અંતર આગ Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતર આગ

અંતર આગ

4 - હત્યા

એ દિવસે વડોદરા સબ જેલનું વાતાવરણ રોજના જેવું ન હતું. સુરજ જાણે કોઈ બીજી જ દિશાએથી ઉગ્યો હોય એમ બહાર પાનના ગલ્લા ઉપર એક પણ હવાલદાર કે સંત્રી માવો ખાતો ન હતો દેખાતો. સંત્રી સુરજમલ રાવ અને રામસિંગ બારડ આરામ ફરમાવવાને બદલે હાથમાં બંદૂક સાથે ખડે પગે ડ્યુટી કરી રહ્યા હતા. અંદર સબ ઇન્સ્પેક્ટર વત્સલ વર્મા તેના ટેબલ પર ગોઠવેલી ફાઈલો જાટકી સાફ કરી રહયો હતો. તેની નજર ઇન્સ્પેક્ટર આદિત્યની કેબીન પર જઈને સ્થિર થતી હતી

અચાનક એક છોકરો અંદર પ્રવેસ્યો. તેની છાતી શ્વાસથી ધબકી રહી હતી. તેના વાંકડિયા વધી ગયેલા વાળ અને ભૂરી આંખો તેના હસમુખ ચહેરાને ઓર સુંદર બનાવતા હતા. પણ તેના હાથમાં રહેલી કીટલી તે કોઈ હોટેલ બોય હોય એવું સૂચવી રહ્યા હતા.

તેની છાતીના વધી ગયેલા ધબકારા સાથે તેની છાતી ધબકતી હતી અને તે પરથી લાગતું હતું કે પોલીસ સ્ટેશનની નજીકમાં કોઈ કીટલી (હોટેલ) નઇ હોય. આમ તો પોલીસ સ્ટેશનની નજીક કીટલી હોય જ પણ ઇન્સ્પેક્ટર આદિત્યની પોસ્ટિંગ અહીં થઈ તે પહેલાં અહીં ઇન્સ્પેક્ટર ભૈરવસિંહ હતો જે લાંચ રુસવત નો પક્કો પૂજારી હતો. એને દરેક કેસમાં લાંચ લેવાની આદત હતી. લોહી ચાખેલી બિલાડી જેવો ભૈરવસિંહ પોલીસ સ્ટેશનની બહાર ગલ્લા અને હોટેલવાળા પાસેથી પણ હપ્તો લેતો એટલે કંટાળીને ત્યાં બધા હોટેલ અને ગલ્લાવાળા બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા હતા. માત્ર એક વૃદ્ધ સલીમ કાકા એ ગલ્લો હટાવ્યો ન હતો.

"લેટ પડ્યો ને મનુ....! રોજની જેમ જ....." સબ ઇન્સ્પેક્ટર વત્સલ હસતો હસતો બોલ્યો.

"સોરી સાહેબ.... મોટા સાહેબ આવી ગયા કે?" તેની છાતી હજૂયે શાંત નહોતી થઈ.

"યસ મી. આદિત્ય તો ક્યારનાય તેમની ચેમ્બરમાં ગોઠવાઈ ગયા છે. મનુ તને ખબર તો છે એ સમયના પાબંધ છે, તારી જેમ નથી." ફરી હસીને મી. વત્સલ વર્મા બોલ્યો, "આજનું છાપું વંચાઈ ગયા પછી ચાનો મગ તેમના ટેબલ ઉપર નઇ હોય તો તારું આવી બન્યું બેટા...."

"પણ હું દોડતો આવ્યો તોય મોડો જ પડ્યો." મનુ નિરાશ થઈ ગયો. "હહ"

"નો પ્રોબ્લેમ. હવે ત્યાં ઉભો જ રહીશ કે મને ચા પાઈશ?"

મનુનો ઉદાસ ચહેરો જોઈ એણે બાળકની જેમ વર્તવાનો પ્રયત્ન કર્યો.

"લો ને સાહેબ." કહેતા મનુએ મગમાં ચા રેડી.

ચૂસકી મારતા મી. વર્મા એ એક સ્મિત કરયુ, "મનુડા બાકી તારી ચા એટલે અમૃત! અહા! શુ ચાય છે ભાઈ!"

મી. વર્મા ની એક્ટીંગ હજુ રંગ નહોતી લાવી શકી મનુ હજુ નિરાશ હતો એટલે એણે ઉમેર્યું, "મનુડા તું મારુ ડિવોર્સ કરાવીશ એક દિવસ."

"ડિ... ડિવો.... શુ કીધું સાહેબ?" મનુ પહોળી આંખે એને તાકી રહ્યો.

"અરે ભાઈ છુટા છેડા. તને ખબર છે ને પતિ પત્ની વચ્ચે....."

"અરે સાહેબ હોય કાઈ. કોઈ કેસની ખબર મને ન હોય એવું બને કાઈ.? પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય અને એનું સમાધાન ઘરમાં ના થાય તો છુટા છેડા....." કેસની, કોર્ટની કે પોલીસની વાત સાંભળતા જ મનુનો મુડ આવી ગયો એનું તો સપનું જ જાસૂસ બનવાનું હતું.

"હા એજ."

"પણ હું તમારા છુટા છેડા કઇ રીતે કરાવું કાઈ સમજ્યો નઇ સાહેબ!"

"અરે હું તારી ચાય પીને હવે એવો વ્યસની થઈ ગયો છું કે ઘરે મેડમની ચાય ક્યાં ભાવે છે યાર! આ વિવાદ એક દિવસ તો કોર્ટમાં જશે કે નઇ.....?" બંને હસી પડ્યા...…

હસવાથી ધ્રુજારી પામતા તેના કર્લી વાળ અને હસ્તી વખતે નાની થઈ જતી તેની આંખો અને તેના મધુર હાસ્યનો ખિલખિલાટ જોઈ મી. વર્મા સમજી ગયા કે કેમ મી. આદિત્ય જેવા કડક પોલીસ ઇન્સ્પેક્ટરે મનુ ઉપર દયા દાખવી હતી.

મી. આદિત્યની જ્યારે વડોદરામાં પોસ્ટિંગ થઇ ત્યારે મનુ નાનુકાકાની હોટેલ પર ફૂલ ટાઈમ કામ કારતો હતો કેમ કે એની આગળ પાછળ કોઈ હતું નહીં. મનુ બાર વર્ષનો થયો ત્યારે કંટાળીને અનાથ આશ્રમમાંથી ભાગી ગયો હતો. અને છાપાઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મનુ નાનુભાઈને મળ્યો ત્યારે પ્રદીપ જેલ માં હતો અને તેઓ સાવ ભાંગી પડેલા હતા. મનુ તેમને એવી પરિસ્થિતિમાં મળ્યો હતો કે નાનુંભાઈએ એને કામ પર રાખવો જ પડ્યો અને મનુ પણ નાનુંભાઈને મદદ કરવા તતપર હતો. મી. આદિત્ય જ્યારે મનુને પહેલી વાર મળ્યા ત્યારે જ તેઓ મનુની અંદરના જાસૂસને ઓળખી ગયા હતા. તેમને નાનું ભાઈને પણ કહેલું તમે આવા નિર્દો બાળકનું ભવિસ્ય ચા વેચવામાં ખરાબ કરશો? ત્યારે નાનુભાઈએ પોતાની મજબૂરી કહી અને એમને શાંત પાડ્યા હતા. પછી પ્રદીપ જેલથી બહાર આવ્યો એટલે મી. આદિત્યએ પોતાના ખર્ચેજ મનુને સ્કૂલમાં એડમિશન અપાવી પુસ્તકો કપડાં વગેરે લાવી આપ્યા હતા. અને નાનુભાઈએ મનુને પોતાના સાથે રાખવાનું નક્કી કર્યું હતું. પણ તે છતાં મનુ સવારના સમયે નાનુભાઈને મદદ કરવા હોટેલ પર આવતો.

મનુ મી. આદિત્યની ચેમ્બરમાં ગયો. તેઓ રોજની જેમ છાપું વાંચવામાં વ્યસ્ત હતા પણ આજે તેઓ પોતાની ચેર ફેરવી ઉલટા ફરીને બેઠા હતા. મનુને થયું મોટા સાહેબ આજે ફરી સમયની પબંધી ઉપર લેકચર આપશે એટલે એ દબાતા પગલે બહાર નીકળવા લાગ્યો.....

"તું પણ મારી જેમ એક દિવસ ઇન્સ્પેક્ટર બનીશ મનુ....." મી. આદિત્યનો ભારે અવાજ સાંભળી મનુના પગ થંભી ગયા. હાથમાં કીટલી અને મગ સાથે તે પૂતળું બની ગયો!

"સાવધાન...."

મનુ સાવધાનની પોઝીશનમાં આવી ગયો.

"ટર્ન બેક (પીછે મૂડ)"ના અવાજ સાથે જ મનુ પાછળ ફર્યો તેણે જોયું મી. આદિત્ય હજુ પણ એમજ ઉલટા ફરીને જ બેઠા હતા.

"મૂવ નાઉ. થ્રી સ્ટેપ્સ ઓન્લી (તીન કદમ આગે)"

નુ ત્રણ ડગલાં આગળ વધ્યો અને બરાબર મી. આદિત્યના ટેબલ જોડે પહોંચી ગયો. તેને થયું કે ઉલટા ફરેલા સાહેબ પણ બરાબર બધું માપી શકે છે! સાહેબને ખબર જ હતી કે મેં ભાગવા માટે કેટલા ડગલાં ભર્યા હશે એટલે જ તો ત્રણ કદમ આગળ ચાલીને હું ત્યાંજ આવીને ખડો થઈ ગયો છું જ્યાંથી મેં દબાતા પગલે ભાગવાનું રૂ કર્યું હતું.....

"લૂક એટ મી બોય." કહેતા ણે રિવોલવિંગ ચેર ઘુમાવી મનુ સામે ગોઠવાયા.

નવા જમાનાની મોડર્ન હેર સ્ટાઇલ અને દાઢી. તીખું નાક, આછા લાલ અને સફેદ રંગ નું મિશ્રણ કરીને ચિત્રકારે કોઈ પોર્ટરેઈટ બનાવ્યું હોય એવો સુંદર પણ કડક ચહેરો. ગુનેગાર આંખોથી આંખો મેળવતા પણ ગભરાય એવી લાલ સૂકી આંખો અને ચહેરા પર અણી વાળી મુંછો ચહેરાને ઓર સુંદર બનાવતીતી. મી. આદિત્ય સાથે કોઈ ગુનેગાર તો શું ખુદ સબ ઇન્સ્પેક્ટર વર્મા પણ તેમની સામે આવવાની હિંમત નહોતા કરતા.

"પણ તમને કઈ રીતે ખબર પડી કે હું જ છું?" મનુએ આશ્ચર્ય થી પૂછ્યું.

ગંભીર રહેનાર ક્યારેય ન હસતા મી. આદિત્યના ચહેરા પર એક હળવું હાસ્ય ફરી વળ્યું, "તારા સ્વસોશ્વાસ સામાન્ય કરતા વધારે છે. એવું લાગે છે કે તું હોટેલથી દોડતો સ્ટેશન સુધી આવ્યો છે. મારી ગવર્નમેન્ટ ગાડીને નાનુભાઈની હોટેલથી અહીં આવતા ટ્રાફિક વગર પણ પુરી બે મિનિટ થાય છે એટલે તારા જેવા છોકરાને એટલું અંતર કાપતા લગભગ છ થી સાત મિનિટ તો લાગેજ. એટલું દોડવાને લીધે તારા શ્વાસોચ્વાસ અને હૃદયના ધબકારા એટલા વધી જાય કે તને બોલવામાં પણ તકલીફ પડે."

"પણ....." પોતાની છાતી ઉપર હાથ મૂકી ધબકારા ચેક કરતો મનુ બોલ્યો પણ મી. આદિત્યએ તેને વચ્ચે જ અટકાવી દીધો.

"પણ અત્યારે તારા ધબકારા અને શ્વાસોચ્વાસ એટલા બધા ઝડપી નથી છતાં મને કઈ રીતે ખબર પડી એજ પૂછવું છે ને ?" હળવું સ્મિત કરી તેઓ બોલ્યા.

"હ.. હા...." મનુના વિસ્મયનો પાર નહોતો.

"તું દોડીને આવ્યો પછી કદાચ સ્ટેશન બહાર પેલા મદારીનો ખેલ જોવા રોકાયો હશે અથવા ક્યાંક બીજા કામે રોકાયો હોઇશ એટલે તારા શ્વાસોચ્વાસ થોડા હળવા બન્યા પણ એક અનુભવી માણસને ખબર પડી જાય કે અત્યારે પણ તારા શ્વાસોશ્વાસ અને ધબકારા નોર્મલથી વધારે છે."

મનુ નવાઈથી તેમને તાકી રહ્યો. પોતે પોતાની જાત ને ચતુર અને પોતાના મગજને જાસૂસી મગજ સમજતો હતો પણ મી. આદિત્ય સામે એ બધું કઇ કામનું હતું જ નહીં.....!

"પણ ઉમર....?" મનુ ને ફરી એક પ્રશ્ન સુજી આવ્યો, "પણ એના પરથી માણસની ઉમર તો ખબર ન જ પડે ને સાહેબ?"

" હા. બેલાશક ઉમરની ખબર ન પડે અને 'સાહેબ' નઇ મનુ 'સર' કહેવાય અંગ્રેજીમાં. તું રોજ કેમ ભૂલી જાય છે. છેલ્લા એક મહિનાથી તું વડોદરાની ટોપ રેટેડ સ્કૂલમાં ભણી રહ્યો છે હજુ પણ દેસી બોલે છે." જરાક કડકાઈથી તેઓ બોલ્યા.

"સોરી સોરી..... સર મને ડીપલી સમજાવોને તમને કઈ રીતે ખબર પડી. તમને ખબર છે ને હું પણ તમારી જેમ પોલીસ અફસર બનવા માંગુ છું." મનુ જાણવા આતુર હતો.

"વેલ....." મનુની વાત સાંભળી મી. આદિત્યના ચહેરા પરની સખ્તાઈની રેખા જરાક હળવી થઈ, "શ્વાસોચ્વાસ અને હૃદયના ધબકારા વધવા માટે બેજ વસ્તુ જવાબદાર હોઇ શકે મનુ. દોડવું અને ડરવું. જો કોઈ દોડીને સ્ટેશનમાં આવ્યું હોય તો એ કોઈ ગુનેગારથી પોતાનો બચાવ કરવા માટે જ આવે અથવા તો કોઈ ઉગ્ર પબ્લિકના ટોળાથી બચવા આવે પણ બંને સંજોગોમાં તે ડરેલો હોય અને 'બચાઓ'..... 'બચાઓ' એવાં શબ્દોનું ઉચ્ચારણ કરતો હોય તારી જેમ ચુપચાપ ન જ આવે."

"પણ જો તે મૂંગો હોય તો?" મનુએ પોતાનું જાસૂસી દિમાગ ચલાવ્યું.

"નાઇસ ઍપ્રોચ....." તેમની આંખો ચમકી, "ગુડ ધારોકે એ વ્યક્તિ મૂંગી હોય તો એને પોતાના પગલાના અવાજની ચિંતા ન હોય જ્યારે તું તો દબાતા પગલે આવ્યો હતો."

"પણ એવું જરૂરી નથી કે કોઈ બચવા માટે જ આવે." મનુ એ જરાક ગંભીર થઈ ને કહ્યું, "માનીલો કે વત્સલ સાહેબ સોરી વત્સલ સર તમને ઉલટા બેઠેલા અને છાપામાં તમારું ધ્યાન છે એ જોઈને તમારું મર્ડર કરવાની કોશિશ કરે તો અથવા કોઈ કાતિલ એવી કોશિશ કરે તો?" મનુએ જમણા હાથથી કોઈને ચાકુ મારતો હોય એવો અભિનય કર્યો.

"મેં બી ઇટ મે. પણ જો મર્ડરર એક પ્રોફેશનલ કિલર ન હોય તો એ ગભરાહટ અનુભવે અને તેથી તેના ધબકારા વધી જાય."

"અને જો પ્રોફે...." અંગ્રેજી ફાવ્યું નઈ એટલે ગુજરાતી માં જ પૂછ્યું, "અને જો અનુભવી ખૂની હોય તો?"

"જો પ્રોફેશનલ કિલર હોય તો એ મને ઓન ડ્યુટી મારવાની કોશિશ ન કરે જ્યારે મારી પાસે લોડેડ ગન હોય, સીસીટીવી હોય અને સ્ટેશનમાં એટલી પોલિશ હોય. એ મને ઑફ ડ્યુટી જ મારવાની કોશિશ કરે."

"પણ એ કોઈ સિરિયલ કિલર હોય તો? એને બસ ઓન ડ્યુટી ઇન્સ્પેક્ટરને મારવાની ધૂન હોય તો?" રોંગટા ખડા કરીદે એવી અદાથી મનુએ ધીમા અવાજે પૂછ્યું જાણે એ પોતેજ કોઈ સિરિયલ કિલર હોય!

"ઓહ માય ગોડ સો ટેલેન્ટેડ બોય." મી. આદિત્ય પોતાની ચેર પરથી ઉભા થઇ ગયા. મનુ પાસે જઈ એને ઊંચકીને ટેબલ પર બેસાડી દીધો. "કોઈ સિરિયલ કિલર હોય તો એ જેમ જેમ મારા રૂમમાં આગળ વધે તેમ તેમ તેના ધબકારા મને સપસ્ટ સંભળાવા લાગે અને મારા હાથમાં રહેલ ન્યૂઝ પેપર ઉપર એક આછું અંધારું ફરી વળે. પણ મને જે ધબકારા સંભળાયા એ પહેલાં સપસ્ટ સંભળાયા અને પછી અચાનક આછા થવા લાગ્યા એટલે હું સમજી ગયો કે કોઈ રૂમમાં આવીને બહાર નીકળે છે."

મનુ ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

"કોઈ સિરિયલ કિલર અહીં આવીને પોતાનું મન ન બદલે એ રૂમ સુધી આવીને પાછો ન જાય. એને કોઈ ડર ન હોય એને બસ એકજ આવેગ હોય કિલિંગનું આવેગ. મારા સ્ટાફમાંથી કોઈ અંદર આવે તો મને પુછ્યા વગર આવે જ નહીં એટલે મને સમજાઈ ગયું કે લેટ પડયો એટલે કઈ સાંભળવું ન પડે એ માટે તું અંદર આવીને ભાગી રહ્યો છે." મી. આદિત્ય એક જ શ્વાસે બોલી ગયા.

"ઓહ.....!" મનુ ટેબલ પરથી ઉછળીને નીચે ઉતર્યો "શુ દિમાગ છે સાહેબ..... સોરી સર."

"દિમાગ નહીં મનુ... માઈન્ડ કહેવાય."

"ઓકે.... ઓકે સર." કહી એણે ટેબલ ઉપર નજર કરી વાતોમાં તે ચા તો ભૂલી જ ગયો હતો. "હાલા...... ચાય તો બરફ થઈ ગઈ હશે.....!"

"નો પ્રોબ્લેમ તે પુરી કોશિશ કરી હતી ગરમ ચા પહોંચાડવાની....." પછી મી. આદિત્ય પોલિસની ભાષામાં બોલ્યા, "યુ આર સક્સેસફુલ ઇન મિશન ટી.. લાવ હું પી લઉ."

મગ માં ચા રેડી. કીટલી ને લીધે ચા હજુ જરાક ગરમ જ હતી. પછી ચાની એક ચૂસકી લઈ એ બોલ્યા, "તારે પોલિશ ઓફિસર બનવું છે એટલે દોડવું જરુરી છે પણ આમ રોડ ઉપર નઇ. ધ્યાન કાળજી ચીવટ અને કસાયેલું શરીર એ એક સફળ પોલિશ ઓફિસરની નિશાની છે. અન્યાય સમાજના દુષણ દૂર કરવા હોય તો બોડી ફિટનેસ જરૂરી છે." વાક્ય પૂરું કરી બારી પાસેની વુડન બેન્ચ પર મગ મૂકી અને બારી બહારનું દ્રસ્ય જોવા બારીમાં ડોકિયું કર્યું. ઠંડો પવન ચહેરા ઉપર અથડાયો અને એક આહલાદક આનંદમાં તેમની આંખો બંધ થઈ ગઈ.

"એ ડ્રોઅર બંધ કરી દે મનુ, એમા ગન નથી. તે દસ વખત આજ ભૂલ કરી છે." અચાનક મી. આદિત્ય બોલ્યા.

"સોરી, સર." નિરાશ થઈને મનું બોલ્યો, "લાગે છે સાહેબ હું તમારા જેવો સાતીર ઓફિસર નઈ બની શકું."

"બનીશ. જરૂર બનીશ." મનુના માથામાં હાથ ફેરવી એમણે ઉમેર્યુ, "હું પણ તારી ઉંમરમાં તારા જેવો જ હતો. ખૂબ મહેનત કરી હતી વર્તમાન પાત્રોના જાસૂસી લેખ વાંચવા, દોડની પ્રેકટીસ અને લોકોનું સહન કરવાની શક્તિ મેં કેળવી હતી. તું પણ મારી જ રાહ ઉપર જઇ રહ્યો છે મનુ."

"હું પણ પુસ્તકો વાંચું છું સર પણ તમને ખબર હશે ને કયાં લેખકના પુસ્તક જાસૂસી કથાના રહસ્યમય અને રોમાંચક હોય છે ?"

"બેલાશક કનું ભગદેવ, ગૌતમ શર્મા, જેમ્સ હેડલી ચેઇઝ, અશ્વિની ભટ્ટ અને રચિત અગ્નિહોત્રી આ બધા જ લેખકના પુસ્તકો સારા છે."

મી. આદિત્યએ મનુ સામે જોયું તે એક હાથ અદબ ની સ્થિતિમાં અને એક હાથની આગળી હોઠ પર રાખી કૈક વિચારી રહ્યો હતો.

"રચિત....." અચાનક તે બોલ્યો "રચિત અગ્નિહોત્રી.....?"

"હા કેમ?"

" એ લેખક છે?"

"માત્ર લેખક જ નઇ શ્રેષ્ઠ લેખક છે."

"તેઓ બે દિવસ પહેલા જ દાદાની હોટેલ પર આવ્યા હતાં. ખૂબ રડ્યા હતા. તમને ખબર છે એમનો પરિવાર આગમાં બળીને....."

"હા. બિચારા રચિત....." મી. આદિત્યએ એક નિશાશો નાખ્યો "તેઓ હવે પાગલ થઈ ગયા છે. ભગવાન એમને સંભાળશે એમના વાંચકો અને ચાહકોની દુઆ એમની સાથે છે."

મી.આદિત્યએ ઘડિયાળ સામે જોયું કલાક કાંટો 12 ઉપર અને મિનિટ કાંટો તેનાથી વિરુદ્ધ ફરી રહ્યો હોય એમ 6 ઉપર હતો.

મનુ કીટલી લઈને ચાલ્યો ગયો. મી. આદિત્ય પણ એમના કામમાં વ્યસ્ત થઈ ગયા. અચાનક તેમના મોબાઇલ ફોનની રિંગ રણકી. બહુ ઓછા માણસો પાસે જ તેમનો પર્સનલ નંબર હતો.

સ્ક્રીન ઉપર 'રુદ્રસિંહ રાઠોર' નામ જબુકતું હતું.....

"આદિત્ય?"

"હા બોલ."

"યાર હું રુદ્ર એક પ્રોબ્લેમ છે. મારા એરીયામાં મર્ડર થયા છે."

"કેટલા?"

"બે....."

"કઈ જગ્યાએ?"

"બંને મર્ડર એક જ જગ્યાએ થયા છે. દક્ષ પબ્લિકેસન હાઉસમાં."

"દક્ષ પબ્લિકેસન હાઉસમાં? કોના મર્ડર થયા છે? ક્યારે?" મી. આદિત્યના ચહેરાના ભાવ બદલાયા.

"ત્યાંના ઓનર રાજવીર દક્ષ અને તેના ભત્રીજા જયદીપ દક્ષ બંનેના ખૂન થયા છે. મારે તારી હેલ્પ જોઈએ છે યાર. તને તો ખબર છે હું કોઈ કેસ સોલ્વ કરી નથી શકતો જો આ વખતે કેસ હાથમાંથી ગયો તો મારી નોકરી ગઈ સમજ." સામેથી આજીજીનો અવાજ આવ્યો.

"ઓક ડોન્ટ વરી. આઈ વિલ હેલ્પ યુ. બાય. સી યુ ઘેર."

"થેન્કયુ યાર..... યુ આર ગ્રેટ.....!!!!!" સામેથી વાક્ય પૂરું થાય તે પહેલાં આદિત્યએ ફોન મૂકી દીધો.

થોડી વાર મી. આદિત્ય વિચારો માં ખોવાયેલા બેસી રહ્યા.

To be continue

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’