Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

અય વતન ૨ કેશુભાઇ તમારી દીકરી.

પ્રકરણ - ૨

કેશુભાઈ તમારી દીકરી

શાંતા મામી અને કેશુ મામા હતા તો એક જ ગામ માંડવીનં પણ રોજી રોટી અર્થે કરાંચી સ્થિર થયેલા. બહુ પ્રયત્નોને અંતે જ્યારે શાંતાને સંતાન ના થયું ત્યારે સમુબેને સવિતા આપી - ત્યારથી તે છોડી ઉપર શાંતાને ખૂબ જ વહાલ આવતું. વળી મોરછા કેશુ જેવી - અણીયાણું નાટક અને હરણ જેવી મોટી આંખ કેશુ મામા જેવી - એટલે તેને બહુ ગમતી.

સવિતાને પણ નાનપણથી એમ જ શીખવાડેલું કે તેની માએ તેને શાંતા બાને આપી દીધેલ એટલે તેને બે મા છે. શાંતા મામીને પણ શાંતા બા કહેવાનું મામી નહીં.

કેશુ મામા પણ સવિતાને બહુ વહાલ કરે. પહેલા ધોરણથી સ્કુલમાં તે પાસ થાય અને પેંડા કરાંચીથી આવી જ જાય. ઉંમર પ્રમાણેના ફ્રોક, રમકડા અને ચોકલેટ પણ આવે... પોસ્ટમાં અને જ્યારે રૂબરુ મળે ત્યારે ... પણ.

શાંતા મામી આમ દરેક રીતે સંપૂર્ણ પણ શેર માટીની ખોટ તેથી ભર્યા ભાદર્યા ઘરમાં ઉદાસીનતા તો રહેતી. જ્યારે સમુબેને સવિતાઆપી ત્યારે માતૃત્વની લાગણીઓ વહેતી થઈ સવિતા ઉપર પણ અમુલખભાઈનું વાયદા પ્રકરણ આવે ત્યારે નિરાશ થઈ જાય. પણ પાછું. માયા સમજાવે તેઓ વાયદો કરે છે. ના નથી કહેતા ને ? પોતાનું સંતાન આંખ સામેથી જતુ રહે તે બાપને ના ગમે ને અને સવિતા આપવાનો વાયદો તો સમુબેને કર્યો છે અને જો જે તેઓ તેમનો વાયદો પાળશે....

એમના રૂમમાં સવિતાનાં જુદી જુદી ઉંમરના પુષ્કળ ફોટોગ્રાફ્સ હતા. જે વાંઝણાપણાનાં મહેણાપણાનાં મહેણામાંથી ટાળતા અને ખાસ તો જમાનામાં રંગીન ફોટો કેશુમામા અને શાંતામામી સાથેનો ફોટો દિવાનખંડમાં ફ્રેમ કરીને મૂક્યો હતો જે જોઈને લોકોને તો એમ જ લાગે આ કેશુમામાની છોકરી જ છે.

ક્યારેક પૃચ્છા થાય તો મામી કહે, દીકરી એમના બેનને ત્યાં ઉછરે છે. માંડવીમાં અને આખી દુનિયા તે માનતી. વેકેશનમાં બેન બનેવી જ્યારે કરાંચી આવતા ત્યારે શાંતાબા અને સમુબા બે નામો બધુ ઢાંકી રાખતા. સવિતાને તો બે માનો પ્રેમ મળતો.

કેશુ મામા તો કહેતા આ દુકાન પરના કામ કરતા સૌની તુ મા છે. પણ તે સવિતા પછીના... સવિતા હતી પણ ઘાટીલી. એક દિવસ કેશુ મામા સવજીની વાત લઈને આવ્યા ત્યારે સમુબેન પાસે બે હાથ જોડીને સલુકાઈથી વાત છેડી. બનેવીને સમજાવ વાયદાની લંગાર હવે છોડે અને સવિતા માટે સવજીની વાત સ્વીકારે.

“હા, ભાઈ ભલે પણ સવજી તો માંડવીનો છે. તમને તેના વિશે કેવી રીતે ખબર પડી ?”

“દીકરીનાં મનનો તાગ કાઢીને પૂછ્યું”

“એટલે ?”

“મામા પાસે તેણે મન ખોલીને વાત કરી.”

સમુબેન કહે, “તમે મને પૂછ્યું ?”

“બાપ અને મામા. બેવડી ભૂમિકા ભજવું છું ને ?”

“અમુલખ જાણે તે પહેલા તમે તે વાત જાણી તેનું આશ્ચર્ય છે. સમુબહેને પહેલી વખત સ્વીકાર્યું છે. પ્રેમની સગાઈ લોહીની સગાઈ કરતાં ઉંચી છે.”

“બહેન એક જ વિધ્ન છે. છોકરો દેખાવડો, ખાનદાન અને આપણી જ કોમનો છે. પણ કુટુંબ પૈસાથી ઘસાઈ ગયેલ છે. માનો એકનો એક દીકરો છે. બાપ નથી અને મા વહુનું મોં જોવા ઈચ્છે છે. માની આમ તો પોતાની દશા છે. દીકરાનાં દીકરાનું મોં જોવા તલસે છે.”

“સવિતા એવા ઘરે તો કેમ અપાય ?”

“જો બેન એ જાણે છે તેથી તો વાત તને ન કરતા મને કહી. હું સવજીને મળી આવ્યો છું સવિતા તેને પણ ગમે છે. સવજીને ફક્ત યોગ્ય ટેકાની જરૂર છે. મેં તે હીરાનું હીર જોયું છે. અને પરણાવીને કરાંચી મારી ભેગો લઈ જવો છે.”

પાછલા બારણે સંતાઈને માનાં ભાવો જોતી સવિતાનું પડેલું મોં જોઈને તે રડુ રડુ થઈ ગઈ.

મામાએ તેને બોલાવી ત્યારે માની સામે તે છુટ્ટા મોંએ રડી પડી. “મા બાપાને સમજાવજે. છેલ્લે તો ભાગ્ય છે - મારું તકદિર જ્યાં લઈ જશે ત્યાં જઈશ.”

સમુબેન દીકરીની આંખમાં સવજી માટે ઉભરાતા પ્રેમને જોઈ રહી. પછી ધીરેથી બોલી, “મા બાપ જે તમારા માટે નક્કી કરે તે તમારા હીતમાં હોય.”

મા. તમારી વાત સાચી છે. અમે હજી બે વખત જ મળ્યા છે અને તેની નિખાલસ અને પેટ છૂટી વાત પછી શીવ મંદિરમાં તેની માએ મને જોઈને આશીર્વાદ આપેલ. અને કહેલું. ‘સવજીને ગમે તે મને ગમે જ. “

ત્યાર પછી એક દ્વીધા હતી અને તે તેઓનું ઘસાયેલું ઘર. મારી દ્વીધાનું નિરાકરણ કરવા મેં કેશુમામાને પત્ર લખ્યો. મને તો સવજી ગમતો હતો તેથી તેની ગરીબાઇ વાતને આગળ ના વધવા દે તેવું ના બને કેશુમામાને સવજી સાથે મેળવ્યો ’

સમુબેન થોડાક વિચારને અંતે બોલ્યા, “તારા બાપાની કસોટીમાં પાસ થાય તો મને વાંધો નથી.”

સાંજે અમુલખ જમી રહ્યા પછી સમુબેને પાન કરતા કરતા વાત કાઢી.

“સાંભળો છો ?”

“હં.”

“આ સવિતા માટે કેશુ સવજી દાવડાની વાત લાવ્યો છે.”

“સવજી દાવડા ?”

“હા. છોકરો છે દેખાવડો ઊંચો અને પાણીદાર. પણ ઘર ઘસાયેલું છે.” વાતનું અનુસંધાન કરતા સમુ બોલી.

“તે ક્યારે જોયો ? એને ?”

“મેં નથી જોયો, પણ કેશુ તેને મળ્યો છે અને કહે છે સવિતાને લગ્ન પછી તે કરાંચી લઈ જઈને સવજીને નામુ અને દુકાનમાં કામે રાખવાનો છે. ”

“સગામાં હું તો બહુ ના પડું.....”

“છોકરો પાણીદાર હોય તો સહેજ ટેકો મળે અને વિકસે.”

કેશુ જોઈ આવ્યો છે તો ભલે આપણે માગુ નાખવા જઈશું. પણ મારે મારી રીતે એને ચકાસવાનો જ.

અમુલખ દીકરીનો બાપ હતો. જવાબદાર હતો. તેનાથી દીકરીને વળાવવાની વાત જ થતી તો નહોતી જ પણ ઉંમર લાયક છોકરીને ક્યાં સુધી ઘરમાં રખાય ?

કેશુ મામા ફરીથી સવજીને ત્યાં ગયા ત્યારે સવજીની માની તબિયત બગડેલી હતી અને આ દવાઓ અને ડોક્ટરોમાં જ પૈસા જતા હતા. સવજીને માંડીને વાત કરી અને કહ્યું, બનેવીની પરિક્ષામાં ઉતીર્ણ થશે તો ઘડીયા લગ્ન લેવાશે.

સવજી કહે, “ભલે તેમના મનની શાંતિ માટે જે પૂછશે તે કહીશ. પણ મને અસત્ય કહેવાનું ના કહેશો.”

કેશુ મામા કહે, - “અસત્ય આચરવાનું તો નથી કહેતો પણ કાણાને કાણો કહેવો ને બદલે શેણે ખોયા નેણે તો કહેવાય ને ?”

“હા એ તો કહેવાય પણ બાપને તો દીકરીનાં ભવિષ્યની ચિંતા હોય - અને તે બાંહેધરી હું આપીશ.”

આ બાજુ સવિતાને જોઈને અમુલખની આંખમાં પાણી આવ્યા. સમુબહેન કહે, “કેમ અમુલખ આ ઝળઝળીયા ?”

“દીકરી ક્યારે મોટી થઈ ગઈ ખબરેય ના પડી ! તેનાં જ તો આ ઝળઝળીયા.”

“દીકરી તો પારકી થાપણ કહેવાય. તેનો જન્મ થાય ત્યારથી જ તે બે ઘરે દીવા કરે.”

“સમજુ છું.. પણ મારે મન તો સવલી હજી પેલી કુકા રમતી અને કંકુની પગલીઓ પાડતી દીકરી છે. એના ઘરે જવાનો દિવસ આટલો નજદીક હશે તે કેમ જાણ્યું ?”

“દીકરી માટે બાપને આ ભાવ તો કાયમ રહેવાનો.”

“હા. પણ દીકરીને વળાવીશ ત્યારે જે ભાવ ઉમટશે તે આજે ઉમટે છે. આ કેશવને સવજીની વાત તેણે કરી પણ તને ન કરી તે મને ના ગમ્યું.”

“હા, તે તો મને પણ ના ગમ્યું.” થોડીક ક્ષણો પછી અમુલખ બોલ્યો, “દાવડા કુટુંબનું સંતાન છે એટલે જોવા પણું તો નહીં જ હોય. પણ બાપ તરીકે મારે ખાત્રી તો કરવી જ રહીને !”

સમુબહેને “માથુ હલાવતા કહ્યું કે દીકરીની આંખમાં સવજીની વાત કરતા હેત ઉભરાતુ હતુ તે વાત યાદ રાખજો. આપણા નિર્ણયની તે લાજ રાખશે પણ આપણે પણ એજ જોવાનું કે દીકરી સુખી રહે. લક્ષ્મી તો આવન-જાવન છે.”

“માંદગીનો કુવો જ્યાં હોય ત્યાં ડોક્ટરનાં ઘર ભરાય... સુખ ત્યાં ક્યારે આવે ?”

“પીળું પાંદડું છે. ખરી જશે પછી તો સુખ આવશે ને !”

બે ઘડી તો અમુલખ સમુ સામે જોઈ રહ્યો તેને આ વાત ન ગમી.. ઝૂલો ઝૂલતો રહ્યો. વિચારોની આવન જાવન ચાલું રહી. પહેલી વખત તેને લાગ્યું કે છોકરા પણ તેમનું સારું નરસું વિચારી શકે છે આવા સમયે જુનવાણી વિચારોને ત્યજવા જોઇએ

સારા મૂહુર્તે સવજીનાં ઘરે કેશુ મામા, શાંતા મામી, સમુબા અને અમુલખ તેના ઘરે પહોંચ્યા. દાવડાશેરીમાં જેવો પગ મૂક્યો અને અમુલખને લાગ્યુ કે માન કે ન માન સવજી તનસુખનો દીકરો હોવો જોઈએ.

ઘરમાં પગ મૂકતા તનસુખ દાવડાનો ફોટો સુખડનાં હારમાં જોયો. સુમીભાભીને જોયા અને તેનું મન તૃપ્ત થઈ ગયું !

સફેદ વસ્ત્રમાં સુમીભાભીએ આવકારો દીધો. ઘર સુઘડ સ્વચ્છ હતું. જૂનાં જમાનાનું ફર્નીચર હતું. હીંચકો જોઈ અમુલખ ત્યાં બેઠો. સાથે સમુબેન બેઠા, કેશુભાઈ હિંચકાની નજીક ખુરશી ઉપર, કેશુમામા બેઠા.

સુમિબહેને પાણી આપ્યું. ત્યાં સવજી સૂકો નાસ્તો બજારથી લઈને આવ્યો. વિનમ્રતાથી સર્વને જયશ્રી કૃષ્ણ કહ્યાં. કસરતથી ઘડાયેલ કસાયેલ છ ફૂટનું શરીર જોયું.

સમુબેન દીકરીની પસંદગી પર પોરસાયા. અમુલખની આંખ પણ ઠરી. સમુ સામે જોયું તો તે પણ પ્રસન્ન હતી. સુમિબેને સૌનાં પ્રતિભાવો જોયા અને વાતની શરૂઆત કરી.

“મારી માંદગીએ એમના ગયા પછી વિકૃત સ્વરૂપ પકડ્યું. ઝાઝી જિજિવિષા નથી. આ સવજીનું ઘર મંડાઈ જાય ને તેને ત્યાં દીકરો જોઈને જતા રહેવું છે. તેઓ મારી રાહ જુએ છે.”

અમુલખે વાતની શરૂઆત કરી. “સુમિત્રા ભાભી રોગ તો મટી જશે પણ બાળકોને પણ દાદીમાનું વહાલ મળે તેથી તમે પણ જીવશો.”

“હા, પણ મને તો તેમનું છેટું પડી ગયું છે.”

કેશુ મામાનાં આશ્ચર્ય વચ્ચે અમુલખે પુછ્યુ “તમે સુમીતાભાભી મને ઓળખ્યો નહીં.”

“તમારો ચહેરો પરિચિત તો લાગ્યો પણ... તેમના ગયા પછી વિસ્મૃતિના રોગ લાગ્યો છે.”

“તનસુખનો ભાઈબંધ અમુલખ”

“ઓ હો...હો... અમુલખ ભાઈ ! તમારી છોડી સવજીને માટે ?”

“હા, સવિતાને તમે મંદિરમાં જોઈ પણ સવજીને મેં જોયો નહોતો.”

હા તે ભૂજ ભણતો હતો એટલે આ ઘર બંધ હતું. હવે ભણી રહ્યો અને મેં જ જીદ કરી ભાડાનું ઘર છોડી ઘરનાં ઘરમાં રહેવા આવ્યા. છેલ્લા છ મહીનાથી...

“સવજી ઊભો થઈને પગે લાગ્યો અને કહે - પૂછો મને જે પૂછવાનું હોય તે.”

“હવે પૂછવાનું તો કંઈ રહ્યું જ નથી, તું મારા મિત્રનું સંતાન... એટલે મારી દીકરીને તું સુખી કરીશ એવો વિશ્વાસ.”

સમુબેન - કેશુભાઈ તો જોઈ જ રહ્યા.

“ચાલો ત્યારે કેશુભાઈ તમારી દીકરીનાં ગોળ ધાણા ખવડાવો.” અમુલખભાઈ બોલ્યા.”

સુમિભાભીને વિચારમાં પડી ગયેલા જોઈ સમુબેન બોલ્યા... સવિતા અમારી છોકરી પણ નાનપણથી કેશુને આપેલી તેથી તે આવું બોલ્યા...

રૂપિયો નાળિયેર અપાયા અને પ્રસન્ન વદને સહુ છૂટા પડ્યા.

***