Catastrophe Shivji Nu Tandav books and stories free download online pdf in Gujarati

Catastrophe શિવજીનું તાંડવ

Catastrophe શિવજીનું તાંડવ

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail - brsinh@live.com

+1 732 406 6937

Scranton, PA, USA.



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

5. Catastrophe શિવજીનું તાંડવ

૧.સન ૨૦૧૦માં હૈતીમાં ભૂકંપ આવ્યો ત્યારે આશરે ૨૦૦,૦૦૦ માણસો માર્યા ગયેલા, ૩૦ લાખ ઘવાયેલા, ૨૦ લાખ માનવી ઘર વગરના થઈ ગયેલા. અમેરિકાના ૨૦,૦૦૦ સૈનિકો મદદમાં દોડી ગયા હતા.

૨.સન ૨૦૦૮માં હિન્દ મહાસાગરના ઉત્તરી વિભાગ દ્વારા મ્યાનમાર ઉપર સાયક્લોન નરગીસ આવેલું તેમાં આશરે ૮૫૦૦૦ માણસો મરી ગયેલા અને લગભગ ૫૪૦૦૦ ગુમ હતા.

૩.સન ૨૦૦૫માં પાકિસ્તાનમાં ભૂકંપ આવેલો ત્યારે લગભગ ૭૫૦૦૦ માણસો માર્યા ગયેલા. આજ સલમા અમેરિકામાં આવેલા હરિકેન કટરીનાએ અમેરિકાને ૮૧ બીલ્યન ડોલર્સનું નુકશાન આપેલું.

૪.સને ૨૦૦૪માં હિન્દ મહાસાગરમાં સુમાત્રા-આંદામાન ભૂકંપ આવેલો તેમાં ૨ લાખ માનવી મૃત્યુ પામેલા.

૫.ઈ. સ. ૧૯૭૬માં ચીનમાં જબરદસ્ત ભૂકંપ આવેલો એમાં અઢી લાખ માણસો માર્યા ગયેલા.

૬.સન ૧૧૩૮માં સિરીયાના અલેપ્પો શહેર પર ભૂકંપ ત્રાટક્યો આશરે અઢી લાખ માનવી સાથે આખું શહેર નાશ પામી ગયું.

૭.ઈ. સ. ૧૩૪૮ થી ૧૩૫૧ સુધીમાં યુરોપમાં પ્લેગ ફેલાયો. આ પ્લેગના કારણે સમગ્ર યુરોપની ૨૫ થી ૬૦ ટકા વસ્તી નાશ પામી ગયેલી. આશરે ૨૦ કરોડ લોકો આ મહાપ્લેગમાં નાશ પામી ગયેલા.

હૈતીમાં ભૂકંપ આવ્યો ત્યારે ઝ્રટ્ઠંટ્ઠજંર્િરી (કટૅસ્ટ્રફિ) શબ્દ બહુ ચમકેલો. એના માટે ગુજરાતીમાં મને કોઈ શબ્દ સુજેલો નહિ. એકલો ડીઝાસ્ટર એવો અર્થ પણ ના નીકળે. આ ભગવાન શિવજીનું તાંડવ નૃત્ય જ કહેવાય. પૃથ્વી પર અવારનવાર આવા ભયાનક ફેરફાર ઉત્પાત થતા જ હોય છે. ભગવાન શિવજી આપણા શાસ્ત્રો મુજબ સર્જન-વિસર્‌જનના દેવ ગણાય. બલ્કી જેટલું સર્જન-વિસર્‌જન થાય તે બધું શિવજી કહેવાય.

ચાલો વૈજ્ઞાનિકો શું માને છે તે જોઈએ. સાડા ચાર બીલ્યન વર્ષ પહેલા પૃથ્વી સુર્‌યમાંથી ધગ ધગતા ઉકળતા લાવા રૂપે છૂટી પડી એને પહેલું કટૅસ્ટ્રફિ કહેવાય. ઉપરનું પડ ઠંડુ થાય એ પહેલા થીયા નામનો પૃથ્વીની બહેન જેવો ગ્રહ જોરથી ભટકાયો. અને બંને બહેનો એકબીજામાં ભળી ગઈ. એના લીધે પૃથ્વીના લાવામાં વધારો થઈ ગયો. આ અથડામણને લીધે પૃથ્વી ચોક્કસ ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ. સાથે સાથે ચંદ્રમાંની રચના થઈ. પૃથ્વીનો ઉકળતો લાવા વધારે ઘટ્ટ થવાથી, અને અંદર મોટાભાગે લોખંડ હોવાથી મેગ્નેટિક ફોર્સ રચાયો. ચન્દ્રની ઘનતા ઓછી હોવાથી એનો મેગ્નેટિક ફોર્સ ઓછો હોવાથી પૃથ્વીની આજુબાજુ ફરવાનું ચાલુ થયું. આ બધી કટૅસ્ટ્રફિ જ કહેવાય અને ભવિષ્યમાં પૃથ્વી પર પેદા થનારા જીવન માટે અબજો વર્ષ પહેલા ગોઠવાયેલી વ્યવસ્થા હતી. જો ચંદ્રની ઘનતા વધારે હોત તો એનો મેગ્નેટિક ફોર્સ વધારે હોય અને પૃથ્વીની આજુબાજુ ના ફરે તો પૃથ્વી પર જીવન અસંભવ. આમાં નું એકપણ પરિબળ દુર હોય તો જીવન અસંભવ.

જન્મના ૧૦ મિલ્યન વર્ષ પછી પડ ઠંડુ થવા માડયું, અને ઉપર એક પડ રચાયું. વળી પાછું મોટું ડીઝાસ્ટર આવ્યું. અંદરથી લાખો જ્વાળામુખી ફાટ્‌યા. જાતજાતના ગેસ સાથે વરાળ ઉપર ફેકાઈ. હવે ગ્રહ ઠંડો થયો ને વાદળો રચાયાને હજારો નહિ બલકે કરોડો વર્ષ લગી વરસાદ પડયો. અડધા સમુદ્રો જ ભરાયા, બાકીનું પાણી અંતરીક્ષમાંથી આવ્યું, બરફના ગોળા જેવા ધૂમકેતુઓ વાંરવાર અથડાઈને પૃથ્વી ઉપરના અધૂરા સમુદ્રોને ભરી ગયા. એમાં ગુરૂ ગ્રહના પ્રબળ ગુરૂત્વાકર્ષણનો મોટો હાથ હતો. પૃથ્વી કાર્બનડાયોકસાઈડથી ભરેલી હતી. ઓક્સિજન હજુ હાઈડ્રોજન અને પાણીમાં છુપાએલો હતો. જ્વાળામુખીઓની ગરમી, સતત થતી વીજળીઓ, અલ્ટ્રા વાયોલેટ રેડીએશન આ બધા પરિબળો વડે કેમિકલ રીએક્શન થવાથી ઓર્ગેનિક રગડો રચાયોને એમાં પહેલો સેલ રચાયો. લુકા સેલ બધા સેલોનો પૂર્વજ બન્યો. ડી.એન.એ અને આર.એન.એ રચાયા. એક કોશી જીવ બન્યા. હવામાંનો અને પાણીમાંનો કાર્બનડાયોકસાઈડ મેળવી સૂર્યની ગરમી વડે પોષણ મેળવી હવામાં ઓક્સીજન છોડવાનું શરૂ કરનાર પહેલો સેલ સ્ટ્રોમાટોલાઈટ્‌સ બન્યો. એના ફોસિલ મળે છે. હજુ આજે પણ સ્પેસમાંથી દેખી શકાતા સમુદ્રી લીલ વનસ્પતિ ફોટો સિન્થેસિસ વડે પૃથ્વી પર ૯૦%ઓક્સીજન પૂરો પાડી રહ્યા છે. ઓક્સિજન વડે ઓઝોનનું પડ રચવાનું શરૂ થયું. પૃથ્વી પર વાતાવરણ રચવાનું તો શરૂ થઈ જ ચૂક્યું હતું. એમાં ઓક્સિજન ભળતા અને ઓઝોનનું પડ રચાતા અલ્ટ્રાવાયોલેટ રેડીએશનથી બચાવ શરૂ થયો.

જુઓ શિવજી(કટૅસ્ટ્રફિ) કેવું કામ કરે છે. હવામાં અતિશય ઓક્સિજન વધી ગયો એ પેલા સેલ માટે ઝેરી બન્યો. મોટા ભાગનું જીવન ઝેરી ઓક્સિજન લીધે નાશ પામ્યું પણ જે બચ્યા એ સેલ હવે ઓક્સિજન પચાવી એમાંથી જીવન મેળવવા કાબેલ બન્યા અને આ ઓક્સિજન કટૅસ્ટ્રફિ ડીઝાસ્ટરે બે ફાયદા કર્યા શ્વાસોચ્છવાસની સીસ્ટમ વિકસાવી. એક એવા બેક્ટેરિયા રચાયા જે આથો લાવે ને પોષણ મેળવે. હિમયુગ આવ્યો પૃથ્વી ઠરી ગઈ ને ઓક્સિજન ઘટ્ટ બન્યો. ઘટ્ટ ઓક્સિજન મીથેન જોડે ભળીને મીથેન કરતા ઓછો નુકસાન કારક ગ્રીન હાઉસ ગેસ કાર્બનડાયોક્સાઈડ વધ્યો. જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થઈ માઈટોકોનડરીયલ જિન્સ બન્યો. પૃથ્વી ઘણી વાર બરફનો ગોળો બની ગઈ પણ દરેક વખતે જ્વાલામુખીઓ કામ લાગ્યાને પૃથ્વીને બચાવી.

આશરે ૧૦૦૦ થી ૮૩૦ મિલ્યન વર્ષ પહેલા આખી પૃથ્વી એક જ રોડેનિઆ ખંડ હતી. કેટલીય વાર પૃથ્વીના ઉપરના પડ તુટતા ખંડો છુટા પડતા અને ભેગાં થતા. છેલ્લે ૨૫૦ મિલયન વર્ષ પહેલા પેન્જીયા નામનો એક ખંડ હતો. ચંદ્રના ગુરૂત્વાકર્ષણ ને લીધે સમુદ્રોમાં ગરમ પ્રવાહો શરૂ થએલા અને નીચે ઠંડા પ્રવાહો. આમ એક કન્વેયર બેલ્ટ પ્રવાહોનો રચાયો. ૫૪૨ થી ૪૮૮ મિલયન વર્ષના ગાળામાં માછલીનો જન્મ થયો. ભગવાનનો પહેલો અવતાર માછલી રૂપે. એમાંથી વિકાસ થતા ૭ મીટર થી મોટા વિશાળ પ્રાણીઓ પેદા થયા. ઉલ્કાપાત, નેચરલ ડીઝાસ્ટર, ક્લાઈમેટ ચેન્જ અને જ્વાળામુખીઓના પ્રતાપે દરેક વખતે જીવન નાશ પામતું ને એમાંથી બચીને જુદા જુદા જીવનના ગ્રુપ ઊંભા થયા. ૨૧૦ મિલયન વર્ષ પહેલા નાના નાના મેમલ્સ(સસ્તન) પ્રાણીઓ પેદા થયા. સદાય ઠરેલા બરફ આચ્છાદિત ધ્રૂવ પ્રદેશમાં ઉપરના ગરમ પ્રવાહ આવે એટલે ઠંડા થઈ નીચેના પ્રવાહ બની કન્વેયર બેલ્ટનું કામ કરતા સમુદ્રના જીવનનું મહત્વનું પરિબળ હતા. પણ એમાં એકવાર ગરબડ થઈ ને ૯૦ ટકા સમુદ્રી જીવન નાશ પામ્યું. આ ડાયનોસોર પહેલાનું મોટું ડીઝાસ્ટાર હતું. કોઈ મોટી ઉલ્કા લાખો ટન અણુબોમ્બની તાકાત લઈ ને પડીને ડાયનોસોર નાશ પામ્યા પણ પૃથ્વીની ઊંંડે ઊંંડે રહેતા નાના સસ્તન બચી ગયા. એમનો વિકાસ થયો નહીં તો પેલા ડાયનોસોર જીવવા ના દે.

બાલ્ટિક, સાયાબેરીયા અને ગોન્ડવાના નામના ખંડો રચાયા ને પાછા એકબીજા સાથે અથડાઈ ને ભેગા થયા. છેલ્લે એક જ પેન્જીયા ખંડમાંથી છુટા પડી આજના ખંડો રચાયા. જુદી જુદી જાતની જીવ સૃષ્ટી રચાઈ ચુકી હતી. ૮ થી ૧૦ મિલયન વર્ષ પહેલા એપ્સનો જમાનો હતો. ૬ મિલ્યન વર્ષ પહેલા એક પ્રાણી એવું બન્યું જેમાં એપ અને માનવનું સમમિશ્રણ હતું એ ચિમ્પેન્ઝીનાં પૂર્વજના ગુણો પણ ધરાવતું હતું. માણસ અને એપ્સની વચ્ચેની કડી રૂપ લુસી નામનું એક ફોસિલ રૂપે સચવાએલું આખું હાડપિંજર મળેલું છે. ૨૫ લાખ વર્ષ પહેલા આજના માનવીના પૂર્વજનો જન્મ થયો ઝાડ પર. પાંચ લાખ વર્ષ ઝાડ પર જ વિતાવ્યા. ૨૦ લાખ વર્ષ થયા ઝાડ પરથી નીચે ઊંતરે. બે પગે ચાલવાથી બ્રેનનો ઝડપથી વિકાસ થયો. એમાંથી આશરે ૭,૯૦,૦૦૦ વર્ષ પહેલા હોમોઈરેક્ટસ માનવી પેદા થયો. માનવીની જુદી જુદી જતો એક સાથે પૃથ્વી પર જીવતી હતી. પણ ધીરે ધીરે નાશ પામી. હોમો સેપિયન જાતે પૃથ્વી કબજે કરી. એમની સાથે જ જીવતા નીએન્ડરથલને સર્વાઈવલના યુદ્ધમાં પછાડી હોમોસેપિયન એકલા જ બચ્યા. આશરે ૨૦૦,૦૦૦ વર્ષ પહેલા હોમોસેપિયન પેદા થયાનું મનાય છે. એમનું ૧,૬૦,૦૦૦ વર્ષ પહેલાનું ફોસિલ મળેલું છે. આપણે હોમોસેપિયન કહેવાઈએ.

આશરે ૧૦ થી ૧૫ હજાર વર્ષ પહેલા ખેતી શરૂ થઈ. ત્યાં સુધી આપણે માંસ ઉપર ને ફળફળાદી ઉપર જીવતા હતા. લાખો વર્ષોથી માંસ ખાતો આવેલો માનવી એકદમ શાકાહારી કઈ રીતે થઈ જાય? ઈસુના ૪૦૦૦ થી ૩૦૦૦ વર્ષ પૂર્વે મિડલ ઈસ્ટ, ચાઈના, ઈજીપ્ત, અને સીધું નદી ઉપર સંસ્કૃતિઓ વિકસી. ઈસુના ૩૦૦૦ વર્ષ પૂર્વે હિંદુ ધર્મનો કોન્સેપ્ટ આવ્યો એટલે હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જુનો ધર્મ બન્યો.

પણ એનાથી હરખાવાની જરૂર નથી. કારણ એ જુનો હિંદુ ધર્મ આજે ખાસ બચ્યો નથી. દરેક કટૅસ્ટ્રફિ એ મોટું ડીઝાસ્ટર હતી. એનાથી મોટા ભાગનું જીવન નાશ પામ્યું છે ને એમાંથી બચીને નવું જીવન વધારે વિકસિત પેદા થયું છે. કેટલાય વાર પૃથ્વી બરફનો ગોળો બની ગઈ છે ને જ્વાલામુખીઓએ એને બચાવી છે. જે કાર્બનડાયોકસાઈડને ઝેરી ગણીએ છીએ એણે જ પૃથ્વીને વાતાવરણ આપ્યું છે. અને પહેલા જીવનનો ખોરાક પણ બનેલો છે. કેટલીય વાર ગ્લોબલ વોર્મિંગ થયું છે ને હિમયુગ આવ્યા છે. જે ઓક્સિજન લીધે પૃથ્વી પરનું જીવન નાશ પામેલું, એનો જ ઉપયોગ કરીને જીવન આગળ ધપ્યું છે. તમે ગ્લોબલ વોર્મિંગ વધારશો તો પૃથ્વીને કોઈ નુકશાન નથી. ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને ભયંકર નુકશાન પહોચાડશો એ વાત જ ખોટી છે. જે નુકશાન થશે એ તમને થશે. પૃથ્વી પોતે ગ્રેટ સર્વાઈવર છે. તમે જીવો કે મરો એની ચિંતા પૃથ્વી કરવાની નથી. તમે નાશ પામશો તો કોઈ નવું જીવન તમારાથી વધારે સુપર જગ્યા લેશે. પૃથ્વીએ આજ સુધી એજ કર્યું છે.

મેડીટેરનિયન સમુદ્ર કેટલીય વાર આખો ને આખો સુકાઈ ગયો છે. સીસલીમાં એના અવશેષ રૂપ મીઠાની જબરદસ્ત ખાણો છે. આફ્રિકાથી હાથી અહીં પણ આવેલા છે. આ સમુદ્ર સુકાઈ જાય ને ખોરાકની તકલીફ પડે એટલે હાથીઓ એ એમની જાત સંકોચેલી છે. અને પછી વિશાળ પણ બનાવેલી છે. અહીં બકરીનાં કદના પુખ્ત હાથીઓના ફોસિલ મળે છે. ભારત પણ આફ્રિકા ખંડ સાથે જોડેલું હતું. ત્યાંથી છુટું પડી ને એશિયાને અથડાયું છે. અને હજુ અથડામણ ચાલુ જ છે. એમાંથી હિમાલયની ગ્રેટ પર્વતમાળા રચાઈ છે. પહેલા અહીં ટીથીસ નામનો સમુદ્ર હતો. હમણાં પાકિસ્તાનમાં ધરતીકંપ થયો ત્યારે ત્યાની પર્વતમાળાની ઉચાઈમાં ૧૬ ઈંચનો વધારો નોંધાયો છે. ભલે લાખો વર્ષ થયા હિમાલયની રચનાએ પણ એ મોર્ડન ગ્રેટ કટૅસ્ટ્રફિ હતું. એટલે હિંદુઓએ શિવને કૈલાસ પર બેસાડયા છે. નાનાં નાનાં કટૅસ્ટ્રફિ તો થયા જ કરે છે. ભારતીય પ્લેટની અથડામણ એશિયન પ્લેટ સાથે ચાલુ છે માટે હિમાલયની ઊંંચાઈમાં પણ વધારો થયા કરે છે. જીવન સમુદ્રમાં શરૂ થયું, લાલન પાલન પણ ત્યાં થયું એટલે પાલનહાર વિષ્ણુને સમુદ્રમાં બેસાડયા છે. આ બધામાં સમય ભલે આપણને લાખો, કરોડો વર્ષનો લાગે પણ જીયોલોજીકલ સમય પ્રમાણે આંખનો એક પલકારો માત્ર છે. એટલે પ્રાચીન મનીષીઓએ કહ્યું કે બ્રહ્‌મા આંખનો એક પલકારો મારે એટલે પૃથ્વી પર લાખો વર્ષ વીતી ગયા હોય. વિજ્ઞાન એ વાત આજે કરે જ છે.

ભગવાન શિવ એ કોઈ વ્યક્તિ નથી. નથી એ હિમાલયમાં રહેતા. પ્રાચીન હિંદુ ધર્મના ખેરખાંઓ આ કટૅસ્ટ્રફિ જાણતા હતા. પણ એ વખતે અંગ્રેજી ભાષા ના હતી માટે એમણે ભગવાન શિવ, શંકર, સર્જન અને વિસર્જનના દેવ એવું નામ આપ્યું. ડીઝાસ્ટર રૂપી અનેક ઝેર એ પચાવી શકે છે ને નવું બહેતર જીવન પેદા કરી શકે છે. તમે બનાવટી વાતો જોડો એમાં શંકરનો શું વાંક? કે પ્રાચીન મનીષીઓનો શું વાંક? તો બોલો કટૅસ્ટ્રફિના દેવ કે ખુદ કટૅસ્ટ્રફિ એવા ભગવાન શંકરની જય.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED