અંતર આગ
7. ઇનવેસ્ટીગેશન
રુદ્રસિંહ સોફામાથી ઉભો થયો અને મસ્તી ભર્યા સુર રેલાવ્યા...... "અરે કહું છું સાંભળો સા .....?"
સામે થી પણ એવી જ મસ્તીનો ખળખળ અવાજ આવ્યો. "એ ના રાજપૂત સા...... " કહેતી રુદ્રસિંહની વાઈફ રસોડામાથી ખાલી હાથે આવી.
"હવે કાઈ ચા બા મળશે કે?"
"વ્હાય નોટ..." કહી લક્ષ્મી બાઈજી ચા નો મગ લઇ આવી.
"થેન્ક યુ....." કહી રુદ્રસિંહ છાપામાં નજર કરીને ચા પી ગયો. રાજવીરના મર્ડરના સમાચાર આજે પણ પહેલા જ પાને હજુ છપાયા હતા. લક્ષ્મી બાઈજી મલકાતાં ચાલ્યા ગયા. રુદ્રસિંહ છાપું ગડી વાળીને મુકતા પોતાની બુલેટ લઇ નીકળ્યા.
***
રુદ્રસિંહ પોતાની ચેમ્બરમાં રાજવીર દક્ષ ખુનની ફાઇલ વાંચતા હતા. મુંજાએલ રુદ્રસિંહના મૂખેથી સિગારેટના ધુમાડાના ગોટાની જેમ એના મનમાં વિચારો આઝાદીથી ફરી રહ્યા હતા. એના હાથ ફાઇલના પાના ઉપર અને આંખો પાનાના શબ્દોમાં કૈક ખોળી રહી હતી.
"દેવીસિંહ જી....."
"જી સાહેબ હુકમ સા." રુદ્રસિંહનો અવાજ સાંભળી એના ચેમ્બરમાં એક વૃદ્ધ સંત્રી આવ્યા.
"અરે ભા તમે મને સાહેબ ના કહો. રાજપૂતનો કુંવર રાજપૂત માટે દીકરો જ હોય ભલે ઇન્સ્પેક્ટર હોય કે કલેકટર."
"જી...." ટૂંકાક્સરી જવાબ આપતા દેવીસિંહ મલકયા.
"આ પુસ્તક..... અંતર આગ....." અધીરાઈ અને મૂંઝવણના મિશ્ર ભાવવાળા અવાજમાં રુદ્રસિંહ બોલ્યા. "અંતર આગ પુસ્તક જે દિવસે છપાયું ત્યારથી આજ દિવસ સુધીની બધી જ ડિટેઇલ્સ મને એક કલાકની અંદર જોઈએ."
"જી. 'અંતર આગ' વિઠ્ઠલદાસે લખ્યું હતું."
"વિઠ્ઠલદાસ.....?"
"જી..... અને આ નવલકથા રાજવીર દક્ષના પબલિકેસન હાઉસમા છપાયું હતું. ખૂબ નામના મેળવી હતી આ નવલકથાએ. 15 દિવસના ટૂંકા ગાળામાં 1200 કોપી વેચાઈ ગઈ હતી. પછી તો આ નવલકથાનું હિન્દી, મરાઠી, અંગ્રેજી, તેલુગુ કેટલીયે ભાષામાં અનુવાદ થઈને છપાયું હતું."
"હં....." રુદ્રસિંહ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો.
"પછી તો એના ઉપર કેસ પણ થયો હતો સા."
"કેસ?" રુદ્રસિંહના મનમાં એકાંએક એક ઝબકારો થયો. કોઈ કલ્યું કોઈ કડી મળી ગઈ હોય એમ એ ચેરમાંથી હોંશભેર ખડો થઈ ગયો.
"જી કેસ. રચિત અગ્નિહોત્રી નામના એક લેખકે રાજવીર અને વિઠ્ઠલદાસ ઉપર કેસ કર્યો હતો."
"કેવો કેસ.....?"
"રચિત અગ્નિહોત્રીનો દાવો હતો કે એ નવલકથા એમણે લખી હતી. રાજવીરની પ્રિટિંગ પ્રેસમા છાપવા માટે આપ્યું હતું પણ નવલકથાની સ્ટોરી વાંચ્યા પછી રાજવીર દક્સને લાગ્યું કે આ નવલકથા બજારમાં ધૂમ મચાવશે અને બધી રોયલ્ટી તો રચિત લઈ જશે. એમ વિચારી રાજવીરે એ નવલકથાના કોપીરાઇટ્સ એક ધનવાન લેખક વિઠલદાસને અઢળક રૂપિયા લઈને આપી દીધા."
"હં. પછી?"
"પણ રચિત પાસે કોઈ એવીડન્સ ન'તું કે કોઈ કોપીરાઈટ નહતો. એના બે ચાર ભાઈબંધ કોર્ટમા સાક્ષી આપવા આવ્યા હતા કે રચિતને અમે 'અંતર આગ' નવલકથા લખતા જોયા છે."
"તો પછી કોર્ટમાં શુ ડીસાઈડ થયું?"
"એજ ... રચિત અગ્નિહોત્રી જુઢ્ઢો પુરવાર થયો. એના પોતાના જ વકીલ લીલા દેસાઈએ સ્વીકારી લીધું કે મારા ક્લાયન્ટે મને ખોટી કહાની કહી હતી. પોતાના પ્રત્યે દયાભાવ અને સહાનુભૂતિ મેળવી એટલે મેં કેસ લીધો. મને પછી ખબર પડી કે મારો ક્લાયન્ટ એક નિર્લજ્જ વ્યક્તિ છે. પોતાના જીવનમા ક્યારેય સફળતા મેળવી શક્યો નથી. શ્રીમાન વિઠ્ઠલદાસ અને શ્રીમાન રાજવીર ઉપર ખોટો કેસ કરીને પૈસા પડાવવા માટે ઝાસા ગોઠવે છે. કોર્ટ મારા ક્લાયન્ટને જ યોગ્ય સજા કરે એવી મારી હિમાયત છે."
"તમને આ બધી કઇ રીતે ખબર ભા.?"
" મારા એક મિત્રએ કહ્યું હતું."
"પોતાનો જ વકીલ આવું બયાન આપે તો પછી રચીત અગ્નિહોત્રી જ ખોટો હશે." કહી રુદ્રસિંહ વિચારોમાં પડી ગયા પછી અચાનક બોલ્યા, "રચિત અગ્નિહોત્રીની ફાઇલ મને મારા ટેબલ ઉપર જોઈએ ભા." અધીરાઈ થી કહ્યું "તમે જાઓ ભૈરવસિંહની પોસ્ટિંગ બીજે થઈને ત્યાં હવે મારો મિત્ર મી. આદિત્ય ઇન્ચાર્જ છે. તમે જઈને એ ફાઇલ લઇ આવો હમણાં જ. અને હા એ બ્રાહ્મણને આ રાજપૂતના રામ રામ કહેજો." કહી રુદ્રસિંહ હસ્યાં.
"જી સા..." કહેતા દેવીસિંહજી ટેબલ ઉપરથી પોતાનો દંડો ઉઠાવીને ચેમ્બર બહાર નીકળી ગયા.
***
રુદ્રસિંહ આ કેસનું સોલ્યુશન પોતાના હાથે લાવવા માંગતો હતો. તેણે મનોમન નક્કી કરી લીધું હતું આદિત્યએ મને કલ્યું આપીને કેસની તપાસની દિશા આપી દીધી છે.
ટિકટિક થતો ઘડિયાળનો કાંટો એક કલાકનું ચક્કર પૂરું કરે, એ પહેલાં તો દેવીસિંહજી મી. આદિત્યના સ્ટેશનનું ચક્કર મારીને પાછા ફરી ગયા હતા.
"આ રહી ફાઇલ." ટેબલ ઉપર ફાઇલ મૂકી ને પછી ઉમેર્યું, "ને બાકી તમારા મિત્રની વાત ન થાય સા. શુ સંસ્કાર છે એનામાં તદ્દન બ્રાહ્મણ."
"હા હી ઇઝ એ ગુડ મૅન." પોતાનો મિત્ર સુદામા જેવો છે એવો ગર્વ લેતો રુદ્રસિંહ બોલ્યો, "તમારી પણ સારી ખાતીર દારી કરી હશે નઇ?"
"જી પરાણે ચા નાસ્તો બધું જ." દેવીસિંહજી હસી પડ્યા.
"તો ભા હવે મારા માટે પણ ચા મંગાવી આપો." પોતાના કડક રાજપુતી ચહેરા ઉપર એક હાસ્ય રેલાવી રુદ્રસિંહ બોલ્યો, "અને હા...."
ચેમ્બરના બારણા સુધી પહોંચેલા દેવીસિંહજીને એના શબ્દોએ અટકાવ્યા. પૂરું વાક્ય સાંભળવા જરાક પાછળ જોયું....
"અને હા .... થેંક્યું આ ઉંમરે પણ તમારી અંદર ધગશ છે હજુ એક રાજપૂત જીવે છે તમારી અંદર...."
કરચલી પડેલા ચહેરા ઉપર એક તાજું સ્મિત એક સુખથી ખીચોખીચ ભરેલા વાદળ જેવું સ્મિત રેલાયું. આજ સુધી કોઈ ઇન્સ્પેક્ટરે દેવીસિંહજીને એટલું માન નહોતું આપ્યું. પહેલી વાર કોઈ ઉપરીએ એટલું માન આપ્યું એ જોઈ ઘડીભર એ ત્યાંજ વિચાર મગ્ન થઈ ગયા
"ભા..."
"ભા .... આઈ એમ ટોકિંગ ટુ યુ...મને ચા જોઈએ હોવી જલ્દી જાઓ...."
"એક પણ શબ્દ બોલ્યા વગર જ જાણે પોતે નિઃસંતાન છે એ દુઃખ ભૂલી ગયા હોય એમ દેવીસિંહ જી ચેમ્બર બહાર નીકળી ગયા.....!!!
રચિત અગ્નિહોટરીની ફાઇલ ખોલીને રુદ્રસિંહ ખૂટતી કડીઓનો તાગ મેળવવા લાગ્યો.....
***
To be continue.....
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’