અંતર આગ Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતર આગ

અંતર આગ

9. આલિયા મૃત્યુ પામી છે!

ઘરના બારણે પગથિયે જ આલિયા પગ ઉપર માથું પસારીને રડી રહી હતી.

"શુ થયું દીકરા.....?" નાનુભાઈએ પૂછ્યું, "પ્રદીપ .... પ્રદીપ ક્યાં છે? એ તને એકલી મૂકીને ક્યાં ગયો?"

"એ મને એકલી નથી મૂકી ગયો અંકલ. હું જ એવી બદનસીબ છુ જેના પણ જીવનમાં જાઉં છું એ બરબાદ થઈ જાય છે. પહેલા મારા મમ્મી પપ્પા અને હવે પ્રદીપ....."

"પણ થયું શુ છે? હવે પ્રદીપને શુ થયું?" કોકિલાબેન ગભરાઈ ગયા હતા.

"એને પણ પોલીસ ઍરેસ્ટ કરી ગઈ છે."

"પણ કેમ? કયા ગુનામાં?"

"મમ્મી તમે જ્યારે વકીલ પાસે ગયા ત્યારે જયદીપ નામનો કોઈ વ્યક્તિ પોતાની સાથે પોલીસને લઈને આવ્યો હતો....."

"જયદીપ? એતો રાજવીરનો ભત્રીજો છે જેણે રચિતને...." નાનું ભાઈ વચ્ચેજ બોલી ગયા.

"હા એમની વાતચીત પરથી મને જાણવા મળ્યું કે એ કોણ છે."

"પણ એમણે પ્રદીપની કેમ ધરપકડ કરી હશે નાનુભાઈ?"

"થોડા દિવસ પહેલા પ્રદીપ અને જયદીપ વચ્ચે ઝઘડો થયો હતો. પ્રદીપે એને જાહેરમાં થપ્પડ મારી હતી એટલે બદલો લેવા એણે પ્રદીપે પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે એવો કોઈ પુરાવો ઉભો કરીને એના પર કેશ કર્યો હશે...." નાનુભાઈએ સ્પષ્ટતા કરી.

"ના અંકલ... પ્રદીપને તેની સાઇટ પરના કામમાં ખરાબ ડિફેક્ટિવ માલ-સામાન વાપરવા બદલ કોર્ટમા સજા થઈ છે."

"પણ કોર્ટની કોઈ નોટિસ તો મળી હોત ને એને?"

"પ્રદીપે પણ એજ પૂછ્યું હતું..." એમ કહી આલિયાએ જે થયું એ બધું કહેવા માંડ્યું.

"આપણામાંથી કોઈએ બે દિવસથી કાઈ ખાધું ન હતું. ખરેખર કોઈને કાઈ યાદ પણ નહોતું. એટલે પ્રદીપ મારા અને આર્યન માટે બહારથી ટિફિન લઇ આવ્યો. આર્યનને જમાડીને સુવડાવી દીધો. ડેડીને ઍરેસ્ટ કર્યા પછી આર્યન કાઈ બોલતો ચાલતો જ નતો એની તબિયત બગડી ગઈ હતી એટલે સુઈ ગયો."

"અમે અહીં પગથિયે જ તમારી રાહ જોતા ડેડીની વાતો કરતા હતા ત્યારેજ ફરી પોલિશ આવી. અમને જોઈ એક કોન્સ્ટેબલ બોલ્યો....

"પ્રદીપ શાહ કોણ છે?"

"અમે કોઈ કાઈ બોલીએ એ પહેલાં એમની સાથે આવેલો એક યુવક આગળ આવ્યો અને પ્રદીપ તરફ ઈશારો કરી કહ્યું, "આ જ છે પ્રદીપ શાહ..."

"જયદીપ દક્ષ તું?" પ્રદીપે જયારે સવાલ કર્યો ત્યારે મને ખબર પડી કે એ વ્યક્તિ જયદીપ હતો.

"ચાલ પોલિશ સ્ટેશન." એક કોન્સ્ટેબલે કીધું.

"પણ કેમ? મારો ગુનો શુ છે?"

"પ્રદીપ શાહ પોતાના પાસ થયેલા સરકારી ટેન્ડરમાં સાઇટ પર સરકાર વડે પ્રમાણિત કરેલ માલસામાન ન વાપરી વધારે પૈસા કમાવાની લાલચમાં ખરાબ માલ સામાન વાપરી જાહેર જનતાના જીવનને જોખમમા મૂકી રહ્યો છે. પોતાના આગળના ટેન્ડરસમાં પણ એવી જ અયોગ્યતા દર્શાવી હશે તેથી વડોદરા કોર્ટ પ્રદીપ શાહને કોર્ટમાં હાજર થવા માટે હુકમ ફર્માવેલો અને નોટિસ આપેલી પણ પ્રદીપ શાહે કોર્ટનો અનાદર કરી પોતાની અયોગ્યતા જાતેજ પુરવાર કરી છે એટલે તેને પોલિશ તંત્ર કોર્ટમાં હાજર કરશે....કોન્સ્ટેબલ એક કાગળ નીકાળીને યંત્રવત વાંચી ગયો.

"પણ મને તો કોઈ નોટિસ નથી મળી..." પ્રદીપે દલીલ કરી.

"દરેક ગુનેગાર એવું જ કહે છે. ચાલ હવે." કહી પ્રદીપનો હાથ પકડી કોન્સ્ટેબલ ચાલવા માંડ્યો...

"હું તને જીવતો નહીં છોડું જયદીપ...." પ્રદીપ બરાડયો...

"તને હું બહાર આવવા દઈશ તો તું મારુ કામ તમામ કરીશ ને...." જયદીપે ખંધાઇથી કહ્યું..

"પોલિશ જીપ પ્રદીપને લઈને ચાલી ગઈ પણ જયદીપ એના બાઇક પર ત્યાંજ ઉભો હતો....".

"એ જયારનો આવ્યો ત્યારની એની નજર મારા ઉપર હતી. પોલીસના ગયા પછી પણ એ થોડી વાર ત્યાં જ ઉભો રહ્યો ત્યારે તો હું ગભરાઈ જ ગઈ હતી..."

નાનુભાઈ અને કોકિલાબેન આ નવા આઘાતને સાંભળી રહ્યા.

"આ બધું મારા લીધે થાય છે આલિયા..." નાનુભાઈએ નિરાશ થઈને કહ્યું..

"તમારા લીધે?" આલિયાને નવાઈ લાગી...

"હા. મેજ પ્રદીપને સાઇટ પર જાવા નતો દીધો ત્યારે જ એ જયદીપે એના કામદારોને ડરાવી ધમકાવી ને એ બધો ગોટાળો કર્યો હશે...."

"પણ એને બેલ તો મળશે ને અંકલ.. મારા ડેડી જેમ જામીન નામનજૂર તો નઈ થાય ને...?"

"હા કદાચ મળશે..." કહી નાનુભાઈ અંદર ચાલ્યા ગયા...

કુદરત ની એ કપરી કસોટીમાં બે પરિવારનું જીવન ઉથલ પાથલ થઈ ગયું હતું......

***

સમય વીતતો ગયો. થોડા દિવસ પછી નાનુભાઈએ વકીલ અને જામીનની મદદથી પ્રદીપને છોડાવ્યો. તેઓ પ્રદીપની પોતાના ઘરે લઈ આવવાને બદલે બીજા ઘેર જ લઇ ગયા.. એ ઘર એમને થોડા દિવસ પહેલા જ ભાડે રાખેલું હતું....

"અહી આ કોનું ઘર છે? પપ્પા તમે મને અહીં કેમ લાવ્યા છો?" પ્રદીપને કાઈ સમજાતું ન હતું. "અને કોકિલાબેન અને આલિયા આર્યન બધા ક્યાં છે...?

નાનુભાઈ એક શબ્દ પણ બોલ્યા વગર ચુપચાપ ઉભા રહ્યા.

"પપ્પા .... હું તમને પૂછું છુ." સવાલનો જવાબ ન મળતા પપ્પાનો હાથ પકડીને કહ્યું, "મને જવાબ આપો પ્લીઝ..."

નાનુભાઈની આંખોમાં દુઃખ અને અફસોસ સિવાય કંઈ જ દેખાતું ન હતું. એ ખામોશ જ રહયા.

"પપ્પા ....." પ્રદીપ બેબાકળો થઈને ચીસ પાડી ઉઠ્યો, "આ.… લી... યા... ક્યાં છે? તમે મને અહીં કેમ લાવ્યા છો....?"

પ્રદીપની ચીસ હવામાં જાણે અદ્રશ્ય થઇ ગઇ પણ નાનુભાઈ કાઈ પણ બોલ્યા વગર જ એને એક રૂમમાં લઇ ગયા અને ત્યાં દીવાલ ઉપર લાગેલી એક તસ્વીર તરફ ઈશારો કર્યો.

આથમતા સૂરજના છેલ્લા કિરણોમા એ તસ્વીર સ્પષ્ટ દેખાતી નહતી એટલે પ્રદીપે થોડા નજીક જઈને જોવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન એના જીવનનો સૌથી દુઃખદ પ્રયત્ન નીવડશે એવી એને કલ્પના પણ ક્યાં હતી.....! એ નજીક સર્યો તસ્વીર જોઈ અને દેખતાની સાથે જ અંધારામાં ઓગળી જતા સૂર્યના એ કિરણોની સાથે પ્રદીપના બધા જ સપના તૂટી ગયા. વધતા જતા સાંજના એ અંધકારમાં પ્રદીપનું જીવન પણ અંધારઘોર બની ગયુ.....

ફૂલોનો હાર લગાવેલ એ તસ્વીર આલિયાની જ હતી.. એજ આલિયા અગ્નિહોત્રી જેની સાથે પ્રદીપે હજારો નાના મોટા સપના જોયા હતા. આજે કોઈ ચીતારે દોરેલા સુંદર ચિત્ર ઉપર કાળા રંગની પીંછી ફરી વળી હતી..…

પ્રદીપના હૃદય ના ઊંડાણમાંથી એક આછો ચિત્કાર નીકળ્યો આ....લી.... યા..... ફર્શ ઉપર એ ઘૂંટણભેર ફસડાઈ પડ્યો. આ....લી..... યા..... એના શબ્દો ગળામાં જ અટકી ગયા. એની ભીની આંખો સામે એક આકૃતિએ આકાર લીધો. મોટી કાળી આંખો, ગૌરવર્ણ, ગુલાબના ફૂલની પાંદડી જેવા હોઠ અને નાના બાળક જેવા નિર્દોષ મધુર સ્મિત વાળો આલિયાનો ચહેરો એની નજર સમક્ષ જાણે તરવરવા લાગ્યો.....

નાનુભાઈએ એના ખભે હાથ મુક્યો..... "પ્રદીપ.." પણ એ આશ્વાસન સભર શબ્દ કે હાથ એને શાંતિ આપી શક્યા નહી. એની આંખોમાંથી નિરંતર આંસુ વહી રહ્યા હતા. આલિયા એની આંખોમાં એક આંસુ પણ જોઈ ન શકી હોત પણ આજે તો એ માત્ર એક તસ્વીર બનીને જ રહી ગઈ હતી....

"પપ્પા આ બધું કઇ રીતે.....?" શબ્દો પણ આંસુથી ખરડાઈને જ નીકળ્યા....

નાનુભાઇ આંસુ લૂછી સ્વસ્થ થયા. પણ એ કઈ બોલે તે પહેલાં જ પ્રદીપે ઉભા થઈને બીજા સવાલ કરી દીધા…

"આર્યન .. આર્યન ક્યાં છે?"

"અને આન્ટી ક્યાં છે.....?"

"એમની તો કોઈ તસ્વીર પણ નથી બેટા" શાંત અવાજમાં દુઃખનો એક પ્રસાર હતો....

"એટલે? શુ આન્ટી અને આર્યન પણ...? પપ્પા કહી દો કે આ બધું ખોટું છે...." એ નાનુભાઈને વળગી પડ્યો..

"એજ હકીકત છે પ્રદીપ. અને આપણે એ સ્વીકારવું જ પડશે." ખભા પકડી એને સખત અવાજે હિમ્મત આપવાની કોશિશ કરી...

"પણ આ બધું ક્યારે થયુ? કઇ રીતે?"

"તને ઍરેસ્ટ કર્યા પછી ભાભીને મકાન ખાલી કરાવી દીધું. રચીતની બદનામીને લીધે ભાભીને ક્યાંય ઉછીના પૈસા કે બીજું ઘર મળ્યું નહીં. એટલે હું એમને આપણી સાથે રહેવા ઘરે લઈ આવ્યો."

"વકીલે કહ્યું હતું કે તને જમીન મળશે. એમના કહ્યા મુજબ સોમવારે તારી જમાનત કરવાની હતી એટલે હું હોટેલ ઉપર ગયો. મન તો લાગતું ન જ હતુ હું વિચારોમાં ડૂબેલો હતો. ક્યારેક તારો વિચાર ક્યારેક રચિતનો વિચાર તો ક્યારેક ભાભી આપણી સાથે રહે તો લોકો શુ વાતો કરશે એનો ભય....છતાં હું કામ કરી રહ્યો હતો. ત્યારે આપણા એરીયામાં છાપા વેચનાર મનુ હોટલ પર આવ્યો.

"નાનુકાકા .. તમારા ઘરમાં ...આગ લાગી ..છે." હામ્ફી ગયેલા અવાજમાં એ અટકતો અટકતો બોલ્યો...

"ધક્કા સાથે મારુ અંતર ગભરાઈ ગયુ. હું ભાગતા પગે ઘરે પહોંચ્યો ત્યારે ઘર બળીને ખાખ થઇ ગયું હતું. ભાભી અને બાળકો અંદર જ....."

એ ટપકાઓનો અર્થ પ્રદીપ સમજી ગયો હતો. બંને ઉદાસ ચહેરે ઊભા હતા. વાતાવરણ પણ ગમગીન લાગતું હતું.

"મેં મારા આખા જીવનમાં જોયેલુ એ સૌથી ભયાનક દ્રસ્ય હતું. બે દિવસ પછી તપાસમાં ઘરમાંથી 3 માણસોના હાડકાઓના અવશેષ મળ્યા એટલે નક્કી થઈ ગયું કે 3 માંથી એકેય બચી નથી શક્યા..."

"હું તો સાવ ભાંગી પડ્યો હતો. રચિતને હું શું કહીશ એ પ્રશ્નથી જ હું છળી મરતો હતો. બે ત્રણ દિવસ હું હોટલ ઉપર જ ગાંડાની માફક રાત દિવસ રહ્યો. પણ મનુને મારા ઉપર દયા આવી. એ એના છાપાના કામને લીધે અહીં બધાને ઓળખતો હતો એટલે આ ઘર ભાડે મળી ગયું. પછી એણે હોટેલ પણ સાચવી લીધી અને મને ઘેર રહેવા જ કહ્યું."

પ્રદીપ ઝબકીને જાગ્યો.. સામેના કાચ ઉપર ઊંધા અક્ષરોમાં કૈક લાલ રંગથી લખેલું હતું. એને આંખો ચોળી બહાર બેન્ચ ઉપર બેઠેલા નાનુભાઈ અને મનુ ઉપર નજર પડી. આજુબાજુ જોયું તો કેટલાય માણસો બેડ ઉપર ઊંઘયા હતા એટલે ખબર પડી કે પોતે આઈ.સી.યુ.માં હતો.....

લાઇવ સી.સી.ટી.વી.માં એની હિલચાલ જોઈને નર્સ નાનુભાઈને લઈને આવી.

"પ્રદીપ....." કહેતા એ વળગી પડ્યા...

"શુ થયું છે?" પ્રદીપ કઈ સમજ્યો નહીં.

"તમે છેલ્લા 4 દિવસથી અંકોનશીઅશ હતા. તમારું કોનસીએસ માઈન્ડ વિચારોના વધુ પડતા લોડને લીધે અન્કોન્સીયસ બની ગયું હતું. જેને આપણે કોમા તરીકે ઓળખાવીએ છીએ. તમે નસીબદાર છો કે 4 દિવસમાં માઇન્ડ રિકવર થઈ ગયું." કહી નર્સ ચાલી ગઈ....

પ્રદીપ જ્યારથી આઈ.સી.યુ.માં હતો ત્યારથી નાનુભાઈએ કાઈ ખાધું પીધું ન હતુ. પ્રદીપને હોશમાં આવેલો જોઈ મનુ ખુશ થઈ ગયો.

To be continue.....

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’