Ay vatan - 4 books and stories free download online pdf in Gujarati

અય વતન ૪ વતન પરાયું થઈ ગયું

પ્રકરણ ૪

વતન પરાયું થઈ ગયું

સુમીભાભીની તબિયત સુધરતી જતી હતી. વંશવેલો આગળ ચાલશેની ખુશી માં તેમની હતાશા વિસરાતી જતી હતી. સવિતાને પાંચમે મહિને પગમાં સોજા ચઢતા તો તે સુરાનો-માલિશ અને મા જેવી માવજત કરતા હતા. આઠમે મહિને સંતાનનું હલનચલન પણ અનુભવતા હતા.

ભારત છોડોની હીલચાલ ચરમસિમા પર હતી ત્યારે બ્રિટિશ સરકારે ભારત છોડવા માટે ૧૯૪૮ ઓગસ્ટ કહી હતી. પણ ત્યારે બે બિલાડીને લઢાવવાનો છેલ્લો ઘા ધર્મના નામે વિભાજિત કરી દેવાની વાતો ગાંધીજી વિરોધ કરતા હતા. જ્યારે મહંમદ અલી ઝીણા તેનો આગ્રહ બુલંદ કરતા હતા. જેની જનજીવન ઉપર સીધી અસર પડી.

૧૪મીની રાત્રે સવિતાને પેઈન ઉપડ્યું અને દસ વાગે જીતેન જન્મ્યો અને બરોબર બારનાં ટકોરે ભારત અને પાકિસ્તાનની રેખા દોરાઈ. ગોરાને તાકિદે દેશ છોડવાની હાકલ કરાઈ અને સત્તરમી તારીખે હિંદુ મુસ્લિમનાં રમખાણો ફાટી નીકળ્યા. લૂંટફાટ થવા લાગ... જન આંદોલનો થવા લાગ્યા. હિંદુઓ હિંદુસ્તાનમાં, અને મુસ્લિમો પાકિસ્તાન જાય.

૨ દિવસના જીતેનને લઈને જવાય ક્યાં ? હોસ્પિટલમાંથી હજી વિદાય અપાઈ નહોતી અને બોર્ડરો જડબેસલાક ગોઠવાઈ ગઈ. ભારતમાંના મુસ્લિમો ટ્રેન ભરી ભરીને ખડકાવા લાગ્યા. સિંધ પ્રદેશનાં હિંદુઓ સિંધી તરીકે બીન વસાહતીઓ તરીકે ગોઠવાવા લાગ્યા.

વતન તો વતન જ હતું. પણ ધર્મની આડશે વતન દોડવું પડતું હતું. તોફાનો ફાટી નીકળ્યા તેમાં હિંદુઓની દુકાનો પહેલા તૂટતી. કરાંચી પણ તે આગથી અળગું ન રહી શક્યું. મામા અને તેમના માણસોએ આખા દિવસ દુકાન બચાવી પણ છેલ્લા પ્રહરે આગ લાગી. સવજી કેશુ મામાને બચાવતો હતો. પણ ટોળામાંથી મોટો છરો કોઈકે માર્યો અને મામા ઢળી પડ્યા..

તેમનો લોહી નીકળતી હાલતે હોસ્પિટલ લઈ જતા સવજીએ ઈકબાલને જોયો... તે ખડખડાટ હસતો હતો...મારું નીચાજોણું કર્યું હતું ને તેનો મેં બદલો લીધો. હોસ્પિટલમાં તરત સારવાર અપાઈ પણ... નિષ્ફળ અને કેશુ મામા જતા રહ્યા...દુકાન રાખ થઈ ગઈ... મામા જતા રહ્યા આ બંને ફટકા શાંતા મામી માટે જીવલેણ હતા.

તેઓ હતાશાની ગર્તામાં ઉતરી રહ્યા હતા. સવિતા હોસ્પિટલમાં વારંવાર થતા હુમલામાં સવજી અડેખમ રહ્યો. કોઈક બ્રિટિશ કંપનીનો ઈન્સ્યોરન્સ હતો તેથી તેનું કાગળ કામ કરવા અને સવિતા જીતેનને લઈને ઘરે આવી ત્યાં સુધી સુમી બા એ શાંતા મામીને સાચવ્યાં.. સવજી મામીની સારસંભાળ લેતો. હુલ્લડ દરમ્યાન જીવને બચાવવા ઘણા કચ્છી અને ભારતીય મૂળનાં લોકો દેશ છોડીને ભારત જતા રહ્યા હતા. મામાનાં મોતને લીધે એ બધી ઉઘરાણી ડૂબી ગઈ હતી. શાંતા મામીને સવિતા એક જ વાત કહેતી. શાંતા બા કોઈ ચિંતા ના કરો. માનવ સર્જીત ઉપાધી છે. તેનું નિરાકરણ ફક્ત સમય જ છે.

જીતેન સુમીબા અને શાંતા બા વચ્ચે ઉછરી રહ્યો હતો અને સવજીની દોડધામથી વિમાનાં પૈસા જ્યારે આવ્યા ત્યારે શાંતા બાને કળ વળી અને દુકાન પાછી ચાલુ થઈ.

ઘણીવાર સવજી વિચારતાં માંડવી જવું, હવે દોહ્યલું થઈ ગયું. વતન હવે પેનનાં ઝાટકે કરાંચી હિંદુસ્તાન ન રહેતા પાકીસ્તાન તો એક ભાગ બની ગયું. વતન પરાયુ થઈ ગયું. કશુંક છુટે ત્યારેજ સમજાય છુટી ગયેલા વતન ની કિંમત..ત્યાં વસતા કુટુંબીજનો ની મહોબત અને વતનની રજ માટેની તલપ...

મુનિમ સિવાયનાં બધા કામ કરનારા ભારત નાસી ગયા હતા. જીવકોને કોને વહાલો ન હોય ! બળી ગયેલા ફર્નીચર અને કાપડનો માલ ભરવાનો હતો. કેશુમામાનો હસતો ફોટો વચલી દિવાલે સુખડનાં હારમાં સોડાતો હતો. શાંતા બા ગલ્લે બેસતા અને છ મહિને દુકાન ચાલુ થઈ ત્યારે નવી દુકાનના નવા નિયમો દેખાતા હતા.

આજે રોકડાને ઉધાર કાલે....

લોન સોનાના દાગીના ઉપર... શાંતા બા કહે તે ધારા ધોરણે...

રોટી, કપડા અને મકાનમાં મંદી તો હોતી જ નથી તે નિયમે કેશુ મામાની દુકાન ચાલી નીકળી.

તે દિવસે નઈમ ૪૦,૦૦૦ રૂપિયા લઈને આવ્યો. કેશુ મામાને ફોટા ઉપર ચઢાવા, ગુલાબનો હાર લઈને આવ્યો હતો. શાંતા મામી નઈમને ઓળખતા હતા. કેશુ મામાએ તેને તેના કફોડા સમયમાં બહુ જ મદદ કરી હતી. હવે દિવસો સુધર્યા હતા. કેશુ મામા નથી રહ્યા તે બાબતે ખૂબ રડ્યો અને બોલ્યો ભલે તમારા ચોપડા બળી ગયા. પણ હું તો જાણું છું ને કે મને સંકટના સમયે પૈસા આપી બેઠો કર્યો હતો. આ પૈસા ડુબાડીને મારે કયામતનાં દિવસે ‌અલ્લા તાલા પાસે નીચા જાણું નથી કરવું. શાંતા બાની આંખોમાં પણ આંસુ હતા.

નઈમ સાચો નેક બંદો હતો. તેની દાનત ચોખ્ખી હતી. શાંતા બાએ તેને બેસાડ્યા અને ખેર ખબર પૂછી. તેની બેગમ અને બચ્ચાની વાતો કરી. તે જ્યાં રહેતો હતો તે મકાન કેશુ મામાનાં કહેવાથી કોઈક લુહાણાનું હતું. તેનાં ભાડા પેટે પણ પૈસા આપવાની તૈયારી હતી. ભારતમાં તે ક્યાં હશે તે અંગે પણ પૃચ્છા કરી.

આંખની શરમે થતા રોકાણનો કેશુમામાનો આ ઉચ્ચ કેસ હતો. દુકાન ચાલુ થયા પછી પૈસા ડુબાડ્યા હોત તો ડુબાડી શકત પણ એવી દાનત હોય તો બરકત ન આવે તેવા ધર્મભીરુ મુસ્લિમને જોઈ સવજીનું મસ્તક પ્રેમથી ઝૂકી ગયું.

શાંતા બા બોલ્યા, “નઈમ આજે જમીને જજે ભાઈ.”

“ભલે બા - પણ થોડું બીજું કામ છે એટલે તે પતાવીને આવું.”

સવિતાને લાપશી રાંધવાનું કહ્યું અને ત્રણ જેટલા મહેમાનનું વધુ ખાવાનુ બનાવવાનો સંદેશ દુકાનનો માણસ આપી આવ્યો. સવજીને કહયું, નઈમ અને તેની મા સાથે પત્નીનું ખાવાનું બનાવ્યું અને ટિફિન બાંધી આપીશું.

શાંતા બા માણસની કદર જાણતા હતા અને લોહાણા વાડીથી દુકાન ખાસી દૂર હતી. તેથી જતા આવતા ખાવા ટાણુ થઈ જ જાય. તે કહેતા - તારા મામા કહેતા માણસ ભાવનાં ભૂખ્યા હોય છે. ભોજનના નહીં. આતો આપણે તેમના ભાવનાં સ્વીકાર સાથે જમાડી તેઓની ભાવનાનો આદર કરીએ છીએ.

દુકાન શરૂ થઈ એટલેતેનો હકારાત્મક પ્રભાવ દેખાવા માંડ્યો. કેશવ ઠક્કરની પેઢી નવા નામકરણ સાથે દેખાવા માંડી. ઉછીનું લઈ જનારાની સંખ્યા ઘટી પણ રોકડે લઈ જનારા ભાવો અને ગુણવત્તાને લીધે દેખાવા માંડ્યા. સવજી તેની મીઠી જબાનથી સફળ થતો હતો. કેશુ મામા પ્રત્યેનું માન અને મામીનું માર્ગદર્શનથી એ જ સુવાસ પ્રસરી રહી. પૂછ્યું કે - કેટલીક નુકસાની થઈ ત્યારે મામી કહેતા, નુકસાની તો બહુ મોટી થઈ - કેશુ કમોતે મર્યા. બાકી પૈસા તો આવન જાવન છે. વિમા કંપનીએ પૂરી નુકસાની ભરપાઈ કરી દીધી છે.

એક સવારે સુમિત્રાએ દેહ મૂક્યોત્યારે રડારોળ તો થઈ - પણ તેમણે જીતેનને માથે હાથ મૂકીને દેહ છોડ્યો. પાંચ વર્ષનો જીતેન,“બા-બા” કહીને રડ્યો. નિયતિએ ધારેલ જીવન મૃત્યુનાં ચક્રને ક્યાં કોઈ તોડી શક્યું છે ?

પણ - આ મૃત્યુની અસર શાંતા મામી ઉપર ઊંડી પડી હતી. તેઓ ચારધામની યાત્રાએ જવા માગતા હતા. પણ પગ બંધાયેલ હતા. એક વખત ગયા પછી પાછા ના ફરાય તેવું બને. જિંદગીનો શુ ભરોસો તેમ તેઓ માનતા હતા તેથી વીલ બનાવવા વકીલ જીવણ ઠાકરને તેડ્યા.

જીવણ ઠક્કરે કહ્યું - “શાંતાબેન તમે તો કોરા કાગળ ઉપર લખાણ કરશો તો પણ ચાલશે.”

“હા, તે વાત સાચી પણ બદલાયેલો આ દેશ. કંઈ ભરોસો નહીં. તેથી કાયદાકીય લખાણો કરી સવિતાને, સવજીને અને તેના વંશ વારસોને દત્તક લો અને તેમની કેશવજી ઠક્કરની પેઢી - મકાન અને માલ મિલકતનાં કાયદાકીય વારસ બનાવો.”

“ભલે સ્ટેમ્પ પેપર પર લખીને તૈયાર કરી દઈશ.”

નઈમ પાછો આવ્યો ત્યારે જીવણ ઠક્કર નીકળ્યા. નઈમને લઈને શાંતા મામી ઘરે ગયા. સવિતાની પોતાની દીકરી તરીકે ઓળખાણ કરાવી પાંચ વર્ષના જીતેનને હાથે આગ્રહ કરીને લાપસી પીરસાવી અને પૂરા માન સન્માન સાથે બે ટિફિન ઘર માટે ભરી આપ્યા.

નઈમ મામીને વંદન કરી ઘરે ગયો ત્યારે ચારેય આંખોમાં પુનઃ સ્થાપિત સંબંધો મહોરતા હતા.

હિંદુ મંદિરમાં રામનવમીની ઉજવણી થવાની હતી. આ ઉજવણી એટલે બંધ બારણે ધીમા અવાજે ભજનો અને સંગીત... ભાગલા પછી લાહોર અને કરાંચીમાં ગણ્યા ગાંઠ્યા માણસો જે રહી પડેલા હતા તેમને આ બધુ જાહેરમાં કરવાની મનાઈ હતી.

ઘર મંદિરોમાં લઘુમતિ કોમ તરીકે હિંદુઓને પણ માન્ય કરો તેવો એક મત હતો અને તે વિષયે - આજે એક મિંટિંગ હતી જેમાં જેમને કાશ્મિરમાં આવેલ વૈષ્ણવો દેવી જવાની કાયદેસર અનુમતિ મળે તે બાબતે વિરોધ પક્ષનાં નેતા જનપદનો મત લેવાના હતા. સવજી તો આ બધામાં અળગો રહેતો પણ આવા ઉજવણામાં તેને માંડવી સાંભરતુ... તે દેશમાં જવાનાં પ્રતિબંધથી અકળાતો.

રામ નવમીનાં ઉજવણા પછી જીવણ ઠક્કરે વિરોધ પક્ષનાં નેતા ગ્યાસુદ્દીનની ઓળખાણ કરાવી. ગ્યાસુદ્દીન ભારતથી આવેલ હિજરતી હતો તે પણ ઈચ્છતો હતો કે ભારત પાકિસ્તાનનાં સંબંધો સામાન્ય બને. દિલ્હીમાં તેનું પોતાનું મોટું મકાન હતું. અને પરમીટ લઈને ભારત આવન જાવન સામાન્ય બને. ખાસ તો જેમ લંડન જવાનું તેમ ભારત જવાય.

પણ તેની અરજીઓ લઘુમતિમાં જળવાતી નહોતી. તેથી વૈષ્ણોદેવી જવા જનમત એકત્ર કરતો હતો. પણ પ્રમુખશાહીમાં આ લોકતાંત્રીક વાતો ક્યાં ચાલે ? તે પણ ગૂંગળામણ અનુભવતો. બ્રિટિશ સરકારની બે બિલાડીને લઢાવી શાસન ચલાવવાની નીતિનો ભોગ ન બનવા સમજાવતો.

સવજીને ગ્યાસુદ્દીનની વાત સમજાતી પણ મિથ્યા લાગતી. કારણ કે એક ઝાટકે સરમુખત્યારો આવા નાના નાના પણ સાચા સંગઠનો બંધ કરી શકતા હોય છે.

લોકશાહી સવજીને ગમતી પણ અંગ્રેજોએ પરાણે તેને પાકીસ્તાની બનાવી દીધેલ. ગ્યાસુદ્દીન હજી પણ તે ઝંખતો.

રામનવમી ઉત્સવમાં તેની હાજરી અસંગત હતી. પણ સમજનારા તેની વાત સાંભળવા તત્પર હતા. તેની વાર્તા દેશભક્તિ સભર હતી. તે કહેતો - પંખી આઝાદ - પવન આઝાદ, સૂર્ય પ્રકાશ આઝાદ, આપણને વીઝા લેવા પડે અને તે પણઆપણા દેશ માટે... ? વીઝા લંડનનો મળે, અમેરિકાનો મળે પણ ભારતનો ના મળે ? આ કેવો અન્યાય ? આપણા દેશમાં જ જવા માટે... આપણા જ વૈષ્ણવો દેવીનાં દર્શને જવું હોય તો પરવાનગી... ભારતમાં તો હજ માટે જનાર હાજીને પણ તત્કાલીન પરવાનગી મળે... પણ આપણને... ?

એમનો પ્રશ્ન સૌને સતાવતો હતો. ઉંમરે આવી પહોંચેલા હિંદુઓને ચારધામ પ્રવાસ માટે કે વૈષ્ણૌદેવીનાં દર્શન માટે વીઝા મળવાં જ જોઈએ.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED