Ay vatan - 8 books and stories free download online pdf in Gujarati

અય વતન ૮ મૈત્રી સદભાવ ભર્યુ પગલું

પ્રકરણ – ૮

મૈત્રી સદભાવ ભર્યું પગલું

આખરે તે દિવસ આવી ગયો. ભૂજ ખાતે પાકિસ્તાની વિમાન તે ૧૪૪ માણસો લઈને આવી ગયું. જીતેન, રશ્મિ, સવજી અને સવિતા ઊતર્યા. તે વખતે સવજી ૮૮ વર્ષનો હતો. સવિતા ૮૭, જીતેન ૬૯નાંઅને રશ્મિ ૬૯નાં હતા.

ચારધામ પ્રવાસ ધામ જવાનું તો નક્કી હતું, પરંતુ તે પહેલા ભૂજની ધરતી પર ઉતરીને સવજી ધરતીને ચુમવા લાગ્યો. અય વતન... અય વતન.. કરીને તે ધ્રૂસકેને ધ્રૂસકે રડતો હતો. સવિતા પણ આર્દ્ર હતી અને આર્દ્ર હતો. સવિતાનો નાનોભાઈ ,નાગજીભાઈ ,બહેન બનેવી સિત્તેર વર્ષે મળ્યા.

પોલીસ ઈન્સપેક્ટર અનસારી સવજીને પાણીની બોટલ આપી છાના રાખતા બોલ્યો. સ્વામી વિવેકાનંદ પણ પરદેશનાં પ્રવાસ પછી ભારત આવીને આમ જ રડ્યા હતા. આ રૂદન દેશનાં વિયોગનું છે. થોડા સમય પછી આર્દ્ર સવજીને શું થયું કે વતનની ધૂળથી માથું તે ભરવા માંડ્યો.

આ ચેષ્ટા સમજતી સવિતાએ તેને રોકવાનો પ્રયત્ન ના કર્યો. જીતેન બોલ્યો, બાપજી આપ ભારતની ભૂમિ ઉપર છો. કોઈ બંધન વિના સ્વતંત્ર છો. આ સમયે રૂદન કરતા હાસ્ય વધુ દીપે છે આપને...

“હા, હું ભારતની ભૂમિ ઉપર છું. મારા જલાબાપાની અને દ્વારિકાની સાખે છું. મને સ્વર્ગ જાણે મળી ગયું છે. મારી માતૃભૂમિ અને માદરે વતનમાં છું.”

પાકિસ્તાની પાસપોર્ટ અને તેમાં ભારત પ્રવેશનાં સહી સિક્કા સાથે ચારે કુટુંબીજનોને લઈને જીભ માંડવી તરફ જતી હતી... માંડવીના જંગલી્બાવળ જાતની તીક્ષ્ણ શૂળો જોતા તેના મનમાં આખી જિંદગીની કડવી વાતોનો ઉભરો આવવા લાગ્યો.

વતન પાછા ફરતા ઉમટેલા આનંદનાં ઊભરા સામે પાકિસ્તાનમાં વેઠેલી વેદના શમવા માડી. ભૂજ અને માંડવી વચ્ચેનું અંતર કપાતું જતું હતું. તેમ તેમ હાશ વધતી જતી હતી. જીતેન જોતો હતો કે આ બાપા અને પાકિસ્તાનનાં બાપા બે જુદી જ વ્યક્તિઓ હતા.

સવિતા કહેતી કે વતનની મીઠાશ અને ત્યાંની મીઠી મહેંક સવજીને પ્રસન્નતા બક્ષતી હતી.. રોડ ઉપરનાં બાવળ ઘટતા ગયા અને માંડવી શહેરની નાળીયેરીઓ દેખાવા માંડી. તેમણે બરોબર વીસમે વર્ષ શહેર છોડ્યું હતું. ૬૮ વર્ષે પાછુ જોઈ રહ્યા છે.

સવજીના મનમાં વતન જાણે મહેબુબ હોય અને તે મહેબુબાના ભાવમાં હતો. તેનું મન ગાતુ હતું. “ઘર આયા મેરા પરદેશી...પ્યાસ બુઝી મેરે અસુવનકી” દેખાયુ ત્યારે તેનું હૈયું પ્રિયતમ પાસે જતી પ્રિયતમાની જેમ જોર જોરથી ધડકવા માંડ્યુ. અય વતન... અય વતનની મીઠી ધૂન મનમાં ગૂંજવા માંડી.

દાવડા શેરીમાંનુ ઘર તો વેચીને કરાંચી ગયા હતા, પણ તે શેરીમાં આખુ બચપણ ગયુ હતુ તે સવજી જરાય ભૂલ્યો નહોતો તે માંડવીમાં નાગજીને ઘરે જતા પહેલા દાવડા શેરીમાંનુ તેનું ઘર જોવા માગતો હતો તેથી નાગજી બોલ્યો.

“બનેવી શ્રી તમારું ઘર તો સમયની થપાટો ખાઈને ક્યારનુંય જમીનદોસ્ત થઈ ગયું છે. ત્યાં મોટો બંગલો બંધાઈ ગયો છે. અને સુમિત્રા બાએ જેમને વેચ્યુ હતું તેમની ત્રીજી પેઢી ચાલે છે... આપણે જઈશું જરુર પણ... તમારી સ્મૃતિ જેવું ચિત્ર નહીં મળે.”

સવજી જોઈ રહ્યો હતો - તેની સામે ચારેય જણાની આઠ આંખો તાકી રહી હતી. .. સવિતા જાણે આ વાત સમજતી હતી. એ સમજણની માત્રાનું પ્રમાણ બાકીનાં ત્રણમાં નહિવત હતું.

તે મકાન પાસે ગાડી ઉભી રાખી. સવજી ગાડીમાંથી ઉતર્યા. ઘર જોતો રહ્યો... થોડીક ક્ષણો ઘરની હવા છાતીમાં ભરી... જૂના મકાનની સ્મૃતિ વાગોળી - અને બચપણને સંભાર્યું - ગાડીમાં પાછો આવીને બેઠા.

સવિતા ત્યારે બોલી - મને યાદ છે હું તમારું પાનેતર ઓઢીને આ ઘરમાં આવી હતી ત્યારે સુમિત્રા બાએ - બહુ મનથી મને આવકાર આપ્યો હતો. સુમિત્રા બાની ખુશી ખૂબ હતી, પણ સાથે સાથે આ ઘર છોડીને કરાંચી જવાનું છે તે વિચારથી તેઓ દુઃખી પણ હતા. લગ્ન પછી ૧૫ દિવસે કરાંચી કેશુમામા સાથે જવાનું હતું.

પંદર દિવસનું આ ઘર સાથે સારું સંભારણું પણ સવજી તમારું તો આખુ બચપણ અહીં ગુજર્યું હતું ને ?

જીતેન અને રશ્મિ મૂક પ્રેક્ષક બની વડીલોનો ભૂતકાળ જોતો હતો... દાવડા શેરીમાં આવેલ જલાબાપાનું સ્થાનક હવે તો મોટા મંદિરમાં ફેરવાઈ ગયું હતું. પણ ત્યાં થતી આરતીનો ઘંટારવ આજે પણ તેવો જ મધુર હતો. ગોરજ સમયે હવે તો ધૂળ ઊડતી નહોતી. પણ હા... મોટરો અને રીક્ષાઓનાં ઘરઘરટ હતા. અહીં ભૂતકાળ પણ મીઠો હતો અને વર્તમાન પણ વંદનીય હતો.

સવિતાના ઘરે ગયા ત્યારે ભીંત ઉપર આમુલખ રાય અને સમુબાની તસવીરો હતી. તેના ઉપર સુખડનો હાર ચઢેલો હતો.

નાગજીનું કુટુંબ ફોઈ અને ફૂવાને પગે લાગ્યું. નાગજીનો દીકરો પ્રકાશ જીતેન કરતા નાનો હતો, પણ તેને જોતા જીતેન જ લાગે. તેટલું સૌમ્ય મામા ફોઈના દીકરામાં લાગ્યું. રશ્મિ પણ પ્રકાશને જોઈને આનંદિત થઈ.

“ફોઈ ફૂઆ તમને અમે યાદ નહોતા આવતા ?”

“ભાઈ ભૂલ્યા જ ક્યારે હતા કે યાદ કરવા પડે ? સવિતાએ જવાબ આપ્યો.”

“ભાગલાએ અમને બીજા દેશનાં વાસી તો બાવ્યા... પણ સ્મૃતિની પળોમાં તો તમે અને આ વતન ક્યારેય ભૂલ્યા નહોતા. સવજીએ સવિતાને ટેકો આપ્યો.”

જીતેન પણ બોલ્યો, “અને તેમનું ચાલે ને તો તેઓ અહીં જ રહી જાય.”

સવજીએ સંમતિમાં માથુ હલાવ્યુ અને બોલ્યો - “મૃત્યુ પાસે આવીને ઊભા છે ત્યારે એવું તો જરૂર થાય કે આ દેવભૂમિમાં જ મારો દેહ છુટે.”

“ફૂઆ તમે જો તેમ ઈચ્છતા હશો તો થશે... હવે પહેલાજેવા જડ રિવાજો નથી. બે દેશની સીટીઝનશીપ શક્ય છે.” બ્રિટન, અમેરિકાઅને ઘણા આફ્રિકા દેશો સાથે ભારતીય કાયદા થયા છે.

વિમલા સામે નજર નાખી એની મુક સંમતિ લઈ પ્રકાશની વાતને વધાવતા સવજીએ કહ્યું - “ભાઈ તે માટે જે કરવાનું હોય તે કર... મને તો મહીનાના વીઝા ઉપર... ” પાછા ન જાય તો તે ડિપોઝીટ જાય અને ગુનો બને તે નફામાં.

નાગજીએ કોમ્પ્યુટર ઉપર થોડીક સર્ચ કરી એક ફોર્મ પ્રિન્ટ કર્યું અને પૂછ્યું. ફોઈ તમે અને ફૂઆની અરજી કરું છું. જીતેનભાઈ અને ભાભી. તમારા માટે દસ વર્ષના વિઝા મેળવવા મથુ છું.

ફોર્મ ભરીને અહીં કરાવી ભૂજની વીઝા ઓફિસમાં ફેક્ષ કર્યું. ભારત તકનીકી ક્ષેત્રે આગળ વધેલું જાણી સવજી આનંદિત થયો... આ અરજી પાકિસ્તાનમાંથી પણ એનઓસી થઈને આવશે તો ફૂઆ અને ફોઈ અહીં રહી શકશે. ત્રીજી દિવસે ચાર ધામ જનારી લકઝરી ભૂજથી જવાની હતી. તેમાં ચારે જણા તિર્થાટનમાં જવાનાં હતા. તે જાત્રા શરુ થઈ. ભૂજનાં ૧૪૪ યાત્રીઓ ૩ લકઝરી બસ ભરીને જતા હતા. પોલિસની ચાંપતી નજર હતી. સૌના ઉપર ... કારણ કે ૧૪૪ પાકિસ્તાની હતા.

સવજી સાથે કરાંચીનાં જેટલા પેસેન્જરો હતા તે સૌ અંદર અંદર વાત કરતા હતા. ડ્યુઅલ સિટિઝન શીપની પણ કેટલાંક તે કાર્ય માટે શંકાસ્પદ હતા. પણ સવજીએ તો કહ્યું જલા બાપાનો આદેશ હશે તો ૬૮ વર્ષે પણ મને દેશ જોવા મળ્યો... તેમજ મને શ્રધ્ધા છે મારો દેહ પણ અહીં જ પડશે.પ્રકાશને ફોન ઉપર લોકોએ પૂછવા માંડ્યું - પ્રકાશે સૌને ધરપત આપી અને વાત ત્રણે ત્રણ લકઝરી બસમાં ફેલાઈ ગઈ ... ભારતમાં જે સગાવહાલા હતા તેમને ફોન થવા માંડ્યા...

ચાર ધામ યાત્રા પૂરી થઈ અને ભૂજની કચેરીમાં ૧૪૪ અરજીઓ જમા થઈ ગઈ હતી. સમાચાર પત્રોએ અને પાકિસ્તાન કચેરીએ સૌ અરજી મંજૂર કરી અને ભારતિય કચેરીએ જાહેરાત કરી કે પાકિસ્તાનનાં ૧૪૪ ભારતીય યાત્રિકોને મંજૂરી આપીને મૈત્રી સદભાવભર્યું પગલું લીધું.

જવાનાં દિવસે ૧૪૩ પેસેન્જરો ગદગદ હતા. સવજીએ ત્રીસમાં દિવસે દેહ છોડ્યો. સવિતા સહુ બાકીનાં પેસેન્જરોને લઈ વિમાને કરાંચી પ્રયાણ આદર્યું.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED