18. એન્કાઉનટર...
અજગરના મુખ જેવી ભયાનક રાત હતી. દસ વાગ્યાના ટકોરે મી. આદિત્યની ગાડી રુદ્રસિંહના ઘર આગળ ઉભી રહી. હોર્નના સતત અવાજથી રુદ્રસિંહ અને મી. બક્ષી બહાર નીકળી ગાડીમાં ગોઠવાઈ ગયા. લક્ષમી ધડકતી છાતીએ કાલી અંધારી રાતમાં વિલીન થતી ગાડીને ક્યાંય સુધી જોઈ રહી.
"મી.બક્ષી નાઉ યોર ટર્ન " મી. આદિત્યએ બ્રેક મારી મી. બક્ષીને સ્ટિયરિંગ સોંપ્યું.
મી.બક્ષીએ એક ઝૂંપડપટ્ટી એરીયાથી થોડી દૂર ગાડી ઉભી રાખી.
"પેલી ગેરેજ દેખાય છે મી. આદિ એ જ છે અર્જુન રેડ્ડીનો અડ્ડો " બક્ષીએ એક મોટી ગેરેજ તરફ ઈશારો કર્યો.
"કોઈને શક ન જાય એવી જગ્યા પસંદ કરી છે હરમીએ " રુદ્રસિંહે જોયું એ એક વિશાળ ગેરેજ હતી ગેરેજની ફરતે ઊંચી દિવાલ હતી.
"મી. બક્ષી તમે આગળથી એટેક કરશો અને હું પાછળથી " મી. આદિત્યએ પ્લાનિંગ કરવા માંડ્યું.
રુદ્રસિંહ ના ચહેરા ઉપર સપસ્ટ ભય ફેલાઈ ગયો. એ જાણતો હતો કે સૌથી વધારે રિસ્ક બેકઅપ કિલર ને જ હોય. ભાગ્યે જ કોઈ બેકઅપ કિલર બચતા હોય છે. જ્યારે પણ એન્કાઉન્ટર થાય ગુંડાઓ પાછળથી ભાગવાની તૈયારી કરે અને એમાં બેકઅપ શૂટર ઉપર ગોળીઓનો વરસાદ થાય જ.
"પણ આદિ. પાછળના ભાગે વધારે માણસો હશે તું ત્યાં એકલો....."
"રુદ્ર જો આજે અર્જુન રેડ્ડી ભાગી જાય તો પછી એ કોઈ બીજા જ શહેરમાં અડ્ડો બનાવશે અને એ શોધતા વર્ષો નીકળી જાય ત્યાં સુધી તો એ હજારો નિર્દોષ બાળકો અને છોકરીઓને આરબ દેશોમાં વેચી નાખશે " મી. આદિત્યની લાલ આંખો ભયાનક લાગતી હતી.
"તો હું બેકઅપ લઇશ આદિ તું નહિ " રુદ્રસિંહ જાણે વિનંતી કરતો હતો.
"રુદ્ર તું રાજપૂત છો બહાદુર છો મારા દોસ્ત પણ લક્ષમી તારી રાહ દેખે છે. મારી રાહ દેખાવા કોઈ નથી " મી. આદિત્ય કોઈ અલગ જ અંદાજ માં બોલતા હતા.
રુદ્રસિંહનો ચહેરો ઉતરી ગયો. એને જરાય મનજુર નહોતું મી. આદિત્ય ને ઉની આંચ પણ આવે.....
"પણ મારી સનાઈપર પાછળના ભાગનો વ્યુ નઇ આપે આદિ ...."
રુદ્રસિંહે કહ્યું.
"મી. રુદ્ર ડોન્ટ વરી મી. આદિ ઉપર ગન તકાય એ પહેલાં સામેવાળાની ખોપરીમાં એક બે બુલેટ તો ઉતરી જ જાય મેં મારી નજરે જોયું છે." મી. બક્ષીએ હસીને કહ્યું.
"તું બસ તારી સનાઈપર નો કમાલ બતાવજે. જો મી. બક્ષી ની નજર ચુકાવીને રેડ્ડીનો બચ્ચો આગળથી ભાગી જવાની કોશિશ કરે તો ઉડાવી દેજે " મી. આદિત્યએ મુંછોને વળ દીધો.
બધાએ બ્લુટૂથ પહેરી લીધા. રુદ્રસિંહ પાસેના મકાન ઉપર ચડી વ્યુ લેવા મંડયો. મી. બક્ષી અને મી. આદિત્ય ગેરેજ તરફ ધસ્યા. રુદ્રસિંહ બધો જાયજો લઈ ચુક્યો હતો. એની સનાઈપરમા બધું સપસ્ટ દેખાતું હતું.
મી.બક્ષી દીવાલ કૂદીને અંદર પડ્યો અને તરત રોલિંગ કરીને દીવાલને ચંપાઈ ગયો. મી. આદિત્ય દિવાલનું ચક્કર લગાવી પાછળના ભાગથી અંદર ઘુસ્યા.
દીવાલને અઢેલીને પોઝીશન લીધેલા મી. બક્ષીએ બન્ને હાથમાં બે રિવલવલ લઇ કહ્યું " આઇ એમ રેડી આઇ રિપીટ આઇ એમ રેડી"
"હું પણ તૈયાર છું " પાછળના ભાગે ખડી ગાડીની હવા નીકળતા મી. આદિત્યએ કહ્યું.
"મી.બક્ષી અંદર બે માણસો ટેબલ ઉપર બાજી રમે છે એ બન્ને બેધ્યાન છે પણ એક ગાર્ડ મશીન ગન લઈને ઉભો છે જેવા તમે અંદર જશો એની મશીન ગન તૂટી પડશે "
"મી. રુદ્ર તમે એ ગાર્ડને ઠીકાને લગાવી શકશો પેલા બે ને તો હું બાજી રમાડીશ ?"
"કોઈ શક ? રેડી ?"
"રેડી " મી. બક્ષી અને મી. આદિત્યએ કહ્યું.
"ઓકે નાઉ.… 3… 2.. 1... " રુદ્રસિંહની સનાઈપર ધ્રુજી.
પેલા ગાર્ડની બોડી જમીન ઉપર પટકાય એ પહેલાં તો મી. બક્ષીએ અંદર ઘસીને પેલા બે ને ઢાળી દીધા.
"રુદ્ર...."
"હા આદિ."
"ગેરેજ આગળ એક વેન ખડી છે એમાં કિડનેપ કરેલા બાળકો હશે.... જો કોઈ માણસ એ વેન તરફ આવે તો વેન સુધી પહોંચવો ન જોઈએ " ફરી મી. આદિત્યનો હાથ મુંછો ઉપર ફર્યો.
મી.આદિત્ય પાછળના ખુલ્લા દરવાજેથી અંદર ઘુસ્યા. ત્રણ અડીખમ માણસો ત્યાં હતા. અંદર જતા જ એકને તો મી. આદિત્યએ હેડ શોટ કર્યો પણ બીજા એકે પાછળથી મી. આદિત્યને લાત ઝીંકી. મી. આદિત્યના હાથ માંથી ગન છુટી ગઈ અને છુટ્ટા હાથની મારા મારી શરૂ થઈ ગઈ. બે ભયાનક કાળા અખલા મી. આદિત્ય ઉપર ધસ્યા પણ કસાયેલી કમમરના મી. આદિત્ય કોઈથી ખાધા જાય એમ નહોતા.
"રુદ્ર કેન યુ સી ઇનસાઈડ વ્યુ....."
"નો મી.બક્ષી.."
"ધત.... " મી.બક્ષી અંદરના રુમમા ઘુસ્યા પણ અર્જુન રેડ્ડી એના બે માણસો સાથે અંદર ગન તાકીને જ ઉભો હતો. મી. બક્ષીએ અંદર જતા એક ને ઢાળી દીધો પણ બીજી જ ક્ષણે એના ઉપર ગોળીઓ ધસી આવી. મી. બક્ષી કૂદીને સોફા પાછળ પડ્યો. એની એક હાથની બે આંગળીઓ ઊંઘી થઈ ગઈ. અર્જુન રેડ્ડી અને એનો માણસ સોફા ઉપર અંધાધૂંધ ગોળીઓ છોડવા લાગ્યા. એક બુલેટ મી. બક્ષીના લમણે ઘસાઈને બ્લુટુથ નો ભુક્કો બોલાવતી ચાલી ગઈ. મી બક્ષી સમજી ગયો હતો કે એક હાથ કામ કડતો નથી અને પેલી બાજુ અર્જુન રેડ્ડી પાસે મશીન ગન હતી. પોતે હવે બચશે નહીં એ ખાતરી થઈ ગઈ હતી. એણે મનોમન ભગવાન ને યાદ કરી લીધા. રોજની જેમ આજે આદિત્ય પણ પાછળથી બધાને નિપટાવીને આવ્યો નહોતો એટલે એ પણ ખાતરી થઈ ગઈ હતી કે પાછળ માણસોની સનખ્યાં બે આંકડામાં જ હશે.
મી. બક્ષી અર્જુન રેડ્ડીની બુલેટનો ઇન્તજાર કરવા લાગ્યો પણ એની મોત લખાયેલી નહોતી. પાછળના ભાગમાં એક ભયાનક ધડાકો થયો અર્જુન રેડ્ડી અને એનો માણસ ગભરાઈને પાછળ જોવા લાગ્યા અને એ તક જતી ન કરતો બક્ષી એમના ઉપર તૂટી પડ્યો બંને ને મી. બક્ષીએ ઢાળી દીધા.
ધડકાનો અવાજ અને ગેરેજના પાછળના ભાગે દેખાતી આગની જ્વાળાઓ જોઈ રુદ્રસિંહ સનાઈપર ફેંકી નીચે ઉતર્યો....
" આદિ " કહી એ દાંત ભીંસતો ગેરેજ તરફ ભાગ્યો....
મી.બક્ષી પણ એ તરફ ધસ્યા પણ પાછળના ભગમાં પેટ્રોલ - ડીઝલ કેન માં આગી લાગી હતી. આગે જોત જોતામાં ભીષણ ભયાનક સ્વરૂપ ધારણ કરી દીધું હતું એટલે આગળ જઇ શકાય એમ નહોતું.
રુદ્રસિંહ આવતો જ આગ તરફ ધસ્યો. મી.બક્ષીએ એને પકડી લીધો. રુદ્રસિંહે ખૂબ મથામણ કરીને છૂટ્યો પણ મી. બક્ષીએ ફરી એનો પગ પકડી એને પાડી દીધો.
"પણ આદિ...." રુદ્રસિંહ હોશ ખોઇ બેઠો હતો.
"હી ઇઝ નો મોર....." કહી મી.બક્ષીએ મી. આદિત્યની પોલિશ કેપ તરફ ઈશારો કર્યો.
રુદ્રસિંહ ઉભો થઈને એ કેપ પાસે જઈને બેસી પડ્યો. એની આંખો ભરાઈ ગઈ. એનો અવાજ ભીંજાઈ ગયો.
મી.બક્ષીએ કન્ટ્રોલરૂમમા જાણ કરી અને રુદ્રસિંહ ને ખભે હાથ મુક્યો.
ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ આવ્યા. આગને કાબુમાં કરી પણ મી. આદિત્યની બોડી ના કોઈ અવશેષ પણ મળ્યા નહિ.
"સોરી મી. રુદ્ર મી. આદિત્ય આગમાં...." વાક્ય પૂરું કરતા પહેલા તો મી. બક્ષી પણ લથડવા લાગ્યો. રુદ્રસિંહે એને ઉઠાવી એમ્બ્યુલન્સમા સુવાડી દીધા. એમ્બ્યુલન્સનો દરવાજો પકડી રુદ્રસિંહ જાણે સાવ ભાંગી પડ્યો હતો. એનો બાળપણનો મિત્ર એનો ભાઈ જેવો આદિત્ય નહોતો રહ્યો.એને થયું હમણાં પડી જઈશ દરવાજો પકડી લીધો.
"વેન....." મી. બક્ષી બંધ આંખે જ બબડ્યો....
"વેનમા તો કિડનેપ કરેલા બાળકો છે..." રુદ્રસિંહ એકાએક વેન તરફ ભાગ્યો. વેનનો દરવાજો ખોલ્યો અંદર ચાર નાના બાળકો, બે વિસ એકવીસની ઉંમરની છોકરીઓ, કોકિલાબેન, આર્યન અને આલિયા બેભાન કરેલા પડ્યા હતા.
એમબ્લ્યુલન્સ એ બધાને લઈને હોસ્પિટલ તરફ રવાના થઈ ગઈ. રુદ્રસિંહ બળીને ખાખ થઈ ગયેલી ગેરેજ ને મી. આદિત્યની કેપ હાથમા લઈને તાકતો જ રહ્યો.....
"સર " કેટલીયે વારે ખબર પડી કે કન્ટ્રોલ રૂમ નો હવલદાર પોતાને બોલાવતો હતો.
"હમ્મ" એ બસ એટલું જ બોલ્યો.
"સર વેન માંથી મળેલ બોડી ...... "
"એ બધાના પરિવારની તપાસ કરો...."
"સર પણ એમાંથી પેલા બેન અને બે બાળકો તો રચિત અગ્નિહોટરીનો પરિવાર છે ..."
"શુ?" હવલદારનો અવાજ જાણે સિંહની ત્રાડ હોય એમ રુદ્રસિંહ ની આંખો પહોળી થઇ ગઇ " મી. રચિત નો પરિવાર ? આર યુ સ્યોર ?"
"હા સર એક્દમ સો ટકા સ્યોર"
રુદ્રસિંહ પોતાની જીપ લઈ નાનુભાઈ શાહના ઘર તરફ નીકળી પડ્યા. હૃદયમાં મી. અદિત્યનું દુઃખ તો અપાર હતું પણ ડ્યુટી પણ જરૂરી હતી. મનમાં કેટલાય વિચારો આવનજાવન કરતા હતા. અર્જુન રેડ્ડીએ એટલા દિવસો સુધી રચિત અગ્નિહોત્રીના પરિવારને જીવિત કેમ રાખ્યો ? અને નાનુભાઈ શાહ ના ઘરમાં આગ લાગી એમાંથી આ બધા બચ્યા કઈ રીતે ? અને આ બધા જીવે છે તો નાનુભાઈ શાહના ઘર માંથી મળેલા ત્રણ માણસોના હાડકાઓના અવશેષ ...? સ્ટિયરિંગ ઉપર હાથ પછાડ્યો તો એ ઘરમાં બળીને મરવા વાળા ત્રણ જણ કોણ હતા ?
કાઈ સમજાતું નહતું. રુદ્રસિંહ બે તરફથી ભીસાતો હતો. ગાડી સડસડાટ વહેતી હતી અને એવી જ રીતે મનના વિચાર અને હૃદયનું દુઃખ પણ વધતું હતુ....
રાત્રે એક વાગે નાનુભાઈ ના ઘર આગળ ગાડી ઉભી રહી. રુદ્રસિંહે દરવાજો ખખડાયો મનું લેચકી હોલ માંથી જોઈ ખાતરી કરી પછી જ દરવાજો ખોલ્યો.
"નાનું ભાઈ તમારે મારી સાથે આવવું પડશે " રુદ્રસિંહે જરાક ખચકાઇ ને કહ્યું. " નઈ પોલીસના કાયદાની રુએ નઇ પણ માનવતાની રુએ "
"પણ સાહેબ થયું છે શું ?" મનું એ પૂછ્યું.
"મી. રચિત અગ્નિહોટરીનો પરિવાર મળ્યો છે. "
"આ શું કહો છો તમે ?" નાનું ભાઈને વાત ગળે ન ઉતરી.
"એ બધું હું તમને હોસ્પિટલમાં સમજાવીશ તમે અત્યારે ચાલો મારી સાથે અને ખાતરી કરો..."
"હોસ્પિટલ?"
"હા એ બધા બેભાન હાલતમાં મળ્યા હતા એટલે હોસ્પિટલમાં છે "
"એક મિનિટ " કહી નાનુભાઈ માતાજીને હાથ જોડી આવ્યા
હોસ્પિટલ પહોંચ્યા અને નાનુભાઈએ એ બધા ને જોઈને ખાતરી કરી દીધી.
"ડોકટર આ બધા..."
રુદ્રસિંહ ને વચ્ચે જ અટકાવી ડોકટર બોલ્યા " આ બધાને બેભાન કરવાનું પ્રવાહી પીવડાવી દેવામાં આવ્યું છે. અને આ બધા નસીબદાર છે કે તમે યોગ્ય સમયે પહોંચ્યા નહિ તો અત્યાર સુધી આ બધાની કિડની નીકાળી દેવામાં આવી હોત."
રુદ્રસિંહ ને હવે એક વધારે સવાલ મુંજવતો હતો. એટલા દિવસથી રચિત અગ્નિહોત્રીનો પરિવાર અર્જુન રેડ્ડી પાસે હતો તો એ બધાની કિડની આજે જ કેમ નીકાળવાની હતી ?
"પણ ઇન્સ્પેક્ટર આ બધુ કઈ રીતે?" નાનુભાઈએ પૂછ્યું.
રુદ્રસિંહે એન્કાઉન્ટર ની વાત કહી સંભળાવી. નાનુભાઈ અને મનુને એક રીતે તો સારા સમાચાર મળ્યા હતા પણ મી. આદિત્યનું મૃત્યુ મનુ માટે આઘાત જનક હતું. એની આંખો ભીની થઇ ગઇ.... બધા હોશમાં આવે એની રાહ જોતા એ ત્રણેય હોસ્પિટલમાં જ આખી રાત વિતાવી હતી....
***
To be continue…..
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’