Ay vatan - 5 books and stories free download online pdf in Gujarati

અય વતન – ૫ સમભાવે સૌને સહો-સમભાવે સૌને પ્રેમ કરો.

પ્રકરણ – ૫

સમભાવે સૌને સહો-સમભાવે સૌને પ્રેમ કરો.

જીતેન મોટો થતો જતો હતો અને કેટલીય વાતો વણ કહે સમજતો હતો. મુસ્લિમ અને બિનમુસ્લિમ સંવાદો - બહુમતિ અને લઘુમતિ સમજતો હતો. સરીયત અને ફતવા સમજતો હતો. નહોતો સ્વીકારતો એક માત્ર હિન્દુસ્તાન અને પાકિસ્તાનનો વિવાદ ધર્મના નામે બે દેશના ભાગલા તેને કોઈપણ રીતે સમજાતો નહીં.

બ્રિટિશરોની કૂટ નીતિમાં બંને દેશ શિકાર બની ગયેલા.પોતાની માતૃભૂમિથી અલગ થવાનું. એકડે એકથી જિંદગી ફરી શરૂ કરવાની. આની અસર તે સવજીમાં જોતો. જીતેન કહેતો કે “પાપા ભૂતકાળમાં છો ત્યારે તમે ખુબ સુખી હો છો. વર્તમાનકાળમાં જીવો તો છો પણ ખૂબ દુઃખી થઈને..શાંતા બા કહે છે જે જતું રહ્યું તે, અને જે આવી રહ્યું છે તે,. તે બંનેમાં રહેવાય ના. ” કાલ બંને નકામી જ છે. તે બસ આજ છે.

સવજી સમજતો પણ તેને માંડવી યાદ આવતુ. માંડવીનું તેનું ઘર યાદ આવતું અને ગામની ભાગોળે મંદિરની આરતીનાં રવ તેને સંભળાતા.. તે ધૂળિયા ગામની દરેક પોળ - ગલી અને બજાર તે યાદમાં જીવંત હતા. તેને બંધન નડતા. ત્યાં જવા માટે પરવાનગી લેવી પડે તે વાત તેને ખૂંચતી... એક વખતે આ એક જ રાષ્ટ્ર હતું. પણ તેને ભાગલા પાડી દીધા... હવે તે વતન બની ગયું અને આ પરદેશ. માતૃભૂમિનો લગાવ તો માતૃભૂમિથી દૂર થાય. ત્યારે જ આવે ને ? અને આ મન પણ કેવું વિચિત્ર ! જે હોય તેની કદર નહીં , પરંતુ જે ન હોય તેની જ ઝંખના વધુ.

તેનામાં વતનની વાત આવે અને મન અતાડું થાય... “રોટલો ના આપ્યો એટલે અહીં આવ્યો હતો ને ?”

હૃદયે નરમાશથી જવાબ આપ્યો !

ત્યારે તો તે પણ વતન જ હતું ને ? તેથી રોટલો ન આપ્યો તેમ ન કહેવાય ! રોટલો અને ઓટલો બંને કેશુમામાએ આપ્યો ત્યારે તો ભારત જ હતું ને ?

વિપ્લવી મન કહે “ત્યારની વાત જવા દો આજે તો તે નથી ને ?”

હા, પણ તેનાથી ઉપજેલો વર્તમાન જુદો છે ને ? આજે અહીં બધું જ છે. તે સમયે વતન પ્રત્યેનો પ્રેમ એ બૃહદ વાત હતી.- અત્યારે પરિસ્થિતિ બદલાઈ એટલે બદલાવું પડે જ ને ?

મન હજી વિપ્લવી હતું. “પણ કેમ ?” પણ કેમ બદલાવું પડે ? મને વાંધો છે આ સરહદનો. મને મરજી હોય ત્યારે જ્યાં જવુ હોય ત્યાં જવાની છૂટ જોઈએજ....

“તે છૂટ ન આપનાર રાજકીય નેતાઓ છે. ધર્મ પ્રમાણે ભાગલા તો ક્યારેય હોતા હશે ?” તમને કોણે કહ્યું હતું કે ધર્મ પ્રમાણે ભાગલા કરો ! તે ક્રૂધ્ધ થતો હતો... રાજકીય નેતાઓ ઉપર બ્રિટિશરોના હાથ બની જનાર નબળા નેતાઓ ઉપર....દસ દસ વર્ષ વીતી ગયા. છતાં પણ ન રૂંઝાતો તે દાવાનળ ઉપર ?

ભાગલા પછી વીતેલી હાડમારીઓ તે હજી ભૂલ્યો નહોતો. કેશુ મામાની હત્યા વખતે ઈકબાલનું અટ્ટહાસ્ય તેને હજી દેખાતું હતું... દુઃસ્વપ્નની જેમ સમય તેને ભૂલાવવા મથતું પણ...

જ્યારે વતનની વાતો યાદ આવે ત્યારે આર્દ્ર થઈ જતા સવજીને સવિતા બરોબર ઓળખતી - ત્યારે વાતને વાળવા જીતેનને ત્યાં મોકલતી અને જીતેન સામે જોતા જ સવજી ભૂતકાળમાંથી પાછો આવતો...

હવે જે થઈ ગયું તે ભૂલો અને આજમા કે આવતી કાલમાં જીવોની વાત જીતેનને જોતો અને વિચારતો. સવિતા આવીને મામીની વાતો કરતી. કેશુ મામાનો વિયોગને વાગોળતી અને સવજી પાછો જવાબદારીનાં રેશમી તાંતણે બંધાઈને માંડવીને ભૂલી જતો.

જીતેન સવજીને આર્દ્ર જોતો ત્યારે મનોમન કેશુમામાને યાદ કરતો. તેના સ્મૃતિ પટલ પર તો કેશુમામાનો ફોટો જ હતો. તે સમજણો થાય અને દાદાના હેતને સમજે કે માણે તે પહેલા તો તે દેવ થઈ ગયેલા. પણ સુમિત્રા બા જ્યારે માંડવીની વાત કરે ત્યારે ત્રણે વડીલોનો અવશ્ય ઉલ્લેખ કરે. અમુલખ ભાઈ, કેશુ મામા અને તનસુખભાઈ. દાદા, મામા અને નાના... એ વાતોમાં કેશુ મામાનો ઉલ્લેખ ખૂબ જ આદરપૂર્વક થાય અને એ જ આદર અને માન શાંતા મામીને પણ મળતું. જીતેન માનતો કે તેનું બચપણ કેશુ મામાના વહાલ વિનાનું ગયું.

માંડવી યાદ આવવાનું બીજું કારણ નાગજી પણ હતો. જીતેન બરાબર નાગજી જેવો ચહેરો ધરાવતો હતો. કદ સવજી જેવું પણ મોચ્છા નાગજીની હતી...

અગિયારમાં ધોરણમાં ભણતો ત્યારે રફીકનાં “કાફીર” શબ્દો હોળી પ્રગટાવી હતી. ધર્મ ભિન્નતા તે ધિક્કારનું કારણ ન હોવું જોઈએ. મૌલવી એ પણ માણસ છે. ટોળાશાહીમાં એકાદ દુષણ કે અર્થ ભિન્નતા વિકૃત સ્વરૂપ પકડી લે તો ઝનૂન સ્વરૂપ લેવાતા વાર ન લાગે.

બહુમતિ તેનો શિકાર નબળા અને લઘુમતિને બનાવતા જ હોય છે. તેવામાં બુદ્ધિને દલીલોમાં કામ લગાડવાને બદલે કળથી વળી જવું ડહાપણ છે. પણ રફીક વળવાનો નહોતો તેથી ત્રાસી જઈને જીતેને તેને પડકાર્યો.

‘કાફીર ?’ કોને કહે છે ? જે ધર્મમાં ના માને તે ‘કાફીર - હું તો ધર્મમાં માનું છુ. જલાબાપાને માનું છું. તેથી હું નાસ્તિક નથી.

રફીક કહે પણ તું ઈસ્લામમાં માનતો નથી તેથી “કાફીર” છે.

જીતેન કહે, “ધર્મ ભિન્નતાને સુંવાળુ નામ ન આપ... તમારી નમાજની જેમ હું પણ મારા ધર્મના બધા જ કામ કરુ છું. જલાબાપાની આરતી - પૂજા અને અર્ચના કરુ છું. સંધ્યા કરુ છું.”

અમારા મૌલવી તો કહે છે “કાફીર”ને જીવવાનો અધિકાર જ નથી.

“તમારા મૌલવી, અમારે માટે પણ સંત જેવા છે. કુરાનમાં ક્યાંય અલ્લાની સહી છે ? કુરાનમાં આ બાબતે કશો ઉલ્લેખ છે ? કુતવા બહાર પાડીને અદાલતો કરાય છે. બાકી અર્થઘટન તો એ જ છે કે ધર્મ જે નથી પાળતો તે કાફીર છે. અન્ય ધર્મી જે ધર્મ પાળે છે તે કાફીર નથી જ.”

તે બંનેમાં મત્તમતાંતર ઉગ્ર બનતા બંનેનાં વિચારો પ્રિન્સિપાલે જાહેરમાં ચર્ચા કરી ત્રણ મૌલવી અને ધર્મગુરુની હાજરીમાં જાહેર ચર્ચાની બાબત કહી. જે સાંભળવા આખી સ્કૂલના વિદ્યાર્થીઓને બોલાવાયા. પ્રમુખશાહીમાં લોકશાહી ઢબે લોકશાહીનું નાટક ભજવાયું.

જીતેન જાણતો હતો કે પાણીનું નામ ભૂ થવાનું છે છતાં તે કાફીર. શબ્દના દુરુપયોગને તોડવા મથતો હતો કે જેથી અન્ય લઘુમતિ કોમનો ભય ઘટે.

ઘણા વિદ્યાર્થીઓના મતે આ એક નાટક હતુ. પણ વકતૃત્વ સ્પર્ધા એટલે વિચારોને વ્યક્ત કરવાની સ્વતંત્રતા. તેણે મદ્વેસામાં ઈસ્લામ ધર્મનો સારો એવો અભ્યાસ કરેલો અને હિંદુ ધર્મનો અભ્યાસ તો સુમિત્રા બા સાથે નિયમિત હતો.

છેલ્લી મિનિટે પાંચ જજમાંથી એક સુધારો થયો. એક શીખ અને એક ક્રિશ્ચિયન. ધર્મગુરુ જજ તરીકે ઉમેરાયા. આમ કુલ સાત ધર્મગુરુ સાથે ચર્ચાનો આરંભ થયો.

રફીકની વાત સાદી હતી તે માનતો હતો કે મુસ્લિમ ધર્મ જે ના માને તે કાફીર... કાં તેણે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવો રહ્યો કાં તેણે “કાફીર” ગણીને મૃત્યુને વશ થવું.

જીતેન પહેલો એવો લઘુમતિનો સભ્ય હતો જેને ટોળાશાહીની બીક ન લાગતી. તેણે સાવધાની સાથે બહુમતિની લાગણીને સલામ દુઆ કરી વાતની શરૂઆત કરી.

દસ ધર્મના પ્રતિનિધિઓને પહેલા તો મારા પ્રણામ - દુઆ અને સુપ્રભાત. આજે મને મારી ધારણા રજૂ કરવાની તક મળી છે ત્યારે ધર્મની મારી સમજ મારા પ્રતિદ્વંદી કરતા જુદી હોઈ કેટલાકને તે ન પણ જચે, પણ સહિષ્ણુતાથી મને મળેલ સમયમાં મને શાંતિથી સાંભળશો.

આપણૈ સૌ ઈવ અને આદમનાં સંતાનો અને તે સર્જન સમયે ઈશ્વર અને શયતાન બંને હાજર. ઈશ્વરના સર્જનોને વિસર્જન કરવા શયતાન સદાય હાજર અને તેથી આદમ અને ઈવના સંતાનો એટલે કે આપણે સૌમાં પ્રભુએ હૃદયનું સ્થાપન કર્યું કે જે દરેક પરિસ્થિતિમાં સાચો નિર્ણય આપેજ... શયતાને તે સંપૂર્ણ સર્જનને નાશ કરવા મન મૂક્યું. મગજ મૂક્યું... સમય જતા જ્યાં મગજનો વધુ વિકાસ થયો ત્યાં વિસંવાદીતા વધી અને જ્યાં હૃદયનો વધુ વિકાસ થયો ત્યાં સંવાદિતા વધી...

સંતતિ વધતા તેને માર્ગદર્શન આપતા ધર્મો વધ્યા અને પરિણામે ભાગલા પડેલ ધર્મના રક્ષકોનાં અર્થઘટનો બદલાયા - જેમાનો એક અર્થ “કાફિર” જેનો અર્થ “નાસ્તિક” થયો. પણ ઉદ્દામવાદીઓએ કહ્યું કે કાફિર એટલે મુસ્લિમ ધર્મ ન માનનારો.

હું માનું છું કે હું કાફિર ન કહેવાઉં. પહેલી વ્યાખ્યા પ્રમાણે - હું ધાર્મિક છું અને મારા જલબાપાને માનુ છું તેથી નાસ્તિક નથી. હવે બીજી વ્યાખ્યા પ્રમાણે મને જન્મથી હિંદુ ધર્મ મળેલો છે. તેથી મુસ્લિમ ધર્મમાં ના માનનારો છું પણ તે ગુનો હર્ગીઝ નથી.

સમગ્ર સભામાં સન્નાટો હતો. પણ જીતેન સાચો હતો અને જીતેનને સાંભળતી રશ્મિ તેના પર આફ્રિન થતી હતી.

જીતેન હજી બોલતો હતો. ધર્મ તો પરસ્પર પ્રિત શીખવાડે છે. ધર્મ જોડતા શીખવાડે છે. ધર્મઝનૂન નકારાત્મક વર્તે ત્યારે તેનો ચહેરો શયતાનનો છે. તે હકારાત્મક બને ત્યારે તેમાં ઈશ્વર, અલ્લા, ક્રીસ અને બુદ્ધ ભગવાન વસે છે. અને તે સર્વે વાત કરે છે. સમભાવે સૌને સહો-સમભાવે સૌને પ્રેમ કરો.

આપણને બ્રિટિશરોએ આ ઝેર તેમના હીતમાં પીવડાવ્યું છે. તેમને ખબર હતી કે લઢી વઢીને આ કોમ પાછી આપણા શરણમાં જ આવશે. પણ એમ ત્યારે ન બન્યું. હવે પણ આપણે નહીં બનવા દઈએ. ધર્મને વટાવતા પહેલા આપણા વડવાઓ તો સમજે જ છે. બે બિલાડીને લઢાવવાની વાંદરાની તરકીબ....

આખો રૂમ આનંદથી ઝૂમતો હતો. દસ જજમાંથી સાત જજે જીતેનને જીતાડ્યો હતો. રફીકને નવાઈ લાગી. તે સાત જજમાંથી ત્રણ મૌલાના પણ હતા અને ત્રણે જજે મત ના આપ્યો, પરંતુ તેમના વકતવ્યમાં પણ જીતેનને જ વખાણ્યો હતો.

રશ્મિ ખૂબ ભાવથી જીતેનને અભિનંદન આપવા આવી ત્યારે જીતેન અન્ય મિત્રોથી ઘેરાયેલ હોવા છતાં રશ્મિને વિનયથી અભિનંદન સ્વીકારતા કહ્યું.

“અહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો

યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો”

શાંતા મામીએ પ્રસન્ન ચિતે સવિતા સામે જોયું અને કહ્યું - “છોકરી સારી છે.” તેના મા-બાપને પણ સારી રીતે ઓળખું છું.

સવિતાએ દૂરથી જ ઓવારણા લીધા. જાણે શાંતા મામીની વાતને સ્વિકૃતિ ન આપતી હોય.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED