Ay vatan - 7 books and stories free download online pdf in Gujarati

અય વતન ૭ અય વતન

પ્રકરણ – ૭

અય વતન...

રેશ્મા અને અબ્દુલનાં લગ્ને પેલા કેશુમામાનો મૃત્યુનાં ધાપને દુઝતો કર્યો હતો. ઈકબાલ જ્યારે મળતો ત્યારે સવજી દાવડા સામે ખોંખારો ખાઈને કહેતો. “આખીર હમને તો કબૂલ કરવા લીયાને તેરી બેટી કો..”

રેશ્માને આ નહોતું ગમતું તેથી અબ્દુલને તે કહેતી - “આપણી શાદી પાછલા ઘાવોને તાજી કરવા માટે નથી.” રફીક અને ઈકબાલ મૂછોમાં હસતા, પણ અબ્દુલ કહેતો “રેશ્મા તું શું કામ ડાળા પાંદડાને જુએ છે. તારું થડીયું તો હું છું અને તે મજબૂત છે ને ?”

આટલા નાના ઉપદ્રવને નજર અંદાજ કર... તે સિવાય તું જ કહે તને મારા તરફથી કોઈ દુઃખ છે ? તારી સાથે કરેલ દરેક વાયદાનું હું પાલન કરું છું ને ?

રશ્મિ દીકરીનાં દાંપત્યજીવનને જોતી અને નિઃસાસો નાખતી ત્યારે રેશ્મા કહેતી - “મમ્મી ભૂલીની પાછલી દરેક વાતોને ?”

“કેવી રીતે ભૂલું હું ?”

“મા - વડવાઓની કરણીને મોટા મને માફ કરી દે. આવેગોનું તોફાન આવ્યુ અને ગયુ...”

“સવિ બા - આ શાળાની કેશુ મામાને સ્મૃતિ આંખોને કેવી રીતે ભૂલાય બેટા !”

ભૂતકાળ તો ભૂલવો જ રહ્યો. તેને વર્તમાન સાથે કે ભવિષ્ય સાથે મેળવીને વર્તમાન ન જ લગાડાય. અબ્દુલ કડકાઈથી કહેતો અને સાથે ઉમેરતો કે અમારી પેઢી કેટલાય યુદ્ધો જુની પેઢીનાં જુના રીવાજો સામે લઢે છે. તમને જે ફરીયાદો હશે તે ભૂતકાળની છે. ભૂતકાળમાં બ્રિટિશરોએ જે કર્યું તે તેને ભૂલી જવામાં જ ડહાપણ છે અને આ ક્રૂટનીતિને કારણે તો આખુ બ્રિટિશ રાજ્ય સમગ્ર વિશ્વમાંથી ફેંકાઈ ગયું ને ? જે બ્રિટિશ રાજનો સૂરજ ડૂબતો નહોતો તે હવે શોધ્યો જડતો નથી અને તેમણે કરેલી ભૂલો અમારી પેઢી દૂર કરે છે ને ? રીતિવાદનું ઝેર અમે સંનિષ્ઠ પ્રયાસોથી દૂર કરીએ છે ને ?

અબ્દુલની વાત સાંભળતા જીતેને પપ્પા સામે જોયું સવજીની આંખો આંસુ સારતી હતી. શાંતા મામી સ્વસ્થ અવાજે બોલ્યા.

“અબ્દુલ ત્રીજી પેઢીએ આ પ્રયત્ન ખૂબ જ ઉમદા છે. સાચુ કહું તો કેશવને મેં ઉશ્કેર્યો ન હોત તો કદાચ આમાંનુ ઘણું ના બન્યું હોત... તે તો સજા ભોગવવા ના રહ્યો, પણ હું તે ભૂલની સજા હજી ભોગવુ છુ અને મારા પછી - મારી દીકરી જમાઈ તે સજા ભોગવે છે. મારી પૌત્રી તે સજા ભોગવે છે. ”

“કદાચ, તે સજાનું મારણ આ લગ્ન છે. ધર્મમાં છુપેલી જડતાને તોડવા જ અમે અને અમારું લગ્ન નિમિત્ત બન્યા છે.” અત્યાર સુધી આ ચર્ચામાં શાંત બેઠેલી રેશ્મા બોલી. “હું અને અબ્દુલ એક વાતે સંપૂર્ણ સહમત છાયે અને તે છે. ધર્મમાં વ્યાપેલી જડત્વની વાતો દૂર કરવી જ રહી અને તેની શરૂઆત જાતે દાખલો બનીને જ કરી શકાય. સાચો ધર્મ તો પ્રેમ કરો તે શીખવે છે. ગરીબ ગુરબાને મદદ કરો તે શીખવે છે.”

“પણ અબ્દુલ - રેશ્મા તમારા જેવા કેટલા ? સવિતાએ પ્રશ્ન કર્યો.”

“આજે અમે બે છીએ... કાલે બસો હશે અને પછી બદલાવ આવશે. તમને ખબર નથી. કોઈ ધર્મ હિંસાને સ્વીકારતું નથી. પણ ટોળાને કાબૂમાં રાખવા કે અગ્રણી રહેવા બીક પ્રેરે છે. આ હિંસાઓને ... તેમાં સત્તાના સમીકરણો ઉમેરાય ત્યારે અસુરીતત્વો બળવતર બને.”

સવજી કહે “આ વાત ધરમૂળથી ખોટી છે. ઈકબાલ જેવા ગુનેગારોને પોષતી. આ ધર્મ સત્તા હિંસાનો જોર ઉપર જ ખીલે છે અને તેથી તો સહ અસ્તિત્વને બદલે કાફિરને મારો વાળી વાતે જોર પકડી છે. પરધર્મી બધા જ કાફીર છે તેનો નાશ કર્યો વાળી વાત જેરૂસલેમનાં જ્યુઝને નાશ કરો જેવી જ હતી. શું થયું તે હીટલરનું ?”

“બુરા રાજકારણી તરીકે પંકાયો...પણ જ્યુઝ કોમ નાશ ન કરી શક્યો.” શાંતા મામીએ જવાબ આપ્યો. અને વાત આગળ વધારી - મારવા વાળા કરતા જીવાડવા વાળાની સંખ્યા ઘણી મોટી છે. અબ્દુલે વાતનું અનુસંધાન સાંધતા આ જ કહ્યું - “હા. સાચી વાત છે. મારવાવાળા કરતા જીવાડવાવાળા ઘણા છે.”

ટીવી ઉપર રાજકીય પાર્ટીનો નેતા કહેતો હતો. “આ દુનિયા પર બળવાન જ રાજ કરે. નબળા એ તો નાબૂદ જ થવું જ રહ્યું. તમે નક્કી કરો નબળા રહેવુ છે કે સબળા... ? પૃથ્વીને કાફિર રહીત કરીયે તો જ આપણે સબળા બનીયે... સમગ્ર વિશ્વમાં એક જ ધર્મ અને તે પણ આપણો ધર્મ.”

ચેનલ ફેરવતા તે વાત ક્રિશ્ચિયન ધર્મનાં કોઈ પાદરી પણ કહેતા સંભળાયા. ફરીથી ચેનલ બદલાઈ તો ચીનમાં બૌદ્ધ ધર્મી એમ કરહેતા હતા કે, “તારી વીણાનાં તાર એટલાં ન કસ કે તે તૂટી જાય... કે એટલા ઢીલા ન છોડ કે તે સંગીત ન પેદા કરે. ”

શાંતા મામીએ ટીવી બંધ કર્યું ત્યારે સવજી બોલ્યો, “ભૂજ ટીવી પર મૂકો ત્યાં કોઈક સારી વાત હશે.”

સફેદ વસ્ત્રધારી સાધ્વીનું પ્રવચન ચાલતુ હતું.

ધર્મ એ આત્મ ઉત્થાનનું પગથિયું છે. તેને પૈસા કમાવવાનું સાધન બનાવનારા સાધુ સંતોથી ચેતવું. તેઓ ધર્મના નામે વ્યાપાર કરે છે. પ્રભુ પાસે પહોંચવાના રસ્તા ભલે અલગ અલગ હોય પણ અંતિમ ધ્યેય તો આત્માની જાગૃતિ છે. આ જાગૃતિ આવે તો સ્વાર્થ - અજ્ઞાન અને જડતાનાં પડળો ઓગળી જાય છે.

સૌ તત્પરતાથી સાંભળી રહ્યા હતા.

જીવો જીવસ્ય ભોજનમ કહેનારાઓ તે એક વાત સમજવાની છે. સિંહ ભૂખ્યો ન થયો હોય તો તે શિકાર નથી કરતો. પણ આપણને તો ભૂખ એવી લાગી હોય છે કે સાત પેઢી ખાતાય ન ખૂટે તેટલું આજે જ ભેગું કરવું છે. અને તેથી જૈવિક ચક્ર વેડફાય છે.

જમી રહ્યા પછી ટી.વી. ફરી ચાલુ થયો ત્યારે ક્રિકેટ મેચ ચાલતી હતી. પાકિસ્તાન અને ભારત વચ્ચે... એટલે બધા વિસરાઈ ગયા પણ જીતેન અને સવજી આવી અગત્યની મેચ ચૂકે ? વર્લ્ડ કપ રમાતો હતો - અને બંને દેશોની વર્લ્ડ ચેમ્પિયન થવાની શક્યતા હતી. કપીલ દેવ ટોસ જીતીને બેટિંગ લેવાને બદલે બોલિંગ લીધી અને ઓપનીંગ બેટ્‌સમેને ફોરથી શરૂઆત કરી. પણ ત્રીજા બોલે સ્ટમ્પ આઉટ થયો ત્યારે જીતેન નિરાશ થયો અને સવજીએ પ્રસન્નતાથી કપીલ દેવને વધાવી લીધો. બાપ દીકરાની આ મેચો જાણે સાચે જ ભારત અને પાકિસ્તાનની રમત હતી. બંને બાપ દિકરા વચ્ચે રમત દરમ્યાન ભારત પાકિસ્તાન પ્રત્યે સ્નેહ ઉભરાતો. સવિતા મેચનાં રિઝલ્ટ વખતે હાજર હોય અને બંનેના મૂડને તે સાચવતી હોટ સુનિલ ગાવાસકરે સરસ બેટિંગ કરી. પાકિસ્તાનના બેટ્‌સમેને ખડકેલા ૩૩૫ રનનો જંગી સ્કોર ૩૫ ઓવરની રમતમાં પૂરો કર્યો ત્યારે સવજી અત્યંત પ્રસન્ન હતો અને જીતેન પૂરેપૂરો ગામગરાસ લૂંટાઈ ગયો હોય તેમ ઉદાસ હતો.

રશ્મિ જાણતી હતી કે આ રમતનું પરિણામ એક દિવસની ઉદાસી છે તે દૂર કરવા તે કહે આ તો રમત હતી. તે રીતે લો.તે રમાતી હતી ત્યારે તેનો રમત તરીકે આનંદ લો. રમત પૂરી થઈ એટલે સામાન્ય માણસની જેમ હળવા બની જાવ.

સવજી કહે, “માતૃભૂમિની જીત એટલે આપણા જીત જેટલો આનંદ થાય. જીતેન પણ ખરેખર તો ભારતમાં જ જન્મ્યો છે તેણે શોક મનાવવાનો ના હોય.”

“રાજકારણીઓ - એડવર્ટાઈજીંગ એજન્સીઓ અને આમ જનતા ત્રણેય આ જીત હારનાં અર્થ લાભોનું ગણિત બહુ સરસ રીતે સમજે છે. પણ આપણે ત્યાં તો ભેંસ ભાગોળે છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ” ભારત જીતે તો તમને કંઈ ફાયદો નથી કે પાકિસ્તાન જીતે તો પણ તમને કંઈ લાભ થવાનો નથી તો પછી શું કામ હૃદય ચાપ વધારો છો. સવિતાબેને કહ્યું.

“બસ, અમને મઝા આવે છે - માટે ”... સવજી બોલ્યો.

“તો મઝા પૂરતા જ રહો. તેને તમારા વર્તનમાં કે જીવનમાં ના લાવો.” સવિતા બોલી. “વળી વતન અને પરદેશ જેવા ભેદભાવો થોડા કલાકો માટે પણ ના આણો. ” આ સંવેદનો તમે તો ઠીક ભૂલી જશો - પણ અમને તેની માઠી અસરો લાંબા ગાળા સુધી રહે છે.

બંને બાપ અને દીકરો સવિતા સામે જોઈ રહ્યા અને પછી ખડખડાટ હસી પડ્યા. અને હાલમાં આવેલું ફિલ્મી ગીત - ગાવા માંડ્યા.

અય વતન... અય વતન

તુજકો મેરી કસમ તેરી રાહોમેં જાન અપની

લુટાએંગે.. અય વતન.. અય વતન...

ત્યાં ફોનની ઘંટડી વાગી- જલારામ મંદિરમાંથી ફોન હતો. ભારત જવા માટે પાસપોર્ટ અને વિઝાની સલાહ માટે મંત્રાલયમાંથી સલાહ આપવા મિટિંગ ગોઠવાઈ હતી. સવજીએ તે માટે હા પાડી અને રવિવારે જલારામ મંદિર એ જરૂર આવશે. તેમ જણાવ્યું સાથે શાંતા મામી પણ આવશે.

રવિવારે જલા મંદિરનો હોલ ખીચોખચ ભરાયેલો હતો. પાકિસ્તાનનાં વિદેશ ઓફિસમાંથી પરિપત્ર રજૂ કરવાનો હતો. જેમાં ૭૦થી ઉપરના માણસોને ભારત જવા માટે મહીનાના વિઝા આપવાની વાત જાહેર થઈ અને કુલ ૧૪૪ માણસોને આ વીઝા મળશે તેવી વાત હતી. મોટી ઉંમરના માણસો કે જે ૧૯૪૭ પહેલાં જન્મેલા. તેમને આ વીઝા મળશે. તેને માટે પાસપોર્ટની વ્યવસ્થા અને ભારતમાં ચારધામ યાત્રા માટે આ મુદતી યોજના હતી. ૨૫૦૦૦ ડિપોઝીટ હતી. જો સમયસર પરત થશે તેમની ડિપોઝીટો પરત મળશે - મોડા થનાર કે ન આવનારને ગુનેગાર ગણાશે.

આ જ રીતે ભારતમાં પણ વસેલા મુસ્લિમોને પાકિસ્તાનમાં પ્રવેશ મળનાર હતો.

સવજી, સવિતા, જીતેન અને રશ્મિની અરજી થઈ. રેશ્મા અને શાંતા મામીએ અરજી ન કરી.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED