કેદી નં ૪૨૦ - 9 jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

કેદી નં ૪૨૦ - 9

આગળ આપણે જોયું કે મ્રુણાલમા કલ્પના એ કરેલા પ્રશ્ર થી પોતાના ભુતકાળમાં ખોવાઇ જાય છે . અને એમને કેવી રીતે પંકજ ને બરબાદ કર્યો એ બધુ જ યાદ આવી જાય છે. પરંતુ કોઇક કેદી ની જમવા માટે હાક મારતા પાછા પોતાના વર્તમાનમાં આવીને જમવા માટે જતા રહે છે.

અને પેલી બાજુ આદિત્ય અને કલ્પના બંન્ને XYLO કંપની ના બંધ ગોડાઉન માં એક સિક્રેટ ઓપરેશન માટે જાય છે. જ્યાં ચોરીછુપી થી જતા સિક્યુરિટી ગાર્ડ બંન્ને ને જોઇ લે છે પરંતુ કલ્પના જેવી યુવતીને જોતા જ એ કલ્પના ને પોતાનો શિકાર બનાવવા માટે લલચાઇ જાય છે. એ કલ્પના અને આદિત્ય બંન્ને ને ખબર ના પડે તેમ એમનો પીછો કરે છે. અને યોગ્ય તક મળવાની રાહ જુએ છે. આદિત્ય અને કલ્પના બંન્ને પોતાનું કામ કરવા લાગ્યા. આદિત્ય એ પોતાની હેન્ડબેગ માંથી વિડિયો કેમરા કાઢ્યો અને એનું ઓડિયો અને વિડિયો સેટિંગ કર્યું . અચાનક ત્યાં બ્લેક રંગ ની સ્કોર્પિયો આવી . અને તેમાથી એક જાડો સરખો જેનું પેટ એના પહેલા પહોંચી જતું હોય એવો ,મધ્યમ ઉંચાઇ ધરાવતો શ્યામ રંગ નો એક માણસ ઉતર્યો . . આદિત્ય અને કલ્પના બંન્ને સાવધાન થઇ ગયા. એ પછી એક વ્હાઇટ રંગ ની હોન્ડા સિટિ આવી . જેમાં થી પાતળો ઉંચો ગોરો માણસ બહાર આવ્યો. એના હાથ માં એક બેગ હતી. અને પેલા બીજા માણસ ના હાથમાં એક બ્રિફકેસ હતી. આદિત્ય એ એનું વિડિઓ રકોર્ડિંગ ચાલુ કરી દીધું.

પેલા બંન્ને એ પેલા હાથ મિલાવ્યા . પછી પેલા ગોરા વ્યક્તિ એ પોતાનુ બેગ ખોલ્યુ. અને એમાં થી બે પ્લાસ્ટિક પાઉચ બહાર બહાર કાઢ્યા. જેમાથી એકમાં સફેદ તો બીજામાં બ્રાઉન રંગ નો પાઉડર હતો. પેલા બીજા માણસે પેકેટો ને સુંઘીને બોલ્યો,’ હં,આ વખતે તો તુ બહુ જ કડક માલ લાવ્યો છે ને કંઇ. ગઇ વખતે તુ જે માલ લાવ્યો હતો તે ઠીક લાગતો હતો. ’

બીજા ગોરા માણસે પુછ્યું ,રુપિયા તો પુરા છે ને પછી મારે પસ્તાવું ના પડે . ’

‘એવું હોય ખરા . તમે અમને દેશ ના યુવાધન ને બરબાદ કરવા માટે આટલો સહકાર આપો છો ને અમે તમને દગો દઇએ. જો વિશ્વાસ ના હોય તો ગણી લો ને . ’

‘ના ના ,આ તો માત્ર વાત હતી. પણ મારે એ પુછવું હતુ કે આટલી બધી ડ્રગ્સ તમે અમદાવાદ ની કોલેજ ની અંદર કેવી રીતે પહોંચાડશો?’

‘તમે એની ચિંતા ના કરો . કોલેજ માં કેટલાય ગુંડા તત્વો છે એમની સાથે મારું સેટિંગ થઈ ગયું છે. તમે જોજો ને એક વર્ષ માં તો અમદાવાદ ની દરેક કોલેજ ના દરેક વિદ્યાર્થી ને ડ્રગ્સની એવી લત લાગી ગઇ હશે કે ખુદ ભગવાન પણ નહિ છોડાવી શકે. ’

‘સારું હું નીકળું છું . મારે હજુ એક બીજી જગ્યા એ માલ પહોંચાડવાનો છે. બેસ્ટ ઓફ લક. ગુડ બાય. ’

આમ વાતચીત પતાવી ને બંન્ને પોતાની ગાડીમાં બેસી ત્યાંથી નીકળી ગયા. આદિત્ય એ વિડિયો રેકોર્ડિંગ સેવ કર્યુ. પછી ની મિનિટો માં એણે ચેક કર્યું કે જે પણ રેકોર્ડિંગ થયું છે એના દ્રશ્ય અને અવાજ બધું જ બરાબર તો છે ને. એ બધું જ ચેક કરીને આદિત્ય એ વિડિઓ કલ્પના ને બતાવવા પાછળ ફરીને જોયુ. જોયુ તો તેની પાછળ કોઇ જ નહતુ. આદિત્ય ને ફાળ પડી કે કલ્પના અચાનક ક્યાં ગાયબ થઈ ગઇ. એણે આડશની બહાર નીકળી ચારે બાજુ જોયું પણ ત્યાં કોઇ જ હતું નહિ. બ્લુટુથ થી એણે કલ્પના ને કોલ કરી જોયો . પણ લાગ્યો નહિ. આદિત્ય ને ચિંતા થઈ કે કીધા વગર ક્યાય ગાયબ થઈ જાય એવી એ નથી લાગતી ક્યાંક કોઇ સંકટ માં ના પડી ગઇ હોય.

આદિત્ય હવે ગોડાઉનના ખુણે ખાંચરે તપાસ કરવા લાગ્યો ત્યાં એક કેબિન ની બહાર એના પગમાં ઠેસ વાગી ને એ પડી ગયો . ઉઠીને જોયું તો કલ્પના નું સેન્ડલ પડ્યું હતુ. એના થી થોડે દુર એને બ્લુટુથ પણ મળ્યુ. આદિત્ય ને પાકી ખાતરી થઇ ગઇ કે કલ્પના કોઇક મુસીબતમાં છે. એ કેબિન નું શટર બંધ હતું તો ય એની નીચે થોડી જવાની જગ્યા બાકી રહી ગઇ હતી. આદિત્ય ચુપચાપ શટર ને ખોલ્યા વિના એ જગ્યા માંથી કેબિન ની અંદર ગયો. ત્યાં એણે થોડા ઝીણા અવાજ સંભળાયા . એણે કંન્ટેનરની પાછળ જોયું તો કાળો સરખો તગડા જેવા દેખાતા માણસે કલ્પનાને બાંધી રાખી હતી. એના મોઢું કપડા વડે એણે બાંધી દીધું હતુ અને હાથ બંધાયેલા હતા. . અને એ પોતે કલ્પના ના કપડા ઉતારવા નો પ્રયત્ન કરતો હતો. કલ્પના એનો વિરોધ કરી શકે એમ નહોતી. એની આંખોમાંથી આંસુ વહ્યે જતા હતા . એના માસુમ ચહેરા પર ડર અને ગભરામણ સાફ જોઇ શકાતા હતા. આ દ્રશ્ય જોઈ આદિત્ય નું લોહી ઉકળી ઉઠ્યુ. એની આંખો,એનો ચહેરો ગુસ્સા થી લાલઘુમ થઇ ગયા. એણે હોઠ ભીડ્યા,મુઠીઓ વાળી અને તરત જ પેલા માણસ ને એનો કોલર ઝાલી ઉભો કર્યો અને એના બે પગ વચ્ચે એવી જોર થી લાત મારી કે એ દર્દ અને આઘાત થી બેવડ વળી ગયો. અને જમીન પર પડી ગયો. આદિત્ય નો ગુસ્સો તો ય ઓછો ના થયો એણે પેલા ને ફરી પાછો ઉભો કર્યો અને એના ચહેરા પર મુઠી વાળી જોર થી મુક્કો માર્યો . એ દર્દ થી છટપટાવા લાગ્યો એને જડબું પકડી લીધું થોડી વારમાં એણે મોઢામાંથી લોહી બહાર કાઢ્યું જેની સાથે બે દાંત ય બહાર નીકળ્યા. આદિત્ય હજુ ય ગુસ્સામાં હતો . એણે પાછી એના પેટમાં એવી જોરદાર લાત મારી કે એ પેટ પકડીને જમીન પર પડી ગયોઅને છટપટાવા લાગ્યો. . એને જોઇને લાગતુ હતુ કે આખી રાત એ ત્યાંથી હલી ય નહિ શકે.

હવે આદિત્ય ને કલ્પના નો ખ્યાલ આવતા જ એ કલ્પનાની પાસે ગયો. એના હાથ પગ અને મોઢું ખોલી એને બંધન માં થી આંઝાદ કરી. કલ્પના છુટી થતાં જ આદિત્ય ને ગળે વળગી ને રોવા લાગી. આદિત્ય એ એને રડવા દીધી. પછી. આદિત્ય એ એની પીઠ પસવારતા એને આશ્વાસન આપતા કહ્યું ,’બસ ,હવે ડરવાની જરુર નથી. હું આવી ગયો છું . હું તને કંઇ જ નહિ થવા દઉં તું ડરીશ નહિ. ’

થોડી વાર પછી કલ્પના શાંત પડી . આદિત્યએ કલ્પના ને ઉભી કરી. ને બંન્ને કેબિન ની બહાર જવા લાગ્યા . જેવા બંન્ને કેબિન ના શટર ની નજીક પહોંચ્યા કે કલ્પના ને પાછળ થી કંઇક અવાજ આવ્યો . એણે આદિત્ય તરફ નજર કરી તો આદિત્ય એ બે હાથ થી માથું પકડી લીધું . એના માથા માં થી લોહી નીકળ્યુ . અને એ દર્દ અને પીડાનો માર્યો જમીન પર પડી ગયો. કલ્પના એ જોયું તો પેલો ગાર્ડ લોહી વાળા મોઢે ભયંકર હાસ્ય કરતો હાથ માં જાડો પાઇપ લઇને ઉભો હતો. કલ્પના ને જોતા જ એણે પાઇપ મુકી દીધી. અને કલ્પના ને ઉપાડીને અંદર લઇ ગયો.

ત્યા વળી એ કલ્પનાને એ જ જગ્યા એ લઇ આવ્યો અને કલ્પનાના કપડા ફાડવા પ્રયત્ન કરવા લાગ્યો. પણ ત્યાં જ કોઇક ના લોહી વાળા હાથે એની ગરદન પર વાર કર્યો . અને એ ત્યાં જ જમીન પર બેભાન થઈ ને પડી ગયો. આદિત્ય એ આવી ખરાબ હાલતમાં ય એની ગરદન પર એવો જોરદાર કરાટે નો હાથ માર્યો કે બેહોશ થઈ ગયો. એ પછી આદિત્ય પોતે ય પડી ગયો. કલ્પના એ ઉભી થઈ ને તરત જ આદિત્ય નું માથું ખોળામાં લીધું અને પોતા ના દુપટ્ટાથી એના માથા પર પાટો બાંધી દીધો . પછી રડતી રડતી ઉભી થઇ ચારે બાજુઅને આખા કેબિન માં ફરીને જોવા લાગી. એની નજર ચાર પૈડા વાળી ટ્રોલી પર પડી . આંસુ લુછી એ ટ્રોલીને આદિત્ય ની પાસે લઇ ગઇ. આદિત્ય ને ઉભો કરવા પ્રયત્ન કરવા લાગી. પણ આદિત્ય જાતે ઉભો થઈ શકે એ સ્થિતિ માં ય નહતો તો ય કલ્પના એ બળ વાપરીને આદિત્ય ને ઉભો કર્યો . અને એને ટ્રોલીમા સુવડાવ્યો અને ટ્રોલીને ખેંચીને એ કેબિન ના દરવાજા તરફ લઇ ગઇ . ત્યાં એના પગમાં આદિત્ય નો વિડિઓ કેમેરા આવ્યો . કલ્પના એ વિડિયો કેમેરા ય સાથે લઇ લીધો .

શટર ઉંચુ કરીને એ ટ્રોલીને બહાર લઇ ગઇ. અને ત્યાંથી ગોડાઉન ની બહાર નીકળી રોડ પર આવી. રાતન સવા આઠ થયા હતા. અને રોડપર વાહનો ની અવર જવર ચાલુ હતી. કલ્પના એ બે ત્રણ ગાડીઓ ને હાથ દઇ ને ઉભી રાખવા કહ્યું પણ તો ય કોઇ ગાડી ઉભી ના રહી. થોડી વાર પછી લાલ રંગ ની એક કાર આવી. એ કારમાં એક કપલ બેઠું હતું એમણે કલ્પના ની હાલત જોતા ગાડીને ઉભી રાખી . કલ્પના એ એમને બધી વાત કરી. તો એ તરત જ મદદ કરવા તૈયાર થઈ ગયા. આદિત્ય ને એમણે એક નવજીવન નામની હોસ્પિટલે પહોચાડી દીધો . ત્યાં કલ્પના એ પોતાનું અને આદિત્યનું ચેનલ નું આઇ . કાર્ડ બતાવ્યુ એટલે તરત જ એમણે આદિત્ય ની સારવાર ચાલુ કરી દીધી .

એ પછી કલ્પના ને હોસ્પિટલ ના ફોન થી અજય સર અને પોતાના ઘરે ય ફોન કરીને જણાવી દીધું . એકાદ કલાક માં જ બધા હોસ્પિટલમાં ભેગા થઈ ગયા. મમ્મી પપ્પા ને જોતા જ કલ્પના એ ફરીથી રડવાનું ચાલુ કરી દીધું . અમોલભાઇએ અને ગીતા બહેન બંન્નેએ કલ્પના ને આશ્વાસન આપી શાંત કરી.

અર્ધા કલાક પછી ડોક્ટરે આવીને કહ્યુ ,’કંઇ ચિંતા જેવું નથી. એના માથા ની અંદર ના ભાગ માં ઇજા નથી થઈ . એના ઉપર ના ભાગ માં જ્યાં વાગ્યું હતું ત્યાં અમે ટાંકા લઇ લીધા છે. કાલ સવારે જ્યારે ભાન માં આવે ત્યારે તમે એક એક કરીને મળી શકો છો. ’

સવારે જ્યારે આદિત્ય એ આંખો ખોલી તો કલ્પના ને સામે જોઇ. આદિત્ય ને બધું યાદ આવ્યું.

‘તું અહિંયા?કલ્પના , તું બરાબર તો છે ને ?પેલો ગાર્ડ . એણે તને નુકસાન તો નથી પહોંચાડ્યું ને?’એમ કહીને આદિત્ય બેઠો થવા ગયો પણ કલ્પના એ એને બેઠા થવા થી રોકી લીધો અને કહ્યું , ‘ શ્શશશ. તું બહુ બોલે છે . તારે એ બધા ની અત્યારે ચિંતા કરવા ની જરુર નથી. મને કંઇ થયું નથી. પણ તારે અત્યારે આરામ ની બહુ જ જરુર છે. એટલે તું આરામ કર. ’

આદિત્ય સુઇ ગયો. અને કલ્પના ફ્રેશ થવા માટે ઘરે નીકળી ગઈ. આખા રસ્તે કલ્પના ના મનમાં જે થઈ ગયું એ દ્રશ્યો જ દેખાતા રહ્યાં . એને થયું ,’કાલ જો આદિત્ય સાથે ના હોત તો ખબર નહિ શું થયું હોત ?કેવો પાગલ છે હજુ કાલે જ તો અમે પહેલી વાર મળ્યા ,ફ્રેન્ડ્સ બન્યા અને જેને ફ્રેન્ડ બનાવ્યે હજુ એક દિવસ ય પુરો નથી થયો એના માટે પોતાનો જીવ જોખમ માં નાખી દીધો. આજ ની સ્વાર્થી દુનિયા માં આદિત્ય જેવા કેટલા હોય છે . ’

ઘરે પહોંચી એણે નહાવા માટે ગરમ પાણી તૈયાર કર્યું . ગરમ ,અને હુંફાળા પાણીથી એની આખી રાતનો થાક અને બોઝ ઉતરી ગયો. એ હળવી ફુલ થઈ ગઇ. અને ગીત ગણગણતી મોટા આયના સામે આવીને ઉભી રહી ગઇ. અરીસા પર નું પ્રતિબિંબ ગરમ પાણીની બાષ્પને લીધે ઝાંખુ થઇ ગયું હતું કલ્પના એ હાથ થી અરીસાને સાફ કર્યો અને પ્રતિબિંબ એકદમ સાફ સાફ દેખાવા લાગ્યું. . વ્હાઇટ કલરના બાથ રોબમાં,છુટા અને ભીના વાળ ,એમાંથી ટપકતી પાણી ની બુંદો. એ પોતે જ પોતાનું રુપ જોઇને શરમાઇ ગઇ. એના ગુલાબી ગાલ જોઇ કલ્પના શરમાઇ ગઇ. એને એવું લાગ્યું કે એનું પ્રતિબિંબ જીવિત થઈ ઉઠ્યુ. અને પ્રતિબિંબે પુછ્યુ, ‘ ‘કાલ સાંજે જે ઘટના બની એ પછી તો મને હતુ કે તુ ડરેલી અને ગભરાયેલી હોઇશ. પણ તું તો બહુ જ ખુશ દેખાય છે . કેમ શું વાત છે?’

‘કાલ સાંજે તો આદિત્ય એ મને બચાવી ના લીધી. પણ મને આદિત્ય ની બહુ જ ચિંતા હતી કે એને કંઇ થઈ ના જાય પણ હવે તો એ ય સહીસલામત છે તો પછી કેમ ના ખુશ હો્ઉં?’કલ્પનાએ બચાવ કરતાં જવાબ આપ્યો.

ઓહ,તો એમ વાત છે !બેન બા એટલે બહુ ખુશ દેખાય છે . એની બહુ ચિંતા ય થતી હતી . પાછી એના જ વિચારો માં ખોવાયેલી રહે છે. શું વાત છે ક્યાંક એનાથી પ્રેમ તો નથી થઈ ગયો ને?’

‘ચુપ કર ચિબાવલી,’એમ કહી ને કલ્પના એ પ્રતિબિંબ પર પાણી છાંટી દીધું. પ્રતિબિંબ પાછું ઝંખવાઇ ગયું.

‘કલ્પના ,કોની સાથે વાત કરે છે ?’કલ્પના ની મમ્મીએ બુમ પાડી. ’જલ્દી કર હવે જમી લે . હજુ આપણે હોસ્પિટલ જવાનું છે.

‘ હા આવું છું. ’એમ કહી કલ્પના બાથરુમ માંથી બહાર નીકળી . જલ્દી થી રુમ માં જઇને તૈયાર થઈ ને બહાર આવી ગઇ.

હોસ્પિટલમાં આવી ને આદિત્ય પાસે ગઇ તો અજય સર આદિત્ય જોડે બેઠા હતા. કલ્પના ને જોઇને આદિત્ય એ પુછ્યું ,’કલ્પના ,મારો કેમેરા ક્યાં છે ખબર છે?કાલે કદાચ હું ઘટના સ્થળે જ એને ભુલી ગયો હતો. એમાં બહુ જ મહત્વ ના વિડિઓ મે સેવ કર્યા હતા. ’

‘રિલેક્સ ,આદિત્ય ,કાલે તારો કેમેરા મે લઇ લીધો હતો. અને એ જતાં પહેલાં ઓફિસમાં જમા કરાવી દઇશ. અને કાલ નો જે વિડિઓ હતો એ મે આ પેનડ્રાઇવમાં સેવ કરી લીધો છે. ’એમ કહીને પર્સમાં થી પેન ડ્રાઇવ કાઢીને અજયસરને આપી દીધી .

‘નાઇસ વર્ક. આવા કપરા સમય માં પણ તને કેમેરો યાદ આવ્યો બહુ જ સારુ કહેવાય. તને ખબર છે તારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત તો એને સમજ જ ના પડત કે શું કરવું જોઇએ . પણ તે ના માત્ર આદિત્ય નો જીવ બચાવ્યો પરંતુ આદિત્ય ની બધી મહેનત બરબાદ થતા ય બચાવી લીધી. આઇ મસ્ટ સે યુ આર સો બ્રેવ એન્ડ ઇન્ટેલીજન્ટ ગર્લ. સારુ તું આદિત્ય નું ધ્યાન રાખ . હું ઓફિસમાં જાઉં છું . અને તમને બંન્ને ને જ્યાં સુધીમાં આદિત્ય એકદમ ઓલરાઇટ ના થઈ જાય ત્યાં સુધી તમારે બંન્ને ને ઓફિસ આવવા ની જરુર નથી. આદિત્ય ની સંભાળ રાખવી એ જ તારી ડ્યુટી છે. સો ટેક કેર ઓફ હિમ. હું જાઉં છું . બાય. ’

‘જોયું અજયસર શું કહીને ગયા . મને સાચવવાનો અને મારી સંભાળ રાખવી એ તારી ડ્યુટી છે. ચાલ હવે જલ્દી થી મારી માટે એપલ કાપ. ’

‘ જો હુકુમ મેરે આકા’ એમ કહીને કલ્પના એપલ કાપવા લાગી .

‘ કલ્પના ,એક વાત પુછું . કાલે પેલા ગાર્ડના બેભાન થઈ ગયા પછી જે થયું એ બાબતે મને કંઇ ખાસ યાદ નથી આવતુ. પણ મને એમ થાય છે કે તું મને હોસ્પિટલમાં કેવી રીતે લઇ આવી. ‌’

‘કેવી રીતે લાવી એ મારું મન જ જાણે છે. તારા બેભાન થઈ ગયા પછી હું તને મહામુસીબતે ટ્રોલીમાં નાખીને રોડ સુધી લઇ આવી. અને એ પછી એક ગાડીમા એક દંપતિ એ મારી મદદ કરી તને હોસ્પિટલ સુધી લઇ આવી. ’

‘ખરેખર,તું જેવી દેખાય છે એટલી નાજુક નથી. તારી જગ્યા એ કોઇ બીજું હોત તો આ બધું ના કરી શકત. પાછો મારો કેમેરા ય સાચવીને લઇ લીધો . સાચે જ તું ખુબજ બહાદુર અને સમજદાર છે. ’

‘ એ. આખરે દિકરી કોની છે ?’ એમ પાછળથી અવાજ આવ્યો.

***

‘ સાચે જ કલ્પના જેમની પણ દિકરી હોય એના માતાપિતા ને કહેવુ પડે શું સંસ્કાર આપ્યા છે. અને બહાદુર પણ કેવી આવા કપરા સમય માં હિંમત ગુમાવ્યા વગર આદિત્ય નેસમયસર હોસ્પિટલ પહોંચાડી દીધો . નહિ તો એની જગ્યા એ બીજી કોઇ હોત તો ખબર નહિ શું કરત. ’અજયસર પોતાની રિવોલ્વીંગ ચેર પર બેસી ને કલ્પના વિશે જ વિચારી રહ્યાં હતા . અચાનક એમને કંઇક યાદ આવ્યુ હોય એમ એમણે પોતાનું ટેબલ નું ડ્રોઅર ખોલ્યુ. અને એમા થી બ્લુટુથ કાઢીને એનું નિરિક્ષણ કરવા લાગ્યા. આદિત્ય ને જ્યારે મળવા ગયા ત્યારે આદિત્ય એ એમને એમ કહીને પાછુ આપ્યુ હતુ કે આમાં કંઇક ખરાબી આવી છે. કલ્પના ગુમ થઈ ત્યારે મે બ્લુટુથ વડે કોન્ટેક્ટ કર્યો ત્યારે કોન્ટેક્ટ થયો નહતો. અચાનક એમને કંઇક અજુગતુ લાગ્યું અને એમણે સુહાની ને ફોન લગાડીને કહ્યુંકે જો સાનિયા ના આવી હોય તો એનું ટેબલ નું ડ્રોઅર ખોલીને જો . અને એમાજો કોઇ બ્લુટુથ હોય તો તરત લઈને મારી કેબિન માં આવ. ’

થોડી વારમાં સુહાની બ્લુટુથ લઇને આવી . એ બ્લુટુથ ને ધ્યાન થી જોયા બાદ અજયસર ને ખાતરી થઈ ગઇકે એમની શંકા સાચી છે. સાનિયા જ્યારે ઓફિસમાં આવી ત્યારે અજય સરે એને પોતાની કેબિન માં બોલાવી અને બંન્ને બ્લુટુથ ને ટેબલ પર રાખીને પુછ્યું ,’સાનિયા તે આ બંન્ને માં થી કયું બ્લુટુથ કલ્પના ને આપ્યું હતુ ?’

પોતાની ચોરી પકડાઇ ગઇ છે એમ જાણી સાનિયા ના મોતિયા મરી ગયા તોય સ્વસ્થતા ધારણ કરી કંપની ના બ્લુટુથ તરફ આંગળી ચીંધી. એ જોઇ અજયસરનો ગુસ્સો બમણો થઈ ગયો. અને એમણે ઉંચા અવાજે સાનિયા ને ધમકાવી ,’જુઠુ ના બોલીશ. તને એમકે મને ખબર નહિ પડે. આ એ બ્લુટુથ છે જે મને આદિત્ય એ આજ સવારે આપ્યું. અને એ જ બ્લુટુથ છે જે તે કલ્પના ને આપ્યું હતુ. કંપની નુ ઓરિજનલ બ્લુટુથ તો હમણાં જ તારા ડ્રોઅર માંથી કઢાવ્યું . એનો અર્થ એમકે તે કલ્પના ને ઓલરેડી નકલી બ્લુટુથ આપ્યું . અને કંપની નું તારી પાસે રાખ્યું . કેમ? આ વાતનો કોઇ જવાબ છે તારી પાસે. ?’

સાનિયા ને ખાતરી થઈ ગઇકે હવે જુઠ નહિ ચાલે એટલે રડવા લાગી. અને રડતા રડતા બોલી,’સર ,મે જાણી જોઇને આવું નથી કર્યું . એ દિવસો માં હું મારા ઉપયોગ માટે એક બ્લુટુથ નો ઉપયોગ કરતી હતી. અને બંન્ને ને વાપરતી હતી. બંન્ને એક જેવા દેખાતા હોવાથી ભુલથી મે જોયા વગર જ કલ્પના ને એ આપી દીધું હતું. એમાં મારો કોઇ જ બદઇરાદો નહતો. અને તો ય તમને જો એવું લાગતું હોય તો તમે જે સજા કરશો હું સ્વિકારી લઇશ. આખરે અજાણતા ય ભુલ તો મારા થી થઇ છે ને. ’

‘તને શું ખબર તારી આ ભુલની કિંમત આદિત્યને પોતાના જીવ થી ચુકવવી પડી હોત. આ તો સારું છેકે એ સમયે કલ્પના સાથે હતી તુ નહિ. નહિ તો આ ન્યૂઝ ચેનલ આદિત્ય જેવા હોનહાર એમ્પ્લોયને હંમેશા માટે ગુમાવી દેત. તારી આ ભુલના લીધે આદિત્ય અત્યારે હોસ્પિટલમાં છે. અને તું બે આંસુડા પાડીને આસાનીથી છટકી જવા માગે છે. ’સાનિયા ને રડતી જોઇને અજયસરે પોતાનો અવાજ તો ઓછો કરી નાખ્યો તો ય એમનો ગુસ્સો હજુ શમ્યો નહતો. ’ઠીક છે આ વખતે તને જવા દઉં છું પણ હવે થી આવી ભુલ કરી તો કેબિનમાં તારો ટર્મિનેશન લેટર તૈયાર હશે. આવીને લઇ જજે. હવે તું જઇ શકે છે. ’

સાનિયા રડતી રડતી કેબિનમાં થી બહાર આવી. કેબિન ની બહાર આખો સ્ટાફ કાન માંડીને ઉભો હતો અજયસર ના ઉંચા અવાજ ના લીધે બધા ત્યાં જમા થઈ ગયા હતા . એ જોવા કેઅજય સર સાનિયા ને કેવી ખખડાવે છે. કેમકે સાનિયા ઓફિસમાં લગભગ મનસ્વી રીતે વર્તન કરતી એટલે આજે સાનિયા ને રડતી જોઇને કોઇને ય એના તરફ સહાનુભૂતિ ના થઈ . . બધા એ એમજ વિચાર્યુ કે સારુ થયું આ એજ દાવની હતી. ઘણાં સમય થી ચરબી ચડી હતી. તે હવે ખબર પડશે.

કેબિન ની બહાર બધાને ઉભેલા જોઇ એ વધારે ભોંઠી પડી. અને રડતી રડતી પોતાના ડેસ્ક ઉપર પહોંચી ગઇ. સુહાનીએ એને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો પણ એણે સુહાની ને ઝાટકી કાઢી ,’અત્યારે મારે કોઇનું કંઇ સાંભળવું નથી. તું તારુ કામ કર. આમે ય તને તો મજા આવી હશે મને અપમાનિત થતી જોઇને . એટલે તું ચુપચાપ મજા લે મારા અપમાન ની. મને મારા હાલ પર છોડી દે. ’

સાનિયા ના તેવર જોઇને બધા ચુપચાપ પોતાનું કામ કરવા લાગ્યા સાનિયા મનમાં ને મનમાં વિચારવા લાગી ,’આજ તારા લીધે મારું આ અપમાન થયું છે કલ્પના . હું એ નહિ ભુલું . આ અપમાન નો બદલો હું લઇને રહીશ. અને આવા નાટક કરીને જો તને એવું લાગતુ હોય કે તું આદિત્યને પોતાનો બનાવી દઇશ. તો હું એ ક્યારેય નહિ થવા દઉં . કેમકે આદિત્ય ઉપર માત્ર ને માત્ર મારો અધિકાર છે અને એ હું કોઇનેય નહિ છીનવવા દઉં . ’એમ એ કલ્પના ને ફસાવવા અને આદિત્ય ને પોતાનો બનાવવા માટે આગળ શું કરવું એના વિચાર મરવા લાગી.

***

એ આખરે દિકરી કોની છે ? અચાનક પાછળ થી અવાજ આવ્યો . કલ્પના એ પાછળ ફરીને જોયુ તો અમોલભાઇ ઉભા હતા અને આગળ બોલ્યા કે ,’અમારીને બહાદુર અને હોશિયાર ના હોય તો જ નવાઇ ને. ’

કલ્પના ઉભી થઈ ને અમોલભાઇને ભેટી. અમોલભાઇએ એની પીઠ થપથપાવીને કપાળ પર ચુંબન કર્યું . ગીતાબહેન પણ આવ્યા. અને બંન્ને આદિત્ય ની પાસે બેઠા .

‘અમને કલ્પના એ કાલ રાતે બધું જ જણાવ્યું કે કેવી રીતે કાલે તે કલ્પના ને બચાવી . એમ કરતાં તારા જીવની ય પરવા ના કરી. અમે કેમ કરીને તારો આભાર માનીએ . અમોલભાઇએ આદિત્ય નો આભાર માનતા કહ્યું .

‘અરે,અંકલ એમાં આભાર માનીને મને શરમ માં ના નાખો. મારી જગ્યા એ કોઇ પણ હોત તો એજ કરત જે મે કર્યું . એમાં મે કોઇ મોટો મોર નથી માર્યો .

‘અત્યાર સુધી કલ્પના આવા ક્ષેત્રમાં નોકરી કરતી તો મને ચિંતા થતી હતી પણ જે ઓફિસ માં તમારા જેવા કર્મચારી હોય તો મારે પછી ચિંતા કરવાની શું જરુર?હવેથી મને કલ્પના ની નોકરી બાબતે બિલ્કુલ ય ચિંતા નહિ થાય. કેમકે તું એની સાથે છે ને. ’ગીતાબેન થી બોલ્યા વગર રહી ના શક્યા.

‘ ઓકે ,આન્ટી આજથી કલ્પના ની બધી જ જવાબદારી મારી. તમે કલ્પના ની બાબતમાં બિલકુલ નિશ્ચિત થઇ જાઓ. જ્યાં સુધી હું એની સાથે રહીશ ત્યાં સુધી તમારે એની ચિંતા કરવાની જરુર નહિ પડે. ’

આ વાત સાંભળતા કલ્પના ના હ્રદયના ધબકારા વધી ગયા. અને એની આંખોમાં એક એક અલગ જ ભાવ આવી ગયો. એ આદિત્ય ની તરફ અહોભાવ થી જોઇ રહી.

ક્રમશઃ