ

•૨ કપ બાસમતી ચોખા

•૨ ચમચી માખણ

•૨ ચમચી ઓલિવ ઓઈલ

•૧ ડુંગળી, સમારેલી

•૨ કળી લસણ, બારીક સમારેલ

•૧ અથવા ૨ નાના ટુકડા તજ

•ઘ ચમચી મીઠું

•ઘ ચમચી આદુ

•ઘ ચમચી સફેદ મરી

•ઘ ચમચી જીરૂં

•ઘ ચમચી હળદર

•ભ કપ કોથમીર, ઝીણી સમારેલી

•ભ કપ વટાણા

•૧ લાલ અથવા પીળા કેપ્સીકમ, ઝીણા સમારેલા

•૧ ગાજર, ઝીણા સમારેલા

•આશરે ૧ લિટર વેજીટેબલ સ્ટોક

•ભ ચમચી કેસર

રીતઃ

૧.એક પેનમાં લગભગ ઉકળવા લાગે ત્યાં સુધી સ્ટોક ગરમ કરો.

૨.દરમિયાનમાં, એક અન્ય પેનમાં કેસર સિવાયની બાકીની સામગ્રી ભેળવો. ચોખા અને શાકભાજીને મધ્યમ આંચ પર, લગભગ ૧૦ મિનીટ, અથવા ડુંગળી અર્ધપાદર્શક થાય અને ચોખાનો રંગ બદલાવાનો શરૂ થાય ત્યાં સુધી પકવો.

૩.હવે ભાતમાં સ્ટોક અને કેસર ઉમેરી ફક્ત એક જ વાર હલાવો.

૪.સ્ટોકમાં એક ઉભરો લાવો, અને જરૂર મુજબ મીઠું ઉમેરો.

૫.ચોખાને ઢાંકીને આંચ ધીમી કરો, અને લગભગ ૨૫ મિનીટ અથવા જ્યાં સુધી પાણી શોષાઈ ના જાય અને ચોખા ચઢી ના જાય ત્યાં સુધી મિશ્રણને ખદખદવા દો.

૬.ભાતને કાંટાની મદદથી સહેજ હલાવી, ગરમા-ગરમ સર્વ કરો.